________________
૧૩૬ - સંગીતિ શકાય છે. કદી વિષમતા ખડી થાય તો પણ સહનશક્તિની કેળવણીના પ્રભાવથી એ વિષમતાને પળવારમાં દૂર કરી શકાય છે. કોઈના વિરુદ્ધ વા વિભિન્ન આચાર કે વિચાર આપણને લેશ પણ પજવી શકતા નથી અને સર્વ કોઈ સાથે આપણે મિત્રભાવે વર્તી શકીએ છીએ. ત્યાગભાવની ટેવ પાડવાથી આપણા મનમાં ધન વા બીજી જરૂરી ચીજોને છોડતાં જરા પણ અચકાવાપણું રહેતું નથી. આપણો જ ભાઈ ધન વગરનો હોય વા બીજાં સાધન તેને ન સાંપડેલાં હોય, તેની જાણ થતાં તરત જ ત્યાગભાવનો અભ્યાસી તે ભાઈ માટે ધનનો કે સાધન-વસ્તુઓનો ત્યાગ કરતાં ક્ષણ પણ વિલંબ નહિ કરે. માટે શાશ્વત આનંદ માટે પ્રજ્ઞાશોધનની પેઠે ત્યાગભાવનો પણ અભ્યાસ કરવાની સવિશેષ જરૂર રહે છે. આપણા પૂર્વજ સંતોએ પોતાના ભાઈઓનાં (તેમને મન તમામ આત્માઓ ભાઈઓ જ હતા). સુખો માટે ધન તો શું પણ પ્રાણો પણ તેમણે કાઢી આપ્યા છે. એ બધો પ્રભાવ ત્યાગભાવની ટેવો છે.
ઉપર કહેલા ગુણો કેળવવા સાથે સાત્ત્વિક આનંદના ઇચ્છુકે પોતાનાં આચાર, પ્રવૃત્તિ, રહેણીકરણી પણ કેળવવાં જોઈએ.
(૩) એમાં શીલસદાચારની પ્રધાનતાને બરાબર જાળવી રાખવી જોઈએ. માણસ બુદ્ધિમાન હોય અને સાથે ઉદાર પણ હોય છતાં તેનામાં સાદી રહેણીકરણી અને સંયમશીલ વૃત્તિ ન હોય તો તેના એ બંને ગુણો તેને મળ્યા ન મળ્યા જેવા છે. સંયમ વિનાના એ ગુણો ઉચ્ચ આનંદની પ્રાપ્તિમાં વિપ્ન સમાન છે. માટે પૂર્વોક્ત બંને ગુણો સાથે ત્રીજો ગુણ શીલ-સદાચારનો પણ જરૂર કેળવવો જોઈએ.
ઉપરના ત્રણે ગુણો કેળવ્યા છતાં પણ શરીર અને મન નબળાં હોય, પગલે પગલે માણસ નિર્બળ થતો હોય અને જોખમનું કોઈ કામ આવી પડતાં જ કાયર બનતો હોય, તો તે ત્રણે ગુણો તદ્દન નકામા છે.
(૪) એટલે પ્રજ્ઞાવિશોધન, ઉદારતા અને સદાચારના ગુણોનું ફળ ચાખવાની વૃત્તિવાળાએ શરીર અને મનને સવિશેષ સબળ રાખવાં જોઈએ. એમ કરવા માટે શરીરને કેળવવું જોઈએ અને મનની પણ તાલીમ લેવી જોઈએ. ટાઢ, તાપ, શરદી અને ગમે તેવું વાતાવરણ હોય તો પણ શરીર તેને વિના મૂંઝાયે સહી શકે. પોતાના ધ્યેયમાં એ આપત્તિઓ અંતરાય કરનારી ન થાય એટલું શરીરબળ શાશ્વત આનંદની પ્રાપ્તિ માટે કેળવ્યા સિવાય ચાલે જ નહિ. સાથે સાથે એવું જ દઢ મન પણ તૈયાર કરવું જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org