________________
૮૭ • સંગીતિ
થયેલાં, તે જ અનુષ્ઠાનો, એ હિંસાદિક સંઘર્ષોને વધારે વેગથી જન્માવનારા થવાનાં છે, થાય છે અને થઈ રહ્યાં છે.
આ હકીકત “સ્માત્ ક્રિયા પ્રતિનિ ન પાવશૂન્ય:' આ એક જ વાક્ય બતાવી આપે છે. ભાવશૂન્ય એટલે ચિત્તશૂન્યતાએ કરેલી બધી ક્રિયાઓ ફળતી નથી. કદાચ કોઈ કહેશે કે જે જે બાહ્ય અનુષ્ઠાનો આટલા મોટા આડંબરથી થઈ રહ્યાં છે, તે બધાં ચિત્તની શૂન્યતા હોય તો થઈ જ કેમ શકે ? વાત ખરી છે, પરંતુ અનુષ્ઠાન કરનારનું ચિત્ત એ બાહ્ય અનુષ્ઠાનના આડંબરમાં હોય છે અને ઉપર ઉપરના દેખાવમાં દેખાય છે, એ માટે ચાલતા જનવાદમાં હોય છે, અને તેથી જ અનુષ્ઠાન કરનારનું ચિત્ત, એ અનુષ્ઠાનોને જ સાધ્ય સમજે છે. પરંતુ એ ભૂલી જાય છે, કે એ બધાં અનુષ્ઠાનો તો સીડી જેવાં સાધન છે, તેમના દ્વારા તો ચિત્તમાં અહિંસા, ક્ષમા, અકષાય, અલોભ, નમ્રતા વગેરે વૃત્તિઓને સ્થિર કરવાની છે, અને તે વૃત્તિઓ સ્થિર થયે એકાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. આ જાતની ભૂલનું જ નામ ભાવશૂન્યતાચિત્તશૂન્યતા છે. એટલે સાધકો બાહ્ય અનુષ્ઠાનોમાં ગમે તેવો રસ લેતા હોય, છતાં ચિત્તશૂન્ય હોઈ શકે છે; અને એમ થવાથી જ એનાં એ બધાં અનુષ્ઠાનો સર્વથા નિષ્ફળ જાય છે. જેમ કોઈ માણસને અમુક એક પુસ્તક વાંચવાથી કોઈ જીવનોપયોગી વાત જાણવામાં આવી જાય અને એ વાતથી તેના જીવનનું શ્રેય પણ થાય, એટલા માત્રથી એ માણસ પુસ્તકની પૂજા કરવા મંડી જાય, વા પુસ્તક માટે મોટાં મોટાં મંદિરો બંધાવે, વા પુસ્તક ઉપર સોનું, રૂપું, હીરા, માણેક ચડાવે તથા પુસ્તક વાંચવાનાં ફળોની એક હારમાળા ગણાવે અને પુસ્તકને એવું કરી મૂકે કે તેનો બીજો કોઈ લાભ જ ન લઈ શકે; એવી સ્થિતિ, માનવજીવનને ભારે હાનિકારક છે.
એ જ રીતે ઉક્ત પ્રકારે કેવળ બાહ્ય અનુષ્ઠાનોમાં ચિત્તશૂન્યતાપૂર્વક રાચનાર માનવની ધર્મજિંદગી તેને બોજારૂપ બની જાય છે, અને જયારે મોટી મુસાફરી કરવાની ક્ષણ આવે છે ત્યારે તે લેશ પણ સમાધિ કે શાંતિ રાખી શકતો નથી. એટલે શાસ્ત્રકારોએ જે ફલાતિદેશો કહ્યા છે, તે બધાં ત્યારે જ સફળ થઈ શકે કે જયારે બાહ્ય અનુષ્ઠાન કરનાર ચિત્તશૂન્ય ન હોય, વિવેકી હોય, દેશ, કાળ, ભાવ, પાત્ર, પરિસ્થિતિ બધું તેના ધ્યાનમાં હોય, અને ખરી વાત તો તેના ખ્યાલમાં એ જ હોવી જોઈએ કે એ અનુષ્ઠાનોની અસર તેના અંદરના ચિત્ત ઉપર કેવી અને કેટલી પડે છે. આવો જ અનુષ્ઠાની હોય તે શાસ્ત્રમાં વર્ણવેલાં ફળો મેળવી શકતો કલ્પી શકાય. પરંતુ માનવમાં એટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org