Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/022222/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મળશુદ્ધિ માણાનુવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતહીર બુદ્ધિતિલક શાન્તિચન્દ્ર સફલ્મો નમ: પ. પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરીજી વિરચિત મૂHશુધિ : ટીકાકા? આચાર્ય દેવશ્રી દેવચન્દ્ર સૂરીજી મ.સા. : ગુર્જર ભાવાનુવાદના પ્રેરણાદાતા : સ્વ. આચાર્ય દેવશ્રી રત્નશેખર સૂરીજી મ. સા. શિષ્ય પન્યાસરત્ન વિજયજી ગણિ સંપાદક : મુનિ શ્રી - રત્નજ્યોત વિજયજી પ્રકાશ અને પ્રાપ્તિ થાજો શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય મુ. માલવાડા, જી. જાલોર (રાજ.) પિન : ૩૪૩૦૩૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ 1 Kવ્ય સહાયક | FRE. શ્રી પંચ મહાજન સમસ્ત માલવાડા સંઘ સંપૂર્ણ આર્થિક લાભ શાન ખાતાની નિધિ માંથી લીધેલ છે.... | સંવત ૨૦૧૧ | નકલ ૫૦૦ | કિંમત લેસર ટાઈપ સેટીગ તથા મુક પાર્થ કોમ્યુટર ૩૩, જનપથ સોસાયટી, કાંસ ઉપર, ઘોડાસર: અમદાવાદ - ૫૦. ફોન : ૩૯૬૨૪૬ I ! પ્રાપ્તિ સ્થાન | | શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય મુ. માલવાડા જી.જાલોર (રાજ) પિન: ૩૪૩૦૩૯ માગીલાલ પુ. શાહ ૪૦૩, એ નંદધામ, એલ ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ - ૯૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ જન્મ દીક્ષા સ્વ. આ. વિ. શ્રી રત્નશેખરસૂરીજી મ. સા. : પોષ વદ સંવત ૭ સંવત સંવત સંવત સંવત - જેઠ વદ - ૪ : પન્યાસપદ : મહા સુદ - ૫ આચાર્યપદ સ્વર્ગવાસ : ફાગણ વદ - ૭ જેઠ વદ - ૬ ૧૯૭૩ માલવાડા ૧૯૯૪ મહેસાણા ૨૦૧૫ ભાભર ૨૦૨૯ સાંગલી ૨૦૩૮ પાલનપુર ' ! L Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ... જેઓશ્રીના જીવનમાં સંયમજીવન ના પર્યાય દરમ્યાન ત્યાગ-તપ ઉભય મુખ્ય અંગો છે. અપ્રમત ભાવે સદૈવ જ્ઞાન-સાધનામાં મગ્ન રહેનાર ચિંતન મનનથી આગમ ગ્રંથોના વાંચન તથા વાચનામય જીવન જીવનાર સ્વ. અનુયોગાચાર્ય પન્યાસ પ્રવર શ્રી તિલકવિજયજી ગણિવર્ય ના ૫૧ મી પુણ્યતિથિએ આ ગ્રન્થરત્ન સમર્પણ કરતાં અનુભવાતો આનંદ અવર્ણનીય બન્યો છે. મુનિરાજયોત .. ઋણ સ્વીકાર .... પ.પૂજ્ય કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્ર સૂરીજી મ.સા.નું આ ગ્રંથ પ્રકાશનમાં માર્ગદર્શન, પ્રેરાગા પ્રાપ્ત થયેલ છે. પ. પૂજ્ય આગમજ્ઞાતા પ. પૂજ્ય પન્યાસપ્રવરશ્રી કુલચન્દ્ર વિજયજી મ.સા. તથા સરલ સ્વભાવી પ.શ્રી મુનિચન્દ્ર વિજયજી ગણિવર્ય નું આ ગ્રંથ પ્રકાશનમાં માર્ગદર્શન, પ્રેરાના સમયે સમયે સૂચના આપતા ગયા તેના કારણે સરળતા અને શીધતાથી આ ગ્રંથ પરિપૂર્ણ થયેલ છે. શ્રી માલવાડા જૈન સંઘ ગ્રંથ પ્રકાશન માં જ્ઞાન ખાતા માંથી સુંદર રકમ અર્પણ કરીને શ્રુતભક્તિ કરેલ તે ધન્યવાદ પાત્ર છે. હંમેશા મૃતભક્તિમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા. શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય, માલવાડા. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનાદિકાલથી મતિની ચંચલતાના કારણે ભવભ્રમણ ચાલુ છે. ભવભ્રમણ ઉપર નિયંત્રણ કરવા માટે મતિની સ્થિરતા જરૂરી છે. જ્યાં સુધી મતિસ્થિર ન બને ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્તિ દુર્લભ છે. સમ્યક્ત્વ વિના દેશવિરતિ ક્રમિક વિકાસ અસંભવ છે. તેથી મતિ સ્થિરતા ને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. તેથી આ ગ્રંથનું વાંચન અતિ ઉપયોગી બને. આ ગ્રંથ ની અંતર્ગત સમ્યક્ત્વ નું વર્ણન સમ્યકત્વ વિષે જાણકારી, સમકિતના ૬૭ બોળ ઉપર કથાઓ. તે સાથે શ્રાવકના કર્તવ્ય, જિનભવન જિનબિંબ વિષયની માહિતી સાથે, સાધુ મહાત્માના ગુણોનું વર્ણન. જિનાગમોનું વર્ણન જિનાગમોની વિશિષ્ટ માહિતિ, સાધુ મહાત્માની વસતિ, વસ્ત્ર, પાત્ર, આહાર આદિ દ્વારા ભક્તિ સંબંધી જાણકારી આદિ અનેક શાસ્ત્રીય વાતોનો સંગ્રહ આ ગ્રંથમાં આવે છે. મૂલશુદ્ધિ ગ્રંથના કર્તા આચાર્યશ્રી પ્રદ્યુમન સૂરિજી મ.સા. હતા અને તેની ટીકા આચાર્યશ્રી દેવચંદ્ર સૂરીજી રચેલ છે. આ ગ્રંથની રચના પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં હોવાથી વાચક વર્ગ સરલતાથી જાણકારી ન મેળવી શકે અને આ ગ્રંથનું સર્જન ૧૨ માં સૈકામાં થયેલ હોવાથી અત્યંત પ્રમાણભૂત મનાય તે ગ્રંથ લોકોપયોગ થાય, સરળતાંથી જાણકારી મળે તેથી ગુર્જર અનુવાદ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં સમકિત સાથે સાત ક્ષેત્રનું વર્ણન આવે છે. તેમાંથી પ્રથમ ભાગમાં ચાર ક્ષેત્રનું વર્ણન કરવામાં આવેલ તે સાત ક્ષેત્રોમાં યથાયોગ્ય પુરૂષાર્થ કરીને સમિકતરૂપી બીજનું વાવેતર કરવામાં સફળતાં મેળવો અને પરંપરાએ શિવગતિના અધિકારી થાયે તે દૃષ્ટિથી ગ્રંથ ઘણો ઉપયોગી થાય અને મોક્ષ ફળ શીધ્રતાથી પ્રાપ્ત થાય તે શુભેચ્છા. સ્વ. આ. શ્રી રત્નશેખરસૂરિ ગ. પ. શ્રી રત્નેન્દુ વિ.ગ. Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧ ટીકાકૃત મંગલ ર વર્ધમાન સ્તુતિ ૩ પ્રથમ ગાથાની અવતરણિકા ૪ ૫ ચાર અનુબંધવાળી પ્રથમ ગાથા સંહિતાદિક્રમથી ગાથાનું વર્ણન ત્રણ કરણની શુદ્ધિવાળી ગાથા ધર્મની વ્યાખ્યા ૬ ૩ ८ મૂળશુદ્ધિ ભાવાનુવાદ ક્રમશઃ વિષયની ચાવી પૃષ્ઠ નં ૧ ૧ ૧ ર 心 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૩ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ આગમની મહત્ત્વાળી ત્રીજી ગાથા શ્રાવકના કર્તવ્યવાળી ચોથી ગાથા શ્રાવકનું લક્ષણ મિથ્યાત્વ નુંલક્ષણ વ્રત સ્વીકારવાનો ક્રમ ગાથા પાંચ ને છ સમકિતિને અકલ્પ્ય લોક પ્રવાહથી દુઃખી થયેલ બ્રાહ્મણની કથા સમકિતના સડસઠ બોળની ગાથા પાંચ ભૂષણની ગાથા કુશલતા ઉપર આર્દ્રકુમારની કથા ગોશાળા સાથે વાદ આઠ પ્રભાવક-બીજું ભૂષણ આર્ય ખપુટાચાર્યની કથા ભૂષણ ત્રીજું દ્રવ્યતીર્થસેવામાં આર્ય મહાગિરિની કથા એકલાક્ષ કથા ગજાગ્રપદની પ્રસિદ્ધિ ૪ ૪ ૫ ૬ ૬ ૬ ૬ ૭ 6 ८ ૮ ૮ - ૧૮ ૨૦ ૨૦ ૨૩ ૨૪ ૨૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ પર ન ૩૩ ' ૪૯ ૬૧ ૭૫ ૭૮ 0 () - O ૩૮ -૧ ૩૯ દ 6 દ ૬ 8 8 8 8 8 8 8 8 8 8 જ છે ઇ જ છ છ જ ઝ છે જે છે તે જ વિષય ભાવતીર્થ સેવામાં ભીમ-મહાભીમની કથા તીર્થકર ભક્તિ વિષે આરામશોભાની કથા સાધુ ભક્તિ વિષે શિખરસેનની કથા સ્થિરતા વિષે સુલસાની કથા પાંચ દૂષણની ગાથા ઈહલોક વિષે શ્રીધરની કથા સર્વકાંક્ષા વિષે ઇંદ્રદત્ત કથા વિચિકિત્સા વિષે પૃથ્વી સાર અને કીર્તિદવની કથા કુતીર્થિકના પરિચય વિષે જિનદાસ કથા લિંગદ્વાર ની ગાથા સર્વગુણોની આધાર ક્ષમા સમકિતના પાંચ લિંગ શ્રદ્ધા દ્વારની ગાથા ચાર પ્રકારની શ્રદ્ધા છ આગારની ગાથા રાજાભિયોગ વિષે કાર્તિક શેઠની કથા . ગણાભિયોગ વિષે રંગાયણમલ્લની કથા બલાભિયોગ વિષે જિનદેવની કથા દેવાભિયોગ વિષે કુલપુત્રની કથા ગુરુ નિગ્રહ વિષે દેવાનંદ ની કથા સ્થાનક દ્વારની ગાથા છ સ્થાનક સમકિત મહિમાની બે ગાથા સમકિતીને કરવા યોગ્ય કૃત્યને દર્શાવનારી ગાથા સાત ક્ષેત્રની ગાથા જિનબિંબ નામનું પ્રથમ સ્થાન પ્રતિમાં પૂજાનું પ્રતિપાદન કરનારી ગાથા અષ્ટપ્રકારી પૂજાની ગાથા ૪૦ ૮૨ ૪૨ ૯૫ ૪૩ ૪૫ ૧૦૦ [P ૧૦૧ ૧૦ર પ૧ ૧૦૩ પર ૧૦૪ ૧૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય પ૪ ૫૫. ૫૬ ૫૭. ૫૮ SO ૬૧ ૬૨. ૬૩ ૬૪ ૬૫ પૃર ન પુષ્પપૂજા વિષે ધન્યાની કથા ૧૦૫ અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન ૧૧૦ પૂજાનો પ્રભાવ દર્શાવનારી બે ગાથા ૧૧૨ શોકનું વિરોધાભાસ વર્ણન ૧૧૩ પૂજા કરનારને પ્રાપ્ત થતું ફળ ૧૧૩ નવી પ્રતિમા ભરાવવી અને પ્રાચીન પ્રતિમાની રક્ષા કરવી તેનું પ્રતિપાદન કરનારી ગાથા ૧૧૪ જિનયાત્રાનો મહિમા ૧૧૫ દેવદ્રવ્ય ભક્ષણ ને રક્ષણનું ફળ ૧૧૭. જિનભવન નામે બીજું સ્થાન ૧૧૮ જિનાલયનું વર્ણન કરનારી દસ ગાથા ૧૧૮ લક્ષ્મીના સવ્યય વિષે સંકાશની કથા ૧૨૧ સંપ્રતિ રાજાની કથા, ૧૨૪ જિનાલયનો નિર્વાહ કેવી રીતે કરવો તેના વિષે ગાથા ૧૪૬ જિનાગમ નામે ત્રીજું દ્વાર ૧૪૭ આગમ તારનાર છે તે વિષે સાડાત્રણ ગાથા ૧૪૯ લૌકિક ધર્મ વિષે નાગદત્તની કથા ૧૪૯ લૌકિક-લોકોત્તર ધર્મ દીપક વિ.ની ઉપમા આપી આગમ નો મહિમા ગાનારી ગાથા ૪૩-૫૩ ૧૫૨ આગમ પ્રમાણ રૂપે છે તેનાં વિશે બે ગાથા ૧૫૫ કર્મના આધારે આગમની અસર થાય છે તેને દર્શાવનારી ગાથા ૧૫૫ માઠી અસર વિષે અભવ્ય વસુદેવની કથા ૧૫૬ આગમની અવજ્ઞા કરનારા રખડપટ્ટી કરે તે વિષેની ગાથા ૧૫૮ આગમની મહિમા ગાતી ગાથા ૧૫૮. ૧૫૦ ૭૪ ૭૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વિષય કાલદોષે અતિશાયીગ્રંથની હાનિ તે વિષે કાલકાચાર્યની કથા આગમના એક પદનો મહિમા રોહિણૈય ચોરની કથા વિધિનું મહત્ત્વ આગમના સાધન આગમ લખાવીને વાંચવા તેના સંબંધી ઉપદેશ સાધુષ્કૃત્ય નામે ચોથું સ્થાન વિનયનું વિવેચન શુભચિત્તનો પ્રભાવ સાધુ ભક્તિનું વર્ણન દાનનો મહિમા ચાર આહારની માહિતી મૂળદેવની કથા દેવધર કથા દેવદિત્ર કથા ધનસાર્થવાહ કથા ગ્રામચિંતક (નયસાર) ની કથા શ્રેયાંસ કથા ચંદના કથા દ્રોણક કથા સંગમ કથા ૩૮ ૩૮ e ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ (૬ ૮૩ ८८ te ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૬ 63 ५८ tee ૧૦૦ ચોવીશ પ્રકારના ધાન્ય ૧૦૧ સાધુ ગુણોનું વર્ણન ૧૦૨ યથોચિતકૃત્યનું વર્ણન કૃતપુણ્ય કથા શય્યાદાનનો મહિમા પૃષ્ઠ નં ૧૬૦ ૧૩૬ ૧૩૬ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૨૦૪ ૨૨૩ ૨૩૮ ૨૪૦ ૨૪૩ ૨૫૮ ૨૬૫ ૨૩૪ ૨૮૦ ૨૮૭ ૨૮૮ ૨૮૮ ૨૯૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ऐं नमः બાળપણામાં આખું પૃથ્વી મંડલ ચલાયમાન થાય તે રીતે જે પ્રભુએ મેરુ પર્વતને કમ્પાવવા દ્વારા ઈન્દ્રના મનમાં સમ્યકત્વ રત્નને શુદ્ધ કર્યું તે ચરમ જિનપતિ વર્ધમાન સ્વામીને નમીને સ્વગુરુ ચરણયુગલની સર્ભક્તિના યોગથી સ્વશક્તિ પ્રમાણે મૂળશુદ્ધિની સ્પષ્ટ વ્યાખ્યા હું કરીશ. ત્યાં સુગૃહીત નામધેય ભગવાન શ્રીમદ્ પ્રદ્યુમ્નસૂરિએ ઘણાં ભવ્યજીવોને મિથ્યાત્વના અંધકારથી ઘેરાયેલા જોઈને તેમને બોધ પમાડવા સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા શાસ્ત્રનાં પ્રતિપાદનના આધારે દર્શનની પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપ પ્રગટ કરતું “મૂળશુદ્ધિ' નામનું પ્રકરણ શરૂ કર્યું છે. આ પ્રકરણનું સ્થાનક એવું બીજું નામ પણ છે. અને પ્રકાશિત કિરણો દ્વારા સૂર્ય જેમ અંધકાર દૂર કરે તેમ (આ ગ્રંથ ભવ્યજીવોનો અજ્ઞાનનો અંધકાર નાશ કરે છે.) આ ગ્રંથ સમ્યકત્વની શુદ્ધિ વિગેરેનું પ્રતિપાદન કરતો હોવાથી સ્વર્ગ અપવર્ગ સાથે જોડાવામાં હેતુભૂત બને છે. તેથી કલ્યાણ રૂપ છે. માટે તેમાં વિશ્નો સંભવે છે. જે કારણથી કહ્યું છે કે .... મોટાઓને પણ શુભ કાર્યો ઘણાં વિદ્ધવાળા હોય છે અને અકાર્ય પ્રસંગે વિન રૂપ વિનાયક ચાલ્યા જાય છે- નડતા નથી. તેથી વિદ્ધની ઉપશાંતિ માટે મંગલ કરવું જરૂરી છે. તથા પ્રયોજન વિ. થી રહિત શાસ્ત્રમાં બુદ્ધિશાળી માણસો પ્રવૃત્તિ કરતાં નથી. કહ્યું છે કે, દરેક શાસ્ત્ર તેમજ કોઈપણ કાર્યનું જ્યાં સુધી પ્રયોજન બતાવીએ નહિ ત્યાં સુધી તેને કોણ ગ્રહણ કરે ? જે શાસ્ત્રમાં રચવાનું પ્રયોજન અને શાસ્ત્રોનો સંબંધ પ્રારંભમાં બતાવ્યો હોય તેવાં શાસ્ત્રને સાંભળવા શ્રોતાઓ પ્રવર્તે છે. તેથી શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો જોઈએ. એથી પ્રયોજન પ્રતિપાદન માટે અને વળી શિષ્ટપુરુષો કોઈક ઈષ્ટ વસ્તુમાં પ્રવર્તતા છતાં ઈષ્ટ દેવતાને નમસ્કાર પૂર્વક જ પ્રવર્તે છે. એથી શિષ્ટ પરંપરાનું પાલન કરવું તે પણ ન્યાય યુક્ત છે. જેથી કહેવાય છે કે... શિષ્ટ પરંપરા પાળ્યા વિના કરાતી શાસ્ત્ર રચનાની વિદ્વાનો પ્રશંસા કરતાં નથી. માટે તે પરંપરાનું સારી રીતે પાલન કરવું જોઈએ.” Page #13 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અને તેનાં પ્રતિપાલન માટે પહેલાં જ નમસ્કાર કહે છે. वंदामि सब्वत्रुजिणिंदवाणी पसन्नगंभीरपसत्यसत्था । जुत्तीजुया जं अभिनंदयंता नंदंति सत्ता तह तं कुता ॥ १ ॥ ૨ પ્રસન્ન ગંભીર અને પ્રશસ્ત શાસ્ત્રમય સર્વજ્ઞ જિનેન્દ્રનીવાણીને હું વંદન કરું છું. યુક્તિયુક્ત આ જિનવાણીનું અભિનંદન કરવાવાળા અને પાલન કરવાવાળા આત્માઓ આનંદ પામે છે. તે વ્યાખ્યા સંહિતા વિગેરેના ક્રમથી થાય છે. જે કારણે કીધું છે... શરૂઆતમાં વિદ્વાન પુરુષો અહીં પદોમાં સમુદિત પદવાળી સંહિતા કહે છે. ત્યાર પછી તે પદ અને પછી પદોનો અર્થ અને પછી પદોનો વિગ્રહ કહે છે. પછી નિપુણ તાર્કિકો વડે કહેવાયેલ શંકાઓ ને સમાધાન બતાવે છે. એ પ્રમાણે પંડિત પુરુષોને માન્ય સૂત્ર વ્યાખ્યા છ પ્રકારે થાય છે. ત્યાં સ્ખલના વિના (એક સાથે) પદોનું ઉચ્ચારણ કરવું તે સંહિતા કહેવાય છે. “સર્વજ્ઞ, જિનેન્દ્રની, વાણીને, વાંદુ છું.'' આમ છુટા છુટા પદોનું કહેવું તે પદ. = - સર્વજ્ઞ જિનેન્દ્રની વાણીને ભિન્ન ઘણા પ્રકારના પદાર્થ પદાર્થ એટલે વન્દે = સ્તુતિ કરું છું; કોને સર્વજ્ઞ = સર્વ સમસ્ત સ્વપર પર્યાયના ભેદથી સમૂહને જાણે છે તે એટલે કે સર્વ જાણનાર, જિન રાગાદિ શત્રુને જીતનાર એટલે સામાન્ય કેવળીઓ તેઓના ઈન્દ્ર-નાયક તે જિનેન્દ્ર ઈન્દનાત્ = આઠ મહાપ્રાતિહાર્ય વિ. ઐશ્વર્ય થી યુક્ત હોવાથી ઈન્દ્ર એટલે તીર્થંકર સર્વજ્ઞ એવાં જિનેશ્વર તેઓની વાણી અંગ, અંગબાહ્ય વિ. પ્રકારથી ભિન્ન; વળી તે કેવી છે ? પ્રસન્ન-સુખપૂર્વક સમજી શકાય તેવી ગંભીર = દૃષ્ટ જીવાદિ ગંભીર પદાર્થના કારણે બીજાઓ વડે પાર ન પામી શકાય તેવી ગંભીર, હિંસાદિનું નિવારણ કરનાર હોવાથી પ્રશસ્ત શાસ્ત્રવાળી અથવા પ્રસન્ન એટલે ક્રોધાદિના જયથી ઉત્તમ ઉપશમરસવાળા ગંભીર શ્રુતકેવલી હોવાથી અન્ય વડે જેનાં મધ્યઉંડાણની પ્રાપ્તિ ના થઈ શકે તેવા સૂત્ર રૂપે જે વાણીને ગણધર ભગવંતોએ ગૂંથી છે; એવી યુક્તિયુકત જિનવાણીને હું વાંદુ છું. = = નહિ કે પુરાણાદિની જેમ માત્ર આજ્ઞાસિદ્ધા; એટલે કે આ તો સર્વ ઈશ્વરની લીલા છે. એમાં આપણે કોઈ યુક્તિ લગાડવાની નથી. પુરાણ શાસ્રીઓ વડે કહેવાયુ છે કે... Page #14 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ) પુરાણ, મનુએ બનાવેલી સ્મૃતિઓ, અંગ સહિત વેદ અને આયુર્વેદચિકિત્સા આ ચારે આજ્ઞાસિદ્ધ છે. તેઓને યુક્તિઓ વડે હણવાં ન જોઈએ. આ કહેવા દ્વારા તેઓ વડે તેઓની યુક્તિ પરીક્ષાનું અસમર્થપણું જાહેર કર્યું છે. કહ્યું છે જે કાંઈક કહેવાની ઈચ્છા હોય તો તેના વડે આ વિચારાય નહિ. એટલે પોતાની વાત સાચી હોય તો “આના વિશે મને કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ” એવો ડર ન બતાવે. જે સોનું શુદ્ધ હોય તો પરીક્ષા થી શા માટે ડરે ? નીયા લવમ ભૂવા ય આગિય' ઈત્યાદિ પ્રાકૃત ના સૂત્ર લક્ષણ થી અહિં અને આગળ પણ = અનુસ્વારનો લોપ થયેલો જાણવો મૂળગાથા - તથા તેની સ્તુતિ કરતાં તથા તેમાં કહેલ અનુષ્ઠાન કરવાથી પ્રાણીઓ આનંદ પામે છે. એટલે કે મનુષ્ય દેવ અને અપવર્ગનાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થી સમૃદ્ધ બને છે આ પદાર્થ કીધો પદવિગ્રહ પણ પદાર્થની સાથે કીધો હોવાથી પૃથ કહેતાં નથી. અત્યારે ચાલના-શંકા પ્રત્યવસ્થાન-સમાધાન સાથે જ કહેવાય છે. સર્વજ્ઞ જિનેન્દ્ર જિનચંદ્ર એમ ત્રણ પદો શા માટે ગ્રહણ કર્યા ? સર્વજ્ઞ કહેવાથી જિનની પ્રાપ્તિ થઈ જાય છે કારણ કે સર્વ અત્યંતર શત્રુ ના વિજય વડે જ સર્વશનું સર્વશપણું ઉત્પન્ન થઈ શકે. આવી શંકા ન કરવી કારણકે વિષ્ણુ, શંકર, બ્રહ્મા, વિ. ને પણ બીજાઓ સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. તો પણ તેઓની વાણીમાં શ્રદ્ધા ના થાઓ ! એથી તેનાં નિષેધ માટે જિનપદ ગ્રહણ કર્યું છે. તો પછી સર્વજ્ઞજિન આટલુ રાખોને ઈન્દ્રપદ વધારાનું લાગે છે કારણકે સર્વજ્ઞ જિનો શેષ દેવોની અપેક્ષાએ ઈન્દ્ર છે જે વાત સાચી છે પરન્તુ સામાન્ય કેવલીઓ પણ સર્વજ્ઞ જિન સાથે આવ્યભિચારી છે તેથી તીર્થંકર ની પ્રતિતિ માટે ઈન્દ્ર પદનું ઉપાદાન કરેલ છે. જો એમ હોય તો સર્વશે આટલું જ રાખો જિન એ નકામું છે સર્વશે અન્તર શત્રુનાં વિજયથી જિન છે. આ બરાબર છે. પરંતુ શિવ વિષગુ બ્રહ્મા ને પણ તે પક્ષ વાળાઓએ સર્વશેન્દ્ર તરીકે સ્વીકારેલાં છે તેનાં નિષેધ માટે જિનપદ કીધું છે. એ પ્રમાણે તો સર્વજ્ઞ ફોગટ થશે. કારણ કે જિનેન્દ્ર સર્વજ્ઞથી ભિન્ન નથી. સાચી વાત છે પરન્ત શ્રુત-સામાન્ય અવધિજ્ઞાની અને જુમતિમ પર્વવજ્ઞાની રૂપ જિનની અપેક્ષાએ પરમાવધિ વિપુલમતિ Page #15 -------------------------------------------------------------------------- ________________ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | મન:પર્યવજ્ઞાની રૂ૫ જિનેન્દ્ર હોવાથી તેઓમાં સંપ્રત્યય ન થાય એટલે કે તેઓ જિનેન્દ્ર છે એવો દૃઢ વિશ્વાસ ન થાય માટે સર્વજ્ઞપદ મૂક્યું છે. એમ અન્ય ઠેકાણે પાણ ચાલના અને પ્રત્યવસ્થાના વિચારી લેવાં. અહીં “વામિ' ઈત્યાદિ નમસ્કાર પાપપંક ધોનાર હોવાથી મંગલરૂપે છે. અને મંગલ વિદ્ધ નાશક હોવાથી વિદ્ધ દૂર થાય છે એમ કીધું. ઐહિક પ્રયોજન શ્રોતાને શાસ્ત્ર બોધ છે અને કર્તાનું ઐહિક પ્રયોજન સત્વનો ઉપકાર પરલોક સંબંધી પ્રયોજન ઉભયની સ્વર્ગ અપવર્ગની પ્રાપ્તિ છે તે અહીં નન્દતિ આ પદ વડે પ્રતિપાદન કરેલુ જાણવું. વળી આ પ્રકરણનું અભિધેય સમ્યકત્વનો શુદ્ધિ વિ. છે તે અભિનન્દયા પદથી જગાવી છે. પ્રભુબિમ્બ જોઈ હરખાવું એનાથી સમકિતની નિર્મળતા જણાઈ આવે છે. આ કથનથી આગમ વિદ્ધ નાશ કરનાર છે તેથી વિદ્ધની શંકા દૂર થાય છે. ફર્વન્તપદ થી દકત અનુષ્ઠાન કરવાનું દર્શાવવા દ્વારા અભિધેય કહેવાયું છે. વચનરૂપને પામેલ આ શાસ્ત્ર તે ઉપાય છે અને દર્શન શુદ્ધિ વિ. ઉપેય હોવાથી ઉપયોપેય લક્ષણ સંબંધ સામર્થ્યથી કહેલો જાણવો. આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ થયો. | ૧ | યામ અભિનન્દન્ત' = આનાથી સમ્યકત્વની શુદ્ધિ વિ. કહીશ એમ સૂચવ્યું છે. સમ્યકત્વ નિસર્ગ અને અધિગમથી થાય છે. તેમાં નિસર્ગ સમફત્વની પ્રાપ્તિ મિથ્યાત્વમળના પડલ થી આવરાયેલા હોવાથી દુષમકાળના લોકોને દુર્લભ છે. ગુરુ ઉપદેશથી અત્યારે પ્રાય: કરીને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે માટે ગુરુ ઉપદેશ જ શરૂઆતમાં કહે છે. जिणाण धम्म मणसा मुणेत्ता, सो चेव वायाएँ पभासियो । कारण सो चेव य फासियब्बो, एसोवएसो पयडो गुरूणं ॥२॥ | જિનનો ધર્મ મનથી જાણી તેજ વાણીથી કહેવાનો છે. અને કાયા થી તે જ સ્પર્શવો જોઈએ. આ ગુરુનો પ્રગટ ઉપદેશ છે. જિના :- રાગાદિ શત્રુનો જય પામેલા - તેઓનો ધર્મ-શ્રુત અને ચારિત્ર રૂપે છે. ત્યાં દુર્ગતિમાં પડતા પ્રાણિસમૂહને રોકી રાખવાથી અને સુગતિમાં ધારવાથી ધર્મ કહેવાય છે. કીધું છે કે.. દુર્ગતિ ભાગી આગળ વધેલાં (ધસી રહેલાં) પ્રાણીઓને જેનાથી ધારણ Page #16 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરાય છે. ત્યાર પછી એઓને શુભસ્થાનમાં ધારે તે કારણથી તે ધર્મ કહેવાય એથી તેને (ધર્મને) મનથી જાણી તેમજ વચન થી બીજાની આગળ કહેવો. ત૮ શબ્દ પૂર્વે કહેલ ધર્મનો વાચક છે. એવા શબ્દ અવધારણ જકાર માં છે. તે અવધારણ આ પ્રમાણે કરાય છે. જિનધર્મ જ કહેવો જોઈએ. પણ બૌદ્ધ સાંખ્ય વિ. ના ધર્મ ને ન કહેવો. જેથી પરમગુરુ વડે શ્રાવક વર્ણકમાં કહેવાયું છે કે.. હે દેવાનુપ્રિય ! નિગ્રંથ પ્રવચનમાં આ અર્થ છે. પરમાર્થ છે. શેષ અનર્થક છે. આના વડે શ્રુતધર્મ કહ્યો. કારણ કે તે વાણીનો વિષય છે. શરીરથી તે જ ધર્મ આચરવો જોઈએ. અહીં પાગ તતુ શબ્દ પૂર્વની જેમ ધર્મ વાચક છે. “ચ” તે સમયમાં જાણવો. ‘એવ' તે અવધારણ 'જકાર” માં છે. આનાવડે ચારિત્રધર્મ કીધો. કારણ તે ક્રિયારૂપ છે. બીજો ‘ચકાર” નહિ કહેલા ના સંગ્રહ માટે છે. તે શરૂઆતમાં આગમ સાંભળવું. પછી મનન કરવું પછી શેષ આચરણ વિ. કરવું. આનો સમુચ્ચય કરે છે. આ તરત કહેલો ઉપદેશ યથાવસ્થિત શાસ્ત્રના અર્થ ની પ્રરૂપણા કરનારાં ગુરુઓનો પ્રસિદ્ધ છે. આદિમાં આગમ શ્રવણ કરવું. તેનું કથન કર્યું હવે તે મહાકલ્યાણકારિ છે. તે કહે છે.. सिद्धंतसाराई निसामयंता, सम्मं सगासे मुणिपुंगवाणं । पावेंति कल्लाणपरंपराओ, गुणंधरा हुँति वयंति सिद्धिं ॥ ३ ॥ સિદ્ધાંત-સર્વજ્ઞ ના વચન તેનાં સૂક્ષ્મ પદાર્થરૂપ સારને વિનયાદિ ક્રમથી ગુરુ પાસે સાંભળતા કલ્યાણ પરંપરા પ્રાપ્ત થાય છે. અને તેવાં ભવ્યાત્માઓ ગુણધારણ કરીને સિદ્ધિ ને પામે છે. વિનયાદિ કમથી સાંભળવું જોઈએ. કારાગ કે વિનયવાળાને યથાવસ્થિત મૃતલાભ થાય છે. દુવિનીતને નહિ. કહ્યું છે કે... વિનયવાળા મુનિને સૂરિઓ મૃત આપે એમાં શું આશ્ચર્ય અથવા સુવર્ણ ના થાળમાં કોણ ભિક્ષા ન આપે. દુર્વિનીત શિષ્યમાં કોઈ વિનયનું વિધાન કરતું નથી. કપાયેલા કાન અને હાથવાળાને આભરણો પણ નથી અપાતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રવચન શાસનની ધુરા ધારનારા સૂરિઓ પાસે શ્રુત સાંભળનારને ઉત્તરોત્તર શુભ પરંપરા પ્રાપ્ત થાય છે. કીધું છે કે જિનવાણી બુદ્ધિનાં મોહને હરે છે. કુમાર્ગનો છેદ કરે છે. સંવેગને પ્રાપ્ત કરાવે છે. અનુરાગ ઉત્પન્ન કરે છે. ઘણો હર્ષ આપે છે. જિનવચન સાંભળવાથી એવું શું છે કે જે ન આપે ? ૬ - ત્યાર પછી જ્ઞાનાદિક અને શાન્તિ વિ. ગુણોને ધારણ કરનારા થાય છે. ગુગંધરા અહિં પૂર્વ પેઠે અનુસ્વાર પ્રાકૃત હોવાથી અને ગુણધરા-ગુણધારી થઈ મોક્ષમાં જશે. (જાય છે.) ॥ ૩ ॥ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કહીને તેનાં સ્વીકારનો ક્રમ ગાથા વડે કહે છે.. = समणोवासगो तत्थ, मिच्छत्ताओ पडिक्कमे । ટ્નો માવો પુનિ, સન્માં પરિવન ્ ॥ ૪ ॥ ત્યાં શ્રાવક મિથ્યાત્વથી પાછો હઠી પ્રથમ દ્રવ્ય અને ભાવથી સમક્તિ ને સ્વીકારે છે ! શ્રમકરે તે શ્રમણ. તેઓનો ઉપાસક-સેવક-તે શ્રમણોપાસક. તથા ‘“ભક્તિભાવથી ભરેલાં અંગવાળો શ્રુતધર્મ નો અર્થી ત્રણે કાલ દરરોજ જે યતિને સેવે છે. તેને શ્રમણોપાસક” કહે છે. તત્ર શબ્દ ઉત્સેપ ઉમેરા ના અર્થમાં છે. મિથ્યાત્વ :- અદેવાદિમાં દેવત્વાદિની શ્રદ્ધા કરવી તે. તથા અદેવ અસાધુ અતત્ત્વમાં વિપરીતપણાથી જે દેવપણા વિ. ની રુચિ (બુદ્ધિ) કરવી તે મિથ્યાત્વ કહેવાય. પાછું જવું. દ્રવ્યથી બાહ્યવૃત્તિથી મિથ્યાત્વના કાર્યનો ત્યાગ કરવો એટલે તત્સંબંધી આચરણ છોડી દેવા અને ભાવથી એટલે તેનો ચિત્તમાં સ્વીકાર ન કરવાથી મિથ્યાત્વ વિપરીત સમક્તિનો અણુવ્રત ની પૂર્વે સ્વીકાર થાય/કરાય છે. ‘‘કાકાક્ષિગોલક’’ ન્યાયથી પૂર્વ શબ્દનો દ્રવ્યતઃ ભાવતઃ ઉભયમાં સંબંધ જોડાય છે; તેથી દ્રવ્યથી ચૈત્યવંદનાદિ ક્રિયા કરવાથી અને ભાવથી એકાગ્ર ચિત્તથી અણુવ્રતની પૂર્વે સમ્યક્ત્વને (શ્રાવક) સ્વીકારે છે. એ પ્રમાણે શ્લોકનો અર્થ થયો. ॥ ૪ ॥ સમકિત સ્વીકારનારને જેજે ન કલ્પે તેને બે ગાથા વડે કહે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૭ न कप्पए से परतित्थियाणं, तहेव तेसिं चिय देवयाणं । પરિશદે તાળ ય ચેડ્વાળ, પરમાવળા-ચંદ્ન-જૂથનારૂં ॥ ૬ ॥ लोगाण तित्थेसु सिणाण दाणं, पिंडप्पयाणं हुणणं तवं च । संकंति - सोमम्गहणाइएसुं, पभूयलोगाण पवाहकिचं ॥ ६ ॥ ગાથાર્થ ઃ- પરતીર્થંકોને વંદનાદિ ન કલ્પ એ પ્રમાણે સંબંધ છે. સમ્યદ્રષ્ટિએ અન્યદર્શનીઓને વંદન કરવા નહિ. અન્યદર્શની-મિથ્યાદષ્ટિઓ અને એમનાં દેવોને કે એમનાં દ્વારા કબ્જે કરાયેલાં જિનચૈત્યોની પ્રશંસા-પ્રણામપૂજા-વિનય-સ્નાત્ર-યાત્રા વિ. ન કરવું ॥ ૫ ॥ લૌકિક તીર્થોમાં અને સંક્રાન્તિ-ચન્દ્રગ્રહણ વિ.ના અવસરે સ્નાન દાન, પિંડપ્રદાન, હવન-તપ વિ. કરવું ન કલ્પે, કારણકે ઘણાં લોકોનું કાર્ય અજ્ઞાન થી ઉભું થયેલુ હોય છે. ॥ ૬ ॥ સમ્યકત્વનાં આલાવામાં કહ્યું છે.. આજ થી માંડી અન્યદર્શનીઓને કે અન્ય તીર્થંકોનાં દેવતાને અથવા અન્ય તીર્થંકો વડે ગૃહીત જિનચૈત્યને વંદન કરવું. નમસ્કાર કરવો. બોલાવ્યા વિના પહેલાં બોલવું. તેઓને અશન પાન ખાદિમ સ્વાદિમ દેવું. અનુપ્રદાન કરવું. તેઓને સુગંધિ માલા વિ. આપવું ન કલ્પે. આ પ્રમાણે આવશ્યક સૂત્રમાં રહેલાં પ્રત્યાખ્યાન અધ્યયનમાં કીધુ છે. તથા આ પણ ન કલ્પે-મિથ્યાદ્રષ્ટિઓનાં લૌકિક તીર્થોમાં- વારાણસી ગયા વિ. લૌકિક તીર્થોમાં જઈને સ્નાન, દાન, પિતાનિમિત્ત કલ્પેલ ભાતરૂપ પિંડ પાણી વિ. માં નાંખવુ તે રૂપ પિંડપ્રદાન; અગ્નિમાં આહુતિ નાંખવારૂપ હવન; તપ = તીર્થોપવાસ વિગેરેનું કરવું. (ચ સમુચ્ચય માં છે.) (સ્નાનાદીનિ ‘ડમરૂકમધ્ય ગ્રન્થિ’ ન્યાયથી ઉભયમાં જોડાય છે. એથી સંક્રાન્તિમાં સૂર્યનું અન્ય રાશિમાં સંક્રમણ; ચન્દ્રગ્રહણ-ચંદ્રવિમાનને જ્યારે રાહુ વિમાન આવરે અહીં ‘ચ' શબ્દ થી સૂર્યગ્રહણ અમાવસ્યા ભયંકર ઉત્પાત વિ. જાણવા. આ કેમ ના કલ્પે ? શંકા સમાધાન :- ઘણાં લોકોના પ્રવાહથી થતું કાર્ય ગાડરિયા પ્રવાહની જેમ અજ્ઞાન સ્વરૂપ છે માટે. જેમ કોઈ બ્રાહ્મણ તળાવમાં ગયો અને તે ન્હાવા માટે ઉતરવાની ઈચ્છાવાળો હાથમાં રહેલાં તાંબાના વાસણને એક ઠેકાણે મૂકી ઓળખાણ માટે ઉપર રેતીનો ઢગલો કરીને તળાવમાં પ્રવેશ્યો. આ બાજુ જાત્રા માટે - Page #19 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | આવેલા લોકો વડે વિચારાયું જેમ આ લાંબી ચોટીવાળો બ્રાહ્મણ વિદ્વાન વેદ જાણનાર ઘણું જાણનાર એ પ્રમાણે કરે છે. તેથી સર્વ લોકો રેતીનો ઢગલો કરીને સ્નાન માટે ઉતર્યા અને તે બ્રાહ્મણ સ્નાન કરી નીકળેલો જ્યારે તાંબાના વાસણવાળા ઢગલાને દેખે છે. ત્યારે કરેલા અને કરાતા ઘણા ઢગલાઓ દેખે છે. તેથી પોતાનાં ઢગલાને નહિં જાણતો એટલે કે નહિં ઓળખવાથી દુઃખી થયો. ત્યારે મિત્રે કીધુ કે હે મિત્ર ! ધર્મનો અર્થી તું ઘરેથી આવેલો અને અહીં તીર્થમાં ન્હાઈને આવ્યો તો હમણાં અચાનક ખેદ કેમ પામ્યો ? ત્યારે તેના વિશે કહેવાયું. લોક ગતાનગતિક છે. પણ વાસ્તવિકતા જાણતો નથી. તું લોકની મૂર્ખતા દેખ. જેથી મેં તામ્રભાજન ખોયું આવો લોકોનો પ્રવાહ છે. એ પ્રમાણે બે ગાથા નો અર્થ થયો. પા દા - હવે સમકિતનાં જ ભૂષણ વિગેરે કહેવાની ઈચ્છાવાળા પદ્ય દ્વારા ઉલ્લેપને કહે છે... पंचेव सम्मत्तविभूसणाइं, हवंति पंचेव य दूसणाई । लिंगा. पंच च(च)उ सद्दहाण, छच्छिंडिया छच्च हवंति ठाणा ॥७॥ ગાથાર્થ :- સમકિતનાં આભરણ સરખા પાંચ ભૂષણ છે. વિકૃતિ ઉત્પન્ન કરનારાં પાંચ દૂષણ છે. પાંચ લિંગ છે. ચાર શ્રધ્ધા સ્થાન છે. એટલે જેઓ વડે વિદ્યમાન સમકિતની શ્રધ્ધા કરાય છે. પ્રાકૃત હોવાથી એક વચન નિર્દેશ કર્યો છે. છ અપવાદો છે. છ સમકિતના સ્થાન છે. (પ્રાકૃત હોવાથી પુલિંગ નિર્દેશ; “હવત્તિ' એ ક્રિયાનું બીજીવાર ગ્રહણ તો “આદિ અન્તનું પ્રહાર કરતાં મધ્યનું ગ્રહણ થાય છે.” એ ન્યાય દર્શાવા માટે છે.). અત્યારે બજેવો ઉદેશ તેવો નિર્દેશ” આ ન્યાય ને આશ્રયી પ્રથમ સમકિતના ભૂષાગોને ગાથા વડે કહે છે. कोसल्लया मो जिणसासणम्मि, पभावणा तित्यनिसेवणा य । भत्ती थिरत्तं च गुणा पसत्था, सम्मत्तमेए हु विभूसयंति ॥ ८ ॥ ગાળંથ - જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવા, ભક્તિ અને સ્થિરતા આ પ્રશસ્ત ગુણો સમકિતને વિભૂષિત કરે છે. આ કુશલતા જેમ અભયકુમાર વડે આર્કકમાર ના પ્રતિબોધ માટે કરાઈ તે પ્રમાણે કરવી જોઈએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે સમકિતની શોભા માટે થાય છે. જો કે સૂત્રમાં કથા ન કહી છતાં મુગ્ધજનના ઉપકાર માટે કહેવાય છે. | ‘આ માર ની કથા' આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ નામનો દેશ છે તે દેશ સેંકડો આશ્ચર્યોથી યુક્ત, હર્ષિત લોકોથી વ્યાખ, દુઃખે ધારણ કરી શકાય તેવા ધર્મના અગ્રેસર જિનેશ્વર અને ગણધર ના ચરણસ્પર્શથી પવિત્ર ધન-ધાન્ય, સમૃદ્ધિથી ઘણોજ મનોહર છે. ત્યાં રાજગૃહ નામનું નગર છે. તે નગર નગરયોગ્ય ગુણોનાં સ્થાન જેવું; પૃથ્વીરૂપી સ્ત્રીનું તિલકસમાન, દશદિશામાં પ્રકાશ કરનારું છે. જે નંદનવન જેમ મોટા વૃક્ષોથી અલંકૃત હોય, તેમ મોટા ઘરોથી કે મોટા કિલ્લાથી અલંકૃત; વિજયદ્વારને જેમ પાછળ અર્ગલા હોય તેમ ખાઈથી પરિવરેલ; મેરુની જેમ કલ્યાણનું સ્થાન, કૈલાસ શિખરની જેમ દેવમંદિરથી શોભિત; ગગન જેમ ચિત્રા નક્ષત્રથી શોભિત હોય તેમ આશ્ચર્યથી શોભિત, મહાકુલ જેમ ઘણાં સ્વજનોથી યુક્ત હોય તેમ ઘણાં સ્થાનોથી વ્યામ. ઘણું કહેવા વડે શું... ? શ્રેષ્ઠ રાજમાર્ગ, ચૌટા, સંઘાટક, ત્રણચાર રસ્તાથી સુંદર રીતે વિભક્ત થયેલું, હાટ, પરબ, સભા, ઉપવન, સરોવર, વાવડી, કુવાથી રમ્ય એવા દેવનગરી સરખા તે શ્રેષ્ઠનગરને ગર્વિષ્ઠ રાજા રૂપી હસ્તિનો નાશ કરવામાં સિંહસમાન બાહ્ય ઉપદ્રવ અને આંતરિક ઉપદ્રવને શાંત કરવા પૂર્વક શ્રેણીકરા પરિપાલન કરે છે. આ શ્રેણીક મહારાજા મહાવિદેહની જેમ શ્રેષ્ઠ વિજયથી યુક્ત માનસરોવરની જેમ સદા રાજારૂપી રાજહંસોથી સેવાયેલો. વિષ્ણુની જેમ સુદર્શન ચક (સમકિત દર્શન) ધારણ કરનારો, અરુણોદય વખતે લાલ ધેરાવો થાય છે તેમ રક્ત -અનુરાગી મંત્રી પુરોહિત ઈત્યાદિના મંડલવાળો, બ્રહ્માની ઉત્પત્તિ કમલમાંથી થઈ હોવાથી કમલના સ્થાનવાળા છે તેમ (કમલા-લક્ષ્મી) નું સ્થાન, ચંદ્રની જેમ સર્વ લોકોના નેત્રોને આનંદ આપનાર છે. આ શ્રેણિક રાજાને સુનંદા અને ચલણા નામની બે રાણીઓ છે આ રાણીઓ પ્રિયબોલનારી, સુરૂપવાળી, વિજ્ઞાન, વિનય, સમ્યકત્વ, સત્વ અને ચારિત્રયુક્ત, સૌભભાગ્યથી ગર્વિષ્ઠ, પાંચ અણુવ્રત અને ગુણવ્રત ધારણ કરનારી તેમજ રાજાને ઘણી જ પ્રિય છે ! તેમાં સુનંદાને અભયકુમાર નામે પુત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. જે પોતાની બુદ્ધિનાં માહાસ્યથી બૃહસ્પતિનો રોલ કરનાર પાંચસો મંત્રીનો પ્રધાન, સંપૂર્ણ મહારાજ્યનો ભારવહન કરવામાં અતિ ઉત્તમ બળદ સમાન છે. રાજારાણીનો પાંચ પ્રકારનાં મન અને ઈન્દ્રિય સંબંધી વિષય સુખ અનુભવતા ધર્મ અને અર્થને ઉપાર્જન કરતા, શ્રી શ્રમણ સંઘની પૂજામાં તત્પર રહેતાં, વીર પ્રભુની આરાધના કરતાં કાળ પસાર થઈ રહ્યો છે ! આ બાજુ સમુદ્ર મધ્યે રહેલો આર્કિક નામનો દેશ છે. તેમાં આર્ટિકપર નામનું નગર છે. ત્યાં પ્રણામ કરતાં અનેક મોટા સામંતના મસ્તકના મુકુટ મણિયો થી સાફ કરાયેલ પાદ પીઠવાળો આર્કક નામે રાજા છે. તેને રૂપાદિ ગુણગણથી દેવસુંદરીનો તિરસ્કાર કરનારી આક્કા નામની રાણી છે. તેઓનો પ્રધાન હારની જેમ ગુણસમૂહનો આવાસ, પ્રાણીઓના સંતાપનો નાશકરનાર, શાસ્ત્ર સમૂહનો નિવાસ, શુદ્ધ મનનો આશ્રય, ઘણાં નરનારીઓનાં હૃદયને આશ્વાસન આપનાર, અતિશુદ્ધપણાથી દોષરહિત આર્દકકુમાર નામે પુત્ર છે. અને તે જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ સુખને અનુભવતો રહે છે. આ બાજુ શ્રેણિક રાજા અને આર્દક રાજાની પૂર્વપુરુષની પરંપરાથી આવેલી પ્રીતીનાં પાલન માટે દરરોજ પરસ્પર પ્રધાન ભેટ મોકલવા વડે કાળ પસાર થાય છે. એક વખત શ્રેણીકરાજાએ મોકલેલો મોટો દરબારી (મંત્રી) આવ્યો અને તેણે પ્રતિહારને મોકલી નિવેદન કરાવ્યું કે હે દેવ ! શ્રેણિક રાજાનો પ્રતિનિધિ દ્વાર ઉપર ઉભો છે. તે સાંભળી નેહરસને ધારણ કરતાં પ્રગટ ભેદાતાં રોમાન્ન કન્નુકવાળા રાજા વડે કહેવાયું કે “જલ્દી પ્રવેશ કરાવ” એ પ્રમાણેના વચન પછી મંત્રીએ તરત પ્રવેશ કર્યો. પ્રણામ કરી, આપેલાં આસન ઉપર બેઠો. રાજાએ યથોચિત તાંબૂલ વિ. આપવા વડે તેને સન્માનિત કરી અને કીધું કે ઓ ! પ્રતિનિધિ ! સપરિવાર મહારાજા શ્રેણિક કુશલ છે ? તેણે કીધું કે દેવ ! કુશલ છે. ત્યાર પછી પ્રતિનિધિએ શ્રેષ્ઠ વસ્ત્ર, કાંબલ, નિંબપત્ર, ચંદરવો વિ. ઉપહાર રાજાને સમર્પિત કર્યા. અને તે દેખી રાજાએ કહ્યું કે શ્રેણીક રાજાને મુકી અમારે અન્ય કોણ પરમ બાંધવ છે ?, ત્યારે પોતાના પિતાના અત્યંત સ્નેહ સંભ્રમ સારવાળા વચનો સાંભળીને આર્તકકુમારે કીધુ હે તાત! આ શ્રેણીક મહારાજ કોણ છે ? તેથી રાજાએ કીધુ હે પુત્ર ! મગધજનપદનો અધિપતિ પોતે મહાશાસનવાળો રાજા છે અને તેની સાથે આપણી કુલકમથી આવેલી ગાઢ પ્રીતિ છે. અને તેનો આ પ્રતિનિધિ ભેંટણાઓ ગ્રહણકરી આવેલો છે. ત્યારપછી પ્રતિનિધિને ઉદેશી આર્કકકુમારે પૂછયું ભો ! તમારા સ્વામીને Page #22 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૧ કોઈ યોગ્ય પુત્ર છે ? તે સાંભળીને હર્ષ પૂર્વક મહેતે કીધુ. તે શ્રેણીકરાજાને અભયકુમાર નામે રાજપુત્ર છે. આ અભયકુમાર ઔત્પાતિક વિગેરે ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત પાંચસો મંત્રીઓનો સ્વામી શૂર, સરળ, સુભગ પ્રિયબોલનાર, પહેલાથી બોલાવનાર | ૮ | એટલે નમ્ર હોવાથી સામેથી બોલાવનાર દક્ષ કૃતજ્ઞ ણેય શાસ્ત્રમાં પારંગત કલાકુશલ વિજ્ઞાન વિનય લજ્જા દાન દયા શીલથી યુક્ત X ૯ + અત્યંત શોભાયુકત, સુરૂપ, પદાનુસારીલબ્ધિવાળો, ઉત્તમ લક્ષણવાળો, ધીર, નિશ્ચલ સમકિતધારી શ્રાવક ધર્મમાં ઉઘુક્ત / ૧૦ | શ્રીવીરજિનેશ્વરના ચરણ-કમલનો ભ્રમર, સુસાધુજનનો ભક્ત, ઉચિત કરાણમાં ઉઘતમતિવાળો સાધર્મિક અને પ્રજાનો સ્નેહી || ૧૧ ઘણું કહેવા વડે શું ? તે ગુણી છે એમ જાણી દેવો વડે પણ તેને માન અપાય છે. તે શ્રેણીક રાજાનો પુત્ર અભય નામનો રાજકુમાર છે ૧ર જેનાં પ્રભાવથી શ્રેણીકરાજા સતત ભોગોને ભોગવે છે. ત્રણ લોકમાં પ્રકટ વશવાળો છે. હે કુમાર! શું તારા વડે તે નથી જણાયો? ૧૩ || આ સાંભળી હર્ષના ભારથી ભરેલાં અંગવાળા આદ્રકુમાર વડે કહેવાયું હે તાત ! જેમ તમારી પ્રીતિ છે. તેમ અમે પણ પ્રીતિ કરવા ઈચ્છીએ છીએ. રાજાએ કહ્યું કે હે પુત્ર ! કુલકમથી ચાલી આવતી પ્રીતિ પળાય તે યોગ્ય જ છે. અને કહ્યું છે કે... ગાઢ સજનનો રાગ ધીરે ધીરે વધે છે અને વંશમાં પ્રસરે છે તે સ્થવિરની જેમ થાકતો નથી પણ બમણો થાય છે. તે પુરુષો ધન્ય છે. જેઓનો અભિમુખ રાગવાળો સ્નેહ દરરોજ વૃદ્ધિ પામતો ઋણની જેમ પુત્રોને વારસામાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કુમારે મહંતમોટા હોદ્દાવાળા દરબારીને કહ્યું કે પિતાજી જ્યારે વિસર્જન કરે ત્યારે તમે મને મળજો. તેણે કહ્યું એ પ્રમાણે કરીશ. ત્યાર પછી તે મહંત/મંત્રી રાજપુરુષે દેખાડેલા મહેલમાં રહ્યો, રાજા વડે પણ રત્નમુક્તાફળ વિદ્ગમ વિ. પ્રધાન ભેટગાઓ તૈયાર કરાવ્યા. ત્યાર પછી અન્ય દિવસે વસ્ત્ર આભરણ વગેરેથી સન્માન કરી ભેટ યુક્ત નિજપ્રધાન પુરુષો સાથે વિસર્જન કરાયેલો મહાત આર્દ્રકુમાર પાસે ગયો ને વિદાય વૃત્તાંત કહ્યો. આદ્રકુમારે પણ અતિશૂલ મુક્તાફળ સુતેજ મહારત્ન વગેરે ભેંટણાઓ આપીને સંદેશો આપ્યો કે મારા તરફથી (વચનથી) અભયકુમારને કહેજો કે તારી સાથે આર્દ્રકુમાર પ્રીતિ કરવા ઈચ્છે છે. એમ કહી વિદાય કરાયેલા મહાતે સતત શુભ પ્રયાગો વડે રાજગૃહી નગરી પ્રાપ્ત કરી.. Page #23 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રતિહાર વડે નિવેદન કરાયેલો અંદર પ્રવેશ્યો અને પ્રણામ પૂર્વક બેઠો. આર્દ્રક રાજાના પ્રધાન પુરુષોએ ભેટો સમર્પણ કરી, અભયને પણ આર્દ્રકુમારે મોકલેલા ધરેણાં/ભેટણાઓઆપ્યા તે દેખીને વાહ ! સુંદર છે. એમ કહેતા શ્રેણીક વિગેરે વિસ્મય પામ્યા ! આર્દ્રકુમારનો સંદેશો કીધો. જિનવચનના કૌશલ્ય થી સ્વચ્છ બુદ્ધિવાળા અભયે વિચાર્યુ કે ખરેખર આ ભવાંતરમાં જરાક વિરાધેલ સંયમવાળો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. પરન્તુ નજીકમાં મોક્ષે જવાવાળો છે. તેથી મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા કરે છે. અભવ્ય-દુર્ભવ્ય અને ગુરુકર્મવાળાને મારી સાથે મૈત્રી કરવાનો મનોરથ પણ ન સંભવે. જેથી કહ્યુ છે.... ૧૨ ‘‘એકસ્વભાવપણાથી અને ફળ હેતુથી પ્રાયઃ કરીને સમાન પુણ્ય પાપવાળા જીવોની મૈત્રી (પ્રીતિ) થાય છે.' તેથી કોઈ પણ ઉપાયથી જિનધર્મમાં પ્રતિબોધ કરીને શ્રેષ્ઠ બંધુપણું પ્રગટ કરું ! કેમકે ‘“પ્રમાદરૂપ અગ્નિથી બળતાં એવાં ભવગૃહમાં મોહ નિદ્રાથી સુઈ રહેલાં આત્માને જગાડે તે તેનો પરમબંધુ છે.'' ‘“કદાચ જિનપ્રતિમાના દર્શનથી જાતિસ્મરણ થશે; તેથી ભેટના બ્હાને ભગવાનની પ્રતિમા મોકલું.'' એમ વિચારી પ્રશાંત અને મનોહર રૂપવાળી સર્વ રત્નમય યુગાદિદેવની પ્રતિમા તૈયાર કરી અને પેટી મધ્યે ડાબડામાં સુરક્ષિત રીતે મુકી; તેની આગળ ધૂપધાણીયું ઘંટાદિ પૂજાના ઉપકરણો મૂક્યા. અને તાળું મારી પોતાની મુદ્રાથી મુદ્રિત કરી. અને જ્યારે શ્રેણીક રાજાએ આભરણ વિ. ઘણું દ્રવ્ય આપીને આર્દ્રક રાજાના પુરુષોને વિદાય કર્યા ત્યારે તેઓને પેટી આપી. અને તેઓને કહ્યું કે. મારી તરફથી આર્દ્રકુમારને કહેજો કે ‘‘અમારી ભેટ એકાંતમાં એકલાયે સીલ તોડીને પેટી ખોલીને દેખે. પણ અન્ય કોઈને ન દેખાડે’” ‘“એમ થાઓ’ એમ કહી પુરુષો નીકળ્યા. સતત પ્રયાણો વડે આર્દ્રપુર પહોંચ્યા. પૂર્વક્રમથી સર્વ યથોચિત કરી કુમારના ભવનમાં ગયા. અભયકુમારે જેમ કહ્યું હતું તે પ્રમાણે કહ્યું. ત્યારે આર્દ્રકુમાર ઓરડામાં ગયો. પેટી ખોલી તેટલામાં સ્વપ્રભાના સમૂહથી દશ દિશાઓને ઉદ્યોદિત કરતી પ્રતિમા દેખીને અહો ! આશ્ચર્ય છે કે પૂર્વે નહિં જોયેલું આ કાંઈક છે. તેથી શું આને મસ્તકમાં પહેરું કે કાનમાં કે કંઠમાં અથવા બાયુગલમાં કે હાથમાં પહેરું ? હું આનું કાંઈ સ્વરૂપ જાણતો નથી. વળી આ કાંઈક ક્યાંય પૂર્વે જોયેલું લાગે છે. તો આ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પૂર્વે ક્યાં જોયુ હશે? એમ વિચારતા ઈહા-અપોહની વિચારણા કરતા મૂર્છાથી પૃથ્વીપીઠ ઉપર પડ્યો. જાતે જ આશ્વાસન પામી કુમાર બેઠો થયો. ક્ષણ પછી જાતિ-સ્મરણ થયું અને વિચારવાનો આરંભ કર્યો. તે આ પ્રમાણે... હું અહીંથી ત્રીજા ભવે મગધજનપદમાં વસંતપુર ગામમાં સામાયિક નામે (ગૃહસ્થ) ખેડૂત હતો. બધુમતી મારી ભાર્યા હતી. એક વખત સુસ્થિત આચાર્ય પાસે ધર્મ સાંભળી સંસારથી ઉદ્િવગ્ન થયેલાએ ભાર્યા સાથે દીક્ષા લીધી. બન્ને પ્રકારની ગ્રહણ કરેલી શિક્ષાવાળો સંવિગ્ન સાધુઓ સાથે વિચરતો એક નગરમાં આવ્યો. તે બંધુમતી સાધ્વી પણ સાધ્વીઓ સાથે વિચરતી તેજ નગરમાં આવી. દેખીને પૂર્વરતિ યાદ આવવાથી તેની પ્રતિ મારો રાગ થયો. અને બીજા સાધુને કીધું. તેણે પ્રવર્તીનીને કહ્યું. તેણીએ પણ બંધુમતિને કહ્યું ત્યારે બંધુમતિએ પણ કહ્યું. અહો ! કર્મ પરિણતિ વિચિત્ર છે. જેથી આ ગીતાર્થ પણ આવું વિચારે છે. તેથી હે ભગવતી ! હું અન્ય ઠેકાણે જઈશ તો પણ આ સામાયિકમુનિ અનુરાગને મુકશે નહિં તેથી અત્યારે મારે અનશન જ યુક્ત છે. જેથી કહ્યું છે. પ્રજવલિત અગ્નિમાં હોમાઈ જવું સારું પણ લાંબા સમયથી પાળેલું વ્રત ભાંગવું સારું નહિં. સુવિશુદ્ધ કર્મ કરતાં મરવું સારું પણ શીલથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહિ. એમ સમર્થન કરી, ભક્ત પ્રત્યાખ્યાન કરી, ગળે ફાંસો બાંધી મરી. તે સર્વ સાંભળીને પરમ સંવેગ પામેલા મારા વડે = (આર્દ્રકુમારનાં જીવ સામાયિક મુનિ વડે) વિચારાયું કે જેમ મહાભાગ્યશાળી તેણીએ વ્રત ભંગના ભયથી એ પ્રમાણે આચર્યું. વળી મારો તો વ્રત ભંગ થયેલો જ છે. તેથી હું પણ ભક્તપ્રત્યાખ્યાન કરું. એમ વિચારી ગુરુને કહ્યા વિના ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. મરીને દેવલોકમાં ગયો. ત્યાંથી અહીં ઉત્પન્ન થયો છું. અહા ! સુગુરુ સામગ્રી અને સર્વવિરતિ મેળવવા છતાં કાંઈક માનસિક રાગનો અનુબંધ કરવાથી અનાર્ય થયો છું. અનાર્યપણામાં પણ જેના વડે હું પ્રતિબોધ પમાડાયો તેજ મારા ગૌરવ સ્થાને વર્તે છે. તથા તેજ અભયકુમાર મારા ગુર” બાંધવ પંડિત અને પિતા છે. જેણે પોતાની બુદ્ધિથી નરકે પડતા એવા મારો ઉદ્ધાર કર્યો છે. (૧૫) જો તે મહાનુભાવ સાથે મારે મૈત્રી ન થઈ હોત તો ધર્મકલાથી વિકલ એવો હું સાચે જ સંસારમાં ભમત. Page #25 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ‘‘તો પછી અત્યારે ઘણો સંતાપ કરવા વડે શું ? તેન્દ્ર આર્યદેશમાં જઈ સર્વ દુઃખથી મુકાવામાં સમર્થ પ્રવ્રજ્ઞાને સ્વીકારું'' એમ વિચારી ઉભો થયો. ફૂલ વિ. પૂજાના ઉપકરણો પુરુષો પાસે મંગાવ્યા. અને પ્રતિમાને પૂજી રાજા પાસે ગયો. અને રાજાને કહ્યું કે તાત ! ‘“મારે અભયકુમાર સાથે પ્રીતિ થઈ છે તેથી જો પિતાજી આપને સારું લાગતું હોય તો ત્યાં જઈ પરસ્પર દર્શન થી પ્રીતિ કરીને આવું.'' રાજાએ કહ્યું આપણે એવી જ પ્રીતિ છે તેથી સર્વથા તારે જવાની જરૂર નથી. જવાની છૂટ ના મળવાનાં કારણે આર્દ્રકુમારને યથોચિત ઉપભોગાદિક ન કરતો જોઈ રાજાને લાગ્યું કે નક્કી આ કહ્યા વિના જતો રહેશે; એટલે પાંચસો સામંત અંગરક્ષક રૂપે રાજાએ આપ્યા, એકાંતમાં તેઓને કહ્યું કે જો કુમાર જતો રહેશે તો એની જવાબદારી તમારાં ઉપર આવશે.’’ ‘‘જેવો આદેશ'' એમ કહી કુમાર પાછળ લાગ્યા. તેઓને ઠગીને હું જઈશ. એમ કુમારે વિચારી એક દિવસ તેઓને કહ્યુ. ભો ! આપણે ઘોડા દોડાવા જઈએ. “જેમ કુમાર આદેશ કરે તેમ’'એમ કહેતા તેઓએ પણ ધુડશાળામાંથી જાતિમાન ઘોડાઓ કઢાવ્યા ને મેદાનમાં ગયા. અને ઘોડા દોડાવ્યા; તે દિવસે કુમાર થોડા ભૂમિ ભાગસુધી જ ગયો. પછી દિવસે દિવસે અધિક અધિક જતાં દર્શન ન થાય ત્યાં સુધી જવા લાગ્યો. ત્યાર પછી થોડી વારમાં પાછો ફરતો. એ પ્રમાણે ક્યારેક છેક મધ્યાહ્ને આવવા લાગ્યો. તેઓ પણ છાયામાં રહેલા પ્રતીક્ષા કરે. એમ વિશ્વાસ પમાડીને એક વખત સમુદ્ર કાંઠે વિશ્વાસુ માણસો પાસે શ્રેષ્ઠ યાનપાત્રને રત્નોથી ભરાવી અને પ્રતિમાને સંક્રમિત કરી તેમાં ચઢી આર્યદેશમાં આવ્યો. અભયને પ્રતિમા મોલી જિમંદિરમાં મહિમા કરાવ્યો. સાથે આવેલાં વિશ્વાસુ માણસોને અને દીન અનાથોને રત્નો આપી. પાત્ર વિ. ગ્રહણ કરી લોચ કરી જ્યાં સર્વવિરતિ સામાયિક ઉચ્ચરે છે. ત્યાં તો આકાશસ્થિત દેવતાઓએ કહ્યું કે ‘મહાસત્વશાલી તું સર્વવિરતિને ન સ્વીકાર; હજી તારે ભોગાવલી કર્મ બાકી છે. તે ભોગવ્યા પછી દીક્ષા લેજે. ત્યાર પછી વીરરસની પ્રધાનતાથી કર્મ મને શું કરશે ? એમ વિચારી સર્વવિરતિ ગ્રહણ કરી વિચરવા લાગ્યો. અનુક્રમે વસંતપુર નગરમાં આવ્યો ત્યાં બહાર દેવકુળમાં કાઉસગ્ગધ્યાનમાં રહ્યો. ૧૪ આ બાજુ તેની પૂર્વભવની સ્ત્રી બંધુમતિ દેવલોકથી ચ્યવી તેજ નગરમાં ઇભ્યકુલમાં પ્રધાન શ્રેષ્ઠી દેવદત્તની ધનવતી ભાર્યાના વિષે શ્રીમતી નામે પુત્રી થઈ. અને નગરની છોકરીઓ સાથે તેજ દેવકુલમાં તે ‘પતિવરવા’ની રમત રમતી હતી. તેઓએ કહ્યું કે હે ! સખીઓ ! ‘વરને વરો’ તેથી અન્ય છોકરીઓએ Page #26 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૫ અન્ય કુમારોને વર્યા. શ્રીમતીએ કહ્યું “મારા વડે આ ભટ્ટારક વરાયો.” તેનાં વચન પછી તરત જ “આ બાલિકા વડે સારો વર પસંદ કરાયો છે.” બે વાર એમ આકાશવાણી કરતાં દેવતાએ રત્નાવૃષ્ટિ કરી. ત્યાર પછી આકાશવાણી સાંભળીને ઉઠેલી તેણી- શ્રીમતી તેનાં-મુનિના પગમાં પડી. આ અનુકૂલ ઉપસર્ગ છે. એમ જાણી જલ્દી જલ્દી સાધુ અન્ય ઠેકાણે ગયા. રત્નાવૃષ્ટિ થયેલી સાંભળી નગરજનો સાથે રાજા ત્યાં આવ્યો; પછી રાજાએ તે રત્નવૃષ્ટિ લેવાનો આરંભ કર્યો. દેવતાએ લબકારા મારતી ફેણ ના આટોપ (આડંબર) થી ભયંકર સર્પ વિ. ઉભા કરીને વાર્યો અને કહ્યું મારા વડે આ બાલિકાના વર માટે આ અપાયું છે. તેથી શ્રીમતીના પિતાએ ઘન રક્ષણ કર્યું. અને નગરમાં પ્રવેશ્યા શ્રીમતીને પરણશે તેને રત્નો મળશે. તેવું સાંભળી તેણીને વરનારાઓ આવવા લાગ્યા. શ્રીમતીએ પિતાને પૂછયું આ બધા શા માટે આવે છે ? શેઠે કહ્યું હે પુત્રી! તારું માંગણું કરનારાં આવે છે. તે બોલી હે તાત ! નીતિશાસ્ત્રમાં પણ કન્યાને બીજી વાર આપવાનો નિષેધ છે. કહ્યું છે કે... રાજાઓ એક વખત બોલે છે, સાધુ એક વખત બોલે છે, કન્યા એકવાર અપાય છે. આ ત્રણે એક એક વાર જ થાય છે.” ! તમારા વડે પણ હું અપાઈ ગઈ છું. જેનું ધન તમે ગ્રહણ કરી રહ્યા રહેલા છો; વળી દેવતાએ પણ અનમોધું છે. તેથી હું અન્યને કેવી રીતે વરું ? તેજ મારો પતિ છે. શેઠે કહ્યું તે કેવી રીતે ઓળખાય ? તે બોલી આકાશવાણી પછી ઉભી થયેલી હું તેમના પગમાં પડી ત્યારે તેમનાં જમણાં પગમાં આવું લાંછન મેં જોયું હતું. તેનાથી તે ઓળખાઈ જશે. ત્યારે શેઠે આજ્ઞા આપી કે જો એમ હોય તો હે પુત્રી ! તું સર્વ ભિક્ષાચરોને ભિક્ષા આપ. કદાચિત તે આવશે. આ બાજુ ભવિતવ્યતાના યોગે દિશાથી મુગ્ધ થયેલાં તે આકમુનિ બારમે વર્ષે ત્યાં આવ્યા. શ્રીમતીએ ઓળખી લીધા. અને કહેવાનું શરુ કર્યું. હા નાથ ! હા ગુણના ભંડાર ! મારા હૃદયનો આનંદ; આટલો કાળ દીનદુઃખી અનાથ એવી મને મૂકી ક્યાં રહ્યા હતા ? ૧૭ ) જ્યારથી માંડી મેં સ્વેચ્છાથી તમને વર્યા ત્યારથી માંડી મારા હૃદયમાં અન્યને અવકાશ નથી. અત્યારે મારા પુણ્ય બલવાન લાગે છે. જેથી તમે આવ્યા છો. તેથી Page #27 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અત્યારે મારું પાણીગ્રહણ કરવા વડે. હે પ્રિયતમ ! દયા કરો.” આ સમાચાર સાંભળી શેઠ આવ્યા. અને રાજાને બોલાવ્યો તેઓએ કહ્યું, હે મહાભાગ ! ઘણીવાર કહ્યું છતાં પણ આ તમને મૂકી અન્યને મનથી પણ ઈચ્છતી નથી. અને કહે છે કે “તે મહાનુભાવ મારા દેહને કોમલ હાથથી સ્પર્શ કરે અથવા જાજવલ્યમાન અગ્નિ મને સ્પર્શે આ મારું વ્રત છે.” તેથી આનો પાણિગ્રહણ કરી સ્વીકાર કરો. તે મુનિ ત્યારે અવશ્ય વેદવા યોગ્ય કર્મના ઉદયથી દેવવચનનાં સ્મરણથી અને તેઓનાં આગ્રહથી શ્રીમતીને પરણ્યો. અને ભોગ ભોગવતાં તેઓને પુત્ર થયો. તે પુત્ર જ્યારે કોઈક હરતો ફરતો થયો ત્યારે આર્કકમારે રજા માંગી કે, “હું દીક્ષા લઉ” હવે તું એકલી નથી તારે આ પુત્ર પણ છે. તેથી તેણીએ પુત્રને ખબર પડે તે માટે પૂણી અને તકલી લઈ કાંતવાનો પ્રારંભ કર્યો. ત્યારે પુત્રે કહ્યું હે માતા ! અન્ય સાધારણ માણસને પ્રાયોગ્ય કાર્ય કરવાનો કેમ પ્રારંભ કર્યો ? તેણીએ કહ્યું “પતિરહિત નારીને આજ વિભૂષણ છે.” તેણે કહ્યું કે પિતા વિદ્યમાન હોવા છતાં એમ કેમ બોલે છે ?” તેણીએ કહ્યું કે “તારા પિતા જવાની ઈચ્છાવાળા દેખાય છે.' તેણે કહ્યું કે કેવી રીતે જાય, બાંધીને રાખીશ.” એમ કાલુકાલુ બોલતાં માતાના હાથમાંથી તકલી (સૂતરની આંટી) લઈ સૂતરના તાંતણા વડે પગને વિંટાળીને બોલ્યો તે માતા ! “તું સ્વસ્થ થઈને રહે” આ પિતાને મેં બાંધી લીધાં છે. હવે કોઈ પણ રીતે જઈ શકશે નહિં. ત્યારે આદ્રકમારે વિચાર્યું કે અહો! બાલકને મારા ઉપર કેટલો મજબૂત સ્નેહ છે. તેથી જેટલા આણે આંટા આપ્યા તેટલા વર્ષ રહીશ. જેથી ગણ્યા તો બાર થયા. તેથી બાર વર્ષ રહ્યા. ત્યારપછી બાર વરસના અંતે રાત્રિનાં ચરમ પહોરમાં જાગી પૂર્વ વૃત્તાંત યાદ કરી વિલાપ કરવાનો પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે.... અનાર્ય એવાં મને ધિક્કાર હો કે હું સર્વવિરતિ ગ્રહણ કરી પ્રમાદને વશ થઈ આ પ્રમાણે વિષયમાં ખૂ. દેવતાએ વારણ કરવા છતાં પણ પ્રતિજ્ઞારૂપી પર્વતના શિખરે ચઢી હા હા ! કેવો લપસીને સંસારરૂપી કુવામાં પડ્યો ! પૂર્વભવમાં મનથી પણ વ્રત ભંગ કરતાં અનાર્ય થયો. અરેરે ! હું જાણતો નથી કે અત્યારે હું કઈ ગતિમાં જઈશ ! ધિક્કાર હો ! લજ્જા વિનાનાં જાગતાં એવા પણ મેં આવું કર્યું. તેથી હું માનું છું કે અવશ્ય મારે સંસારમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭. મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભમવાનું છે. ધર્મદાસ ગણિએ ઉપદેશમાળામાં કહ્યું છે કે - જેઓ જિનવચનને જાણતાં નથી. તે જીવલોકમાં ચિંતા કરવા યોગ્ય છે. અને જેઓ જાણીને કરતાં નથી. તે અતિ અતિ ચિંતા કરવા લાયક છે. અથવા ભૂતકાળનાં વિષયમાં • ઘણો સંતાપ કરવા વડે શું ? અત્યારે પણ સુંદર ભાવપૂર્વક તપસંયમ થી આત્માને ઉદ્યોતિત કરું. