________________
લોકદીપક બુદ્ધગુરુ ૭ ૧૨૩ થાય છે. વિક્રમ પૂર્વે ૫૦૫ વર્ષે એટલે આજથી (સં. ૨૦૦૮થી) ૨૫૧૩ વર્ષ પહેલાં રાજા શુદ્ધોદનના ઘરે મહામાયાદેવીની કુક્ષિમાંથી શ્રી બુદ્ધ પોતાને પ્રગટ કર્યા એમ મહાપંડિત ત્રિપિટકાચાર્ય શ્રી રાહુલ સાંકૃત્યાયનજી પોતાની બુદ્ધચર્યામાં જણાવે છે.
નેપાળની તરાઈથી એટલે તિલીરાકોટ, તૌલિહવાથી ૨૦ માઈલ ઉત્તરમાં કપિલવસ્તુ નામનું એક નગર છે. ત્યાં જયારે રાજા શુદ્ધોદનની મહારાણી મહામાયાદેવીને સૂંઢમાં કમળને લેતો ધોળો હાથી પોતાની કુક્ષિમાં પ્રવેશ કરે છે એવું સપનું આવ્યું, ત્યારે આષાઢ પૂર્ણિમાનો ઉત્સવ ચાલતો હતો. એ ઉત્સવ પૂર્ણિમા પહેલાં સાત દિવસે શરૂ થયેલો. માતા મહામાયાદેવી બીજી ક્ષત્રિયાણીઓની જેમ શરાબી ન હતી. તે માળાથી સુશોભિત બનીને એ પૂનમના ઉત્સવમાં ભાગ લઈ રહી હતી. એ વખતે બરાબર ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રીબુદ્ધ માતાની કુક્ષિમાં આવ્યા અને ત્યાર પછી બરાબર દસ મહિના પછી તેમનો જન્મ થયો, અને તેઓ જમ્યા પછી બરાબર સાત દિવસે તેમની માતા મહામાયાનું અવસાન થયું. આષાઢી પૂનમની પછી દસ મહિના બાદ વૈશાખ મહિનો આવે છે અને તિથિ પણ વૈશાખી પૂનમ આવે છે. એટલે વૈશાખી પૂનમનો દિવસ બુદ્ધગુરુનો જન્મદિવસ ગણાય. તેમની માતા આ લોકમાંથી સિધાવ્યા બાદ તેમની માસી મહાપ્રજાપતિ ગૌતમીએ તેમનું લાલનપાલન કર્યું અને તેમને પુત્રવત્ ઉછેર્યા. આ મહાત્માના નામ સાથે પણ અનેક ચમત્કારો અને અતિશયોક્તિઓ લાગેલી છે. એ બધાંનું કાંઈ તાત્પર્ય હોય તો તે આટલું જ કે બુદ્ધ મહાપ્રતાપી અને ભારે પુણ્યશાળી હતા. જોશીઓએ એવું ભવિષ્ય ભાખેલું કે એ રાજકુમાર યોગી થશે. એ સાંભળીને તેમના પિતા શુદ્ધોદન શાષે તેમને ભોગવિલાસમાં તરબોળ રાખવા બધી સામગ્રી એકઠી કરી હતી, અને તે સામગ્રીઓની વચ્ચે જ તેમને રહેવાનું હતું.
તેમનો જન્મ કપિલવસ્તુમાં નહીં થયેલો પણ જયારે બુદ્ધ માતાની કુક્ષિમાં આવ્યા ને દસ મહિના પૂરા થયા, ત્યારે તેમની માતાને તેમને પિયર જવાનું મન થયું. તેમનું પિયર દેવદહ નગરમાં હતું. રાજાએ કપિલવસ્તુથી દેવદહ નગર સુધીનો માર્ગ સુધરાવી અને ધજાપતાકાથી સુશોભિત કરાવી રાખ્યો.પછી પાલખીમાં બેસી પોતાના મોટા પરિવાર સાથે મહારાણી મહામાયાદેવી પોતાને પિયર જવા નીકળ્યાં. તે વખતે કપિલવસ્તુ અને દેવદહનગરની વચ્ચે લુબિની નામનું એક મંગલમય શાલવન આવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org