________________
યુધિષ્ઠિરનું મનોમંથન ૦૨૭૯ કૃપાથી આ સમગ્ર પૃથ્વી ઉપર જય મેળવ્યો છે; એટલું જ નહીં, પણ તમે ધર્મની દષ્ટિએ એ જય પ્રાપ્ત કર્યો છે. હવે તમે લોકો ભયંકર એવા એ સંગ્રામથી સદ્ભાગ્યે છૂટા થયા છો. હે પાંડવ ! ક્ષત્રિયના આચારમાં પરાયણ એવા તમે હવે પ્રમોદ કરો. હે રાજા ! તમારા તમામ અમિત્રો-શત્રુઓ હવે હણાઈ ગયેલા છે. માટે તમે તમારા મિત્રોને રાજી કરો. તમે આવી અદ્ભુત લક્ષ્મી મેળવી છે, માટે હવે તમારે શોકથી ઉદાસ ન રહેવું જોઈએ. તમને શોક પીડી ન શકે.”
["भवता बाहुवीर्येण प्रसादात् माधवस्य च । जितेयमवनिः कृत्स्ना धर्मेण च युधिष्ठिर ॥ दिष्ट्या मुक्तस्तु संग्रामादस्माल्लोकभयंकरात् । क्षात्रधर्मरतेश्चापि कच्चिन्मोदसि पाण्डव ! ॥ कच्चिच्च निहतामित्रः प्रीणासि सुहदो नृप । कच्चिच्छ्यिमिमां प्राप्य न त्वां शोकः प्रबाधते ॥)
(મહાભારત, શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક દસ પછી)] નારદની વાણી સાંભળીને રાજા યુધિષ્ઠિર બોલ્યા :
“શ્રીકૃષ્ણની કૃપાથી અને મારા બાહુબળથી મેં આ સમગ્ર પૃથ્વી ઉપર જય મેળવ્યો છે એ તમારું કહેવું ખરું છે. તેમાં હું આટલું ઉમેરું છું કે બ્રાહ્મણોની કૃપાથી અને ભીમ તથા અર્જુનના બળથી એ જય મને મળ્યો છે, એ વાત ભૂલવાની નથી. પણ મને એ વાતનું મોટામાં મોટું દુઃખ છે કે મેં લોભને વશ થઈને મારા તમામ સ્વજનોનો એ યુદ્ધમાં ઘાણ કાઢી નાખ્યો, મારા પુત્રોનો ઘાત કરાવ્યો. એથી મને જે જય મળેલ છે તે જય નથી પણ એક પ્રકારે પરાજય જ છે.”
('जयोऽयमजयाकारो भगवन् प्रतिभाति मे') । આ પછી રાજા વધુ કહેતાં જણાવે છે કે “મારા સગા ભાઈ કર્ણને પણ મેં રાજયની લાલચમાં પડીને હણાવી નાખ્યો એ તો મને ઘણું જ સાલે છે. કર્ણ કુંતામાતાનો મોટો પુત્ર હતો અને અમારો ભાઈ હતો.
('स ज्येष्ठपुत्रः कुन्त्या वै भ्राताऽस्माकं च मातृजः । अजानता मया भ्रात्रा राज्यलुब्धेन घातितः ।')
મહાભારત શાંતિપર્વ અધ્યાય ૧લો : શ્લોક ત્રેવીસ પછી) કર્ણના ઘાતની વાત તો મારા શરીરને બાળી નાખે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org