________________
ભગવાન મહાવીર ૦ ૭
જતા અને આ વૈભવવિલાસથી વિરક્ત રહેવાનું વિચારવા લાગ્યા. માતાપિતાને પણ આનો કાંઈ અણસાર આવવા લાગ્યો. તેઓ આનો ખુલાસો મેળવવા તત્કાળ તો તત્પર ન થયાં, પણ જયારે વર્ધમાને ગાનતાનમાં ભાગ લેવો છોડી દીધો અને બીજા ખાનપાન વગેરેના સમારંભોમાં પણ ગેરહાજર રહેવા લાગ્યા તથા સાધારણ ભોજનથી સંતુષ્ટિ માનવા લાગ્યા, ત્યારે તો વહાલા પુત્રને પાસે બેસાડીને માતા બધું જ પૂછવા લાગી. ત્યારે વર્ધમાને પોતે જે જોયું હતું તે બધું જ કહી સંભળાવ્યું અને “આવી પરિસ્થિતિમાં મારે જમીનદારી નથી કરવી” એવો પણ પોતાનો વિચાર સ્પષ્ટ રૂપે માતાને અને પછી પિતાને પણ જણાવી દીધો. માતાપિતા પુત્રના વિચારો સાંભળી અને તેની ક્ષત્રિયવટ સાચા અર્થમાં જોઈને ખુશ ખુશ થઈ ગયાં અને ગળગળાં પણ થઈ ગયાં. આ પવિત્ર પ્રવૃત્તિથી વર્ધમાનને અટકાવવાનું મન તેમણે ન જ કર્યું, પણ એટલું તો ઇચ્છર્યું કે પોતાના જીવતાં સુધી ગમે તેમ કરીને વર્ધમાનકુમાર જમીનદારીને સંભાળી લે અને પછી તેને જે ઠીક પડે તે કરે.
વર્ધમાનકુમાર માતાપિતાના અસાધારણ ભક્ત હતા અને રોજ માતાપિતાની સર્વ પ્રકારે સેવામાં તત્પર રહેતા. નોકરો હાજર હોવા છતાંય માતા કે પિતા કાંઈ કામ ચીંધે એટલે તરત પોતે જ કરી આવતા; નોકર તો આવે ત્યારે ખરા. આમ વર્ધમાનકુમાર માતાપિતાની સેવામાં ઘણો જ આનંદ અનુભવતા અને વિચારતા કે મહાપુણ્યનો યોગ હોય તો આવાં માતાપિતા મળે, અને માતાપિતા પણ હૃદયથી સમજતાં કે પ્રબળ પુણ્યનો યોગ હોય તો જ આવું પુત્રરત્ન સાંપડે. વર્ધમાને તો હવે લગભગ નિર્ણય જ કરી લીધો હતો કે હું મારી કોઈ પણ અંગત પ્રવૃત્તિ માટે કોઈને દુઃખનું નિમિત્ત થવા ચાહતો જ નથી. આ સ્થિતિ ત્યારે જ થઈ શકે, જયારે હું જૂના તપસ્વીઓની પેઠે સાધનાના માર્ગે ચડું, દેહકષ્ટને જરા પણ ન ગણકારું અને ચિંતન-મનન દ્વારા મારામાં જે હજી થોડી ઘણી વાસનાઓ પડી છે તેમને બાળીને ખાખ કરી દઉં, અને અનાસક્તભાવ પૂર્ણ પણે કેળવી સુખદુઃખમાં, માનઅપમાનમાં, ભૂખતરસમાં તથા ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગોમાં તદન સમચિત્ત રહી ધ્યાન, ચિંતન, મનન, દેહકષ્ટ વગેરે દ્વારા વીતરાગભય-ક્રોધની ભૂમિકાને પૂર્ણપણે પ્રાપ્ત કરું તો જ મને બ્રહ્મવિહારનો અખંડ આનંદ મળે.
એક તરફ વર્ધમાનકુમાર ભરજુવાનીમાં ઉક્ત પ્રકારનો વિચાર કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ માતાપિતા વૃદ્ધ અવસ્થાને કારણે હવે ખખડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org