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે... જેઓને તપસંયમ ક્ષાન્તિ અને બ્રહ્મચર્ય પ્રિય હોય; તેઓએ પાછળથી પણ દીક્ષા લીધી હોય તો પણ શીધ્ર દેવ વિમાનમાં જાય છે. ત્યારપછી સવારે પ્રિયતમાને કહીને શ્રમણ લિંગ સ્વીકારી ગિરિગુહામાંથી જેમ સિંહ નીકળે તેમ ઘરમાંથી નીકળી ગયો. રાજગૃહી તરફ ચાલ્યો. રસ્તામાં જે તેનાં રક્ષણ માટે પાંચસો સામંત પિતાએ રાખ્યા હતા; તેઓને વચ્ચે જંગલમાં ચોરી વડે વૃત્તિ ચલાવતાં દેખ્યા; અને ઓળખ્યા. તેઓએ પણ તેને ઓળખ્યો. અને તેનાં ચરણોમાં પડ્યા. સાધુએ પૂછયુ ભો ! આ નિંદનીય જીવીકા તમે કેમ શરૂ કરી ? તેઓ કહ્યું હે સ્વામી ! જ્યારે તમો ઠગીને ભાગી ગયા, ત્યારે અમો તમારી તપાસ કરતાં કરતાં અહિં સુધી આવ્યા પણ તમારી જાણ પડી નહિં. ત્યારે નહિં કરેલાં પૂર્ણ કાર્યવાળા અમે રાજાને મુખ કેવી રીતે દેખાડીયે એમ લજા અને ભયથી રાજા પાસે ન ગયા. નિર્વાહ ન થતાં આવી આજીવિકાથી જીવીએ છીએ. ત્યારે સાધુ ભગવાને કહ્યું.. ભો મહાનુભાવો ! ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. કેમકે સંસાર સાગરમાં ડુબેલાએ મનુષ્યપણું પ્રાપ્ત કરી સકલ ઈચ્છાને પૂર્ણ કરનાર એવી ધર્મવિધિમાં યત્ન કરવો પણ પ્રમાદ ન કરવો. કહ્યું છે કે.. જગતમાં પ્રાણિઓને સંપત્તિ પ્રાપ્ત ન થઈ. વિપત્તિ દૂર ન થઈ. આધિ વ્યાધિનો વિરહ ન થયો. સર્વગુણથી શોભિત શરીર ન મલ્યું. સ્વર્ગની પ્રાપ્તિ ન થઈ. અને સર્વભય વગરનું એવું મોક્ષસુખ ન મેળવ્યું. તે સર્વેમાં કલ્યાણ પરંપરાનો નાશ કરનાર દુષ્ટ પ્રમાદ જ હેતુરૂપ છે. માટે આ પ્રમાદને છોડી ધર્મમાં ઉદ્યમ કરો. ત્યારે તેઓએ હાથ જોડી વિનંતિ કરી કે હે ભગવાન! જો અમો યોગ્ય હોઈએ તો અમને પણ દીક્ષા આપી દો. સાધુ ભગવંત બોલ્યા- લો દીક્ષા ગ્રહણ કરો. તેઓ પણ તહરિ' કહી સાથે ચાલ્યા. ભગવાન્ આર્કષિ પણ રાજગૃહી પાસે આવ્યા. ત્યારે ગૌશાળાએ પ્રત્યેકબુદ્ધ આર્ટેકષિ ભગવાનને વંદન કરવા આવી રહ્યા છે; Page #29 -------------------------------------------------------------------------- ________________ | ૧૮ } મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એવું સાંભળી તેમની સાથે વાદ કરવા તૈયાર થયો. તે ગૌશાળાને ઉત્તર પ્રત્યુત્તર વડે આક્કઋષિએ હરાવ્યો. તે વાદનો વૃત્તાંત ‘સૂયગડાંગ’ સૂત્રથી જાણવો.* ગ્રંથ વિસ્તારના ભયથી અહીં લખ્યો નથી. ત્યાંથી આગળ જાય છે. ત્યાં રાજગૃહીની પાસે હસ્તિ તાપસીનો આશ્રમ આવ્યો. તેઓ મોટા હાથીને મારી તેનાં આહાર વડે ઘણાં દિવસો પસાર કરે છે. “ઘણાં બીજવિ. જીવો મારવાથી શું ? તેનાં કરતા એક હાથી મારવો સારો.' એમ તેઓ કહે છે. પોતાનાં તે આશ્રમમાં તેઓ વનમાંથી એક મોટો હાથી બાંધીને લાવ્યા. અને તે ઘણાં ભારવાળી સાંકળથી બંધાયેલ અને મોટી લોઢાની અર્ગલાઓ વડે પકડાયેલો ત્યાં રહેલો હતો. પણ જ્યારે તે સ્થાને મહર્ષિ આવ્યા ત્યારે તે હાથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ વિવેકનાં કારણે પાંચસો રાજપુત્રથી પરિવરેલા ઘાણાં માણસોથી વંદન કરાતા એવા મહર્ષિ ભગવાનને દેખી “હું પણ વંદન કરું” એમ જ્યારે મનમાં સંકલ્પ કરે છે, ત્યારે ત્યાં તો ભગવાનના પ્રભાવથી તેની સાંકળ અને અર્ગલા (આગળો) ટૂટી ગઈ. અને મુકત થયેલો એ હાથી ‘વંદન કરવા માટે પ્રવૃત્ત થયો’ ‘આ હાથીએ મહર્ષિ માર્યા સમજો” એમ બોલતા લોકો નાઠા.” તે હાથી પણ કુંભસ્થલ નમાવી સાધુ ભગવંતના ચરણે પડ્યો. અને સાધુને અનિમેષ નયને નીરખતો વનમાં ગયો. સાધુના અતિશયને સહન નહિં કરનારાં તે તાપસી આમપંથી (ઈર્ષાથી) ૧ ગોશાળા-તારા ધર્માચાર્ય પહેલાં મારી જોડે હતા ત્યારે એકાકી મૌની હતા. અત્યારે દેશનાથી લોકોને ઠગીને સાધુ દેવ વિ. થી પરિવરેલા કેમ રહે છે ? આદ્રકમુનિ :- પૂર્વે છvસ્થ હતા અત્યારે સર્વજ્ઞ છે માટે | હસ્તિ તાપસી - કલુષિત ભાવ ન હોય તો માણસનું માંસ ખાવામાં પણ વાંધો નથી. આર્દકમુનિ - સંયમીને સમજ્ઞાન પૂર્વક ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણ - સ્નાતક બ્રાહ્મણોને દરરોજ જમાડવા જોઈએ. આદ્રકમુનિ - તેઓ ગૃદ્ધિથી અને દુષ્ટભોજન કરતા હોવાથી તેમને આપવામાં ધર્મ નથી. એકદષ્ઠિ- પ્રકૃતિથી બધું થાય છે આત્મા સદાનિર્વિકારી રહે છે ? આર્કિકમુનિ - એકાન્તનિર્વિકારી રહેતાં ચાર ગતિમાં ભ્રમણ સંભવી ન શકે. એમ આત્મા સિવાય બીજું કશું જ નથી. એવું માનવામાં સંસાર સંભવી શકતો નથી. (૩૮૯ થી ૪૦૩-સૂયગડાંગ સુત્ર) (દ્વિતીય સ્કંધ) Page #30 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૯ તેની સાથે વિવાદ કરવા તૈયાર થયા. તેઓને પણ સાદ્વાદથી સ્વચ્છ થયેલી બુદ્ધિવાળા આÁકરષિએ નિરુત્તર કર્યા અને ધર્મ દેશનાથી પ્રતિબોધ પમાડ્યા. પછી ભગવાન તીર્થંકરના સમવસરણમાં મોકલ્યા. તેઓએ પણ ત્યાં જઈ દીક્ષા લીધી. આ બાજુ શ્રેણીકરાજા ! લોક પરંપરાથી હાથીનું મુક્ત થવું વિ. આશ્ચર્યભૂત સાધુનો પ્રભાવ સાંભળી વિસ્મયથી વિકસિત લોચનવાળો અભયકુમાર વિ. પરિજન સાથે જલ્દી ત્યાં આવ્યો. સાધુને જોયા અને ભક્તિભાવથી ભરેલાં શરીરથી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કર્યું. તે આ પ્રમાણે.. હે ! તજેલાં ગૃહવાસવાળા; સકલ સંયમ ગુણોના ભંડાર; ગુણથી ગર્વિત પરતીથકોરૂપી ગજેન્દ્રનો નાશ કરવામાં સિંહ સમાન તમોને નમસ્કાર હો. સાધુએ ધર્મલાભ આપ્યો તે આ પ્રમાણે... કલ્યાણ પદ્ધતિને કરનાર, દુઃખને હરનાર, શિવસુખ સાથે સંયોગ કરાવનાર એવો ધર્મલાભ હે નરેન્દ્ર તમને હો ! સુખશાતા પૂછી શુદ્ધભૂમિ ઉપર બેઠો. અને રાજાએ પૂછયું હે ભગવાન! આ તો મહાઆશ્ચર્ય કહેવાય કે દ્રઢબંધનમાંથી હાથીને પોતાના પ્રભાવથી મુક્ત કરાવ્યો. ત્યારે ભગવાને કીધું વનમાં મત્તેહાથીનું બંધનપાશથી મુકાવું દુષ્કર નથી. જેટલું સૂતરના તંતુઓ વડે થયેલ બંધનથી મુકાવું મને દુષ્કર લાગે છે. હે ભગવાન ! આ કેવી રીતે ? - ત્યારે પોતાના ચરિત્રરૂપ પૂર્વ વૃત્તાંત કીધો. તેથી હે મહારાજા ! જે મારા પુત્રે ચરખાના તંતુઓના બંધન આપ્યા તે સ્નેહ તંતુઓ મારા વડે પણ મુશ્કેલીથી તોડાયા માટે ગજબંધનના મોચનથી પણ દુચન રૂપે લાગ્યા. એથી મેં તમને એમ કહ્યું. આ સાંભળી ઘણાં પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. શ્રેણીક અને અભયકુમાર પણ પરિતોષ પામ્યા. અને વંદન કરી સ્વસ્થાને ગયા. મહર્ષિ પણ ભગવાન મહાવીરને વંદન કરી ઉગ્ર વિહાર વડે વિચરી કેવલજ્ઞાન ઉપાર્જન કરી પરમસુખવાળા મોક્ષને પામ્યા. આર્દકકુમારનું કથાનક પુરું ના અહીં અભયકુમારે આદ્રકુમારને પ્રતિબોધ કરવા માટે જે કુશળતા વાપરી તેવી કુશલતા કોસલયા મો જિણ સાસણમિ' આ પદથી સમકિતનું પહેલું ભૂષણ કહ્યું. હવે બીજું ભૂષાણ કહે છે. પ્રભાવના - એટલે તીર્થની ઉન્નતિ કરવી. Page #31 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે પ્રભાવના આઠ પ્રકારે થાય છે. જેમકે પ્રવચનકાર, ધર્મકથા કરનાર, વાદિ, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, અણિમાદિ સિદ્ધિવાળો, કવિ, આ આઠ પ્રભાવકો કહ્યાં. તેમાં ઉલ્લેખ માત્ર જણાવવાં શેષ દ્રષ્ટાંતો છોડી વિદ્યાસિદ્ધ “આર્યખપુટાચાર્ય' ની કથા કહે છે... આર્ય પુટ્ટાચાર્યની કથા આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નર્મદા મહાનદીનાં કિનારે ભૃગુકચ્છ (ભરુચ) નામે મહાનગર છે. એકવાર ત્યાં વિચરતાં આર્યખપૂટ નામના આચાર્ય પધાર્યા. તે ઘણાં શિષ્યના પરિવારવાળા હતા. અનેક પ્રકારની સિવિદ્યાવાળા વિઘાચકવર્તી હતા. તેઓમાં એક નાનો સાધુ જે આચાર્યનો ભાણેજ હતો. તે આચાર્યશ્રીને વંદન નમસ્કાર વગેરે સેવા કરવામાં તત્પર રહેતો. આચાર્ય વડે ગણાતી વિધાઓ તેનાં કાનમાં પડી અને વિદ્યાસિદ્ધને નમસ્કાર કરવાથી પણ વિઘાઓ સિદ્ધ થઈ જાય છે. એથી તેણે વિદ્યાઓ સિદ્ધ થઈ ગઈ. આ બાજુ ગુડશસ્ત્ર નગરથી એક સાધુ સંઘાટક આવ્યું. આચાર્યશ્રીને વાંદીને જણાવ્યું કે તે નગરમાં એક અકિયાવાદી પરિવ્રાજક આવેલો હતો. અને તે પરિવ્રાજક.. કોઈ દેવ નથી. ધર્મ નથી. પુણ્ય પાપ નથી, તેમજ પંચભૂતથી ભિન્ન અન્ય કોઈ આત્મા નથી. એ પ્રમાણે પ્રલાપ કરતો હતો. તેને આગમજ્ઞાતા એવાં સાધુઓએ હરાવ્યો. અને અપમાનથી મરી ગયો. મરીને તેજ નગરમાં વકર નામનો વ્યંતર થયો. અને પૂર્વ વૃત્તાંત જાગી અતિપ્રચંડ દૂર વિકરાળ રૂપધારી બંતર આકાશમાં રહેલો એમ કહે છે. રે રે પાપીઓ ! અધમપાખંડિઓ ! શરમ વગરના ! ત્યારે વાદમાં મને જીતનારા હવે તમે મને ઓળખો. અત્યારે વિવિધ પીડાથી હેરાન થાઓ તે રીતે મારીશ! કદાચ તમે પાતાળમાં પ્રવેશો, આકાશમાં જતાં રહો કે અન્ય કોઈ જગ્યાએ જાઓ તો પણ તમે તમારાં દુષ્કર્મથી છુટવાનાં નથી. એમ બોલતો તે વિવિધ ઉપસર્ગો વડે શ્રમણસંઘ ઉપર ઉપસર્ગ કરવા પ્રવૃત્ત થયો છે. હવે આ બાબતમાં શું કરવું તે આપના ઉપર છે. તેની વાત સાંભળ્યા પછી તરતજ ખપુટાચાર્ય બાલવૃદ્ધવાળા ગચ્છ અને તે ભાણેજને ત્યાંજ મૂકી વિદ્યાબલથી જલ્દી “ગુડશસ્ત્ર' નગરમાં ગયા. તે બંતર પ્રતિમાના કાર્યમાં જોડાઓ લગાડી અને વસ્ત્ર ઓઢી સૂઈ ગયા. થોડીવારમાં ત્યાં પૂજારી આવ્યો અને પ્રતિમાના કાનમાં જોડાઓ લાગેલા અને આચાર્ય ભગવાનને Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સુખેથી સુતેલાં દેખી જલ્દી બોલ્યો, અહીં આ અનાર્ય કોણ છે. જે દેવની આશાતના કરે છે. તેથી નગરજનો અને રાજાને નિવેદન કરું તેજ દડુ કરશે. એમ વિચારી અને રાજાને નિવેદન કર્યું. જલ્દી જલ્દી નગરજનો સાથે રાજા આવ્યો. આને ઉઠાડો, એમ મોટેથી બૂમ પાડવા છતા ઉડતો નથી. જ્યારે એક બાજુથી વસ્ત્ર ઉંચું કર્યું તો અધોભાગ દેખાવા લાગ્યો. જે જે બાજુ ખુલ્લુ કર્યું ત્યાં અધોભાગ જ દેખાવા લાગ્યો; તેથી રાજા બોલ્યો આ કોઈ ભયનું કારણ લાગે છે. તેથી લાકડી અથવા પત્થરના પ્રહાર વડે હણો! જ્યારે હણવા લાગ્યા તો તે પ્રહારો રાણીઓને લાગવા લાગ્યા. તેથી તેઓ પીડાવા લાગી. અને આકંદન કરવા લાગી. તેથી કઝુકીએ આવી રાજાને જણાવ્યું કે સર્વે રાણીઓને અદષ્ટ, કશા પ્રહાર, પત્થરનો પ્રહાર અને લાકડીનો પ્રહાર લાગી રહ્યો છે. જેથી રાણીઓ રુદન કરી રહી છે. એવી કોઈ રાણી નથી જેને ઈજા ન થઈ હોય. હવે શું કરવું તે આપ જાણો. રાજાને લાગ્યું કે આ કોઈ વિદ્યાસિદ્ધ મહાત્મા છે. જેથી પ્રચુર પ્રહારોને રાણીઓને વિશે સંક્રમિક કરે છે. તેથી સર્વનો નાશ ન કરે તે પહેલાં આને પ્રસન્ન કરીએ. એમ વિચારી તેને પ્રસન્ન કરવા બધાને કહ્યું. અને ખુદ પણ તૈયાર થયો અને આ પ્રમાણે ખમાવવા લાગ્યો. ' હે મહાશયવાળા ! અત્યારે અજાણમાં જે અપરાધ અમે કર્યો તેને ક્ષમા કરો. કારણકે તમારા જેવા મહાત્મા નમનાર ઉપર વાત્સલ્ય કરવાવાળા જ હોય છે. આમ સાંભળી આચાર્ય ભગવાન ઉભા થયા. વકર વ્યંતરની પ્રતિમા પણ તેમની પાછળ ચાલી. અને બીજી દેવ પ્રતિમાઓ પણ દેડકાની જેમ કુદતી બહાર નીકળતી તેમની પાછળ ચાલી. તે દેવકુલના દરવાજે હજારો માણસો ભેગાં થઈને ચલાવી શકે એવી મોટીમસ બે દ્રોણીઓ (પાણીનાં અપ્પાકારે મોટા પાત્રો) રહેલી છે. તેઓને બોલાવી તો તે પણ તેમની પાછળ ચાલવા લાગી. તે દેવરુપો ખડખડ અવાજ કરતાં નગર મળે આવ્યા. ત્યારે લોકોએ પગમાં પડી વિનંતિ કરી હે દેવ ! દેવપ્રતિમાઓને મૂકી દો ત્યારે દેવપ્રતિમાઓને મૂકી છતાં બે દ્રોણી તો ત્યાંજ રાખી- જે હારી તુલ્ય હોય તે સ્થાને લાવે. એથી આજે પણ ત્યાં જ રહેલી છે. વડકર વ્યંતર પણ ઉપશાંત થયો. અને જિનશાસનનો મહામહિમા કરવા લાગ્યો. ઘણાં લોકો પ્રતિબોધ પામ્યા અને પ્રશંસા કરવા લાગ્યા. અહો ! જિનશાસનનો કેવો પ્રભાવ છે એમાં આવા પ્રકારના અતિશયો Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેખાય છે. સદાકાળ સર્વત્ર જિનશાસન યે પામો. ... આ બાજુ ભૃગુકચ્છમાં ક્ષુલ્લક ભાણેજ આહારગૃદ્ધિથી બૌદ્ધ ભિક્ષુક થયો. વિદ્યાના પ્રભાવે તેનાં પાત્રો ઉપાસકોને ઘેર આકાશમાર્ગે જાય છે. અને ભરાઈને પાછા આવે છે. તે અતિશયને દેખી ઘણાં લોકો તેની તરફ વળ્યા. બુદ્ધ શાસનને મુકી અન્ય ક્યાં આવો અતિશય છે.” એમ કહેવા લાગ્યા અને સંઘ તિરસ્કાર પામવા લાગ્યો. તેથી સંઘે સૂરિને જણાવ્યું કે અહીં આવા પ્રકારની પ્રવચન લઘુતા થઈ રહી છે. તેથી સૂરિ આવ્યા. સર્વ વૃત્તાંત કહ્યો. બૌદ્ધ ભિક્ષુકોના પાત્રોની આગળ ધોળાવસ્ત્રથી ઢંકાયેલ પાત્ર આવે છે. અને જાય છે. બૌદ્ધ ઉપાસકોએ ભરેલા પાત્રા જેટલામાં આકાશમાં ઉડે છે તેટલામાં સૂરિએ વચ્ચે શિલા વિદુર્વી તેની સાથે અથડાતા સર્વ પાત્રો ભંગાઈ ગયા. ક્ષુલ્લક પણ આ સાંભળી જરૂર મારા ગુરુ આવ્યા લાગે છે. માટે ભયથી ભાગ્યો. શ્રી આર્યખપૂટસૂરિ પણ બુદ્ધ વિહારમાં ગયા. ત્યારે ભિક્ષુઓ બોલ્યા. આવો વંદન કરો. ત્યારે આચાર્યે કહ્યું હે પુત્ર ! આવ હે શુદ્ધોદની પુત્રો ! હે બુદ્ધો ! મને વંદન કરો ત્યારે બુદ્ધ પ્રતિમા ઉડીને સૂરિનાં પગમાં પડી. તે બૌદ્ધ વિહારના દ્વાર ઉપર સૂપ હતો. તેને પણ કહ્યું કે મને વંદન કરો ત્યારે તે પણ પગમાં પડ્યો. નીચે નમીને ઉભો રહે ત્યારે તે પ્રમાણે સ્થિર થયો. તેથી ‘નિયંઠોગામિત એવું નામ પ્રસિદ્ધ થયું. આશ્ચર્યથી ખીલેલાં નયનવાળા લોકો પણ જિનશાસનનાં રાગી બની બોલવા લાગ્યા કે – ભો ! જિનધર્મનું અતિશય સ્વરુપવાળું આશ્ચર્ય તો દેખો કે જેથી અજંગમ દેવો પણ (પ્રતિષ્ઠિત મૂર્તિરૂપ દેવો) અહા ! સૂરિના પગે પડે છે. જેમનાં શાસનને ભક્તિસમૂહથી નમેલાં મસ્તકવાળા દેવો પણ વાંદે છે. તે શ્રી વીર પ્રભુ જય પામો ! ઘણું કહેવાથી શું ? જો સઘળી સંપત્તિની ઈચ્છા હોય તો જિનેશ્વરે કહેલાં ધર્મપર હંમેશને માટે આદર કરો, આર્ય ખપૂટાચાર્યની કથા પૂરી” તેથી આ પ્રમાણે જે શાસનની પ્રભાવના કરે છે. તેનું સમકિત શોભાયમાન બને છે. એમ અન્ય દષ્ટાંતો પણ સમજી લેવાં. બીજું ભૂષણ કહ્યું હવે ત્રીજું ભૂષણ કહે છે. “તિર્થી નિસેવા’ -- જેના વડે પ્રાણીઓ સંસાર સાગર તરે તે તીર્થ કહેવાય. તે દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી સંસારસમુદ્ર તરાતો હોવાથી જિનેશ્વરની જન્મભૂમિ વિ. દ્રવ્યતીર્થ કહેવાય છે. કારણકે ત્યાં ના પરમાણુસ્વરુપદ્રવ્યો ભવથી ઉગારવા માટે પ્રેરણાદાયક બને છે. તેની સેવા Page #34 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૩ એટલે તીર્થની યાત્રા કરવી ત્યાંની સારસંભાળ રાખવી. તેનાંથી સમકિત નિર્મળ બને છે. કહ્યું છે કે... મહાનુભાવ ! તીર્થંકરના જન્મ, જ્ઞાન, દીક્ષા અને નિર્વાણ જ્યાં થયાં હોય ત્યાં જનારનું સમકિત દર્શન શુદ્ધ બને છે. તથા ભાવનાને આશ્રયી આચારંગ નિર્યુક્તિ (૩૩૪, ૩૩૫ ગાથામાં) માં પણ કહ્યું છે કે... આ બે ગાથાની વ્યાખ્યા ત્યાજ કહેલી છે તેજ અહિં લખે છે... તીર્થંકરની જન્મભૂમિઓમાં તથા નિષ્ક્રમણ, ચ્યવન, જ્ઞાનોત્ત્પત્તિની ભૂમિઓમાં તથા નિર્વાણ ભૂમિઓમાં તથા દેવલોકનાં ભવનોમાં મેરુપર્વતોમાં નંદીશ્વર વિ. દ્વીપોમાં પાતાળભુવાનોમાં જે શાશ્વતા ચૈત્યો છે. તેઓને હું વંદન કરું છું. એ પ્રમાણે અષ્ટાપદમાં તથા ગિરનાર તીર્થ ઉપર ગજાગ્રપદ - દશાર્ણફૂટ ઉપર રહેલ તેમજ તક્ષશીલામાં રહેલ ધર્મચક્રમાં તથા અહિચ્છત્રામાં પાર્શ્વનાથ પ્રભુની ઘરણેન્દ્રે મહિમા કરેલ તે સ્થાન તેમાં અને વજ્રસ્વામીએ જ્યાં પાદપોપગમન અનશન કર્યુ તે રથાવર્ત પર્વતમાં અને જ્યાં શ્રી વર્ધમાન સ્વામીનું શરણ લઈ ચમરેન્દ્ર ઉર્ધ્વ દેવલોકે ગયો તે; આ સર્વ સ્થાનોમાં યથાસંભવ યાત્રા વંદન પૂજન ઉત્કીર્તન આદરવિ. ક્રિયા કરતાં દર્શનશુદ્ધિ થાય છે. ભાવતીર્થ તો જ્ઞાનાદિગુણ યુક્ત સાધુઓ છે. તેઓની સેવા પણ સમકિતને ઉજ્વલ કરે છે. કારણ તેમની પાસે રહેતાં ધર્મોપદેશનું શ્રવણ વિ. પ્રાપ્ત થાય જેથી શંકા, કુશંકા નિવારણ થતાં સમકિત દ્રઢ બને છે. કહ્યું છે કે... જ્ઞાનાદિ ગુણસંપન્ન સાધુઓને જે નિત્ય સેવે છે. તેને સમ્યકત્વ ભૂષણ વિ. ગુણો પ્રાપ્ત થાય છે. તથા ‘આચાર નિર્યુક્તિ’ ૩૩૩ ગાથામાં પણ કહ્યું છે કે... આ ગાથાની પણ વ્યાખ્યા ટીકાકારના અક્ષર વડે કરુ છું...તીર્થંકર પ્રવચન= દ્વાદશાંગીગણિપિટક પ્રાવચનિક= યુગપ્રધાન આચાર્ય વિ. તથા કેવલી મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વ ઘર, તથા આૌર્ષધિ આદિ લબ્ધિવાળા વગેરેની સામે જવું. તેઓને નમન કરવું અને તેઓનું દર્શન, ઉત્કીર્તન (ગુણો ગાવવા) કરવું અને બરાસ, કેશર ઈત્યાદિરૂપ ગન્ધાદિ વડે પૂજવું. સ્તોત્રો વડે સ્તુતિ કરવી. તે પણ સમ્યભાવનાના હેતુઓ છે. દ્રવ્યતીર્થ નિષેવમાં (આદરભાવ વિશે) ‘આર્યમહાગિરીજી' નું ઉદાહરણ કહે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આર્ય મહાગિરિની થા શ્રી સ્થૂલભદ્ર સ્વામીને મહાયશવાળા દશપૂર્વધર ગુણસમૂહવાળા યુગપ્રધાન બે શિષ્ય થયાં. તેમાં પહેલાં સમ્યકત્વજ્ઞાન અને ચારિત્રની શુદ્ધિવાળા આર્યમહાગિરિ સૂરિ અને બીજા તેને તુલ્યગુણવાળા તેમની સેવા કરનાર (તેમને અનુસરનાર) આર્યસુહસ્તિસૂરિ છે. આર્યમહાગિરિએ એકવાર જિનકલ્પ વિચ્છેદ થયા છતાં ગચ્છ પ્રતિબદ્ધ આર્યસુહસ્તિસૂરિને ગચ્છ સોંપીને નિકલ્પની તુલના કરવાનો પ્રારંભ કર્યો. એક વખત વિચરતા આર્યસુહસ્તીસૂરિ પાટલીપુત્રમાં ગયા અને શ્રેષ્ઠ ઉઘાનમાં રહ્યાં. વસુભૂતિ વિ. શેઠિયાઓ વંદન કરવા આવ્યા. નગરજનો વંદન કરી શુદ્ધભૂમિ ઉપર બેઠા. તે પર્ષદામાં સકલ દુ:ખ હરનારી સંવેગરંગના સંસર્ગને ઉત્પન્ન કરનારી સદ્ધર્મ દેશના સૂરિએ પ્રારંભ કરી. ઓ ભવ્યજીવો ! અતિ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શ્રીસર્વજ્ઞ પ્રણીત ધર્મમાં સદા આદર કરવો. ૧૮ દોષોથી રહિત એવાં જિનને દેવતા તરીકે સ્વીકારો અને શ્રેષ્ઠ સાધુઓને ગુરુ તરીકે સ્વીકારો, તેમજ જીવાદિ પદાર્થની શ્રદ્ધા કરો, મોહજાલ તોડી નાંખો, રાગદ્વેષરૂપી શત્રુઓનો નાશ કરો, કષાયો છોડી દો, દુર્રાન્ત ઈન્દ્રિય ઘોડાઓનું દમન કરો. સર્વ મોટા દુ:ખની પરંપરાનું સ્થાન એવો ઘરવાસ છોડી રાત્રિભોજનથી રહિત, પાંચ મહાવ્રતથી યુક્ત ત્રણ ગુપ્તિથી સુગુપ્ત, પાંચ સમિતિથી સંવૃત, ક્ષાન્તિ વિ. દશ પ્રકારના ઉદાર સંયમધર્મને સ્વીકારો. જો આ સંયમધર્મ આદરવા શક્તિમાન ન હો તો ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતથી યુક્ત પાંચ અણુવ્રતવાળા ગૃહસ્થધર્મનું પાલન કરો. ઋદ્ધિઓ યૌવન અને જીવનને ક્ષણ ભંગુર જાણી સંસારને છોડી શોભનસારવાળા સિદ્ધનગરમાં જાઓ. આ સાંભળી આખી સભા ઘણી સંવેગ પામી. ત્યારપછી આચાર્ય ભગવંત આર્યસુહસ્તિસૂરિના ચરણ કમળમાં પ્રણામ કરી વસુભૂતિ બોલ્યો. હે ભગવન્ ! જે આપે કહ્યું તેમાં કોઈ સંદેહ નથી પણ યતિધર્મને પાલન કરવા હુઁ સમર્થ નથી. તેથી મહેરબાની કરી મને ગૃહસ્થધર્મ આપો. ભલે, તો એ પ્રમાણે કરો એમ ગુરુએ કહ્યું ત્યારે વસુભૂતિ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર ગયો અને તે ધર્મ સ્વજનો આગળ કહ્યો પણ કોઈએ ન સ્વીકાર્યો. ત્યારે પાછો ગુરુ પાસે જઈ હાથ જોડી કહ્યું કે ‘“મેં સ્વજનોને આ જિનધર્મ કહ્યો પણ મારા વચનથી તેમને પરિણમ્યો નહિ.’” તેથી આપ ત્યાં પધારીને સ્વદેશના રૂપયાનપાત્ર વડે સમુદ્રમાં ડુબતા તેઓનો ઉદ્ધાર કરો. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ત્યારે સુહસ્તીસૂરિ તેનાં ઘેર આવી દેશના આપી અણુવ્રત આપે છે. તેટલામાં જિનકલ્પના વિધાનથી વિચરતા આર્યમહાગિરિ ત્યાં આવ્યા. અને તેઓને દેખી સહસા આચાર્ય સુહસ્તિસૂરિ ઉભા થયા. તે દેખી શેઠે પૂછયું શું તમારે પણ અન્ય ગુરુ છે. સૂરિ બોલ્યા, હૉ અમારા ગુરુ છે. જે દુષ્કર કિયામાં રક્ત બની અતિ દુષ્કર તપનું આચરણ કરે છે. શરીર ઉપર ઉપેક્ષાવાળા શ્મશાન વિગેરેમાં પ્રતિમા ધ્યાને ઉભા રહે છે. ઘણાં પ્રકારનાં ઉપસર્ગો સહન કરે છે. બાવીસ પરિષહોને જિતે છે. દશપૂર્વમહામૃતરૂપ સમુદ્રને પાર પામેલાં છે. દૂર રહેલા કાગડા વિ. પણ જે ભક્તપાનને લેવા ન ઈચ્છે એવા ઉજ્જિત ધર્મવાળા ભપાનને બુદ્ધિમાન ને ધીર આ મહાત્મા ગ્રહણ કરે છે. એ પ્રમાણે તેમનાં ગુણ સમૂહનું વર્ણન કરી અણુવ્રતો આપી સૂરિ ગયા. અને શેઠ પોતાના કુટુંબીજનોને કહેવા લાગ્યા કે જ્યારે આ ભગવાન ભિક્ષા માટે પધારે ત્યારે ભક્તાદિ છોડી દેવા (એટલે કે તમે એક બીજાને એવી રીતે ભોજન આપજો કે તમને ગમતું જ ન હોય એટલે તમે ના ના કરો છતાં કોઈક તમારાં પાત્રમાં ભક્તાદિ નાંખી દે તો તમે બીજાની થાળીમાં નાંખી દેજો આવી રીતે છોડાતી ભિક્ષાને) જો કદાચિત્ તે મહાત્મા વહોરશે તો મહાપુણ્ય થશે. તેથી બીજા દિવસે તે અપૂર્વ ભોજન દેખી ભગવાન્ આર્યમહાગિરિ પણ ઉપયોગથી અશુદ્ધ પાણી પાછા ફર્યા. આવશ્યક ક્રિયાના અંતે જ્યારે આર્યસૂહસ્તિસૂરિ ગુરુને વાંદે છે ત્યારે આર્યમહાગિરિ ગુરુએ કહ્યું છે આર્ય ! આજે તે મારા આહાર પાણીમાં અનેષણા કરી, કેવી રીતે ? ગુરુએ કહ્યું ! કાલે અભ્યત્થાન કર્યું જેથી; આ જાણીને પરમ વિનયથી ખમાવે છે. પછી ત્યાંથી નીકળી આર્યમહાગિરિ ઉજૈની નગરીમાં ગયા. ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાને ભક્તિથી નમીને ગજગ્રપદના નમન માટે એલકાક્ષ નગરમાં ગયા. તે એકાક્ષ નગરની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જણાવે છે... એલકાતા કથા | દશાર્ણપુર નગર છે. તેમાં ગુણસમૃદ્ધિવાળી ધનસાર્થવાહની પુત્રી રૂપાળી ધનશ્રી નામે શ્રાવિકા છે. જે ઉત્તમ સમકિત અને આણુવ્રત તેમજ શિક્ષાવ્રતને ધારણ કરનારી હતી. પણ દૈવયોગે મિશ્રાદ્રષ્ટિનાં ઘેર પરણાવી. તેણી હંમેશા સંધ્યાકાળે ચૈત્યવંદન કરી દરરોજ પચ્ચકખાણ ગ્રહણ કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે દેખી તેના પતિ હસે છે. હું પણ પચ્ચકખાણ કરીશ એમ એકવાર તેના પતિએ કહ્યું. ત્યારે ઘનશ્રી બોલી તમે ભાગી નાંખશો ત્યારે પતિએ જવાબ આપ્યો કે રાત્રે ઉઠીને કોઈ ખાતું નથી એટલે મને પણ પચ્ચકખાણ આપ. તેણીએ આપ્યું. ત્યારપછી શ્રાવિકાના ગુણથી રષિત દેવતા વિચારે છે કે આ મૂઢ શ્રાવિકાની મશ્કરી કરે છે. તેથી આજે એને શિક્ષા કરું. ભોજન ગ્રહણ કરી તેજ નગરમાં વસનારી તેની બહેનનું રૂપ લઈ આવી. અને કહેવા લાગી હે ભાઈ ! ઉભો થા. તારા માટે સરસ ભોજન લાવી છું. તું ખા ! અને તે પણ ખાવા લાગ્યો. શ્રાવિકાએ કહ્યું અરે ! પચ્ચકખાણ લઈને આ શું ? તમે તો ખાવા લાગ્યા. તારા પચ્ચકખાણ રૂપ પ્રલાપ સાથે અમારે શું લેવા દેવા ! એમ તે બોલ્યો. દેવીએ પણ કોધિત થઈ તમાચો લગાવી બન્ને આંખ ભૂમિ ઉપર પાડી દીધી. અને તેને નિંદીને પોતાના સ્થાને ગઈ. શ્રાવિકાએ પણ આમાં તો મારો અપયશ થયો. એમ વિચારી દેવતાને મનમાં ધારી કાઉસગ્નમાં રહી તેથી દેવી ફરી આવીને કહેવા લાગી. જે કામ હોય તે કહો? શ્રાવિકા બોલી તમે જાતે કરેલાં મારા અપયશ ને દૂર કરો. તક્ષણ મરેલાં ઘેટાની આંખ લાવી દેવીએ જોડી અને સ્વસ્થાને ગઈ સવારે નગરજનોએ પૂછયું “તારી આંખ ઘેટા જેવી કેમ લાગે છે.” તેણે રાત્રિનો સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારથી માંડી તે પણ ગુણ સમૃદ્ધિવાળો સુશ્રાવક થયો. આ વૃત્તાંત પણ સર્વ ઠેકાણે પ્રસિદ્ધ થયો. કુતૂહલથી માણસો બીજેથી ત્યાં આવે છે. તેઓને કોઈ પૂછે કે ક્યાં જાઓ છો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે “એલકાક્ષ નગરમાં જઈએ છીએ” એમ એલકાક્ષ નગરની ઉત્પત્તિ થઈ. ત્યાં ગજાગ્રપદ પર્વત છે. જે જિનભવનોથી બામ છે. તેનાં નામની ઉત્પત્તિ જણાવે છે.- પૂર્વે તેનું નામ દશાર્ણકૂટ હતું. અત્યારે ગજાગ્રપદ નામ જે રીતે પ્રસિદ્ધ થયું તે કહે છે તે સાંભળો. તે નગરમાં શૂર, વીર, પ્રિયવાદી, સરલ, સર્વકલાકુશળ, શ્રાવક ધર્મમાં ઉઘુક્ત, પ્રણામ કરતાં અનેક સામંત રાજાઓનાં મસ્તક મુકુટના મણિથી ઉજજવલ કરાયેલ= ચમકેલી અને વિશાળ પાદપીઠવાળો, સર્વ શત્રુઓનું દલન કર્યું છે, જેણે એવો દશાર્ણભદ્ર નામનો રાજા હતો. તે રાજા યુદ્ધ, ઉપદ્રવ શાંત થયા છે એવાં નિરુપદ્રવ તેમજ કુલકમથી આવેલ રાજ્યને પાળે છે. અને જે નિજ ઋદ્ધિના વિસ્તારમાં ઘણો ગર્વ રાખે છે. આ બાજુ ભરતક્ષેત્રમાં વિરાટ દેશમાં ધન અને જનથી સમૃદ્ધ ગુણથી સંયુક્ત ધનપૂરક નામે ગામ છે. ત્યાં એક ગામમુખીનો પુત્ર છે. જે પ્રયત્નશીલ હતો. Page #38 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જ્યારે તેની પત્ની કુલટા હતી. જે કોટવાલ સાથે વસે છે. એક વખત ત્યાં રમ્ય નાટક થતું હતું. તેમાં કંકણને ધારણ કરેલ સ્ત્રીવેશધારી નટને કુલટાએ જોયો. તેને પુરુષ જાણી તેનાં ઉપર તેણીને અનુરાગ થયો. અને સૂત્રધારને કહ્યું છે આ મારી સાથે આ જ વેશે રમે તો ૧૦૮ દ્રમ્ (રૂપીયા) આપું. તેણે સ્વીકારીને કહ્યું આ તારી પાછળજ આવે છે. તેથી તેણીએ ઘરની નિશાની જણાવીને ખીર રાંધવા લાગી. અને નટ આવ્યો. તેના પગ ધોયા અને ખીર પીરસી, ઘી, ગોળ ભરેલો થાળ મૂક્યો. તેટલામાં કોટવાલ આવ્યો તેણીએ નટને કહ્યું તું તલના કોઠામાં ઘુસી જા. એટલામાં હું આને પટાવીને પાછો વાળું. કોટવાલે કહ્યું “શું કરે છે ?” તેણીએ કહ્યું જમું છું. ઉભી રહે ! મારે ખાવું છે. તે પાગ બળજબરીએ જમવા બેઠો. ત્યાં તો પતિ આવ્યો, તેણીએ કોટવાલને ઈશારાથી કહ્યું તું આમાં પેસીજા પણ આગળ કાળો સર્પ છે. માટે દૂર ના જતો. પતિએ પૂછયું શું કરે છે ? ત્યારે કહ્યું હે નાથ ! ભુખ લાગી છે માટે જમું છું. પતિ કહે તું ઉભી રહે મને જમવા દે. તેણીએ કહ્યું પણ તમે ન્હાયા વિના ક્યાં જમો છો. આજે આઠમ છે માટે હાઈને જમો. તે બોલ્યો હું જમું ત્યાં સુધી તું ન્હાઈ લે. એમ કહી જમવા લાગ્યો. આ બાજુ ભુખ્યો થયેલો નટ તલ ફાંકવા લાગ્યો. તેનો અવાજ સાંભળી કોટવાલ સર્પ માનીને ભાગ્યો. તેથી બીજે સ્ત્રી વેશધારી નટ પણ ભાગ્યો. પતિએ પત્નીને પૂછ્યું આ શું ? અરે આ તો શંકર અને પાર્વતી આપણાં ઘેર રહેલા હતાં પણ આજે આઠમના દિવસે ધર્મનું ખંડન કર્યું તેથી નીકળી ગયા. પતિ દુઃખી થઈને પૂછે છે હવે કાંઈ ઉપાય ? તમે ઘણું દ્રવ્ય કમાઈને મહાપૂજા કરો તો તુષ્ટ થઈને ફરી આવશે. એમ સાંભળી દ્રવ્ય કમાવા દૂર દેશમાં ગયો. કામ ધંધો કરી દશ ગદિયાણાં – અર્ધાતોલાનું વજન = પાંચ તોલા સોનું મેળવ્યું. ઘર ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં એક ઝાડ નીચે બેઠો. તેટલામાં ઘોડાથી અપહરણ કરાયેલો રાજા દશાર્ણભદ્ર ત્યાં આવ્યો. થાકેલો રાજા ઘોડા ઉપરથી ઉતર્યો. તેમને પાણી આપ્યું અને પલાણ ઉતાર્યું ને રાજાએ આરામ કરતાં તેને પૂછયું ત્યારે પૂર્વ વૃત્તાંત કહ્યો. રાજા વિચારવા લાગ્યો. તેની પત્ની વડે બિચારો ઠગાયો. પાણ એનો ઉત્સાહ ઘણો છે. તો આની પૂજા કરું કે આનું અધિક હિત કેવી રીતે કરું ? અથવા મારા નગરમાં લઈ જાઉં કારણકે આ મારો ઉપકારી છે. એમ રાજા વિચારતો હતો તેટલામાં સૈન્ય આવ્યું. તેને લઈ નગરમાં ગયો. અને સભામાં બેઠેલા રાજાએ તેને કહ્યું. “હે ભદ્ર! તને શું આપું ? તે કહે હે દેવ! પૂજાની સામગ્રી આપો. પછી કુતૂહલથી વિવિધ ગોષ્ઠી કરતો રાજા પાસે રહેવા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ લાગ્યો. આ બાજુ દેવપુજિત ત્રૈલોક્યના સૂર્ય વીર જિનેશ્વર સંધ્યાકાળે તે નગરમાં પધાર્યા. અને દેવોએ સમવસરણ રચ્યું ત્યારે નિયુક્ત પુરુષોએ દશાર્ણભદ્ર રાજાને વધામણી આપી કે હે રાજન્! નરેન્દ્ર દેવેન્દ્રના વૃન્દથી પરિવરેલાં, શ્રમણ સમૂહથી સંવૃત્ત, ૩૪ અતિશયથી સંયુક્ત દિવ્યજ્ઞાનવાળા, આઠ પ્રતિહાર્યથી શોભિત અહીં દશાર્ણકૂટમાં વીરસ્વામી સમોસર્યા છે. તે સાંભળી સહસા રોમાશ્રિત શરીરવાળા રાજાએ ત્યાં રહ્યા જ ઉભા થઈ વંદના કરી વધામણી આપનાર પુરુષોને સાડાબાર લાખ ચાંદીના દ્રમ્મો (કમ્મ નિષ્કનો સોળમો ભાગ; નિષ્ક - પ્રાચીન સિક્કો છે ૧૨૮૦ કોડી = ૧ દ્રમ્સ) અને અંગે લાગેલા આભરણો આપ્યા. પહેલાં કોઈએ જે રીતે ભગવાન વાંઘા ન હોય તે રીતે સર્વ નિજઋદ્ધિથી કાળે ભગવાનને હું વાંદીશ. એમ વિચારી તીર્થંકર, ચક્રી, બળદેવ, વાસુદેવ વિગેરેના ચરિત્રો સાંભળવા. અને ચિંતવવા વડે હર્ષથી રાત્રિપૂર્ણ કરી. સવારે મંત્રીવર્ગને આદેશ કર્યો. ‘“સર્વ સામગ્રી તૈયાર કરાવો !'' અને ‘“હું તે સામગ્રી સાથે જિનવંદન કરવા જાઉં છું. તેથી નગરજનો પોતાની સર્વસામગ્રી લઈ જિન વંદન કરવા આવે'' એમ ઘોષણા કરાવો. = રાજાના વચનને મંત્રીઓએ આજ્ઞા દ્વારા સર્વ રીતે સંપાદિત (પૂર્ણ) કર્યુ. રાજાએ ઋદ્ધિ સહિત લોકોને આવતા દેખી. સ્નાન કરી, બલિ કર્મ કરી, અલંકારથી અલંકૃત બની, શ્વેત વસ્ત્ર અને શ્વેત છત્ર ધારણ કરતો, શ્વેત ચામરથી વીંઝાતો, સર્વ અંતઃપુરથી યુક્ત લીલાથી સમવસરણમાં ગયો. ગજરાજથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા આપી જિનેશ્વરને અભિવંદન કરી સ્વસ્થાને બેઠો. ત્યારે જોજનગામિની સ્વસ્વભાષામાં પરિણામ પામનારી વાણી વડે ભગવાને ધર્મ કહેવાનો પ્રારંભ કર્યો. આ અરસામાં ઈન્દ્રે વિચાર્યું ધિક્કાર હો ! આ રાજા જે ખોટો ગર્વ કરે છે. તેથી બોધ પમાડુ એમ વિચારી ઈન્દ્રે ઉત્તુંગ અને શ્વેત કાન્તિવાળો, મણિકંચન અને રત્નથી શોભિત શરીરવાળો. ઐરાવણ હાથી રચ્યો. જેને આઠ મુખ બનાવ્યા. એક એક મુખમાં આઠ આઠ દંતશૂળ અને દરેક દાંત ઉપર આઠ-આઠ વાવડીઓ, દરેક વાવડીઓમાં આઠ-આઠ કમળ, દરેક કમળના આઠ-આઠ દળ, દરેક દળે આઠ-આઠ સુરમ્ય નાટકો વિક્ર્થી, સામાનિક; દોગુંદક; ત્રણપર્ષદા, સુસજ્જ અંગરક્ષકો, લોકપાળો, સેનાપતિ અને સાત પ્રકારનાં સૈન્ય; સર્વે પ્રકીર્ણક દેવો, આભિયોગિક, કિલ્બિષિકો અને અપ્સરાના સમૂહથી પરિવરેલો ચારે તરફથી દેવેન્દ્રની ઋદ્ધિથી દીપતો ત્યાં આવીને પ્રદક્ષિણા કરી તે હાથીના અગ્રપદ નમાવે છે. તે બે પગ શા પ્રભાવથી ત્યાંજ ખુંચી ગયા. જે આજે પણ દેખાય છે. એથી Page #40 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૯ ‘ગજાગ્રપદ’ એવું પર્વતનું નામ થયું. અને ભક્તિભરિત અંગવાળા ઈન્દ્રે પ્રભુ પદકમળને નમી અદ્ભૂતગુણની આ પ્રમાણે સ્તુતિ કરી. ભવસમુદ્રમાં ડુબતાં પ્રાણીઓને તારવામાં જહાજસમા, સુરેન્દ્ર અસુરેન્દ્ર વૃન્દથી વંદિત ! મુનીન્દ્ર ! કામદેવને જિતનારા ! મોહમદ્ઘનું બળ હરનારા, હાથમાં રહેલ મુક્તાફળની જેમ ત્રણ લોકને જોનારા, દુષ્ટ અષ્ટકર્મરૂપી વૃક્ષની કઠિન ગાંઠને છેદવામાં તીક્ષ્ણ કુઠારસમા, ત્રણ લોકના તિલક હે જિનેન્દ્ર! તમારાં પાદકમળને હૈં નમસ્કાર કરું છું. માનસિક અને શારારિક અનેક દુ:ખથી પીડાતા એવા અમોને શિવસુખ આપવા દ્વારા પ્રસાદ કરો ! એમ સ્તુતિ કરી ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઈન્દ્ર નિજસ્થાને બેઠો અને ધર્મ સાંભળવા લાગ્યો. તે દેખી દશાર્ણભદ્ર રાજા સંવેગ પામ્યો અને એમ વિચારવા લાગ્યો આને સુંદર ધર્મ કર્યો છે જેથી આવી ઋદ્ધિ મળી છે. મને ધિક્કાર હો. ખોટો ગર્વ કરવાથી તૃણ અને રુથીપણ આત્માને હલકો કર્યો. આની અને મારી ઋદ્ધિમાં ઘણું અંતર છે. તેથી શા માટે અજ્ઞાની એવા મેં આત્માને ખેદ પમાડ્યો. જે સંસારમાં આવા અપમાન દેખવા પડતા હોય તે સંસારથી શું પ્રયોજન ? એથી તપસંયમમાં ઉદ્યમ કરું. એમ વિચારી જિનેશ્વરને નમી કહેવા લાગ્યો. હે પ્રભુ ! જો હું યોગ્ય હોઉં તો મને દીક્ષા આપો. અતુલ સંવેગ રસવાળો જાણીને ભગવાને તરત મુનિઓ દ્વારા ઉપાસિત મહાન દીક્ષા આપી. તે દેખી ઈન્દ્ર તે રાજાને પગે પડ્યો. અને કહ્યું આ તો મારી શક્તિ નથી આપ જીત્યા. પચાસ હજાર રથ, સાતસો રાણીઓ છોડી ઘોર તપ કરી દશાર્ણભદ્ર રાજા મોક્ષે સીધાવ્યા. તે ગામમુખી પુત્ર પણ રાજાની દીક્ષા દેખીને સંવેગ પામી જિનેશ્વર પાસે પ્રવજ્યા સ્વીકારી. આર્યમહાગિરિએ તે ગજગ્રપદ પર્વત ઉપર જે પરમ પવિત્ર પ્રકૃતિથી શુભ ભાવ પેદા કરનાર તીર્થ સ્વરૂપ છે. ત્યાં ચૈત્યોને વાંદી વિસ્તૃત શિલાતલ ઉપર ઉત્તમ સત્વોજ આચરી શકે તેવું. પાદપોપગમન અનશન કર્યુ અને દેવલોકમાં ગયા. એમ દર્શન શુદ્ધિના નિમિત્તે આર્યમહાગિરિએ વ્યતીર્થની સેવા કરી. (ઈતિ આર્યમહાગિરિ કથા સમાપ્તમ્) Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભાવતીર્થની સેવામાં “ભીમ અને મહાભીમ'નું ઉદાહરણ... ભીમ અને મહામીમની કથા ગગનને ચુંબન કરતા દુર્ગ જેવા સેંકડો શિખરોવાળો, વિવિધવૃક્ષના વનખંડથી મંડિત નિતમ્બ દેશવાળો, ભમતા ભીષણ જંગલી જાનવરોવાળો, અનેક ગુફામાં વસતાં ભિલ્લ સમૂહવાળો, સંચરણ કરતા હાથીના જૂથવાળો, નર્મદા નદીના પ્રવાહનું ઉત્પત્તિસ્થાન, ઝરણાના ઝંકારથી દિશાને હેરી કરનાર, વાંદરાના હુપાહુપથી પ્રચુર અવાજવાળો મોર અને કોયલના અવાજથી વ્યાયમુખરિત એવો વિંધ્યાચલ પર્વત છે. તેનાં વિષમ અધોભાગમાં તળેટીમાં વંસકલંકી નામે ચોરપલ્લી છે. તેમાં ચોરોના અધિપતિ ભીમ અને મહાભીમ બે ભાઈ વસે છે. તેઓ સમ્યગ્દષ્ટિવાળા હોવા છતાં અવિરતિવાળા પ્રાણીવધ વિગેરેમાં આસક્ત પ્રાયઃ ચોરીથી વૃત્તિ ચલાવે છે. એક વખત સાથેની સાથે અનિયત રીતે વિહાર કરતાં સૌમ્યતાથી ચંદ્ર સરખા, તપતેજની દીપ્તિથી સૂર્યસમાન, ક્ષમા ધરવામાં પૃથ્વી જેવાં, ગંભીરતામાં સમુદ્ર જેવાં, સ્થિરતામાં મેરુપર્વત સમાન, નિરાલંબપણામાં ગગનતળ જેવા, દુઃખસંતાપથી તમ ભવ્ય પ્રાણીઓનાં સંતાપ હરવામાં મેઘ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન, તે કાલમાં વર્તનાર શ્રુતના પારગામી, પરોપકારમાં દત્તચિત્તવાળા જાણે મૂર્તિમાન જિનધર્મ તથા સાધુઓથી પરિવરેલાં “ધર્મઘોષસૂરિ પલ્લીમાં પધાર્યા. આ અવસરે આકાશ તમાલપત્ર સરખા કાળા વાદળાઓથી વ્યાપ્ત થઈ ગયું. અતિગર્જનાથી જાણે આભ ફૂટવા લાગ્યું. વિજળી ચમકારા મારવા લાગી. મુશળધારે પાણી પડવા લાગ્યું. નદીઓ ઘોડાપુરથી ગાંડીતુર બની ગઈ, માગ કાદવથી ભીનાં થઈ ગયા, નદી-નાળા મોટા માગ પણ પાણીથી ભીંજાઈ ગયા, ગોકળગાય, ઈન્દ્રગોપ = લાખ વિ. સુંવાળા જીવ જંતુઓ ભમવા લાગ્યા, અને પૃથ્વી નવાંકુરોથી વ્યાખ થઈ ગઈ. તેવા પ્રકારની વરસાદની શોભા જોઈ વિરાધના ટાળવા ગુરુએ સાધુને તેજ પલ્લીમાં વર્ષાકાળ નિમિત્તે વસતિની ગોષણા કરવા કહ્યું ! - સાધુઓ પલ્લીમાં આવ્યા. મધ્યમ વયના માણસને પૂછયું વસતિ માટે. પદ્ધિપતિનું ઘર બતાવ્યું. પલ્લી પતિને ઘેર ગયા. બે ભાઈઓએ દેખા અહો! Page #42 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૩૧ અસંકલ્પિત ઘર આંગણે કલ્પવૃક્ષ ઉગ્યો ! અચિંતિત ચિંતામણીનો સંયોગ થયો! અકામિત કામધેનુનો સમાગમ થયો ! અપ્રાર્થિત કામઘટ મળ્યો ! એમ વિચારતા હર્ષથી વિકસિત નેત્રવાળા પગમાં પડ્યા. અને કહ્યું અમારે યોગ્ય કામકાજ જણાવો. ત્યારે સાધુઓએ કહ્યું કે “અમને ગુરુમહારાજે ચોમાસું રહેવા યોગ્ય વસતિ નિમિતે મોકલ્યા છે !” શું અહીં કોઈ ઉપાશ્રય બીજો છે ? અહો! આપે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો એમ કહેતાં સાધુને ઉપાશ્રય દેખાડ્યો. ત્યાં આવી સૂરિ અને સાધુ સ્વધર્મ યોગમાં મસ્ત બન્યા. અને પદ્ધિપતિઓ તેમની ભક્તિમાં રક્ત થઈ કાળ પસાર કરવા લાગ્યા. ક્યારેક મુનિવરના વદનથી નીકળતા મધુર સ્વાધ્યાયને સંવેગથી ભાવિત મનવાળા અમૃતના ઘૂંટડાની જેમ પીએ છે. જ્યારે ધ્યાન ધરતા મુનિને ઉપર નેત્રે લગાડી બેસતા. પડિલેહણ વિ. માં ઉધત સાધુને જોઈ ગુણાનુરાગથી હર્ષને વહતા ભવસમુદ્ર તરવામાં યાનપાત્ર સમાન ગુરુમુખથી વ્યાખ્યાન સાંભળતા એ પ્રમાણે ભક્તિ નિર્ભર થતિસેવામાં તત્પર, સંવેગભાવિત તેઓનો વર્ષાકાળ પસાર થયો. હવે એક વખત ગુરુએ સાધુઓને ઉદ્દેશીને તે બે પલ્લીપતિઓને સાંભળતા બે ગાથા કહી. શેલડીઓ વાડ ઓલંઘી રહી છે. પાત્ર બની શકે તેટલી મોટી તુંબડીઓ થઈ ગઈ છે. બળદો બળવાળા બની ગયા છે. ગામોમાં કાદવ સુકાઈ ગયો છે. માર્ગમાં પાણી ઓછું થઈ ગયું છે. ભૂમિ પણ કઠણ (મજબૂત) બની ગઈ છે. રસ્તાઓ પણ મુસાફરોથી વ્યાપ્ત થવા લાગ્યા છે. એટલે સાધુઓને વિહાર કરવાનો સમય થઈ ગયો છે. વિહારની વાત સાંભળી લાગણી સભર હૃદયે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા. હે ભગવનું ! શું મહાઆરંભમાં મગ્ન અમને તમારી સેવાથી પાપપંક ધોવાની તક અથવા અમારા અનુગ્રહ માટે આપ અહીં જ ના રોકાઓ ? ત્યારે ગુરુએ કીધું કે શ્રાવકો ! એક ઠેકાણે રહેવું તે સાધુનો કલ્પ નથી. આગમમાં પણ કહ્યું છે કે... શ્રમણો, પંખીઓ, ભમરાઓ, ગાયો અને શરદઋતુનાં વાદળાઓ અનિયત વસતિવાળા હોય છે. માટે મહાનુભાવ ! અહિં રોકાવાનો આગ્રહ ના કરો. આવતીકાલે અમો વિહાર કરશું. બીજા દિવસે સાધુઓ વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે ભીમ મહાભીમને બોલાવી આચાર્ય મહારાજ કહે છે, કે કાલે વિહાર માટે સારો દિવસ છે તેથી હે ભદ્ર ! સંસારનું અસારપણું, ઈન્દ્રિયોનું ચંચલપણું, વિષયોનું ક્ષણમાત્રરમ્યપણું, આયુ પ્રદેશોનું સતત ભંગુરપણું, પાપાચરણને દુર્ગતિ ગમનનું કારણ વિચારી, કાંઈક સર્વવિરતિ પ્રમુખ વિરતિને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગ્રહણ કરો, ત્યારે ભીમ અને મહાભીમ કહેવા લાગ્યા. મરુસ્થલમાં કલ્પવૃક્ષ, ચણ્ડાલના ઘેર ઐરાવણ હાથી, દારિદ્રવાળાને ઘેર રત્નવૃષ્ટિ ક્યાંથી હોય ? તેમ અમારા જેવા પ્રાણીઓને આવી સામગ્રી હે ગુરુદેવ ! ક્યાંથી હોય ?'' એમ બોલીને કહ્યું કે જે અમારે ઉચિત હોય તે આપદ્મ કહો. ત્યારે ગુરુએ રાત્રિભોજન વિરમણવ્રત આપ્યું અને તેનાં દોષો બતાવ્યા. રાત્રિમાં રાક્ષસ વિ. પૃથ્વી ઉપર ફરે છે. અને રાત્રે જમનાર તેઓ સ્પષ્ટ આપણું ભોજન એઠું કરે છે. અને આહારમાં કીડી આવે તો બુદ્ધિનો નાશ કરે. માખીથી ઉલ્ટી થાય, જૂ થી જલોદર રોગ થાય, કરોળિયો કોઢ રોગ કરે, વાળથી સ્વરભંગ થાય, કાંટો અને લાકડુ ગળામાં ફસાય છે. શાકમધ્યે ખવાતા વીંછી આવી જાય તો તાળવું વીંધાઈ જાય, ભાજન ધોવામાં કુંથુઆ વિ. જીવો હણાય. ઘણું શું કર્યું - આ રાત્રિભોજનનાં દોષોને વર્ણવા કોઈ સમર્થ નથી. નિશીથભાષ્યમાં પણ કહ્યું છે કે.... પ્રાસુક દ્રવ્ય હોવા છતાં કુંથુઆ, નીલકુલ વિ. રાત્રે દેખાવા મુશ્કેલ છે. માટે પ્રત્યક્ષજ્ઞાની પણ રાત્રિભોજન પરિહરે છે. જો કે દીવા વિ. ના અજવાળામાં કીડી વિ. દેખાય પણ રાત્રિભોજનથી મૂળવ્રતની વિરાધના થતી હોવાથી અનાચીર્ણ કહ્યું છે. એ પ્રમાણે અનુશાસન (હિતશિક્ષા) અને રાત્રિભોજન વિરમણવ્રત આપી સૂરિએ સવારે વિહાર કર્યો. ત્યારે તલવાર લઈ બન્ને ભાઈ સીમાડા સુધી ગયા. ત્યારે પાછા ફરતાં તેઓને ગુરુએ કહ્યું કે વ્રતભંગમાં મોટો દોષ છે. અને થોડું પણ વ્રતનું પાલન ગુણકારી થાય છે. ગુરુ મહારાજે અન્યદેશ ભણી વિહાર કર્યો. ‘ઈચ્છ’ (અમારી પણ ઈચ્છા છે.) એમ કહી ભીમ, મહાભીમ પોતાને ઘેર ગયા. હવે એક વખત અન્ય પ્રદેશમાં ગયા અને ઘણું ગોધન લુંટી લાવ્યા. અને પક્ષીની નજીકમાં ગામની બહાર ચોરો પાડાને મારે છે. અને અડધા તેને રાંધવા લાગ્યા અને અડધા દિરા લેવા ગામમાં ગયા. પણ ગોધનના લોભથી બન્ને પક્ષોએ મારવા માટે માંસ અને મદિરામાં ઝેર ભેળવ્યું. તેટલામાં સૂર્યાસ્ત થતાં દૃઢવ્રતવાળા ભીમ અને મહાભીમે તો ન ખાધું. અને શેષ ચોરો ઝેરથી મરણ પામ્યા. તે દેખી બન્ને ભાઈ પરસ્પર કહેવા લાગ્યા. ‘“અરે ! અવિરતિના કારણે બધા મરી ગયા. જ્યારે આપણે એક રાત્રિભોજન વ્રતથી બચી ગયા. અને આ ઋદ્ધિ પ્રાપ્ત થઈ અને પરલોકમાં મોક્ષ થશે એમાં કોઈ સંદેહ નથી.'' Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એમ કહી સર્વ ગોધન ગ્રહણ કરી ઘેર આવ્યા. મૃત ચોર પરિવારનું યથોચિત કરી; વ્રત લેવાથી લાભ થાય છે એવી ખાત્રી થવાથી શક્તિ પ્રમાણે બીજા પણ નિયમો સ્વીકાર્યા. એમ વિશુદ્ધ સમકિતવાળા ગ્રહણ કરેલ વ્રતને પાળવામાં તત્પર, સાધુની સેવા અને ગુણથી રંગાયેલા મનવાળા, દીન, અનાથ વિ. ને દાન આપવામાં મસ્ત બનેલા, પ્રશસ્ત ભાવનાથી ભાવિત જિનેશ્વરની વંદન પૂજામાં તત્પર, સ્વદુષ્કૃત્યોને નિંદનારા, એવા તે બન્ને નો ચરમસમય આવી ગયો. તેથી પંચ પરમેષ્ઠીના નમસ્કારમાં પરાયણ બનેલા મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી આવી બન્ને ભાઈ મનમોહક માનવભવ અને દિવ્ય દેવભવો પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષે જશે. એ પ્રમાણે ભાવતીર્થની સેવા સમકિતને શણગારે છે. “ઈતિ ભીમ-મહાભીમ કથા સમાપ્તમ” હવે ચોથું “ભક્તિભૂષણ' કહે છે. તે વિનય વૈયાવચ્ચરૂપે છે જે સમકિતને શોભાવે છે. કહ્યું છે કે.. તીર્થંકર, શ્રેષમુનિગણ અને સંઘની ઉત્તમ રીતે અનવરત કરવામાં આવતી પરમ ભક્તિ સમકિતને વિભૂષિત કરે છે. માટે ભવથી ભયભીત થયેલા ભવ્યોએ સમકિતને શોભાવા સારુ સતત એઓની ભક્તિમાં રત રહેવું જોઈએ. તીર્થંકરની ભક્તિ વિષે “આરામશોભા' ની કથા કહે છે. આરામશોભા કથા સર્વ દ્વીપ સમુદ્રની મધ્યે રહેલાં આજ જંબુદ્વીપમાં છ ખંડવાળું ભરતક્ષેત્ર છે. તેનાં મધ્યખંડમાં ગાય ભેંસ રૂપ પશુધનથી વ્યામ ઘણો જ રમણીય ગુણનો ભંડાર કુશારૂં નામે શ્રેષ્ઠ દેશ છે. પરિશ્રમથી કલાન્ત એવાં નરનારીનાં હૃદય જેમ ઘણાં શ્વાસવાળા હોય તેમ ઘણાં ધાન્ય (શસ્ય) વાળું, મહામુનિ જેમ સંવરવાળા હોય તેમ સારા પશુઓવાળું, કામીનીજનનું શીર્ષ જેમ સેંથાવાળું હોય તેમ સીમાડાવાળું સ્થાલશક નામે મોટું ગામ છે. હર્ષઘેલા સેંકડો લોકોથી રમ્ય, દુષ્ટ રાજા અને ચોરોથી અગમ્ય, (ત્યાં નજર પણ નાંખી ન શકે) દાન, દયા અને ઈન્દ્રિય દમનનું ઘર, એવાં સકલગુણથી યુક્ત તે ગામ છે. સ્વરૂપથી તે ગામ ઝાડ વિનાનું છે. અને તે ગામની ચારે દિશામાં એક યોજન ભૂમિ સુધી ઘાસ સિવાય બીજું એક પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ) વૃક્ષ ઉગતું નથી. ત્યાં જુવેદ વિગેરેના પાઠક અગ્નિશર્મા નામે બ્રાહ્મણ છે. તેની જ્વલનશિખા નામે બ્રાહ્માણી છે. વિષયસુખ ભોગવતા તેમને એક પુત્રી થઈ. તેનું વિદ્યુપ્રભા નામ પાડ્યું. તે રુપાદિ ગુણથી મંડિત હતી. એટલે કે રૂપથી સુરાંગનાનો તિરસ્કાર કરનારી, ગતિ અને વચનથી શ્રેષ્ઠ હંસ જેવી, સૌમ્યપણાથી જાણે ચન્દ્રલેખા, ગૌરી નારીમાં સૌભાગ્યને શોભાવનારી, દક્ષા, વિનીત, ગુરુજન વિષે ભક્તિવાળી, સ્ત્રીયોગ્ય પ્રશસ્ત કલાગમથી યુક્ત, સત્યશૌચ અને શીલથી ભૂષિત સરલ સ્વભાવવાળી હતી, એટલે તે ક્યારે પણ વાંકી-કુટિલ બનતી ન હતી. તે આઠ વર્ષની થઈ એટલે તેની માતાએ રોગ જરા અને ફલેશરૂપી દાઢાથી ભયાવહ એવા મૃત્યુ મુખમાં પ્રવેશ કર્યો. તેથી તેણે જાતેજ બધુ ઘરનું કામકાજ કરવાનું ચાલુ કર્યું. તે સવારે ઉઠી ગાય દોહે, પછી છાણનું વિલેપન વિ. કરી કચરો કાઢે, ગાય ચરાવા જાય, વળી મધ્યાહ્ન કાળે આવીને ગાય દોહે અને બાપુજીને જમાડી જાતે જમે, પછી ગાય ચરાવા જાય, સાંજે પાછી ઘેર આવે, અને સંધ્યાકાળે સર્વે કાર્યો કરીને સુઈ જાય. એ પ્રમાણે દરરોજ ઘર કાર્યથી તે બાળા થાકી જતી. એક વખત ઘણી થાકી જવાથી લાજ મુકીને બાપુજીને પુનઃલગ્ન માટે કહ્યું, કારણ કે ઘરનું કામ કરતા મારું શરીર તૂટી જાય છે. ત્યારે પિતાએ “આ દીકરી ઠીક કહે છે” એમ વિચારી કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા. પણ અપર માતા તો ઘરનો બધો ભાર વિદ્યુપ્રભા ઉપર મૂકી સ્નાન વિલેપન અને ટાપટીપમાં મસ્ત રહેવા લાગી. ત્યારે વિદ્યુપ્રભાએ વિચાર્યું સારું કરવા જતાં વધારે ખરાબ થયું. ત્યારે તે તો સવારે ઘરમાંથી નીકળે અને ભોજનવેળા વીત્યા પછી ઘેર આવે અને ઘેર જે કાંઈ વધેલું પડ્યું હોય તે જમી પાછી જંગલમાં જતી રહે છે અને છેક રાત્રે પાછી આવે. એમ પહેલાંની જેમ કલેશમાં દિવસો વીતાવતાં બાર વર્ષ થઈ ગયા. એક દિવસ ગાયોને ચરાવતા છાયાનો અભાવ હોવાઈ ઘાસ મળે સુઈ ગઈ. એટલામાં ત્યાં કાળો ભમ્મર, મહાકાયાવાળો, રાતી આંખવાળો, ચપલ બે જીભવાળો, ફગાટોપવાળો, ઉતાવળી ગતિવાળો, ભયથી ડરેલો એક ઝેરી સાપ તેની પાસે આવ્યો. તે સાપ નાગકુમારેન્દ્રથી અધિષ્ઠિત દેહવાળો હોવાથી મનુષ્યની ભાષામાં કોમલ વચનોથી તેને ઉઠાડવા લાગ્યો. તે ઉઠી ત્યારે સાપે કહ્યું કે વત્સ ! ભયભીત થયેલો હું તારી પાસે આવ્યો છું. કારણ કે દુષ્ટ ગારૂડિકો મારી પાછળ દોડી રહ્યા છે. તેઓના કરંડિયામાં પૂરાઈને ભેગોવળીને દુઃખી ન થાઉં. તે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ માટે હે બાલા ! તારા ખોળામાં રાખી ઉપર વસ્ત્ર ઢાંકી ઘબરાયેલા એવા મારું રક્ષણ કર. હે પુત્રી ! તું ચિંતા કરીશ નહિં. હું નાગકુમારથી અધિષ્ઠિત દેહવાળો છું. તેથી ગારુડિકોના મંત્ર દેવતાની આજ્ઞાઓ લંઘવા સમર્થ નથી. તેથી તું ડર નહિં મારા વચનને વિકલ્પ વિના કર. ત્યારે તેણીએ પોતાનાં ખોળામાં નાગને છુપાવ્યો. એટલામાં ઔષધિકંકણ હથેલીમાં ધારણ કરેલ ગાડિકો આવ્યા. અને તે કુમારીને પૂછ્યું અહીંથી સાપ જતો જોયો ? હું તો વસ્ત્ર ઢાંકીને સુઈ ગયેલી તેથી મને શા માટે પૂછો છો ? તેઓ બોલ્યા અરે ! આ બાલાએ જો નાગ દેખ્યો હોત તો સૂકતી મૂકતી ભાગી જાત ! તેથી ચાલો આપણે આગળ જઈએ. તેઓ આગળ પાછળ જોઈને ક્યાંય પણ તે સાપને ન દેખવાથી “અરે ! આપણા દેખતા જ તે કેવી રીતે ભાગી ગયો ?'' એમ આશ્ચર્યથી ખીલેલી આંખવાળા ગારુડિકો પાછા ફર્યા. અને બાલાએ સર્પને કહ્યું “તારા રાજાઓ ગયા તેથી બહાર નીકળ.' ત્યારે સાપનો અધિષ્ઠાયક નાગકુમાર દેવ પ્રત્યક્ષ થઈ સાપનું રૂપ આવરી દેવ રૂપે પ્રગટ થઈ બાલાને કહ્યું હે પુત્રી ! તારા આ અસાધારણ ઉપકારથી હું તુષ્ટ થયો છું. તેથી વર માંગો કે જેથી તે વરદાનને હું આપું. ત્યારે ચંચલ કુંડલ વિ. આભરણોથી શોભતા દેવને દેખી તે બોલી હે તાત! એ પ્રમાણે હોય તો મોટી છાયા કર. જેથી સુખેથી ગાયો ચરાવું. ગર્મીથી હું ઘણી પીડાઉ છું. દેવે વિચાર્યુ બિચારી ભોળી લાગે છે. તેથી હું તુષ્ટ થવા છતાં આવું માંગે છે. પણ આનો ઉપકાર કરું એમ વિચારી તેની ઉપર મોટો બાગ બનાવ્યો. જે વિવિધ જાતનાં વૃક્ષ સમૂહવાળો, સર્વ ઋતુના ફળ આપનારો, સદા ફૂલના પરાગથી દિશાને સુગંધિત કરવાવાળો, મત્ત ભ્રમરાઓના ગુંજનથી વ્યાસ, ચારે બાજુથી સૂર્યતાપને રોકનારો, એવો મનમોહક બગીચો દેવે રચ્યો. દેવે કહ્યું હે પુત્રી ! મહાપ્રભાવથી તું જ્યાં જઈશ ત્યાં ત્યાં તારી ઉપર આ બગીચો સમાઈને રહેશે. આપત્તિ સમયે મને યાદ કરજે. એમ કહી દેવ ગયો. તે પણ અમૃતફળના સ્વાદથી ભૂખ તરસ વિનાની ત્યાં જ રહી. એટલામાં રાત્રિ થઈ તેથી ગાયો લઈ ઘેર ગઈ. અને બગીચો પણ ઘર ઉપર રહ્યો. માતાએ ખાવાનું કહ્યું ત્યારે તે બોલી ભૂખ નથી. એમ જવાબ આપી સુઈ ગઈ. સવારે ગાયો લઈ વનમાં ગયી એ પ્રમાણે કેટલાય વર્ષો વીત્યા. એક વખત વિદ્યુત્પ્રભા જંગલમાં બગીચાની મધ્યે સૂતી હતી. ત્યારે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વિજય મેળવી પાટલીપુત્રનો રાજા જિતશત્રુએ તે બગીચો દેખો. અને મંત્રીને કહ્યું કે અહીં બગીચામાં પડાવ નાંખો. મંત્રિએ તહત્તિ કરી આંબાના ઝાડ નીચે રાજાનું સિંહાસન ગોઠવ્યું તેમાં રાજા બેઠો ત્યાર પછી ઉત્તમશોભાવાળા ચંચલ ઘોડોઓને શ્રેષ્ઠ વૃક્ષો જોડે બાંધ્યા. પલાણ વિ. શાખા ઉપર ટીંગાવ્યા. મોટા હાથીઓ વિ. મોટા વૃક્ષો જોડે બાંધ્યા. ઉંટ વિ. વાહનોને યથાયોગ્ય વૃક્ષ પાસે રાખ્યા. જ્યારે વિદ્યુ—ભા સૈન્યની છાવણીના અવાજ સાંભળી ઉંઘમાંથી ઉઠી આંખ ચોળી હાથી વિ. ને જોઈ ભયભીત થઈ દૂર ગયેલી ગાયોને વાળવા ભાગી. તો તે બગીચો ઘોડા વિગેરેની સાથે તેની જોડે ગયો. અરે આ શું ? તેથી રાજા વિ. લોકો સંભ્રમમાં પડ્યા અને ઉભા થયાં શું આ ઈન્દ્રજાલ છે ? એમ રાજાએ મંત્રીને પૂછ્યું ત્યારે મંત્રીએ જણાવ્યું હું માનું છું કે ઉઘમાંથી ઉઠી આંખો ચોળી ઉઠેલી બાલિકા ભાગી તેની સાથે આ બગીચો પણ ચાલ્યો. માટે આ બધો તે બાળાનો પ્રભાવ છે. આ બાલિકા દેવી નથી કારણ કે આંખો ચોળતી હતી. તેથી આ સાચે કોણ છે તે તપાસ કરું. “એમ કહી દોડીને પેલી છોકરીને બુમ પાડી, શું કહો છો ?” એમ બોલતી ઉભી રહી, તેની સાથે બગીચો પણ ઉભો રહ્યો. “અહીં આવ !” એમ મંત્રીએ બોલાવી મારી ગાય નાસી જાય છે. હું મંગાવી દઉં છું. અસવારો દ્વારા ગાયો મંગાવી કન્યા રાજા પાસે આવી ઉભી રહી. એની સાથે બગીચો પણ સ્થિર થયો. ત્યારે રાજાએ તેનો અતિશય દેખી સર્વાગ જોયા, કુંવારી જાણી, રાજાને અનુરાગ થયો અને મંત્રી રાજાનો ભાવ સમજી ગયો. તેણે વિધુત્વભા ને કહ્યું કે હે ભદ્રે આખી ધરતીનો નાયક, અનેક સામંતો જેનાં ચરણ ચૂમી રહ્યા એવા આ નરેન્દ્રને ભર્તાર તરીકે સ્વીકાર. હું સ્વતંત્ર નથી. મંત્રીએ પૂછયું તું કોને આધીન છે. ? હું મારા માં બાપને આધીન છું. એમ વિઘુપ્રભા બોલી, મંત્રી - તારો બાપ કોણ છે ? ક્યાં વસે છે. તેનું શું નામ છે ?” તે વિદ્યુપ્રભા બોલી આજ ગામમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વસે છે. ત્યારે રાજાએ મહંતો ને કહ્યું કે “તમે ત્યાં જાઓ અને આ બાળાને વરીને આવો.” ત્યારે મંત્રી ગામમાં ગયો, અને અગ્નિશર્માના ઘરમાં પ્રવેશ કર્યો. તે બ્રાહ્મણે મંત્રીને આવતા દેખી ઉભા થઈને આસન આપ્યું, અને કહ્યું કે મારા લાયક કામ હોય તો ફરમાવો. મંત્રી - “શું તારે કોઈ દીકરી છે ?” અગ્નિશર્માએ હા પાડી, મંત્રી - “જો એમ હોય તો તારી દીકરી રાજાને આપ. અગ્નિશમ - “રાજાને Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૭. મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપી જ દીધેલી છે. કારણ કે અમારા પ્રાણ રાજાને જ આધીન છે. તો પછી કન્યાનું શું પૂછવું ?' મંત્રી - તો પછી રાજા પાસે ચાલો, ત્યારે અગ્નિશર્મા રાજા પાસે ગયો, આશીર્વાદ આપીને રાજાની નજીકમાં બેટો, મંત્રીએ બધી વાત કરી, ત્યારે રાજાએ વિચાર્યું, “જો મહોત્સવ પૂર્વક લગ્ન કરવા જઈશ તો ઘણો કાળ નીકળી જશે” આવા ભયથી રાજાએ ગાંધર્વ લગ્ન કર્યા. અને બાલાનું પૂર્વનામ પરાવર્તન કરી “આરામશોભા' એવું સાર્થક નામ પાડ્યું. અને અગ્નિશર્માને નિર્ધન જાણી બાર ગામ ભેટ આપ્યા. અને આરામશોભાને હાથી ઉપર બેસાડી બગીચો પણ તેનાં ઉપર સમાઈને સ્થિર રહ્યો. એ પ્રમાણે પોતાનાં મનોરથ પૂરા થતા રાજા હર્ષઘેલો બની ગયો. વળી આરામશોભાને મેળવી પોતાની જિંદગી ને સફળ માનવા લાગ્યો, અથવા તો શ્રેષ્ઠ રત્ન પ્રાપ્ત કરી કોણ તુષ્ટ ન થાય ? રસ્તામાં તેનું મુખકમલ જોવામાં મસ્ત બનેલો રાજા ચાલ્યો. અથવા તો મનોહર વસ્તુમાં નજર નિમગ્ન બને એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, એક તો સુંદર રૂપલાવણ્યવાળી છે. અને વધારામાં દેવ તેની સહાયમાં છે. આવી કન્યા રાજાને મોહ પમાડે બોલો ! તમે જ કહો એમાં આશ્ચર્ય જેવું છે જ શું ? અનુક્રમે પાટલીપુત્ર પહોંચતા રાજાએ આદેશ કર્યો કે.. હાટ હવેલીને શણગારો, સર્વ ઠેકાણે ધ્વજપતાકા ફરકાવો મંડ૫ વિથી આખાય નગરને શોભતું કરો. ઘણું શું કહું ? આજે વિશેષ પ્રકારે બધી સામગ્રીને તૈયાર કરો. કે જેથી ઠાઠમાઠથી દેવી સાથે નગરમાં પ્રવેશ કરું. નગરજનોએ રાજાની સર્વ આજ્ઞાનું પાલન કર્યું છતે સ્થાને સ્થાને કૌતુક અને મંગલને પ્રાપ્ત કરી રાજાએ નગરમાં પ્રવેશ શરૂ કર્યો. (કૌતુક - નજર ન લાગે તે માટે કાળુ ધબ્બ, રક્ષાબંધન કરવું, કે સૌભાગ્ય માટે ધૂપ હોમ વિ. કરવા) ત્યારે કુતૂહલ પૂર્ણ સર્વ નગરજનો રાજા રાણીને જોવાની ઉત્કંઠાથી પોત પોતાનાં ઘેરથી આવવા માંડ્યા, પુરુષો રાજાને વખાણે છે, નારીઓ રાણીને. ત્યાં વળી કેટલાક યુવાનો કહેવા લાગ્યા કે આ રાજા પુણ્યશાળી છે, કે જેથી આ રાજાને ત્રણે લોકની સુંદરીઓના લાવણ્યને ઝાંખુ પાડનાર, સંસાર સુખની ખાણ, મહાપ્રભાવશાળી આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું છે. વૃદ્ધો કહેવા લાગ્યા આ બધી પ્રાપ્તિ પૂર્વે કરેલ કર્મનું ફળ છે. માટે ધર્મ કરવો જોઈએ જેથી આ પ્રાપ્તિ થાય. “બાળકો પણ હાથી ઉપર ફળો દેખી બોલવા લાગ્યા અરર અહો! આ અનેક જાતનાં ફળો અમને કેવી રીતે મળશે ? કોઈક સ્ત્રી કહેવા લાગી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | અરે સખી ! આણીનો અતિશય તો જો, બીજી બોલી જો આ બધો દેવનો પ્રભાવ છે. વળી બીજી બોલી રાણીની રૂપ સંપદા છે, બીજી બોલી વસ્ત્ર અને ઘરેણાંથી આવું રુપ શોભી રહ્યું છે. બીજી નારી - આ નારીજ જીવલોકમાં જય પામો કે જે રાજા સાથે એક જ આસને બેઠી છે. ત્રીજી નારી - “હે સુંદર શરીરવાળી ! તું આને કેવી રીતે વખાણે છે ?” કે જે લોકોની સામે જ રાજાની સાથે બેસતા શરમાતી નથી” કેટલીક નારીઓ કહેવા લાગી કે “હાથી ઉપર બગીચો બહુ સુંદર લાગે છે” આ તો બહુ મોટું આશ્ચર્ય છે. બીજી બોલી - આમાં કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી, કારણ કે દેવના પ્રભાવથી બધુ સંભવી શકે છે. એમ નગરજનો વખાણતે છતે વિશાળ રાજમંદિરમાં પ્રવેશ કર્યો. બાગ પણ ત્યાં સ્થિત થયો. રાજા પણ તેની સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ અનુભવતાં કેટલો કાળ ગયો તે પણ જાણતો નથી. આ બાજુ તેની સાવકી માતાને પુત્રી થઈ. યૌવન પામી તેણીએ વિચાર્યું જો આરામશોભા ન રહે તો રાજા મારી પુત્રીને પરણશે. માટે આરામશોભા ન રહે તેવો ઉપાય કરું. ત્યારે બ્રાહ્મણને કહ્યું તમે યોગ્ય ભાથું લઈ આરામશોભાને આપો. અગ્નિશમએ કહ્યું “આપણાં ભાથાથી તેણીને શું થવાનું હતું ? તેણીને શી ખોટ છે ?” સાવકીમાં - તમારી વાત સાચી તેણીને કોઈ ઉણપ નથી, પણ મારું મન શાંત થતુ નથી, ત્યારે બીજી પત્નીનો આગ્રહ જાણી કહ્યું. “જો એમ હોય તો કાંઈક બનાવ.” ત્યારે હર્ષથી વિકસિત આંખવાળી તે સાવકીમાએ પણ સિંહકેસરીયા લાડુ બનાવ્યા, તેમાં ઘણાં મસાલા નાખ્યા અને ઝેરથી મિશ્રીત કર્યા અને પછી ઘરેણાંના ઘડામાં મુકી બ્રાહ્મણને ભલામણ કરી કે “આ લાડુ તમે જાતે લઈ જાઓ, કે જેથી રસ્તામાં કાંઈ આપત્તિ આવે નહિ” ત્યારે તે બ્રાહ્મણ સરળ સ્વભાવવાળો હોવાથી બ્રાહ્મણીનાં દુષ્ટભાવને સમજી ના શક્યો. અને એકલીએજ સીલ કરીને ઘડાને બ્રાહ્મણના માથા ઉપર ઉપડાવ્યો. અને જતા જતાં કહ્યું કે “આ મારું ભાથું આરામશોભાને જ આપજો અને કહેજો કે હે બેટી ! આ તારે જાતે જ ખાવાનું છે બીજા કોઈને આપતી નહિ, કે જેથી લાડુનું વિરૂપ દેખીને રાજકુલમાં કોઈ મશ્કરી કરે નહિં. તું કહે છે તેમ કરીશ.” એમ કહી અગ્નિશર્મા ચાલ્યો. ત્રણે સંધ્યાએ સાવધાન રહેતો, સીલને બરાબર સંભાળતો, રાત્રે સુતી વખતે ઓશીકા નીચે મુકી દેતો. એમ કરતાં અનુક્રમે પાટલીપુત્ર નગરની બહાર આવી પહોંચ્યો. Page #50 -------------------------------------------------------------------------- ________________ - ૩૯] મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ત્યાં થાકી ગયો હોવાથી એક વટવૃક્ષ નીચે સુતો. કર્મસંયોગે તેજ વૃક્ષમાં કીડા માટે પેલો નાગદેવ રહેલો હતો. ત્યારે લાંબી મુસાફરી અને લાંઘણના શ્રમથી અશક્ત શરીરવાળો આ મુસાફર કોણ છે ? ત્યારે તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જાણ્યું આ તો આરામશોભાનો બાપ છે. અને આના ભાથામાં દુષ્ટ બ્રાહ્મણીએ ઝેરી લાડુ મુક્યાં છે. ત્યારે હું વિદ્યમાન છતાં એવું કેવી રીતે બની શકે. તેથી ઝેરી લાડુઓ લઈ અમૃત લાડુઓ મુકી દીધા. બ્રાહ્મણ પણ ઉઠી નગરમાં ગયો અને રાજમંદિરે પહોંચ્યો. ત્યારે દ્વારપાલને કહ્યું કે “રાજાને નિવેદન કરો કે દ્વારે ઉભા રહેલાં આરામશોભાના પિતા રાજાના દર્શનની ઝંખના કરે છે. દ્વારપાલે રાજાને નિવેદન કરતાં રાજાએ કહ્યું જલ્દી અંદર બોલાવો. રાજઆદેશ પછી તરત દ્વારપાલે બ્રાહ્મણને અંદર મોકલ્યો, અગ્નિશમ પણ પાસે આવી. “ ભૂર્ભુવઃ સ્વસ્તિ સ્વાહા વષડ ઈન્દ્રાય” ઈત્યાદિ મંત્રપાઠ પૂર્વક રાજાની પાસે બેઠેલી આરામશોભાને ભેટવું આપ્યું, અને કહ્યું કે પુત્રીની માતાએ આરામશોભા માટે આ ભાથું મોકલ્યું છે. એથી જ મેં પુત્રીને સોંપ્યું છે. ઘણું શું કહું “રાજ દરબારમાં હું ઉપહાસ પાત્ર ન બને તેમ કરો !” રાજાએ રાણી તરફ જોયું, રાણીએ પોતાની દાસીના હાથમાં ઘડો આપી પોતાનાં મહેલમાં મોકલાવ્યો. ઘરેણાં વસ્ત્ર વિ. આપી બ્રાહ્મણનો આદર સત્કાર કર્યો. રાજા-રાણી રાણીના મહેલમાં ગયા, રાણીએ વિનંતિ કરી સુખદાયક આસન ઉપર બેસાડ્યા, વળી વિનંતિ કરી કે હે દેવ ! મારા ઉપર મહેરબાની કરો, આ ઘડા ઉપર નજર નાખો, (આપ સંમતિ આપો) કે જેથી અત્યારે આ ઘડો ઉઘડાવું ! ત્યારે રાજાએ કહ્યું વિકલ્પ કરવાની જરૂર નથી. જે કાંઈ હોય તે આપણા માટે પ્રમાણ (બરાબર) છે. તેથી તે ઘડાને જલ્દી ઉઘાડ. ત્યારે રાણીએ ઘડો ખોલ્યો. તેમાંથી મર્યલોકમાં દુર્લભ ઉત્તમગંધ નીકળવા લાગી. તે ગંધથી રાજા આકર્ષિત થઈ ગયો, જ્યારે ઘડાની અંદર અમૃત ફળ સમાન યોગ્ય પ્રમાણવાળા, દિવ્ય લાડુઓને દેખે છે. ત્યારે ઘણાં કુતૂહલથી ચકોર (ચાલાક) પ્રાણીઓને દેખાડી તે લાડુને ખાતા રાજા ઘણો જ વિસ્મય પામ્યો, ત્યારે રાજાએ કહ્યું આનો અપૂર્વ રસ છે. તેથી તારી બેન (શક્યો) ને એક એક લાડુ આપ. તેણીએ તેમજ કર્યું. ત્યારે તેની માતાનાં ઘણાં વખાણ થયા, બીજાની પાસે આવી કલા નથી અને ત્યારે વિદાય પામેલ અગ્નિશર્માએ કહ્યું પુત્રીને થોડા દિવસ મોકલો. રાજાએ કહ્યું રાણીઓ બહાર ન જાય તેથી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | બ્રાહ્મણ ઘેર ગયો. અને સર્વ વૃત્તાંત કહ્યો. તેથી સાવકીમાએ વિચાર્યું. આ બધું તો ફોગટ થયું. થોડા દિવસ પછી બીજીવાર ફણીનો ડબ્બો આપીને અગ્નિશર્માને મોકલ્યો. ફરીથી તેમજ થયું. ત્રીજીવાર આરામશોભાને ગર્ભવતી જાણી. બરાબર પારખું કરેલાં તાલપુટ ઝેરથી મિશ્રિત માલપુઆનો ડબ્બો આપીને - અગ્નિશમને કહ્યું કે એ પ્રમાણે કરજો કે દીકરી અહીં આવી પુત્રને જન્મ આપે, જો રાજા ન માને તો બ્રાહ્મણસ્વરૂપ દેખાડજો, વડના ઝાડપાસે જતા દેવે ઝેર હરણ કરી લીધું તેજ કમથી રાજાને વિનંતિ કરી કે - હે રાજનું! અત્યારે મારી પુત્રીને વિદાય આપો કે મારે ઘેર પ્રસરે, રાજાએ ના પાડી ત્યારે બ્રાહ્મણે પેટે છરી મુકી કહ્યું હું બ્રાહ્મણ હત્યા તમારા ઉપર મુકીશ. તેથી મંત્રી અને ઘણી સામગ્રી સાથે મોકલી. આરામશોભાને આવતી જાણી સાવકીમાએ પોતાના ઘરની પાછળ મોટો કુવો ખોદાવ્યો. ગુઘરમાં પોતાની દીકરીને રાખી. મોટા સિપાઈના સમૂહ સાથે આરામશોભા ત્યાં આવી. ત્યાં જઈ દેવકુમાર સરખાપુત્રને જન્મ આપ્યો. એક વખત અંગરક્ષકો દૂર હતા અને સાવકીમા પાસે હતી ત્યારે દેહ ચિંતા માટે ઉઠેલી આરામશોભાને કુવા પાસે લઈ ગઈ. આ કુવો ક્યારે થયો ? સાવકીમાં બોલી એ બેટી! તું આવાની છે એવું જાણી “ઉંદર વિ. ભમતા હોય તો નુકશાન કરશે” તેવા ભયથી કૂવો ખોદાવ્યો છે. (એટલે કૂવામાં જ રહી જતાં તેમનો ભય મટી જશે.) જેટલામાં આરામશોભા કુતૂહલથી કુવાના તળીયાને જુએ છે. તેટલામાં તે નિર્દય સાવકી માતા તેને ધક્કો મારે છે, આરામશોભા નીચા મુખે કૂવામાં પડે છે. પણ તેણીએ પડતા પડતા દેવસંકેતને યાદ કરી બોલી હે તાત ! અત્યારે તમારા ચરણ મારે શરણ છે. ત્યારે તરત જ તે નાગકુમાર દેવે હથેળીમાં તે આરામશોભાને ધારણ કરી. અને કૂવા મધ્યે પાતાળભવન બનાવી રાખી. ત્યાં સુખે રહેવા લાગી. બગીચો પણ કૂવામાં પેઠો, દેવ તેની સાવકીમા ઉપર ઘણો રોષે ભરાયો. “પણ આ તો મારી માં છે” એમ કહીને આરામશોભાએ શાંત પાડ્યો.. અપરમાતાએ સુવાવડીનો વેશ પહેરાવીને પોતાની પુત્રીને ત્યાં સુવડાવી દીધી. થોડીકવારમાં (ઘડીક રહીને) દાસીઓ આવી, તેઓએ જોયું કે કાંઈક કાંપતી નયનોવાળી, ઝાંખારૂપ લાવણ્ય અને દેહાંતિવાળી, કંકણ સરખા અંગોવાળી તેણીને પથારી ઉપર સુતેલી જોઈ. તે દાસીએ પૂછયું હે સ્વામીની ! આપનું શરીર ફેરફારવાળું કેમ દેખાય Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે ? તે બોલી મને કશી ખબર પડતી નથી; પણ મારું શરીર સ્વસ્થ નથી. ત્યારે ઘબરાયેલી પરિચારિકાઓએ તેની માતાને પૂછ્યું “આ થયું છે ?” ત્યારે તે માયાવી છાતી કુટતી બોલવા લાગી, હા હા! હું હણાઈ ગઈ, મારી આશાઓ ધૂળધાણી થઈ ગઈ, હે બેટી ! હું ખરેખર ભાગ્ય વિહુણી છું. કે જેથી તારા શરીર ઉપરનું રૂપ લાવણ્ય અન્ય જાતનું દેખાય છે. શું કોઈની નજર લાગી કે શું આ વાયુનો વિકાર છે ? કે આ પ્રસૂતિરોગ તારા શરીરમાં ઉભો થયો છે. એ પ્રમાણે વિલાપ કરતી બ્રાહ્મણીને દાસીઓએ કહ્યું કે તમે રડો નહિં. પણ અહીં જે કરવા યોગ્ય કૃત્ય હોય તે જલ્દી કરો, ત્યારે માતાએ રક્ષાબંધન ધૂપ હોમ વિ. અનેક પ્રયોગ કર્યા, છતાં કશો ફેર ન પડ્યો. ત્યારે રાજભયથી નોકરાણીઓ દિલગીર થઈ ગઈ. રાજાએ મોટા દરબારીને મોકલ્યો અને આજ્ઞા કરી કે કુમાર અને દેવીને લાવો. સર્વ સામગ્રી તૈયાર કરી પ્રયાણ કર્યું. પણ બગીચો તો નહિં આવ્યો. પાટલિપુત્ર આવતાં રાજાને વધામણી આપી, ત્યારે હર્ષઘેલા રાજાએ હાટ-હવેલી સજાવ્યા. અને વધામણી આપવાનો આદેશ કર્યો (ત્યારે નગરજનો પુત્રજન્મની વધામણી આપવા રાજદરબારમાં આવે.) જેટલામાં રાજા જાતે હર્ષપૂર્વકની - આશ્ચર્યપૂર્વકની ચાલથી સામે ચાલ્યો તેટલામાં કુમાર અને રાણીને દેખી, ત્યારે રાણીનું રૂપ દેખી રાજાએ પૂછ્યું હે દેવી તારા શરીરમાં ફેર કેમ લાગે છે ? ત્યારે દાસીઓએ કહ્યું કે હે રાજનું! બાળકને જન્મ આપ્યા પછી નજરદોષથી કે વાયુ વિકારથી, કે પ્રસૂતિના રોગથી દેવીનું આવું શરીર થયું લાગે છે. પણ પાકો ખ્યાલ આવતો નથી. ત્યારે રાણીની વાત (હકીકત) સાંભળી પુત્રજન્મના અભ્યદયથી હર્ષ પામેલ રાજાનું મોટું પડી ગયું. છતાં ધીરજ રાખી નગરમાં આવ્યો. બગીચા વિષે પૂછયું તો કહ્યું કે એ તો પાણી પીવા પાછળ રહ્યો છે. પણ રાજાને તેનું શરીર બરાબર દેખી શંકા થઈ આ દેવી તે જ છે કે અન્ય ? એક વખત રાજાએ બગીચો લાવવાનું કહ્યું, ત્યારે બોલી કે અવસરે લાવીશ, એ પ્રમાણે બોલતી તે રાણીના હોઠપડલને શૂન્ય દેખી- લાલિમા વિનાના અધર બિમ્બને જોઈ રાજાને વધારે શંકા થઈ, હું માનું છું કે “આ તેજ આરામશોભા નથી પણ બીજી કોઈક છે' આવા વિકલ્પ કરતો તે રહેવા લાગ્યો. આ બાજુ આરામશોભાએ દેવને કહ્યું કે મને કુમારનો વિરહ બહુ સતાવે છે. તેથી મને કુમારના દર્શન કરાવો. તું મારી શક્તિથી ત્યાં જા પણ કુમારના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દર્શન કરી જલ્દી પાછું આવવું પડશે. સૂર્યોદય ન થાય ત્યાં સુધી રહી શકીશ. ત્યારપછી રહીશ તો મારું દર્શન નહિ થાય. હું પાછો નહિં આવું તેની પ્રતીતિ કરવા હું તારા કેશપાત્રમાં મૃતક નાગરૂપ દેખાડીશ. દેવ પ્રભાવથી ક્ષણ માત્રમાં પાટલીપુત્રમાં પહોંચી ગઈ. વાસભવનમાં પ્રવેશ કર્યો. તે પ્રજવલિત રત્નદીવડાવાળું, મણિ મૌતિક રત્નોથી મડિત પુષ્પોથી શણગારેલું. મઘમઘતા ધૂપથી વાસિત, કંકોલ- એક જાતનું સુગંધી ફળ, એલચી, લવિંગ કપૂર યુક્ત પડલમાં મુકેલાં નાગવલ્લીના બીડા અને સોપારીના સંઘાતવાળું, ઘણાં પ્રકારનાં ખાધ અને પેયયુક્ત; સંયોજિત યંત્ર શકુનથી વ્યાસ; સુતેલા રાજા અને પોતાની બહેનયુક્ત પલંગવાળુ વાસભવન છે. તે ભવન દેખી, પૂર્વની રતિ યાદ આવી. પોતાના પતિને આલિંગન આપીને સૂતેલી બેનને દેખી ઈર્ષા જાગી. માતાએ મને કુઆમાં નાંખી તે યાદ આવવાથી કોધ ઉત્પન્ન થયો. પુત્રની યાદથી સ્નેહ પેદા થયો. નિજ પરિવાર જોવાથી હર્ષ થયો. એક ક્ષણ રહી.” જેની આજુબાજુ ધાવમાતાઓ સુતી છે. તેમજ જે રત્નજડિત સોનાના પારણામાં રહેલો છે. એવા કુમાર પાસે ગઈ. કોમલકરથી પુત્રને રમાડી પોતાના બાગના ફળફૂલને ત્યાં નાંખી સ્વસ્થાને ગઈ, સવારે તે દેખી રાજાએ તેની બેનને પૂછયું. આ ફળફુલથી કુમારની પૂજા કોણે કરી ?” તેણીએ કહ્યું મેં બગીચામાંથી લાવ્યા છે. રાજાએ કહ્યું અત્યારે લાવને, દિવસે લાવવા શક્ય નથી. તેણીનું શુષ્ક-લાલિમા વગરનું ઓષ્ઠપડલ અને પ્લાન મુખ દેખી રાજાએ વિચાર્યું કે નિશ્ચય કાંઈક ગોટાળો લાગે છે. (નક્કી કાંઈક તકલીફ છે.) બીજા દિવસે પણ તેવું દેખ્યું. ત્રીજા દિવસે હાથમાં તલવાર લઈ અંગ સંકોચી દીવાની છાયા પાછળ ઉભો રહ્યો. થોડીવારમાં આરામશોભા આવી. તેણે જોઈ રાજાએ વિચાર્યું કે આ મારી પ્રિયપત્ની છે. અને આ તો કોઈ અન્ય છે. એમાં શું પરમાર્થ છે તે હું જાણતો નથી. એમ વિચારતા તે આરામશોભા તો પૂર્વ રીતે કરીને ગઈ. સવારે રાજાએ તેણીને કહ્યું કે આજ તારે બાગ લાવવો જ પડશે. તે સાંભળી તેણીનું મુખ પડી ગયું. ચોથી રાત્રિએ આરામશોભા આવી ત્યારે હાથથી રાજાએ પકડી અને કહ્યું “શા માટે હે પ્રિયે ! સ્વભાવથી સ્નેહવાળા એવા મને ઠગે છે.' આરામશોભા - નાથ ! એમાં કારણ છે. મને મૂકી દો નહિં તો તમને પણ પશ્ચાતાપ થશે. પણ કારણ કહે ત્યારે સર્વવાત કરવા લાગી એટલામાં સૂર્યોદય થઈ ગયો. ખસી ગયેલા કેશકલાપ ને બાંધવા માટે ઓળવા લાગી ત્યારે તડ દઈને તેનાં કેશમાંથી મૃત સાપ પડ્યો. તે દેખી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચક્કર ખાઈને નીચે પડી રાજાએ પવન નાંખીને આશ્વાસન આપી ખેદનું કારણ પૂછયું, તોણે કહ્યું કે હે નાથ ! જે નાગકમાર દેવ મારું સાન્નિધ્ય કરતો હતો. તે તમે સૂર્યોદય સુધી પકડી રાખતા જતો રહ્યો. હવે આરામશોભા ત્યાંજ રહી, સવારે બીજીને રાજાએ બંધાવી, અને હાથમાં ચાબુક લઈ મારવા જાય છે તેટલામાં આરામશોભા રાજાને પગે પડી વિનંતિ કરવા લાગી, હે રાજન! જો મારા ઉપર પ્રસન્ન હો તો મારી બેનને છોડી મુકો, મારા ઉપર કરુણા લાવી પૂર્વની જેમ તેને જુઓ, રાજા આવી જાતનાં દુષ્કૃત્ય કરનારી આ પાપિણીને આમ છોડી દેવી યુક્ત નથી, છતાં તારા વચન ઓલંઘતો નથી, છોડાવીને બેનની બુદ્ધિએ આરામશોભાએ પોતાની પાસે રાખી આજ સજજન અને દુર્જનમાં ભેદ છે. રાજપુરુષોને બોલાવી રાજાએ આદેશ કર્યો કે બ્રાહ્મણના બાર ગામ લઈ લો અને તેની પત્નીના નાક, કાન કાપી દેશવટો આપો. આ સાંભળ્યું ત્યારે ફરી પગમાં પડી આરામશોભાએ વિનંતિ કરી કુતરો જો આપણને ખાય તો શું તેને જ વળી આપણે ખવાય ? એટલે આપણને કરડે તો સામે કરડવાનું ન હોય. એમ જાણી મારા પિતાને વિસર્જન કરો છો, જે કરવાથી મારા મનમાં ઘણી પીડા થશે. તેથી મારા માબાપને દડ કરવાનું મુલતવી રાખો. તારા મનને પીડા થાય તે મોટું કાર્ય છોડી દીધુ, બસ હવે તને સંતોષ! - હવે તે બેઓનો વિષયસુખ અનુભવતા કાળ વીતે છે. એક વખત રાજા રાણીને ધર્મ વિચાર કરતા સંલાપ થયો, દેવી બોલી - હે નાથ! હું પહેલા દુઃખી હતી અને પાછળ સર્વ સુખને ભોગવનારી થઈ તે કયા કર્મને કારણે થયુ તે કોઈ દિવ્યજ્ઞાની આવે તો પૂછીએ, જો એમ હોય તો હું બધા ઉદ્યાન પાલકોને કહી દઉં છું કે “જો કોઈ જ્ઞાની મહાત્મા પધારે તો મને જાણ કરે.” એટલામાં એક વખત વિકસિત મુખવાળા ઉઘાનપાલકે ધરતીએ મસ્તક લગાડી નિવેદન કર્યું કે ચંદનવન ઉઘાનમાં દિવ્યજ્ઞાનધારી દેવ, મનુષ્ય અને વિદ્યાધરોથી વંદાયેલા, પાંચસો સાધુઓ સાથે વીરચંદ્રસૂરિ પધાર્યા છે. તે સાંભળી હર્ષઘેલા બની રાજા-રાણી વંદન માટે ગયા. સઘળાય જીવજંતુઓને સુખકારી એવા જિનધર્મનો ઉપદેશ આપતા, અનેક પ્રકારની પર્ષદા સભા મધ્યે બિરાજમાન સૂરીશ્વરને જોયા. આચાર્યશ્રીના ચરણ કમળમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેઠા. સૂરિએ ધર્મદેશના આપી. અપરંપાર આ સંસારમાં રખડતા જીવોને કર્મ વિવર દ્વારા મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, તેમાં વળી સારી રીતે કરેલા ધર્મથી વિવિધ સુખો મળે છે. જાતિ, કુલ, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [૪ | મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આરોગ્ય, ઋદ્ધિ, સૌભાગ્ય, ઉત્તમભોગો, રૂપ, બળ, યશ પણ સુંદર રીતે આચરેલ ધર્મની દેન છે. ઈટજનનો યોગ, સર્વ પરિવાર અને નોકર ચાકર આજ્ઞામાં રહેનાર હોય, બીજુ પણ સુખ ઉત્તમયોગથી આરાધેલ ધર્મનું નામ છે. સ્વર્ગની અપ્સરાઓથી યુક્ત પ્રધાન ભોગ સામગ્રીના સાધનથી ભરપૂર એવું સ્વર્ગ તેમજ મોક્ષપણ આ ધર્મથી પ્રાપ્ત થાય છે. ત્યારપછી આરામશોભાએ અન્જલિ કરીને પોતાના વિપાકનું કારણ પૂછયું ત્યારે આચાર્ય ભગવંતે પાણીવાળા નવા વાદળાની ગર્જના જેવા ગંભીર, ધીર અને સારવાળી ધ્વનિથી તેને પૂર્વભવ કહેવાનો પ્રારંભ કર્યો. આરામશોભાનો પૂર્વભવ' - આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપાનગરી છે તેમાં કુલંધર શેઠ વસે છે. તેને કુલાનંદા નામે ભાર્યા છે. તેઓને રુપ-ગુણવાળી સાત પુત્રીઓ છે. તેઓના નામ - કમલશ્રી, કમલવતી, કમલા, લક્ષ્મીશ્રી, યશોવતી, પ્રિયકારિણી છે. તેઓને ઉત્તમકુલમાં પરણાવી હવે આઠમી પણ પુત્રી થઈ તેનો જન્મ થતાં મા-બાપ દુઃખી થયા, ઉદ્વિગ્ન બનેલા મા-બાપ તેનું નામ પણ પાડતા નથી. મા-બાપને તેનાં પાલનની બેદરકારી હોવા છતાં તે પુત્રી મોટી થઈ યૌવન પામી; ત્યારે લોકો તેને વિશિષ્ટ રૂપાદિવાળી હોવા છતાં નિર્ભાગ્ય કહેવા લાગ્યા. તે મા-બાપને સતત દુઃખ દેનારી લાગે છે. એકવાર લોકોએ શેઠને કહ્યું કે “તમારી છોકરીને પરણાવતા કેમ નથી ?' કારણ કે એમ તો (નહિં પરણાવવાથી) તમારો ભારે અપયશ થશે. માણસોએ એવા વેણથી શેઠ ઘણાં જ મનમાં ખેદ પામ્યા. આ કામ મનગમતું ન હોવાથી ઘણાંજ ચિંતાતુર બન્યા, ચિંતાતુર શેઠના ભાગ્યયોગે એક વટેમાર્ગ તેમની પાસે આવ્યો, મેલથી મેલા વસ્ત્ર અને શરીરવાળો, લાંબો માર્ગ કાપ્યો હોવાથી થાકી ગયેલો તે વટેમાર્ગ આરામ કરવા શેઠની દુકાને બેઠો. શેઠે તેને પૂછયું “હે ભદ્ર ! તું ક્યાંથી આવે છે ?” તેણે જવાબ આપ્યો કે સમુદ્રની પેલે પાર રહેલાં ચોડ દેશથી આવ્યો છું. શેઠ - તુ કોણ છે ? કઈ જાતિનો છે ? નામ શું છે ? અહિં શા માટે આવ્યો છે ? તે બોલ્યો કૌશલ્યાવાસી નંદશેઠની સોમા નામની પત્નીનો હું નંદન નામે પુત્ર છું. ધન ખલાસ થતાં ધન માટે ચોડ દેશમાં ગયો. ત્યાં પાણ દારિદ્રથી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હણાયેલો સ્વાભિમાનના લીધે પોતાના નગરે પાછો ન ગયો. બીજાનું કામ કરી ગુજરાન ચલાવતો હું ત્યાં જ રહું છું. અહિંથી ગયેલા વસંતદેવ વાણિયાએ પોતાના કાંઈક કામથી ટપાલ આપી મને અહિં શ્રીદત્ત શેઠ પાસે મોકલ્યો છે. તેથી શ્રીદત્ત શેઠનું ઘર બતાવો, કે જેથી તેના ઘેર તેની પાસે જઈ આ ટપાલ આપું. ત્યારે કુલંધર શેઠ વિચારવા લાગ્યો આ મારી પુત્રી માટે વર તરીકે યોગ્ય છે. કારણ કે આ સાધર્મિક પુત્ર છે તેમજ નિર્ધન અને પરદેશી છે. આ નિર્નામિકાને લઈને જશે તો પાછો નહિં આવે, કારણ કે ઘરમાં ધન નહિં હોવાથી (હોવા છતાં) સ્વાભિમાની દેખાય છે. એમ વિચારી શેઠ બોલ્યા હે પુત્ર ! તું મારા ઘેર આવ કારણ કે તારા પિતા મારા અસાધારણ મિત્ર હતા. તે બોલ્યા હે તાત ! જે કામ માટે હું આવ્યો છું તે નિવેદન કરી તમારી પાસે ચોક્કસ આવીશ. ત્યારે શેઠે પોતાના પુરુષને ટપાલ અપાવી અને લઈને આવજે એમ શિખવાડી તેની સાથે મોકલે છે. નંદનને તે શ્રેષ્ઠિ પુરૂષ શ્રીદત્તના ઘરે લઈ જાય છે. ટપાલ આપીને બધી વાત કરી. ફરીથી પણ નંદને શ્રીદત્તને કહ્યું કે અહિં મારા પિતાના મિત્ર કુલંધર શેઠ વસે છે. મને દેખીને બોલાવા માટે આ પોતાના પુરુષને મોકલ્યો છે. તેથી હું ત્યાં જાઉં છું. ફરીથી આવીશ. તે પુરુષ સાથે વંદન કુલંધર શેઠના ઘેર ગયો. શેઠે પણ સ્નાન કરાવી વસ્ત્ર યુગલ તેને પહેરાવ્યા. જમાડીને કહ્યું કે “હે વત્સ ! મારી બેટીને પરણ.” નંદન - હજી મારે ચોડ દેશમાં જવાનું છે. કુલંધર - આને પણ ત્યાં લઈ જા, ત્યાં જ તારે યોગ્ય પૈસા વિ. મોકલીશ. નંદને હા કહી ત્યારે શેઠે પરણાવી. વિવાહ દિવસ વીત્યે છતે શ્રીદને નંદનને કહ્યું “જો તું અહીંજ સ્થિર રહેવાનો હોય તો ત્યાં બીજાને મોકલું', કારણ કે મારે ત્યાં મોટું કામ છે. નંદન - મારે સાચે જ જવાનું છે. શેઠ પાસે રજા લઈ તને હું વાત કરીશ. બીજા દિવસે નંદને કુલંધરને વિનંતિ કરી કે હે તાત! હવે હું જાઉં છું, કારણ ચોડ દેશમાં મારે મોટું કામ છે. શેઠ પણ પોતે ધારેલું કામ સિદ્ધ કરી આપનાર વચન સાંભળીને કહ્યું કે જો તારો આવોજ નિશ્ચય હોય તો તેમ કર. પરંતુ તારી આ પત્નીને લઈને ચોડ દેશમાં જા. તારા ભાડુ વાસણ હું મોકલી આપીશ. નંદને શ્રીદત્તને વાત કરી કે હું જવા માટે તૈયાર છું, તમારે જે કહેવાનું હોય તો તે કહી દો. શ્રીદને પણ નંદનને પોતાનો પત્ર આપ્યો. અને સંદેશો કહ્યો. એ પ્રમાણે તૈયાર થયે છતે પત્નીને લઈને ચાલ્યો. માત્ર થોડું ભાથું લઈ તે એકલો જ સતત પ્રયાણ કરતો ઉજૈની નગરીએ પહોંચ્યો. થોડાજ પ્રયાણોથી હું આ દેશમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ) આવતા મારું ઘણું ખરું ભાથું ખલાસ થઈ ગયું છે અને માર્ગથી હું વિખુટો પડ્યો છું. તેથી આને (નિર્નામિકા) ને સુતેલી જ છોડીને ઈચ્છિત દેશે જતો રહું. એમ વિચારી નંદને નિર્નામિકાને કહ્યું “હે પ્રિયે ! ભાથું લગભગ ખલાસ થઈ ગયું છે.” તો હવે શું કરીએ ?" ભિક્ષાથી જમવાનું થશે (ભીખ માંગવાના દહાડા આવશે) તો શું ભિક્ષા માટે ભમીશ?” નિર્નામિકા બોલી હે નાથ! સાંભળો તમારી સાથે) પછવાડે રહીને ભિક્ષા માંગવી મને ગમશે. એમ બોલી બન્ને નગર બહાર એક મુસાફર ખાનામાં સુઈ ગયા. ભીખથી શરમાતો તે ધીરેથી સરકી ભાથું લઈ રાત્રે જતો રહ્યો. તે નિભંગ્યા ઉઠી પતિને ન જોવાથી વિલાપ કરવા લાગી, સ્વામીએ સારું ન કર્યું કે ઘરથી લઈને અહિં મુકીને જતા રહ્યાં. “હા ! હા! નિર્લજ્જ ! કૃપા વગરના ! નવજુવાન મને મુકીને હે અનાર્ય ! તું તારું મોટું કોને બતાવી શકીશ ?” નવજુવાન દેખીને મને કોઈ પકડી લેશે (ઉપાડી જશે)તો તે નિર્દય ! તારા કુલને કલંક લાગશે. અથવા પરિતાપ કરવાથી શું વળવાનું ? પિતાનાં સાધર્મિક કોઈક વણિજનો આશ્રય લઈને પોતાનાં શીલનું રક્ષણ કરું. પિયરે જવામાં પુષ્પવગરની મને આદર મળશે નહિં. તેથી અહીં જ રહીને કામકાજ કરીશ ! એમ વિચારી હદયમાં ધીરજ રાખી દશે દિશાઓને જોતી નગરમાં પેઠી. ત્યારે એક ઘરમાં ભદ્ર આકૃતિવાળા પુરુષને જુએ છે. અને પગે પડી મનોહર સ્વર વડે વિનંતિ કરવા લાગી કે તાત ! અનાથ દીનદુઃખી એવા મારા શરણ બનો. કારણ કે અનાથ નારી નિયમ નિંદા પામે છે. હું ચંપાપુરીના કુલંધર શેઠની પુત્રી છું. મારા પતિ સાથે ચોદેશમાં જતી હતી પણ સાર્થથી વિખૂટી પડી ગયેલી અનુક્રમે અહીં સુધી આવી. હવે આપ દુઃખથી તપેલી એવાં મારા પિતા બનો. ત્યારે તેનાં વચન વિનયાદિથી રંજિત થયેલા માણિભદ્ર શેઠે કહ્યું હે વત્સ ! તું મારી દીકરી છે પોતાના પિતાને ત્યાં જેમ રહેલી હતી તેમ અહિં રહે, સાર્થની શોધ વિ. હું બધુ કરીશ, એમ કહીને માણિભદ્રે પોતાના પુરુષો શોધ કરવા મોકલ્યા. પણ સાથેનો કોઈ પત્તો ન લાગ્યો. તેઓએ આવીને કહ્યું ત્યારે શેઠને શંકા થઈ “આ સાચું બોલે છે કે ખોટ ?” માટે પરીક્ષા કરે એમ વિચારીને માણીભદ્ર શેઠે કુલંધર પાસે માણસ મોકલી ખાત્રી કરીને પુત્રીની જેમ રાખી, તેણીએ વિનયાદિથી આખા ઘરને રંજિત કરી દીધુ. માણિભદ્ર જિનધર્મ પાળે છે તેણે જિનમંદિર બંધાવેલ તેમાં તે વિલેપન મંડનાદિ ભક્તિથી કરતી સાધુ-સાધ્વીના સંસર્ગથી Page #58 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ શ્રેષ્ઠ શ્રાવિકા થઈ, શ્રેષ્ઠિ જેજે ભોજન માટે અને લાગુ-હકનું લવાજમ તેનાં નિમિત્તે દ્રવ્ય આપે તેને રાખી મુકતી અને તેમાંથી જિનાલયનું રક્ષણ કરતી, શેઠ પણ ખુશ થઈ ગયા બેત્રણ ગણું દ્રવ્ય આપવા લાગ્યા. તે દ્રવ્યના ત્રણ છત્ર બનાવ્યા જે સોનાથી બનાવેલી નાની મોટી માળાવાળા રત્નથી મંડિત ઝુલતા મુક્તાફળવાળા, વિવિધ સોનાના હારોથી શોભતા, સાપની કાંચળી સરખા રેશમી વસ્ત્રથી આચ્છાદિત અને મણિરત્નોથી ચિતરેલાં અને સોનાથી ઘડેલા દંડવાળા હતા, આવા છત્ર બનાવી વિવિધ વિભૂતિથી જિનમંદિરમાં અર્પણ કરે છે, અને બીજું યથાયોગ્ય તપદાનાદિ પણ કરે છે. એ પ્રમાણે ચતુવિધ સંઘની પૂજા કરે છે. અને સ્વાધ્યાયમાં ઉદ્યમ કરે છે. એક વખત શ્રેષ્ઠિને ચિંતિત જોઈ કારણ પૂછ્યું “તેમને કીધુ કે જિનભવન નો બગીચો સુકાઈ ગયો છે માટે” ત્યારે તેણીએ નિશ્ચય કર્યો કે “મારા શીલ પ્રભાવથી બાગ નવપલ્લવિત ન થાય ત્યાં સુધી અન્નજલ ત્યાગ.” અને શાસન દેવીને મનમાં ધારી જિન ભવનમાં બેઠી, ત્રીજા દિવસે રાત્રિમાં શાસનદેવીએ આવીને કહ્યું કે તું ખેદ ના કર, બગીચો સવારે નવપલ્લવિત થઈ જશે. તારી શક્તિ દ્વારા શત્રુ બંતરના ઉપદ્રવથી આ બગીચો મુક્ત થયો છે. એમ કહીને જેટલામાં દેવી પોતાનાં સ્થાને જાય તેટલામાં રાત પુરી થઈ ગઈ. અંધકારનો શત્રુ સૂર્ય એકાએક ઉદય પામ્યો. તેણીએ સવારે શેઠને રાત્રિનો વૃત્તાંત કહ્યો. વિકસિત નેત્રવાળા શેઠે જોયું તો જિનાલયનો બાગ અપૂર્વ પત્ર, ફળ ફૂલથી શોભતો, પાણીવાળા વાદળા સરખા વર્ણવાળો બની ગયો હતો. તે દેખી શેઠ જલ્દી નિર્નામિકાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા હે બેટી ! તારા પ્રભાવથી મારા મનોરથો પૂરા થયા તેથી હે ગુણથી વિશાળ ! ઉઠ, ઘેર આવ અને પારણું કર, એમ કહી શેઠ સમસ્ત શ્રીસંઘ સાથે વાજતે ગાજતે લોકોની સમક્ષ ઘેર લઈ જાય છે. લોકો કહે છે. આના શીલનો મહિમા તો જુઓ, કે જેથી શુષ્ક બગીચો પણ ક્ષણવારમાં નવપલ્લવિત થઈ ગયો. તેથી આ પુણ્યશાળી છે, ધન્યા છે, આનુ જીવન સફળ છે. જેણીને દેવતાઓ પણ આવું સાન્નિધ્ય કરે છે. અથવા આ શેઠ પણ ધન્ય છે કે જેના ઘેર ચિંતામણિ જેવી આ વસે છે. એમ બધા વડે વઆણ કરાતી ઘેર પહોંચી. અને ચતુર્વિધ સંઘને પ્રતિભાભીને (ભક્તિ કરીને) પારણું કર્યું. એક વખત રાત્રે છેલ્લા પહોરમાં જાગીને પૂર્વહકીકત યાદ કરીને વિચારવા લાગી. તેઓ ધન્ય છે જેઓ વિષયસુખને છોડીને દીક્ષા લઈ નિસંગ બની Page #59 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તપ સંયમમાં ઉદ્યમ કરે છે. ત્યારે વિષયસુખલુબ્ધ એવી હું તો અધમ છું, તે વિષયોની પ્રાર્થના કરતી પાિિણ એવી મને તે પણ પ્રાપ્ત થતા નથી. એટલું તો મારું ભાગ્ય છે કે મને જિનધર્મ મળ્યો છે તે ધર્મની તોલે બીજો કોઈ ધર્મ ન આવી શકે, તેમજ આ ધર્મ ભવસમુદ્રથી પાર ઉતારવા માટે નાવ સમાન છે. ૪. આવો ધર્મ પ્રાપ્ત કરી સર્વવરિત લેવી ઉચિત છે, પણ હું તેમ કરવા સમર્થ નથી. ત્યારે શેઠે તેણીને પારણું કરાવ્યું. લોકો તેનાં શીલના વખાણ કરવા લાગ્યા. અને પોતે રાત્રે સર્વવિરતિના વખાણ કરવા લાગી, અને વિશેષ પ્રકારે તપાદિ અનુષ્ઠાન કરવાનો આરંભ કર્યો. છેલ્લે અનશન કરી સૌધર્મ દેવલોકે દેવ બની ત્યાંથી વિદ્યુત્પ્રભા થઈ. માણીભદ્ર શેઠ પણ દેવ થઈ અવીને મનુષ્ય થઈ પુનઃ નાગકુમાર દેવ થયો. પિતાના ઘેર મિથ્યાત્વના મોહથી જે આચરણ કર્યુ તેનાં કારણે પહેલા દુઃખ પછી સુખ મળ્યુ. અને જિનભવનનો બાગ પલ્લવિત કરવાથી તારી સાથે આ ઉદ્યાન ફરે છે. જિનભક્તિનાં કારણે રાજ્ય પ્રાપ્ત થયું. ત્રણ છત્ર આપવાથી સદા તું છત્ર છાયામાં હરે ફરે છે. એ પ્રમાણે જિનભક્તિથી દેવલોકમાં શ્રેષ્ઠસુખરૂપે ફળની પ્રાપ્તિ અને આ મૃત્યુલોકમાં રાજ્યસુખ પ્રાપ્ત થયા કરશે અને અનુક્રમે સિદ્ધિ પ્રાપ્ત થશે. તે સાંભળી મૂર્છા પામી અને જાતિસ્મરણ જ્ઞાન થયું. સ્વચરિત્ર જાતે જોતાં ભવથી વિરક્ત થઈ. હે સ્વામી ! જેટલામાં રાજા પાસે રજા લઉં તેટલામાં તમારા ચરણકમળમાં સેંકડો ભવોનાં દુઃખને દળી નાંખનાર પ્રવજ્યાને હૈં ગ્રહણ કરીશ. આ રાણીના વચન સાંભળી રાજા પણ કહેવા લાગ્યો ‘“હે ભગવંત! આવું જાણીને સંસારમાં કોણ રમે ?’’ બસ આરામશોભાના પુત્ર મલયસુંદરનો રાજ્યાભિષેક કરી હું પણ તમારી પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું ભો ! ભો! ઘાસના અગ્રભાગે રહેલ જલબિંદુ સરખા ચંચલ જીવલોકમાં પળમાત્રનો પણ વિલંબ ન કરવો. ત્યારે મલયસુંદર રાજકુમારને રાજ્યે સ્થાપી બંને જણાએ દીક્ષા લીધી, ગુરુચરણમાં બંને પ્રકારની શિક્ષા મેળવી છેલ્લે અનશન કરી સ્વર્ગમાં ગયા. ત્યાંથી આવી મનુષ્ય અને સુર સંબંધી સુખ અનુભવી અનુક્રમે શિવસંપત્તિ ને વરશે... આ પ્રમાણે જિનભક્તિથી અસામાન્ય ફળ પ્રાપ્ત થાય છે. ( આરામશોભા કથા પુરી ) Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સાધુની ભક્તિથી કલ્યાણ પરંપરા ને જીવ મેળવે છે. અને સમકિત શુદ્ધ થાય છે. એમાં કોઈ સંદેહ નથી. તેનાં વિષે “શિખરસેન'નું ઉદાહરણ કહેવાય છે.. શિખરસેન કથા આ ભરતક્ષેત્રમાં શિખર સમૂહ ઉપર દેદીપ્યમાન ઔષધિ સમૂહથી યુક્ત અભિમાનીહાથીઓથી નાશ કરાયેલ પરિણતહરિચંદનગંધથી સુગંધી ફળફૂલવાળા ઝાડે બેઠેલા પંખીઓના અવાજથી શબ્દમય બનેલ, ઝરતાં ઝરણાં ના ઝંકારથી જેની દશે દિશાઓ પુરાઈ ગઈ છે, જેની મેખલા ઉપર સેંકડો જંગલી જાનવરો ભમી રહ્યા છે. એવા વિંધ્યાચલ પર્વત ઉપર ભિન્નપતિ “શિખરસેન' નામે રહે છે. જે પ્રાણીઓને હણવામાં નિરત અને વિષયમાં ઘણો જ આસક્ત હતો. તેની નવયૌવનથી ભરપૂર, વલ્કલ વસ્ત્રને પહેરનારી, ચણોઠી વિ.ના ઘરેણાંવાળી, શ્રીમતી નામે ભાર્યા છે. વિખુટા કરાયેલા હરણ યુગલોને દેખી તે હર્ષથી ભરેલા અંગવાળી, ઉછલતા સ્તનવાળી હસે છે. એક વખત કરાજાની જેમ સર્વજનને દાહ કરનારી ગ્રીષ્મઋતુ આવી, જગતરૂપી કોઠા મધ્યે રહેલ લોઢાના તમ ગોળા સમાન સર્વજનોને દાહ કરનાર સૂર્યને જાણે પ્રચંડ પવન ધમી (ટૂંકી) રહ્યો છે. (તેનાં તાપને વધારી રહ્યો છે.) જગતમાં કલિકાલની જેમ હલકી જઈ વિકસી રહી છે. જરાક રાતા પુષ્પથી ભવાં ચડાવેલી નયણોવાળા પાટવૃક્ષ જાણે જગતને તપાવનારાં ઉનાળાને રોષથી દેખી રહ્યા છે. બધા ઝાડોને પુષ્પસમૃદ્ધિ વગરના દેખી કાળા પડેલા શિરીષના ઝાડો જાણે સજ્જન માણસની જેમ શરમાઈ રહ્યા છે. જગતને સંતાપ કરનારી લૂ વાયી રહી છે. અગ્નિવાલા ની જેમ પ્રચંડ સૂર્યકિરણો બધાને દઝાડી રહ્યા છે. લોકનો સંતાપ દેખવાથી દિવસો મોટા થઈ રહ્યા છે. સજ્જનની જેમ બીજાની પીડા જોઈ રાત્રીઓ નાની નાની થઈ રહી છે. કંઠ અને ઓષ્ઠ સુકાઈ જવાથી લોકો વારંવાર પાણી પીએ છે. પરસેવાથી ભીના-મેલા શરીરવાળા લોકો સતત ખેદ પામે છે. ગરમીથી પીડાયેલા વટેમાર્ગ પરબમાં પાણી પીને છાયામાં આરામ કરતાં હા હા હાશ ! એમ બોલે છે. ચંદ્ર-માળા કીડાગૃહ, પંખો કિસલય, પાણીથી ભીના જલાશયો, ચંદનના વિલેપન વિ. અમૃત જેવા લાગે છે. આવા ઉનાળામાં શ્રીમતી સાથે શિખરસેન સ્વચ્છેદ લીલાથી ભમતો Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હતો. તેટલામાં પથથી પરિભ્રષ્ટ સાધુ સમુદાય ભમતો દેખાયો. ત્યારે અનુકંપાથી મનમાં શિખરસેન વિચારવા લાગ્યો. “આ વિષમ પ્રદેશમાં એઓ કેમ ભમે છે ?” સાધુઓએ કહ્યું હે શ્રાવક ! અમો માર્ગ ભૂલી ગયા છીએ. ત્યારે શિખરસેન શ્રીમતીને ઉદ્દેશીને કહેવા લાગ્યો ! હે દેવી! જો તો ખરી આ ગુણના ભંડાર ભાગ્ય વશથી આજે કેવી અતિવિષમ દશાને પામ્યા છે. ત્યારે શ્રીમતિએ શિખરસેનને કહ્યું હે સ્વામીનાથ ! એઓ મહાતપસ્વી છે. ભયાનક વિંધ્ય વનથી આ પુણ્યશાળીઓને પાર ઉતારો અતિવિષમતપથી પરિક્ષીણ શરીરવાળા આવાં સાધુઓને ફળમૂળાદિથી તૃપ્ત કરો. એમને પ્રણામ કરવો તે ખરેખર નિધાન મેળવવા સમાન છે. એમ કહીને સંભ્રમ અને હર્ષના વશથી રોમાશિત દેહવાળા શિખરસેન ભિલ્લપતિએ સુંદર ફળમૂળ લઈને લાભ દેવા સાધુઓએ કહ્યું અમારે વર્ણગંધથી રહિત થયેલા ખપે. તોપણ અમારા ઉપર ઉપકાર કરો, નહિં તો અમને ઘણું જ દુઃખ થશે. ઘણાં ગુણોને પેદા કરનારી શ્રેષ્ઠ શ્રદ્ધાને જાણી તેઓના હૃદયમાં અન્યગુણોની વાવણી કરવા સારુ સાધુઓએ કહ્યું છે તમારો આટલો બધો આગ્રહ હોય તો લાંબા કાળથી ગ્રહણ કરેલાં વર્ણ ગંધાદિ જેનાં બદલાઈ ગયા છે એવા ફળો વહોરાવો તેવાં પ્રાસુક ફળથી પડિલાભી ભાર્યા સાથે પોતાને કૃતાર્થ માનતો રસ્તે ચડાવા ગયો. સાધુઓએ જિનધર્મ ઓળખાવ્યો. - કર્મનો ઉપશમ થવાથી સહર્ષ તેઓએ સારી રીતે તે ધર્મને સ્વીકાર્યો અને શાશ્વત શિવસુખના કારણભૂત નવકાર આપ્યો. બહુમાન ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા તેઓએ ગ્રહણ કર્યો. તથા તેઓનો જન્મ કર્માનુભાવને ચરિત (યોગ્ય) અનુસરનારો જાણી પખવાડીયામાં એક દિવસ સર્વસાવધ આરંભ છોડી એક સ્થાને બેસી નવકારનું સ્મરણ કરવાનું કહ્યું. અને શરીરનો ઘાત કરનાર ઉપર પણ ક્ષમા રાખવી. આવી રીતે જિનધર્મને સેવતા તમોને ટુંક સમયમાં ચોક્કસ મનોહર દેવની સુખસામગ્રી પ્રાપ્ત થશે. હર્ષ ધેલાં બનેલાં તેઓએ મુનિવચન સાંભળી “અમો એ પ્રમાણે કરીશું.” એમ સ્વીકાર કર્યો. સાધુઓ તો ગયા અને તેઓ વધતાં જતાં શુદ્ધ ભાવથી તે પ્રમાણે કરવા લાગ્યા. પણ એક દિવસ પૌષધ પ્રતિમાને સ્વીકારી અનુસ્મરણ કરતા હતા ત્યાં તો એક વિકરાળ વિંધ્યશિખર ઉપર હાથીઓના ગંડસ્થલ ભેદવામાં તત્પર રહેનાર, હાલતાં ડોલતાં પીળાવાર્ણની કેશરસટાવાળો ગર્વિષ્ઠ સિંહ આવ્યો ત્યારે શિખરસેને ભયભીત શ્રીમતીને દેખી ડાબા હાથ બાજુ રહેલા ઉદ્દામ ધનુષ્યને ગ્રહણ કર્યું Page #62 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૫૧ કહ્યું કે આ મારા એક બાણથી સાધ્ય છે. ત્યારે શ્રીમતીએ ક્ષમા રાખવાનું કહ્યું અને ગુરુવચન યાદ કરાવ્યું. હે સ્વામિનાથ ! એમાં કોઈ સંદેહ નથી. પણ એમ કરતાં મુનિવચન છૂટી જશે, “કારણ મુનિ મહાત્માઓનો આદેશ છે કે તે દિવસે જો કોઈ શરીરનો નાશ કરે તો પણ તેની ઉપર ક્ષમા કરવી. (તેની ઉપર ક્ષમા રાખવી) તો પરલોકમાં બંધુસમાન, ગુણોથી શોભાયમાન, એવાં ગુરુ વચનને યાદ કરતાં આપણે તે વચનથી વિપરીત આચરાણ કેમ કરીને કરીએ ?' હવે ધનુષને એકબાજુ મુકી શિખરસેને શ્રીમતીને કહ્યું કે સુતનુ ! તારી વાત સાચી છે, ગુરુ આદેશ અન્યથા કેમ કરાય, પરંતુ તારા મોહથી મુગ્ધ બનેલ હૃદયવાળા મેં આમ કર્યું, હવે આવા અકાર્યથી સર્યુ, ગુરુવચનમાં આદર કરીએ, તેથી આદર કરી બેસી ગયા. એ અરસામાં સિંહનાદથી નભાંગણને ભરતો ભૂમિ ઉપર પંજો પડાવી તે સિંહ તેમની પાસે આવ્યો. ત્યારે તે બન્ને ચિંતવવા લાગ્યા કે આ પશુરાજા ગુરુ ઉપદેશનું બરાબર પાલન કરો છો કે નહિ તેની પરીક્ષા કરવા માટે કસોટી ના પત્થર સમાન હોવાથી અમારો ઉપકારી છે. એવી શુભ વિચારધારામાં મગ્ન બનેલ કોધ વગરનાં તે બન્નેને તીક્ષ્ણ નખોથી સિંહે વિદારી નાંખ્યા. બન્ને જણાએ કાયર માણસોને કંપારી છુટાડે આવા અતિભયંકર ઉપસર્ગને સહન કયોં. અને શુભભાવનાથી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઋદ્ધિમંત પલ્યોપમ આયુવાળા દેવ થયા. તે બન્ને ઈચ્છા મુજબ ભોગોને ભોગવી આયુ ક્ષીણ થતા ત્યાંથી આવી જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ માં ચકપુર નામે નગર છે. જે ઉંચાગઢ અને ધોળા ઘરોથી દેવનગર જેવું લાગે છે. તેનું સૂર્યની જેમ શ્રેષ્ઠ પુરુષના હજાર નેત્રોરૂપી કિરણવાળો, સદાવૃદ્ધિ પામતા વિષયસુખવાળો, કુમૃગાંક નામે રાજા છે. તેને બાલચના નામે પટરાણી છે. તેની કક્ષમાં શિખરસેન ઉપન્યો. શ્રીમતી પણ સુભૂષણ રાજાની રાણી કુરુપતિ ની કુમિમાં ઉપજી. કુમારનું સમરમૃગાંક અને કુંવરીનું અશોકદેવી નામ પાડ્યું. અનુક્રમે સર્વકલા ગ્રહણ કરીને હોંશિઆર થયેલા તે બન્ને કામદેવના ભવન સમાન યૌવન પ્રાપ્ત થતાં સુભૂષણ રાજાએ સમરમૃગાંકને પોતાની દીકરી આપી અને શુભમુહુર્ત બન્ને ના લગ્ન થયા. ઈચ્છામુજબ વિષયસુખ ભોગવતાં, હર્ષપૂર્ણ અંગવાળા અરસપરસ વધતા અનુરાગવાળા તે બેઓનો કાળ વીતે છે. એક દિવસ રાણી સાથે વિલાસ કરતા કુરુકૃગાંક રાજા ઝરોખામાં બેઠા હતા. ત્યારે રાજાના વાળ સંવારતી રાણીએ માથામાં ચંદ્રસરખી કાંતિવાળા વાળને દેખી બોલી હે દેવ! Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મારી વિનંતિ સાંભળો પલિતનાં (ધોળાવાળ) નાં બહાને કાનની નજીક રહેલો દૂત કહી રહ્યો છે કે હે રાજન્ ! ઘડપાગ આવી રહ્યુ છે. તેથી જે કરવાનું હોય તે જલ્દી કરી લો. તે સાંભળી પુત્ર સમરમૃગાંક ને રાજ્ય સ્થાપી. રાગી સાથે દીક્ષા લીધી. સમરમૃગાંક પણ ચોતરફ પ્રસરેલા પ્રતાપવાળો અશોકદેવી સાથે ભોગ ભોગવતો રહે છે. એ અરસામાં સમરમૃગાકે પૂર્વે જીવઘાત થી બાંધેલા ઘણાં જ માઠા પરિણામવાળુ કર્મ ઉદયમાં આવ્યું. જેથી બંભાનગરના રાજા શ્રીબલે નિર્નિમિત યુદ્ધ છેડ્યું અને સમરમૃગાંકના પ્રધાન યોદ્ધાઓ તેમાં ભળી ગયા તેથી પોતે યુદ્ધમાં જ મય અને રૌદ્રધ્યાનથી નરકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકપણે ઉપન્યો. તે સાંભળી અશોકદેવી પણ વિરહશોકથી પીડાયેલી ચક્કર આવવાથી ધબ દઈ નીચે પટકાણી, આશ્વાસન આપતા રૌદ્રધ્યાનથી અત્યંત મોહથી મુગ્ધ બનેલી રાણીએ એવા પ્રકારનું ઘોર પાપ કરી નિયાણું કર્યું. કે અભાગિણી હું પણ જ્યાં રાજા ઉપન્યો છે. ત્યાં જ જાઉ. ત્યા જે અગ્નિમાં સંક્ષિણ ચિત્તવાળી પોતાના શરીરને બાળે છે. અને જ્યાં રાજા હતો ત્યાં જ ઉપજી. સદા ઉદ્વિગ્ન, ભારે દુઃખી, કરુણા ઉપજાવે તેવાં શબ્દો બોલનારા, હંમેશને માટે ભયભીત એવા તેઓએ જેમ તેમ કરી (કમ પણ કરીને) સત્તર સાગરોપમ ગાળ્યા. ત્યાંથી નીકળી રાજા પુષ્કરાઈભરતનાં બેન્નાપ્રદેશમાં દારિદ્ર કુલમાં ગાથાપતિ પુત્ર થયો. દેવીપણ ત્યાંજ સમાનજાતિમાં દરિદ્રપુત્રી થઈ. અનુક્રમે ભાગ્ય યોગે તે બન્નેના લગ્ન થયા. પૂર્વભવનાં અભ્યાસના કારણે પરસ્પર અનુરાગવાળા બન્ને દારિદ્રયને ભૂલી સુખેથી રહે છે. એક વખત ગુણના ભંડાર ગૌચરી જતાં સાધ્વીગાણને ઘરઆંગણે દેખી પ્રાસુક અન્નપાણી હર્ષથી વિકસિત રોમરાજીવાળા બન્ને જણાએ વહોરાવ્યા, “તમે ક્યાં રોકાયેલા છો ?” એ પ્રમાણે પૂછતા સાધ્વીજીએ કહ્યું અમે વસુશેઠ ના ઘરની પાસે તેનાં જ બનાવેલા ઉપાશ્રયમાં રોકાયેલા છીએ. અને મધ્યાન્ને વધતી જતી શ્રદ્ધાવાળા બન્ને તેમના ઉપાશ્રયમાં ગયા. બંને જગાએ ત્યાં સામે રહેલી પુસ્તકમાં નજરવાળી જાણે કમળની વેલ ન હોય તેની જેમ જેની તનુનાલ નમી પડેલી છે, નયનરૂપી ભ્રમરને ધારણ કરનારી તેમજ નીચે નમેલા મુખકમલવાળી વિસ્તૃત મહાઅર્થવાળા અગ્યારે અંગ જેની કમળના પાંદડા સરખી કોમળ જીભ ની ટોચે રહેલા છે એવા સુવ્રતા નામની મહત્તાને દેખ્યા જે વિસ્મયથી વિકસિત નયણવાળા, ભક્તિસમૂહથી પૂર્ણ અંગવાળા, રોમાન્નિત ગાત્રવાળા, તે બન્ને જણા વાંદીને બેઠા, મહત્તરાએ પણ શ્વેત વસ્ત્રની અંદર રહેલા એક હાથને નીકાળી અર્ધ નમેલાં મુખથી ધર્મલાભ આપ્યા. બાકીની Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સાધ્વીજીઓને વાંદી, ફરી ગણિની પાસે બેઠા, જેના દાંતમાથી નિર્મલકિરણો નીકળી રહ્યા છે એવી ગણિનીએ પૂછયું, ક્યાં રહો છો, અહીં જ રહીએ છીએ. ત્યારે ગોચરી ગયેલ સાધ્વીજીએ કહ્યું આ ઘણાજ શ્રદ્ધાવાળા છે. તમને વાંદવા આવ્યા છે. તમે સારું કર્યું, કે ધર્મમાં મન પરોવી અહિં આવ્યા, ભવ્ય પ્રાણીઓનું આજ કર્તવ્ય છે. કારણ કે શારીરિક અને માનસિક દુઃખથી પીડીત પ્રાણીઓને આ સંસારમાં ધર્મને મુકી બીજું કોઈ શરણ નથી. સ્વપ્ન-માયા અને ઈન્દ્રજાલ સમાન ચલ અને અસાર સંસારમાં મનુષ્યપણું મુકી અન્યત્ર રહેલો જીવ બરાબર ધર્મ કરી ન શકે, તેવો મનુષ્ય જન્મ મેળવીને જેઓ વિષય લુબ્ધ બની ધર્મ કરતા નથી તેઓ ચંદન ને બાળી અંગારા વેચવાનું કામ કરે છે. તેમ જાણવું. ધર્મથી સર્વભાવો સુખ આપનારા બને છે. ધર્મથી ટૂંક સમયમાં શાશ્વત સુખવાળું સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. ત્યાં ધર્મનું મહત્વ સાંભળી, યથાશક્તિ વિરતિ સ્વીકારી, વીતરાગ પરમાત્માએ ફરમાવેલા દુઃખ ને દૂર કરવા માટે વિરેચન સમાન એવા ધર્મને સાંભળવા દરરોજ આવજો. ગણિણીના વચન સ્વીકારી ઘેર ગયા, હર્ષિત હૃદયવાળા ધર્મમાં અનૂરાગવાળા તેઓ કેટલાક દિવસમાં ઉચ્ચ ભક્તિવાળા બની વિષયસુખથી મનને વાળી ઉત્તમ શ્રાવક થયા. દરરોજ ત્યાં આવવા લાગ્યા અને ઉત્તમ શ્રાવક ધર્મ પાળી મરીને બ્રહ્મદેવલોકે ગયા. સત્તર સાગરોપમ સુધી શ્રેષ્ઠ સુખ અનુભવી ત્યાંથી આવી આજ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલાનગરીમાં કીર્તિધર્મ રાજાની શ્રીકાંતા રાણીની કુમિમાં ભિલ્લજીવ ઉપન્યો. ત્યારે રાણીએ મુખથી ઉદરમાં પ્રવેશતો સિંહ કિશોર દેખ્યો. રાજા પાસે જઈ અંજલિ જોડી સ્વપ્ન કહેવા લાગી. તે સાંભળી રાજા કદંબ પુષ્પની જેમ રોમાન્નિત થયો. સ્વપ્નઅર્થ વિચારી રાજા હર્ષવશે અટકતો કોયલ જેવી કોમલ વાણીથી રાણીને કહેવા લાગ્યો, હે દેવી! અભિમાની શ્રેષ્ઠ માણસરૂપી હાથીને ફાડી નાંખવા માટે “અસામાન્ય તીણ નખવાળા - પૃથ્વીમા અજબ કોટીનો વીર એવો સિંહ સમાન” પુરુષ જાતિમાં સિંહ સમાન પરાક્રમી એવો તારે પુત્ર થશે. રાજાના તે વચનને બહુમાનથી સ્વીકારી સુપ્રશસ્ત દોહલાને પૂર્ણ કરી ગર્ભધારણ કરે છે. શુભદિવસે દેવકુમાર સરખો પુત્ર જન્મ્યો. પ્રિયંગુલતા દાસીએ રાજાને વધામણી આપી. દાસીને પ્રીતિદાન આપી મસ્તક ધુણાવા લાગ્યો. ત્યારપછી ધુંસરી, મુશલ, ધ્વજા, ઘાગીના ચકને ઉંચા મૂકાવી દીધા છે. એટલે આવા કષ્ટદાયક વ્યાપાર બંધ કરાવ્યા, અથવા ધ્વજ પતાકા વગેરેથી રાજ્ય સજાવ્યું. એવો વધામણી મહોત્સવ રાજાના આદેશથી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સમસ્ત રાજ્યમાં શરૂ થયો. વળી સર્વ બંદીજનો છૂટા કરાઈ રહ્યા છે, વાજીંત્ર વાગી રહ્યા છે, નારી સમૂહ નાચી રહ્યો છે. માથાના વસ્ત્ર હરાઈ રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. બજારો શણગારાઈ રહી છે, કંચુકીઓ ગોળ ભમી રહ્યા છે, કુબડા અને લંગડા આળોટી રહ્યા છે, ભાટચારણો રાજાને વખાણી રહ્યા છે. હાથી રથ અપાઈ રહ્યા છે. સામંતોને ખુશ કરાય છે, બહુ દાન અપાઈ રહ્યું છે, મીઠા જળ પીવાઈ રહ્યા છે. વિવિધ ભોજન જમાઈ રહ્યા છે, અનેક આશ્ચર્યો દેખાઈ રહ્યા છે, પૂજાપાત્રો ચોખાના ભરેલા થાળ વધામણી નિમિત્તે આવી રહ્યા છે, દાન દેવા યોગ્ય ગણી લોકો પૂજાઈ રહ્યા છે, છત્રો ઉંચા કરાઈ રહ્યા છે, ક્ષત્રિયોને માન, પાન અપાઈ રહ્યા છે, “અક્ષતથી વધાવી રહ્યા છેબાળકોનું રક્ષણ કરાઈ રહ્યું છે, દુશ્મનોને દુ:ખ ઉપજી રહ્યુ છે. મિત્રો મજા માણી રહ્યા છે, આ વધામણીના મહોત્સવમાં મહાલી રહેલા રાજાના સેંકડો મનોરથ સાથે અનુક્રમે મહીનો પૂરો થઈ ગયો, શુભદિવસે રાજાએ મિત્ર સ્વજન અને બધુવર્ગ (સગાસંબંધી) નો આદર સત્કાર કરી પુત્રનું વિજયવર્મ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાતો અનુક્રમે આઠ વર્ષનો થતા કલાગ્રહણ કરી, સર્વકલામાં સંપન્ન અને કામદેવના રાજભવન સમાન નવીન વયમાં આવેલો જાણી રાજાએ સર્વકલામાં કુશલ, અતિશય શોભાયમાન આકૃતિવાળી અને શરીર પર વસ્ત્રાદિની સજાવટવાળી બત્રીસ શ્રેષ્ઠ કન્યાઓ પરણાવી. આ બાજુ ભિલ્લરાણી આજે ભારતમાં પૃથ્વીનારીના તિલકસમાન, સારા પ્રકાશવાળા અને જે ધનધાન્યથી સંપન્ન છે, એવા શુભવાસ નામના નગરમાં વિમલાલ નામે રાજા છે. જેણે શત્રુ પક્ષનો નાશ કરી દીધો છે. જે અક્ષત/સુંદર ઈન્દ્રિયોવાળો છે. જે ઘણાં લોકોનો રક્ષણ કરનારો અને સર્વકલાઆગમમાં દક્ષ છે તેને ગુણનો ભંડાર, નારીની લીલાથી ત્રણે લોકને તોલનારી (ત્રણે લોકમાં શ્રેષ્ઠ) કમળના પાંદડા સરખા દીર્ઘ નયણોવાળી કમલાવતી નામે રાણી છે તેની કુક્ષિમાં ઉપજી, પોતાના ખોળામાં ચંદ્રકલાને સ્વપ્નમાં જોઈ પતિને વાત કરી પતિએ કહ્યું તારે પુત્રી જન્મશે, જેનાં દોહેલાં પૂર્ણ થઈ ગયા છે એવી રાણીએ શુભદિવસે સુખપૂર્વક શ્રેષ્ઠ બાલિકાને જન્મ આપ્યો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ બાર દિવસ થતાં ગ્રાધિષ્ઠાયક દેવનું, સ્વજનોનું સન્માન કરી તેનું નામ ચન્દ્રવર્મા નામ પાડ્યું, પાંચ ધાવમાતાઓથી લાલન કરાતી અનુક્રમે કાંઈક ઉગા આઠ વર્ષની થઈ ત્યારે કલા શિખવાડી. એક દિવસ સર્વશણગાર સજી વિવિધ વિનોદ કરતી રાજાના ખોળામાં બેઠી છે; જ્યારે તેનું રુપ જોઈ રાજાએ કન્યાને વિદાય કરી, અને ચિંતાતુર બનેલાં રાજાએ મહિસાગર મંત્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, “હે મંત્રીશ્વર ! આ કન્યાનું વર્ણન કરવા કોણ સમર્થ થઈ શકે ?” કારણ કે આ વિંધ્યાચલનું જંગલ જેમ સુંદર હાથીવાળું હોય તેમ આ સુંદર વાણીવાળી છે, બ્રાહ્મણની જીભ આશીર્વાદમાં રત હોય, (કન્યાપક્ષે) મંગલકારી દાંતવાળી, વેદવચન સુંદર પાદવાળા હોય, (કન્યાપક્ષે) સુંદર પગવાળી વિષ્ણુની દેહ જેમ સત્યભામાયુક્ત હોય છે તેમ સત્યવચનવાળી, ટંકશાળ જેમ ચલણી સિક્કાવાળી હોય તેમ જ્ઞાનવાળી, મેરુપર્વત સુંદર સરલ ઝાડવાળો (કન્યાપક્ષે) તેમ સીધીસાદી, જિનેશ્વરની વાણી નિર્મલ, નિદૉષ આલાવાવાળી હોય તેમ (કન્યાપક્ષે) મીઠું બોલનારી, વરસાદની મોસમ વાદળાવાળી હોય (કન્યાપક્ષે) સુંદર બુદ્ધિશાળી, ચંદ્રકલા કલંક વગરની હોય (કન્યાપક્ષે) કલંક વગરની; હું માનું છું કે સૌભાગ્ય, રૂપ, લાવણ્ય, કાંતિ અને દીપ્તિથી આ કન્યા મહાદેવ કામદેવ, વિષ્ણુ, ચંદ્ર અને ઈન્દ્રની પટરાણીને જિતનારી છે. જેણીનાં ઉંચા અને પીનસ્તન ગોલ અને સુંદર છે, જેણીનું નિતંબતટ (પૂંઠનો ભાગ) વિસ્તૃત છે. અને જે સઘળાય વિલાસનો ખજાનો છે આવી કન્યા યૌવનવયમાં વર્તી રહી છે. તેથી આને અનુરૂપ વર આ જગતમાં કોણ થશે/હશે ?” આ કારણથી હું ઘણોજ ચિંતાતુર થયો છું. આ વચન સાંભળી મતિસાગર મંત્રીએ કહ્યું હે રાજન ! ચિંતા કરશો માં, આ બાબત વિધિ વિધાતા) સાવધાન જ હોય છે, તેટલામાં નગરની એક દિશામાં હણો હણો એવા શબ્દવાળો મોટો કલકલ અવાજ (ઘોંઘાટ) થયો, અને પુષ્કલ ઘોડાની ખુરથી ઉખડેલી ધૂળ સમુહથી દિશાઓ તમાલપત્ર સરખી કાલીભટ્ટ થઈ ગઈ. રાજાએ તપાસ કરવા કહ્યું. કવચને ધારણ કરનાર ડમરીથી રંગાયેલા શરીરવાળો ઉતાવળા પગે દ્રવીર્ય ત્યાં આવ્યો, હે રાજનું! જયપામો એ પ્રમાણે બોલતો વિનંતિ કરવા લાગ્યો કે આજે મન અને પવન સરખા વેગવાળા ઘોડા ઉપર સવાર થઈ સપરિવાર નગરની દક્ષિણ દિશામાં દુષ્ટપુરુષોની તપાસ માટે ગયો, તેટલામાં મોટો યુદ્ધનો અવાજ સંભળાયો, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મેં ત્યાં જઈને જોયું તો એક રાજકુમાર શ્રેષ્ઠ ઐરાવણ હાથી ઉપર ચઢેલો હતો, અને ચારે બાજુ ઘેરીને સુભટો તેનાં ઉપર પ્રહાર કરી રહ્યા છે, જેમ ઈન્દ્રને ઘેરી અસુરો પ્રહાર કરતા ન હોય, તેટલામાં બહુ પ્રહાર થી પ્રહત બનેલ (ઈજા પામેલ) હાથી ઘણો ગુસ્સે થયો, તેમજ ચિંઘાડ કરવા લાગ્યો તેવા હાથીને કુમાર ધીરે ધીરે હંકારવા લાગ્યો, ત્યારે તે હાથીએ સુભટસમૂહનો છૂંદો કરી નાખ્યો, જેટલામાં હાથીના ભયથી બધા દૂર દૂર સરકી ગયા, અને સાગરઆવર્ત નામના સરોવરમાં જલ પીવા માટે હાથી પેઠો અને કુમાર પણ જલક્રીડા કરીને રાજકુમારને એક ઝાડ નીચે આરામ કરતો દેખ્યો. એ અરસામાં ચતુરંગ સૈન્ય સાથે શૂરરથ રાજા ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે “હે પાપિષ્ઠ ! દુષ્ટ ! નિર્લજ્જ ! મારા સુભટોને મારી અહીં નિરાંતે સૂતો છે. હજી તો પહેલાનું તારા પિતાનું વેર મને ભુલાતું નથી અને હે પાપી ! આ તે ફરી નવું વેર ઉભુ કર્યું, તેથી તુ સામે આવ ! અથવા હે દુષ્ટ તું કોઈનું પણ શરણ લે કે પાતાલમાં પેસ, આજે તું છુટી શકે એમ નથી, તે સાંભળી વીરરસથી રુવેરુવ જેનાં ખડા થઈ ગયા છે એવો કુમાર કહેવા લાગ્યો હે રાજા ! શું ઉત્તમ પુરુષો પોતાની પ્રશંસા જાતે કરે ખરા ?'’ હે નરેન્દ્ર ! પૂર્વપુરુષોએ મેળવેલા યશનો આ જે નાશ કર્યો છે, કે જેથી પુરુષકારપુરુષાર્થ વિનાનું નકામું આ પ્રમાણે બોલે છે. જ્યારે રોષે ભરાયેલા શૂરરથે ધનુષ્યનો ટંકાર કર્યો તેટલામાં કુમાર પણ તેજ હાથી ઉપર ચડ્યો. પણ તે હાથી કોઇ પણ હિસાબે જલમાંથી બહાર ન નીકળતાં માછલાંની જેમ પડખુ ફેરવી અન્ય હાથી ઉપર બેસી તેનાં સવારને હણી શ્રેષ્ઠ ધનુષ્યને દોરી બાંધી તૈયાર કરે છે ત્યારે અમે પણ તેનાં પક્ષમાં (આધાર વર્ગમાં) મળ્યા ત્યારે સૂરરથ રાજા મને કહેવા લાગ્યો આ તારે શરણે આવેલ નથી મારા શત્રુખાતર તું યમ ઘેર જા નહિં, માટે તું તારા સ્વામીની પ્રીતિને ન તોડ. તે સાંભળી સૈનિકો ગોઠવી હું તમારી પાસે નિવેદન કરવા આવ્યો છું હવે તમે કહો તેમ કરીએ ત્યારે રાજાએ હોઠ કરડી ભવાં ચડાવી યુદ્ધ ભેરી વગાડવાની આજ્ઞા કરી જલ્દીથી જલ્દી તૈયાર થાઓ, મારી સામે આવેલા (પરોણાં) અતિ અદ્ભૂત વીર્યવાળા તે મહાનુભાવનું ઘણું અહિત ન થાય તે માટે જલ્દી કરો, એમ કહી વિમલાક્ષ રાજા વેગવાન શ્રેષ્ઠ રથમાં બેસી ચતુરંગ સેના સાથે ક્ષણવારમાં યુદ્ધ મૈદાનમાં આવી ગયો. એટલામાં દ્રઢવીર્યે જે સિપાઈઓ કુમાર પાસે મુકી Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૫૭ ગયો હતો તે શત્રુના પ્રહારથી નાશી ગયા. આહ્વાન કરતા, કુદતાં અને સામે ચડીને ભીડાયેલા વિમલાક્ષ રાજાના સૈન્યને, દેખી શત્રુસેના ભાગ્યે છતે અભિમાનથી ઉચ્છંખલ બનેલી, સ્વામીનું કાર્ય કરવા ઉદ્યમવાળી, વિજય મેળવવાનાં લાલચી એવી બન્ને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધવર્ણન... બાણથી વીંધાયેલા ધ્વજાના ચિહ્નો પડી રહ્યા છે. ખુંખાર અવાજ કરનારા વિવિધ ધડો નાચી રહ્યા છે, કરાગ્ર છેદાવાથી હાથમાં લીધેલી વસ્તુ પડી રહી છે. મસ્તકરૂપી કમળની વેલ વડે ધરણીતલ પૂજાઈ રહ્યાં છે. લોહીના પ્રવાહથી મડદાઓ કાળા થઈ રહ્યા છે. ઘોડેસવાર મરીજવાથી ઘોડાઓ હેષારવ કરી રહ્યા છે, ભયથી ધ્રુજતા કાયરો ભાગી રહ્યા છે. કાગડા અને ગીધડાઓ વડે આભ ઢંકાઈ રહ્યુ છે. દેવસમૂહ જોઈ રહ્યો છે. આભરણો ચમકી રહ્યા છે. માંસ લુબ્ધ શીયાળીયાઓ ચિચિયારી પાડી રહ્યા છે. ઘણના ઘાથી રથો ચૂર્ણિત થઈ રહ્યા છે, શસ્ત્રનો ખણ ખણ અવાજથી ગભરાયેલી દેવાંગનાઓ પોતાના પતિને ભેટી રહી છે. ત્યારે વિમલાક્ષના સૈન્યથી ભંગાયેલું શૂરરથનું સૈન્ય નાશવા લાગ્યુ તે દેખી શૂરરથે બાણોની વર્ષા કરી તેટલામાં કુમાર તેની સામે આવી ચડ્યો. બન્ને વચ્ચે ભારે યુદ્ધ થયું અને વિવિધ (કરણોથી) પોતાની કલા દેખાડીને કુમારે હસ્ત ચાલાકીથી શૂરરથને બાંધી લીધો, ત્યારે યુદ્ધને જોનારાં દેવોએ કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને જય જય શબ્દ બોલી આશ્ચર્ય ચકિત થયેલા દેવો પોતાના સ્થાને ગયા. ત્યારે કુમારને ઓળખી ચારણજનો તેના વખાણ કરતા કહેવા લાગ્યા કે.. શત્રુ ઉપર જેણે જય મેળવ્યો છે, અને જે રૂપમાં કામદેવની તુલનાએ આવે એવો છે એવો કુમાર જયપામો. કીર્તિવર્ષ નો પુત્ર જેનું નામ વિજયવર્મ છે તે જય પામો. હે કુમાર ! હે ગુણના ભંડાર ! હજાર જીભવાળો અસંખ્યવર્ષની ઉંમરવાળો પણ તારા ગુણંતો ગાવવા સમર્થ નથી; તો બીજો કયો તારા ગુણોનું વર્ણન કરી શકે ?'' તે સાંભળી અહો આ તો મારા મિત્રનો પુત્ર છે એમ કહી જેનાં દેહમાં હરખ સમાતો નથી એવો વિમલાક્ષ તેને ભેટી પડ્યો. અને વિરલ પડેલા આશ્રિત પુરુષોની પાટા પીંડી કરવાનો આદેશ કરી જેણે શૂરરથને છોડી દીધો છે એવા કુમારની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કુમારના સમાગમથી ખુશખુશાલ આનંદના આંસુથી ભીના નયણવાળા રાજાએ સમસ્ત નગરમાં વધામણી મહોત્સવનો આદેશ કયો. અવસર દેખી શૂરરથને વૈરનું કારણ પૂછ્યુ. શૂરરથે કહ્યું હે રાજન્! તમે સાંભળો જે (આ) ચાર દાંતવાળો ચંદ્રશેખર નામે શ્રેષ્ઠ હાથી હતો તેને યુદ્ધ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ | મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરીને કીર્તિવર્ષે હરણ કર્યો હતો તે વેરને યાદ કરી સૈન્યનું નિરક્ષણ કરવા નીકળેલા મેં કુમારને એકલો દેખી આ આચર્યું. ત્યારે રાજાએ કુમારને એકલવાયાનું કારણ પુછયું તે બોલ્યો તે તાત ! ધ્યાનથી સાંભળો હું હાથી, ઘોડા ઉપર રોજ ફરતો હતો. તેમાં એક દિવસ આ હાથી ઉપર ચઢેલો પણ તે વરસેલા પાણીની ગંધથી બેકાબુ બની ગયો. હસ્તિરત્નજાણી કરુણાથી તેનો ઘાત ન કર્યો, આના લોભથી કરણ = એક જાતનો કીમીયો આપીને (દાવ પેચ કરી) ઉતયોં, મન વચન અને ઘોડા જેવા વેગવાળો, અનુક્રમથી આવતો આ હાથી તે નગર બહાર રહેલ સૂરરથની નજરમાં આવ્યો. તેની આગળનો વૃત્તાંત તમને ખબર જ છે, એટલામાં કુમારની શોધ કરતો કીર્તિવર્મ રાજા ત્યાં આવ્યો, તે જાણી વિમલાક્ષ રાજાએ ભવ્ય નગર પ્રવેશ કરાવ્યો, થોડા દિવસ આનંદથી રહ્યા. અવસરે વિમલાણ રાજાએ પરોણા રૂપે આવેલ કુમારને ગુણથી સંપન્ન એવી ચન્દ્રમાં રાજકુમારી આપી. કીર્તિવમેં પણ કુમાર માટે તે ચંદ્રવર્માનો સ્વીકાર કર્યો અને શુભદિવસે લગ્ન કરાવી યોગ્ય વ્યવહાર કરીને વિદાય આપી. પોતાના નગરે જઈ ઈચ્છામુજબ ભોગ ભોગવવા લાગ્યા. અન્યદા કીર્તિવર્મ રાજાએ કુમારને રાજ્ય સોંપી દેવેન્દ્રમુનિ પતિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ઉદાર તપ આદર્યો, આઠ કર્મ ખપાવી મોક્ષે સીધાવ્યા. બીજો રાજા વિજયવર્મ પણ ઘણાં માંડલિક રાજાઓને સાધી (જીતી)ને ચન્દ્રવર્મા સાથે ભોગ સંપત્તિને ભોગવે છે, જન્માંતરના સ્નેહસંતુથી બંધાયેલી ચન્દ્રવર્મા સાથે વસતા કુમારને કેટલો સમય વઈ (વીતી) ગયો તેની પણ જાણ ન થઈ. એક દિવસ રાજા રાજસભામાં બેઠો હતો ત્યારે “આ ચંદ્રવર્મા સ્ત્રીરત્ન છે” એમ જાણી મંત્ર વિધાનનિમિત્તે રાજાના મનને નહિં જાણનાર કોઈક મંત્રસિદ્ધ ચંદ્રવર્માનું હરણ કર્યું. માતાએ તે વાત કુમારને કરતાં તે મૂચ્છ ખાઈ નીચે પડ્યો. વારાંગનાઓએ ચંદન રસથી સીચી તાલવૃંત પંખાથી વીંઝતા મહામુશ્કેલે પ્રતિબોધ પામ્યો. મહાદુઃખથી ત્રણ દિવસ પૂરા કર્યા. ત્યારે ચોથા દિવસે તીવ્રતપથી ક્ષીણ શરીરવાળો, જેણે શરીરે ભભૂતિ લગાડી છે, જટાધારી, પેલો મંત્રસિદ્ધ આવીને કહેવા લાગ્યો કે હે રાજા ! તું વિના કારણે “આટલો બધો આકલ વ્યાકલ કેમ થઈ ગયો છે ?” તારી પત્નીને મંત્ર વિધાન ના નિમિત્તે હું લઈ ગયો છું. તેનાં શીલનો ભંગ કે શરીર પીડા કાંઈ થવાની નથી. પણ આવો કલ્પ (આચાર) હોવાથી મેં પહેલા તેને જણાવ્યું નહિં, છ મહીને Page #70 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તેનો સંયોગ થશે માટે તું સંતાપ ન પામ એમ કહી તે અદૃશ્ય થઈ ગયો, પણ હા દેવિ ! દીર્ઘ વિરહવાળી ! તું ક્યાં છે ? મને જવાબ તો આપ! મોહવશ થયેલા જે જે આલાપો કરતા હોય તે બધા આલાપોથી તે સમયે રાજા બધુ રાજકાજ છોડી વિલાપ કરવા લાગ્યો, રાજભવનની વાવડીમાં રત હંસયુગલોને વિલાસ કરતા દેખી ઘણીવાર પરિવારને પણ પીડા ઉપજાવે એવાં મોહને પામે છે. ઘણું શું કહિએ ? નરક સમાન દુઃખ અનુભવતા મોહથી વલવલતા તેણે પલ્યોપમ સમાન પાંચ મહીના કાઢ્યા. કેટલાક દિવસે નિમિત્ત વિના દુઃખથી મુક્ત થઈ ગયો. પરિવારને આનંદ આપનારો એવો મહાહર્ષ તેણે થયો. તેને ચિંતા જાગી (વિચાર જાગ્યો) કે ખરેખર મારો અંતરાત્મા બીજો છે, તેથી તે પ્રસન્ન મનવાળો બન્યો, ‘“અહીં દુઃખી થવાનું કારણ જ શું છે ?' ૫૯ એ અરસામાં એકાએક વિકસિત નયનવાળા વધામણી આપનારે રાજાને કહ્યું કે તીર્થંકર સમવસર્યા છે- તે જાણી હર્ષથી પુલકિત રોમાØવાળા રાજાએ તરતજ વર્ષાપક ને ઉચિતદાન આપી, જિનેશ્વર તરફ થોડા ડગલા જઈ ત્યાંજ રહેલા રાજાઓથી પરિવરેલા વિજયવમે નમસ્કાર કર્યા. અને આદેશ કર્યો કે જલ્દી હાથી, ઘોડા તૈયાર કરો આપણે પરમાત્માને વાંદવા જઈએ, વસ્ત્રાભરણોથી પોતાને શણગારો, પોતે પણ જિનેશ્વર પાસે જવા માટે તૈયાર થયો. તેટલામાં ઈન્દ્રના આદેશથી દેવોએ જગદ્ગુરુનું સમવસરણ રચ્યું. જે ત્રિભુવન લક્ષ્મીનું ઘર લાગે છે. અતિશય આશ્ચર્યભૂત; પ્રભુ ત્રણે લોકના સ્વામી છે; એવું સૂચન કરનાર (ઘણુંજ) અજબ કોટિનું ઉંચુ જાણે જિનેશ્વરનાં પુણ્યનો ઢંગ ન હોય એવું સમવસરણ નગરની પૂર્વોત્તરદિશા (ઈશાનખૂણા)માં બનાવામાં આવ્યુ. તે શ્રેષ્ઠ સમવસરણમાં આવેલા બીજા કલ્યાણ સમાન તેની રાણી ત્યાં જ દેખાશે દેખાઈ એથી કરીને ત્યાર પછી જિનેશ્વરને વાંદવા જલ્દી તૈયાર થયો; સજાવેલાં ઉંચા ધોળા હાથી ઉપર આરુઢ થઈ રવાના થયો. વાજિંત્રના નાદ છેક દિશોદિશ પહોંચવા લાગ્યા પાલખી, યાન બળદથી ખેંચાતો એક વિશેષ રથ જે ધાર્મિક કાર્યમાં જવા માટે વપરાય છે. વાહન, શ્રેષ્ઠ રથ, હાથી, ઘોડાઓથી પરિવરેલો રાજા નગરથી નીકળ્યો. શીઘ્ર થોડો ભાગ આગળ જઈ દેવે રચેલ સમવસરણને દેખી હાથી ઉપરથી ઉતરી ગયો. હરખથી પુલકિત રાજા પરિવાર સાથે ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ્યો, અને જગતમાં વિખ્યાત જિનેશ્વરને નજરે નિહાળ્યાં. જગત્પતિને જોઈ રોમાશ્ચિત અંગવાળો પંચાંગ પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યો.... Page #71 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હે કામદેવના બાણના પ્રસારને વારનાર ! હાથી જેવી સુંદર ગતિવાળા! ત્રણ લોકને જાણનારા ! મોક્ષપદના પ્રકૃષ્ટ સાધક ! મદને હણનારા ! મૃગલાઓ ને શરણભૂત ! યુદ્ધ વગરના ! સમસ્ત ઉપદ્રવને હણનાર ! ગર્વ વગરના ! કપાયને જીતનાર ! શ્રેષ્ઠ બ્રહ્મા ! સુંદર હાથવાળા ! ઇન્દ્રિયોને વિષયોથી નિવારનારા ! કરજ રૂપ મળને સાફ કરવામાં પાણી સમાન ! દુઃખ રૂપી વૃક્ષને બાળવામાં આગ સમાન ! મધ્યાહ્ન સૂર્ય જેવી પ્રભાવાળા ! અંતર શત્રુઓના સુભટ સમૂહને હતપ્રભ કરનારા! નમસ્કાર કરનારના શરણભૂત ! પ્રકૃટ નયણવાળાને દેશના આપનાર! હે જિનેશ્વર ! એવા આપને સદા ઘણાં ઘણાં નમન ! ઈંદ્રને પણ નમન યોગ્ય (નમસ્કરણીય) પ્રસિદ્ધ સ્યાદ્વાદથી પદાર્થ સ્વરૂપને પ્રગટ કરનારા! ભાવનયના મોટા મહોત્સવ સમાન ! મને શાશ્વત સુખ આપો. એ પ્રમાણે સ્તુતિ કરીને ગણધરાદિ સાધુઓને પણ વાંદી ઈંદ્રાદિના કમથી પોતાનાં સ્થાને રાજા બેઠો. ત્યારે પ્રભુએ યોજનગામી મધુર શબ્દ વડે સંસાર સમુદ્રને તરવા સારુ જહાજ સમાન ધર્મને કહેવાનો પ્રારંભ કર્યો. આજ આંતરામાં તેણે ચંદ્રવર્માને ત્યાં જોઈ ચિંતા થઈ અરે ! રાણી અહીં ક્યાંથી ? એટલામાં મંત્રસિદ્ધના વચન યાદ આવ્યા ત્યારે પ્રભુને દેવીના વિરહનું કારણ પૂછયું... પ્રાણિઓને દુર્ઘત પાંચ ઈન્દ્રિયો સંસારનું કારણ બને છે, અને દમન કરેલી તે ઈન્દ્રિયો મોક્ષ માટે થાય છે. બેકાબુ ઈન્દ્રિયોથી આત્મા બલાત્કારે ઉન્માર્ગમાં પછડાય છે, જેમ યુદ્ધમાં બેકાબુ બનેલ ઘોડાઓથી સારથીઓ ઉન્માર્ગે જાય છે, પ્રથમ વિષય સંબદ્ધ મનને જીતીને વિવેકરૂપી હાથી ઉપર આરુઢ થયેલ શૂરવીર હાથમાં હથિયાર ધરી મન અને કષાયને જીતીને જે સારી રીતે તપ કરે છે તે શુદ્ધ આત્મા દેદીપ્યમાન બને છે; જેમ ઘી નાંખવાથી અગ્નિ. જે સમકિતમાં રત હોય, વીર, ક્રોધનું દમન કરનાર, ઇંદ્રિયને જીતનાર અને મોક્ષમાંજ લયલીન હોય તેને દેવો પણ નમે છે. સર્વજ્ઞને અનુસરનારી જિનેશ્વરે ભાખેલી સર્વ આજ્ઞાને સારી રીતે અભિનંદન કરતા જીવાત્માઓ સર્વ બંધનોથી મુક્ત બને છે. નિર્મોહી, દાંત, બુદ્ધિશાળીઓએ કહેલાનું જેઓ અભિનંદન કરતા નથી તેઓ દુઃખભાગી બને છે. શુભભાવથી જેઓ જિનાજ્ઞાને વખાણે છે. તેઓને કલ્યાણાદિ સુખાદિ ઋદ્ધિ, સિદ્ધિ કશું પણ દુર્લભ નથી. એમ દેશના આપી પરમાત્મા મૌન થયે છતે હાથ જોડીને બેસેલી પર્ષદા-સભા ઘણો જ સંવેગ પામી, ભૂમિએ મસ્તક નમાવી “અમો Page #72 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપણું અનુશાસન ઈચ્છીએ છીએ.” એમ બોલી કંઇક નમેલા મુખવાળી સભા પોતાના સ્થાને ગઈ, તેમાં કેટલાક સમકિત, બીજા દેશવિરતિવ્રત પામ્યા, અને બીજા કેટલાક શાંતભાવવાળા સંગ છોડી સાધુ બન્યા. હે ભગવન્! મેં પૂર્વભવમાં શું કર્યું કે જેના લીધે આવો વિપાક થયો કે પહેલાં મેં રાણીના સંગમથી અતુલસુખ ચાખ્યું, અને પાછળથી તેનાં વિરહમાં કોઈની સાથે તુલના ન કરી શકાય એવું નારક દુઃખ સરીખું દુઃખ અનુભવ્યું. પ્રભુએ કહ્યું કે તે પૂર્વભવમાં ઘણાં યુગયુગલોને વિખૂટા પાડ્યા અને રાણીએ તેની અનુમોદના કરી તે કર્મનું આ ફળ છે. જેના કારણે તે નરકમાં ઘણાં દુઃખ અનુભવ્યા અને ક્ષુદ્રજાતિઓમાં ઉપન્યો હતો. અત્યારે તારું કર્મ ક્ષય પામ્યું છે. જે સુખ મળ્યું તેનું કારણ એ છે કે તે સુસાધુની ભક્તિ કરેલી, સ્વર્ગઅપવર્ગને આપનાર આ જ ભક્તિ છે. આના જેટલું બીજું જગતમાં કશું શ્રેષ્ઠ નથી. માટે નિપુણ માણસોએ આ સાધુની ભક્તિ વિશે ઉદ્યમ કરવો યોગ્ય છે. માટે હે નરનાથ ! સાધુ ભક્તિમાં અતુલ પ્રયત્ન કર ! તે વચન સાંભળ કામભોગથી વિરક્ત બનેલ હું રાજ્યને વ્યવસ્થિત કરી તમારી પાસે દીક્ષા લઈશ. રાણી વિ. પણ એમ કહ્યું. ત્યારે ભગવાને કહ્યું આ અનિત્ય-સંસારમાં વિલંબ- રાગ ના કરો... જાતિસ્મરણથી પૂર્વભવ જાણી વિરક્ત થયેલો યશોવર્મનો રાજ્યાભિષેક કરી દેવી પ્રમુખની સાથે પાલખીમાં બેસી પ્રભુ પાસે જઈ મુનિજને સેવેલી દીક્ષા લીધી, બાર અંગનો અભ્યાસ કર્યો. ગુરુએ સૂરિપદ આપ્યું. ચંદ્રવર્મા સાધ્વી પણ અગ્યાર અંગ ભણી અને પ્રવર્તિની થઈ, ભવ્યજીવોને પ્રતિબોધથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરી આત્માને મોક્ષ સુખમાં સ્થાપ્યો. હવે પાંચમું ભૂષણ સ્થિરતા પરતીર્થિકોની ઋદ્ધિ દેખી શોભિત ન થવું તેમાં “સુલાસા' નું દ્રષ્ટાંત કહે છે. સુHસા કથાનક સમસ્ત લીપની મધ્યે રહેલ અનાદિકાલનાં આ જંબુદ્વીપના દક્ષિણ ભરતમાં જિનેશ્વરે દર્શાવેલ મધ્યખંડમાં મગધ દેશ છે. જે સુપ્રસિદ્ધ છે, અનેક જાતનાં લોક અને ધનધાન્યથી ભરપૂર, ગ્રામ, આકર, ગોકુલોથી રમ્ય વિવિધ જાતનાં ઝાડોથી છવાયેલ, મઠ વિહાર, (જિનાલયો વિ.) ઉદ્યાનોથી શોભિત, Page #73 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પરચ-શત્રુસૈન્ય પોતાની ઉપર આવી પડે તેવાં ભયથી બિસ્કૂલ મુક્ત, તેમાં હર્ષિત માણસો માટેના સેંકડો કીડા સ્થાનોથી યુક્ત, જિન અને ગણધરો ના ચરણોના સ્પર્શથી પવિત્ર છે. તે મગધ દેશમાં અતિ અદ્ભુત સારવાળી રાજગૃહી નામે નગરી છે. રાજાના ગુણસમૂહને વિસ્તારનારી, ચોતરફ પ્રકાશ ફેલાવનારી, રમણીયતાનો વિચાર કરીએ તો દેવનગરીની સમકક્ષમાં આવે, કૂવા, સરોવર, વાવડી, વનખંડથી શોભનારી, સોનાનાં બનાવેલ ગઢથી ઝગમગતી, દુકાન, પરબ, સભાગૃહથી શોભાયમાન, હાથીની સૂંઢરૂપ ધનુષ્યથી તોરણવાળી છે. તેનું શ્રેણિક મહારાજા પરિપાલન કરે છે. ઘરમાં અને યુદ્ધમાં પણ ત્યાગ જેનાં હાથમાં જ છે. કામિનીના કઠોર કટાક્ષ જેની કાયા ઉપર પડે છે. જે શ્રેષ્ઠ સિપાઈનાં સમૂહથી પરાસ્ત થાય એમ નથી. શત્રુરૂપી હાથીના ગડસ્થલને વિદારવામાં સિંહ સમાન, શત્રુનાં પુરુષાર્થને ગર્વના લેશ (બિન્દુ) ને પણ સાફ કરવામાં અગ્રેસર, ક્ષાયિક સમકિતી જેને દેવેન્દ્રો પણ ભક્તિથી વખાણે છે. તેની પત્ની સુનંદા છે જે ગુણવાળી, અભયકુમાર ની માતા = જન્મ આપનારી, ઘણી જ પ્રસન્નમનવાળી, શીલરૂપી આભરણથી અલંકૃત શ્રેણિક રાજની અતિ વહાલી, જિનેશ્વરની ભક્તાણી છે. અપુણ્યશાળીને દુર્લભ છે, તે (શ્રેણીકરાજા) સુનંદાથી યુક્ત, વિદ્વાનો તેનાં વખાણ કરે છે, એવાં શ્રેણિકરાજા રાજલક્ષ્મીનું પરિપાલન કરે છે, અને તે દેવેન્દ્રો પણ જેને નમે એવાં શ્રી વીર જિનેશ્વરની ભક્તિથી પોતાની કમરજને પખાળી રહ્યો છે. તેજ નગરીમાં “નાગરથી' રહે છે જે આર્થિકોને અર્થનું અર્પણ કરે છે. વળી તે જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત, જિનેશ્વર અને મુનિમહાત્માનાં ચરણકમળનો ભક્ત, બાંધવરૂપી કુમુદોને આનંદ આપવામાં ચંદ્ર સમાન, લોભમાન વગરનો, સરલ, પરસ્ત્રીથી મનને દૂર રાખનાર, કલિકાલ જેણે કોઈ પણ હિસાબે સ્પર્શી શક્યો નથી, યૌવન, રૂપ લવણિમાંથી મનોહર, અત્યંતર રત્નરાશિનો રત્નાકર છે. તેને પવિત્ર શીલથી સજાયેલી, સમકિતરત્નમાં શંકા વિનાની, જેની ગુણરૂપી ઉત્તમકંઠી શોભી રહી છે. જે મોક્ષસુખમાં હંમેશા ઉત્કંઠાવાળી છે, તેને ધર્મથી કોઈ ચલાવી ન શકે, કલાગુણોથી જે સદા હાળી રહી છે, જે વીરપ્રભુના ચરમકમળમાં આસક્ત છે. સાધુ સાધ્વીની નિયમાં ભક્તિ કરે છે, જે સાધર્મિકની ભક્તિ કરવામાં નિપુણ છે. જે પોતાનાં પરિજન વિષે સદા આશીર્વાદ રૂપ છે. જે જીવાદિ પદાર્થને જાણનારી છે, જે Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ રૂપલાવણ્યથી પ્રશંસા પાત્ર છે, વળી જેનાં કાચબાની જેમ ઉન્નત ચરણો એવી રીતે શોભી રહ્યા છે કે જાણે પૃથ્વી તલ ઉપર કમલો ચાલતા ન હોય, જેનાં જંઘાયુગલ એવાં શોભી રહ્યા છે કે જાણે કામદેવના ભવનનાં શ્રેષ્ણ તોરણ ન હોય, જેની કેડ ગંગાનદીના પુલિન સરખી ઘણીજ સારી અને બહુ જ સારી રીતે વિસ્તાર પામેલી છે, સમુદ્રના આવર્ત સરખું તેનું નાભિમંડલ મદનના મહેલરૂપે માહિત પડે છે. વજની જેમ ઘણોજ પતળો જેનો મધ્યભાગ રતિસુખનાં બાગની જેમ શોભે છે. જેના પુષ્ટ અને ઉન્નત તેમજ ગોળ સુંદર સ્તનો કામદેવના હાથીના કુંભ સરખા ઘણાંજ મનોહર છે. જેની સરળભુજાઓ અતિસુકોમલતાને લીધે કામતાપને દૂર કરવામાં જાણે ભીંત વિનાનું ખુલ્લું ઘર ના હોય, જેનાં સુપ્રશસ્ત લાલ હાથ જાણે લાલ અશોકવૃક્ષનાં પલ્લવો ના હોય, જેની સુશોભિત બનાવેલી ગળાની રેખાઓ માણસને મોહ પમાડે છે, તે શંખ સરખી દેખાય છે, જેનું વિકસિત કમળની શોભાના વિલાસવાળું મુખ બધા લોકોને આશ્ચર્ય પમાડે છે, જેનાં ગુંથાયેલા અંબોડાના સૂક્ષ્મ-ઝીણા કોમલ વાળ જંગલની ભેંસ, = રોઝ; ભમરાના સમૂહ અને મોરના ગળા સરખા (કાલાં ભમ્મર) છે. (સુલસાના) ઘણાં વખાણ શું કરીએ જેને જિનેશ્વરે પણ સમ્યકત્વમાં શ્રેષ્ઠ માની છે. જિનમુનિની ભક્તિ કરતી પોતાના પતિ સાથે વિષયસુખ માણતી, સંતાનવિનાની, દૌર્બલ્ય વિનાની, નિશ્ચયથી સૌભાગ્યશાળી કાલ પસાર કરી રહી છે. સાંભળેલું કરનારી, ગુણવાન, રૂપવાન, કુલીન, પ્રશાંત તેમજ સમકિતધારી, સુલસા નામે ભાર્યા છે. એક વખત પતિને ચિંતાતુર જાણી તેનું કારણ પૂછયું હે નાથ ! જાણે કે વારિબંધથી બંધાયેલા હાથીની જેમ; જાણે કે રાજપુત્રને રાજ્યથી વારવામાં આવ્યો હોય તેનાં જેવા, નીચા નમેલા પુષ્પવાળી જઈની જેમ, જુગારિયાની ટોળકીથી ફેંકાયેલા જુગારીની જેમ, શત્રુઓથી ઘેરાયેલા કાયર પુરુષની જેમ, રણાંગણમાં ખૂટી ગયેલા હથિયારવાળા સુભટની જેમ, નભાંગણમાં નાશ પામેલી વિદ્યાવાળા વિદ્યાધરની જેમ, દિશા ભૂલી ગયેલા નિર્યામકની જેમ, જેનું વાહણ ભંગાઈ રહ્યું છે એવા વ્યાપારીની જેમ, મહાભંયકર વનમાં સ્વામી નાશ પામી ગયા છે એવા વટેમાર્ગની જેમ, જેનાથી વેશ્યાઓ પરાડમુખ છે એવા કામાતુરની જેમ, ભ્રષ્ટવ્રતવાળા ભાવિત ઉત્તમમુનિની જેમ, (ભાવુક મુનિ ભૂલમાં પણ વ્રત ભંગ થતાં ઘણાંજ ચિંતાતુર બની જાય છે.) તમે ચિંતાતુર કેમ દેખાઓ છો ? Page #75 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ શું રાજાએ કાંઈ તમારું અપમાન કર્યું ? અથવા કોઈ કપટીએ તમને છેતરી લીધા છે ? શું મહાજન તમારે વિરોધી થયું છે ? શું નિધાનમાંથી અંગારા નીકળ્યા ? શું બાલકો હૃદયમાં ખટકે છે ? શું મરણ નજીક આવી ગયું છે ? હે નાથ! જો અતિગુપ્ત વાત ન હોય તો મને કહો, તે સાંભળી, જરાક હસી નાગરથીએ તેને જવાબ આપ્યો. • હે કાંતા ! મારે એવું કોઈ અતિ ગુમ કામ નથી કે જે તને ના કહેવાય. પરંતુ તારે પુત્ર નથી આ મારા હૃદયમાં ખટકે છે. ત્યારે સુલસા કહેવા લાગી. જિનવચનમાં વિદગ્ધને ખેદ ક્યાંથી હોય ? હે નાથ ! શા માટે ખેદ કરો છો, જે કોઈ નરકમાં પડિ રહ્યો હોય તેનું રક્ષણ પુત્ર કરી શકતો નથી, ગુણવાન અને રૂપાળો પુત્ર પણ છે સ્વામી ! આવતા રોગવિકારને દૂર કરી શકતો નથી, “શું પુત્ર સ્વર્ગ, મોક્ષ આપે છે ?” પરંતુ હે નાથ ! પુત્ર તો સંસારનું કારણ બને છે. નાગરથી - હે પ્રિયે ! હું બધું જાણું છું પણ અપુત્રિયાનું ધન રાજા લઈ લે છે. સકલ પરિવાર (લક્ષ્મી જોઈને) ભેગો થાય છે. અન્યથા સગો ભાઈ પણ સંઘર્ષ કરશે. તો હે નાથ ! આપ અન્યકુમારીને પરણી લો, પતિએ કહ્યું કે મને કોઈ રાજ્ય આપે તો પણ તારા સિવાય બીજી પત્નીથી મારે કામ નથી, જો કેમે કરીને તારે પુત્ર થાય તો ઠીક છે તેનાથી મારા મનને શાંતિ થશે. સકર્મક = સમાધિવાળું થશે (વિદ્વતાનું ફળ સમાધિ છે માટે). પતિનો આવો નિશ્ચય જાણી તે દેવને આરાધવા બેઠી, સુવિશુદ્ધ બ્રહ્મચર્યને પાળે છે, ભૂમિ સંથારો કરે છે. જિનપ્રતિમાની પૂજા કરે અને કરાવે છે, ભક્તિથી શ્રમણ સંઘને વહોરાવે છે, અને આયંબિલનો તપ આદરે છે. અને મનમાં હરિગૈગમેથીદેવને ધારણ કર્યો. વ્રતનિયમમાં રહેલી બીજું પણ ઘણું કરવા લાગી, સ્થિરપણે અનુષ્ઠાનને વિષે રહી તેટલામાં, હરિગૈગમેથીદેવનું આસન ચલાયમાન થયું. તે જોઈ મનમાં ચમકી “શું મારું વન થવાનું છે ?' આવી શંકાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો. ત્યારે સુલસાનો વૃત્તાંત જાણી સુરસેનાપતિ તરતજ ઉત્તરવૈકિય શરીર કરી ચાલ્યો, સ્કુરાયમાન મુગટવાળો, રણરણ કરતી ઘુઘરીવાળો, (સણો-સ્વનઃ-અવાજ) ચલાયમાન સુંદર કુંડલવાળો, જેની ચોતરફ તેજસ્વી મંડલ રહેલું છે. ઝુલતા અને ચમકતા વાળવાળો, લટકતા વસ્ત્રોને ધારણ કરનારો, સુરમ્ય તાળવૃક્ષના ફળની માળાવાળો, ખંડિત મસ્તકની માળાવાળો, સુગંધી પુષ્પની માથે રહેલી કલગીવાળો, (ઘૂઘરીના) અવાજથી યુક્ત સુંદર દોરા (કંઠી) ને ધારણ કરનાર પ્રકૃષ્ટ કૃદ્ધિના સમૂહને ધારનાર; વારનાર ઝાંખીપાડનાર ઈન્દ્રની સેનાનો નાયક Page #76 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૬૫ હરણસરખી આંખવાળો, સંપૂર્ણરૂપ યૌવનવાળો, સમુદ્રના ઘોષ-શબ્દ સરખા અવાજવાળો, શત્રુ પક્ષ માટે ભયંકર, સુવેગા નામની ગતિવાળો, નમતાં જીવોનું કાર્ય કરનાર, મહાન ભક્તિથી પ્રેરાયેલો, હરિૌગમેથી દેવ આવ્યો. હવે તે પવિત્રદેવ (પોતાના તેજ થી) આંગણાને પ્રકાશિત કરનાર શીધ્ર સુલસાની સામે ઉભો રહ્યો. ત્યારે સુલતાએ સંભ્રમથી તેને દેખી વિભ્રમવગરની બની સ્વચ્છ અને શ્રેષ્ઠ આસન આપ્યું ત્યારે દેવે કહ્યું હે શ્રાવિકા ! શું મને યાદ કર્યો, ત્રણે લોકમાં જે કામ મારાથી સાધી શકાય તેવું તમારે જે કાંઈ કામ હોય તે મને કહો. તુલસાએ કહ્યું હે ગુરુશક્તિયુક્ત ! સુરસેનાપતિ ! તમે તો દિવ્યજ્ઞાની છો ! સમસ્ત પદાર્થ શાસ્ત્રને જાણો છો. શું મારી મનરુચિ નથી જાણતા ? ત્યારે હસમુખવદને દેવે બત્રીસ ગુટિકા આપી, અને અનુક્રમે એક એક ખાવાનું કહ્યું. તેથી તારે ગુણવાન કુંદના પુષ્પ સરખા બત્રીસ પુત્રો થશે. તારે કાંઈ કામ પડે તો મને યાદ કરજે; એમ કહી દેવ અદશ્ય થઈ ગયો. ફરીથી તેની પૂજા કરી સુલસા શ્રેષ્ઠ ભોગ ભોગવતી થઈ, તુ સમય આવતા તેને મોટી ચિંતા થઈ, કે ઈષ્ટ છતાં બત્રીસ છોકરાઓના મળમૂત્ર ધોવાની પળોજણ કોણ કરે ? આના કરતા બત્રીસ ગુટિકા એક સાથે ખાઈ લઉં જેથી એક બત્રીસ લક્ષણવાળો પુત્ર થાય. એમ વિચારી એક સાથે બત્રીસ ગુટિકા ખાઈ ગઈ. તેનાં પ્રભાવથી બત્રીસ વિભક્ત શરીરવાળા ગર્ભ થયા. તેની વૃદ્ધિથી ઉદરમાં ભારે વેદના થવા લાગી. ત્યારે પુનઃ દેવને મનમાં ધારી કાઉસગ્નમાં રહી. ત્યારે દેવે આવી કહ્યું કે હે શ્રાવિકા ! જે કાંઈ કામ હોય તે કહે, સુલસાએ બધી વાત કરી, ત્યારે દેવે કહ્યું કે હે મુગ્ધા ! નિર્મલકુલથી વિશુદ્ધ તેં આ અકાય કેમ કર્યું ? આનાથી તો તારે સરખા આયુષ્યવાળા બત્રીસ પુત્રો થશે. નહિ તો ભિન્ન ભિન્ન આયુવાળા થાત. હે દેવ! જેણે જેવું કર્મ બાંધ્યું હોય તેને તે રૂપેજ પરિણમે છે. “કર્મમાં લખેલા લેખને કોઈ અન્યથા કરી શકતું નથી.” ધર્મવાન ! તમારે તો આ બઘુ સાધ્ય છે. માટે, તમે મારી આ પીડા દૂર કરો. ત્યારે પીડા દૂર કરી દેવ સ્વર્ગે ગયો. સુલસા ધર્મ પરાયણ થઈ, ગર્ભને વહન કરે છે. દેવથી પૂજાયેલ પરિવારવાળાને ઉણપ ક્યાંથી હોય. નવમા સુલતાને બત્રીસ પુત્રો થયા. તે વખતે નક્ષત્ર શુભ હતું. અને પરિવાર વર્ગ નજીકમાં રહેલો હતો. તે પુત્રો સર્વ લક્ષણો થી યુક્ત છે. જાણે કોઈક પ્રયોજનથી બત્રીસ ઈનો ભેગાં થયાં Page #77 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | ન હોય તેમ તેઓએ પોતાની કાંતિથી ગર્ભગૃહને પ્રકાશિત કરી દીધુ. પ્રિયંકરા દાસીએ તરતજ સંભ્રમથી નાગરથીને વધામણી આપી. ખુશ થયેલા નાગરથીએ દાન આપ્યું. અને મહોત્સવ કર્યો મોટા વાચાલ વાજાઓ ઘુમધુમ અવાજ કરી રહ્યા છે. વાંકી વળીને જ્યાં વારાંગનાઓ ઉભી છે એવો નારી સમૂહ નાચી રહ્યો છે. કેસર, કસ્તુરી, અમર, ચંદન, કપૂરનું સરખા ભાગે મિશ્રણ કરાઈ રહ્યું છે. વેશ વિલાસ દેખાઈ રહ્યો છે, માણસો સુંદર વસ્ત્રો ધારણ કરી તેમનાં ઘેર આવી રહ્યા છે. સર્વ પ્રકારનાં ગીતની ધૂન ચાલી રહી છે. દાસ દાસીઓ દોડી રહ્યા છે. મસ્તક ઉપર સંસ્કાર ગ્રહણ કરાઈ રહ્યા છે. અનેક જાતનાં દાન અપાઈ રહ્યા છે, જ્ઞાનીઓ પૂજાઈ રહ્યા છે. ઘોંસરી ઉચી મુકાઈ રહી છે. ભટ્ટ સૂચકો (ભાટચારણો) બિરૂદાવળી બોલાવી રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. બંધુ સમુદાય આવી રહ્યો છે. પોપટ વિ. કલકલ અવાજ કરી રહ્યા છે. માનનીય વ્યક્તિઓને માન અપાઈ રહ્યા છે. દેવપૂજા કરાઈ રહી છે. ગુમિબંધન છોડાઈ રહ્યા છે, સંઘની પૂજા થઈ રહી છે, ખાંડ સાથે ઘી અપાઈ રહ્યું છે, સાધુ પાત્રો ઘીથી (ભરાઈ) લેપાઈ રહ્યા છે. એ પ્રમાણે વૈભવથી ચકચૂર, માણસોથી ભરપૂર, વધામણા મહોત્સવ કર્યો. દેવતાની પૂજા કરાવી, ગુરુને પગે પડાવી જલ્દી નામોચ્ચાર કરે છે, અને જિનભદ્ર વીરભદ્ર ઈત્યાદિ નામો પાડ્યા. પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતાં આઠ વર્ષનાં થયા, અનુક્રમે વૃદ્ધિ પામતાં બધા કુમારો કલા અને શાસ્ત્રનો પાર પામ્યા, બત્રીસે કુમારે ધર્મકલામાં વિદગ્ધ (હોંશીયાર) અને સંપૂર્ણ યૌવન અને ગુણ સમૂહવાળા છે. બત્રીસે પણ શત્રુસમૂહનો નાશ કરનાર તેમજ સૌભાગ્યથી દેવકુમાર ને પણ ઝાંખા પાડનારા છે. બત્રીસે જિન અને મુનિભક્તિમાં પરાયણ રહે છે. જેઓએ પોતાનાં રૂપથી કામદેવનું રૂપ જીતી લીધું છે. તેઓ શ્રેણીક રાજાને અતિ પ્રિય છે. કે જે રાજા ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર થનાર છે અને ગર્વિષ્ટ શત્રુરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન છે. બત્રીસે માન ઉન્માનથી યુક્ત અને ઉત્તમ લક્ષણ વ્યવ્સન સહિત છે. બત્રીસે બાંધવરૂપી કુમુદને વિકસિત = હર્ષિત કરવા માટે ચંદ્ર સમાન છે. અને કામિનીજન ને આનંદ આપનારા છે, બત્રીસે સરલ સ્વભાવવાળા અને જીવાદિ નવ પદાર્થને જાણનારા છે. તે સર્વે ગુણ સમુહની માલિકા એવી કુલબાલિકાઓને પરણ્યા. હવે તે કન્યાઓની સાથે લીલા કરતાં, સુખ માણતા, પોતાનાં ઘેર વસતાં હંમેશને માટે ચિંતાવિનાના, સ્વર્ગમાં - રહેલ દોગંદક દેવ જેવા, તે કુમારોનો ઉપદ્રવ વગર કાળ વીતી રહ્યો છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ બાજુ વિશાળ અને સુંદર ગઢવાળી વૈશાલી નગરી છે. તેનું ઉપદ્રવી શત્રુ સમૂહને હંકારી કાઢનાર ચેડારાજ પાલન કરે છે. તેને જ્યેષ્ઠા અને ચેલ્લા નામે બે કન્યાઓ છે. તે બન્ને ઉંચા પીન સ્તનવાળી, નિજરૂપથી દેવાંગનાનો તિરસ્કાર કરનારી, જીવાદિ પદાર્થને જાણવામાં વિચક્ષણ, જિનશાસનમાં રક્ત અને શુદ્ધ સમકિત ધરનારી; પાંડિત્યના ગર્વથી સ્વચ્છંદ, પુષ્કળ શણગારથી મનોહર શરીરવાળી છે, - હવે એક દિવસ પ્રશાન્ત એવી તે બન્ને અંતઃપુરમાં રમી રહી હતી, ત્યારે ત્યાં એક પરિવ્રાજિકા આવી જેનાં હાથમાં કંડિકા, ત્રિદંડ, અને ઋષિ આસન છે; પોતાના શાસન/મતના સમસ્ત શાસ્ત્રને જાણનારી ઘણાજર્જર/ જુના શરીરવાળી તે કન્યાના અંતઃપુરમાં આવી ચડી; એવા પ્રકારના પોતાનાં શૌચધર્મની વાત કરવા લાગી કે જે બાળકોને સારી લાગે. તે સાંભળી જિનાગમથી ભાવિત જ્યેષ્ઠાએ કહ્યું હે હલા ! લોહિથી ખરડાયેલું વસ્ત્ર લોહિથી સ્વચ્છ ન થાય. તેમ પાપથી નિર્મિત અશુદ્ધિ શૌચ ધર્મ વડે ન જાય. ઈત્યાદિ વચનથી તેને નિરુત્તર કરી મુખથી ઘણાં પ્રકારની મશ્કરી કરતી હતી જ્યેષ્ઠાની દાસીઓએ તેને ગળાથી પકડી રાજમહેલથી બહાર કાઢી. ત્યારે અનેક પ્રકારના કૂડ કપટવાળી કોધથી ધગધગતી પરિવ્રાજિકા વિચારવા લાગી કે પાંડિત્યથી ગર્વિષ્ઠ આ પાપિણિને દુઃખમાં પાડુ, એમ વિચારી જ્યેષ્ઠાનું ચિત્ર બનાવી શ્રેણીક રાજા પાસે ગઈ. વિનય બહુમાનથી ઉપચાર કરતી પોતાના કાર્યમાં સારભૂત રાજાને તે ચિત્ર દેખાડ્યું. ત્યારે નિર્વિણ છતાં અનુરાગથી વિકાર પામેલ શ્રેણીક રાજાએ પૂછ્યું, રસાતલમાં આવું રૂપ છે કે માત્ર ચિતર્યું છે. ત્યારે પરિવ્રાજિકા કહેવા લાગી કે આ તો ચેડા રાજાની પુત્રી છે. તારે અનુરૂપ મેં કહ્યું છે એમ બોલી હરખાયેલી પરિવ્રાજિકા પોતાનાં સ્થાને ગઈ. ત્યારે શલ્યસ્વરૂપ તેનાં રૂપને દેખી મૂચ્છ પામી પરમધ્યાની યોગીની જેમ શ્રેણીક નિશ્ચલ ચેતનાવાળો થઈ ગયો. તે દેખી એ અરસામાં અભયકુમાર આવ્યો. જે પોતાનાં પિતાશ્રીનો હંમેશ માટે ભક્ત છે. તે બનાવને નહિં જાગી પ્રણામ કરી બેઠો. ત્યારે પિતાશ્રીનું ચિત્ત નાશ પામેલું જાણી, મતિવિશાળ દેશકાલને જાણનારો અભયકુમાર પગે મસ્તક લગાડી પૂછવા લાગ્યો. આપ આજે ચિંતાતુર કેમ લાગો છો ? મને કહો તો તેનો ઉકેલ લાવું, ત્યારે ફરી ચેતનાનો રાજામાં સંચાર થતાં તે રાજાએ અભયને સર્વ વાત કરી; ચિંતા ના કરો, તે કન્યાને વરવા માટે ચેડા રાજા પાસે મોડું નહિં કરનારો દૂત મોકલો ત્યારે શ્રેણીક રાજાએ દૂત મોકલ્યો, તીવ્ર ઝડપે ત્યાં પહોંચ્યો, દ્વારપાલ વડે નિવેદન કરાયેલ દૂત સભામાં પ્રવેશ્યો, નમસ્કાર કરીને બેઠો. