________________
૨૦૪ • સંગીતિ
ઉપાસ્યની ઘણા નિકટ આવી જવા જોઈએ. તે જ પ્રમાણે જેઓ દુષ્ટોનો નિગ્રહ કરનારી અને સજ્જનોનું રક્ષણ કરનારી મહાશક્તિરૂપ દેવીઓની ઉપાસના કરનારા છે, તેમાં પણ દુષ્ટતા કેમ કરીને ટકી શકે ? સમસ્ત બ્રહ્માંડ ઉપર પ્રભુત્વ રાખવાવાળી એવી શક્તિના અખૂટ ખજાનારૂપ વિધવિધ દેવીઓના ઉપાસકો જો પોતે જ નબળા હોય, દુષ્ટતામાં રાચતા હોય, લાલચુ, લોભી અને અન્યાયકારી તથા વિશ્વાસઘાતી હોય તો પછી એમની દેવીઓની ઉપાસનાને ને એમને સો ગાઉનું છેટું છે, એમ જ માનવું જોઈએ. એટલું જ નહિ, પણ જો આવા ઉપાસકો પોતાના જીવનવહેણને જેમ છે તેમ જ ટકાવી રાખવા મથે એટલે પોતાના અન્યાયકારી વલણને, પરપીડકવૃત્તિને અને વિશ્વાસઘાતની વૃત્તિને જ વળગી રહે તો ખરેખર તે મહાદેવીઓ તેમનો જ નિગ્રહ કરીને તેમને પાંસરા કરશે એ એમની ઉપાસનાનું પરિણામ જરૂર એક કાળે આવવું જોઈએ. બાકી એ મહાશક્તિઓ પોતાને ઉપાસકોની ચાલુ અન્યાય-પરાયણ વગેરે પ્રકારની સ્થિતિ નાળિયેર ચડાવવાથી કે ધૂપદીપ યા નૈવેદ્ય ચડાવવાથી કે રૂપિયા-પૈસો નાખવાથી ચલવી લે વા સહી લે એમ તો ત્રિકાળે બનવાનું નથી, એ ચોક્કસ છે. ઉપાસના માટે ઉપાસના ઉપરાંત બીજા અનેક શબ્દો વપરાયેલ છે. પરિચર્યા, સેવા, ભક્તિ, પૂજા, પ્રસાદના, શુક્રૂષા, આરાધના, ઉપાસ્તિ, વરિવસ્યા, ઉપચાર અને પરીષ્ટિ. તાત્પર્ય એ છે કે, જેમ આપણે ધનની, સ્વામીની અને વિદ્યાની ઉપાસનાને સર્વાગી અથવા થોડે ઘણે અંશે આપણા પ્રત્યક્ષ જીવનમાં સફળ બનેલી જોઈએ છીએ, તેમ પૂર્વોક્ત દેવ-દેવીઓની ઉપાસના પણ આપણા પ્રત્યક્ષ જીવનમાં જ સફળ બનતી આપણે અનુભવવી એ ખ્યાલ અગત્યનો છે. પણ આમ કેમ બનતું નથી ? અને આવી પ્રવાહપતિતતા કેમ ચાલી રહી છે?
આપણે ત્યાં જે વિવિધ દેવ-દેવીઓની ઉપાસનાઓ ચાલી રહેલ છે, તેમાંની એકે ઉપાસના અનુચિત છે વા ખોટી છે વા અસંયત છે, એમ કદી કોઈએ સમજવાનું નથી, તથા જે રીતે પ્રવાહપતિત આ ઉપાસનાઓ ચાલી રહેલ છે તે પણ નિષ્ફળ છે યા અનર્થકારી છે. એમ પણ ધારવાનું નથી. પરંતુ એ ઉપાસનાઓ કેમ તેના ખરા અર્થમાં સફળ બને, જીવતાં જ આપણે એમની સફળતાનો અનુભવ કેમ કરીને કરી શકીએ એ અંગે જ પ્રયત્નપૂર્વક વિચારવાનું છે. જ્યારે બાળક નિશાળે બેસે કે તરત જ કંઈ આંકડા માંડતાં કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org