________________
૮૨ ૦ સંગીતિ
જીવનમાં જ કાંઈ શ્રેયપ્રાપ્તિ થાય એવાં અનુષ્ઠાન યોજવાં જોઈએ, તેમ જ પુણ્ય અને પાપની સમજૂતી પણ વર્તમાન જીવનમાં જ પ્રાપ્ત થતા ફળની અપેક્ષાએ જ અપાવી જોઈએ વા કાર્યકારણના વિજ્ઞાન ઉપર તે સમજૂતીનો કસ કઢાવો જોઈએ. હવે એ સમય આવી પહોંચ્યો છે, કે આપણે એ ફલાતિદેશોના કથનની જૂની રીતમાં વો પાપપુણ્યની વ્યાખ્યાની પુરાણી સમજમાં વર્તમાન જીવનને પ્રધાન સ્થાન અપાવું જોઈએ. આમ કરવામાં આપણા શાસ્ત્રકારોનો જ ભારે આદર થશે અને આપણે ઋષિઋણને ફેડી શકીશું. હિંદુ એટલે વૈદિક અને જૈન સમાજમાં તથા અહિંદુ સમાજમાં જડ અનુષ્ઠાનોની નીચે કચરાતાં અસંખ્ય ભાઈબહેનોની આપણે સેવા કરી શકીશું; એટલું જ નહીં, પણ તેમને ભયંકર શારીરિક અને માનસિક યાતનાઓમાંથી મુક્ત કરી શકીશું. એક નુકસાન તો જરૂર થશે કે જે ભાઈઓ અને બહેનો આવાં જડ અનુષ્ઠાનો દ્વારા નભતાં હશે વા ચેન ઉડાવતાં હશે, તેમને આપણે તકલીફમાં મૂકીશું; છતાં જેમ દારૂબંધી કરવાને વખતે દારૂ વેચનાર ફલાલની કે દારૂ પીનારની તકલીફનો વિચાર કરવો અનાવશ્યક છે, તે જ રીતે આવાં જડ અનુષ્ઠાનોની નીચે કચરાઈ મરતાં અસંખ્ય ભાઈ-બહેનોને બચાવવાની ઉક્ત પવિત્ર પ્રવૃત્તિ કરતાં એ જડ અનુષ્ઠાનોની નીચે તાગડધિન્ના કરતા પરંતુ ભારે અનર્થ ઊભો કરનારા થોડાની તકલીફનું પાપ આપણે માથે લેવું જ પડેશે. તો મારી આજના નવયુવકને નમ્ર વિનંતિ છે, કે તેણે ખૂબ સમજી, વિચારી, સમભાવ રાખી, આ પ્રવૃત્તિમાં લેશ પણ અકળાયા વિના ઝંપલાવવું જોઈએ અને અસંખ્યોના આશીર્વાદ મેળવવા જોઈએ.
– પ્રજાબંધુ ગુજરાત સમાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org