________________
જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૦ ૧૫૯
"सेयंवरो वा आसंवरो वा बुद्धो वा तह य अन्नो वा । समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ॥"
ભલે મનુષ્ય જૈનમાર્ગનો અનુયાયી હોય—શ્વેતાંબરી હોય કે દિગંબરી હોય—અથવા બૌદ્ધમાર્ગનો કે બીજા પણ કોઈ ધર્મમાર્ગનો અનુયાયી હોય, પણ જ્યારે ભિન્નભિન્ન ધર્મમાર્ગનો અનુયાયી સમભાવી બને અર્થાત્ વીતરાગ, સમદર્શી બની તદનુસાર આચરણ-પરાયણ થાય ત્યારે જરૂર તે નિર્વાણ, નિઃશ્રેયસ, મુક્તિ કે સિદ્ધિને મેળવી શકે છે તેમાં લેશમાત્ર સંદેહ નથી. આચાર્યશ્રી હરિભદ્રથી પછી થયેલા અને ગુજરાતના સાહિત્યસમ્રાટરૂપે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય હેમચંદ્રે જૈન ધર્મનો પ્રધાન સિદ્ધાંત અહિંસા તથા એ જ અહિંસાનો પોષક જૈનપરંપરાનો સ્યાદ્વાદ સિદ્ધાંત–એ બન્નેને કેન્દ્રમાં રાખીને એવી ઉદ્ઘોષણા કરી છે કે :
4.
" भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥" પ્રપંચરૂપ સંસારના અંકુરના મૂલ બીજરૂપ રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગે૨ે દૂષણો જેમનાં ક્ષીણ થઈ ગયેલ છે, એટલે જેઓ વીતરાગ સમદર્શી છે તેમને સૌને નમસ્કાર-પછી તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, હર હોય કે જિન એટલે જિન અથવા બુદ્ધ હોય. તાત્પર્ય એ કે વીતરાગ, સમભાવી એવો કોઈ પણ પુરુષ જૈન દૃષ્ટિએ વંદનીય જ છે.
ભગવાન મહાવીરે અનેકાંતવાદ અથવા સાપેક્ષ અનાગ્રહવાદને પોતાના પ્રવચનોમાં સ્થાપિત કરેલ છે, તેમ ભગવાન બુદ્ધે પણ એ જ હકીકતને શબ્દાન્તરથી પોતાના પ્રવચનમાં વિશદ રીતે સમજાવેલ છે, જેને મધ્યમમાર્ગ વા ‘વિભજ્યવાદ' નામ આપેલ છે.
આજથી આશરે બે હજાર વર્ષ પૂર્વે ભારતમાં સમ્રાટ્ન સિંહાસને આવેલા પ્રિયદર્શી રાજા અશોકે પોતાના શાસ્તા ભગવાન બુદ્ધના મધ્યમમાર્ગને લક્ષ્યમાં રાખીને ઉદ્ઘોષણા કરેલ છે કે શ્રમણ-સંપ્રદાય અને બ્રાહ્મણસંપ્રદાય એ બન્ને નિર્વાણવાદી સંપ્રદાયો પરસ્પર હળીમળીને રહે, કોઈ કોઈની નિંદા ગહ ન કરે અને પ્રશંસા પણ એવી રીતે ન કરે જેથી એકબીજા સંપ્રદાયો દુભાય. આ વાત, રાજા અશોકે જ્યાં જ્યાં ભારતમાં પોતાની ધર્મલિપિઓ—ધર્માનુશાસન કોતરાવેલ છે, ત્યાં ત્યાં, તે દરેક ધર્માનુશાસનમાં અવશ્ય કોતરાવેલ છે. આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે જૈન દર્શનના મૂળ આધારરૂપ ભગવાન મહાવીર અને બૌદ્ધ દર્શનના મૂળ આધારરૂપ ભગવાન
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International