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચેટક રાજાએ યોગ્ય ઉપચાર કર્યા. (કમપાટીથી) પગે પડીને દૂત વિનંતિ કરવા લાગ્યો કે હે રાજન! તમારે સર્વકલાઆગમ ગુણમાં વિશાળ એવી કોઈ દીકરી છે, તેને વરવા સારુ શ્રેષ્ઠ ભટના સૈન્યવાળા શ્રેણીક રાજાએ મને અહિ મોકલ્યો છે. ત્યારે ચેડા રાજા ક્રોધથી ધમધમી ઉઠ્યો, હે દૂત ! હયકુલમાં ઉપજેલી પુત્રીને વાહિક કુલમાં હું ન આપે. દુતે તે વાત આવીને શ્રેણીકને કહી. ત્યાં તો શ્રેણીક જાણે ચંદ્ર રાહુ ગ્રહિત થઈ ગયો હોય તેવા કાળા મુખવાળો થઈ ગયો. ત્યારે અભયે કહ્યું કે ચિત્તને શાંત કરો, કાર્યસાધી આપીશ. તે સાંભળી રાજા ફરી હરખાયો અને રોમાશિત શરીરવાળો થઈ ગયો. ત્યારે અભયે પણ વાહિક કુલ વંશમાં ઉત્પન્ન થયેલ શ્રેણીકનું સુવિભક્ત અતિશયવાળું રૂપ ચિતર્યું. ગુટિકાથી સ્વર બદલાવી, સ્વભાવિક રૂપ તેજવાળો ચિત્ર સાથે વણિકવેશ કરી વૈશાલીમાં પ્રવેશ કર્યો. રાજભવનનાં દ્વારની પાસે સુગંધી દ્રવ્યોની મોટી દુકાન ખોલીને રહ્યો, ત્યાં જયેષ્ઠાની દાસી સુગંધી દ્રવ્ય લેવા આવે ત્યારે અન્ય વિશેષથી આપે અને શ્રેણીની પૂજા કરે છે. દાસીએ પૂછ્યું “આવું રૂપ કોનું છે ?” આને તમે શા માટે પૂજે છો ?” હે મૃગાક્ષી ! આ શ્રેણીક રાજાનું ચિત્ર છે. અને તે મારા સ્વામી છે. તેથી ભક્તિથી ત્રણેકાળ આરાધું છું. ત્યારે દાસીએ જ્યેષ્ઠા પાસે જઈને કહ્યું કે આજે મેં આશ્ચર્ય દેખ્યું. જ્યેષ્ઠાએ કહ્યું શું દેવું ? ત્યારે દાસીએ સર્વ વૃત્તાંત કહ્યો. મને ભારે કૌતુક ઉપન્ય છે માટે તું જલ્દી તે ચિત્ર લાવ, ત્યારે દાસીએ તે ચિત્ર માંગ્યું. અભય પણ દાસીને તે ચિત્ર આપતો નથી. મને ખાત્રી છે કે તમે ત્યાં લઈ જઈ મારા સ્વામીની અવજ્ઞા કરશો. ત્યારે ઘણી જાતનાં સોગંદ ખાઈ વિશ્વાસ બેસાડી, ઢાંકીને ચિત્ર લઈ જાય છે. રાજહંસ અને હાથી સમાન ગતિવાળી પોતાની સ્વામીનીને દેખાડે છે. સોગંદ આપી લઈ ગઈ. તે દેખતા જ જ્યેષ્ઠા કામને વશ થઈ ગઈ. તું શેઠને જઈને કહે કે આ તમારો દેવ મારો પ્રિયતમ બને, નહિં તો મારું હૃદય ફાટી જશે. દાસીઓએ અભયને સર્વ વાત કરી ત્યારે અભયે ગર્વ કરી કહ્યું જો કુમારીનો આવો નિશ્ચય હોય તો લાંબો વિચાર નહિં કરનારીનું હું કાર્ય કરી આપું. અમુક ઠેકાણે રહેલ સુરંગ મુખ પાસે અમુક પૂર્ણિમાએ આવીને ઉભું રહેવું. હું સર્વ શાસ્ત્ર ભણાવી સર્વ સમજ પાડી ત્યાં રાજાને લાવીશ. ત્યાં શ્રેણીક રાજા આવશે અને સંકેત કરશે એમ સંકેત કરીને મનમાં હસી અભયે તે વાત શ્રેણીક રાજાને જણાવી, અભયકુમારે જણાવ્યું કે મંત્રીઓ સાથે સુરંગ Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દ્વારા શીઘ આવે. ત્યારે શ્રેણીક રાજાએ વિશેષ પ્રકારે શરીરને શણગાર્યું શણગારીને (રથની પાસે) આવ્યો. અનેક જાતનાં હથિયાર જેમાં તૈયાર પડેલા છે. એવાં ઉત્તમ રથમાં બેસી બત્રીસ સુંદર રથવાળા, નિયમિત કાર્યવાળા, સદા વાત્સલ્યવાળા, અપરાધ અને છલ ની અવજ્ઞા કરનારા, બત્રીસ સુલતા પુત્રો સાથે તેત્રીસ રથો વડે સુરંગ દ્વારથી પ્રવેશ કરી ક્યાં કુમારી ઉભી છે ત્યાં પહોંચ્યા. સંકેત સ્થાનને કહી અને હંસના અવાજે કહ્યું કે હે મૃગાક્ષી ! હું તારા કાજે આવી ગયો છું. ઈચ્છા હોય તો તે તેજસ્વી ! રથમાં ચડી જા તે જવા લાગી, ત્યારે ચેલાણા કહેવા લાગી છે હંસગતિવાળી બહેન ! હું પણ તારી સાથે આવું ત્યારે ચેલાણા સાથે રોમાન્નિત અંગવાળી અને રૂપથી સુંદર કા જેટલામાં રથમાં ચઢે છે. તેટલામાં જ્યષ્ટા કહેવા લાગી, હું રત્નપૂર્ણ ઘણાં સોનાવાળો કરંડિયો ભૂલી ગઈ, પ્રભુ હું લઈ આવું ત્યાં સુધી રાહ જુઓ, યેષ્ઠા કરંડિયો લેવા ગઈ ત્યારે પગે નમી તુલસા પુત્રોએ કહ્યું આ શત્રુગૃહ છે. અહિં વધારે રોકાવું સારું નહિં. તેથી ચેલાણી ને લઈ જલ્દી નીકળી ગયો. એટલામાં ઝા આવી અને શૂન્ય દેખી વગર વિનાશે દોડી મોટો અવાજ કરવા લાગી હાં ! ચોર ચોર ! દોડો દોડો! બિચારી મારી બેન હરાઈ રહી છે. જલ્દી આવો તે સાંભળી કોધથી થરથરતાં હોઠવાળા હાથનાં ઘાતથી હાથ પટકી જમીનમાં તિરાડ પાડી દીધી છે એવાં ચેડા રાજા તૈયાર થાય છે. ત્યારે વીરાંગે કહ્યું કે મને આદેશ આપો કે હું જાઉં. ત્યારે ચેડા રાજાએ જાતે પાન બીડું આપી તેને રવાના કર્યો અને જલ્દી સુરંગ પાસે આવ્યો ત્યારે સૂર્યના રથ સમાન તેઓના રથ દેખ્યાં. અને દેવોમાં અસુરોની જેમ કમશઃ તે રથોમાં રહેલા નાગરથીના પુત્રોને જોયા. અને એકજ બાણે વીંધી નાંખ્યા. સુરંગનું મુખ સાંકડુ હોવાથી તેમનાં રથોને દૂર કરે છે, તેટલામાં શ્રેણીક રાજા ઘણી ભૂમિ ઓલંગી ગયો. ત્યારે પાછા વળી વીરાંગે શીશ નમાવી જે બન્યું તે સર્વ હકીકત જણાવી. ત્યારે ચેડા રાજા દીકરીનું અપહરણ કરનાર રાજા ઉપર રોષે ભરાણો અને શ્રેણીકના સુભટો માર્યા ગયા તેથી સંતોષ થયો. તે સાંભળી સંસાર સ્વરૂપ જાગી જ્યેષ્ઠા વિરક્ત થઈ ગઈ. ભોગોને ધિક્કાર હો, જેના માટે પોતાની સગી બહેન પણ નિરર્થક ઠગે છે. મળમૂત્રમાં ઉદ્ભવેલ અનેક જાતનાં પરિભવ કરનારાં કામોને ધિક્કાર હો. ક્ષણ માત્ર સુખ આપનારા, નરકના માર્ગમાં કામોને ધિક્કાર હો, અંતે દુ:ખના દરિયામાં ડુબાડનારા, અકસ્માત નાશ Page #81 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પામનારા કામોને ધિક્કાર હો. ગુણરૂપ ઝાડોની શાખાઓને બાળવામાં દાવાનલ સમાન, શરીરના બળનો નાશ કરનારા કામોને ધિક્કાર હો, આ વિષયોમાં જે રતિ (રાગ) કરે છે તે આત્માને દુઃખમાં મોખરે કરે છે. તેથી, એઓને છોડી દઉં, એમ વિચારી તાત પાસે જઈ સર્વ વાત કરી. ત્યારે પિતા પાસે રજા માંગી. પિતાશ્રીએ રજા આપી. ત્યારે જ્યેષ્ઠા ચંદનબાળા સાધ્વીજી પાસે જઈ, બ્રહ્મચર્ય તપ નિયમ ધરનારી ગુણરૂપી રત્નોથી ભૂષિત રથમાં ચડી આવી પાપનું મર્દન કરનારી ચંદનઆર્યા પાસે સાધ્વીજી બની. આ બાજુ માર્ગમાં શ્રેણીક હે જ્યકા' ! એ પ્રમાણે બોલાવી ત્યારે તે બોલી હે સ્વામી ! હું જ્યેષ્ઠા નથી, પણ તેની નાની બહેન ચેલાણા છું. હે પ્રિયતમા ! ગુણ સમૂહથી શ્રેષ્ઠ તું તો સર્વ જ્યેષ્ઠા છે, શ્રેણીક રાજાને પણ ચલણા ના લાભથી હરખ પામ્યો અને મિત્રોના મરણથી શોક પામ્યો. ચલ્લણા પણ બહેન વચનથી વિષાદવાળી થઈ અને શ્રેણીકને વરવાથી અતિપ્રસન્ન થઈ અનુક્રમે રાજગૃહી પહોંચ્યા. ચેલણાને રાજભવનમાં મૂકી સુભટો સાથે આંસુ સભર આંખોવાળો નાગરથીને ઘેર ગયો અને પુત્ર મરણની વાત કરી તે સાંભળી પરિવાર સહિત નાગરથી દુઃખીમને આકંદન કરવા લાગ્યો. હા પુત્ર ! હા પુત્ર! તમે ક્યાં ગયા, અરે અકાળે પ્રાણ છોડી યમઘરે જતા રહ્યા. હે વિધાતા ! જેનો પાર પામવો મુશ્કેલ છે એવા ભયંકર દુઃખ દરિયામાં મને કેમ નાંખ્યો, હા હા દયા વગરના ! અનાર્ય ! શરમ વગરનાં હે વિધાતા ! આ શું કર્યું છે કારણથી શત્રુ સૈન્યનું મર્દન કરવામાં સમર્થ એવાં મારા પુત્રોનું જીવન તે એકજ સમયે હરી લીધું. ઘડપણમાં પુત્રો મને પાળશે એ જાણી હું મનમાં હરખાયો, પણ તે બધું નકામું નીવડ્યું. ધરતીએ આળોટતો એ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો. અને દોરી વિ. ના બંધન વગરનો થયેલા ઈન્દ્રધ્વજ ની જેમ ધન્ દઈ નીચે પડ્યો. સુલસા પણ પૃથ્વી પીઠ ઉપર પડી ગઈપરિજને સ્વસ્થ કરી ત્યારે વિલાપ કરવા લાગી. બુદ્ધિ વગરની મેં જાતે આવી મતિ કરી. હે વિધાતા ! લક્ષણ અને પુણ્યવગરની મેં જો ઉદ્વેગ પામીને એક સાથે ગુટિકા ખાધી ન હોત તો એક સાથે બધા પુત્ર મરણનું દુઃખ મારા માથે આવી ન પડત. હા પુત્ર ! હા પુત્ર ! તમારું મરણ થતા દીન એવી હું મારું મોટું કોને દેખાડીશ. અરે પુત્રો ! તમે એક જ સમયે અનાથ એવી મને Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કોની આગળ મુકીને દોડી ગયા. (દોડી જાઓ છો) દુઃખથી સંતપ્ત અને રડતા એવા તેઓને અભયે કહ્યું તમે અતિશય વિકાર પામનાર સંસાર સ્વરૂપને જાણો છો. તેથી શોક કરવો યોગ્ય નથી. કારણ કે આ સંસારનો ફેલાવો દ્રધનુષ્ય અને વિજળીની છટા જેવો અસાર છે. (ક્ષણભંગુર છે.) સંધ્યાટાણેના વાદળ સમૂહથી શોભતી રેખા શ્રેણી સમાન; મદોન્મત્ત હાથીનાં કાનની લીલા જેવો ઉનાળામાં દેખાતા ઝાંઝવાના જળ જેવો; પવનથી ઉડાડેલ ચક્કર ખાતાં રૂ સમાન સાગરમાં ઉઠતા તરંગ જેવો. કામિની કટાક્ષ સમાન ચંચલ છે. આવા અત્યંત નિસ્સાર સંસારમાં “તમારા મનને શોક કેવી રીતે વિક્વલ બનાવે ?” કારણ કે તમે તો સર્વજ્ઞ ભાખેલું જાણી તે રીતે કાયાથી આચરનારા છો. વળી દેવો વડે કે પૌરુષથી કે મંત્ર તંત્રથી કોઈનું મરણ વારી શકાતું નથી. ઘણાં પૈસા ખર્ચીને પણ મરણને થોડીવાર માટે ઝાળી શકાતું નથી. માટે આવું સંસાર સ્વરૂપ જાણી શોક છોડી ધર્મમાં ઉદ્યમ કરો. જેથી અન્ય જન્મમાં આવા દુઃખનો અવસર ના આવે. બુધજન પ્રિય અભયના વચન સાંભળી કાંઈક શોક ઓછો થયો. લૌકિક કૃત્ય કરી જિનેશ્વરની પૂજા કરી ધર્મમાં ઉઘમ કરવા લાગ્યો. માણસો સાથે શ્રેણીક અભય ઉઠી પોતપોતાના ઘેર ગયા. પોતાનાં ધર્મ કર્મમાં મગ્ન બનેલ સુલસી વિ. કાળ જતાં શોક વગરનાં થયા. આ બાજુ ગ્રામ આકર નગરમાં વિચરતાં કામદેવ રૂપી શત્રુનું નિર્મલન કરતાં, કેવલજ્ઞાની, મિથ્યાત્વરૂપી અંધારાને ઉલેચન માટે સૂર્ય સમાન દેવોથી પરિવરેલા વર્ધમાન સ્વામી ઈંદ્રની નગરીના ગુણસમૂહને ધારણ કરનારી ચંપાપુરી માં પધાર્યા. દેવોએ રચેલા સમવસરણમાં બિરાજમાન થઈ બાર પર્ષદા મધ્યે પ્રભુએ સુંદર ધર્મ દેશના આપી. યથા આ ભવ સમુદ્રમાં જીવ કોઈક સુકૃત વિ. થી કમોં ખપાવે છે. તેને મનુષ્ય જન્મ મળે છે. તેમાં વળી પરમ રમણીય જિનેશ્વરનાં ધર્મને કોઈક પુણ્યશાળી મેળવે છે. તેથી ધર્મકાર્યમાં ઉદ્યમ કરો અને અતિગર્વિષ્ઠ પ્રમાદ શત્રુનુ દલન કરો, પાંચ પ્રકારનાં મહાવ્રત ને ધારણ કરો, અતિદુષ્કર અનેક જાતનાં તપને આદરો. આ આંતરામાં હાથમાં ત્રિદંડવાળો છત્રછાદિત મસ્તક વાળો ગુણવાન શ્રાવક ધર્મવાળો અંબડ પરિવ્રાજક પ્રભુને વાંદવા આવ્યો. પ્રદક્ષિણા આપી અને પ્રણામ કરવામાં પ્રવીણ ગુણથી મહાઅર્થવાળા શકસ્તવ ભણી રોમાશિત અંગવાળો એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. Page #83 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેવોથી વંદાયેલા ચરણવાળા, ચંદ્રના કિરણ જેવાં ચરણવાળા, મરણ વગરનાં, ક્લેશ કંકાસ વગરના, કામદેવરૂપી હાથીને હણનારા, વીરપ્રભુ ય પામો. ૭૨ જેમનો કર્મમળ શાંત થઈ ગયો છે. ગચ્છના સાધુઓને નિર્દોષ (શુદ્ધ) કરનારા ! ભવ્યજીવોનાં શરણભૂત ! તપસ્વી અને ચારિત્રધારીને શરણભૂત એવા આપનો જય હો ! સંસારથી તપેલાં પ્રાણીઓને ઠંડક આપવામાં ચંદન સમાન ! પ્રભુ જય પામો ! સંસારના બળને હરનારા ! અન્યદર્શનનાં બળને હરનારા જય પામો! આપત્તિની ધૂળને શમાવવામાં વાદળ સમાન ! મનુષ્યરૂપી ભ્રમર માટે શ્રેષ્ઠ કમળ સમાન, અતિશય વિકસિત કમળ સરખા નયણોવાળા! મોક્ષમાં ગમન કરાવાસારુ નયન (નેતા) સમાન જય પામો ! આખુંય જગત જેમને પ્રણામ કરે છે ! કાષ્ઠ ધન અને રત્ન ઉપર સમષ્ટિ રાખનાર ! શ્રેષ્ઠ, કાન, હાથ અને દાંતવાળા જય પામો ! પાણીવાળા વાદળાની જેમ વિસ્તાર પામેલ ! કપટરૂપી ભટના ફેલાવનો ક્ષય કરનાર, યશના પ્રસારથી શ્વેત, ઈન્દ્રિયરૂપી ઘોડાને દમનારા! મદોન્મત્ત હાથી જેવી ચાલવાળા, છલરૂપી સાપનો છેદ કરવામાં કર્પર (હથિયાર વિશેષ) સમાન, ભવરૂપી રત્નાકરથી તરનારા પ્રભુ જય પામો! અસ્ખલિત શાસનવાળા (જેમનાં શાસનને કોઈ પરાસ્ત ન કરી શકે) દેવેન્દ્રથી વંદિત ચરણકમળવાલા હે વીરનાથ ! મને શિવસુખ આપો. એ પ્રમાણે સ્તુતિ કરી. ગુણરાશિવાળી ધર્મદેશના સાંભળી પ્રભુને નમી કહ્યું કે હું રાજગૃહી નગરી જાઉં છું. ત્યારે જગદીશ્વરે ચૈત્ર મહિનામાં મત્ત બનેલી કોયલ જેવા મધુર સ્વરે કહ્યું કે સુલસા શ્રાવિકાને મારા તરફથી પ્રવૃત્તિ પૂછો. ‘“ઈચ્છું'' કહી ક્ષણવારમાં ગગનમાર્ગે રાજગૃહી આવ્યો. સુલસામાં કોઈક ગુણના કારણે વીતરાગનો પણ સુલસા પ્રત્યે સુરનર સભા વચ્ચે પણ આવો પક્ષપાત છે. ‘‘તે સર્વની પરીક્ષા કરું’' એમ વિચારી અન્યરૂપે તેનાં ઘેર જઈ આદરથી ભોજન માંગ્યુ. ધર્માર્થી તે સુલસા કોઈ પણ રીતે કશું આપતી નથી. તેથી નગરની બહાર નીકળી જાય છે. હવે પૂર્વ દ્વારે ચારમુખવાળા, પદ્માસને બેસેલ, હંસવાહનવાળા, સુંદર ચારભુજાવાળા, બ્રહ્માની જપમાળા, બ્રહ્માક્ષસૂત્ર, જટામુગુટથી યુક્ત, સાવિત્રી (બ્રહ્માની પત્ની) થી સંબદ્ધ, નગરજનો સમક્ષ ધર્મ કહેવા લાગ્યાં. જ્યારે એવું બ્રહ્માનું રૂપ કરીને રહ્યો. ત્યારે નગરજનો તેને દેખી અહો ! આ તો બ્રહ્મા પધાર્યા એમ માની ઘણાંજ આકર્ષિત પ્રસન્ન Page #84 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સખીઓએ સુલસાને પણ આવવાનું કહ્યું. આ તો દાંભિક છે. એમ સમજી નિશ્ચલ મનથી ઘેર જ રહી. ત્યારે બીજા દિવસે દક્ષિણ દિશામાં ગરુડ ઉપર બેસેલ, લક્ષ્મીયુક્ત, જેનાં હાથમાં ગદા, શંખ, ચક્ર, સારંગ નામનું ધનુષ, (ગંધર્વ જાતિની દેવીઓ) વહુની કાંતિને હરનાર, કપટની ખાણ એવા વિષણુંનું રૂપ કર્યું. તેનાથી પણ સુલસા રંજિત ન થઈ, ત્યારે ત્રીજા દિવસે પશ્ચિમવારે ચંદ્રના તિલકવાળા, રાખ લગાડેલ શરીરવાળા, બળદ ઉપર સવાર થયેલ, જેનો અધ ભાગ પાર્વતીથી યુક્ત છે, જેનાં હાથમાં ડમરુક, ખટવાંગ (શિવનું શસ્ત્ર) ત્રિશુલ છે = શિવના સેવક ગણ વિશેષથી પરિવરેલ શંકરનું રૂપ લીધું. અને ધર્મ શાસ્ત્ર કહેવા લાગ્યો. તો પણ ગુણથી વિશાલ સુલસા ન આવી, ત્યારે ચોથા દિવસે ઉત્તર દિશામાં રત્ન, સોના, ચાંદીના ત્રણ ગઢ બનાવ્યાં જે કાંગરા (કોટ ના તોરણ ઉપરનું ચણતર) તોરણ, દ્વારથી વિસ્તૃત છે, તે સમવસરણની મધ્યે આસોપાલવની નીચે સમુવલ સિંહાસન ઉપર ચાર રૂપધારી, કર્મ શત્રુને ભગાડી કાઢવામાં વીર એવાં જિનેશ્વર બેસેલ છે અને અષ્ટ પ્રતિહાર્ય બનાવ્યા, વૈર શાંત થઈ ગયું છે એવા પશુઓ દેખાડ્યા, આવું તીર્થંકરનું રૂપ ધારણ કરી ધર્મ દેશના દેવા લાગ્યો. તેમાં ચાર પ્રકારનો ધર્મ અને મુનિ, શ્રાવક ના ભેદવાળા અતિશય સુંદર ધર્મનું વ્યાખ્યાન કરે છે. તે સાંભળી રોમાંચિત બનેલ લોકો ન્હાઈ ધોઈ ભક્તિથી તેમની પાસે જવા લાગ્યા. સુલતાને આંબડે કહેવડાવ્યું કે જિનવંદન કરી તારા પાપ ધો ! સુલસાએ કહ્યું કે ઈંદ્રવંદ જેમને નમન કરે છે એવાં વીર પ્રભુ અહિં પધાર્યા નથી. જો પ્રભુ પધારે તો મારો દેહ રોમાશિત થયા વિના રહે નહિં. આઠ કર્મરૂપી શત્રુનો નાશ કરનારા તીર્થકરો ચોવીશ જ હોય છે. ' અરે આ તો પચીશમાં તીર્થંકર છે. પચીસમાં તીર્થકર ક્યારે ન હોય આ તો કોઈ કપટી માણસોને ઠગવા માટે જિનવરનાં ધર્મ શાસ્ત્રને કહી રહ્યો છે. (કોઈકે/અંબ૩) કહ્યું તું ઘબરા નહિ આનાથી (તારા આવવાથી) તો શાસન પ્રભાવના થશે, સુલસા બોલી ખોટા ઢોંગથી પ્રભાવને ન થાય. આવી પરિસ્થિતિમાં પણ સુલસા પ્રેરાઈ નહિં. એમ સુલતાને ચલાયમાન ન કરી શક્યો ત્યારે અંબડ વિચારવા લાગ્યો. કઢસમકિતના કારણે પ્રભુએ પ્રશંસા કરી તે યોગ્ય જ છે. ત્યારે સર્વમાયાજાળ સમેટીને મૂળરૂપમાં સુલસાને ઘેર આવ્યો. જેટલામાં નીસિહિ કરે છે, તેટલામાં સુલસા સામે ગઈ અને કહેવા લાગી. પધારો ! શ્રાવક પધારો ! અહો ગુણાઢ્ય, મહાધર્મબંધુ (સાધર્મિક) Page #85 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જિનધર્મ ઉપર શ્રદ્ધાવાળા તમારું સ્વાગત હો ! સ્વાગત હો ! અતિવાત્સલ્યવાળી પોતાની માતાની પેઠે તેનાં પગ ધોયા ગૃહ ચૈત્યો દેખાડ્યા. અમ્બડે પણ વિધિ પૂર્વક વંદન કર્યું. અને અંબડ ઉત્તમ આસને બેસે છે અને મનમાં અતિશય હરખને ધારણ કરી તે કહે છે કે શ્રાવિકા ! તે મને શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યોને વંદાવ્યા. અંબડ કહેવા લાગ્યો તું સર્વથી ધન્ય છે. પુણ્યવાનું છે, કૃતાર્થ છે, તારો જન્મ સફળ છે, તને ઈંદ્ર પણ નમે છે. જેથી કારણકે તેજથી ભાસુર એવાં મનુષ્યતિર્યંચ સુરાસુરોની મધ્યે રહેલાં કામદેવરૂપી શત્રુનો નાશ કરવામાં અસમાન શૂરવીર એવાં વીર જીનેશ્વર તારા સમાચાર પૂછે છે. તે સાંભળી હર્ષથી પુલકિત શરીરવાળી સુલસી સ્તુતિ કરવા લાગી. વીર જિનેશ્વર જય પામો ! મિથ્યાત્વરૂપી વાદળાનો નાશ કરવા માટે પવન સમાન, મોહમલ્લના બલનો નાશ કરવામાં ધીર ! જય પામો, સુરાસુરના ઈંદ્ર અને ચંદ્ર પણ જેમને નમન કરે છે. પગની આંગળીથી જેમને મેરુપર્વત ડોળાવી દીધો એવા વીર પ્રભુ જય પામો ! કેવલજ્ઞાનથી સંસાર સ્વરૂપને જાણનારા, ત્રણ લોકમાં સહુથી અતિશયવાળા, જયપામો ! એ પ્રમાણે સ્તુતિ કરી સુલસા ધરણીતળે શીશ લગાડી કલેશ વિનાના જિનેશ્વરને વારંવાર વાંદવા લાગી, ત્યારે ફરીથી પણ વિશેષ પરીક્ષા કરવામાં વિચક્ષણ એવાં અમ્બડે પૂછયુ, કુતૂહલથી પણ તું પૂર્વાદિ વારે બ્રહ્માદિ પાસે કેમ ના આવી ? તે કહેવા લાગી હે સુભગ ! અતિ અજ્ઞાનીની જેમ તું એમ બોલે છે. કે જે વીર પ્રભુને નમી; મારું મન જેનો વૃત્તાંત બંધબેસતો નથી એવા અન્યદેવમાં કેવી રીતે જાય કારણ કે, કહ્યું છે કે - જે ભમરાએ ઐરાવણ હાથીના ગણ્ડસ્થલથી ઝરતાં મકરંદની સુગંધ સુધી હોય, તે વિકસેલા લીંબડાને પણ ના ચાહે, તાડના અને બેહડાના (ભરૂચ અને કચ્છ દેશના) વૃક્ષના ફેલાયેલા = ઉંચા જતા ફૂલોના કેસરામાં લીંપાયેલા શરીરવાળા ભમરાનું બોરડીના વનમાં મન બિસ્કુલ વિશ્રાંત થતું નથી, ખીલેલા કમલની પુષ્ટ ગંધમાં જેનું મન જામી ગયું હોય, શું તે ભમરો ખીલેલા પલાશમાં વિલાસપૂર્વક સ્પર્શે ખરો ? જેણે કાષ્ઠને પણ શીતલ કરી દીધો છે. એવા રેવા નદીના જલમાં જે હાથી મસ્તીથી મજ્જન (સ્નાન) કરે છે તે (નદી સુકાઈ જતાં પાણી માટે કરાયેલો ખાડો તે વિયડો) વિયડામાં નજર પણ નાંખે ખરો ? ગંગાના ઉજજવલ જલ ને જે પીએ છે; તે હંસ શોભા વગરનું અન્ય નદીનું પાણી પીએ ખરો? પ્રકામ કામવાળી પ્રૌઢ પરણેલી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સ્ત્રીમાં જે ઘણો રત હોય તે કામદેવથી મોહિત થયેલો વેશ્યામાં મન કરે ખરો? લીલાછમ વૃક્ષવાળા (ગિરનાર) કૈલાસ પર્વત ઉપર રહેનારો નીલા અને વિશાળ કંઠવાળો શંકર ઝાડ વગરના મરુસ્થલને યાદ કરે ખરો ? વાદળાના સમૂહ જેવા કાળા ફળના રસથી/પરાગથી સુવાસિત બનેલ મલય પર્વત ઉપર જે હરણ વસ્યું છે, તેને બીજા પર્વત ઉપર ગમે ખરું ? એ પ્રમાણે હે વીર ! હે ધીર ! હે માનને હરનારા ! જેણે તારાં ચરણારવિંદમાં નમસ્કાર કર્યો હોય તે સુખસમૂહનો નાશ કરનારા વિષ્ણુ અને શંકરના પગમાં પડે ખરો ? એવી જ રીતે હે વીર જિનેશ્વર ! દુઃખરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન ! જેમને આપના (વીરનાં) ચરણકમળ ચુંવ્યા હોય; હે સુવિચક્ષણ ! (અંબડ પ્રત્યે) તે કામની કોટડીની કાળી મેશથી કાલાભમ્મર વિષ્ણુ શંકર વિ. ને કેવી રીતે પ્રણામ કરે ? હવે અંબડ સુલસાની મધુરવાણીથી પ્રશંસા કરી પૂછીને સ્વસ્થાને ગયો. આ બાજુ સમકિતમાં દ્રઢ સુલસા અંતિમ વય જાણી મહાશક્તિશાળી સંલેખના કરે છે; ઈંદ્રો પણ જેને માન આપે છે એવાં વીરનું ધ્યાન ધરતી પંચમરમેષ્ઠી ની સ્તુતિ અને સ્મરણ કરતી, સર્વજીવોને ખમાવતી, અનશન કરી દુર્ગધિ દેહને છોડી સુલસા સ્વર્ગે ગઈ. ત્યાંથી આવી ઉત્સર્પિણીમાં અપરિમિત જ્ઞાન-ચારિત્ર અને સત્વવાળા પંદરમાં 'નિર્મમનામે તીર્થંકર થશે. ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી જગતનાં રહેલી સિદ્ધિગતિને પામશે. આ પુરુષાર્થમાં પ્રશંસા પાત્ર અધ્યાય દેવચંદ્રસૂરિએ પૂરો કર્યો. એ પ્રમાણે ઘણાં ગુણથી ભૂષિત, જિનેશ્વરોએ જેની પ્રશંસા કરી છે એવું સુલસાનું ચરિત્ર સાંભળતા ધર્માર્થીઓને અને ભણનારા, તેમજ ભક્તિમાં પ્રસક્ત મોક્ષાર્થિઓને મોક્ષ આપો. ઈતિ સુલસા કથાનક સમાપ્તમ્ રૂપવાન, સુરનર તિર્યો પણ આભૂષણો વડે, વિશેષ શોભિત બને છે. તેમ સુંદર દર્શન પણ આ ગુણો વડે શોભે છે. જેમ અલંકારવાનું કાવ્ય વિદ્વાનની સભામાં શોભે છે; તેમ આ અલંકારો વડે સમકિત શોભે છે. આ પ્રમાણે સમકિતનાં ભૂષણો કહ્યા. હવે બીજું દૂષણ દ્વાર કહે છે તેનું સ્વરુપ કહેવા સારુ ગાથા કહે છે. ૧. સમવાયાંગ સૂત્રમાં સોળમાં ચિત્રગુપ્ત નામે તીર્થંકર થવાના છે એમ જણાવેલ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ संका य कंखा य तहा विगिंछा कुतित्थियाणं पयडा पसंसा । अभिक्खणं संथवणं च तेसिं, दूसंति सम्मत्तमिमे हु दोसा ||९|| શંકા, કાક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનીઓની પ્રગટ પ્રશંસા; વારંવાર તેમનો પરિચય આ દોષો સમકિતરત્નને અશુદ્ધ બનાવે છે. ચકાર દેશ-સર્વ શંકાનો સૂચક છે, ત્યાં દેશ શંકા શું સાધુઓને ઋદ્ધિ હોય કે નહિં ? ઈત્યાદિ સ્વરૂપવાળી શંકા છે. વળી સર્વ શંકા તો ‘‘આ બધુ જિનદર્શન સાચું છે કે ધુતારાએ કલ્પેલું છે.'' આ સ્વરૂપવાળી છે. બન્ને પ્રકારની શંકા સમકિતને દૂષિત કરે છે. ઈહલોક વિષયવાળી શંકા પણ મોટા અનર્થ માટે થાય છે. તેમાં શ્રીધરનું દૃષ્ટાન્ત છે. ‘થ્રીઘર’ની વાર્તા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની અંદર ઉત્તરપથમાં ઉત્તરીયદેશમાં ગિરિપુર નામે નગર છે ત્યાં મહાન સામંતોનો સ્વામી અજિતસેન રાજા છે. તેને રૂપિણીનામે રાણી છે. ત્યાં શ્રીધર નામે ખન્યવાદી છે. તે લોક પ્રવાહોથી નિધાનો ખોદે છે. પણ સામગ્રીની ખોટ ના લીધે એક પણ નિધાન હાથમાં આવતું નથી. એમ કેટલોય કાળ ગયો. = એક વખત ભમતા શ્રીપુર તીર્થમાં ગયો. ત્યાં એક પ્રદેશમાં ‘પ્રતિપટ્ટદરેક પત્ર પટ્ટાંકુશથી વીંટલાયેલું છે’’ રેશ્મી વસ્રના દોરા જેમાં સ્થાપન કરાયેલ છે. પાંચ વર્ણના ફૂલડાથી પૂજાયેલ; કપૂર અગરુ મદન વિ. ના ધૂપની અતિપ્રબલ ગંધથી મનોહર, ગોરોચન, રક્તચંદન કુંકુમ અને ચંદન થી જેનાં ઉપર તિલક કરાયેલ છે સુગંધિ બાસમત ડાંગર અને ચોખા થી જેનાં ઉપર બલિકર્મ કરાયેલ છે, સુગંધિ વાસક્ષેપથી વાસિત એવું રમ્ય ઉત્તમ પુસ્તકરત્ન જોયું. હાથમાં લઈ હર્ષથી રોમાશ્ચિત દેહડીવાળો પુસ્તકને બહાર કાઢે છે. ત્યારે હીરામણિ થી જડિત રેશ્મીવસ્રથી યુક્ત રત્નમય પુષ્પવાળું સોનાની દોરીથી બંધાયેલું જોયું. તે જોઈ ચોક્કસ આમાં કાંઈક અદ્ભૂત હશે એમ વિચારી, છોડીને વાંચવા લાગ્યો, ત્યારે અનેક પ્રભાવશાળી મંત્ર, તંત્ર, વક્રોક્તિ, કૌતુકોની વચ્ચે રહેલું મંડલવિધાન મંત્રરક્ષાથી યુક્ત ખન્યવાદી કલ્પ જુએ છે. અને જોઈ ઉલ્લાસ પામ્યો વાહ ! જે મેળવવાનું હતું તે મળી ગયું. Page #88 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એમ વિચારી તેમાં કહેલ ઉપાય પ્રમાણે નિધાન જેવા લાગ્યો જોતાં જોતાં એક સ્થાને મહાનિધાન જણાયું; ત્યારે એક દિવસે તે પ્રદેશમાં મહાબલિ વિધાન કરી માંડલું દોર્યું. ચારે બાજુ દિશા પાળ પુરુષો સ્થાપ્યા. કેટલાક લોકોએ ખણવાનો આરંભ કર્યો સ્વયે મંત્ર જપવા બેઠો, બલિવિધાનમાં ઘણો ખર્ચ કર્યો, અરે ! હજી નિધાન દેખાતું નથી, અહિં કાંઈ હશે કે નહિં ? ત્યારે શંકાથી ચલચિત્ત જાણી નિધાન દેવતા ભયંકર વેતાલ રૂપો કરી અટ્ટહાસ કરવા લાગ્યા. અને ડાકિની પુત્કાર કરવા લાગી. અને આકાશમાંથી શિલાઓ પડવા લાગી, તે દેખી દિશા પાળકો નાઠા, તેની પાછળ ખણનારા પુરુષો પણ દોડ્યા, સાધક પણ ચલચિત્તવાળો મંત્ર જપતો બેઠો છે. તેને જોરથી હંકારો કરીને ધરણીતલે પાડી, ખાડાને પુરી દેવતા સ્વસ્થાને ગયો. એટલામાં રાત પુરી થઈ ગઈ અને અનેક સિદ્ધવિઘાવાળો શિવભૂતિ સિદ્ધ ત્યાં આવ્યો. તેને મંડલ સામગ્રી અને ઘણાં માણસોના પગ દેખ્યા ત્યારે નજીકમાં જઈને જોયું તો પાસે રહેલ પોથીવાળો જેના હાથમાં માળા રહેલી છે, જેનું શરીર થર થર ધ્રૂજી રહ્યું છે, તેમજ ભૂમિ ઉપર આળોટતાં શ્રીધરને જોયો, શિવભૂતિએ જોયું આ વિદ્યાસાધક અસિદ્ધવિદ્યાવાળો વિદ્યાદેવી વડે ફેંકાયો લાગે છે. બિચારો મરે નહિં એવી અનુકમ્પાથી શિખાબાંધી માંડલુ દોર્યું અને દિશાઓ બાંધી સાતવાર પાણીના છાંટણા તેના ઉપર કર્યા. અને તરતજ તે ઉભો થયો, ત્યારે શિવભૂતિએ આશ્વાસન આપ્યું. અને તેની શિખા ફરીથી બાંધી અને વૃત્તાંત પૂછયો તેને સર્વ હકીકત કહી. સારા સ્થાને પુસ્તક પોથી મેળવી છે જેથી ત્યાં જ શિવભૂતિએ જીવવાનું શરું કર્યું. અને તે કોઈ અનેક વિજ્ઞાન કલાના અતિશયથી યુક્ત હતો, (પૂર્વમાં હશે) તેનાં સંબંધીનું આ પુસ્તક હોવું જોઈએ, એમાં લખેલું બધુ સાચું જ હશે તેથી આની માંગણી કરું. એમ વિચારી શિવભૂતિએ તેને કહ્યું અરે ! ભો ! અનેક ઉપદ્રવ આપનારી આ પોથીનું તારે શું કામ છે ? આના પરિપાલનનો ઉપાય તું જાણતો નથી. એમ હોય તો તમેજ ગ્રહણ કરો કારણ તમે પ્રાણ આપનાર હોવાથી મારા ગુરુ છો. અને અત્યારે તમે કહેશો એમ કરીશ. હાં કહી પોથી લીધી. ખન્યવાદ મંત્ર અને સાધનનો ઉપાય જોયો, અને સર્વવિધિ કરી આ આ પ્રમાણે જ છે. એમ નિશ્ચય કરી નિધાન ગ્રહણ કરવાનો ઉપાય આરંભ્યો. દ્રઢ હોવાથી Page #89 -------------------------------------------------------------------------- ________________ | ૭૮ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ નિધાન દેવતા તેમને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો પ્રગટ થઈ નિધાન પ્રગટ કર્યું. તે નિધાનને ગ્રહણ કર્યું અતિથિ દેવતાની પૂજા કરી. મોજમજા માણી પ્રસિદ્ધિને પામ્યો. “ઈતિ શ્રીધર કથા સમાપ્તમ” એ પ્રમાણે શંકા આ લોકમાં અનર્થ કરનારી છે અને સમકિતના દૂષણભૂત શંકા તો ઉભયલોકમાં આપત્તિના પહાડ ઉભા કરનારી છે. માટે અપ્રમત્ત થઈ તે શંકાને દૂર થી સલામ કરવા. એ પ્રમાણે શંકા દ્વાર પુરું થયું. ' કાંક્ષા દ્વાર કહે છે... બીજા બીજા દર્શનને ગ્રહણ કરવા તે આકાંક્ષા જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી અનિશ્ચિત ચિત્તવાળા જે અપરાપર દર્શનમાં કહેલાં અનુષ્ઠાનને કરે છે. ચકાર દેશ અને સર્વ કક્ષાનું સૂચક છે. ત્યાં દેશ કક્ષા શાક્યાદિ એક દર્શનની કાંક્ષા, સર્વ દર્શનોની કાંક્ષા તે સર્વ કાંક્ષા; તેનાં વિષે ઐહિક દ્રષ્ટાન્ત કહે છે. ઈન્દ્રદત્ત કથા આ ભરતક્ષેત્રમાં ધનજનથી સમૃદ્ધ માલવ નામે નગર છે. ત્યાં સર્વપૂજાનું પરિપાલન કરવામાં તત્પર પ્રતાપી, શત્રુપક્ષને આકાંત કરનાર, પૃથ્વીપાલ નામે રાજા છે. તેને પોતાનાં રૂપથી રતિને ઝાંખી પાડતી રતિસુંદરી નામે પટ્ટરાણી છે. તે જ નગરમાં બુદ્ધિસંપન્ન દાક્ષિણ્યનો દરિયો, વિનીત, કૃતજ્ઞ, ઉત્તર પ્રત્યુત્તર આપવામાં નિપુણ ઈન્દ્રદત્ત નામે કુલપુત્ર છે. તેને અનુરાગી ગુણવતી નામે પત્ની છે, રાજાએ તેનાં ગુણો સાંભળ્યા તેથી રાજાએ કોઈક રાજા પાસે મોકલ્યો. તે વિશેષરૂપે કામ કરીને આવ્યો. ત્યારે આ સારો છે જેથી કરીને રાજકાજ માટે સર્વરાજકુલમાં તેનેજ મોકલે છે. અને તે ઈંદ્રદત્ત પણ દાક્ષિણ્યના લીધે રાજ આદેશની અવજ્ઞા કરી શકતો નથી. અને તેથી તે કાલે અકાલે સર્વ ઠેકાણે જવા લાગ્યો. એક વખત વર્ષાકાળે ઉજૈનીમાં મોકલ્યો. તેની ભાર્યા દેવાલય કરી યજ્ઞ પ્રતિમા સ્થાપી તેનું વંદન, પ્રક્ષાલન વિ. કરી વિનંતિ કરે છે કે મહાયશવાળા હે યક્ષરાજ ! માર્ગ નગરાદિમાં તેમનું રક્ષણ કરજે. હે યક્ષ ! હંમેશા સર્વ ઠેકાણે મારા પતિનું સાંનિધ્ય કરજે. કારણ કે તમારા જેવા પ્રણામ કરનારા ઉપર વાત્સલ્ય વેલડીથી વિંટાઈ જનારા હોય છે. યક્ષ પણ તેની બહુમાન Page #90 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભક્તિ પૂર્વકની ઘણી વિનંતીથી તુષ્ટ થઈ તેનું (ઈંદ્રદત્તનું) સાન્નિધ્ય કરે છે. ઈન્દ્રદત્ત પણ ઉજજ્યનીમાં રાજકાર્યથી ઘેર આવતા રસ્તામાં નદી ઉતરતા વરસાદ ના કારણે પૂર આવવાથી તણાવા લાગ્યો. ત્યારે ચલાયમાન મણિકુંડલવાળા, દીપતા મુગટમણિથી ભાસુર, હારથી શોભતી છાતીવાળા, આભરણોથી શોભતાં યક્ષે હથેળીમાં લઈ પાર ઉતાર્યો. ઉતારીને યક્ષ અદશ્ય થઈ ગયો. તે ઈન્દ્રદત્ત તે બીનાને સ્વપ્નની જેમ માનતો પોતાનાં નગરમાં ગયો. રાજકાર્ય નિવેદન કરી ઘેર આવી સર્વ વાત કરી, ત્યારે પત્નીએ કહ્યું તે તો યક્ષ હતો. તમારા રક્ષણ માટે હું તમે ગયા ત્યારથી દરરોજ યક્ષની આરાધના કરું છું. ઈન્દ્રદત્ત - તે યક્ષ ક્યાં છે ? ગુણવંતીએ દેવલુકમાં રહેલ યક્ષ (પ્રતિમા) દેખાડી. પતિએ કહ્યું જો એકનો આટલો પ્રભાવ હોય તો “સર્વ દેવોની પ્રતિમા દેવાલયમાં બેસાડી આરાધના કર !” ત્યારે ઝાડ વિ. નીચેથી સર્વ દેવોની પ્રતિમા લાવીને દેવાલયમાં સ્થાપી. દરરોજ આરાધવા લાગી. એકવાર ફરી વર્ષાકાળ આવ્યો. તમાળના પાંદડા સરખા વાળા વાદળાના વલયથી આકાશતલ અંધાર્યું. યમની જીભ સરખી વીજ ચમકવા લાગી. તે સમયે ફરી રાજકાર્ય માટે રાજા દ્વારા પ્રેરણા કરાયો ત્યારે પૂર્વે ભય જોયેલો હોવાથી તેણે સવિશેષ પૂજા સત્કારાદિથી સર્વ દેવોને આરાધવાની પત્નીને ભલામણ કરી. ઈન્દ્રદત્ત કાર્યકરી જેટલામાં પાછો આવે છે; તેટલામાં નદીમાં પૂરથી તણાઈ છે યોજન ગયો. આયુષ્ય શેષ હોવાથી બચી ગયો. ઘેર આવતાં કોધથી ધમધમી પત્નીને કહેવા લાગ્યો, હે પાપિણી! તેં દેવતાઓની પૂજા કરી નહિં હોય, જેથી કોઈએ મારી સહાય ન કરી. તે બોલી ગુસ્સે ના થાઓ. જો મારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમે જઈને જુઓ મેં તો સવિશેષ પૂજા કરી છે. તે પ્રમાણે દેખી કોધને વશ બનેલ તે ઈન્દ્રદત્ત ફરશી ઉપાડી પ્રતિમાઓ તોડવા તૈયાર થયો ત્યારે પૂર્વયક્ષે હાથ પકડ્યો. અને કહ્યું આમ ન કર. પહેલાં મને એકને પૂજતો હોવાથી સ્વઅપવાદનાં તમને પૂજનારની હું સહાય ન કરું તો મારી હલકાઈ દેખાશે એવાં) ભયથી સદા પાસે રહેતો. અત્યારે આ કરશે, પેલો કરશે, એમ અમે સર્વ યક્ષોએ ઉપેક્ષા કરી. ત્યારે તેનાં વચનથી પ્રતિબોધ પામી એક છોડી સર્વને પૂર્વના સ્થાને મૂકી આવ્યો. ઇંદ્રદત્ત કથાપુરી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જેમ અનેક યક્ષની પૂજા=આકાંક્ષા દોષમાટે થઈ તેમ અહીં પણ જાણવું. વિચિકિત્સા દ્વાર - વિચિકિત્સા એટલે અનુષ્ઠાનના ફળમાં અવિશ્વાસરૂપ મનનું ડગુમગુ થવું, એટલે કે આ અનુષ્ઠાથી મને સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થશે કે નહિં. - વિદ્વત જુગુપ્સા - વિદ્વાન-મુનિ તેઓની નિન્દા કરવી, મુનિઓનાં મલિન ગાત્રાદિ જોઈ છૂણા-જુગુપ્સા કરવી, બન્ને સ્વરૂપ માટે એક દષ્ટાન્ત ગ્રન્થકાર રજૂ કરે છે. પૃથ્વીસાર અને દીતિદિવ આ જંબુદ્વીપના મહાવિદેહમાં નગરગુણોનું નિવાસસ્થાન, નિરુપહત - (ઉપદ્રવ વગરનું) અને જે જિનેશ્વરનાં વચન જેમ નૈગમ સંગ્રહ વ્યવહારનયથી ભાવિત (યુક્ત) આચારપ્રધાન હોય છે, તેમ આ નગર અનેક રસ્તા, સંગ્રહસ્થાન, અને વ્યાપારથી યુક્ત અને પ્રધાન આકારવાળું છે. ગગનતલ જેમ સૂર્યચંદ્રમંગલ ગુરુ, બુધ, શુકથી વ્યાપ્ત અને ચિત્ર નક્ષત્રથી શોભે છે; તેમ આ નગર શુરવીર રાજા, મંગલ, પંડિત, ગુરુ, કવિ, હંસ, પોપટ વિ. પક્ષીઓથી ભરપૂર અને ચિત્રોથી સોહામણું છે. વિષ્ણુ જેમ સુદર્શન ચક્રનો આધાર અને લક્ષ્મી(નું) સાથે વાસ કરનારો છે; તેમ આ નગર સમકિતધારીઓનો આધાર અને લક્ષ્મી સંપત્તિનું નિવાસ સ્થાન છે. શ્રેષ્ઠ પહાડ જેમ સેંકડો વાંસથી યુક્ત અને જંગલી પશુઓથી વ્યાપ્ત હોય, તેમ આ નગર સેંકડો કુલવંશવાળુ અને શ્રાવક કુલવાળું છે. ધનુષ જેમ બાણવાળું અને દોરીવાળું હોય તેમ આ નગર મકાન અને ગુણોથી યુક્ત છે. ઘણું કહેવાથી સર્યું. દેવનગર સમાન આ શ્રેષ્ઠ નગરનું શ્રીપુર નામ છે. તેનું શત્રુરૂપી હાથીનો નાશ કરવામાં વનરાજા=જંગલી સિંહસમાન, ભટ સમૂહથી યુક્ત શત્રુંજય નામનો રાજા પાલન કરે છે. જે રાજા જેમ પિતા સંતાનનું પાલન કરવામાં ઉદ્યમી હોય છે તેમ આ રાજા પ્રજાનું પરિપાલન કરવામાં ઉદ્યમી છે, મહાન ધનુર્ધારી જેમ વાંકો નથી હોતો તેમ સરલ, નવયૌવનથી ઉચ્છખેલ કામુક જેમ પ્રિયાને બોલનારો (/બોલાવનારો) હોય તેમ રાજા પ્રિય બોલનાર છે. ત્રિકૂટ પર્વત જેમ વાંસ વગરનો હોય તેમ કલંક વગરનો શંકર જેમ ભભૂતિ - શંખવાળો હોય તેમ આ રાજા વિભૂતિ - આબાદીવાળો છે. તેને સૌભાગ્યથી ગર્વિષ્ઠ જયશ્રી નામે પ્રિયા છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૮૧ તે જયશ્રી જેમ હંસીની બન્ને પાંખ એકદમ સ્વચ્છ હોય તેમ તેના સાસરિયા પક્ષ અને પિયરપક્ષ બન્ને પવિત્ર છે. બાણની ગતિ સીધી હોય છે, તેમ તે સરલ સ્વભાવવાળી છે, સૂર્યબિમ્બ જેમ એકદમ ગોળાકાર હોય છે તેમ સુંદર આચરણવાળી, શરદકાળની રાત્રિમાં આકાશ બિલ્ડલ સ્વચ્છ હોય તેમ સ્વચ્છ નખવાળી, કાળી ગાય જેમ ઘણી દૂધાળુ હોય તેમ સુંદર પગ વાળી, શ્રેષ્ઠ સૂત્રધાર = સોમપુરા થી બનાવેલ દેવકુલિકો જેમ સુંદર-મજબૂત પાયાવાળી હોય તેમ સુંદર સુવ્યવસ્થિત જંઘાવાળી છે, પર્વત મેખલા જેમ સુંદર નિતમ્બવાળી હોય, મેખલા = (પર્વતનો ઢળાના ભાગ જેમ ઉંચો અને ઉતરતો ઢોળાવવાળો હોય તેમ) ભારે અને ઢળતા ફળો (થાપો) વાળી મોટું વન જેમ ભૂંડવાળું હોય તેમ સુંદર ઉદરવાળી, પૈડાનો ગોળાકાર મધ્યભાગ જેમ સુંદર નાભિવાળો હોય તેમ સુંદર ઘૂંટીવાળી, વર્ષાકાળની શોભા સુંદર વાદળાવાળી હોય તેમ સુંદર સ્તનવાળી, કાવડ ને સારા માણસો વહન કરે છે તેમ સુંદર ભારને વહન કરનારી, પ્રજાપાલક રાજાની સંપત્તિ જે યોગ્ય કરવાળી હોય છે તેમ સુંદર હાથવાળી, રામાયણ કથા જેમ સુગ્રીવવાળી હોય તેમ સુંદર ગળાવાળી, જાતિમંત સારિકા (એના) જેમ સુંદર વચનવાળી હોય તેમ સુંદર મુખાકૃતિવાળી, મહાધનવાળા સાધુ અને વાણિયા જેમ હીન નાસિકાવાળા (આબરુ વગરનાં) ન હોય તેમ અહીણ = બરાબરનાસિકાવાળી, શ્રાવિકા જેમ સારું શ્રવણ કરનારી હોય તેમ સુંદર શીર્ષવાળી, બાળા જેમ ઘણી મુગ્ધ હોય તેમ સુંદર શીર (માથા) વાળી, જન્માંતરમાં ઉપાર્જિત વિષયસુખને અનુભવનારા રાજા-રાણીનો કાળ પસાર થઈ રહ્યો છે. તેને એક સાથે પુત્ર યુગલને જન્મ આપ્યો. પૃથ્વી સાર અને કીર્તિદેવ નામ પાડ્યા. રાજા રાણી શ્રાવક શ્રાવિકા હતા. તેથી તેઓ પુત્રને જિનપ્રતિમા અને ગુરુના પગે નમાવે છે. પણ પડતા નથી. અને જબરજસ્તીથી પગે પડાવીએ તો રડવા લાગે છે. તેઓ આઠ વર્ષના થયા ત્યારે બોત્તેર કલા શીખ્યા. છતાં ધર્મમાં જરાપણ પ્રયત્ન કરતા નથી. હે વત્સ ! ત્રણે કાળ ચૈત્યવંદન કરો, સાધુઓની સેવા કરો, એમ પિતા પ્રેરણા કરવા છતાં કાંઈ પણ સ્વીકારતા નથી. એમ કરતાં યુવાન બન્યા ત્યાં પૂર્વ કમોંદયથી કીર્તિવર્મનું શરીર એકદમ કૃશ પડી ગયું. કે જે તણખલું પણ દૂર કરી ન શકે. અને મહાવેદનાથી ઘેરાયો. વૈદ્યોના પ્રયત્ન નીષ્ફળ નિવડ્યા. મંત્ર તંત્ર પણ ઉખર ભૂમિમાં વાવેલ બીજની જેમ નકામા થયા. ત્યારે બાપે-રાજાએ કહ્યું હે વત્સ ! તારો રોગ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વિષમ લાગે છે. પુરુષાર્થથી સાધ્ય નથી. તેથી જિનાલયોમાં મહાપૂજા કરાવ, સાધુઓને વહોરાવ, દીન, અનાથાદિને મહાદાન આપ, સમકિતપૂર્વક અણુવ્રતોને સ્વીકાર, યથાશક્તિ તપ કર, ભાવનાઓ ભાવ ઈત્યાદિ જિનભાષિત અનુષ્ઠાન આચરવા કહ્યું, પણ તે સ્વીકારતો નથી. ત્યારે રાજા વિચારવા લાગ્યો, અહો ! ભારે કર્મનું કેવું માહાત્મ છે, કે જેથી આપત્તિ સમયે પ્રેરણાં કરવા છતા તેઓ ધર્મમાં પ્રવૃત્ત થતાં નથી. આ અંતરામાં કલ્યાણદેવ ઉદ્યાનપાલકે જણાવ્યું કે હાથમાં રહેલ કુવલયા ફળની જેમ સંપૂર્ણ ત્રણે લોકમાં સમસ્ત પદાર્થ સમૂહનાં વિસ્તાર અને પરમાર્થને જાણનારાં, અનેક સાધુઓથી પરિવરેલા, દેવદાનવ નરવંદથી વંદિત ચરણકમળવાળા “સંયમસિંહસૂરિ' નામે કેવલિ ભગવંત આજે ઉધાનમાં પધાર્યા છે. તે સાંભળી તરતજ કદંબપુષ્પની રોમાન્નિત અંગવાળા રાજાએ સર્વસામગ્રી તૈયાર કરો એમ આદેશ કર્યો; સંપાડિઓ - દરબારીઓએ રાજાના આદેશને સંપાદિત કર્યો. તે સર્વ કર્યું. અને રાજા વંદન માટે ગયો. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરીને શુદ્ધ ભૂમિ ઉપર બેઠો. કેવલિ ભગવંતે ધર્મરસનું પાન કરાવાનું શરું કર્યું. ધર્મ સુખરૂપી વૃક્ષનું મૂળ છે. દુઃખરૂપી પર્વતને દળવામાં ધર્મ વજસમાન છે. યથાચિંતિત અર્થ કરી આપવા ધર્મ ચિંતામણી રત્નતુલ્ય છે. ધર્મ સ્વામીઓનો પણ પરમ સ્વામી છે. બંધુઓનો પરમબંધું છે. મિત્રો નો પરમમિત્ર છે. ધર્મ યુદ્ધમાં વિજય આપનાર છે. દેવલોક ઉપર (માં) ચડવા માટે પગથિયા રૂપે છે. મોક્ષમાર્ગના વટેમાર્ગ માટે ધર્મ શ્રેષ્ઠ રથ સમાન છે. જો ભવ ભ્રમણની પરંપરાથી જન્ય દુઃખથી નિર્વેદ (ઉલૅગ) પામ્યા હો તો જિનપ્રણીત ઉદાર ધર્મનો સ્વીકાર કરો. પછી કળાંતર જાણી રાજાએ પુત્ર સંબંધી કારણ પૂછયું. હે ભગવંત ! અનેક રીતે સમજાવા છતાં મારા પુત્રો ધર્મને કેમ નથી સ્વીકારતા ? અને કીર્તિવર્મ ને રોગ કેમ થયો ? ત્યારે કેવલિભગવંતે કહ્યું - એમાં કારણ છે પરંતુ તું કુમારોને મારી પાસે લાવ, કે જેથી બધી વાત વિસ્તાર પૂર્વક કહું. ત્યારે બીજા દિવસે મા બાપે આગ્રહ કરી બન્ને ને ગુરુ પાસે લાવ્યા. ત્યારે ભગવાને પુનઃ ધર્મદેશના આપી આ સંસારરૂપ જંગલમાં રખડતા પ્રાણિઓને બોધિ પ્રાપ્તિ ઘણીજ દુર્લભ છે. ક્યારેક જીવ કર્મવિવર દ્વારા તેને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાન મોહ થી મૂઢાત્મા વિરાધી દે છે. અને શંકાદિના કારણે દુઃખરૂપી પહાડ ને ભેદનાર એવા સમકિત ને ફરીથી પામી શકતા નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અને તેથી શારીરિક અને માનસિક દુઃખોને મેળવે છે. તે તીક્ષ્ણ ભયંકર દુઃખોને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. તે વિષે એક કથા કહું છું તે ધ્યાનથી સાંભળો. કે જેથી તમને વિશ્વાસ બેસશે. આ જંબુદ્વીપનાં લિલાવતી વિજયમાં તિલકપુર નગર છે. ત્યાં સૂરપ્રભ રાજા છે. તેને ચંદ્રથી નામે રાણી છે. તે નગરમાં નાગશ્રેષ્ઠિ રહે છે. તેને નાગશ્રી નામે ભાર્યા છે. સર્વ ઈંદ્રિયોને આનંદ દાયક, મનોહર પાંચ પ્રકારનાં વિષયસુખને અનુભવતાં તે બેઓનો સમય પસાર થઈ રહ્યો છે. એક વખત નાગશ્રીએ પ્રધાન સ્વપ્નથી સૂચિત પુત્ર યુગલને જન્મ આપ્યો. પ્રિયંકરા દાસીએ વધામણી આપી. શેઠે તેને ઈનામ આપી વધામણાં મહોત્સવ કર્યો. બાર દિવસ થતાં વીરચંદ્ર અને શૂરચન્દ્ર નામ પાડ્યા. પાંચ ધાવમાતાથી પાલન પોષણ પામેલાં તે બન્ને આઠ વરસના થયાં. કલા શિક્ષણ ગ્રહણ કર્યું. અને યૌવનવનના મુસાફર બન્યા. તેનાં ફળનો સ્વાદ માણવા પોતાનાં અનુરૂપ કન્યાઓ સાથે લગ્નગ્રંથથી જોડાણા અને તેઓની સાથે સુખમાં કાલ પસાર કરવાં લાગ્યા. એક વખત પિતા સાથે મહેલ જોવાં ઉપર ચઢ્યા. નગરની શોભાને જોતાં જોતાં પૂજાનાં ઉપકરણ લઈ લોકોને જતાં જોઈ એક પુરુષને કારણ પૂછ્યું. તેણે કહ્યું કે અતિશયજ્ઞાની પધાર્યા છે. તેનાં વંદન માટે બધા લોકો જાય છે. તે સાંભળી તેઓનાં આદેશાનુસાર નિયુક્ત પુરુષોએ સર્વસામગ્રી તૈયાર કરી અને રથમાં બેસી તેઓ પણ મહાવિભૂતિ સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં મૂર્તિમાધર્મસમા, ચારજ્ઞાનનાં પ્રભાવથી યુક્ત. જેમનાં ચરણોને અનેક જન ચૂમી રહ્યા છે. અને વિશુદ્ધ ધર્મ દેશના આપતા એવાં મુનિચન્દ્રસૂરિને જોયાં. વંદન કરીને ઉચિત સ્થાને બેઠા ભગવાને કહ્યું કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થ છે તેમાં મોક્ષ પ્રધાન પુરુષાર્થ છે; તે મોક્ષ પુરુષાર્થ માટે સમ્યક્ જ્ઞાન-દર્શન ચારિત્ર માં યત્ન કરવો જોઈએ. જિનેશ્વરે ભાખેલ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમકિત; સમજવું તે જ્ઞાન અને કાયા થી આચરવું તે ચારિત્ર છે. કહ્યું છે કે... ત્રણેકાલ, નવપદ સહિત છ દ્રવ્ય, છ કાય, છ લેશ્યા, જીવ, વ્રત, સમિતિ, ગતિમાન ચારિત્રનાં ભેદો, પાંચ બીજા અસ્તિકાય, ત્રિભુવનપતિએ આને મોક્ષનું મૂળ તરીકે ફરમાવ્યું છે. અને જે જાણે શ્રદ્ધા કરે, અને આચરણ કરે તે શુદ્ધ દૃષ્ટિવાળો જાણવો. તે સાંભળી પિતા સહિત બન્ને ભાઈએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | શ્રાવકધર્મમાં ભારે પ્રયત્ન કરતા તેઓ સમય પસાર કરે છે. પણ એક વખત અશુભ કર્મ નો ઉદય થવાથી વીરચંદ્ર ને વિચિકિત્સા જાગી. તે વિચારવા લાગ્યો જિનવંદન, સાધુસેવા, સામયિક વિ. શરીરને હું કષ્ટ આપું છું. તથા જિનપૂજામાં, મુનિ ને વહોરાવામાં, દીનાદિને દાનમાં હું ઘણો ખર્ચ કરું છું. અને એ વાત તો ચોકકસ છે કે અરિહંત ની આજ્ઞા પ્રમાણે વર્તનારને સ્વર્ગ મોક્ષ મળે તો છે. શું મને ‘આનાથી સ્વર્ગ કે મોક્ષ મળશે કે નહિં અહિં કાંઈ પ્રત્યક્ષ તો દેખાતું નથી' અને જોઈ શકાતું નથી. એ પ્રમાણે વિચિકિત્સા થી સમય પસાર કરે છે. થોડા કાલ પછી સૂરચંદ્ર તપથી સુકાયેલા શરીરવાળા, માત્ર નસોવાળા, લોહિ માંસ વગરના, જેમાં સુકા હાડકાનો અવાજ થાય છે. જાણે હાડકાનો માળો હોય એવા શરીરવાળા, સાધુ યુગલને દેખી વિચિકિત્સા જાગી અને વિચારવા લાગ્યો, કે જેમ બીજાને પીડા કરવાની નથી તેમ આત્માને પણ પીડા આપવી યુક્ત નથી. બીજા ઘણાં શુભ- સાધુની સેવા, દાનદયા વિ. સરલ, મોક્ષસાધક અનુષ્ઠાન છે તો તપથી આત્માને કષ્ટ આપવાની શી જરૂર ? અન્ય દર્શનીઓએ પણ સુકર અનુષ્ઠાનથી મોક્ષ કહ્યો છે. તો ભગવાને પણ તેમ કહ્યું હોત તો શું બગડી જવાનું હતું. એમ સમકિત વિરોધી મિથ્યાત્વ આપનાર બોધિ પ્રાપ્તિ ન થાય તેવું કર્મને બાંધી મરીને વ્યંતર થાય છે. શ્રેષ્ટિ પણ કાળ કરી સૌધર્મ દેવલોકે ગયો, ત્યાંથી વી સોભાંજાણી નગરીમાં શ્રીદેવ શેઠની યશોધરા પત્નીની કુક્ષિમાં અવતયોં. તેનું સિંહ એવું નામ પાડ્યું. કલાકલાપાદિ થી પ્રકર્ષ ને વહન કરતો યૌવન ને પામ્યો. સમાનકુલ, શીલ, રૂપ, યૌવન, લાવણ્યવાળી, રૂપિણી કન્યાને પરણ્યો. તેની સાથે દોગંદક દેવની જેમ સર્વ ઈદ્રિયોને આનંદદાયક અને મનોહર વિષયસુખને અનુભવતાં કાળ જઈ રહ્યો છે. એક વખત વર્ષાઋતુ ની શોભાને દેખવા પ્રસાદ શિખર ઉપર આરુઢ થયો. તેની પાછળ ચઢતી રુપિણી ઉપર વિજળી પડી અને મરણને શરણ થઈ. હાહારવ થયો. તે દેખી સિંહ વિલાપ કરવા લાગ્યો. હાહાપ્રિયે ! સુરુપાળી! અરે મારા હૃદયને આનંદ આપનારી ! સુભગા ! શરદપૂર્ણિમાના ચંદ્રસરખા મુખવાળી ! નીલકમળના પાંદડા સરખા નયનવાળી ! કોમલ ચમકદાર કાળા, વાંકા, દીર્ઘ, સુસ્નિગ્ધ વાળવાળી ! ગુણનો ભંડાર ! દુઃખી અનાથ એવા મને મુકીને ક્યાં ગઈ ?' સ્વજનોએ સર્વ મૃતકૃત્ય સમાપ્ત કર્યું. છતાં સિંહો શોકાફલ જ રહે છે. એટલામાં નભસ્તલથી ચારણ ઋષિ અવતર્યા, સિંહે અલ્પત્થાન કર્યું અને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આસન આપ્યું. ઋષિએ દેશના ના બહાને તેને અનુશાસન (હિતશિક્ષા) આપ્યું. સંસાર અસાર છે કારણ કે અહિં મૃત્યુ સ્વછંદચારી છે. કહ્યું છે કે સેંકડો વ્યાધિરૂપી બાણ ચડાવી, જરારૂપી ધનુષ હાથમાં લઈને, મનુષ્યરૂપી મૃગયુથને મારતો, વિધાતારૂપી ઘોડે ચઢી યમ આવી રહ્યો છે. તેને કોઈ રોકી શકતું નથી, દુઃખ (આપત્તિ) પ્રતિકાર કે લાંબાકાળની અનુકૂલ પ્રવૃત્તિ ને તે ગણકારતો નથી પણ સ્વચ્છેદ રીતે મૃત્યુ જીવોને હણે છે. જેમ સિંહ મૃગલાઓને હણે તથા ઘણાં રોગરૂપી ફણાંથી શોભિત વ્યસન આપત્તિ રૂપી વિષવાળી લાંબી દાઢાવાળા યમરૂપી કાળા સાપના બચ્ચાથી ક્યાં ગયેલો (જીવ) છટકી/બચી શકશે. કતાંતરૂપી હાથીની સામે યુદ્ધમાં પલાયન (નાશી જવું). કે ભય યોગ્ય નથી. વળી તેનો હાથ દેખાતો નથી પણ જોરથી પકડી રાખે છે, કે જેથી છૂટી ન શકાય, જેમ ખેડૂત કાલવડે પરિણત થયે છતે ઘાસને લૂણી નાંખે છે. તેમ કૃતાંત પ્રાણિઓનો નાશ કરે છે. તેથી તું વિષાદ કરીશ મા. મૃત્યુની દાઢામાં ફસાયેલાને ઈન્દ્ર પણ છોડાવી શકે એમ નથી. ધર્મમાં ઉધમ કર જેથી દુઃખથી ભરપૂર સંસારરૂપી અટવી પાર પામીશ. મને કેવલજ્ઞાનથી જાણી ધર્મઘોષસૂરિએ તને વ્રત આપવા મોકલ્યો છે. તેથી તું વિલંબ ના કર ! મુનિ ભગવંતોએ આચરેલી સર્વદુઃખ રૂપી પર્વતસમૂહને ચૂરવા માટે ઈન્દ્રના અસ્ત્ર = (વજ) સમાન આ દીક્ષા ને તું ગ્રહણ કર અને આ સાંભળી ચારિત્રના પરિણામ જાગ્યા અને મા બાપની સમ્મતિ લઈને દીક્ષા ગ્રહણ કરી, ગીતાર્થ થયો. ગુરુએ સ્વપદે સ્થાપ્યો, શુક્લધ્યાનરૂપી અગ્નિ થી ઘનઘાતી કર્મ બાળી કેવલજ્ઞાન પૈદા કર્યું. વિચરતો તેજ હું અહીં આપ્યો છું. આજ શ્રીપુર નગરમાં વીરચન્દ્ર શૂરચન્દ્ર વ્યંતર યોનીથી અવી ઉપન્યા છે. એમ કહ્યું તેનાથી તેમને મૂર્છા આવી અને ભૂમિ ઉપર પડ્યા. શીતોપચાર થી સ્વચ્છ થયા. ત્યારે રાજાએ પૂછ્યું કે વત્સ ! આ શું ? કુમારોએ કહ્યું કે અમારા પ્રતિબોધ માટે અમારું જ આ ચરિત્ર ભગવાને કહ્યું છે જાતિસ્મરણ થી અમને સર્વ પ્રત્યક્ષ થયું. અધધ.. પરલોક માટે ચિંતવેલ દુષ્કતકર્મનો આટલો દારુણ વિપાક અમારે ભોગવવો પડ્યો. જેની વિચારણા કરતા પણ ત્રાહિમામ્ પોકારી જવાય. અથવા અમારા જેવાં પાપિષ્ટ જીવ બીજો કોઈ નથી. કારણ કે અમે સર્વજ્ઞનાં વચનમાં પણ આવી રીતે વિચિકિત્સા કરી. હવે કીર્તિદેવ કહેવા લાગ્યો હે તાત ! મહામોહથી મુગ્ધ બનેલને વિચિકિત્સાથી આત્માને દુઃખમાં નાંખ્યો હે તાત ! સંગ, મમત્વ અને ગર્વ Page #97 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વગરનાં ગુણ થી સમૃદ્ધ સાધુ મહાત્માઓની વિચિકિત્સાનું આ તો કેટલું ફળ કહેવાય ? કારણ કે વિચિકિત્સાથી ઘણાં ભયંકર અનેક જાતનાં દુઃખને વેઠતા જીવ સંસારરૂપી વનમાં રખડે છે. અને પૂર્વ આચરિત વિચિકિત્સાનો પશ્ચાતાપ કરવા લાગ્યા. તેથી અત્યારે આપને જે મનગમતું હોય તેમ અમો કરીશું. રાજાએ કહ્યું કે પુત્રો ! તમે ઘર્મ સ્વીકારો એજ અમને ઈષ્ટ છે. ત્યારે વંદન કરી વિનંતિ કરવા લાગ્યા. હે ભગવંત ! અત્યારે અમારે જે કરવા યોગ્ય છે તેનો આદેશ કરો. કેવલિ ભગવતે પણ તેઓને શ્રાવકધર્મને યોગ્ય જાણી તેનો ઉપદેશ તે બન્નેને આપ્યો. અને તેઓએ ભાવપૂર્વક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે વખતે લલાટે અંજલિ કરી શત્રુંજ્ય રાજાએ વિનંતિ કરી કે હે ભગવંત ! જેટલામાં હું કુમારને રાજ્ય સ્થાપુ તેટલામાં આપનાં ચરણકમળમાં સર્વ સંગ ને ત્યજી હાથીના કાન સરખા મનુષ્ય અવતાર ને સફળ કરું. ભગવાને કહ્યું - હે દેવાનુપ્રિયે! વિલંબ કરીશ મા ! ત્યારે ઈચ્છે કહી રાજા ઘેર ગયો. - ઘેર આવી મંત્રી સામતાદિને પૂછી તેમના મત પ્રમાણે પૃથ્વી સાર નો રાજ્યાભિષેક કર્યો. ભગવાનના પ્રભાવથી અને ધર્મના સામર્થથી રોગ રહિત થયેલાં કીર્તિદેવને યુવરાજ પદવી આપી. અને સર્વ રાજ્ય સુવ્યવસ્થિત કરી ઠાઠમાઠ થી રાજાએ દીક્ષા સ્વીકારી નિરતિચાર ચારિત્ર પાળી અંતકૃત કેવળી થઈ સર્વ દુ:ખ વગરનાં મોક્ષ ને પામ્યો. તે બન્ને પણ પ્રચંડ આજ્ઞા શાસનવાળા મહારાજા બન્યા. અને ત્રણે વર્ગનું સંપાદન કરવામાં તત્પર રાજ્ય સુખને અનુભવતાં તેઓનો સમય વીતવા લાગ્યો. કેટલો કાળ જતાં બન્ને ચરમ પ્રહરમાં સારી રીતે ધર્મધ્યાનમાં પ્રવર્તવા રૂપ સુદક્ષાગરિકાને કરતા એ પ્રમાણે વિચારવા લાગ્યા કે જન્માંતરમાં કરેલી વિચિકિત્સાનાં કર્મ વિપાકને જોઈને પણ હાં અનેક આપત્તિને કરનાર, દુર્ગતિમાં જવા સારુ તૈયાર માર્ગ, ક્લેશ કંકાસનું ઘર, પ્રમાદનું પરમમિત્ર, અશુભ અધ્યવસાયનું કારણ એવાં અત્યારે આપણે કેવી રીતે રાજ્યમાં આસક્ત થઈને પડ્યા છીએ. હવે તો ભગવાન પાસે દીક્ષા લઈ લઈએ. અને સંયમ માં ઉદ્યમ કરીએ. ત્યાં તો જેઓનો સમય પાકી ગયો છે એમ જાણી સંયમસિંહસૂરિ પધાર્યા. તેઓશ્રીની જાણ માટે ગોઠવેલ માણસો પાસેથી તેઓશ્રીનું આગમન સાંભળી હરખઘેલા બની ભગવાનને વાંદવા ગયા, ભાવપૂર્વક વાંદીને તેઓશ્રીની પાસે બેઠા, અને ધર્મ સાંભળ્યો, ત્યારે ગુરુને પોતાના અભિપ્રાય નિવેદન કરી. નગરમાં ગયા. પુત્રને રાજ્ય સ્થાપી પ્રધાન પુરુષો જેમની પાછળ પાછળ ચાલી રહ્યા છે, એવા તે બન્ને (પૃથ્વી સાર-કીર્તિસાર) ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી Page #98 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સંવેગાદિના અતિશયથી તપસંયમમાં ઉદ્યમ કરી જીવનપર્યત નિરતિચાર ચારિત્ર પાળી મૃત્યુ સમયે મરણ પામી સર્વાર્થ સિદ્ધિમાં ગયા. ત્યાંથી એવી તેજ વિજયમાં રાજપુરનગરમાં રાજપુત્રો થઈ મોક્ષે જશે. (ઈતિ પૃથ્વીસાર કીર્તિદેવકથા સમાપ્ત) એ પ્રમાણે વિચિકિત્સા સમકિતને દૂષિત કરે છે, અને અનર્થનું કારણ હોવાથી ત્યજવી જોઈએ. હવે “ચતુર્થદૂષણ કુતીથકોની પ્રકટ પ્રશંસા કરવી સૌગત વિ.