________________
જૈન ધર્મ અને અહિંસા - ૬૧ પહોંચે, તેમ હિંસાના વ્યાપક ઉપયોગની પરિસ્થિતિમાં અહિંસાના તમામ સાધકોને માટે હિંસાનો મર્યાદિત ઉપયોગ કરવા તરફ વિશેષ ધ્યાન આપવાનું છે, અને પૂર્વોક્ત પ્રશ્નનો ખુલાસો પણ હિંસાના મર્યાદિત ઉપયોગમાં આવી જાય છે.
આ ઉપરથી એટલું ફલિત કરી શકાય કે વ્યક્તિ કે સમાજને જીવનધારણ, જીવનપોષણ અને સત્ત્વસંવર્ધન માટે જેટલી હિંસા જરૂરી હોય તેટલી આવશ્યક કર્તવ્યરૂપ મનાય છે. આનો અર્થ એમ સમજવાનો નથી જ, કે આવશ્યક હિંસા એ અહિંસા છે; છે તો તે હિંસા જ. પણ માણસ વા સમાજ લાચાર હોવાથી તેને ઉપયોગમાં લઈ પોતાને ટકાવવા અને એ રીતના ટકાવ દ્વારા સગુણો વધારવાની કે પોતાની ઉપરની તમામ પ્રામાણિક જવાબદારીઓને ન્યાયની રીતે નિષ્ઠાપૂર્વક અદા કરવા-કરાવવાની પ્રવૃત્તિ કરતો રહે તો જ તેણે આવશ્યક હિંસાનો સદુપયોગ કર્યો કહેવાય, નહિ તો નહિ જ. - વર્તમાનમાં આપણા વ્યક્તિગત જીવનમાં કે સામાજિક વા સામૂહિક જીવનમાં આ જાતની હિંસાની કોઈ મર્યાદા જોવામાં નથી આવતી. એમ થવાથી જ આખો સમાજ દુઃખી, ત્રસ્ત, બેકાર, આળસુ જેવો દેખાય છે અને નીતિના અને કાર્યનિષ્ઠાનાં ધોરણોને જાળવવામાં સફળ થઈ શકતો નથી. અત્યારે તો નીવો નીવણ નીવનમું કે માસ્યન્યાય તમામ ક્ષેત્રોમાં પ્રવર્તી રહ્યો છે; અને એટલે વુક્ષતઃ વુિં ન જતિ પાપમ્ જેવી પરિસ્થિતિ ચાલી રહેલ છે.
પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિની અમર્યાદ નિરંકુશ હિંસા થવાથી જે ઘણાં માઠાં, ભયાનક અને પ્રજાને દુઃખ આપનારાં પરિણામો આવ્યાં છે તે આ છે :
જો આપણે પૃથ્વીની હિંસાની વ્યક્તિગત યા સામૂહિક મર્યાદા આંકી હોત તો અત્યારે ખેડ કરી શકે તેવા કુશળ અને સાધનયુક્ત લોકો પણ જમીન વગર રહી જ ન શક્યા હોત અને બેકારી પણ ઓછી થઈ ગઈ હોત; તથા જમીન વગરના હોવાને કારણે જે પીડા અનુભવાઈ રહી છે તે ઘણે અંશે દૂર થઈ ગઈ હોત. વળી, જે ઘણી વિસ્તારવાળી જગ્યાઓ રોકી રાખી તેમાં પોતાના વા કુટુંબના વૈભવી આનંદ માટે અથવા ધર્મને નામે જે મોટાં મોટાં મકાનો બાંધવામાં આવ્યાં છે અને આવે છે તે ન બન્યું હોત તથા આ પરિસ્થિતિને લીધે જે હજારો મનુષ્યો મકાન વગરનાં રહ્યાં છે તે પણ ન બન્યું હોત. બીજું, ખાણોનો વ્યવસાય, જે કેવળ મૂડીદારોની મૂડી વધારવામાં જ સાધન બનેલ છે, તે માટે શાસ્ત્રો યા શાસ્ત્રોના ઉપદેશકો ઉપર કોઈ પણ રીતે દોષનો ટોપલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org