________________
૨૫૮૦ સંગીતિ
જોઈએ; જાણી-બૂઝીને કચાંય અન્યાયનો જરાસરખો પણ આશ્રય ન લેવો જોઈએ, તેને એટલે સુધી તૈયારી દાખવવા તત્પર રહેવું જોઈએ કે ન્યાય માટે દેહ પડે તો ભલે પડે, કુટુંબ દુ:ખી થાય તો ભલે થાય, ઘરનો નાશ થાય તો પણ ભલે થાય, પણ ન્યાયમાર્ગનો આશ્રય કદી ન છૂટે : આ સૌથી પ્રથમ ભૂમિકા છે. આ જાતની ભૂમિકા મેળવ્યા વિના અને મેળવીને તેને ખૂબ કેળવ્યા વિના ગમે તેવાં ધર્માનુષ્ઠાનો, જેવાં કે યાત્રાઓ, બ્રાહ્મણ-ભોજનો, યજ્ઞો, હોમહવનો, ચંડીપાઠો, ગાયત્રીપુરશ્ચરણો, શાસ્ત્રનાં શ્રવણો, દેહદમનો વગેરે પાઈની પણ કિંમતનાં નથી, એ આત્માર્થીએ બરાબર યાદ રાખવું ઘટે.
પોતાના ન્યાયમાર્ગની વાત પોતાના પ્રિય કુટુંબને પણ ધીરે ધીરે પ્રેમપૂર્વક સમજાવવી જોઈએ, અને એ રીતે કુટુંબનો પણ આત્માર્થની પોતાની સાધનામાં સહકાર મેળવવા પ્રયાસ કરવો જોઈએ. ઘણી વાર ઘણી મહેનત કર્યા છતાં, સમજાવટ છતાં, આત્માર્થી વ્યક્તિ કુટુંબને, માતાપિતાને કે ભાઈબહેનોને વા પત્નીને સુધ્ધાં સમજાવવામાં સફળ થતી નથી. તેવે વખતે દૃઢ આત્માર્થીએ જરા પણ ક્ષોભનો અનુભવ કર્યા વિના, પોતાનો ન્યાયનો આશ્રય તજ્યા વિના જ પોતાનો વ્યવહાર ચલાવવો જોઈએ, અને તેમ કરતાં જે આપત્તિ વા અગવડો આવે તે સહેવા તૈયાર રહેવું જોઈએ. એવી આપત્તિ કે અગવડો પોતે જ વધારે સહન કરવા તત્પર બનવું જોઈએ, અને કુટુંબને માથે એવી આપત્તિ વા અગવડો ઓછી પડવા દેવી. ધારો કે ઘરમાં ઘી ઓછું છે; ઘીના માપ કરતાં ખાનાર વિશેષ છે. એટલે બધાંને ઘી પહોંચે એમ નથી. એવી સ્થિતિમાં આત્માર્થી ઘી નહિ જ ખાય, પણ તે પોતાનાં ભાઈભાંડુને વા માતપિતાને વા પત્નીને તે પ્રથમ આપશે. એમ કરતાં નહિ વધે તો પ્રસન્ન ભાવે ઘીનો ત્યાગ કરશે. પણ અન્યાયના સાધન દ્વારા ઘી મેળવવા કદી પણ પ્રયાસ નહિ જ કરે.
યોગશાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે કે ન્યાયયુક્ત વ્યવહાર વિના એવા ધર્માચરણની યોગ્યતા આવતી નથી, કે જે ધર્માચરણ દ્વારા આત્માનું સંશોધન કરીને તેને બ્રહ્મરૂપ બનાવવા પ્રયાસ કરવાનો છે.
આ ન્યાયના અવલંબનના ગુણ અંગે એવો દૃઢ વિશ્વાસ થવો જોઈએ કે પ્રાણત્યાગ ભલે થાય, પણ ન્યાયનો માર્ગ ન તજું. આવી વૃત્તિ કેળવવા સારુ આત્માર્થી માનવે શિષ્ટ પુરુષોના આચારોની પ્રશંસા કર્યા કરવાની વૃત્તિ કેળવવી જોઈએ. એટલે પોતાનાં આચરણોને ઠીક કરવા શિષ્ટ પુરુષોનો નિરંતર સમાગમ કરતા રહેવું જોઈએ. શિષ્ટ એટલે સફાઈદાર ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org