________________
૧૨૪ • સંગીતિ વર્તમાનમાં આ લુબિનીનું નામ “મિન્ દેઈ છે અને તે નૌતનવા સ્ટેશનથી (બી. એન. ડબલ્યુ રેલ્વે) પ્રાયઃ આઠ માઈલ પશ્ચિમે નેપાળની તરાઈમાં આવેલ છે. જે સ્થળે શાક્યોની અને દેવદહના કોલિયોના રાજ્યની સરહદ અડતી હતી, બરાબર એ જ સ્થળે બન્ને રાજ્યોએ પોતપોતાના વિહારઆનંદ માટે એ મંગલમય શાલઉદ્યાન તૈયાર કરાવ્યું હતું. જયારે તે ઉદ્યાનમાં મહામાયા પહોંચ્યાં કે તેમને તે ઉદ્યાનમાં વિસામો ખાવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. રાણીની ઇચ્છા પ્રમાણે તેની પાલખીને ત્યાં થોભાવવામાં આવી. રાણી પાલખીમાંથી ઊતર્યા અને ઉદ્યાનમાં આમતેમ ફરવા લાગ્યાં. એ લંબિની ઉદ્યાનમાં વિશેષ સુંદર અને ફૂલોના પુંજથી લચી ગયેલું એક શાલવૃક્ષ હતું. તેની નીચે રાણી જઈને તે વૃક્ષની ડાળ પકડીને ઊભા રહ્યાં છે તરત તેમને વીણ (વીણ-પ્રસૂતિ પીડા) આવવા લાગી. તેમની દાસીઓએ રાણીની આસપાસ પડદા બાંધી દીધા અને ત્યાં જ એ વૃક્ષ નીચે કુલદીપક તથા લોકદીપક શક્તિનો જન્મ થયો.
રિવાજ પ્રમાણે રાજા શુદ્ધોદને જન્મના પ્રસંગને પોતાના વૈભવને છાજે એ રીતે ઊજવ્યો અને નામકરણ-સંસ્કાર વખતે તે બાળકનું નામ સિદ્ધાર્થ પાડ્યું. લગભગ આઠ વર્ષની વયે કુમાર સિદ્ધાર્થને પાટી અને વિતરણું લઈને કલાચાર્યની પાસે લેખન-ગણિત વગેરે વિદ્યાઓ શીખવા સારુ મોકલવામાં આવ્યા. “લલિતવિસ્તર' મહાપુરાણમાં લખ્યા પ્રમાણે જે લેખશાળામાં સિદ્ધાર્થ ભણતા હતા, ત્યાં વિવિધ લિપિઓ અને વિવિધ કલાઓ સંગીત, નૃત્ય, વાદ્યવાદન વગેરે શીખવવામાં આવતી. ભણીગણીને કુમાર હવે યૌવનમાં પહોંચ્યા કે તેમને રાજકુટુંબની કન્યા યશોધરા સાથે પરણાવવામાં આવ્યા. સિદ્ધાર્થ અને યશોધરા બન્ને પરસ્પર અતુલ સ્નેહથી સંધાયેલાં હતાં. તેમને એ સ્નેહના ફળરૂપે એક “રાહુલ” નામે પુત્ર પણ થયો. - સિદ્ધાર્થ ભારે સંસ્કારી હતા, તેથી આટલી નાની વયમાં પણ તેઓ પોતાની આસપાસની પરિસ્થિતિ બરાબર સમજી ગયા. એમણે જોયું કે ધર્મને નામે લગભગ અધર્મ જ પ્રવર્તી રહ્યો છે. જેમના હાથમાં પ્રજાનું સુકાન છે તે બ્રાહ્મણો અને ક્ષત્રિયો પોતપોતાના કર્તવ્યથી ચુત થયા છે. શૂદ્રોની પીડાનો તો પાર જ નથી. વર્ણધર્મને નામે શૂદ્રો ઉપર અસહ્ય અત્યાચારો વર્તી રહ્યા છે. યજ્ઞને બહાને હિંસા અને બીજી લૂંટો ચાલી રહી છે. માંસાહાર અને મદ્યપાન માટે “પ્રવૃત્તિવા પૂતાનામ્' અર્થાત્ એ તો સાધારણ સ્થિતિ થઈ ગઈ છે. રાજાઓ અને બ્રાહ્મણો પ્રજાની ખાંધ ઉપર ચડીને આરામ કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org