________________
૫૨ ૦ સંગીતિ
ઇસ્લામી અને ખ્રિસ્તી એ બધી પરંપરાઓએ આવી સ્વસંશોધનની ઉત્તમ પ્રવૃત્તિ માટે રોજરોજ સરળ હૃદયે પૂર્વોક્ત સંકલ્પ સાથે આંતર નિરીક્ષણને
આવાં ચિંતન અને પ્રાર્થના સાથે સ્વશુદ્ધિ માટે હોમ વગેરે અનુષ્ઠાનોનાં પણ વિધાન કરેલાં છે.
૩. સ્વામેમિ સવ્વનીવે, સબ્ને નીવા તુમંતુ મે 1
मित्ती मे सव्वभूएस, वेरं मज्झं न केणइ ॥
અર્થાત્ હું તમામ જીવો-પ્રાણીઓ-મનુષ્યો પાસે મારાથી થયેલા અપરાધો બાબત ખરા હૃદયથી સરળભાવે ક્ષમા માગું છું અને તે તમામ જીવો-મનુષ્યો મને મારા અપરાધો બાબત ક્ષમા આપો. તમામ પ્રાણીઓ-મનુષ્યો સાથે મારે મૈત્રી (મિત્રતા) છે અને કોઈ પણ પ્રાણીની-મનુષ્યની સાથે મારે વૈરભાવ (શત્રુતા) નથી. આ અને આવા પ્રકારની
ક્ષમા તથા ક્ષમાપનાને લગતી બીજી પણ અનેક ગાથાઓ જૈન પ્રવચનમાં છે તે માટે જુઓ ‘મહાવીરવાણી’ ક્ષામણાસૂત્ર પચ્ચીસમું.
ક્ષમા માગવાની આ પ્રથા જૈનોમાં જાહેર રીતે પ્રચલિત છે. મોટે ભાગે તો જૈનો આજે માત્ર મૌખિક વ્યવહાર કરીને ક્ષમા માગતા હોય છે, પણ તેમાંના કેટલાક તો ખરેખર પસ્તાવો કરીને ક્ષમા માગનારા હોય છે અને તેઓ જરૂર પોતે નિર્મળ બને છે. ૪. આ અંગે લઘુપાઠમાં બુદ્ધ ભગવાનનું વચન આ પ્રમાણે છે :
माता यथा नियं पुत्तंसायुसा एकपुत्तमनुरक्खे |
एवं पि सव्वभूतेसु मानसं भावये अपरिमाणं ||
मत्तं च सव्वलोकेस्मि मानसं भावये अपरिमाणं ।
उद्धं अधो च तिरियं च असंबाधं अवेरं असपत्तं ॥
અર્થાત્ માતા પોતાના એકના એક પુત્રને પોતાનું આયુષ્ય આપીને પણ બચાવે છે, તે જ પ્રમાણે વિશાળ મન રાખીને તમામ જીવોના કલ્યાણની ભાવના કરવી જોઈએ. ઉપર, નીચે અને આપણી ચારે બાજુ એમ આખાય લોકમાં બાધા વગરના, વૈર વગરના અને મિત્રતાયુક્ત વૃત્તિ સહિત વિશાળ ચિત્તની ભાવના રાખવી જોઈએ. ૧. ઇસ્લામ અને ખ્રિસ્તી પરંપરાનો ભ્રાતૃભાવ વિશેષ સુપ્રતીત છે એટલે એ માટે કોઈ વચનની સાક્ષી આપવાની જરૂર નથી.
૨. જૈન પરંપરામાં રોજ સવારે, રોજ સાંજે, મહિનાનું પખવાડિયું પૂરું થતાં બન્ને પખવાડિયામાં, ફાગણ-ચોમાસામાં, આષાઢ-ચોમાસામાં અને છેલ્લા કાર્તિકચોમાસામાં પ્રત્યેક જૈને પોતે કરેલા અપરાધો-દોષો વગેરેની ક્ષમા માગવાની છે અને બીજાઓ પોતાના અપરાધો વગેરેની ક્ષમા આપે એવી સરળભાવે નમ્રતાપૂર્વક પ્રાર્થના પણ કરવાની છે. આવાં વિધાન છે.
આવાં જ વિધાન જુદી જુદી રીતે દરેક ધર્મ અને દરેક સંપ્રદાયના ગ્રંથોમાં પણ આવે જ એ સ્વાભાવિક છે અને લોકો પણ એ પ્રમાણે વર્તતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org