________________
ધમ્મપદની ઉપમાઓ ૦ ૧૪૭
તેનનું છે અર્થાત્ જેમ બાણ ઘડનારો કારીગર વળી ગયેલા કે મરડાઈ ગયેલા બાણને સીધું, પાંસરુંદોર કરી દે છે તેમ બુદ્ધિમાન આત્માર્થી પોતાના વાંકા થયેલા વા ઠરડાઈ ગયેલા ચિત્તને અભ્યાસ દ્વારા ઘડીઘડીને એકદમ સીધું સરળ બનાવી દે છે. બીજા શ્લોકમાં વારિનો વ ચત્તે faો મોત ૩૦મતો | એટલે પાણીમાં રહેતા માછલાને પાણીમાંથી બહાર કાઢતાં તે જેમ વારંવાર તરફડ્યા કરે છે, જરા પણ સ્થિર રહી શકતું નથી, તેમ ખાવાપીવાની, ભોગવિલાસની અને એવી બીજી અનેક હાજતોની ઘરેડમાં ટેવાઈ ગયેલ ચિત્તને જ્યારે તે ટેવોમાંથી બહાર કાઢવાનો થોડો પણ પ્રયાસ કરવામાં આવી છે, ત્યારે તે ચિત્ત વારંવાર ફફડાટ કર્યા કરે છે અને તે કેમે કરીને સ્થિર ન થતાં આત્માર્થીને ભારે વ્યાકુળ કરી મૂકે છે. કોઈ દરદી હોય, એને ખાવાપીવાની એવી ભયાનક ટેવો પડેલી હોય અને એને જ પરિણામે તે ભયંકર વ્યાધિમાં સપડાઈ ગયો હોય, ત્યારે તે જ્યારે વૈદ્ય પાસે જાય છે, ત્યારે વૈદ્ય સૂચના આપે છે કે હવે તારે અને મરણને ઝાઝું છેટું નથી. છતાં જો જીવવું જ હોય તો ખાવાપીવા વગેરેમાં ખાસ મર્યાદા જાળવવી પડશે, નહીં તો મરણને ભેટવા તૈયાર રહેવું પડશે. આવી પરિસ્થિતિમાં પણ એવા શૂરા દરદીઓ મળી આવે છે કે જેઓ મરણને ભેટવા તૈયાર થાય છે, પણ ચિત્તને સંયમમાં રાખવા પુરુષાર્થ કરી શકતા નથી. આઠમી ગાથામાં માછલાની પેઠે તરફડતા અને વકરાવી મૂકેલા ચિત્તવાળા માણસના શરીરને ધૂપ અર્થાત્ માટીના કાચા ઘડા જેવું કહ્યું છે અને ચિત્તને નામે એટલે મોટા નગર જેવું કહ્યું છે. ઘડો અને નગર આ બેમાં ઘડા કરતાં નગર વિશેષ મૂલ્યવંત છે. એટલે ઘડો નાશ પામે તો ભલે, પણ નગર તો નાશ ન પામવું જોઈએ એમ સમજાવી એમ સ્પષ્ટ કરેલું છે કે શરીર પડે તો ભલે પડે પણ મન ન જ પડવું જોઈએ. શરીરની રક્ષા કરતાં મનની જાળવણી વિશેષ કિંમતી છે. એટલે શરીરને ભોગે પણ નગર જેવા મનની શુદ્ધિની રક્ષા કરવી જોઈએ, એમ આ ઉપમાનું રહસ્ય છે. નવમી ગાથામાં નિત્યં વ #તિ અર્થાત્ શરીર નકામા ભૂસા જેવું છે અથવા નકામા લાકડા જેવું છે, અને તે ગમે ત્યારે માટીમાં મળી જવાનું છે. એટલે એના કરતાં મનની શુદ્ધિ વધારે અગત્યની છે. એથી શરીર કરતાં આત્માર્થીએ મન તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. દસમી ગાથામાં દુષ્ટ મનને વૈરી જેવું કહ્યું છે અને અગિયારમી ગાથામાં સરળ અને સ્વચ્છ મનને માતાપિતા તથા જ્ઞાતિજનો, સગાંવહાલાં કરતાંયે વધારે હિતકર કહીને વર્ણવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org