ની ઘણાં જનોની સમક્ષ સ્તુતિ કરવાથી અન્યજનોનું મિથ્યાત્વ સ્થિર થવાથી મહાદોષ થાય છે. એ અર્થને જણાવા માટે પ્રક્ટ વિશેષણ મુક્યુ છે. ગુમ રીતે પ્રશંસા, કરતા (માત્ર) પોતાનું સમકિત દૂષિત બને છે. | નિશીથ માં પણ કહ્યું છેકે .. (પ્રશંસા- સ્તુતિ = તેમના ગુણો ગાવા) અનાદિકાળનાં સ્વભાવથી બીજી રીતે પણ આત્માનું મિથ્યાત્વ વધે છે. તો પછી “અવિરત/અજ્ઞાનીઓ મધ્યેજ સાધુ મિથ્યાદર્શનની પ્રશંસા કરે છે, તેનું શું થશે ? - અહિં વિપરીત રૂપે સુલસાનું દ્રષ્ટાન્ત જાણવું. જેમ સુલસાએ કુતીથકોની પ્રશંસા ન કરી તેમ બીજાઓએ ન કરવી જોઈએ. તે દ્રષ્ટાન્ત ભૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે. પાંચમું દૂષણ વારંવાર કુતીથકોનો પરિચય કરવો તે ક્યારેક રાજા વિ. ના આગ્રહથી સેવા પરિચય કરવો પડે તો દૂષણ રૂપ નથી. તે જાણવા સારુ ‘અભિખણ” પદ કહ્યું આ સતત પરિચય પણ મહાઅનર્થ નો હેતુ હોવાથી તેનું વર્જન કરવું અહિં જિનદાસનું કથાનક કહે છે. જિનદાસ કથા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં જેમાં ગામ, ગાયનો વાડો વ્યવસ્થિત ગોઠવાયેલા છે સાગરકાંઠે રહેલ, જેમાંથી ઘણાં જ દુષ્ટ, વૃષ્ટ, શત્રુ રાજ્ય તરફનો કષ્ટભય, અને આકુલતા નાશ પામી ગઈ છે. અર્થ-ધનને પ્રાપ્ત કરેલ વિશિષ્ટ લોકોનો જ્યાં વાસ છે. એવો રાષ્ટ્રોમાં સોહામણો સૌરાષ્ટ્ર નામે દેશ છે. ત્યાં મહાનરેન્દ્રની જેમ ઘણાં ના શરણભૂત, શૂરપુરુષો ના શત્રુકલ જેમ ઘણી વિધવાવાળુ હોય, (પક્ષે) ઘણાં વૈભવવાળું, જેમ ચિત્ર ઘણાં વર્ણવાળું હોય, તેમ ઘણી (જાતિ) વાળું, દરિદ્રકુલની જેમ ઘણી પ્રજાવાળું, સમુદ્ર જેમ Page #99 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ઘણાં પાણીવાળું હોય તેમ ઘણાં વિણકવાળું, ગંધર્વ જેમ ઘણાં સ્વરવાળો હોય તેમ ઘણાં સરોવરવાળું, કુનરેન્દ્ર જેમ ઘણાં ભાંડ-કજીયાવાળા હોય તેમ ઘણાં ભાંડ-વસ્ત્રપાત્રવાળું, પ્રલયકાળ નો સમય જેમ ઘણાં સૂર્યવાળું હોય (પક્ષે) ઘણાં શૂરવીરવાળું, ગિરનારની તળેટીમાં ગિરિનગર નામે નગર છે. ८८ ત્યાં નવતત્વને જાણનારો, સુપાત્ર અને દીનાદિને દાન આપવા માટે ધન ખર્ચનાર, ભાવના શાસ્ત્રથી ભાવિત, શ્રાવક ક્રિયાને સારી રીતે કરનાર. કુશ્રુતિ ખબારવ્રુતિવાળા, કુદર્શનીઓ નાં કામશાસ્ત્ર, મનુસ્મૃતિ વિ. હિંસોપદેશક શાસ્ત્રથી દૂર રહેનાર, અણુવ્રત અને શિક્ષાવ્રતાદિ ના નિયમવાળો, શિષ્ટાચાર ને પાળનારો, સંસાર સ્વરૂપ ને જાણનાર, વસ્ત્ર જેમ દોરાવાળા હોય તેમ (પક્ષે) ગુણનો આવાસ, અથવા પ્રમાદ શત્રુને હંમેશને માટે દૂર રાખનાર, (પ્રમાદ શત્રુથી હંમેશને માટે દૂર રહેનાર) જિનાજ્ઞામાં જ વસનારો, નિયાણું અને આશંસા વગરનો, મિથ્યાત્વનો જેણે નાશ કરી દીધો છે. સિદ્ધાંત સાંભળવાથી જાગેલા ઉલ્લાસવાળો, દુઃખી પ્રાણીઓને આશ્વાસન આપનાર, બારવ્રતધારી, દાનવીર, દયાળુ જિનદાસ નામે શ્રાવક છે. તેણે એક વખત દુષ્કાળ ના કારણે નિર્વાહ ન થતાં સાર્થ જોડે ઉજ્જૈની ભણી પ્રયાણ કર્યુ, પ્રમાદ યોગે સાર્થ થી વિખૂટો પડ્યો. ભાથું પણ સાર્થ સાથે જતું રહ્યું. અન્ય કોઈ સાર્થ ન મળતા બૌદ્ધ ભિક્ષુનાં સાર્થમાં ભળ્યો. ભિક્ષુઓએ કહ્યું કે જો અમારી ભાષાની પોટલી ઉપાડીશ તો તને ભોજન આપશું. ત્યારે કાંતારવૃત્તિ રૂપ અપવાદ વિચારી તેમ કરવા લાગ્યો. અને તેઓ સ્નિગ્ધ લાડુ વિ. ભોજન તેને આપે છે. કારણ તેઓ આવું સ્નિગ્ધ ભોજન જમે છે. તેઓ માને છે કે... ‘‘કોમલ શય્યા હોય, સવારે ઉઠતી વખતે સરસ પેય હોય, બપોરે ભોજન, સાંજે દૂધ, મધ્યરાત્રિએ દ્રાક્ષાખંડ અને શર્કરા ખાય; તે અન્તે મોક્ષે જાય.'' એમ શાક્યસિંહે જોયું છે. તથા મનોજ્ઞ ભોજન જમી મનોહર ઘરમાં સુંદર આસન ઉપર મુનિ શુભધ્યાન ધરે છે. તેને સ્નિગ્ધ ભોજનથી વિથૂચિકા/કોલેરા થઈ, ભારે વેદના થવા લાગી. જંગલમાં વેદના દૂર કરી શકાય તેવા પ્રકારનો પ્રતિકારનો અભાવ હોવાથી ઘણોજ પીડાય છે. પદ્માસન લગાડી બોલવા લાગ્યો - શ્રી અરિહંતોને નમસ્કાર હો, શ્રી સિદ્ધોને નમસ્કાર હો, શ્રી ગણધરોને નમસ્કાર હો, શ્રી ઉપાધ્યાયને નમસ્કાર હો, શ્રી સર્વ સાધુઓને નમસ્કાર હો, અરિહંત, સિદ્ધસાધુ અને કેવલએ ભાખેલો ધર્મ, આ ચારે પણ મારે મંગલરૂપે થાઓ. આ ચારજ Page #100 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ત્રણભુવનમાં ઉત્તમ છે. એઓનું જ હું ત્રિવિધ શરણ સ્વીકારું છું. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ તથા કાયા ને ત્રિવિધ વોસિરાવું છું. ત્યારે અંત સમય જાણી ચાર શરણ સ્વીકારી, ચાર આહારનો ત્યાગ કરી શુભધ્યાનથી દુર્ગધિદેહને છોડી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઉપન્યો, અતિશય દેદીપ્યમાન વિમાનમાં અંતર્મુહુર્તમાં તો સુંદર રૂપવાળો થયેલો શધ્યાથી ઉઠી દિવ્ય દેવઋદ્ધિ જોવા લાગ્યો, ત્યારે સેવકોના જય શબ્દ સાંભળી વિચારવા લાગ્યો કે મેં પૂર્વભવ માં શું કર્યું જેથી આવી શક્તિ પ્રાપ્ત કરી. તેને ઉપયોગ મુકી જોયુ તો કરુણા થી ભિક્ષુએ નિજ આચાર કરી રક્તવસ્ત્ર વડે ઢાંકી તેનું શરીર પરઠવેલું જોયું, તે દેખી અવ્યક્ત જ્ઞાનનાં કારણે વિચારવા લાગ્યો કે હું પૂર્વભવમાં ભિક્ષુ હતો. માટે આ બૌદ્ધ દર્શન મહાપ્રભાવવાળું છે. જેનાં પ્રભાવે હું આવી ઋદ્ધિવાળો થયો. તેથી આ ભિક્ષુઓની ભક્તિ કરું. એમ વિચારી ત્યાં આવી બુદ્ધ વિહારમાં રહેલાં ભિક્ષુઓને મનોહર ભોજન અલંકૃત હાથથી રોજ દેવા લાગ્યો, તેથી બૌદ્ધ શાસનની પ્રભાવનાં થવા લાગી. શ્રાવકો પણ મોહ પામવા લાગ્યા, આ આંતરામાં વિચરતા વિચરતા ધર્મઘોષસૂરિ' ત્યાં પધાર્યા. શ્રાવકોએ વંદન કરી સર્વ હકીકત કહી અને વિનંતિ કરી - આપના જેવા નાથ હોવા છતાં જિનશાસનની આવી હલકાઈ થાય તો પછી અત્યારે અમે કોની આગળ જઈ પોકાર કરીએ. તેથી હે ભગવંત ! એવું કરો કે જેથી જિનશાસનનો જયજયકાર થાય. આપને છોડી બીજું કોઈ આ કાર્ય કરવા સમર્થ નથી. ત્યારે શ્રુત ઉપયોગથી તેનું સ્વરૂપ જાણી એક સાધુ સંઘાટક ભિક્ષુ પાસે મોકલ્યું. અને કહ્યું કે તે હાથ વડે તમને ભક્ત અપાવે ત્યારે તમે હાથ પકડી નવકાર ભણજો. અને કહેજો “બુજઝ ગુજ્જગા મા મુઝ” બોધ પામ, મુગ્ધ ન થા, ઈચ્છે કહી બે સાધુ બુદ્ધ વિહારમાં ગયા. તે દેખી ઋદ્ધિ ગારવથી સામે જઈ કહેવા લાગ્યા આવો તમને પણ દેવ નિર્મિત આહાર અપાવું. સાધુએ પણ ત્યાં જઈ સૂરિ કથિત કર્યું, તે સાંભળી અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો ત્યારે સાચું સ્વરૂપ જાણ્યું, ત્યારે મિચ્છામિ દુક્કડમ આપી નિજ સ્વરૂપે પ્રગટ થઈ સાધુને વાંદીને કહ્યું કે હું અનુશાસન ઈચ્છું છું અને અટ્ટહાસને મુકી ગુરુ સમીપે ગયો. અને મુકુટથી શોભી રહેલાં મસ્તકવાળો. મણિકુંડલ યુગલથી ચમકતા ગાળવાળો, હાર, અધહાર, ત્રાસેરા. હારથી લટકતા છાતીવાળો, ઉત્તમ કડા/વલય અને ભુજા રક્ષકથી ભૂષિત કોમલ તેમજ ચંચલ ભુજાયુગલવાળો, સોનાની મુદ્રિકાના પ્રભાથી પીળી થયેલ કોમલ Page #101 -------------------------------------------------------------------------- ________________ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | આંગળીવાળો, મધુર અવાજ કરનારી ઘૂઘરીથી યુક્ત તેમજ ધૂળ વગરનાં દેવદૂષને ધારનારો તે દેવ ભૂમિએ મસ્તક લગાડી સૂરીશ્વર ના ચરણમાં પ્રણામ કરી કરકમલની કર્ણિકાના મુગુટને મસ્તકે લગાડી કહેવા લાગ્યો. આજે આપે મિથ્યાત્વથી મુગ્ધ એવા મને દુઃખથી ભરપૂર પાર વગરનાં ભવસમુદ્રમાં ડુબતા બચાવ્યો અન્યથા નિયમા ડુબી જાત, એમ કહી અને જિનમંદિરમાં જઈ પ્રભુને નમસ્કાર કર્યા. અને જિનશાસન મહિમા કરી ભક્તિપૂર્ણ અંગવાળો, હાથ ઉછાળતો નાચવા લાગ્યો અને લોકો સમક્ષ કહ્યું કે ભવથી કરવામાં આ જિનધર્મ જ સમર્થ છે અને શિવવૃક્ષ નું સફળ બી છે. તેથી તે લોકો ! અહિં જ જાત્રા પૂજા કરો, અથવા ઘણું કહેવાથી શું ? ત્યારે ઘણાં લોકોએ જિનધર્મ સ્વીકાર્યો. એ પ્રમાણે જિનશાસનનો જયજયકાર કરી તે દેવ ઉછળીને આકાશ માર્ગે દેવલોકમાં ગયો. (જિનદાસકથા સમાપ્ત) માટે પ્રથમથી પાખંડીઓનો પરિચય ન કરવો. એ પ્રમાણે દૂષણવાર પુરું થયું. || ૯ | લિંગ દ્વારા જણાવા ગાથા કહે છે. सुहावहा कम्मखएण खंती, संवेग णिव्वेय तहाऽणुकंपा । अस्थित्तभावेण समं जिणिंदा, सम्मत्तलिंगाइमुदाहरंति ॥१०॥ ગાથાર્થ : કર્મક્ષય કરી સુખને આપનારી ક્ષાાિ તે સમકિતનું લિંગ છે. તેમજ “સંવેગ નિર્વેદ અનુકમ્પા અને આસ્તિક્ય ને જિનેશ્વરે સમકિતના લિંગ કહ્યા છે.” સ્વભાવથી કર્મના અશુભ વિપાકને જાણી અપરાધી ઉપર ક્યારે ક્રોધ ન કરવો. તે ઉપશમ કહેવાય. અન્તર્મુહુત માત્ર કષાય કરવાથી કોડાકોડી સાગરોપમ સુધી દુઃખ ભોગવવું પડે; એમ જાણીને સર્વ ગુણોનો આધાર હોવાથી ક્ષમાને સુખાવહ કહી છે. કહ્યું છે કે... #ાનિ જ મહાદાન છે. ક્ષત્તિ મહાજ્ઞાન છે. ક્ષાન્તિ મહાતપ છે. ક્ષાન્તિ મહાશીલ છે. ક્ષમા એજ મહાન ઉત્તમકુલ છે. ક્ષમા જ મોટી શક્તિ છે. ક્ષમા જ મોટુ પરાક્રમ છે. ક્ષમાજ સંતોષ છે. સમાજ ઈન્દ્રિયોનો નિગ્રહ છે. ક્ષમા જ પવિત્રતા (શૌચ) છે, ક્ષમા જ મહાન દયા Page #102 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. ક્ષમા મહા-શ્રેષ્ઠ = આદરરૂપ છે. ક્ષમા મહા સત્ય છે. ક્ષમા એજ મહાબળ છે, ક્ષમા મહાઐશ્વર્ય છે, ક્ષમા એજ બ્રહ્મચર્ય છે, ક્ષમા મહાધર્મ છે, ક્ષમા એજ મોક્ષ છે. ક્ષમા એજ વિશ્વવંદ્ય છે, ક્ષમા સર્વ અર્થને સાધી આપનાર છે. ક્ષમા જગતમાં સર્વશ્રેષ્ઠ છે. ક્ષમા જગતનું હિત કરનાર છે, ક્ષમા કલ્યાણ ને આપનાર છે. ક્ષમા જગતમાં પૂજ્ય છે. ક્ષમા પરમ મંગલ છે. સમાજ સર્વ રોગને નાશ કરનાર સુંદર ઔષધ છે. ક્ષમા શત્રુનો નાશ કરનાર ચતુરંગ સૈન્ય સમાન છે. ઘણું કહેવાથી શું બધુ ક્ષમામાં જ છે. ઈત્યાદિ સર્વ ગુણો ક્ષમામાં રહેલાં છે આ પ્રથમ લિંગ થયું. ૨. સંવેગ :- મોક્ષાભિલાષ, સુરનર ના સુખને દુઃખરૂપે માનતા સંવેગથી મોક્ષને મુકી અન્ય કાંઈ માંગે નહિ. ૩. નિર્વેદ - સંસાર પ્રત્યે ઉદ્દેગ; કહ્યું છે કે તત્વને જાણતા હોવાથી મમત્વરૂપ વિષ વેગ રહિત હોવા છતાં જેણે અનુષ્ઠાન આચર્યા નથી તે આત્મા ચારગતિ રૂપ સંસારમાં દુઃખપૂર્વક વસે છે. ૪. અનુકંપા :- દુઃખી જીવોની દયા કરવી. કહ્યુ છે કે... ભયંકર ભવસાગર માં દુઃખી પ્રાણીઓને દેખી સ્વપરનો ભેદ રાખ્યા વિના દ્રવ્ય અને ભાવથી પણ શક્તિ પ્રમાણે અનુકંપા કરવી. ૫. અસ્તિત્વભાવ :- એટલે જીવાદિ પદાર્થની વિદ્યમાનતા સ્વીકારે. કહ્યું છે કે... જે ભગવાને કહ્યું તેણે કાંક્ષા વિશ્રોતસિકા રહિત શુભ પરિણામથી નિશંક પણે સ્વીકારે. | ૧૦ | હવે શ્રદ્ધાધારનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે. जीवाइवत्थूपरमत्थसंथवो, सुदिट्ठभावाण जईण सेवणा । दूरेण वावण्ण-कुदिट्ठिवज्जणा, चउबिहं सद्दहणं इमं भवे ॥११॥ ગાથાર્થ :- (૧) જીવાદિક પદાર્થને પરમાર્થથી જાણવા, (૨) સારી રીતે પદાર્થને જાણનારા યતિઓની સેવા, (૩) નષ્ટ દ્રષ્ટિવાળા, અને (૪) કુત્સિત દ્રષ્ટિવાળાથી દૂર રહેવું. એમ આ ચાર પ્રકારની શ્રદ્ધા હોય છે. પરમાર્થથી જીવાદિ વસ્તુતત્વના વિસ્તારને જાણવાવાળો જીવ તે પદાર્થોમાં શ્રદ્ધા કરે, તેને નિશ્ચયથી સમકિત હોય છે. કૌતુકથી મિથ્યાત્વીઓ પણ જીવાદિ પદાર્થોનો પરિચય કરે છે તેનાં Page #103 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નિરાસ માટે “પરમાર્થ” વિશેષણ ગ્રહણ કર્યું. આ પ્રથમ શ્રદ્ધા સ્થાન. સુદિઠભાવાણ” - યથાર્થ રીતે પદાર્થને જાણનાર સાધુઓની સેવા કરવી, તેનાથી પણ સમ્યકત્વની શ્રદ્ધા કરાય છે. સમ્યક રીતે પદાર્થ નહિં જાણનાર યતિનાં નિષેધ માટે “સુદષ્ટભાવ” વિશેષણ મુક્યું છે. એટલે અગીતાર્થ યતિની સેવાથી સમકિતની શ્રદ્ધા તો થતી જ નથી ઉલ્ટ તેની દેશના સાંભળવાથી બન્નેને અનર્થ જ થાય છે. આનાથી વધારે દુઃખની વાત કઈ હોઈ શકે ? ધર્મસ્વભાવને નહિં જાણનાર મૂઢ જે અન્યને કુદેશના વડે કષ્ટતર પાપમાં પાડે છે. વોડશક ગ્રંથમાં કહ્યુ છે કે... જે કારાગથી પરમ જ્ઞાનીઓએ અન્યસ્થાનમાં દેશના કરવી તેને પાપ કહ્યું છે. કારણ કે આ વિપરીત દેશના શ્રોતાને ઉન્માર્ગે લઈ જાય છે. સંસાર અટવીમાં દારુાગ ફળ આપે છે. • વળી અગીતાર્થ દેશના યોગ્ય નથી કેમકે જે સાવઘ અને અનવદ્ય વચનોનો ભેદ જાણતો નથી તે બોલવા પણ સમર્થ નથી. તે દેશના કેવી રીતે કરી શકે ? લાખો ભવનું મંથન કરનારા, ભવ્યકમળોને વિકસિત કરનારા, જિનભાષિત ધર્મ યોગોહન કરેલા સાધુએ જ કહેવો જોઈએ. સમકિત વમી ગયેલા નિન્દવો વિ. અને કુત્સિત સ્વચ્છન્દ પ્રરૂપણાવાળા યથાછન્દ વિ. ને દૂરથી ત્યજવા, તે પણ સમકિતની શ્રદ્ધા માટે થાય છે. કહ્યુ છે કે... નષ્ટ દ્રષ્ટિવાળાનો સંગ કરવો યોગ્ય નથી. કારણ કે તેમનાં વચનો સાંભળવાથી તેમાં જ દ્રઢ અનુરાગ થાય છે. જેમ નિન્દવ વિ. ના શિષ્યો તેમાં જ અનુરાગ કરે છે. - તથા - એથી જ તેઓના ઉપાશ્રયમાં ભૂલના વશથી આવેલાં સાધુ તેઓની ધર્મકથા માં બળ હોતે છતે વિઘાત કરે = વાદ કરી નિરુત્તર કરે, શક્તિ ન હોય તો કાન બંધ કરી દે. કારણ કે તેઓનાં વચનો કર્ણમાં ધારવાથી સાધુ પણ મિથ્યાત્વ પામી જાય તો પછી ધર્મ અધર્મ ને નહિં જાણનાર નિર્બળ શ્રાવક શું ન પામે. એમ ચાર પ્રકારની શ્રદ્ધા કહી. ૧૧ હવે આગારનું વ્યાખ્યા કરતાં કહે છે... रायाभियोगो य गणाभियोगो, बलाभियोगो य सुराभियोगो । कंतारवित्ती गुरुणिग्गहो य, छच्छिंडियाओ जिणसासणम्मि ॥१२॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગાથાર્થ : રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને વડિલોનો આગ્રહ આ છ આગાર જિનશાસનમાં દર્શાવેલ છે. રાજાની આજ્ઞાથી અકથ્ય પણ આચરતા સમકિતમાં અતિચાર ન લાગે કારણ કે આગાર રૂપે હોવાથી તેમ કરવાની છુટ છે. અહિં તેનાં ઉપર કાર્તિક શેઠનું દ્રષ્ટાન્ત કહે છે. અભિયોગ એટલે પરવશતા. કાર્તિકશેઠની કથા આ ભરતક્ષેત્ર ના કુરુક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે. ત્યાં પોતાના પ્રતાપથી જેણે અભિમાની રાજાઓને પરાસ્ત કરી દીધા છે અને સમસ્ત સગુણરૂપી રત્નનો સાગર એ જિતશત્રુ નામે રાજા છે. ત્યાં એકહજાર વ્યાપારીઓનો સ્વામી જીવાદિ તત્વને જાણનાર કાર્તિક નામે શેઠ છે. તેને દેવ પણ જિનશાસન થી ચલિત ન કરી શકે એવો તે દ્રઢ સમકિતધારી છે. અને સંવેગથી ભાવિત છે. તેવાજ ગુણવાળો બીજો ગંગદત્ત નામે શ્રેષ્ટિ છે. ત્યાં એક વખત કેવલજ્ઞાન ના કિરણ સમૂહથી ધરણિતલને ઉદ્યોદિત કરનારા, ગામ નગરાદિમાં વિચરતાં, શ્રમણસંઘથી પરિવરેલાં, ઈન્દ્રો પણ જેમનાં ચરણ ચૂમી રહ્યા છે એવા મુનિસુવ્રતસ્વામી પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. પરમાત્મા તેમાં બિરાજમાન થયા. તેટલામાં તો સુરાસુરનર તિર્યગ્રોથી સમવસરણ (છલોછલ) હેકડેટેડ થઈ ગયું. ભગવાને પણ નૂતન વાદળા સરખા અવાજે ધર્મ દેશના આપી. તે સાંભળી ઘણાં ભવ્યજીવો પ્રતિબોધ પામ્યા. ત્યારે ગંગદત્ત શેઠ પણ ભવસમુદ્રથી ઉદ્વેગ પામ્યો. રોમાશિત દેહે જિનેશ્વરને વાંદી વિનંતિ કરવા લાગ્યો કે ભગવંત! જેટલામાં પ્રથમપુત્રને ઘરબાર સોંપે તેટલામાં આપની પાસે મોક્ષ સુખનો અથ હું પ્રવજ્યા ગ્રહણ કરીશ. મોડું ના કરીશ એમ જિનેશ્વરે કહ્યું છતે ઘેર જઈ પુત્રને પરિવાર સોંપી પાલખીમાં બેસી ઠાઠમાઠથી બનીઠનીને) પરમાત્મા પાસે જઈ દીક્ષા લઈ પોતાના શરીર ઉપર પણ અપેક્ષા વગરનો અને તપ વિશેષ અનુષ્ઠાનથી ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાન મેળવી કાયકવચને મુકી મોક્ષે ચાલ્યો ગયો. ત્યાં એક કષ્ટતર તપથી શુષ્ક અંગવાળો, પરિવ્રાજક આવ્યો. જે શાસ્ત્રમાં નિપુણ છે/શાસ્ત્રમાં દર્શાવેલ તપ વિશેષને કરનાર છે. લોકો તેની પૂજા કરે છે. અતિશય ગર્વને વહન કરતો તે મહીના-મહીનાના ઉપવાસ કરે છે. તેથી આખુંય નગર તેનું ભક્ત બની ગયું. અને નગરમાં ચાલે ત્યારે લોકો તેનાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આદર માટે ઉભા થાય છે. પરંતુ કાર્તિક શેઠ નિર્મલસમકિતી અને જિનધર્મમાં રક્ત હોવાથી પૂજા આદર વિગેરે કરતો નથી. તે દેખી ઈર્ષ્યારૂપી પવનથી ભડકે બળતાં ક્રોધાગ્નિથી પોતે ઘણોજ દાઝવા લાગ્યો. તેનાં ગુણથી રંજિત રાજાએ પગે પડી તેને પોતાનાં મહેલમાં પારણું કરવાનું આમંત્રણ આપ્યું. ઈર્ષ્યાવશથી તેણે કહ્યું જો કાર્તિક શેઠ મને પીરસે તો હું આવું ! ભક્તિવશથી પૂર્ણ ભરેલાં રાજાએ તે પ્રમાણે સ્વીકાર કર્યો. રાજા સ્વયં કાર્તિકશેઠના ઘેર જાય છે ત્યારે અચાનક રાજાને જોઈ અભ્યુત્થાનાદિ કરી હાથ જોડી વિનંતિ કરવા લાગ્યો... હે સ્વામી ! સેવકને પણ અતિશય સંભ્રમ જગાડનાર એવું શું કારણ (કામ) આવી પડ્યું. આપ જલ્દી આજ્ઞા ફરમાવો. રાજા પણ તેનો હાથ પકડી કહેવા લાગ્યો કે હે સુંદર ! તારા ઘેર આવેલા એવા મારું એક વચન તારે કરવાનું છે. ‘પારણું કરવા મારે ધેર આવેલ (પરિવ્રાજક) ભગવાનને તારે જાતે પીરસવાનું છે.'' આ વાત કરી ત્યારે શેઠે કહ્યું મારે આ કલ્પે નહિ પણ તમારા ક્ષેત્રમાં જે વસે તેને તમારો આદેશ કરવો જોઈએ. એટલે હું આ કરીશ. જ્યારે શેઠ પીરસવા લાગ્યો ત્યારે પરિવ્રાજક આંગળી નાકે લગાડીને તે શેઠની તર્જના કરવા લાગ્યો. ત્યારે શેઠ મનમાં ઘણો દુઃભાયો અને શેઠે વિચાર્યુ. ‘ગંગદત્તને ધન્ય છે કે તેણે તે વખતે જ દીક્ષા લઈ લીધી.’ ‘“ગંગદત્તની જેમ મેં પણ પહેલાં દીક્ષા લીધી હોત તો આ અન્યદર્શનીઓને પીરસવું વિ. ની વિડંબના ન થાત.'' આવા ચિંતાતુર શેઠ પાસે થી જમીને હષ્ટ પુષ્ટ, સન્માન પામેલ, પરિવ્રાજક રાજમહેલ થી નીકળી ગયો. શેઠે પણ ઘેર જઈ મોટા પુત્રને પોતાનાં સ્થાને સ્થાપી વ્યાપારીઓને કહ્યું કે ‘‘હું તો દીક્ષા લેવાનો છું. તમે શું કરશો ? અમે પણ તમને અનુસરનારા છીએ. અમારે બીજું કોણ આધાર છે ?' શેઠ - જો એમ હોય તો પોતપોતાના પુત્રને ઘરબાર સોંપી દીક્ષા લેવા તૈયાર થાઓ. એટલામાં ત્યાં તો મુનિસુવ્રતસ્વામી પધાર્યા. ત્યારે હર્ષથી રોમાશ્ચિત શરીરવાળો હજાર વ્યાપારીને કહેવા લાગ્યો કે ભો ! આપણા પુણ્યપ્રભાવે આજે આપણાં મનોરથો પૂરા થયા. ત્યારે સર્વસામગ્રી તૈયાર કરી એક હજાર વ્યાપારીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઉદાર તપ કરી અંતે જિનેશ્વરની અનુજ્ઞા લઈ અનશન કરી કાયા છોડી સૌધર્મ દેવલોકે સૌધર્માવતંસક વિમાનમાં બત્રીસલાખ વિમાનનાં સ્વામી સૌધર્મેન્દ્ર તરીકે ઉપન્યો. એકાવતારી હોવાથી ત્યાંથી આવી મોક્ષે જશે. પરિવ્રાજક પણ મરીને Page #106 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૯૫ ઈન્દ્રના વાહન તરીકે હાથી થયો. અધિજ્ઞાનથી તેમ જાણીને એમ વિચારવા લાગ્યો આ તો પેલો કાર્તિક શેઠ છે. અરે ! મારે આનું વાહન બનવાનું ? એમ વિચારી ઐરાવણે બે રૂપ કર્યા તો ઈન્દ્રે પણ બે રૂપ કર્યા. તે હાથી રૂપ વધારવા લાગ્યો ઈન્દ્રે પણ તેટલા રૂપો વિક્ર્યા. છેલ્લે ઈન્દ્રે વજ્રથી તાડન કર્યુ ત્યારે હાથી ઠેકાણે આવ્યો. (સ્વભાવસ્થ થયો.) આભિયોગિક કર્મના લીધે સીધી રીતે વહન કરવાની શરૂઆત કરી. (ઈતિ કાર્તિક શેઠ કથાનક સમાપ્ત) હવે બીજે આગાર બતાવે છે... ગણાભિયોગ મન્નાદિનો સમુદાય તેની પરવશતાથી ક્યારેક અકલ્પ્ય આચરતાં સમકિતમાં અતિચાર ન લાગે તેનાં અંગે રંગાયણમલ્લની કથા કહે છે. રંગાયણમલ થા' આ ભરતક્ષેત્રમાં સવિલાસ નામે નગર છે. તેનું શત્રુવગરનો સુરેન્દ્રદત્ત રાજા પાલન કરે છે. તેને દશદિશાને પ્રકાશિત કરનારી રૂપવતી નામે રાણી છે. તે નગરમાં ઘણાં મલ્લો રહે છે. જેઓ વિજ્ઞાન, જ્ઞાન, બળથી ગર્વિત, આસન કરવામાં દક્ષ, યુધ્ધ નિયુધ્ધ માં પ્રધાન; અનેક રાજ્યમાં જયને વરેલાં છે. તે બધામાં પ્રધાન, ઘણાં રાજાને ખુશ કરનારો રંગાયણ નામે મન્નુ છે. ત્યાં વિચરતાં ધર્મરથસૂરિ પધાર્યા. તેઓશ્રીને વાંદવા રાજા વિ. બધા નગરજનો ગયા. અને મલ્લ (ગામ નો મુખિયો) પણ જલ્દી ગયો. સૂરીશ્વરને વાંદી યથાસ્થાને બેઠા. આચાર્ય શ્રી પણ જિનેશ્વરે ઉપદેશેલ ધર્મ કહેવા લાગ્યા. મિથ્યાત્વ પાણીથી ભરપૂર; કષાયરૂપી પાતાળ કળશથી અગાધ, કુગ્રહરૂપી જલચરના સમૂહવાળા, મોહરૂપી આવર્તવાળા, મહાભયંકર, અનેક જાતનાં રોગરૂપી તરંગો જ્યાં ઉછળી રહ્યા છે. આપત્તિરૂપ કલ્લોલ શ્રેણીથી યુક્ત, મદનાગ્નિરૂપ વડવાનલવાળા, એવાં સંસાર સમુદ્રમાં ડુબતા ભવ્યજીવોનાં ઉદ્ધાર (નિસ્તારક) કરવામાં જહાજ સમાન, આ નિધર્મ છે. તેથી શિવસુખનાં ફળ માટે તેમાંજ મહેનત કરો. તે સાંભળી કેટલાએ પ્રવજ્યા ગ્રહણ કરી. તેમજ કેટલાએ શ્રાવક થયા. રંગાયણ પણ પાંચ અણુવ્રત સ્વીકારી ઘેર ગયો. માસકલ્પપૂર્ણ થતાં Page #107 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સૂરીએ અન્યત્ર વિહાર કર્યો. રાજાએ ચામુંડાની મોટી યાત્રા પ્રારંભી. રાજાએ સર્વ મલ્લોને આવવાની આજ્ઞા કરી. ત્યારે મલ્લોએ રંગાયણને કહ્યું ચાલો તૈયાર થાઓ; આપણે યાત્રાએ જઈએ. તેણે કહ્યું તમે જાઓ મારે નથી આવવું. તેઓ બોલ્યા અમે પણ ન જોઈએ. ત્યારે ગાગાભિયોગ જાણી ઈચ્છા વિના તેમની સાથે ગયો. અને નૃત્ય કર્યું. તેથી રાજા ઘણો જ ખુશ થયો. અને રંગાયાણને કહ્યું તને જે ગમે તે માંગ. જો આમ જ હોય તો તે પૃથ્વીધર ! જાવજીવ મને અન્યતીર્થે ન લઈ જવો. રાજાએ હા પાડી. ઘેર જઈ કલંક રહિત ધર્મનું પાલન કરી અંતે અનશન કરી એકાવતારી પહેલાં દેવલોકે દેવ થયો. “રંગાયણ મલ કથા સમામ” હવે બળાભિયોગ નો આગાર બતાવે છે.. બળ એટલે બલાત્કારે કોઈ બલવાનું કાંઈક કામ કરાવે તો અતિચાર ન લાગે. એના વિષે જિનદેવની કથા કહે છે.... જિનદેવની કથા’ આ ભરતક્ષેત્રમાં શંખવર્ધન નામે ગામ છે. ત્યાં શ્રાવકકુલમાં જન્મેલો જીવાદિ તત્વમાં વિચક્ષણ સામાયિક વિ. અનુષ્ઠાન માં નિરત મેરુની જેમ નિશ્ચલ સમકિતવાળો, જિનદેવ નામે શ્રાવક છે. તે કોઈના પણ આગ્રહથી ધર્મવિરુદ્ધ આચરણ કરતો નથી. તેણે ક્યારેક બીજા ગામ ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં મહામિથ્યાત્વી પોતાનો સાળો મહેશ્વરદત્ત મળ્યો. તેને કહ્યું હે જિનદેવ ! ક્યાં જાઓ છો ? પુત્રી લેવા વસંતપુર જાઉં છું. જિનદેવે જવાબ વાળ્યો. તો ચાલો હું પણ ત્યાં જ જાઉં છું. બન્ને સાથે જતાં રસ્તામાં ધર્મ ચર્ચા થઈ. જિનદેવે તેને નિત્તર કર્યો. તેથી મહેશ્વરદત્તને માઠું લાગ્યું. આગળ જતાં મહાનદીના તટે એક લૌકિક દેવકુલને દેખીને મહેશ્વરે કહ્યું કે આ સ્વયંભૂનું મંદિર પરમતીર્થ છે. તેથી ચાલો વંદન કરીએ. જિનદેવે કહ્યું હું તો થાકી ગયો છું. માટે અહિં આરામ કરું છું. ત્યારે તેનો અભિપ્રાય જાણીને આનું વ્રત ભંગાવું. એમધારી મહેશ્વરદત્તે મહાબળથી બાહુ થી પકડી ત્યાં લાવ્યો અને કેડથી ધારી દેવનાં પગમાં પાડ્યો. ત્યારે જિનદેવ વિચારવા Page #108 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૯૭ લાગ્યો, સંસાર વાસને ધિક્કાર હો. જ્યાં આવી વિડંબના થાય છે. તેથી ઘેર જઈને દીક્ષા લઈશ. પછી વસંતપુર જઈ દીકરીને ઘેર લાવી મોટાપુત્રને ઘરનો ભાર સોંપી દીક્ષા લીધી. નિષ્કલંક સંયમ પાળી, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયો. ત્યાંથી આવી ‘ક્ષિતિપ્રતિષ્ઠિત' નગરમાં રાજપુત્ર થઈ મોક્ષે જશે. ‘‘જિનદેવકથા પૂરી’’ ઉપનય સર્વ ઠેકાણે જાતે સમજી લેવો... હવે દેવાભિયોગ આગાર બતાવે છે... કુલપુત્રની કથા એક ગામમાં એક કુલપુત્ર રહે છે. તે સાધુના સંસર્ગથી શ્રાવક થયો. તેથી પૂર્વપરિચિત દેવતા વિ. ની પૂજા બંધ કરી અને મહાપૂજા કરીને ત્રણે કાળ જિનેશ્વરને વાંદે છે. તેઓના બિળ સ્નાત્ર યાત્રા મહોત્સવ દરરોજ કરે છે. ભરપૂર ભક્તિભારથી/રાશિથી વિકસિત રોમરાજીવાળો, ખીલેલા મુખકમલવાળો, આનંદ પ્રવાહથી પૂર્ણ પ્રયોજનવાળો, હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. એવી ભાવનાથી સુદેવ, સુગુરુ ની ભક્તિ કરવા લાગ્યો. તે દેખી એક પૂર્વપરિચિત દેવી કોપાયમાન થઈ અને પૂજોપચાર માગ્યા. તેણે કહ્યું કે હે કટપૂતના ! હું તારાથી ડરતો નથી. તે સાંભળી દેવી ઘણી રોષે ભરાઈ; અને ગાયો સાથે તેના પુત્રનું અપહરણ કર્યુ. તેણે ઘણી શોધખોળ કરી પણ ક્યાંય જોવામાં ન આવ્યો. તેથી તે આકુળ થયો. એ અરસામાં દેવીએ એક ડોશીને ભૂતાવિષ્ટ કરી, (કુલપુત્રના) શરીરને ઉછાળ્યું. વાળો કંપાવ્યા, હથેળી ઉખેડી નાંખી અને ભૂમિ પીઠ થપથપાવીને કહેવા લાગી. જો હજી પૂજા નહિં કરે તો આનાથી વધારે દુ:ખ પામીશ. છતાં તે નિશ્ચલ રહ્યો. તેનો નિશ્ચય જાણી દેવીએ પત્તિય ખંડ = પત્નીનો ભાગ/વિશ્વાસનો ભાગ આપવાની વાત કરી. તેનો દેવાભિયોગ જાણી તેનો સ્વીકાર કર્યો. અને કહ્યું કે તું જિનપ્રતિમાની નીચે રહીશ તો પૂજા કરતા તને પણ નાંખીશ. ત્યારે દેવી ગાયો સહિત પુત્રને પાછો લાવી આપે છે. એ પ્રમાણે નિષ્કલંક સમકિત પામી દેવલોકે ગયો. (ઈતિકુલપુત્ર કથાનક સમાપ્ત) કાંતારવૃત્તિ - લોકોના અવરજવર વગરનાં જંગલવિ. માં નિર્વાહ કરવા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સારુ અકથ્ય આચરતા સમકિતમાં અતિચાર ન લાગે. આના વિષે સુરાષ્ટ્ર ના શ્રાવક જિનદાસનું દ્રષ્ટા જાણવું જે પૂર્વે દૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે. ગુરુનિગ્રહ ગુરુ-મા બાપ વિ. કહ્યું છે કે માતા-પિતા કલાચાર્ય એઓના જ્ઞાતિજનો તથા વૃદ્ધો તેમજ ધર્મદાતા સજનોનાં ગુરુ કહેવાય. ગુરુ-મા, બાપ વિ. વડિલના નિશ્ચય (આગ્રહ) થી આ પ્રમાણે કરવું જ પડશે.” આવી મક્કમતાના કારણે અકથ્ય આચરવા છતાં પણ સમ્યગ્દર્શન દૂષિત થતું નથી. તેનાં વિષે દેવાનંદાનું દ્રષ્ટાન્ત કહે છે. દેવાનની કથા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સદેશનાં શણગારભૂત કૌશામ્બી નામે નગરી છે તેમાં મહાધનવાન ધનદત્ત શ્રેષ્ટિ છે. તેને રૂપાદિ ગુણસમૂહથી સુશોભિત જીવાદિ તત્વને જાણનારી, જિનસાધુના ચરમકમળમાં મધમાખની જેમ રત રહેનારી, દેવકી નામની કન્યા છે. * તે ઘર ઉપર દડાથી રમતી હતી ત્યારે પાટલિપુત્રથી આવેલાં ભિક્ષુ ભક્ત શ્રીદત્ત શેઠનાં દેવાનંદ પુત્રે દેખી કામદેવના બાણના પ્રહારથી વ્યાકુલ થતાં મનવાળા એણે ચિંતવ્યું. અહો! કેવું જોરદાર રૂપ! અહો કેવી કલાની કુશલતા! તેથી આને પરણું. તેથી તેને વરવા પ્રધાન માણસો મોકલ્યા. પણ અન્યધમી જાણી પિતાએ ના પાડી. ત્યારે દેવકીના લોભથી તે કપટી શ્રાવક બન્યો. પણ સતત સિદ્ધાંત સાંભળવા વિ.થી સમ્ય રીતે ધર્મ પરિણત થઈ ગયો. મેરુ જેવો ધર્મમાં નિશ્ચલ થયો. ત્યારે પિતાએ દેવકી આપી. - સ્વનગરે જઈ માતપિતા અન્યધર્મી હોવાથી જુદા ઘેર રહેવા લાગ્યા. જિનપૂજા, વંદન, સ્નાન, યાત્રા, બલિકર્મ ઈત્યાદિમાં નિરત, સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર અને સાધુ સાધ્વીની પાત્રમાં ભક્તિથી દાન આપતાં (વહોરાવતાં) પોતાનો કાળ પસાર કરે છે. પણ કુતીથીંકોને દાન વંદનાદિ કરતાં નથી. ત્યારે ભિક્ષુકોએ તેનાં માતાપિતાને પૂછ્યું કે “તમારો પુત્ર પાકો ભક્ત હોવા છતાં અમારી પાસે કેમ આવતો નથી.” ત્યારે માતા-પિતાએ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ભિક્ષુએ કહ્યું તમે કોઈ પણ રીતે એકવાર મારી પાસે લઈ આવો. માતપિતાએ દેવાનંદને કહ્યું કે અમારા આગ્રહથી પણ આજે તારે આવવું Page #110 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પડશે. ત્યારે ગુરુ નિગ્રહનો આગાર જાણી ત્યાં ગયો. તેમને એક મંત્રીત ફળ આપ્યું. અને પૂર્વનાં અભ્યાસે ખાઈ ગયો. તેથી ભાવ પરિવર્તન પામ્યા. અને ઘેર આવી પોતાનાં માણસોને ભિક્ષુઓ માટે ભોજન બનાવાનો આદેશ કર્યો. ત્યારે હતુષ્ટ થયેલાં તે માણસોએ તે પ્રમાણે કરવાની શરૂઆત કરી. ५८ ત્યારે દેવકીએ પતિનું ચલચિત્ત જાણી ગુરુ પાસે જઈ સર્વ હકીકત કહી. ગુરુએ પ્રતિયોગ આપ્યો અને દેવકીએ દેવાનંદને આપ્યો. તેથી સ્વભાવસ્થ થયો. ત્યારે ભોજન દેખીને કહ્યું આ શું ? માણસોએ કહ્યું તમે ભિક્ષુઓ માટે ભોજન તૈયાર કરાવ્યું છે ને. તેણે કહ્યું હું જિનસાધુને મુકીને અન્યને ધર્મ માટે દાન આપતો નથી. ત્યારે દેવકીએ સર્વ પરમાર્થ કહ્યો. ત્યારે અરેરે !! ગુરુ નિગ્રહથી હું થોડો પતિત થઈ ગયો. એમ કહેતાં આ બધુ પ્રાસુક, શુદ્ધ એષણીય છે.' એમ વિચારી મુનિઓને વહોરાવ્યું. આ રીતે ડિલના આગ્રહથી કાંઈક અકલ્પ્ય સેવતા સમકિત દર્શનમાં અતિચાર લાગતો નથી. પરંતુ આવા ગુરુઓ કેટલા હશે એમ માની પહેલાથી જ ન કરવું. ॥ ૧૨ ॥ હવે સ્થાનક દ્વાર કહે છે... अत्थी यणिचो कुणई कयाई, सयाइँ वेइए सुहा -ऽसुहाई । णिव्वाणमत्थी तह तस्सुवाओ, सम्मत्तठाणाणि जिणाहियाणि ॥१३॥ ગાથાર્થ :- જીવ છે; નિત્ય છે, કર્મને કરે છે તે શુભાશુભ કર્મને વેદે છે. મોક્ષ છે. અને તેનાં ઉપાય છે. આ જિનેશ્વરે કહેલાં સમકિતનાં સ્થાનો છે. ચકાર અવધારણ માટે છે એથી જીવ છે જ એમ જણાય જીવનો અધ્યાહાર કરાય છે. તેનું પ્રતિપાદન કરનારા ચિહ્નો વડે (જણાઈ) આવે છે. કહ્યું છે કે. ચિત્ત, ચેતન, સંજ્ઞા, વિજ્ઞાન, બુદ્ધિ, ઈહા, મતિ, વિત્ત આ જીવનાં લક્ષણો છે. હૂઁ શરીરમાં નથી એવું જે વિચારે છે તેજ જીવ છે. સંશય ઉત્પાદક જીવ સિવાય અન્ય કોઈ નથી. ઈત્યાદિ રીતે જીવનાં અસ્તિત્વનું મનન કરવું. આદિ પદથી નિર્જીવને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પત્થર મારતાં કશી બુમાબુમ કરતો નથી. ત્યારે સજીવને પત્થર મારતા બુમાબુમ કરે છે. બસ તેજ જીવની હયાતીની નિશાની છે. આ પ્રથમ સ્થાનક થયું. આના વડે નાસ્તિક મતનો નિરાસ કર્યો. ‘કોઈ દિવસ પણ નાશ નહિં પામનાર; જે ક્યારેય ઉત્પન્ન થતું નથી. તેમજ સ્થિર અને સદા એક રૂપે જ રહે છે.” આવી નિત્યની વ્યાખ્યા અન્યમતની જાણવી. જૈન સિદ્ધાંત પ્રમાણે તો “પરિણામ બદલવા છતાં જે દ્રવ્યરૂપે સદાકાળ રહે” તે નિત્ય. આત્માનો દેવનરાદિ રૂપે પરિણામ બદલાય છે. તે આત્મા સર્વથા નાશ ક્યારેય પામતો નથી. તેથી જ તો પૂર્વે કરેલ કાર્યાદિનું સ્મરણ થઈ શકે છે. નહિ તો ચૈત્રે કરેલું મૈત્રને યાદ આવતું નથી. તેમ પૂર્વ આત્માથી ઉત્તર આત્મા અત્યંત અલગ માનતાં તેણે કશું જ યાદ ન આવે. આના વડે ક્ષણિકવાદી એવા બૌદ્ધ મતનો નિરાસ થયો. આ બીજું સ્થાનક થયું. તેજ જીવ શુભાશુભ કર્મને કરે છે; જો અન્યકર્તા માનીએ તો કતનાશ - કરેલા કર્મનો ભોગવ્યા વગર છુટકારો થઈ જવો, જેમ જો આત્મા ક્ષણિક હોય તો હિંસા કરનાર આત્મા જુદો હતો. અને તે આત્મા તો તે હિંસાજન્ય કર્મને ભોગવ્યા વગર જ નાશ પામી ગયો. એટલે તે કર્મથી છુટકારો પામી ગયો. અકૃતાગમ - નહિં કરેલા કર્મની પ્રાપ્તિ થવી. જેમ ઉત્તર આત્માએ તો હિંસા કરી નથી છતાં તેણે તે કર્મ વિપાક ભોગવવો પડે છે. આ રીતે બૌદ્ધને આ બે દોષ લાગી શકે છે. તેમજ કપિલમત - સાંખ્યો પ્રકૃતિને કાર્ય કરનાર માને અને આત્મા તેને ભોગવે છે માટે તેમને (સાંખ્ય)ને એ બે દોષ લાગે છે. માટે કર્તા અને ભોક્તા આત્મા જ છે. એમ માનવું આનાથી સાંખ્યમતનો નિરાસ થયો. આ ત્રીજું સ્થાન થયું. પોતે કરેલા કમોં પોતેજ ભોગવે છે. એટલે સુખ દુઃખ પુણ્ય પાપથી જન્ય છે. આનાથી જીવ અકર્તા છે. તે મતનો નિરાસ કર્યો આ ચોથું સ્થાન. સકલકર્મ મુક્ત જીવનું અવસ્થાન રૂપ મોક્ષ છે. આના વડે દીવો જેમ ઉપર નીચે જતો નથી. દિશા કે વિદિશામાં જતો નથી. પણ ક્ષય થવાથી માત્ર શાંત થઈ જાય છે. તેમ જીવ ઉપર નીચે ક્યાંય ન જતાં માત્ર લેશ ના ક્ષયથી શાન્તિ (અભાવ) ને પામે છે. આ પ્રમાણે સર્વ અભાવ પ્રતિપાદક દુર્નયનો (બૌદ્ધમતનો) નિરાસ કર્યો. તે પાંચમું સ્થાન, તે મોક્ષના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉપાય છે. આનાથી મોક્ષ ઉપાયનો અભાવ પ્રતિપાદન દુર્નયનો નિરાસ થયો આ છઠું સ્થાન. Page #112 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૦૧ એટલે આ છ સ્થાન હોય તો જ સમકિત ટકી શકે. એવો હાર્દ છે. એટલે આ છ સ્થાન ના આધારે સમકિત રહેલું છે. આ સ્થાનો જિનેશ્વરે પ્રતિપાદન કરેલ છે. એ પ્રમાણે ગાથાર્થ થયો. ॥ ૧૩ ॥ ભૂષણાદિ કહી તેનો માહાત્મ્ય બતાવનારી ગ્રંથકાર બે ગાથા કહે છે. मूलं इमं धम्ममहादुमस्स, दारं सुपायारमहापुरस्स । पासायपीढं व दढावगाढं, आहारभूयं धरणी व लोए ॥१४॥ પાળવાળ ય માયાં હૈં, માળિ-ખાળામળમાર્-મુત્તા-। सिल-प्पवाला ऽमललोहियक्ख सुवण्णपुण्णं व महाणिहाणं ॥ १५ ॥ - ગાથાર્થ :- આ સમકિત ધર્મરૂપી મહાવૃક્ષનું મૂળ છે. મહાનગરરુપી જૈન ધર્મનું દ્વાર છે. દૃઢ અવગાહીને રહેનાર મહેલના પાયા ના સમાન ધર્મને દ્રઢ બનાવ છે. જેમ ધણિતલ સર્વ લોકનો આધાર છે. તેમ ધર્મનું આધારભૂત, પ્રધાન દ્રવ્ય ના ભાજન ની જેમ ધર્મરાશિનું ભાજન છે. માણિક્ય વિવિધ મણિ તેમજ સુવર્ણથી ભરેલાં મહાનિધાન ની જેમ મોક્ષાદિસુખ નું સાધક છે. ।। ૧૪ । તથા દ્રઢમૂળવિનાનું વૃક્ષ પવનનાં ઝપાટાથી પડી જાય છે. તેમ સમકિત વિનાનું ધર્મવૃક્ષ દ્રઢ બની શકતું નથી. જેથી મોહરૂપી પવનના ઝપાટાથી પડી જાય. ઉડે સુધી ગયેલા મૂળવાળું વૃક્ષ પણ દ્રઢ થાય છે. જેમ દ્વાર વગરનું નગર કોઈ પણ કામ કરવા સમર્થ બની શકતું નથી. (ચીજ વસ્તુ લાવી કે મોકલી શકાતી ન હોવાથી) તેમ સમકિત રૂપ દ્વાર વગરનું ધર્મનગર પણ નિરર્થક જાણવું, જે નેત્ર અને મનને પ્રસન્ન કરે તે પ્રાસાદ. જેમ પાણી સુધી ભરેલાં પાયાવાળો મહેલ દ્રઢ બને તેમ સમકિત સહિત નો ધર્મ પણ દ્રઢ બને છે. જેમ ભૂતલ સર્વ પ્રાણીઓનો આધાર તેમ સમકિત ધર્મનો આધાર છે. જેમ કુંડ વિ. પાત્ર વિના સર્વ વસ્તુ નાશ પામી જાય છે. તેમ સમકિતરૂપ પાત્ર વિના વિવિધ ધર્મરાશિ નાશ પામી જાય. મણિ-ચંદ્રકાન્ત મણિ. આદિ શબ્દથી હીરામોતી વિ. ગ્રહણ કરવું, સૂર્યકાન્ત મણિ વિ. મુક્તા-મુક્તાફળો વિ. શિલા-સ્ફટિકપત્થર પરવાલા-વિક્રમ-મુંગો નિર્મલ લાલરત્ન, માણિક્ય અને નાનામણિ ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે. જેમ વિવિધ મણિ હીરામોતીથી પૂર્ણ નિધિ જીવને અનેક સાંસારિક સુખનું કારણ બને છે. તેમ નાના ધર્મથી યુક્ત સમકિત પણ નિરુપમ મોક્ષ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સુખનું સાધક બને છે. ॥ ૧૪ ॥ ॥ ૧૫ ॥ હવે આ દુષ્પ્રાપ્ય સમકિતને પ્રાપ્ત કરી શું કરવું જોઈએ તે જણાવે છે. एयं महापुण्णफलं सहावसुद्धीऍ लद्धूण अलद्धपुव्वं । जिणाणमाणाएँ पयट्टियब्वं विसेसओ सत्तसु ठाणएसु || १६ || '' ગાથાર્થ :- મહાપુણ્યફળવાળું પૂર્વે પ્રાપ્ત નહિં થયેલું સ્વભાવ શુદ્ધિથી આને પ્રાપ્ત કરીને જિનેશ્વરની આજ્ઞામાં પ્રવર્તવું જોઈએ. વિશેષ કરી સાત સ્થાનમાં. જેમકે - ઘણાં ભવમાં નિમાર્ણ કરેલાં કર્મ ડુંગરા નો નાશ કરવામાં વજ્ર સમાન એવું સમકિત પુણ્ય સમૂહ નો ઉદય થયે છતે પ્રાપ્ત થાય છે. મોક્ષ મહાવૃક્ષ નું નિરુપહત- જેની શક્તિ નાશ નથી પામી એવું બીજભૂત વિશુદ્ધ સમકિત જીવો વડે પ્રાપ્ત કરાય છે. તે વિવિધ પુણ્યનું માહાત્મ્ય છે. સ્વભાવ શુદ્ધિ એટલે અકામ નિર્જરાદિથી કર્મનો ક્ષય થવાથી પંદર અંગની અનુક્રમે પ્રાપ્તિ થવી. તેના દ્વારા... કહ્યું છે કે... ભૂતોમાં (પ્રાણીઓમાં) ત્રસપણું, તેમાં પંચેન્દ્રિયપણું તેથી પણ મનુષ્યત્વ, મનુષ્યમાં પણ આર્યદેશ, દેશમાં ઉત્તમકુલ, તેમાં પણ ઉત્કૃષ્ટ જાતિ, તેમાં પણ રૂપ સમૃદ્ધિ, રૂપમાં પણ બળ, બળમાં પણ જય, તેમાં પણ પ્રધાન વિજ્ઞાન, વિજ્ઞાનમાં પણ સમકિત, સમકિતમાં પણ શીલ, શીલમાં પણ ક્ષાયિકભાવ, તેમાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયે છતે પ્રધાન મોક્ષ પ્રાપ્ત થાય છે. આઠ પ્રકારનાં કર્મરૂપી તાડવૃક્ષની ગર્ભસૂચી (=મધ્યમાં રહેલ તંતુ) સમાન (કારણ કે જેમ મધ્યમાં રહેલ તંતુ નાશ પામતા સંપૂર્ણ તાડ વૃક્ષ નાશ પામી જાય છે. તેમ મોહનીય નો ક્ષય થતા શેષ કર્મ સહજમાં નાશ પામી જાય છે. - ઈતિતત્વાર્થ કારિકા મોહનીય કર્મની ઓગણસિત્તેર કોડાકોડિ સાગરોપમ સ્થિતિ યથાપ્રવૃત્તકરણ વડે ઓછી થાય ત્યારે અપૂર્વકરણ કરીને જીવ સમકિત પ્રાપ્ત કરે છે. ॥ ૧૬ ॥ હવે તે સાત ક્ષેત્ર બતાવે છે. बिंबाण चेईहर - पुत्थयाणं, जिणाण साहूण य संजईणं । आणारुईसावय सावियाणं, समायरेज्जा उचियं तमेयं ॥ १७ ॥ ગાથાર્થ :- જિનપ્રતિમા, જિનાલય, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનું જે ઉચિત હોય તે આચરે. ॥ ૧૭ ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૦૩) બિમ્બ એટલે પ્રભુની પ્રતિમા, ચેઈઅ એટલે પ્રતિમાના આધારભૂત ભવન, પુસ્તક આગલનો ચકાર અહિં પણ અવધારણ માટે લેવાનો છે. તેથી આ ત્રણે જિનેશ્વર સંબંધી જ લેવાના નહિ કે શાક્યાદિ સંબંધી; સાહૂ સક્રિયાદિ ગુણ સંયુક્ત મુનિ ભગવંતો. કહ્યું છે કે - જે સક્રિયામાં પ્રવૃત્તિવાળો (હોય) ધર્મ ધ્યાનમાં રુચિવાળો હોય. તેને સજજનો સાધુ કહે છે. તાદશ ગુણવાળી સાધ્વી, આજ્ઞારુચિવાળો શ્રાવક, તેમજ સદા યતિઓ પાસે સામાચારીને સાંભળે તે શ્રાવક તેવીજ શ્રાવિકા હોય. તેઓ માટે કહેવાતી રીત પ્રમાણે ઉચિત આચરવું. તે ૧૭ II જેવો ઉદ્દેશ તે પ્રમાણે નિર્દેશ, આ ન્યાય આશ્રયીને જિનપ્રતિમાસંબંધી જે પ્રથમ કરવાનું કહ્યું છે, તેનું બે ગાથા વડે પ્રતિપાદન કરે છે. જિન વિમળ નામનું પ્રથમ સ્થાન વને નીર્જ-કંજા-ચંદ્રજંત-ર્દૂિ- વંશય-વિધુમi | सुवण्ण-रुप्पा-ऽमलफालियाण, साराण दव्वाण समुभवाओ॥१८॥ महंतभामंडलमंडियाओ, संताओ कंताओ मणोहराओ । भव्वाण णिव्वाणणिबंधणाओ, णिम्मावएज्जा पडिमा वराओ॥१९॥ ગાથાર્થ - વજ, હીરા, ઈન્દ્રનીલ, નીલવર્ણવાળા મોટા રત્ન, અંજન, કાજળ જેવી શ્યામ કાંતિવાળા રત્ન, ચંદ્રકાન્ત = ચન્દ્રનાં કિરણો પડતા જેમાંથી પાણી ટપકે છે એવા મણિ, રિષ્ટ = કુપગરત્ન, એકરત્ન, છેતરત્ન, કર્કેતન, પીતરત્ન, વિદ્યુમ-પરવાલા, સોનું રૂપુ, નિર્મલસ્ફટિક તથા અન્ય પણ ઉત્તમદ્રવ્યોની થયેલી તેમજ વિશાળ ભામંડલ થી શોભિત શાંત દીતિવાળી મનોહર, ચિત્તને આનંદદાયક, ભવ્યજીવોના મોક્ષનાં કારણભૂત આવી ઉત્તમ પ્રતિમાઓ (ગૃહસ્થે) ભરાવવી જોઈએ. વિશેષાર્થ :- શાન્તા એટલે રાગદ્વેષનું સૂચન કરનારા સ્ત્રી, હથિયાર વિ. ચિહ્નોરહિત હોય તેવી પ્રશાના આકૃતિવાળી, પ્રતિમા ઉપર દ્રષ્ટિ નાખતાં આપણાં રાગ દ્વેષ મંદ પડી જાય. કહ્યું છે કે - પ્રસન્ન લક્ષણવાળી, સર્વ આભરણોથી શોભિત પ્રતિમાઓ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જોવાથી જેમ જેમ મન આનંદ પામે તેમ તેમ નિર્જરા થાય છે એમ તું જાણ. જેમ વાદળાઓ જોઈ મોર આનંદથી નાચી ઉઠે છે. તેમ જિનેશ્વરનાં મનોરંજન પ્રશાન્ત બિમ્બ દેખીને ભવ્યજીવો આનંદ ભરપૂર બને છે. જે ૧૮. | ૧૦ | ગૃહસ્થ આવી પ્રતિમા કોની ભરાવવી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર શ્લોકનું પૂર્વાર્ધ રજૂ કરે છે. जिणेंदचंदाण णरेंद-चंद-नागेंद-देवेंदऽभिवंदियाणं । જિર્ણોદ = નરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ વિ. ચંદ્ર જ્યોતિષી ઈન્ટો નાગેન્દ્ર ભવનપતિ દેવોના ઈન્દો, આ સર્વ વડે નમસ્કાર કરાયેલ જિનેન્દ્ર ચંદ્રની પ્રતિમાઓ ભરાવવી! અવધિજિન વગેરે જિન છે, તેઓના ઈન્દ્ર સામાન્ય કેવલી પણ છે તેઓમાં શ્રેષ્ઠ દર્શાવા માટે “જિનેન્દ્ર-ચંદ્ર' આવું પદ મૂક્યું છે. કહ્યું છે કે... સુર અસુર જ્યોતિષી, વાણવ્યંતર, વ્યંતર, વિદ્યાધર, અને માણસોનાં જેઓ સ્વામી છે. તેઓ ભક્તિ સમૂહ થી પૂર્ણ બનીને જિનેન્દ્રચંદ્ર પરમાત્માઓને નમસ્કાર કરે છે પોતે અથવા બીજાએ કરાવેલી તે પ્રતિમાઓનું શું કરવું જોઈએ. તે માટે ઉત્તરાર્ધ રજૂ કરે છે. कुज्जा महग्घेहिँ महारिहेहिं, अट्ठप्पगारा पडिमाण पूया ॥२०॥ મહબ્બેહિ - મહામૂલ્ય, મહારિહેહિ- ગૌરવશાળી વિશેષ પ્રકારે ઉચિત એવાં દ્રવ્યોથી અષ્ટપ્રકારે પ્રતિમાની પૂજા કરવી જોઈએ. | ૨૦ || તે અષ્ટપ્રકારની પૂજાનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે. पुप्फेहिँ गंधेहिं सुगंधिएहिं, धूवेहिं दीवेहिँ य अक्खएहिं । णाणाफलेहिं च घएहिँ णिचं, पाणीयपुण्णेहि य भायणेहिं ॥२१॥ સુગન્ધિત પુષ, સુગન્ધિતગન્ય, ચન્દન વિ. ધૂપ, દીપ, અક્ષત, વિવિધફળ, ઘી, જલપૂર્ણ પાત્ર, કળશ વિ. થી પૂજા કરવી જોઈએ. કહ્યું છે કે સ્વચ્છ, વિકસિત તેમજ જેમાંથી ઘાણી સુગંધ નીકળી રહી છે એવાં. ગૂંથણી ના સૌન્દર્ય થી રમ્ય, તેની ગંધમાં લુબ્ધ બનેલાં ભમતાં Page #116 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૦૫ ભ્રમર સમૂહના ગુંજનથી શબ્દમય બનેલા, પરાગવાળા અને જલકણ થી શોભિત એવા પુષ્પોથી રોમાશ્રિત શરીરવાળા, પુણ્યશાળીઓ આદરપૂર્વક હંમેશા જિનબિમ્બને પૂજે છે. જાયફળ, ઈલાયચી, ચંદન વિ. ના ચૂર્ણથી બનેલો હોવાથી સ્પષ્ટ ગંધવાળા, કપૂરનાં પાણીથી અધિવાસિત એવાં વાસક્ષેપથી પુણ્યશાળીઓ જિનેશ્વરને પૂજે છે. પૂજાનાં ઉત્તમ સાધનોથી ઉત્તમભાવ જાગે છે. અને સજ્જન પુરુષોને આ ઉત્તમ દ્રવ્યોનો આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ સુન્દરતર ઉપયોગ નથી. જો સુગન્ધિત પુષ્પોનો અભાવ હોય કે ખરીદવાની શક્તિ ન હોય તો યથાસંભવ દ્રવ્યથી કરાતી પૂજા પણ ગુણકારી થાય છે. ... કહ્યું છે કે સફેદ કમલના પત્રોથી અને નદીનાં પાણીથી જિનેન્દ્રની પૂજા કરવાથી ‘ધન્યા' કલ્યાણ પરંપરાને પામીને મોક્ષમાં ગઈ. આ કથા મુગ્ધજનોને પૂજામાં ભાવ પ્રકર્ષ પ્રતિપાદન હેતુથી લખાય છે. વધારે કરવાના - ઘન્યાખ્યાનક આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં મહોદયા નદીની નજીકમાં શ્રીવર્ધન નામે નગર છે. ત્યાં ગર્વિષ્ઠ શત્રુરૂપી મત્ત હાથીનાં ગંડસ્થલને ભેદવામાં સમર્થ પ્રકૃષ્ટ હૃષ્ટપુષ્ટ સિંહ સમાન શ્રીવર્સ નામે રાજા છે. તેને સઘળાં અંતપુરમાં પ્રધાન, રતિનાં રૂપ લાવણ્યનો તિરસ્કાર કરનારી, શ્રીકાંતા નામે મહાદેવી પટ્ટરાણી છે. જન્માંતરમાં ઉપાર્જિત પુણ્ય પ્રકર્ષથી પ્રાપ્ત વિશિષ્ટ વિષયસુખ અનુભવતાં તેઓનો સમય સરકી રહ્યો છે. એકવાર રાણીએ ફળફુલથી શોભિત અને પોતાની કાંતિથી સર્વ વનલતાઓને જેણે ઝાંખી પાડી દીધી છે એવી કલ્પલતાને સ્વપ્નમાં દેખી અને જાગી. વિધિપૂર્વક રાજાને સ્વપ્ન કહી સંભળાવ્યું. રાજાએ કહ્યું કે હે દેવી ! તારે સર્વ સ્રીઓમાં પ્રધાન અને ત્રણ લોકનો ઉપકાર કરનારી પુત્રી થશે. દેવી પણ એ પ્રમાણે હો ! એ રીતે સ્વપ્નફળ ને અભિનંદીને સ્વસ્થાને ગઈ. તે દિવસથી માંડીને વૃદ્ધિ પામતાં ગર્ભવાળી જિનપૂજા, જિનાભિષેક, ઈત્યાદિ દોહલાં જેનાં પૂરાઈ રહ્યા છે એવી રાણીએ સમય થતાં પુત્રીને જન્મ આપ્યો. અને પોતાની પ્રભાજાલથી તે પ્રદેશને ઉદ્યોદિત કરતી પુત્રીને જોઈ રાજાને પુત્રી જન્મનું નિવેદન કર્યુ. રાજાએ પણ યથોચિત રીતિરિવાજ કરીને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ શુચિકર્મ થી નિવૃત્ત થયેલી પુત્રીનું “રત્નપ્રભા' નામ પાડ્યું. અને તે નિર્વાત અને નિર્વાઘાતવાળી ગિરિ ગુફામાં રહેલી ચંપકલતાની જેમ દેહના વિકાસથી વૃદ્ધિ પામે છે. અને શુક્લપક્ષની ચન્દ્રલેખાની જેમ કલા સમૂહથી વૃદ્ધિ પામે છે. એ રીતે જ્યારે તે ચૌદ વર્ષની થઈ ત્યારે દાસ દાસીઓથી પરિવરેલી કંચુકીથી યુક્ત, સૈન્યવૃંદથી સહિત, સોનાની પાલખીમાં આરુઢ થઈ દરરોજ આનંદ માણતી, ઉધાન, વાવડી વિ. માં ફરે છે. એક વખત પ્રિયંકરી દાસીએ કહ્યું કે આપણે હજી સુધી મહોદયા નદીનાં કાંઠે રહેલાં ઉઘાનોમાં ગયા નથી. જો આપને સારું લાગતું હોય તો ત્યાં જઈ ઉધાનશોભા અને નદીને નીરખીએ. ત્યારે રાજકુમારી સહર્ષે ભલે ! ત્યાં જઈએ એમ કહી ત્યાં ગયા. કાંઠા ઉપર ફરીને મહાનદી જોઈ અને કૌતુકથી નદી કાંઠે રહેલા ઉધાનમાં પ્રવેશી. ત્યાં આસોપાલવ, સોપારીનું ઝાડ, નાગ હિંતાલ, તાડવૃક્ષ, દેવદાર વૃક્ષ, સાદંડ, સહકાર, આમ્ર, ચંપક, બકુલ, તલવૃક્ષ ઈત્યાદિ શ્રેષ્ઠ વૃક્ષમધ્યે સ્થિત વિપુલ શરદ ઋતુનાં વાદળાની કાંતિ સમાન જિનમંદિરને જુએ છે. તે દેખી હર્ષથી વિકસિત નયનવાળી અંદર જાય છે અને અંતરત્નની ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા જુએ છે કે તરતજ “મેં આ પ્રતિમા અને જિનમંદિર ક્યાંક જોયેલું છે ?' એવો ઈહા અપોહ કરતી, થરથર ધ્રૂજતા અંગોપાંગવાળી મૂચ્છના કારણે બીડાતા નેત્રવાળી, સુકાતાં મુખવાળી, સાંધા ઢીલા પડી ગયા છે જેનાં એવી રત્નપ્રભા ધસ દઈને નીચે પડી. ત્યારે નજીક રહેલો પરિવાર સંભ્રાન્ત થઈ અરે ! આ શું થયું ? આમ હાહાકાર કરતો વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યો. વળી કોઈ રત્નપ્રભાનાં અંગ મસળે છે. કોઈ શ્રેષ્ઠ તાલવૃતથી વિજે છે. કોઈ સરસ ગોશીષ ચંદનથી શરીરે વિલેપન કરે છે. અને કોઈ (સેવક) જલ્દીથી રાજા પાસે જઈ નિવેદન કરવા લાગ્યો કે “રક્ષણ કરો બચાવો !” અમને કાંઈ કારણ સમજાતું નથી. પણ કુમારીની દશા બહુ ભારે (ગંભીર) છે. તેવું સાંભળી અશ્રુભીની નેત્રવાળો, સંભ્રમના કારણે ધુજારીયુક્ત વાણીથી અરે જલ્દી વૈદ્યને બોલાવો” એમ બોલતો ઉત્તમજાતિના ઘોડા પર ચઢી રાજા જલ્દી જલ્દી જિનમંદિરે ગયો. રાજાની પાછળ પાછળ શ્રીકાંતા રાણી પ્રમુખ અંતપુર તથા સામંત મંત્રી તેમજ ઘણાં લોકો ગયા. એ અરસામાં પૂર્વજન્મ સ્મરણ કરીને લબ્ધચેતનાવાળી કુમારી ઉઠી. Page #118 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૦૭ રાજાએ ખોળામાં બેસાડીને પુછ્યું બેટી આ શું? કુમારીએ કહ્યું કે ... વનમાંથી પાંદડા લાવી નદીથી પાણી લાવી છતા તેને હાથ પણ ન લગાડ્યો તેથી હે માતા ! હજી પાગ તે કઠિયારો તેવી જ અવસ્થામાં છે. બેટી અમને એમાં કશી સમજ પડતી નથી. પિતાશ્રી ! બધા લોકોને બેસાડો અને આ દોહાનો હું સવિસ્તર અર્થ કહું છું. તે ધ્યાન દઈને સાંભળો. તરતજ બધા સાવધાન થઈ બેસી ગયા. ત્યારે રત્નપ્રભા બોલી.... આ શ્રીવર્ધન નગરની તો બધાને જાણ છે જ. આ જ નગરમાં જન્મથી દારિકવાળો દરરોજ લાકડા વેચી આજીવિકા ચલાવનારો ભમ્મલિક નામે કાવડિયો છે. તેને ધન્યા નામની સ્ત્રી. તે બન્ને પ્રતિદિવસ રાત્રિનાં છેલ્લા પહોરે મહોદયા નદીમાં ઉતરી કાષ્ટ લાવે છે. અને શિરે વહન કરી ઉધાનની નજીકના આ વટવૃક્ષની છાયામાં વિસામો લઈ નગરમાં પ્રવેશે છે. એક દિવસ વિસામો ખાવા બેસેલી ધન્યાએ પતિને કહ્યું નાથ ! તરસથી મારું ગળું સુકાય છે. જો તમે કહેતા હો તો નદીમાં જઈ પાણી પીને આવું ત્યારે ભગ્ગલિક કઠિયારો કહે ભદ્રે ! આપણું ઘર નજીક જ છે માટે આપાગે જઈએ. ભદ્રા કહે મને બહુ તરસ લાગી છે. ભગ્ગલિક કહે જો એમ હોય તો જલ્દી જઈ આવ. ધન્યા ગઈ, પાણી પીને જેટલામાં પાછી આવે છે. તેટલામાં આ શ્રેષ્ઠ ઉધાન જુએ છે. ત્યારે ઉદ્યાનની ઉચ્ચકોટિની શોભા જોઈ તે વિચારવા લાગી કે મંદભાગી એવા અમે અંધારામાં જતા હોવાથી અને પાછા વળતા ભારથી અભિભૂત હોવાનાં કારણે ક્યારે પાગ આ ઉધાનને નજરથી સારી રીતે નિહાળ્યો નથી. દર્શનીય વસ્તુને જોવી આજ દ્રષ્ટિયુગલનું ફળ છે. માટે અત્યારે ઉઘાનશોભા જોઈને નેત્રોને સફળ કરું. વિસ્મયથી વિસ્ફારિત નેત્રોવાળી, નમેલી ડોકવાળી, વળેલી ખાંધવાળી, વિવિધ શોભાને નિહાળતી આ પ્રદેશે આવી પહોંચી. ત્યારે આ જિનમંદિરને સાક્ષાતુ નિહાળ્યું. અહો ! આ તો કોઈ આશ્ચર્યકારી દેવગૃહ લાગે છે. તેથી અંદર જઈને એવું” એમ વિચારી પ્રવેશી ને જોવા લાગી કે - રત્નનિર્મિત સોપાન પંક્તિવાળું, મણિમય ભૂમિનળવાળું, સુવર્ણમય થાંભલામાં કોતરાયેલી વિવિધભંગીઓવાળી પુતળીયોવાળું, ઈશ્વરચહ વ મ અને અનેક રૂપિયાથી ભરપૂર હોય તેમ અનેક રમ્ય આકૃતિ-ચિત્રોથી વ્યાસ; સુંદર શિલ્પવાળા પાત્રોથી ભોજન મંડપ જેવું. તારલાવાળા આકાશની જેમ વિસ્તૃત સચિત્ર ચંદરવાવાળુ. કિલ્લાથી યુક્ત શ્રેષ્ઠ નગર જેવું, દેવતાઓથી યુક્ત સ્વર્ગના વિમાનજેવું જિનગૃહને દેખતી દેખતી જ્યારે અંદર પ્રવેશી ત્યારે રાગ અગ્નિને શાંત કરવામાં મેઘસમાન Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ જોઈ સહસા ભક્તિવશ રોમાશિત થયેલી ધન્યા પ્રભુનાં ચરણે પડી અને વિનંતિ કરવા લાગી હે નાથ ! તારા ગુણોને અને વંદનવિધિને હું જાણતી નથી. પણ તારી ભક્તિનું ફળ મને મળો. તેણીએ વિચાર્યું કે સ્નાનપૂર્વક પૂજા કરીને વંદન કરું તો સારું. પણ અમારા જેવા કમભાગીને પુષ્પાદિ સામગ્રી ન હોવાથી આ આશા કેવી રીતે પુરી થાય ? એમ વિચારતાં તેના મનમાં જંગલમાં દેખેલા સફેદ કમલપત્રો સ્કૂર્યા. (એટલે તે પત્રો તેને યાદ આવ્યા) કાલે વિધિથી પૂજા કરીશ. એમ અધૂરાં મનોરથવાળી પતિ પાસે ગઈ. તેને પૂછયું આટલો બધો સમય કેમ લાગ્યો. તેણીએ કહ્યું મેં કોઈ દેવનું અતિ અદ્ભૂત બિમ્બ જોયું. તેને જોતાં આટલો સમય સરકી ગયો. તેથી તમે ત્યાં જઈને વાંદીને નિજનયન, જન્મ અને જીવનને સફળ કરો ! ત્યારે તે કઠિયારો કહે છે પાપિણિ ! આપણો સંધ્યાકાળ થઈ ગયો છે અને તું માથું ખાય છે. એમ કહી લાકડાનો ભારો ઉપાડ્યો નગરમાં ગયા. બીજા દિવસે નવો (વાટકો) કળશ લાવી નદીની રેતીમાં છુપાવી જંગલમાં ગઈ. પાછા ફરતાં વસ્ત્રાન્નલમાં પુષ્પો ગ્રહી વિસામો લેવા ત્યાં આવ્યા. અને ધન્યાએ કહ્યું કે નાથ ! ચાલો આપણે દેવને વાંદવા જઈએ. જુઓ મેં આ કમલપત્રો લાવ્યા છે. અને આ સામે નદીનું પાણી રહ્યું. તેથી સ્નાન કરી દેવને પૂજીને વંદન કરીએ. કારણ કે આવા દેવની પૂજાદિ આલોક અને પરલોકમાં કલ્યાણ કરનાર થાય છે. તેણે કહ્યું અરે નિર્ધક્ષણા! શું મને પણ તારી જેમ ગ્રહો લાગ્યા છે ? આવું સાંભળી તે બોલી તમને એવું લાગે તેવું બોલો અને કરો ! પણ હું તો દેવના ચરણયુગલ વાંઘા પહેલાં આવીશ નહિં, આ મારો નિર્ણય છે. તેણીનો નિશ્ચય જાણી તેણે કહ્યું તને જે ગમે તે કર. ત્યારે ધન્યા ચાલી નદીમાં ચરણ કમલ પખાળ્યાં, પાણીનો કળશ (લઘુઘટ) ભયોં. દેવગૃહમાં પ્રતિમાનો પ્રક્ષાલ કર્યો. પૂજા કરીને પૂર્વકમથી વાંઘા. ત્યાર પછી ભગવાનને હૃદયમાં વહન કરતી સ્વસ્થાને ગઈ. એ પ્રમાણે દરરોજ કરવા લાગી. એક વખત પૂર્વકર્મ દોષથી તેનાં શરીરમાં ભારે રોગ થયો. પીડા ભોગવતાં તે ચિંતા કરવા લાગી કે હું તો કમભાગી છું કે જેથી આજે દેવને વાંદવા જઈ શકતી નથી. આવી પરિસ્થિતિમાં મારું શું થશે. તે હું જાણી શકતી નથી. તેથી હવે આલોક અને પરલોકમાં મારે તેજ ભગવાન્ શરણભૂત છે. એમ ધ્યાન ધરતી મરીને આ હું તમારી પુત્રી તરીકે જન્મી છું. આજે વળી આ જિનેશ્વરનું બિમ્બ જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેના કારણે Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મેં તમને એ પ્રમાણે કહી સંભળાવ્યું. જો વળી પિતાશ્રીને ખાત્રી થતી ન હોય તો ભગ્ગલિક કઠિયારાને બોલાવો. ત્યારે રાજાએ કોટવાલને પૂછયું અને આ નગરમાં ભમ્મલિક નામે કઠિયારો રહે છે. તેણે કહ્યું હાં રાજાસાહેબ. રાજાએ કહ્યું જલ્દી બોલાવો. કંપતા અંગવાળા કઠિયારાને જલ્દી ત્યાં લાવવામાં આવ્યો. રાજાએ અભયદાનાદિ વડે આશ્વાસન આપી પૂછ્યું તારે કોઈ પત્ની છે. અત્યારે કોઈ નથી. પણ પહેલાં ધન્યા નામની પત્ની હતી. જેણે મર્યાને પંદર વર્ષ થઈ ગયા છે. તને શું તે પત્ની દેખાય છે ? તેણે કહ્યું શું મરેલાઓ કાંઈ દેખાય ખરા ? રાજાએ કહ્યું દેખાય છે. જો આ ઉભી છે તે તારી સ્ત્રી છે. રાજાસાહેબ ! આ તો મારી પત્ની નહિં પરંતુ આપની પુત્રી છે. ત્યારે રત્નપ્રભા બોલી અરે મૂર્ખ ! તેજ હું ધન્યા નામની સ્ત્રી છું. સર્વદવોના અધિપતિ ઈન્દ્રોવડે વંદિત ચરણવાળા ચિંતામણિ કલ્પવૃક્ષથી અધિક પ્રભાવશાળી આ ભગવાનની પૂજાદિના પ્રભાવથી સર્વકલા કલાપ વિ. ગુણોયુક્ત રાજપુત્રી થઈ છું. એકાંતમાં હાસ્યક્રીડા વિ. કરેલી તે સર્વસાક્ષી સહિત કહી બતાવ્યું. તેથી કઠિયારાએ કહ્યું આ મારી પૂર્વની પત્ની સંભવી શકે છે. કારણ કે આ મારી પત્ની સંબંધી રહસ્યો જાણે છે. રાજપુત્રીએ કહ્યું કે પહેલાં મારા કહેવા છતાં ન સ્વીકાર્યું. તો પણ અત્યારે જિનાદિ ધર્માનુષ્ઠાનને કર; જેથી જન્માંતરમાં આવાં દુઃખ ન ભોગવવા પડે. છતાં તે કઠિયારો ભારેકર્મી હોવાનાં કારણે કાંઈ પણ ધર્મ સ્વીકારતો નથી. અહો કેવી અશુભકર્મની પ્રવૃત્તિ છે. જેના લીધે આવી સાક્ષાત્ પ્રતીતિ હોવા છતાં આ ધર્મને સ્વીકારતો નથી. એમ વિચારી રાજપુત્રીએ તેને ઉચિત દાન આપ્યું. અને વિસર્જન કર્યો ! અને ઘણાં લોકોને ધર્માભિમુખ કરીને રાજપુત્રી ઉભી થઈ. અને રાજાદિ સર્વ લોકો પણ સ્વ સ્વ સ્થાને ગયા. ત્યારપછી દરરોજ જિનવંદન પૂજન સ્નાત્રયાત્રા વિ. કરતી, ગુરુજનને આરાધતી, સુસાધુ પાસે સિદ્ધાંતને સાંભળતી, સુપાત્રાદિમાં દાન આપતી, દીન, અનાથ વિ. દુ:ખીજનોના મનોરથને પૂરતી. સાધર્મિકોની ભક્તિ કરતી. મા બાપને પ્રતિબોધ પમાડતી. તેણીનાં કેટલાક દિવસો ગયા. એક દિવસ ત્યાં મહાપુર નગરનો રાજા રિપુવિજય નો પ્રતિનિધિ આવ્યો. ઉચિત પ્રતિપત્તિ કરીને વિનંતિ કરી કે હે રાજન્ ! તમારી પુત્રીનાં ગુણો સાંભળી, આકર્ષિત થયેલાં રિપૃવિજય રાજાએ તેણીને વરવા માટે મને મોકલ્યો છે. જો તમને યોગ્ય લાગતું હોય તો રાજાને તમારી પુત્રી આપો. રાજાએ પણ “એમ થાઓ' એમ સ્વીકારી સત્કારીને પ્રતિનિધિને વિસર્જન કર્યો. ત્યાર Aો ગયા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પછી શુભ દિવસે મોટા સૈન્ય સાથે રત્નપ્રભાને મોકલી. અને શુભદિવસે લગ્ન થયા. ત્રિવર્ગને સંપાદન કરવામાં સમર્થ સ્વભાવથી સારવાળું. એવાં વિષયસુખને અનુભવતાં તેઓનો કાળ વીતવા લાગ્યો. એકવખત કંચુકી પાસેથી ચારજ્ઞાનના ધણી વિજયસિંહસૂરિ પધાર્યા છે એવું જાણી તેઓ વાંદવા ગયા. વાંદીને યથોચિત સ્થાને બેઠા. ધર્મલાભ આપવા પૂર્વક આચાર્ય ભગવંત બોલ્યા કે... જન્મ મરણરૂપ જલસમૂહવાળો. દારિદ્રરૂપી મોટા મોઢાવાળો, સેંકડો વ્યાધિરૂપ જલચર પ્રાણિઓનાં સમૂહયુક્ત એવો આ ભવસમુદ્ર મહાભયંકર છે. આ ભવસમુદ્રમાં પોતાનાં પાપથી જ પરવશ થયેલો નરક તિર્થગ્યોના ભવોમાં ભમતો ઘણી મુશ્કેલીથી કર્મવિવરની મહેરબાનીથી મનુષ્યપણું જીવ મેળવે છે. અને મહાનુભાવો ! તમે કુલાદિયુક્ત એવો મનુષ્ય અવતાર મેળવ્યો છે. તો પ્રમાદ છોડી ધર્મમાં ઉઘમ કરો. આવી ધર્મદેશના સાંભળી રાજા અને રાણીને સંયમના પરિણામ જાગ્યા. અને સૂરિપુરંદરને વિનંતી કરી કે મોટાપુત્રને રાજ્ય સોંપી તમારા ચરણે ચારિત્ર સ્વીકારી હાથીનાં કર્ણ સરખા ચંચલ મનુષ્યપણાંને સફળ કરીએ. ત્યાં સુધી આપ સ્થિરતા કરો. ભગવાને કહ્યું તમે વિલંબ કરશો નહિં, તેઓ રાજમંદિરે ગયા. મંત્રી વિ.ને સ્વાભિપ્રાય જણાવીને પુરંદર નામના પ્રથમ પુત્રનો રાજગાદી ઉપર અભિષેક કર્યો. મોટી શોભાપૂર્વક પાલખીમાં બેસી રાજા રાણી સૂરિ પાસે ગયા. આચાર્યશ્રીએ . આગમવિધિથી દીક્ષા આપી. રત્નપ્રભા સાધ્વીની પ્રવર્તિનીને સોંપણી કરી. જ્યાં તે સાધ્વી ક્રિયાકલાપનો અભ્યાસ કરીને, વિવિધ તપચરણને આચરી, ગુરુજનને આરાધી, સંલેખના કરી. નિરતિચાર ચારિત્ર પાળી. અનશન આદરી શુભધ્યાનના યોગે દેહપિંજરાને છોડી દેવલોકમાં ગઈ. એવી રીતે કલ્યાણ પરંપરાને પામી તે ધન્યા સિદ્ધ થઈ. “ઈતિ ધન્યા કથાનક સમામ’ શ્રેષ્ઠ પુષ્પોના અભાવમાં અન્ય પુષ્પાદિથી કરેલી પૂજા પણ મોટા ફળને આપનારી બને છે. જોકે ઉત્તમપુષ્પાદિ સુલભ હોય તો તેનાથી જ પૂજા કરવી જોઈએ. હવે ધૂપપૂજા બતાવે છે. ધૂપ એટલે અગ્નિના સંપર્કથી સળગી ઉઠે તેવા ચંદન-સારંગમદ ઉપ્રંચ... કપૂર, અગરુ, ચન્દન વિ. સુગન્ધિ દ્રવ્યોના સમૂહથી નિર્મિત, અગ્નિના સંપર્કથી વિકસિત થયેલા ચપલ ધૂપપટલ થી દિશા ભાગોને વ્યાપ્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૧૧ કરનાર ઘણી સુગંધથી આકૃષ્ટ ભ્રમર સમૂહથી ઘેરાયેલ, તેમજ નાસિકાને આનંદ ઉપજાવનાર એવાં ધૂપથી ધન્યજનો હર્ષથી સદા જિનેશ્વરની પૂજા કરે છે. - દીવેહિ - અંધકારને દૂર કરનાર વાટ અને તેલના સંયોગથી પ્રજ્વલિત અગ્નિશિખા તે દીપ કહેવાય. તેનાંથી (દીપકથી) પૂજા કરવાની, કહ્યું છે કે પૂજાવિધિમાં સ્વચ્છ વાટ અને સુગંધી તેલના લીધે ઉછળતી પ્રભાથી દેવાલયનાં અંધકારને દૂર કરનાર એવાં દીવડાને ધન્યજનો નિર્મલ ભક્તિભાવથી જિન સમક્ષ પેટાવે છે. અખએહિ - અષ્ટમંગલાદિની રચના કરવામાં ઉપયોગી અખંડ ડાંગર વિ. ઉત્તમજાતનાં ચોખાતી અક્ષતપૂજા કરવી. કહ્યું છે કે – શંખ અને કુન્દપુષ્પ જેવા શ્વેત પાણીથી પ્રક્ષાલિત, ઉત્કટ સુગંધવાળા વિશાળ, અખંડિત, અક્ષતોથી બુધ પુરુષોએ ભક્તિથી પ્રભુની પૂજા કરવી જોઈએ. તથાણાગાળેહિં - અનેક જાતનાં પાકથી પવિત્ર એવાં કેરી વિ. ફળોથી ફળપૂજા કરવી. કહ્યું છે કે - પાકેલાં ઉજ્જવલ વિવિધ વર્ણ વડે શોભતા, નેત્રને આનંદ અર્પનારા, જેની સુગંધ લેવી ગમે તેવાં વિવિધ ફળો અને સુંદર જાતિ ના કન્દ, અને મૂળ થી ધન્યપ્રાણીઓ પ્રભુ સામે પૂજા કરે છે. અર્થાત્ પૂજા નિમિત્તે પ્રભુ આગળ ધરે છે. ઘએહિ = સુંદર જાતનાં ઘી વડે, કહ્યું છે કે - સ્વચ્છ, ઈન્દ્રિયોને ઘણાંજ સુખકારી, સભાજનમાં અર્પણ કરાયેલા (મુકાયેલા), સુગંધ સુવર્ણયુક્ત, સર્વ દોષ દૂર કરનાર, એવાં ઘીથી હરખાયેલા હૃદયવાળા ધન્યજીવો, રાગદ્વેષ અને મદરૂપી ઉદ્ધતશત્રુને જિતનાર એવાં પરમાત્મા સમક્ષ સદ્ભક્તિથી પૂજા કરે છે. બધી પૂજા નિત્ય કરવી કેમકે સ્ટોક પણ પુણ્ય પ્રતિદિન કરવાથી વૃદ્ધિ પામે છે. મધમાખીના મુખનાળથી એકઠું કરાયેલ મધ સેંકડો ઘડા જેટલું થાય છે. જલપૂર :- સુગંધી સ્વચ્છ શીતલ જલ ભરેલ ભાજનો (થી પખાલ કરવા દ્વારા) ધરવા વડે પૂજા કરવી. કહ્યું છે કે – નિર્મલ ઉવલ જલથી શોભિત એવાં પૂર્ણ ભરેલાં પાત્ર સમૂહને આદરવાળો, વિકસિત રોમરાજીવાળો, ગૃહસ્થ (સમભાગુ) સદા જિન સમક્ષ મુકે. એકવીસમી ગાથામાં કહેલ ચકાર આગકહેલાંનાં સમુચ્ચય માટે છે. તેથી Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નૈવેદ્ય, વસ્ત્ર, આભરણ, વિલેપન વિ. પૂજાનો આ આઠપૂજામાં અંતર્ભાવ કરવો પૂજાનું સ્વરૂપ કહ્યું. હવે તથા પ્રકારનાં વિશેષણ યુક્ત પ્રાણી જિનપૂજામાં પ્રવૃત્ત થયેલો જેવાં દુ:ખોથી મુક્ત રહે છે તે બે ગાથા વડે ગ્રંથકાર દર્શાવે पूयं कुणंतो बहुमाणवंतो, उदारचित्तो जिणभत्तिजुत्तो । રારિદ્ર-રોગ-સુતકુરિવ-સુવ્યWI-ટુ-ફુવા રરા સંતાવ-સંનોસ-વિયોગ-સોગ-દ્દીન-હીનત્તમારૂયાળ तिखाण दुक्खाण भवुभवाणं, ण भायणं होइ भवंतरे वि ॥२३॥ બહુમાનવાળો, આન્તરપ્રીતિયુક્ત જેમ અટવીમાં રહેલાં મહાદેવની ધાર્મિક માણસોએ પૂજા માટે રચેલાં વિશિષ્ટ પૂજન દ્રવ્યોને, ડાબા પગ થી ખસેડી મોઢામાં ભરેલાં કોગળાનું પાણી શંકર ઉપર નાંખનાર અને જમણા હાથમાં રહેલાં પુષ્પથી પૂજા કર્યા બાદ, પગમાં પડતા તે ભીલ જોડે વાતચીત કરતાં શંકરને જોઈ રોષે ભરાયેલા ધાર્મિક બ્રાહ્મણને બોધપાઠ આપવા દૂર કરેલી એક આંખવાળા શંકરને જોઈ ખેદિત થયેલાં ભિલ્લે શંકર ઉપરના બહુમાનથી પરવશતાની (અન્યને વશ કરવામાં અત્યંત ઉપયોગી) ભલ્લીથી પોતાની આંખ ઉખાડી શિવની મૂર્તિમાં લગાડી દીધી. આવું ભિલ્લ જેવું બહુમાન જોઈએ. અને ઉદારચિત્તવાળો, જિનેશ્વરની ભક્તિમાં તત્પર, એવાં પ્રભુની પૂજા કરતાં પ્રાણીઓ દારિદ્ર, દોર્ભાગ્ય, દુરંતદુ:ખ, કુવર્ણ - (શરીરની કાંતિ રંગ ખરાબ હોય તે), દુર્ગધ, કુરુપતા = (આકૃતિ ખરાબ હોય તે), તેમજ સંતાપ, સંયોગ, વિયોગ, શોક, કાર્યઅકુશલતા, દીનમણું, તથા પ્રકારના તીણ દુ:ખોને આભવ અને પરભવમાં પણ પામતા નથી. કહ્યું છે કે દરિદ્રતા સર્વ આપત્તિનું સ્થાનક છે કારણ કે, નિર્ધન માણસ લજ્જા પામે, લજજાનાં કારણે તેજ ઓછું થાય, તેજ ઓછું થવાથી પરાભવ પામે છે. પરાભવ થવાનાં કારણે કંટાળે છે. કંટાળેલો શોક પામે, શોકવાળાની બુદ્ધિ નાશ પામે, અને બુદ્ધિ ભ્રષ્ટ થયેલો નાશ પામે છે. અહો ! નિર્ધનપણું સર્વ આપત્તિનું કારણ છે. દૌભગ્ય - મહામાનસિક દુ:ખના કારણભૂત સર્વજનમાં અપ્રિયત્વ, દુ:ખે સહેવાય એવાં દૌર્ભાગ્ય કલંકરૂપ અગ્નિજ્વાળાથી દાઝેલાં એવાં જીવતાં છતાં મરેલાં જેવા પ્રાણિઓનો નિરર્થક જન્મ શું કામનો. Page #124 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ન ૧૧૩] માનસિક ખેદથી મનુષ્યો સંતાપ-ચિત્તખેદ = ભારે પીડા પામે છે. ભલે મોઢેથી ન બોલે પણ તેમનું કરમાયેલું શરીર સ્પષ્ટ રીતે જણાવે છે... સંયોગ - અનિષ્ટ માણસનો મેલાપ તે પણ દુ:ખ માટે થાય છે. અનિષ્ટ માણસ સાથે થયેલો અણધાર્યો સંયોગ પણ અબુધ માણસોને ભારે દુ:ખ આપનારો હોય છે. વિયોગ :- ઈષ્ટ ભાઈ વિ. નો વિયોગ જે આકન્દન વિ. મહાદુઃખનું કારણ બને છે. સંસારમાં બંધુના વિયોગથી રડ્યા તે આંસુને ભેગા કરીએ તો સમુદ્ર નાનો પડે. ઈષ્ટવસ્તુ અને પ્રિયજન ઈત્યાદિના વિયોગમાં વીતરાગ સિવાય બધાને ભારે દુ:ખ થાય છે. શોક :- પિતાદિના મરણથી થયેલ ચિત્તખેદ જે સર્વ આપત્તિનું સ્થાન છે. કહ્યુ છે કે - શોક એ પિશાચી (ડાકણ) નો પર્યાય, પાપનું રૂપાન્તર, અંધકારની યુવાની, વિષની વૃદ્ધિ, યમ નહિં છતા પ્રેત નગરનો નાયક, આ ન ઓળવાય એવો અગ્નિ છે. રાજ્યસ્મા = T.B. હોવા છતાં અક્ષય (મૃત્યુ) છે એટલે આ ક્ષય રોગ નાશ પામે એવો નથી. આ લક્ષ્મી વગરનો છતાં જનાર્દન (જનને પીડનારો) છે. પુણ્યમાં અપ્રવૃત્ત છતાં ક્ષપણક છે. એટલે કર્મ ખપાવા ઉદ્યત થયેલો પુણ્ય- અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે, જ્યારે શોક પુણ્યમાં પ્રવૃત્ત થયા વિના, પ્રાણીઓનો ક્ષય કરનાર છે. જેમાંથી જાગવાનું નથી એવી નિદ્રા સમાન, આ આળસ વગરનો સન્નિપાત છે. ઉપદ્રવ કરનાર છતાં વિનાયક, અબુધ જન સેવિત (મૂર્ખ જનોથી) સેવિત છતાં આ ગ્રહ વર્ગ છે. આ યોગ વિના ઉપજેલ જ્યોતિરૂપ છે. સ્નેહથી (થયેલો) વાયુનો પ્રકોપ થાય. માનસ પ્રવૃત્તિથી (થયેલ) અગ્નિ ઉઠે, ઠંડા-ભીનાશથી ધૂળ નો ક્ષોભ થાય, રસથી અતિશોષ, રાગથી આયુ ઘટે છે. શોકથી સંતપ્ત માનસ સંતાપ, ચિત્તખેદ, વિવિધ આપત્તિઓ મરણ અને ધર્મ-અર્થ-કામ ત્રણે વર્ગની હાનિ ને મેળવે છે. ણિહિણ - એટલે ભાવ પ્રધાન વિવક્ષા હોવાથી કોઈપણ જાતનું કામ નહિં કરવું. કહ્યું છે કે જે કાર્ય કરવામાં સમર્થ નથી તેવો રૂપવાન પુરુષ પણ પોતાનાં સ્નેહી બંધુજનોથી નિંદા પામે છે. દીનત્વ :- નિ: સત્વપાણું, જે માનસિક અને શારીરિક દુ:ખનું કારણ છે. કહ્યુ છે કે - હો પિતાશ્રી ! હે ભાઈ ! હો મામા ! હો કાકા ! હે પુત્ર ! હે ભાણેજ ! અમારા કાર્યને કરી આપોને એમ દીન માણસ (લદ્ધિ) ખુશામત કરે છે. એ ૨૨ મે ૨૩ | પૂજા કરનારને આવી દુઃખ વિડંબના હોતી નથી. એ કહ્યું. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હવે તે કેવો બને તે જણાવે છે. भवे पुणोऽसेससुहाण ठाणं, महाविमाणाहिवई सुरेंदो । तओ चुओ माणुसभोगभागी, रायाहिराया व धणाहिवो वा ॥२४॥ कलाकलावे कुसलो कुलीणो, सयाणुकूलो सरलो सुसीलो । सदेवमच्चा-ऽसुरसुंदरीणं, आणंदयारी मण-लोयणाणं ॥२५॥ જિનપૂજા કરનાર આલોકમાં બધા સુખોનું ભાજન બને છે. અને પરલોકમાં મહાવિમાનાધિપતિ સુરેન્દ્ર થાય છે. ત્યાંથી ચ્યવી મનુષ્ય સુખનો ભોગી ચક્રવર્તી રાજા કે ધનાધિપતિ બને; સાથોસાથ કલાકલાપકુશળ, ઉત્તમ કુલવાળો, સ્વજનોને અનુકૂલ સરલસ્વભાવી, સુશોભન સ્વભાવવાળો, દેવ મનુષ્ય-ભવનપતિ વિ. ની સ્ત્રીઓને તેમજ મન અને ચક્ષુ ને આનંદકારી થાય છે. સુરાસુરની દેવીઓને આનંદ આપનાર તરીકે ભરત ચકીનું દષ્ટાન છે. જેમ ભરત ચકી ગંગાદેવીને આનંદ દાયક બન્યા. અનુરાગને પરવશ થયેલી ગંગાદેવી સાથે રતિસુખ ભોગવતા તેણીનાં ભવનમાં ઘણો કાળ વ્યતીત કર્યો. તેમજ સ્ત્રી રત્નાદિ અન્ય રાણીઓને પણ આનંદ આપતો ઉદારભોગથી પ્રાપ્ત લક્ષ્મીને ભોગવે છે. કેમકે તે ભારતના જીવે પૂર્વભવમાં રોગથી પીડિતથતિનો રત્નકંબલ, ગોશીર્ષ ચંદનથી ઉપચાર કર્યો હતો. રત્નકંબલના વેચાણમાંથી દેરાસર બનાવ્યું હતું. તેમ જિનબિમ્બ ભરાવી સ્થાપના કરી (ગાદીનશીન) કરી અને તેમની ભક્તિ કરવા દ્વારા જીવ અનુપમ ફળને મેળવે છે. એટલે સુખની પરંપરાને પેદા કરનાર એવું અતુલ ફળ પ્રાપ્ત થાય છે, તેમ તમે સમજો, જાણો. | ૨૪ મે ૨૫ છે - એમ જિનબિમ્બને ઉચિત કાર્ય-પૂજાદિ કરવાનું જે ફળ મળે તે બતાવી હવે ઉપદેશ આપવા સાથે પ્રકરણનો ઉપસંહાર કરે છે. कारेज तम्हा पडिमा जिणाणं, पहाणं पइट्ठा बलि पूय जत्ता । अण्णच्चयाणं च चिरंतणाणं, जहारिहं रक्खण वद्धणं ति ॥२६॥ ગાથાર્થ :- જિનેશ્વરની પ્રતિમા ભરાવવી, તેમની પૂજા, બલિયાત્રા, અભિષેક પ્રતિષ્ઠા કરાવવી અને અન્ય ભરાવેલી પ્રાચીન પ્રતિમાઓનું યોગ્યરીતે રક્ષણ અને વધન (નિર્મલ) કરવું. પ્રતિમા ભરાવ્યા પછી સ્નાત્ર વિ. કરવું. કહ્યું છે કે... ગાન્ધર્વ નૃત્ય સાથે Page #126 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૧૫ નન્દીન ઘોષથી દિશાઓ પૂરી સદ્ગણનું પાત્ર એવું સ્નાત્ર જિનેશ્વરનું કરો. પઈઠ - પ્રતિષ્ઠા પૂર્વે કહેલ વિધિથી ભરાવેલ પ્રતિમાઓની આકાર શુદ્ધિ કરી સ્નાત્રપૂર્વક મન્ત્રાદિનો ન્યાસ કરવો. બલિ - વિવિધ નૈવેદ્યરૂપ બલિ પ્રભુ આગળ મુકવું. યાત્રા - જિનકલ્યાણકભૂમિમાં જવું. કહ્યું છે કે - જિનેશ્વરને ઉદ્દેશીને જે યાત્રા મહોત્સવ કરાય. તે જિનયાત્રા કહેવાય. તે યાત્રા દરમ્યાન દાનાદિ કરવાનું વિધાન છે. યથાશક્તિ દાન, ઉપધાનતપ, શરીર શણગાર, ઉચિતગીત, વાજિંત્ર, સ્તુતિ સ્તવન નાટક ઈત્યાદિ કરવા. યાત્રાના પ્રસ્તાવે આ સર્વ તે રીતે કરવું, જોઈએ. જેમ જિનશાસનનાં અગ્રણી ગુરુદેવવટે રાજા જોવા યોગ્ય અને શિખામણ આપવા યોગ્ય બને. એટલેકે રાજા પણ ગુરુદેવના દર્શને આવે અને ઉપદેશ સાંભળે - જેમ પંચાશક ગ્રન્થમાં કહ્યું છે કે હે મનુષ્ય શિરોમણિ ! મનુષ્ય રૂપે બધા મનુષ્યો સમાન હોવા છતાં કોઈ જીવ પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યોનો સ્વામી રાજા બને છે. આ જાણીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧૨) લોકોનાં ચિત્તને કરનારી મનુષ્ય અને દેવલોક સંબંધી સઘળી સંપત્તિનું કારણ ધર્મ છે. (આનાથી ધર્મનું સાંસારિક ફળ બતાવ્યુ.) અને ધર્મજ સંસારરૂપ સાગરને તરવા માટે જહાજ સમાન છે. (આનાથી ધર્મનું મોક્ષ ફળ બતાવ્યું.) (૧૨૧:). સર્વે કોઈનું ઉચિત કાર્ય હરવાથી શુભ ( પુણ્યના અનુબંધવાળો) ધર્મ થાય છે. જિનયાત્રા વડે વીતરાગ સંબંધી ઉચિત કાર્ય કરવાથી શ્રેષ્ઠ શુભ ધર્મ થાય છે. કારણ કે વીતરાગ સમસ્ત જીવોથી અધિક ગુણોવાળા યાત્રાનો વિષય :- (= વીતરાગ) પારમાર્થિક છે. અર્થાત્ યાત્રા નો વિષય વીતરાગ સર્વ જીવોથી અધિક ગુણવાળા હોવાથી સર્વોત્તમ છે. (૧૨) જિનનાં જન્મ આદિ પ્રસંગે બધા જીવો સુખી જ હતા આનંદમાં જ હતા. તેથી હે મહારાજ! હમણાં પણ જિનયાત્રા માં અમારીનું પ્રવર્તન કરાવીને બધા જીવોને અભયદાન આપવા દ્વારા સુખી કરો. (૧૨૩). આચાર્ય ન હોય અથવા આચાર્ય હોય પણ રાજાને મળવા આદિ માટે સમર્થ ન હોય તો શ્રાવકોએ પણ રાજકુલમાં પ્રસિદ્ધ રીત-રિવાજ મુજબ રાજાને મળવું અને (સમજાવીને) તેની પાસે જીવહિંસા બંધ કરાવવી. જો (સમજાવવાથી) રાજા આ કાર્ય કરવા ન ઈચ્છે તો તેને ધન આપીને પણ આ કાર્ય કરાવવું. (૧૨૪) Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જીવહિંસાથી જીવનારા માછીમાર આદિને પણ જેટલા દિવસ મહોત્સવ હોય તેટલા દિવસ પ્રેમ ઉત્પન્ન કરે તેવાં (મીઠાં) વચનો કહેવા પૂર્વક ઉચિત અન્નાદિનું દાન આપવું. અને જિનયાત્રામાં જીવહિંસા બંધ કરવાથી તમને પણ ધર્મ થશે. વિ. શુભ ઉપદેશ આપવો. અહીં હિંસક જીવોને પણ દાન આપવાનું કહીને ધર્માર્થી જીવોએ પરના સંતાપનો ત્યાગ કરવો. (= પરને સંતાપ થાય તેમ ન કરવું.) એ કલ્યાણકારી છે એમ સૂચન કર્યું છે. (૧૫) - હિંસકોને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવવાથી લોકમાં જૈન શાસનની પ્રશંસા થાય છે. અને એથી કેટલાક લઘુકર્મી જીવોને સમ્યગ્દર્શનનો ઉત્તમ લાભ થાય છે. કેટલાક જીવોને સમ્યગ્દર્શન ના બીજની (=જિનશાસન પક્ષપાત રૂપ શુભાધ્યવસાયની) પ્રાપ્તિ થાય છે. (૧૬) કારણ કે જિનશાસન સંબંધી (=જિનશાસન માં રહેલાં) ગુણનો ભાવ પૂર્વક (જૈનો ઉદાર હોય છે માટે જૈનધર્મ ઉત્તમ છે ઈત્યાદિ ભાવથી) અલ્પ પાગ સ્વીકાર થાય તો તે સમ્યગ્દર્શનનું બીજ-કારણ બને છે. આ વિષયમાં ચોરનું ઉદાહરણ છે. આ ઉદાહરણ સાતમા પંચાશકની આઠમી ગાથામાં કહેવાઈ ગયું છે. મુનિની પ્રશંસા કરનાર ચોર બોધિબીજ પામ્યો અને ઉદાસીન રહેનાર ચોર બોધિબીજ પ્રાપ્ત ન કરી શક્યો. (૧૨૭) આચાર્ય અને શ્રાવક બંને રાજાને મળીને હિંસા બંધ કરાવવા સમર્થ ન હોય તો તે બંનેએ રાજાને મળીને હિંસા બંધ કરાવવાના સામર્થ્યવાળા પૂર્વના મહાપુરૂષો ઉપર આંતરિક બહુમાન કરવું. (૧૨૮) જેમકે- પૂર્વના તે મહાપુરૂષો ધન્ય છે. પ્રશંસનીય છે જેમણે જિનયાત્રામાં રાજાદિને ઉપદેશ આપીને હિંસા બંધ કરનારાઓને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવી હતી. (૧૨) અમે તો જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અધન્ય છીએ- પ્રશંસનીય નથી. હા હજી અમારા માટે એટલું સારું છે કે અમે ધર્મ પ્રધાન તે મહાપુરૂષોના સુખ આપનાર આચરણનું બહુમાન (પક્ષપાત) કરીએ છીએ. અને એથી એટલા પૂરતા ધન્ય છીએ. (૧૩૦) ઉક્ત રીતે બહુમાન (-પક્ષપાત) કરવાથી તે મહાપુરૂષોનાં ગુણોની અવશ્ય અનુમોદનાં થાય છે. ગુણોની અનુમોદનાથી પૂર્વ મહાપુરૂષોનાં આચરણ સમાન જ કર્મક્ષય વગેરે ફળ મળે છે. અર્થાત્ તે મહાપુરૂષોએ આચરણ કરીને કર્મક્ષય Page #128 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૧૭ વગેરે જેટલું ફળ મેળવ્યુ હતુ. તેટલું જ ફળ તેમના ગુણોની અનુમોદનાથી મળે છે. આશય શુદ્ધ હોવો જોઇએ. (૧૩૦) ચ શબ્દ દેશી હોવાથી અપિ અર્થમાં આવેલ છે, તેના લીધે આવો અર્થ નીકળે છે કે અન્ય પ્રતિષ્ઠિત પ્રાચીન જિનબિખોની પણ વિશેષરીતે પૂજા કરવી જોઈએ. કારણ નવીનબિંબ કરવા કરતાં જીર્ણ થતાં બીજાએ ભરાવેલ બિંબને પૂજવામાં ઘણો લાભ છે. તેમની પૂજાજ કરવી એટલું નહિ પણ તેમનું રક્ષણ તેમજ વર્ધન - વ્યવિશેષ થી નિર્મલ બનાવવા તેમજ દેવદ્રવ્યની રક્ષા વૃદ્ધિ કરવી. દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ઉપેક્ષા કરવી, પ્રજ્ઞાહીનતાથી અન્યખાતામાં ખતવી દેવું વિ. દોષનું વર્જન કરવું તે દેવદ્રવ્યનું રક્ષણ. ઉપદેશપદમાં - ચૈત્યદ્રવ્ય રક્ષણનું આ પ્રમાણે ફળ કહ્યું છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર જ્ઞાન દર્શન ગુણોને દીપ્ત કરનાર એવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિત સંસારવાળો થાય છે. જિનપ્રવચનવૃદ્ધિ - એટલે તેની સત્તાન પરમ્પરાને અવિચ્છિન્ન ચલાવનાર હોવાથી, મુડી હોય તો વંશજે મંદિર સુધારી/સમારી શકે અને દર્શન વંદનથી જિનધર્મમાં જ રત રહે, નહિતો મંદિરના અભાવે અન્ય ધર્મી પણ થઈ જાય. તે દ્રવ્યનો નાશ કરવામાં મહાન દોષ થાય છે. કહ્યુ છે કે - દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો જે મૂઢમતિ ભક્ષણ કરે છે તે ધર્મને નિ:સ્પૃહતા નામના ધર્મને અને તેનાં ભક્ષણથી કેવું ફળ ભોગવવું પડશે તે જાણતો નથી. અથવા તેણે પહેલાંજ નરકાદિનું આયુષ્ય બાંધેલુ હોય છે. શ્રાવકે તો શું સાધુએ પણ તેનાં વિનાશમાં ઉપેક્ષા નહિ કરવી જોઈએ. જેથી ઉપદેશ પદમાં કહ્યું છે કે... સ્વપક્ષ કે પરપક્ષ દ્વારા મંદિરનો નાશ થયો હોય કે મંદિર માટે ઉપયોગી કાષ્ઠ, ઉપલેપ (સિમેન્ટ-ચુનો) વિ. ઉપયોગી દ્રવ્ય બે પ્રકારનું હોય છે. નવીન અને લાવ્યા પછી ઉખાડી નાંખેલું અથવા થાંભલા કુંભી વગેરે મૂલ ઉપયોગી દ્રવ્ય છે. અને છત વિ. ઉત્તર ઉપયોગી દ્રવ્ય સમજવું. તેનો નાશ થતો હોય તેની ઉપેક્ષા કરે તો સાધુ અનંત સંસારી થાય છે. - સાધ્વીના શીલનો ભંગ કરવો, સૈયદ્રવ્યનો વિનાશ, પ્રવચન ઉડાહ અને ઋષિઘાત આ ચાર સમકિતનાં મૂળિયાને બાળવામાં અગ્નિ સમાન છે. અને મૂલ પ્રાયશ્ચિત્તના હેતુ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ 25 હજી દાળની ૧૧૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વર્ધન :- વ્યાજ વિ.થી દ્રવ્યની વૃદ્ધિ કરવી કહ્યું છે કે.. જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાન દર્શન ગુણોની પ્રભાવના કરનાર, જિનદ્રવ્યને વધારનાર, જીવ તીર્થંકરપણાને મેળવે છે. શૈકુલ, ગાણ અને સંઘનો જે આશંસા વિના ઉપકાર કરે છે. તે પ્રત્યેકબુદ્ધ ગણધર કે તીર્થકર થાય છે. જે નિઃસ્પૃહ ચિત્તથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તે ઉચ્ચકોટિની લક્ષ્મી ભોગવીને શાશ્વત સ્થાન ને પ્રાપ્ત કરે છે. રા “પ્રથમ સ્થાનકનું વિવરણ પૂરું” Page #130 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૧૯ ‘જિનભવન નામે રિતીય રસ્થાન' હવે અનુક્રમે આવેલાં બીજા સ્થાનની શરૂઆત કરાય છે. આને પૂર્વ સાથે આ પ્રમાણે સંબંધ છે. પ્રતિષ્ઠિત જિનબિમ્બ માટે જિનગૃહની જરૂર પડે છે. માટે જિનભવનનું વિધાન કરાય છે. जिणिंदयंदाण य मंदिराई, आणंदसंदोहणिसंदिराई । रम्मा रुंदाणि य सुंदराई, भव्वाण सत्ताण सुहंकराई ॥२७॥ જિનેન્દ્ર ચંદ્રના આનંદ ધોધને કરાવનાર, રમ્ય, વિશાળ, સુંદર, મંદિરો ભવ્યજીવોને સુખ કરનારા છે. વાસ્તુ શાસ્ત્રોક્ત પ્રમાણવાળા, સુંદર જિનાલયને દેખીને પ્રાણી આનંદ વિભોર અને પ્રફલિત હૃદયવાળો થાય છે. માટે જિનાલય કરાવા જોઈએ. આ કર્મ = જિનાલય/ અને ક્રિયાનો = કરવા જોઈએ નો ૩૬ મી ગાથા સુધી સંબંધ છે. मेरु ब्व तुंगाइँ सतोरणाई, विसालसालासबलाणयाई । सोपाण-णाणामणिमंडियाई, माणेक-चामीकरकुट्टिमाइं ॥२८॥ મેરુ જેવાં ઉંચા તોરણવાળા, વિશાળ પટ્ટશાળાયુક્ત, જગતીથી નીકળવાના વારવાળા તેમજ વિવિધ મણિઓથી મંડિત પગથીયા મહારત્ન અને સોનાની ફરસવાળા (ભૂમિનળવાળા). विचित्तविच्छित्तिविचित्तचित्त, सच्छत्त-भिंगार-स(सु)चामराई । ससालभंजी-मयरद्धइंध, वाउछुयाणेयधयाउलाई ॥२९॥ વિવિધકલા તથા શોભતા ચિત્રવાળા અને જેમાં છત્ર ભંગાર = કળશ (હાથીના મોઢા જેવું નાળચું હોય છે) સ્નાત્ર માં ઉપયોગી ભાજન વિશેષ, તથા સુંદર ચામરો વિદ્યમાન છે. એવા અને પુતળીયો તથા મકરધ્વજનાં ચિહ્ન વાળા, (અહીં કામદેવનું નિશાન કામનાં જય નું સૂચન કરે છે. આ ઈન્દ્રધ્વજનું વર્ણન ચાલે છે, જેનો દંડ તપીને એકદમ ચોખ્ખા થયેલા અતિશય સુંદર વર્ણવાળા શ્રેષ્ઠ સુવર્ણમાંથી નિર્મિત છે, જેમાં સફેદ ઘજા વસ્ત્ર મંદપવનથી ફરકી રહી છે. એવો દેવોથી ગ્રહણ કરાયેલ મોટો ધ્વજ અરિહંતની નિશાની તરીકે આગળ વધે છે. જગતને જિતવામાં યોદ્ધા સમાન Page #131 -------------------------------------------------------------------------- ________________ /૧ર૦) મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દુર્જય એવાં કામદેવને પણ જે અરિહંત પ્રભુએ જિત્યો છે. એવું સૂચવે છે. | (સર્વ વિજયી હોવાથી મોટો ધ્વજ રાખેલ છે.) પવનથી ઉચે લહેરાતી ધ્વજ પતાકા સમૂહવાળા ! देवंग-पटुंसुय-देवदूसउल्लोयरायंतनिरंतराई । विलोलमुत्ताहल-मल्लमालापालंबओऊलकुलाऽऽकुलाइं ॥३०॥ પ્રધાન વસ્ત્ર, રેશમના દોરાથી બનેલું (પઢાંશુ) અને દેવદૂષ્ય વડે શોભતાં ચંદરવા વાળા લટકતા ચંચલ મુક્તાફળ અને પુષ્પમાળાઓના ઝુલતા (મુકી પ્રમાણ ફૂલોમાં રહેલ) પુષ્પ ગુચ્છાના સમૂહથી વ્યાપ્ત = ચાર કોર ભરેલાં. પૂર-ચૂરિય-કુંટુરુ-તુરુ-ચંદ્ર-સ્મા ! डझंतकालागरुसार धूयणीहारवासंतदिगंतराइं ॥३१॥ કપૂર, કસ્તુરી, કંદુક = સુગંધિ દ્રવ્ય વિશેષ; સીહલક-આ પણ સુગંધિ દ્રવ્ય છે, શ્રેષ્ઠચંદન અને કેશરનો બનેલો બળતો કાલાગરુ ધૂપની મહાગંધથી દિશાઓને સુવાસિત કરનારા. चउब्विहाऽऽउज्जसुवज्जिराइं, गंधव्व-गीयद्धणिउद्धुराई । णिचं पणचंतसुनाडगाई, कुइंतरासासहसाऽऽउलाई ॥३२॥ वंदंत पूयंत समोयरंत, रंगत वग्गंत थुणंतएहिं । णचंत गायंत समुप्पयंत, उक्किट्ठिनायाइकुणंतएहिं ॥३३॥ देवेहिँदेवीहिँ य माणवेहिं, नारी तिरिक्खेहि य उत्तमेहिं । भत्तीऍ कोऊहल णिभरेहि, लक्खेहिँ कोडीहिँ समाकुलाई ॥३४॥ ચાર પ્રકારનાં વાંજીત્રના પડઘાથી સંગીત લહેરાવતા ગંધર્વ અને મનુષ્યના ગીતથી શબ્દમય બનેલાં ભક્તજનો વડે સદા જેમાં નાટકો થઈ રહ્યા હોય. હજારો લોકો જેમાં રાસડા લેતાં હોય, ગરબા ગાતાં હોય, ચૈત્યવંદન કરતા, પૂજા કરતાં, આકાશથી ઉતરતાં અહીં તહીં ધીરે ધીરે ચાલતાં કૂદકા મારતાં, સ્તુતિ કરતાં, નૃત્ય કરતાં, ગીત ગાતાં, આકાશમાં ઉડતા, સિંહનાદ વિ. મોટા નાદને કરતાં, પ્રધાન તથા ભક્તિ અને કૌતુકવાળાં એવાં લાખો કડો દેવ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેવી વિદ્યાધર મનુષ્યો અને તિર્યચોથી ખીચોખીચ ભરેલાં ! विमाणमाला-कुलपब्वएसुं, वक्खार-नंदीसर-मंदरेसुं । अट्ठावए सासय-ऽसासयाई, जिणालयाई व महालयाई ॥३५॥ દેવલોકનાં વિમાન, વર્ષધર પર્વત, વક્ષસ્કાર, નંદીશ્વર દ્વીપ, મેરુપર્વત, અષ્ટાપદ પર્વત, ઉપલક્ષણથી શત્રુંજય વિ. ઉપર રહેલાં શાશ્વતાં-અશાશ્વતાં ચૈત્યો જેવાં; આવા પ્રકારના મહાન તથા શોભાદાયક મંદિરો બનાવવા. તે કયા સ્થાનોમાં બનાવવાં તે નીચેની ગાથાથી જણાવે છે. उत्तुंगसिंगेसु महागिरीसु, पुरेसु गामा-ऽऽगर-पट्टणेसु । पए पए सब्वमहीयलम्मि, गिही विहाणेण विहावएज्जा ॥३६॥ ગગનચુંબી ગિરનાર જેવાં પર્વતના શિખરો ઉપર તેમજ અવન્તી વગેરે પુર, શાળિગ્રામ વગેરે ગ્રામ-શાકંભરી વિ. આકર સ્થાનમાં, પત્તનમાં, ઘણું શું કહીયે, ડગલેને પગલે વિધિપૂર્વક મંદિરો બનાવી ગૃહસ્થ ભૂમિને મંડિત કરવી જોઈએ. ગૃહસ્થ જ આ કરવાનું છે. પંચાશક ગ્રન્થમાં જિનભવનના વિધિમાં કહ્યું છે કે... સુખીસ્વજનવાળો, કુલવાન, પૈસાદાર, અતુચ્છ- હલકા નહિં પણ ઉમદા વિચારવાળો, બુદ્ધિશાળી, બલવાન, મતિમાન, ધર્મરાગી, ગુરુપૂજા કરવામાં રુચિ ધરાવનાર, શુશ્રુષાસાંભળવાની ઈચ્છાવિ. ગુણોથી યુક્ત, જિનાલય કરાવવાની વિધિને જાણનારો, આજ્ઞાપ્રધાન અને ગૃહસ્થ જિનભવન નિર્માણમાં અધિકારી છે. અયોગ્ય - અનધિકારી વડે કરાતું જિનભવન દોષ માટે થાય છે. હરિભદ્રસૂરિ પંચાશકમાં દર્શાવે છે કે -અધિકારીએજ આ કરવું જોઈએ. આજ્ઞાભંગાદિ દોષનું વર્જન કરવું જોઈએ, ધર્મ આજ્ઞાની સાથેજ રહેલો છે. આજ્ઞાની આરાધનાથી પુણ્ય અને વિરાધનાથી પાપ થાય છે. આ ધર્મ રહસ્ય બુદ્ધિશાળીએ જાણવું જોઈએ. વિધિથી કરાતું અનુષ્ઠાન જ ફળદાયક બને છે. કહ્યું છે કે... વિધિથી કરાતું સર્વ ધર્માનુષ્ઠાન ફળ આપનારું બને માટે તેમાં જ યત્ન કરવો જોઈએ ! કેવી સંપત્તિથી કેવા ચિત્તથી કેવા આદરભાવથી તેમજ કોનો દાખલો લઈ જિનભવનો કરાવવા, હવે તે જણાવે છે... Page #133 -------------------------------------------------------------------------- ________________ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ] जम्मंतरोवत्तमहंतपुण्णसंभारसंपत्तसुसंपयाए । सुहासएणं परमायरेणं, संकासजीवो णिवसंपई वा ॥३७॥ જન્માંતરમાં ઉપાર્જેલ મોટા પુણ્ય દ્વારા પ્રાપ્ત શ્રેષ્ઠ લક્ષ્મીથી તેમજ શુભ આશયથી અને પરમ આદરથી સંકાશ શ્રાવક કે સંપ્રતિ રાજાની જેમ જિનભવનો બનાવવા જોઈએ. | | જેથી કહ્યું છે કે – હું જિનાલય બનાવીશ તો અહિં પરમાત્માના દર્શન વંદન માટે પુણ્યશાળી, ઐશ્વર્યાદિવાળા, ગુણરત્નના ભંડાર, મહાસત્વશાળી એવાં સાધુઓ આવશે. તો મને પણ તેઓશ્રીનાં દર્શન વંદનનો લાભ મળશે.” આવી શુભ ભાવનાથી જિનાલય બનાવવું જોઈએ. પણ અશુભ ભાવથી ન બનાવવું કારણ કે સંક્ષિણ ચિત્તવાળો, ધર્માનુષ્ઠાન કરવાં છતાં તેનાં ફળને મેળવી શકતો નથી. ઉપદેશપદમાં કહ્યું છે ... અશુભ આશયવાળાને તપ, સૂત્ર, વિનય, પૂજા રક્ષણ માટે થતાં નથી. જેમાં ક્ષપક, આગમરત્ન, વિનયરત્ન અને કુંતલાદેવી જેવા ઉદાહરણો પ્રસિદ્ધ જ છે. અશુભમનવાળો જે પુણ્ય (ધર્મ) કરે છે. તે દોષ કરનારું બને છે. જેમાં નવા તાવમાં આપેલ સારી દવા નુકશાન કરે છે તેમ. તેમજ સર્વ કિયા આદરપૂર્વક કરવી જોઈએ. અનાદરથી કરાતું ઈહલોક સંબંધી કાર્ય પણ ફળ આપવા સમર્થ બનતું નથી. તો પછી પરલોકમાં સુખકારી એવાં ધર્મ અનાદરથી કરીએ તો ક્યાંથી ફળ આપનાર બને ? સંકાશ શ્રાવક અને સંપ્રતિરાજાના કૃત્યનો ભાવાર્થ જાણવાં; તેની કથા કહે છે. ‘સંકાશ શ્રાવક કથા’ આજ જંબુદ્વીપમાં નગરી યોગ્ય અનેક ગુણોથી ભરેલી ગંધિલાવતી નામે નગરી છે. તેમાં સમકિત સાથે બાર વ્રત ને સ્વીકારનાર, જીવાદિ પદાર્થને જાણવાવાળો, સર્વજ્ઞભાષિત અનુષ્ઠાનમાં રક્ત, સુસાધુઓનો ભક્ત, જેનાં શરીરમાં રોમેરોમે જિનશાસન વસેલું છે. સુપાત્ર દાન દેવામાં મશગુલ, શત્રુમિત્રને સરખા ગણનારો જિનવંદન પૂજામાં આસક્ત, એટલે કે સર્વ ગુણ સમુદાયનો આધાર, એવાં પવિત્ર મનવાળો સંકાશ નામે શ્રાવક છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૨૩ ત્યાં શકાવતાર નામે જિનાલય છે. તે પવનનાં કારણે ઉંચા શિખરે ફરકતી ધજાવાળું, સેંકડો સુંદર આકૃતિઓથી ભરપૂર, શરદઋતુના વાદળાં જેવું સ્વચ્છ છે. તેનાં વહીવટમાં ઘણું દ્રવ્ય જમાં રહેલું છે. જાણે કૈલોક્યની લક્ષ્મીની શોભાના સમુદાયનાં સારભૂત પદાર્થથી ઘડેલું એવું જિનભવન છે. તેમાં તે સંકાશ શ્રાવક દરરોજ પ્રભુભક્તિ કરે છે. વ્યાજ વિ.થી દ્રવ્યની વૃદ્ધિ કરે છે. નાનું પણ જાતે જ કરે છે. આ વિશ્વાસુ માણસ છે. એમ સમજી કોઈપણ તેને દ્રવ્યાદિ બાબતમાં પૂછપરછ કરતું નથી. એમ કેટલોક સમય વીતતાં અશુભ કર્મને વશ થઈ સંકાશે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. પ્રમાદ અને વિષયગૃદ્ધિનાં કારણે પશ્ચાતાપ પણ ન થયો. અને આલોચના, નિંદા, ગહ પણ ન કરી. (પ્રાયશ્ચિત્ત લઈને આદર્યું નહિં.) પ્રતિકારનાં અભાવે તેનાં નિમિત્તે તેણે ઘણું અશુભકર્મ બાંધ્યું. આયુષ્યની દોરી તૂટતાં તે કર્મનાં લીધે ચારે ગતિમાં ભટક્યો, હંમેશને માટે અંધારાથી આવરાયેલ, ચરબી, મજા, માંસ, પરું થી કાદવવાળા (ખરડાયેલ); મૃત માણસનાં કોહવાઈ ગયેલાં કલેવર સરખી ગંધવાળા; જાણે મનુષ્યના પુણ્યસમૂહનો ઘાત કરાતો હોય તેવાં કરુણા શબ્દથી વ્યાસ, કોઠાના વૃક્ષ જેવાં સ્પર્શવાળા તથા અનિષ્ટ રૂપ રસવાળા, નરકાવાસમાં તીણ છરી ભાલાથી છેદાતો ને ભેદતો, કુંભીઓમાં પકાતો, શૂળી ઉપર પરોવાતો, આગથી ધગધગતી લોઢાની સળી સાથે સ્પર્શ કરાવાતો, ધોબી જેમ વસ્ત્રોને શિલા ઉપર પટકે તેમ તેનાં અંગે અંગ શિલા ઉપર પછડાઈ રહ્યા છે. તપેલી રેતીના માર્ગ ઉપર જ્વાલાથી વ્યાપ્ત લોઢાનાં રથમાં જોતરાતો; વળી તરસ્યાં થતાં શીશું તાંબુ અને લોઢાના રસોને બળજબરીએ પરમાધામીઓ તેને પીવડાવે છે. તે કરવત તથા તે યંત્ર વિ.થી જુના લાકડાની જેમ કપાય છે. પાડાની જેમ આગમાં નંખાય છે. વૈતરણી નદી, અસિપત્રવાળા વનમાં ઘણાં દુ:ખ સંકટ પ્રાપ્ત કરતો એવા તેણે ઘણો કાળ પસાર કર્યો. તિર્થન્ન યોનિમાં વનદાહ વિ.થી બળ્યો; કાન, નાક વિ. ઉપર ચિહ્નો કરાયા. છેદાયો, ભેદાયો, નાકમાં છિદ્ર કરી નાથવામાં આવ્યો. લાકડી, ચાબુક વિ.ના પ્રહાર પડ્યા. ભારવહન કર્યો. ચુંકાણ = નાનો પાતળો ખીલો ઘોબાયો, અકાલે મરણ પામ્યો, ઈન્દ્રિયોનું દમન કરાયું - ખસી કરાઈ, ભુખ્યો તરસ્યો રહ્યો, ઠંડી ગરમી સહન કરી, અને ગાઢ બંધને બંધાયો, ઈત્યાદિ નરક જેવાં ભારે દુખો તેણે સહન કર્યા. Page #135 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મનુષ્યગતિમાં હાથ, પગ જીભ, તથા નાસિકાનો છેદ થયો, જેલમાં સપડાવું; અપરાધ વિના પણ નેત્રો ખેંચાવા તથા વધને પામવું, મહાભયંકર રોગ, શોક દારિદ્રથી પીડાતો તેમજ આગની જ્વાલાથી દાઝેલાં અંગવાળો સર્વ ઠેકાણે તિરસ્કારને પાત્ર દીન બનીને રહ્યો. ૧૨૪ દેવગતિમાં કિલ્બિષિકપણુ; (હલ્કીકોટિના દેવો) ઈર્ષ્યા, વિષાદ, ભય, અન્યની આજ્ઞાનું પાલન વિ. વિષમ દુ:ખોને તેણે સહન કર્યા. ત્યારપછી આ જંબુદ્વીપમાં તગરા નગરીમાં ઈમ્યપુત્ર તરીકે ઉત્પન્ન થયો. શેષ રહેલાં અશુભ કર્મના કારણે પિતાનું પણ નિધન થયું. આ કમભાગી છે. એમ લોકો તેને નિંદવા લાગ્યા. પિતાના મૃત્યુ પછી ઘણી જાતનાં ધંધા કરવા છતાં રોટલા જેટલું પણ મેળવી શકતો નથી. તેથી જ્યાં જ્યાં હાથ નાખે ત્યાં આંગળી દાઝે છે. તેથી તે ખૂબજ ખિન્ન થયો. એક વખત ત્યાં કેવલી ભગવંત પધાર્યા. દેવતાઓએ સુવર્ણ કમલ રચ્યું. નગરજનો વંદન માટે ગયા. “ત્રણ કાલને જાણનારા કેવલી પધાર્યા છે.'' એવી વાત નગરમાં પ્રસરી તે સાંભળી સંકાશ પણ વાંદવા ગયો. કેવલી ભગવંતે દેશના આપી ! અસાર સંસારમાં ભમતાં જીવોનું જે અન્યભવમાં ઉપાર્જન કરેલું કર્મ છે. તેને કોઈ નાશ કરી શકતું નથી. જગતમાં જીવોને જે મહાભયંકર દુ:ખ પ્રાપ્ત થાય છે. તે સર્વ અન્ય ભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મનું ફળ છે. આ અરસામાં પ્રસ્તાવ (અવસર) જાણી સંકાશે પૂછ્યુ - હે ભગવન્! જો આ પ્રમાણે છે તો મેં અન્યભવમાં શું પાપ કર્મ કરેલું કે જેનો આવો દારુણ વિપાક હું ભોગવું છું. ત્યારે કેવલી ભગવંતે વિસ્તાર પૂર્વક દેવદ્રવ્યના ભક્ષણથી થયેલી ભારે દુ:ખવાળી પૂર્વભવની પરંપરા કહી. તે સાંભળી સંવેગ પામેલો સંકાશ આત્માને નિંદવા લાગ્યો. હા હા ! હું અનાર્ય, પાપિણ, લજ્જા વગરનો, અકૃતાર્થ (કોઈ પણ જાતની સફળતાંની પ્રાપ્તિ વગરનો), નિર્મી, મર્યાદા વગરનો, પુરુષાધમ અન્ય છું. જે કારણે મેં મનુષ્ય જન્મમાં કુલ, શીલ, નિજ ધર્મ પ્રાપ્ત કરીને, સિદ્ધાંતને જાણીને, પણ લોભ વશ થઈ મૂઢમને દેવદ્રવ્ય ભોગવ્યું; જે આવા દુઃખ આપનારું થયું. તેથી ભગવન્ ! મને કોઈ ઉપાય બતાવો જેનાથી વિચારતા પણ ભય ઉપજાવે એવા તે કર્મને સર્વથા ક્ષય કરી દઉં. ભગવાન બોલ્યા - ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કર ! તેથી તેણે અભિગ્રહ લીધો Page #136 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૨૫ કે ભોજન વજ્ર પાત્રનાં ખર્ચને મૂકી બાકી જેટલું દ્રવ્ય હૈં કમાઉ તે સર્વ ચૈત્ય દ્રવ્ય કરીશ. ત્યાં પછી અચિન્હ માહાત્મ્યથી અભિગ્રહથી ઉપાર્જિત કુશળકર્મવાળા. તેનો વૈભવ વધવા લાગ્યો. વૈભવ વિસ્તાર જોઈ હર્ષાવેશથી વધતાં જતાં શુભ પરિણામના લીધે રોમાશ્રિત ગાત્રવાળો જિનભવન વિ.માં સ્નાત્રપૂજન બલિવિધાન વિ. કરે છે. અષ્ટાહ્નિકા મહોત્સવ પ્રવર્તાવે છે. જિનાલયો અક્ષયનિધિ કર્યા (જિનાલયોના ભંડારો ધનથી ભરપૂર કર્યા) અને જીર્ણોદ્ધાર કરાવે છે. એ પ્રમાણે અસ્ખલિત રીતે પ્રવૃત્તિ કરવા છતાં લક્ષ્મી ઘણી વધવા લાગી ત્યારે નિરતિચાર અભિગ્રહ પાળવાની બુદ્ધિથી પ્રસ્તુત પ્રકરણમાં વર્ણવેલાં જિનાલયો સરખા અનેક જિનભવનો કરાવ્યા. તેમાં પૂર્વે વર્ણિત તેવાં જિન બિમ્બો પ્રતિષ્ઠિત કર્યા. ભય જોયેલો હોવાથી પ્રયત્નથી જિનાલયના પરિભોગથી દૂર રહે છે. આજ કથાનકમાં ઉપદેશપદમાં કહ્યું છે કે.. ‘“નિટ્રિવણાઈ અકરણાં' થુંકવું, ઝાડો પેશાબ, ભોજન વિ.નો ત્યાગ અસક્કહા વિકથા, અનુચિત આસને બેસવું તેમજ સુવું ઈત્યાદિનો જિનાલયમાં ત્યાગ કરવો. તેમાં દેવો ઉદાહરણ રૂપે છે. વિષયવિષને વશ થયેલાં દેવો પણ જિનાલયમાં ક્યારે પણ અપ્સરા સાથે હાસ્યક્રીડા વિ. કરતા નથી. એ પ્રમાણે તે મહાનુભાવ આશાતનાને વર્જતો વિધિમાં તત્પર બની ધર્માનુષ્ઠાન કરતોજ ભવપર્યન્ત વિશુદ્ધ રીતે અભિગ્રહ પાળી આરાધક થયો. “ઈતિ સંકાશ કથા સમાસ'' સંપ્રતિરાજા થાનક સુર અસુર વ્યંતર વિદ્યાધર ચક્રીઓ વડે વંદિત ભરતવર્ષમાં અપચ્છિમ વીર જિનેશ્વર હતા. તેમણે લાંબુ આયુષ્ય જાણી પોતાનાં પદે સુધર્માસ્વામીને સ્થાપ્યાં. તેમનાં જાંબુનદ સમા તેજવાળા ચરમ કેવલી જંબુસ્વામી નામે શિષ્ય હતાં. અને તેમનાં પ્રભવસ્વામી નામે શ્રુતકેવલી શિષ્ય હતાં. તેમનાં શિષ્ય શુષ્યભવસ્વામી જે ભવોદધિ તરવા માટે શય્યા (નાવ) સમાન છે એટલે કે સંસારથી તારનાર છે. કારણ કે જેમણે મનક માટે દશવૈકાલિક સૂત્રનો પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો. તેમનાં શિષ્ય યશોભદ્ર સૂરિ, તેમના શિષ્ય સંભૂતિસૂરિ, તેમનાં ભદ્રબાહુ સ્વામી, તેમની પાટે સ્થૂલિભદ્ર થયા. જે અનેક ગુણોનાં પ્રભાવે પૂજાયેલાં આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણિના છેલ્લા ચૌદ પૂર્વધર હતા. Page #137 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અનેક ગુણોથી અલંકૃત તેમજ જેઓ કામરૂપી હાથીના કુંભને ભેદવામાં દ્રઢદાઢા અને ખુલ્લા મુખવાળા, ખરનખવાળા સિંહકિશોર સમ હતા. તેમનાં બે શિષ્યો દશપૂર્વી આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી હતા. સ્થૂલભદ્રસ્વામીએ બન્નેને જુદા જુદા ગણ આપ્યા હતા. છતાં બન્નેમાં પ્રીતિ ઘણી હોવાથી સાથે વિચરતા હતા. ૧૨૬ એક વખત વિચરતાં વિચરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા. ત્યાં નાની વસતિનાં કારણે અલગ-અલગ રહ્યા. પણ ત્યાં તે વખતે ભારે દુષ્કાળ ફેલાયેલો હતો. આર્યસુહસ્તિનાં સાધુ ભિક્ષા માટે સંપત્તિશાળી ધનસાર્થવાહનાં ઘેર ગયાં, સાધુને આવતાં દેખી પરિજન સાથે શેઠ સહસા ઉભા થયા અને સાધુને વાંઘા અને શેઠાણીને કહ્યું કે ‘‘સિંહકેસરીયા લાડુ’’ વિ. ઉત્તમજાતિનો આહાર લાવ. જેથી સાધુ મહાત્માને વહોરાવું. વચન સાંભળતા જ શેઠાણી સર્વ ઉત્તમ આહાર લઈ હાજર થયાં. હર્ષવિભોર થઈ વિકસિત વદને મુનિઓને વહોરાવ્યું. દરવાજા સુધી શેઠ સાથે ગયા. આ સર્વ હકીકત એક ભીખારીએ જોઈ. તે જોઈને વિચારવા લાગ્યો, આ જીવ લોકમાં આ સાધુઓજ કૃતાર્થ છે. જેમને આવાં ધનકુબેરો પણ નમે છે. અને દારુણ દુષ્કાળમાં પણ મૃત્યુ લોકમાં દુર્લભ એવાં વિવિધ પ્રકારનાં આહારને પ્રાપ્ત કરે છે. અનેક રીતે દીનતાં દાખવવાં છતાં (મસકા મારવાં છતાં) કોળીયા જેટલું હલકું અન્ન પણ અધન્ય એવાં મને પ્રાપ્ત થતું નથી. ક્યારેક કોઈક આખો દિવસ દીનવચનો બોલતા કોળીયા જેટલું ખરાબ અન્ન આપે તો પણ ઘણો આક્રોશ કરે; તેથી યથેચ્છત મેળવેલ આહારમાંથી મુનિ પાસે થોડું માંગુ; મુનિ કરુણાથી કાંઈક આપશે. એવું વિચારી તે સાધુ પાસે તેણે આહાર માંગ્યો. સાધુઓએ કહ્યું જ્યાં સુધી ગુરુદેવ આજ્ઞા ન આપે ત્યાં સુધી અમે આના સ્વામી નથી. તેથી આ બાબતમાં ગુરુભગવંત જ જાણે. ભીખારીએ સાધુની પાછળ ગુરુ પાસે જઈ ભોજન માંગ્યું ત્યારે શ્રુત ઉપયોગ મૂકી આર્યસુહસ્તિસૂરિએ જાણ્યું કે ‘‘આ જિનશાસનનો આધાર બનશે.’’ પછી તેને કહ્યું કે જો તું દીક્ષા લે તો ઈચ્છિત આહાર આપું. તેણે હાં પાડી એટલે દીક્ષા આપી. અવ્યક્ત સામાયિક આપી ઈચ્છા પ્રમાણે ભોજન કરાવ્યું. ત્યાર પછી સ્નિગ્ધ આહારના લીધે વિથૂચિકા (કોલેરા) થઈ. મહાવેદનાથી વ્યાપ્ત થવા છતાં શુભભાવથી આયુષ્ય ક્ષય કરી Page #138 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૨૭ અવ્યક્ત સામાયિક ના પ્રભાવે ‘અંકુણાલ’ નો પુત્ર થયો. તે કુણાલ કોણ હતો ? તે અંધ કેવી રીતે થયો. તે કહે છે... આ ભરતક્ષેત્રમાં ગોલ દેશમાં ચણક ગામ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદને જાણનારા, શિક્ષા, વ્યાકરણ, કલ્પ, છંદ, નિરુક્તવેદાંગશાસ્ત્ર વિશેષ અને જ્યોતિષમાં વિદ્વાન, મીમાંસાનો જ્ઞાતા, ન્યાયવિસ્તારનો વેત્તા અને પુરાણ વ્યાખ્યાનમાં નિપુણ, ધર્મશાસ્ત્રનાં વિચારમાં ચતુર ચણી નામે બ્રાહ્મણ છે. જે મહાશ્રાવક છે. તેનાં ઘેર શ્રુતસાગર નામનાં સૂરીભગવંત રહ્યા. તેની પત્ની સાવિત્રીએ દાઢાવાળાપુત્ર ને જન્મ આપ્યો હતો. તેનું બાર દિવસ થતા ચાણક્ય એવું નામ પાડ્યુ. તે પુત્રને સૂરીશ્વરનાં ચરણસ્પર્શ કરાવ્યા અને દાઢાની વાત કરી. આચાર્યે કહ્યું ‘“આ રાજા થશે.'' બ્રાહ્મણે ઘેર જઈ વિચાર્યું આ તો મોટુ કષ્ટ આવ્યું કે મારો પુત્ર થઈને પણ અનેક અનર્થ તથા મહાઆરંભ વિ. પાપસ્થાનના કારણભૂત એવાં રાજ્યને કરશે. તેથી આવું કરું કે જેથી આ રાજ્યને ન કરે ! તેથી તે પુત્રની દાઢાને શિલાથી ઘસી નાંખી અને ગુરુને તે બીના કહી. ગુરુએ કહ્યું તેં ખરાબ કર્યુ. અન્યભવનાં કર્મથી ઉપાર્જિત જે સુખ કે દુઃખ આ જીવલોકમાં જે જીવને પ્રાપ્ત કરવાનું હોય તે નાશ કરવા કોઈ શક્તિમાન નથી. જે કર્મ, જેણે, જ્યારે, જે રૂપે, બાંધ્યુ હોય તે કર્મ તેણે ત્યારે તે રીતે ભોગવવાનું હોય છે. એમાં કોઈ સંશય નથી. કુલપર્વતને ભેદી નાંખે એવાં વેગવાળા તરંગોથી સામે આવતો સમુદ્ર અટકાવી શકાય પણ અન્ય જન્મમાં પેદા કરેલા શુભાશુભ દિવ્ય પરિણામ કોઈ ફેરવી ન શકે, તેથી આ બાળક પડંતરિએણ-પદની પાછળ રહી રાજા જેવું કામ કરનાર અવશ્ય થશે. (એટલે પ્રગટ રીતે રાજા નહિં બને પણ સર્વ સત્તા તેનાં હાથમાં હશે.) તે ચાણક્ય અનુક્રમે યૌવનવય પ્રાપ્ત કરી ચૌદ વિદ્યાનો પારગામી થયો. સમાનકુલ શીલવાળી સ્ત્રી સાથે લગ્ન લેવાયાં. પિતા મૃત્યુ પામ્યા. શ્રાવક હોવાના લીધે અલ્પધન સામગ્રીમાં સંતોષી મનવાળો હતો. એ પ્રમાણે કાલ જતાં એક વખત પત્ની ભાઈનાં લગ્નમાં/પ્રસંગે પિયરે ગઈ. પૈસાદાર ને ત્યાં પરણાવેલી તેણીની અન્ય બહેનો પણ આવી. તેઓને બધા પ્રેમ આદરભાવ કરવા લાગ્યા. કોઈ તેમનાં પગ ધોવે છે. કોઈ સુગંધીતેલથી માલિશ કરે છે. વિવિધ પ્રકારની (ઉર્તન) સુગંધી વસ્તુથી મેલદૂર કરે છે. કોઈ નવરાવે છે. કોઈ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | વળી વસ્ત્ર, ઘરેણાં વિ. આપે છે. ભોજન શયનમાં પણ કુટુંબીજનો પ્રયત્નથી ગૌરવ આપે છે. અને બધા આદરભાવથી એમની જોડે બોલે છે. ચાણક્યની પત્ની તો નિધન હોવાથી વચનમાત્રથી પણ કોઈ ગૌરવ આપતું નથી. તેમજ તેનું કોઈ કામ કરતું નથી. એકલી જ એક ખૂણામાં બેસી રહે છે. વિવાહ પૂરો થતાં વિદાય આપવાં અન્ય બહેનોને તો વિશિષ્ટ જાતિનાં વસ્ત્ર, આભરણો આપી આદર સત્કાર કર્યો, પણ પેલીને (ચાણક્યની પત્નીને) તો સામાન્ય થોડા વસ્ત્રો આપ્યા. તેણીને મનમાં લાગ્યું કે દારિદ્રયને ધિક્કાર હો. જેને લીધે મા-બાપ પણ આવો તિરસ્કાર કરે છે. આર્ત-દુર્વાર પીડા ને વશ થયેલી મહાચિંતા સાગરમાં ડૂબેલી સાસરે ગઈ. ચાણકયે જોયું અરે ! આ તો પિયરથી આવી છતાં ખિન્ન મનવાળી દેખાય છે. એને ખેદનું કારણ પૂછયું પણ તે કાંઈ બોલી નહિં, આગ્રહથી પૂછતા તે બોલી કે હું દરિદ્ર એવાં તમારે પનારે પડી છું. જેથી મા-બાપે પણ તિરસ્કાર કર્યો. તેથી મને અવૃતિ ખેદ થયો. ત્યારે ચાણક્ય વિચાર્યું આ વાત તો સાચી છે. કારણ અર્થ-ધનજ ગૌરવને યોગ્ય છે. ગુણો નહિ. કહ્યું છે કે..“ઉત્તમજાતિ ધરતીમાં જાઓ, ગુણસમૂહ તેનાંથી પણ નીચે ઉતરો, શીલ સદાચાર પર્વતથી પડો. અભિજનો-સ્વજનો (કુલ) અગ્નિથી બળી જાઓ, શૌર્ય રૂપ વૈરી ઉપર વજઘાત થાઓ, અમને તો માત્ર પૈસા મળી જાય તો બસ છે. કારણ કે તેના એકના વગર આ સર્વે ગુણો તણખલા તુલ્ય છે.” તથા. ધનથી નીચકુલવાળો, ઉચ્ચકુલવાળો થઈ જાય છે. ધનથી જ માણસો પાપથી નિસ્તાર પામી જાય છે. (ગુનો કર્યા પછી પૈસા ખવડાવી જેલ વિ. થી બચી જવાય છે.) ધનથી અધિક લોકમાં કશું જ નથી માટે ધનને ઉપાર્જિત કરો, જ્ઞાન અને ગુણથી ભરપૂર પણ ધનવગરનો માણસ પૂજા પામતો નથી. વળી ધનવાન નીચ (ખરાબ આદતોવાળો ઈત્યાદિ) પણ લોકમાં ગૌરવને મેળવે છે. નિર્ધન માણસના કુલ, શીલ, શૌર્ય, સુંદરતા, બોલવાની કુશળતા, મીઠા વચનો, આ સર્વે નકામાં નીવડે છે. ધનવાનનું કડવું વચન પાગ અમૃતની જેમ ગ્રહણ કરાય છે. જ્યારે નિધનનું કલાકલાપવાળું વચન પણ સ્વીકારાતું નથી. જેની પાસે ધન હોય, લોકો પણ તેનાં થાય છે. ધનવાનનાં ઘણાં ભાઈઓ બની જતાં હોય છે. (તેમની સાથે ઘણા માણસો સ્વજન જેવાં વ્યવહાર કરવા લાગે છે.) ત્યારે નિર્ધન માણસ દાસ સમાન બને છે. સમસ્ત ભુવનમાં સમર્થ સંસાર છોડેલા એવાં મુનિનાથની જેમ આ અર્થ ને વિદ્વાન માણસો પૂજે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૨૯ આ (ધન) આવવાથી નહિં રહેલાં પણ ગુણો આવે છે. અને તેનાં જવાથી રહેલાં ગુણો પણ જતાં રહે છે. સર્વગુણ સમૂહ સાથે આ લક્ષ્મી જોડે છે. તેથી તે લક્ષ્મી જય પામો. તેથી સર્વ પ્રકારે ધન પેદા કરવું જોઈએ. પાટલીપુત્ર નગરમાં નંદ નામે રાજા છે. તે બ્રાહ્મણોને સોનું આપે છે. તેથી હું ત્યાં જાઉં એ પ્રમાણે મનમાં ધારી ચાણક્ય ત્યાં ગયો. દિવ્ય દૈવ યોગે દ્વારપાલોના પ્રમાદથી તે રાજસભામાં પહોંચી ગયો. ત્યાં રાજા માટે તૈયાર થયેલું સિંહાસન જોયું. તેનાં ઉપર બેસી ગયો. એટલામાં સ્નાન કરી સર્વ અંલકારોથી ભૂષિત થઈ તૈમત્તિક સાથે રાજા ત્યાં આવ્યો. ચાણક્યને જોતાં નૈમેરિક બોલ્યો હે રાજન આવાં પ્રકારના મુહૂર્તમાં આ રાજસિંહાસન ઉપર બેઢો જે મુહુર્તમાં તે નંદવંશની છાયાનો તિરસ્કાર કરી સ્થિત થયો છે. (નંદવંશની કાંતિને દબાવીને બેઠો છે.) માટે આને ઠંડા કલેજે સમજાવીને વિનયથી ઉઠાડવો જોઈએ. ત્યારે રાજાએ અન્ય આસન અપાવ્યું અને નોકરે કહ્યું આ તો રાજસિંહાસન છે. માટે ઉઠીને અહીં બેસો. ત્યારે ચાણક્ય વિચાર્યું અને નહિં આપેલા આસન ઉપર બેસવું તે અજુગતું કહેવાય. પણ આસન થી ઉઠી જવું તો સાવ હલકું કહેવાય. એમ વિચારી કહે છે, ભલે, તો અહીં મારી કપ્ટિકા બેસશે (પડી રહેશે) એથી ત્યાં કન્ડિકા મૂકી (નોકરોએ લાવેલા) અન્ય રચેલા સિંહાસન ઉપર ત્રિદંડ, અન્ય ઉપર જનોઈ મૂકી એમ જે જે આસન ગોઠવેલા હતા (આખા) તે ઉપર વસ્તુઓ મૂકી તે સર્વને રોકી નાંખ્યા. તેથી રાજાએ પગથી પકડાવી બહાર ખસેડ્યો. અપમાનથી ગુસ્સે થયેલા ચાણકયે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે ધનભંડાર અને નોકરોથી મજબૂત મૂળિયાવાળા પુત્રો અને મિત્રોથી વિશાળ શાખાવાળું નંદવંશરૂપી મોટા ઝાડને ઉગ્રવાયુ જેવો હું ઉખેડીશ !” જ્યાં સુધી એને ઉખેડીશ નહિ ત્યાં સુધી આ ગાંઠ છોડીશ નહિં.૧ એમ બોલી માથામાં ચોટલીએ ગાંઠ ૧ “મદ્રારાક્ષસ માં” સર્વાર્થ સિદ્ધિ નામે નવકોટિ નો ધની રાજા હતો. રાક્ષસ નામે મહામંત્રી, બે રાણી, સુનંદા મોટી, બીજી ચાંડાલ (શુદ્ર) પુત્રી મુરા નામે હતી. રાજાએ રાણી સાથે ઘેર પધારેલ તપસ્વી ની પૂજા સત્કાર કર્યો. તેનાં પાદ પ્રક્ષાલનનું પાણી બંને પત્ની ઉપર છાંટ્યું. એક ઉપર નવ બિંદુના છાંટા પડ્યા. ભક્તિથી નમેલા મુરાના મસ્તકે એકજ બિંદુ પડ્યું. તેને મૌર્ય નામે પુત્ર થયો. પહેલીને નવ મોઢાવાળી માંસપેશીઓ નીકળી. રાક્ષસમંત્રીએ તેલમાં રાખી પાલન કરતા નવનંદ થયા. નવને રાજ્ય સોંપી મૌર્યને સેનાપતિ બનાવી રાજાએ ગૃહત્યાગ કર્યો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ] મારી. તારા બાપને જેમ ગમે તેમ કરજે. એમ કહી રાજપુરૂષોએ થપ્પડ મારી બહાર કાઢ્યો. નગરથી નીકળી વિચારવા લાગ્યો. હેરાનગતિનાં કારણે કોધને વશ થઈ માન રૂપી પર્વત ઉપર ચઢી અજ્ઞાનરૂપી અંધકારથી વિવેકનેત્ર અંજાઈ (છવાઈ જવાથી મેં આ ભારે પ્રતિજ્ઞા કરી; પણ હવે તો પૂરી કરીએ છૂટકો; સમર્થ માણસે પ્રતિજ્ઞા પાર પાડવી અથવા લડતા લડતા મરી જવું બહેતર છે. પણ કુળમાં જન્મેલાંએ નિકુંરમાણસોનો ત્રાસ ન સહેવો. એમ વિચારતાં તેણે પૂર્વે સાંભળેલા (પિતાએ દાંત ધસી નાંખ્યા પછી ભવિષ્યવાણીરૂપ ઉચ્ચારેલા) ગુરુવચન યાદ આવ્યા. “રાજ્યનો સંપૂર્ણ કારોબાર મારા હાથમાં રહેશે તેવો રાજા હું થઈશ.” તે મહાનુભાવનાં વચનો ક્યારેય બદલાતાં નથી. કારણ કે- ભલે મેરુ ચૂલિકા ચલિત થાય, સૂરજ પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદાને તોડે, સ્વર્ગ પણ નીચે પડે, નરક ઉપર થઈ જાય, ચંદ્ર અગ્નિવાલા ને મૂકે તો પણ વિશિષ્ટ જ્ઞાની વડે જે દેખાયું હોય તે બદલાતું નથી. તેથી કોઈક બિંબની પ્રભાવશાળી શિશુની ગષણા કરું. તે માટે પરિવ્રાજક વેશે નંદરાજાના મોરપોષક ગામમાં ગયો. અને આવકાર મળતાં ગામમુખિયાના ઘેર ગયો. ત્યાં સર્વ માણસો ઉદ્વેગ પામેલા દેખ્યા. તેઓએ ચાણક્યને પૂછયું. તમે કાંઈ જાણો છો. ચાણકયે કહ્યું હું બધું જાણું છું. લોકો કહે-તો ગામમુખિયાની પુત્રીનો ચંદ્રપીવાનો દોહલો પૂરી આપો. કારણ દોહલો પૂર્ણ ન થવાનાં કારણે બિચારીના પ્રાણ કંઠે આવી ગયા છે. તેથી કૃપા કરી મનુષ્યની ભિક્ષા આપો. ચાણક્ય વિચાર્યું ખરેખર આના ગર્ભમાં મારા મનોરથને પૂરવામાં સમર્થ મૌર્ય ને ચંદ્રગુપ્ત વિ. ૧૦ પુત્રો હતા. અસૂયાથી ભૂમિગૃહમાં મંત્રણા બહાને લઈ જઈ મૌર્યને પુત્રો સાથે હણ્યો. બચેલા ચંદ્રગુપ્તને મારવા પ્રયત્ન કરવા છતાં બચી જાય છે. દાનશાળામાં રહેલ ચંદ્રગુપ્ત મંદોને ઉખેડવા વિચારે છે, ત્યારે એક બ્રાહ્મણને જોયો. જે દંડનીતિ વિ.માં હોંશીયાર હતો. નીતિશાસ્ત્ર પ્રણેતા ચણકનો પુત્ર હોવાથી ચાણક્ય તરીકે પ્રખ્યાત થયો. (નામ તો વિષ્ણુગુપ્ત હતું.) તેણે ચંદ્રગુમ ઉપર પ્રેમ જાગ્યો. ચંદ્રગુપ્ત નંદ દ્વારા થયેલી પોતાની હેરાનગતિ કહી. ચાણક્ય “નંદરાજ્ય તને અપાવીશ” એમ પ્રતિજ્ઞા કરી. ભૂખ્યો ચાણક્ય નંદોના ભોજન ગૃહમાં પેઠો અને અગ્રઆસને બેઠો. નાનો છોકરો જાણી ત્યાંથી નંદોએ ઉઠાવ્યો, બધા નંદ ધિક્કારવા લાગ્યા. તે ગુસ્સે થયો. ભોજનશાળામાં જ ચોટી બાંધી નંદનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. ચંદ્રગુપ્ત પણ તેની સાથે ચાલ્યો. Page #142 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ઉત્તમ આત્મા હોવો જોઈએ. આથી ચાણક્ય કહ્યું હું આના દોહલાને પુરું પણ એક શરત આ ગર્ભ (પુત્ર) મને આપો. સગાઓએ પણ આ સ્ત્રી જીવતી હશે તો બીજા ઘણાં સંતાન થશે. એમ વિચારી તેની વાત માન્ય રાખી. ચાણકયે વચ્ચે સાક્ષી તરીકે માણસોને રાખ્યા. પછી દોહલો પૂરવા વસ્ત્રનો મંડપ બનાવ્યો. પૂર્ણિમાની રાત્રિમાં આકાશમધ્યે ચંદ્ર આવ્યો ત્યારે પટ (વસ્ત્ર) ઉપર છેદ પાડ્યું અને નીચે સર્વરસયુક્ત ખીર દ્રવ્યથી ભરેલ થાળ રાખ્યો. કહ્યું કે હે પુત્રી! તારી ખાતર મેં મંત્રથી ખેંચી આ ચંદ્ર લાવ્યો છે. તેથી હું તેને પી તે પણ હર્ષપૂર્વક ચંદ્ર છે, એમ માનતી જેટલું જેટલું પીએ તેટલુ ઉપર રહેલો પુરુષ વસ્ત્રનાં છિદ્રને ઢાંકે છે. જ્યારે અડધી ખીર પીધી ત્યારે ગર્ભ પરિપૂર્ણ લક્ષણવાળો થશે કે કેમ ? તેની પરીક્ષા કરવા (તે સંશયને દૂર કરવા) ચાણકયે કહ્યું. બેટી આટલી રહેવા દે, બીજા લોકોને આપી દઈએ. પણ તે સ્ત્રીની ઈચ્છા ન હોવાથી કહ્યું કે, બેટી તું પી, લોકો માટે બીજો લાવીશ ! એ પ્રમાણે દોહલો પુરો કરાવીને દ્રવ્ય-ધન મેળવવા ધાતુવિવર (ખાણ) માં ગયો. ત્યાં અનેક જાતનાં ધાતુવાદનાં પ્રયોગ કરી ઘણું ધન પ્રાપ્ત કર્યું થોડા સમય પછી તે ગર્ભની હકીકત જાણવા ત્યાં આવ્યો. ત્યારે ગામ પાદરે સર્વ લક્ષણવાળો બાલક રાજનીતિ રમતાં જોયો. અને વળી ધૂળમાં દોરેલાં ઘણાં દેશ નગર ગ્રામોની મધ્યે ખાઈ ઝરોખાં, કિલ્લા અને ભવનોથી રચેલાં નગરમાં ધૂળનાં સિંહાસન ઉપર બેઠેલો મંત્રી, સામંત, નગર આરક્ષક, બલવાન, દ્વારપાલ, પુરોહિત, સુભટોનો સમૂહ, ભાંડાગારિક-કોશાધ્યક્ષ, રાજાથી સન્માનિત મારવાડી કોટવાલ, સેનાપતિ, પટાવાળો, ઈત્યાદિથી પરિવરેલો; તેઓને ગામ, આકર, ખાણ દેશ વિ. આપતો; સાર્થવાહ, મહાજન, શેઠ તથા પ્રજાથી વિનવણી કરાતો શ્રેષ્ઠ રાજનીતિ યુક્ત તેને દેખીને ચાણક્ય ઘણો જ સંતુષ્ટ થયો. અને સામે આવીને પરીક્ષા નિમિત્તે એ પ્રમાણે બોલતો પ્રાર્થના કરવા લાગ્યો. તે રાજન્ ! મારા ઉપર મહેરબાની કરીને મને પણ કાંઈક આપો. હે બ્રાહ્મણ! તમને ગોકળું આપ્યા જઈને ગ્રહણ કર. હે રાજન્ ! ગોકળ લેવાં જતાં મને માર પડશે તો. તેણે કહ્યું “વીર ભોગા વસુંધરા” તેનાથી ચાણક્યને ખબર પડી એમાં વિજ્ઞાન અને શૌર્ય પણ છે. તેથી મારાં મનોરથ પૂરવા માટે આ યોગ્ય છે તેથી એક છોકરાને પૂછ્યું આ કોનો છોકરો છે ? આનું નામ શું છે ? પેલા છોકરાએ કહ્યું મુખિયાની પુત્રીનો પુત્ર છે. પરિવ્રાજકને સોંપાયેલો છે. આનું નામ ચંદ્રગુપ્ત છે. જ્યારે ચાણક્ય ચન્દ્રગુપ્ત ને કહ્યું પોતેજ તે પરિવ્રાજક છે. તેથી હે પુત્ર ! તું મારી સાથે આવ, તને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સાચો રાજા બનાવું, ત્યારે આર્ય જે આજ્ઞા કરે તે મને પ્રમાણ છે.” એમ બોલતો ચન્દ્રગુપ્ત તેની પાછળ ગયો. બાળકોને તે વૃત્તાંત કહી ચન્દ્રગુપ્તને લઈ નીકળી ગયો. ચાર પ્રકારનાં અંગવાળું સૈન્ય ભેગું કરી ચન્દ્રગુપ્ત ને રાજા બનાવ્યો અને પોતે મંત્રી પદે રહ્યો. એવી રીતે મોટી સામગ્રી ભેગી કરી પાટલીપુત્રમાં ગયો. તેને ઘેરો ઘાલ્યો. તેવું જાણી નંદરાજા સર્વ સામગ્રી સાથે સામે આવ્યો. અને યુદ્ધ થયું. તેમાં વાગતાં વાજિંત્રનો નાદ થઈ રહ્યો છે. ફેંકાઈ રહેલ બાણોથી ભીષણ બનેલ છે. ત્યાં ભાટચારણો બિરુદાવલી બોલી રહ્યા છે. બાણો આવી રહ્યા છે, સ્વપક્ષનાં નામગોત્રની ઘોષણા થઈ રહી છે, તીણ ભાલાઓ ભંગાઈ રહ્યા છે. તલવારના ઘા પડી રહ્યા છે. તીણ તીર ફેંકાઈ રહ્યા છે. રાજચિહ્નો છેદાઈ રહ્યા છે, કવચ તુટી રહ્યા છે. છત્ર ભોંય પડી રહ્યા છે. ઘણાં માણસો મૃત્યુને પામી રહ્યા છે, આવું યુદ્ધ થતાં નંદરાજાના લડવૈયાઓએ ચંદ્રગુપ્તના સૈન્યને ભાંગી નાંખ્યું. અને તેઓ પવનથી વાદળાઓ નાશ પામી જાય તેમ ભય વિઠ્ઠલ બનેલાં ચારેકોર ભાગી ગયાં. આવું સ્વરૂપ જોઈ ચંદ્રગુપ્ત અને ચાણક્ય ઘોડે ચઢી એક દિશામાં પલાયન થઈ ગયાં. ઘોડેસવારોએ તેમનો પીછો કર્યો. કોઈ ઓળખી ન જાય માટે ઘોડા મુકી દોડતા દોડતા તળાવની પાળી ઉપર ચડીને દેખ્યું તો એક ઘોડેસવાર તેમની તરફ આવી રહ્યો હતો. તે દેખી વસ્ત્ર ધોતા ધોબીને ચાણકયે કહ્યું કે અરે રે ! જલ્દી ભાગ ચાણક્ય અને ચન્દ્રગુણે પાટલિપુત્રનો નાશ કર્યો, અને નંદના માણસોએ ગોતી ગોતીને પકડે છે. તે સાંભળી ધોબી ભાગ્યો. ચંદ્રગુપ્તને કમલસમૂહમાં છુપાવી દીધો. અને પોતે ધોબીના ઠેકાણે બેસી વસ્ત્ર ધોવા લાગ્યો. જ્યારે ઘોડેસવારે પૂછ્યું કે “ચાણક્ય અને ચન્દ્રગુપ્ત ને જોયા ? તેણે કહ્યું ચાણક્યની તો મને ખબર નથી. પરંતુ ચન્દ્રગુપ્ત તો કમલસમૂહમાં છુપાયો છે. તેણે પણ દેખ્યો. જ્યારે પેલાએ ઘોડો ચાણકયને આપ્યો. ચાણકયે કહ્યું મને તો આનાથી ડર લાગે છે. (આ વાક્ય પણ તેને કોઈ પીછાણી ન જાય તે માટેનું અમોઘ સાધન હતું.) ત્યારે વૃો ઘોડો બાંધી તલવાર એકબાજુમાં મુકી જેટલામાં પાણી માં ઉતરવા વાંકો વળેલો તે સિપાઈ શસ્ત્ર મુકે છે. તેટલામાં તલવાર ઉપાડી ચાણક્ય તેને કાપી નાંખ્યો. અને ચન્દ્રગુપ્તને બોલાવી ઘોડે ચઢીને નાઠા. પણ કોઈ જાણી જશે તો” આવા ભયના કારણે ઘોડો મુકી દીધો. ચાલતા ચાલતા ચાણકયે ચંદ્રગુપ્તને પૂછયું, મેં જ્યારે તને બચાવ્યો ત્યારે તેં શું વિચાર કર્યો હતો ? ચન્દ્રગુણે કહ્યું એ Page #144 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રમાણે જ મને રાજ્ય મળશે. આર્ય જ યોગાયોગ્ય જાણે છે ગુરુ વચનમાં વિચાર કરવાનો ન હોય. કહ્યું છે કે આચાર્ય મહારાજે એકમુનિને ઉપાશ્રયમાં નીકળેલ ઝેરી સાપ બતાવી કહ્યું કે આ પ્રકારનાં ઝેરી સાપ આંગળીથી માપ અથવા એના મોઢામાં દાંત કેટલા છે ? તે ગણ. ત્યારે શિષ્ય તહત્તિ કહી સાપ પાસે ગયો. સાપ કરડ્યો. આચાર્ય કહે હવે પાછો આવતો રહે. તારાં શરીરમાં રોગ નિવારણ માટે સર્પદંશ જરૂરી છે. માટે આજ્ઞા કરી હતી. ગમે તેવી આજ્ઞા ગુરુમહારાજ કરે પણ શિષ્ય વિચાર ન કરે, અમલ કરે. કારણનાં જાણકાર આચાયોં ક્યારેક કાગડો સફેદ હોય છે. એમ કહે તો તે વચનને તે સ્વરૂપે શ્રદ્ધા કરવી જોઈએ. કે આમ કહેવામાં કોઈ કારણ હોવું જોઈએ. બોલાતા ગુરુવચનને જે વિશુદ્ધ મનવાળો ભાવથી સ્વીકારે છે તે તેને પીવાતી દવાની જેમ સુખ માટે થાય છે. તેથી ચાણકયે જાણ્યું કે આ યોગ્ય છે. આને મારા વિશે ક્યારે પણ ગેરસમજ થશે નહિં. આગળ જતાં ચંદ્રગુપ્તને ભૂખ લાગી ત્યારે વનમાં મૂકી ભોજન લેવા જતાં રસ્તામાં સર્વ અંગે ભૂષિત મોટા પેટવાળો બ્રાહ્મણ આવતાં દેખાયો. ચાણક્ય તેને પૂછયું કેમ કોના ઘેર ભોજન છે? તેણે કહ્યું એક યજમાન ના ઘેર સારુંટાણું છે. જ્યાં બ્રાહ્મણોને ઈચ્છા પ્રમાણે ભોજન અપાય છે. વળી શત્રુ મિત્રનો ભેદભાવ રાખ્યા વિના વિવિધતૂર-ભાત દહિનો કરંબો અપાય છે. તેથી તુ પણ ત્યાંજા તે દાતા અતિભક્તિવાળો છે. તેમાં વળી બ્રાહ્મણોની વિશેષ ભક્તિ કરે છે. એથી તું જા હું પણ અત્યારે જ ત્યાંથી જમીને આવું છું. ગામમાં જતાં કોઈ ઓળખી જશે તો તેથી એણે હમણાંજ ભોજન કર્યું છે. એટલે ખરાબ નહિં થયું હોય એમ વિચારી તેનું જ પેટ ફાડી પાત્રવિશેષને કરંબાથી ભરી-પડિઓ ભરીને ચંદ્રગુપ્ત પાસે ગયો. તેને જમાડી આગળ ચાલ્યા. રાત્રે એક ગામમાં પહોંચ્યા, ત્યારે ત્યાં ભિક્ષા માટે ભમતા ભમતા મુખ્ય ભરવાડણના ઘેર ગયા. તે અરસામાં તેણીએ છોકરાઓને તરત ઉતારેલી રાબ થાળીમાં પીરસી. પણ ગરમ હોવાથી હાથ દાઝી જશે એવું નહિં જાણતાં એક છોકરાએ થાળીની વચ્ચે હાથ નાંખ્યો. અને દાઝયો તેથી રડવા લાગ્યો. ત્યારે ભરવાડણ બોલી રે પાપિષ્ટ ! બુદ્ધ ! તું પાગ ચાણક્યની જેમ ઉતાવળીઓ છે/અજ્ઞાની છે. ત્યારે સ્વનામ સાંભળી શું આ મારી વાત તો કરતી નથીને એવી શંકા જાગી; શંકાશીલ બનેલાં ચાણકયે તેણીને પૂછયું ઓ મા ! આ ચાણક્ય કોણ છે? જેની તું ઉપમા આપે છે. તે બોલી હે બેટા ! બુદ્ધિશાળી કોઈ ચાણક્ય Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. જેણે ચન્દ્રગુપ્ત ને રાજા બનાવ્યો અને સૈન્ય લઈ પાટલીપુત્રને ઘેર્યું. ત્યારે નંદ સાથે યુદ્ધ થતાં ચન્દ્રગુમ સાથે ભાગ્યો. તેથી તે મૂર્ણ છે. કારણ કે આટલું પણ જાણતો નથી કે પહેલાં આજુબાજુના પ્રદેશને ગ્રહણ કરવા જોઈએ. આસ પાસ નો પ્રદેશ ગ્રહણ થતાં નગર ગ્રહણ થઈ જ જાય છે. આ મારો પુત્ર પણ તેનાં જેવો જ છે. બાજુની રાબ લેવાને બદલે વચ્ચે હાથ નાંખે છે. બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું જોઈએ. “બાલાદ અપિ હિત વાક્ય ગ્રાહ્ય' એવું નીતિ વાક્ય ને યાદ કરી ચાણકયે તેણીનાં વચન સ્વીકાર્યા. હિમવંત ફૂટ નામના ગિરિએ જઈ ત્યાંના રાજા પર્વત સાથે પ્રીતિ બાંધી (દોસ્તી કરી) અને કહ્યું આપણે પાટલિપુત્ર નગરને જપ્ત કરીએ. અને અડધુ અડધુ વહેંચી લઈએ. રાજાએ પણ સંમતિ આપી. ત્યારે મોટી સામગ્રીથી અન્ય દેશોને જીતતાં જીતતાં એક નગરને ઘેર્યું. ઘણો પ્રયત્ન કરવા છતાં નિશાનમાત્ર પણ લાગતું નથી. એટલે તે ગઢને કોઈ જાતની અસર થતી નથી. ત્યારે ચાણક્ય પરિવ્રાજકના વેશે નગરની વાસ્તુકલા જોવા નગરમાં ગયો. ત્યાં શુભમુહુર્તો પ્રતિષ્ઠિત ઈન્દ્રકુમારિકાઓ દેખી નિર્ણય કર્યો કે આના પ્રભાવથી નગર પડતું નથી. લોકો પણ સ્વાધીન થઈ નગર રોધનું કારણ પુછવા લાગ્યા. ત્યારે માયા, પ્રપંચમાં નિપુણ ચાણક્ય કહ્યું, અરે લોકો ! તમે એવાં મુહુર્તમાં ઈદ્રકમારિકાઓ સ્થાપના કરી છે જેના લીધે શત્રુ સૈન્યનો ઘેરો દૂર થતો નથી. લક્ષણબલ થી મેં જોયું છે કે આને દૂર કરતાં ઘેરો દૂર થશે. એ એની સાબિતી છે. જ્યારે કુમારિકાઓને દૂર કરે છે ત્યારે પૂર્વસંકેત પ્રમાણે સૈન્યને થોડું દૂર મોકલી દીધું. એમ ખાત્રી થતાં લોકોએ મૂળથી તેને ઉખેડી નાંખી. એ પ્રમાણે નગરને ભાંગી પાટલિપુત્ર ગયા. વચ્ચેથી કોઈ નીકળી ન જાય એવો ઘેરો લગાડીને રહ્યા. નંદ રાજા રોજ રોજ મોટા પ્રમાણમાં યુદ્ધ કરે છે. એમ નંદ રાજા યુદ્ધ કરતાં ક્ષીણ થયો ત્યારે ધર્મઢાર (ભાગી ન છૂટવાની અનુજ્ઞા) માંગ્યું. તેઓએ આપ્યું અને કહ્યું કે એક રથ વડે જેટલું લઈ શકો તેટલું લઈ જાઓ. ત્યારે નંદરાજા વિચારવા લાગ્યો. આ રાજ્ય લક્ષ્મીને ધિક્કાર હો ! જે લાંબી દૃષ્ટિવાળી નથી. મુહુર્ત માત્ર મનોહર દુર્જનસ્વભાવવાળી એક સાથે એકાએક જુના સ્વામીને ત્યજીને અન્યની બની જાય છે. ક્ષણ માત્ર રમણીય બની અચાનક કારણ વિના દુષ્ટ સ્ત્રીની જેમ શીઘ આ બધું લુંટી લે છે. અરે રે કેવી કટકારી આ રાજ્યલક્ષ્મી ! નંદરાજા, બે રાણી, એક પુત્રી અને ઉત્તમરત્નોને રથમાં મૂકી નીકળ્યો ત્યારે તે રાજકન્યા ચંદ્રગુપ્તને જોવા લાગી. ત્યારે બંદે કહ્યું અને પાપિણી ! Page #146 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૩૫ જેણે મારું સર્વરાજ્ય લઈ લીધું તેણે આ રીતે સ્નેહથી તું જુએ છે. તો તું જા એમ કહી રથથી ઉતારી મુકી. ચન્દ્રગુપ્તના રથમાં ચડતા રથનાં આરા ભંગાણા. આ તો અપશુકન થયું એમ માની કન્યાને ચંદ્રગુમે ના પાડી. ત્યારે ચાણક્ય કહ્યું આને ના ન પાડ, નવપેઢી સુધી તારું રાજ્ય થશે. આ તો મહાશુકન છે. તેથી પોતાનાં રથમાં ચઢાવી. નગરમાં જઈ બધું સરખે ભાગે હેંચ્યું પણ કન્યા એક હતી. અને બન્નેનો તેનાં ઉપર રાગ હતો. ત્યારે ચાણક્ય વિચાર્યું કે “શત્રુ કન્યા સારી નહિ.” એમ ચંદ્રગુપ્તને કહ્યું “આ પર્વત તારો મોટો ભાઈ છે એથી આ કન્યા ભલે એની થાય' એમ ચંદ્રગુપ્તને નિવાય. પર્વતરાજા સાથે કન્યાના લગ્ન લેવાં સારુ સર્વ સામગ્રીની તૈયારી થવાં લાગી અને ત્યાં તો વરવેદિકા ચણાઈ, અગ્નિકુંડની સ્થાપના થઈ, મંગલ વાજિંત્રના નાદ થી આકાશ ભરાઈ ગયું. ઘી, મધથી સિંચાયેલો અગ્નિ વિષમ જવાલા સાથે બળવા લાગ્યો. જ્યોતિષીઓએ (ગોરમહારાજાઓએ) બલિ બાકળાની અંજલિ નાંખી. તાડપત્ર સરખા કાલા ધૂમથી આકાશે અંધારું છવાઈ ગયું. દિવ્યભંગીથી ગણિત સુવિશુદ્ધ મુહૂર્ત હોવા છતાં તે પળે નીચેનો મંગળગ્રહ ચંદ્રબિમ્બમાં સંક્રાંત થયો. અને એ વખતે રાજાએ કન્યાનો હાથ ગ્રહણ કર્યો, પણ હાથનો અગ્રભાગ વિષભાવિત હોવાથી ઘોરવિષ રાજામાં શીધ્ર સંક્રાન્ત થયું. વિવેગથી પીડાતો રાજા હે ભાઈ ! હે ભ્રાતૃવત્સલ ! ચંદ્રગમ હું મરી રહ્યો છું. ત્યારે વિષવેગ છે એમ જાણી તેને રોકવા જેટલામાં ચંદ્રગુપ્ત રાજપુરુષોને આજ્ઞા કરે છે ત્યાં તો “અર્ધરાજ્યને લેનાર મિત્ર ને જે હાગતો નથી તે હાગાઈ જાય છે.” એવું નીતિ વચન સ્મરણ કરતાં દુષ્ટ ચિત્તવાળા ચાણકયે ભવાં ચઢાવ્યાં. તેનાથી ચાણક્યનાં ભાવ જાણી ચંદ્રગુપ્ત રાજા નિષ્ક્રિય જ બેઠો રહ્યો. અને વેદનાથી વ્યાકુલ પર્વત રાજા મરણને શરણ થયો. ત્યારે બંને રાજ્યોમાં ચન્દ્રગુપ્ત રાજા થયો. આ બાજુ નંદરાજનાં પુરુષો ચોરી કરવા લાગ્યાં. ચોર ને પકડવા વેષ બદલી ચાણક્ય ભિક્ષા માટે ફરે છે. ત્યારે નલદામ વણકરને વસ્ત્ર વણતો જોયો. રમી રહેલાં તેનાં છોકરાને મંકોડાએ ચટકો ભર્યો. તેણે રડતાં રડતાં બાપને વાત કરી. તેથી કોધે ભરાયેલાં નલદામે દર ખોદી અંગારા નાંખી સર્વ મંકોડાની રાખ કરી દીધી. આ માણસ નગરનાં રક્ષક તરીકે ઠીક છે. એમ ચાણક્યના મનમાં લાગ્યું. રાજમહેલમાં જઈ બોલાવીને તેને તલારક્ષક પદે સ્થાપ્યો. તેણે સર્વ ચોરોને બોલાવી વિશ્વાસ પમાડીને કહ્યું કે આ તો આપણું રાજ્ય છે. ઈચ્છા મુજબ લહેર કરો. બીજા દિવસે બધા ચોરોને સપરિવાર ભોજન માટે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નિમંત્રણ આપ્યું. અને જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે દ્વાર બંધ કરી આગ લગાડી સર્વનો નાશ કર્યો. એમ નગર નિરુપદ્રવી થયે છતે હવે મારાથી અધિક કોણ છે એમ વિચારતાં પૂર્વે કાપેટિક થઈને ફરતો હતો ત્યારે એક ગામમાં ભિક્ષા ન મળી હતી તે યાદ આવ્યું તેથી મનમાં કોધ ભરાયો. અને ગામડીયા માણસોને આદેશ કયોં કે તમારા ગામમાં આંબા અને વાંસ છે. આંબા કાપી વાંસની ચારે તરફ વાડ બનાવો. ત્યારે પરમાર્થથી અજ્ઞાન ગામડીયાઓએ ‘આંબાનું રક્ષણ કરવું આવો રાજ આદેશ હોવો જોઈએ. આવું વિચારી વાંસોને છેદી આંબાની ચારે કોર વાડ કરી. ‘તમે તો રાજઆજ્ઞાથી વિરુદ્ધ કામ કર્યું.’ એવાં ગુનાનો આરોપ લગાડી સપરિવાર તેમજ પશુ વિ. સર્વને દ્વાર બંધ કરી આખું ગામ બાળી નાંખ્યું. એક વખત (દ્રવ્ય) કોશનું નિરૂપણ કરતાં સર્વ ભંડાર શુન્ય દેખ્યાં; કોશ ને પૂરવાં કૂટ પાસાઓ બનાવ્યાં. સોનામહોરથી ભરેલાં સુવર્ણ થાળ અને તે પાસાઓ પોતાનાં માણસને આપ્યા. અને નગરમાં ફરતો પુરુષ કહેવા લાગ્યો જે મને જીતે તે આ થાળ લઈ જાય. અને હું જીતું તો એક સોનામહોર આપવી. થાળના લોભે ઘણાં લોકો રમે છે. પણ પુરુષની ઈચ્છા પ્રમાણે પાસાં પડતાં હોવાનાં કારણે કોઈ જીતતું નથી. ચાણકયે વિચાર્યું આ રીતે ધન ભેગું કરવામાં લાંબો સમય લાગી જશે માટે બીજો કોઈ વિચાર કરું. શું ઉપાય કરું ? હા હા યાદ આવ્યું સર્વ શ્રીમંત કૌટુમ્બિકોને (મદિરા) પીવડાવું. તેથી તેઓ પોતાની સાચી પરિસ્થિતિ જણાવશે. કારણ કે - કોધે ભરાયેલો, આતુર, વ્યસનને પ્રાપ્ત થયેલો, રાગને વશ થયેલો, મત્ત અને મરતો માણસ આ બધા સ્વભાવિક પરિસ્થિતિને પ્રગટ કરનારાં હોય છે. એમ વિચારી કૌટુમ્બિકોને નિમંત્રીને મદિરા પાઈ. પણ પોતે ન પીધી. જ્યારે બધાં દારૂના નશામાં પરાધીન થયાં ત્યારે તેમનાં ભાવની પરીક્ષા કરવા પહેલાં પોતે બોલ્યો. - મારે ગેરુના રંગેલા બે વસ્ત્રો છે, સોનાનું કમંડલ છે. અને ત્રિદંડ છે. તેમજ રાજા મારે વશ છે. આવી ઋદ્ધિ હોવાથી મારા નામે ઢોળ વગાડ. (૧૬૦) | તેની ઋદ્ધિને નહિં સહન કરનાર એક બોલ્યો કે હાથીનું મદોન્મત્ત બચ્ચે હજાર યોજન ચાલે તેનાં પગલે પગલે લાખ લાખ Page #148 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સોનામહોર મુકું આવી મારી ઋદ્ધિ છે.” તેથી મારા નામે ઝાલર (ઢોળ) વગાડો. (૧૬૧) ત્યારે બીજો કહેવા લાગ્યો એક આઢક = (૪ શેર) તલ વાવવાથી તે સારી રીતે પાકીને (ઘણાં સેંકડો પ્રમાણ) તેનાં જેટલાં તલ ઉતરે તેટલા લાખ ટાંક = (સિક્કાઓ) મારી પાસે છે તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૨) અન્ય બોલ્યો- નૂતન વર્ષાકાળમાં પૂર્ણ ભરેલી શીઘ્રગતિવાળી, ગિરિનદીને એક દિવસે તૈયાર થતાં માખણથી પાળ બાંધી હું રોકી શકું છું. આટલી બધી મારી પાસે ગાયો છે. માટે મારા નામે મંજીરા વગાડો (૧૬૨) બીજો બોલ્યો - જાતિવંત ઘોડાના તે દિવસે જન્મેલાં કિશોર (વછેરા) નાં વાળથી આકાશતળ ઢાંકી દઉં, એટલા બધા મારી પાસે ઘોડા છે. તેથી મારા નામે ઢોળ વગાડો. (૧૬૪) બીજો બોલ્યો - મારી પાસે બે જાતની શાલિ છે; પ્રસૂતિકા અને ગર્દભકા નામનાં બે રત્નો રૂપે પ્રસિદ્ધ છે. એને જેમજેમ છેદવામાં આવે તેમ તેમ પુનઃ ઉગે છે. માટે મારા નામે ઢોળ વગાડ. (૧૬૫). બીજો બોલ્યો - મારી પાસે પુષ્કળ ધન રોકડું છે. તેથી હું સદા ચંદનની સુગંધથી વાસિત રહું છું. મારે કોઈ દિવસ પરદેશ જવું પડતું નથી. હું કોઈ પણ વખત = ક્યારેય દેવું કરતો નથી, અને મારી પત્ની સદા મારે આધીન છે, તેથી મારા નામે ઢોળ વગાડ. (૧૬૬) એ પ્રમાણે તેમની સમૃદ્ધિ જાણી દ્રવ્યના સ્વામી પાસે યથેચ્છિત દ્રવ્યને, ગોધન સ્વામી પાસે એક દિવસનું માખણ, અશ્વપતિ પાસે એક દિવસે જન્મેલાં ઘોડા, ધાન્યના સ્વામી પાસે શ્રેષ્ઠ ચોખા માંગ્યા. એ પ્રમાણે ભાંડાગાર અને કોષ્ટાચાર ને ભર્યા; સ્વસ્થચિત્તે રાજ્યને પાળવા લાગ્યો. એક વખત મહાભંયકર બાર વરસનો દુષ્કાળ પડ્યો ભુખ થી સુકાયેલા મૃતકલેવરો થી ધરતી છવાઈ જીવતાં માણસોને ચાલવાનું મુશ્કેલ થઈ ગયું. માણસો જ માણસોને ખાય છે. એવું જાણી ભયથી કંપતા લોકોએ ગામથી પરગામ જવાનું બંધ કરી દીધું. પરિવારવાળી સ્ત્રી ભોજન માંગતા પોતાના છોકરાને છોડી જીવવાની ઝંખનાથી અન્ય દેશમાં જાય છે. કોઈ વળી સ્વજીવનમાં લુબ્ધ બનીને કુલ શીલને મુકી અતિરૌદ્ર પરિણામવાળી પોતાનાં સંતાનને જ મારીને ખાવા લાગી. કોઈક સાત્વિક સ્ત્રી પોતાનાં મરેલાં બાલકનાં મોઢામાં અતિ સ્નેહ અને મોહવશ થી આહાર નાંખે છે. કોઈ સ્ત્રી રડતા બાળકને ભોજન Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ માંગતા કોધે ભરાઈ ભુખથી ઉદ્વેગ પામેલી ઘા કરીને હણે છે. ભર્તા ભાર્યા ને મુકી જાય છે. અને પત્ની પોતાનાં ભરથાર ને મુકી જવા લાગી. ભિક્ષાચરોને કશું પ્રાપ્ત થતું નથી. ઘેર ઘેર ભમતાં સાધુ અને ગૃહસ્થોનું છુપાયેલ અન્ન ચોરો હરી જાય છે. - બીજું શું કહીયે. દારુણ દુર્ભિક્ષના કારણે પાટલિપુત્રમાં સર્વ અસ્તવ્યસ્ત થઈ ગયુ. આવાં અનાગત દુષ્કાળને જ્ઞાનથી જાણી ત્યાં વિહાર કરતાં પધારેલા જંઘાબલક્ષીણ થવાનાં કારણે ત્યાંજ વર્ષાકાલ રહેવાની ઈચ્છાવાળા શ્રી વિજયસૂરિએ અન્ય આચાર્યને પોતાનાં પદે સ્થાપ્યાં. અને એકાંતમાં વિશેષ ઉપદેશ આપ્યો. બાલ અને વૃદ્ધ સાધુઓની ભરપૂર ગચ્છને તેમની સાથે અન્ય સુભિક્ષ દેશમાં મોકલ્યો. પણ બે બાલ સાધુઓ આચાર્યના સ્નેહથી પાછા વળ્યા. વાંદીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુએ કહ્યું તમે સારું ન કર્યું. અહિં માતા પુત્રના સંબંધને નહિં ગમે તેવો ભારે દુષ્કાળ પડવાનો છે. માટે પાછા જતાં રહો. તેઓએ કહ્યું તમારાં ચરણ કમલની સેવા કરતાં જે થવું હોય તે થાય પણ અમો આપને નહિં છોડીએ. તેથી સૂરિએ ત્યાં રાખ્યા. પૂર્વોક્ત વર્ણિત દર્ભિક્ષ થયો. જે કાંઈ મનોજ્ઞ ભોજન સુરિજીને પ્રાપ્ત થાય છે તે ભોજન બાલ સાધુઓને આપે છે. ત્યારે બાલસાધુઓએ વિચાર્યું આ સારું નથી. કારણ ગુરુ ક્ષય પામતાં અમારી શી ગતિ થશે. જેણે આધારે કુલ હોય તે પુરુષનું રક્ષણ કરવું જોઈએ. નાભિભાગ નાશ થયે આરા નિરાધાર થઈ જાય છે. મદ ઝરી ગયું હોય, જરાથી શરીર જર્જરીત થયું હોય; દંત મુશલ ડગમગ થતા હોય તેવાં વૃધ્ધ હસ્તપતિને ધારે છે; તે યુથ સનાથ રહે છે. બન્ને બાલ મુનિઓએ પરસ્પર વિચાર્યું કે નવીન આચાર્યને અપાતો અંજન પ્રયોગ ભતના ઓઠે રહેલાં આપણે સાંભળ્યો છે. તે પ્રયોગ કરીએ અને એ પ્રમાણે અંદરોઅંદર નક્કી કરી; સાંભળવા પ્રમાણે કરતાં તે પ્રયોગ સિદ્ધ થઈ ગયો. અને તે અંજનયોગથી અદશ્ય થઈ ચંદ્રગુમ ના ભોજન મંડપમાં બન્ને ગયાં. રાજાના બન્ને પડખે બેઠા. રાજાના ભોજનને જમી રોજ બન્ને પાછા ફરે છે. પ્રમાણોયેત ભોજન થતાં વૈદ્યો અજીર્ણના ભયથી રાજાને વધારે જમવા દેતા નથી. પણ એકના ભોજનમાં ત્રણ ત્રણ જમવાથી રાજા ઘણો દુર્બલ થઈ ગયો. તે દેખી ચાણક્ય કહ્યું શું ? તમારે પણ દુષ્કાળ છે. જેથી દુર્બલા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ થઈ ગયા છો. ચન્દ્રગુણે કહ્યું વાત તો સાચી છે. પણ તે આર્ય ! હું કારણ જાણતો નથી. પણ હું ભોજનથી તૃમ થતો નથી. ત્યારે ચાણક્ય વિચાર્યું નક્કી કોઈ વચ્ચે સિદ્ધપુરમાં આવી આના આહારને ગ્રહણ કરતો લાગે છે. બીજા દિવસે ઈંટનો ભુક્કો ભોજન મંડપમાં ચારે કોર નાંખ્યો. તેમાં બાલવયવાળા બે જણનાં પગલાં પડતા દેખાયા. તેનાથી ખબર પડી કે નાની વયવાળા બે સિદ્ધ પુરુષો અહીં આવતાં લાગે છે. બીજા દિવસે દ્વાર બંધ કરી ધુમાડો કર્યો તેનાથી તેમનું અંજન ગળી ગયું. એથી રાજાના બન્ને પડખે બેઠેલા ક્ષુલ્લક સાધુ દેખાયા. એમને મને એંઠ ખવડાવી અપવિત્ર કર્યો. એથી તેમના ઉપર વૈમનસ્ય (મન દુઃખ) થયું. ચંદ્રગુપ્તનું દુષ્ટમન દેખી ચાણકયે કહ્યું તમે દુભાઓ છો કેમ ? તમે બાલસાધુ સાથે ભોજન કર્યું એથી આજે ખરેખર તમે શુદ્ધ બન્યા છો. સાધુઓ સાથે એક જ થાળીમાં જમવાનું વળી કોને મળે ? તેથી તમે જ કૃતાર્થ છો. તમારો જન્મ સફળ છે તમેજ ધન્ય પુણ્યશાળી પરમપવિત્ર છો અને તમને પ્રાપ્ત સામગ્રી પ્રશંસા લાયક બની છે. જે સામગ્રીને તમે તે બાલમુનિ સાથે જમ્યા. આ જીવલોકમાં એઓ કૃતાર્થ છે. કે જેઓ ભોગોને છોડી બાલપણામાં દીક્ષા અંગીકાર કરે કારણ કે જિનેન્દ્ર ધર્મમાં કહ્યું છે કે બાલ મુનિઓને ધન્ય છે. જેઓએ બાલપણામાં ચારિત્ર સ્વીકાર્યું છે. અરે ! ઘાસ અને પારો સોનામાં ભેદભાવ વગરનાં; તેઓએ પ્રિય વિયોગ ક્યારે જોયો નથી (કારણ તેમને પ્રિય અપ્રિય કશું છે જ નહિં) એમ ચંદ્રગુપ્તને અનુશાસન કરી બાલસાધુઓને વિસર્જિત કર્યા. ચાણક્ય પોતે આચાર્ય પાસે જઈને કહ્યું કે આપનાં શિષ્યો જો આ પ્રમાણે કરશે તો બીજે ક્યાં સારું જોવા મળશે ? તેથી તમે એમને આવું કરતાં રોકો. ત્યારે સૂરિએ ચાણક્યને કહ્યું હે ભદ્ર! શું તું શ્રાવક થઈને આત્માને વગોવે છે ? શું આ પ્રમાદથી સંસાર તરી જઈશ ? જેથી આ દુષ્કાળમાં બે સાધુને પણ નિભાવી શકતો નથી. એટલા માટે જ તો સર્વ સાધુઓને મેં અન્ય ઠેકાણે મોકલ્યા છે પણ આ તો પાછા ફરી ગયા. તો આવા પ્રકારનાં પાપારંભનું અન્ય શું ફળ તને થશે ? કહ્યું છે કે જેનું યથોચિત દાન યતના (યત્ન) થી યતિઓ ગ્રહણ કરતા નથી તે શું ગૃહસ્થ છે ? તેનું તો ઘરવાસમાં રહેવું નકામું છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દાનાદિ રૂપ જ્યાં સાધુ સેવા નથી થતી ત્યાં “ત્યાં તળાવમાં પાણી (પશુઓ માટે) તૃણ અને અણુ જેટલું અન્ન પણ ઉપર (માલીયામાં સંગ્રહ સ્થાને) અડતું નથી. વાદળ (કદાચ દેખા દે તો) ભૂલા પડેલા જાણવા. પરન્તુ પાણીનું બિંદુ વરસાવે નહિ. આ સાંભળી ચાણક્ય શરમાયો... હે ભગવન્! અનુશાસનને ઈચ્છું છું. આપે ડૂબતાં એવા મને સંસાર સમુદ્રમાંથી પ્રેરણારૂપી શ્રેષ્ઠ માનદ્વારા બહાર કાઢ્યો છે. પ્રાસુક એષણીય અમારા માટે બનાવેલાં ભક્તપાનનો મારે ઘેર દરરોજ લાભ આપી મારા ઉપર ઉપકાર કરો. મેં આપને ઠપકો આપ્યો. તેની મને ક્ષમા કરો. (મારા ગુના ને માફ કરો) એમ કહી ચાણક્ય ઘેર ગયો. અને વિચારવા લાગ્યો શુલ્લક સાધુની જેમ કોઈ વૈરી અદશ્ય થઈ ઝેર ભેળવી દે તો ઘણું ખરાબ થઈ જાય. તેથી આવો કોઈ ઉપાય કરું જેથી વિષપ્રયોગથી પણ ભય ન રહે. પછી સહન કરી શકે તેટલું વિષથી મિશ્રીત આહાર ચંદ્રગુપ્તને જમાડવાનું શરુ કર્યું. રાજાને ધારિણી નામે પટ્ટરાણી છે. તેણીને પ્રધાન ગર્ભનાં પ્રભાવે દોહલો ઉત્પન્ન થયો છે. તે માતાઓ ધન્ય છે. કૃતાર્થ છે. જેઓ રાજા સાથે એક સિંહાસને બેઠેલી એકજ થાળીમાં ભોજન કરે. જેઓ રાજા સાથે એક થાળીમાં ભોજન કરતી નથી, તેઓનું જીવન તથા ગર્ભને ધારવો વ્યર્થ છે. એવો દોહલો પૂર્ણ ન થવાનાં કારણે પાતળી પડી ગઈ. તે દેખી રાજાએ પૂછયું. હે પ્રિયે! હું પણ સ્વાધીન હોવા છતાં તારું શું નથી પુરાતું (એટલે તારે શેની અધુરપ છે ?) અથવા તો શું કોઈ દુર્જને દુષ્ટ વચનો કહ્યા છે. હે દેવી ! શું તારી આજ્ઞાનું કોઈએ ખંડન કર્યું છે. આજે સહસા કોનાં ઉપર યમરાજા અકાળે ક્રોધે ભરાયો છે ? ધારિણીએ જવાબ વાળ્યો હે નાથ ! આવું કશું જ થયું નથી. પરંતુ ગર્ભનાં પ્રભાવથી થયેલો રાજા સાથે જમવાનો મારો દોહલો પૂર્ણ થતો નથી. ત્યારે રાજાએ કહ્યું તું સ્વસ્થ બન. હું આ દોહલો પૂરીશ. તેથી બીજા દિવસે ભોજન કરતા રાજાએ રાણી સાથે બેસવાની વાત કરી તમે પણ કબુલ્યું. ત્યારે ચાણકયે કહ્યું હે રાજન ! તારો આહાર વિષ યુક્ત છે. માટે ન આપીશ. એમ રોજ માંગવા છતાં ચાણક્યનાં ભયથી તેણીને આહાર આપતો નથી. પણ એક દિવસ ચાણક્યની ગેરહાજરીમાં તેણે એક કોળીયો રાગીને આપ્યો. મોઢામાં કોળીઓ આવતો હતો તેટલામાં ચાણક્ય આવ્યો તેણે રાગીને Page #152 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૪૧) કોલીઓ ગળતી દેખી અરે રે ! ખોટુ થયું ખોટુ થયું એમ બોલતો છુરીથી પેટ ફાડી ગર્ભ કાઢ્યો અને ધી વિ. માં શેષ દિવસો પૂર્યા. માતા દ્વારા ચવાઈ રહેલો તે કવલનો એક બિંદુ ગર્ભના માથે પડ્યો. તેથી તેનું બિંદુસાર નામ પાડ્યું. તે દેહ અને કલાકલાપથી વૃદ્ધિ પામ્યો. રાજાની મૃત્યુ બાદ તે રાજા થયો. રાજાએ કહ્યું તું ચાણક્યને બરોબર અનુસરજે. તે પણ તે રીતે કરવા લાગ્યો. પણ એક વખત એકાંતમાં નંદતરફી પ્રધાન સુબંધુએ કહ્યું કે હે દેવ! જો કે તમે અમારા ઉપર ખુશ નથી. પણ આ પટ્ટાલંકાર (રાજાના ઉત્તરદાયી) નું હિત અમારે કહેવું જોઈએ. આ જે ચાણક્ય મંત્રી છે. તે ઘણોજ સુદ્ર છે. કે જેણે રોકકલ કરતી તમારી માતુશ્રીનું પેટ ફાડીને મારી નાંખી હતી. તેથી તમે પણ યત્નથી જાતને સાચવજો. તેથી રાજાએ અંબાધાત્રીને પૂછયું કે હે મા ! શું આ વાત સાચી છે. ? ધાત્રીએ કહ્યું વાત તો સાચી જ છે. તેથી ચાણકય ઉપર રાજા ગુસ્સે થયો. તેથી તેને આવતો દેખી પોતે મુખ ફેરવી લીધું. બીજો કોઈ ચાડીયુગલખોર અંદર ઘુસી ગયો લાગે છે. એમ જાણી ચાણક્ય ઘેર પાછો ફર્યો. સ્વજનવર્ગમાં ઉચિત રીતે દ્રવ્ય વહેંચી એક ઓરડામાં પેટીની અંદર ગંધનો દાભડો એક પત્ર સાથે મૂક્યો. અને સર્વને તાલા લગાડી નગર બહાર જઈ બકરીની લીંડી વચ્ચે ઈંગિત મરણ રૂપ અનશન સ્વીકાર્યું. અંબાધાત્રીએ કહ્યું કે પુત્ર ! તે મહામંત્રીનો તિરસ્કાર કર્યો તે સારું નથી કર્યું. આના આધારે તો રાજ્ય અને જીવન મળ્યુ છે. એમ કહી પૂર્વની બીના કહી સંભળાવી. તેથી માફી માંગીને તેને પાછો લાવ. તેને લાવવા રાજા સપરિવાર ચાણક્ય પાસે ગયો. ખમાવીને કહ્યું કે મહેરબાની કરી ઘેર આવો. ચાણક્ય બોલ્યો. મેં સર્વ ત્યાગ કરી લીધો છે. કારણ કે મેં અનશન સ્વીકાર્યું છે. આનો નિશ્ચય જાણી ખમાવી અને વંદન કરી બિંદુસાર રાજમહેલમાં પાછો વળ્યો. “જો આ કદાચ પાછો ફરે તો મારું નિકંદન કાઢી નાંખશે.” એવું વિચારી રાજાને વિનંતી કરી હે દેવ ! અત્યારે ચાણક્ય શત્રુ મિત્ર ઉપર સમભાવનાં કારણ દેવરૂપ જ છે. માટે તેમની હું પૂજા કરું ! રાજાએ કહ્યું કરો. ત્યારે માયાથી પૂજા કરી ધૂપ ઉપાડી સંધ્યાકાળે લીંડી વચ્ચે અંગારો મકી પોતાનાં ઘેર આવી ગયો. ચાણક્ય પણ આગથી દાઝતો છતાં સહન કરે છે. બહુપિત્ત મુત્ર અને રૂધિરથી ભરેલાં એવાં અશુચિમય અને દુર્ગધી દેહ ઉપર રે જીવ તું રાગ રાખીશ નહિં, પુણ્ય અને પાપ એ બેજ જીવની સાથે જાય છે. શું આ શરીર કોઈ પણ સ્થાનથી સાથે ચાલ્યું છે ખરું ? Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પશુનાં ભાવમાં ઘણી વેદનાઓ સહન કરી તેને યાદ કરતો રે જીવ! આ વેદનાને સહન કર; વળી જ્યાં સુધી આ દેહમાંથી પ્રાણને છોડુ નહિ ત્યાં સુધી આ નીચેનાં જિનવચનો પ્રસન્ન મને સ્મરણ કરું. જીવ એકલો જાય છે; મરે અને ઉપજે છે. તથા સંસારમાં એકલો ભમે છે. અને એકલો સિદ્ધિવધૂને વરે છે. જ્ઞાન દર્શન ચારિત્રમાં આ શાશ્વત આત્મા છે. શેષ દુર્ભાવોને જીવન પર્યન્ત વોસિરાવું છું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજનથી વિરમું છું. અને આહાર પાણી વિ. ના ત્રિવિધ ત્રિવિધે પચ્ચકખાણ કરુ છું. જે જે સ્થાનમાં મારા અપરાધ થયાં હોય તેઓને જિનેશ્વરી જાણે છે. તે સર્વને સમભાવથી ઉપસ્થિત થયેલો હું આલોચના કરું છું. છvસ્થ મૂઢ મનવાળો આ જીવને કેટલું યાદ આવવાનું ? જે યાદ ન આવે તેનું પણ હું “મિચ્છામિ દુક્કડમ” આપું છું. અત્યારે મરણ સમય નજીક આવેલો હોવાથી આત્મહિત કરવું યોગ્ય છે. તેથી અરિહંત પરમાત્માનું સ્મરણ કરું છું. અરિહંતને નમસ્કાર હો, સર્વ સિદ્ધ ને નમસ્કાર હો, આચાર્ય ઉપાધ્યાયને નમસ્કાર હો, સર્વ સાધુઓને નમસ્કાર હો. એવાં શુભ પરિણામવાળો ચાણક્ય દેવલોકનાં વિમાનમાં શ્રેષ્ઠ દેવરૂપે ઉત્પન્ન થયો. અવસર જોઈ સુબંધુએ ચાણક્ય ના ઘરની માંગણી કરી, રાજાએ હાં પાડી સુબંધુ ત્યાં ગયો. પણ આખું ય ઘર શૂન્ય હતું. પણ ત્યાં એક બંધ દ્વારવાળો ઓરડો જોયો. તેણે ચિંતવ્ય આમાં જ બધો સાર હશે. ખોળી ને જોયું તો એક પેટી દેખાઈ ! અરે ! આમાં શ્રેષ્ઠ રત્નો હશે ? તેથી તાળાઓ તોડી પેટી ઉઘાડી. તેમાં મઘમઘતી ગંધવાળો ડાભડો દેખાયો. હું ! હું ! આમાં હીરા હશે એમ ધારી ડાભડો ખોળ્યો. તેમાં સુગંધમય એક પત્ર દેખ્યો. ગંધ લઈને પત્ર વાંચ્યો અને તેમાં લખ્યું હતું કે... આ ગંધ ને સુંઘી જે શીતલ પાણી પીશે. મનોજ્ઞ ભોજન અને ઉત્તમ ખાદિમ સ્વાદિમને જમશે. સુગંધિ પુષ્પ કપૂર વિ. ને સુંઘશે. ચિત્ર વિ. માં રહેલા સુંદર રુપ નિહાળશે. વીણા વાંસલીના ધ્વનિને કોયલના મધુર ગીતોને સાંભળશે. સ્ત્રી શવ્યા તકીયો વિ. કોમલ પદાર્થને અડકશે એટલે કે પાંચે ઈન્દ્રિયોના મનોજ્ઞ વિષયોને જે ભોગવશે તે યમનાં ઘેર જશે. (મૃત્યુ પામશે) એમાં કોઈ સંદેહ નથી. દાઢી, મુંછ અને માથાના વાળનું મુંડન કરાવી. હલ્દી જાતનાં અન્ન પાનથી જીવન ચલાવનાર સાધુની જેમ જે રહેશે તે જીવી શકશે; નહિ તો મરશે. એવું વાંચી સુબંધુ વિચારવા લાગ્યો. મારી બુદ્ધિને ધિક્કાર હો. કે જેના Page #154 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૪૩ મદથી ચાણક્યને માર્યો. આ જીવલોકમાં શ્રેષ્ઠમતિવાળો તો ચાણક્ય જ છે. કે જેણે મરવા છતાં પણ મને જીવતો છતાં મરેલો બનાવી દીધો. ખાત્રી કરવા માટે અનાથપુરુષને ગંધ સુંઘાડી મનોહર વિષયો ભોગવવાં આપ્યા. તે મય; તેથી જીવવા ખાતર સાધુ રૂપે રહેવા લાગ્યો. પરંતુ અભવ્યત્વ ને લીધે ભાવવગરનો હોવાથી ભવાટવીમાં તીણ દુ:ખોને સહન કરતો ભમશે. બિંદુસારની પૃથ્વીતિલકા પત્નીને લાલપત્રનાં સમૂહવાળાં છાયા રેળાવતાં પુષ્પથી શોભતાં અનેક લોકોને આનંદ આપતાં અશોકવૃક્ષ જેવો અશોકથી નામે પુત્ર થયો. યૌવનવયે ઉભેલો તે કલાકલાપમાં નિપુણ હતો. તેથી રાજાએ યુવરાજ પદે સ્થાપ્યો. પિતાનાં મૃત્યુ પછી મંત્રી સામંતોએ તેને રાજા બનાવ્યો. રાજ્યધુરા સંભાળતા તેને કુણાલ નામે પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ યુવરાજ પદે સ્થાપી સ્વમાતા મૃત્યુ પામી હોવાથી સાવકીમા ના ભયના કારણે કુમારભક્તિમાં (આજીવિકા માટે) ઉજજૈની નગરી આપી. કુણાલને શ્રેષ્ઠ મંત્રી પરિજન સાથે ઉજજૈની મોકલી દીધો. અતિસ્નેહના લીધે રાજા દરરોજ સ્વહસ્તે ટપાલ લખીને મોકલે છે. એક વખત કુમારને ભાગવા માટે યોગ્ય જાણી માહંતોને = પ્રધાનોને ઉદ્દેશીને લખ્યું કે “અધીવતાં કુમાર:” અને પત્રને ફરી વાંઓ પણ હજી અક્ષર ભીનાં હોવાનાં કારણે ખુલ્લો મુકીને રાજા શરીર શંકા નિવારવા ઉઠ્યો. રાજા પાસે બેઠેલી કુમારની સાવકી માતાએ વિચાર્યું રાજા આટલા આદરથી પત્ર કોને લખે છે; તેથી તેણીએ પત્ર વાંચ્યો. પણ રાજ્ય પોતાના પુત્રને મળે તેવી ઇચ્છાના કારણે “અ”કાર ઉપર બિંદુ મુકી દીધું. પત્રને તેજ સ્થાને પાછો મુકી દીધો. “હાથે મુકેલો પત્ર ફરીથી વાંચેલો હોય છતાં પણ એકવાર પુનઃ વાંચવો” એવા વચન યાદ ન આવવાથી રાજાએ આવીને પત્ર વાળીને મુદિત કરી પત્રવાહક ના હાથમાં ધર્યો. તેણે જઈ કુણાલને આપ્યો. તેને પણ લેખ વાંચનારને આપ્યો. પણ તે વાંચી ચૂપ થઈ ગયો. કુમારે કહ્યું પત્રને કેમ નથી વાંચતા ? ત્યારે તે ચૂપ થઈ ગયો. તેથી જાતે લેખને વાંચ્યો. અને જોયું કે “અંધીયતાં કુમારઃ” તે કુમાર બોલ્યો અમારા મૌર્યવંશમાં રાજલ્લા સર્વથા અપ્રતિહત હોય છે. જો હું પિતાની આજ્ઞા ઓળંગું તો બીજો કોણ આજ્ઞા પાળશે? વળી પિતાને આ પ્રમાણે પ્રિય છે. તો એ પ્રમાણે કરવું જ જોઈએ. એમ કુણાલે તમ સળીયા આંખમાં ધરબી દીધા. આ સાંભળી મહાશોકથી વ્યાપ્ત રાજાએ વિચાર્યું. પુરુષથી મનોરથો અન્યરૂપે વિચારાય છે. ભાગ્યથી પ્રાપ્ત ભાવો અન્યરૂપે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ થાય છે. સહર્ષ ઉઘતહદયથી અન્યરૂપે વિચારાય છે. વિધિવશે કાર્યારંભ અન્યરૂપે પરિણમી જાય છે. અંધને રાજ્ય નકામું છે. તેથી તેને એક ગામ આપ્યું. કુણાલની સાવકીમાના પુત્રને કુમારભક્તિની ઉજૈની નગરી આપી. કુમાર પણ ગાંધર્વ કલામાં ઘણો કુશલ હોવાથી ગાંધર્વ ગીતો ગાવામાંજ મસ્ત રહે છે. આ અરસામાં પેલા ભીખારીમાંથી મુનિ બનેલનો જીવ અવ્યક્ત ચારિત્રના પ્રભાવે કુણાલની પત્ની શરદીનાં કુખે પુત્રરૂપે અવતર્યો. બે મહીનાં થતા જિનપૂજા, સાધુને દાન આપવું ઈત્યાદિ દોહલા થયા. કુણાલે યથાશક્તિથી પૂરા કર્યા. કાલક્રમે પુત્રને જન્મ આપ્યો. ત્યારે સાવકી માતાના મનોરથોને ધૂળભેગાં કરું અને પોતાનાં રાજ્યને લઉં. એમ વિચારી અજ્ઞાત વેશે ગામથી કાગાલ નીકલ્યો. ગાંધર્વ ગીતો ગાતો પાટલિપુત્ર નગરે પહોંચ્યો. ત્યાં પણ મંત્રી સામંત વિ.ના ઘેર ગીત ગાઈ સર્વને ખુશ કર્યા. તેથી સર્વ જનો કહેવા લાગ્યા કે.. છૂપા વેશે હાહા કે હુહુ આવ્યા લાગે છે અથવા શું તુંબરુ સ્વયં તો આવ્યો નથી ને ? શું આ ગંધર્વ છે ? શું આ કિન્નર છે ? કે શું આ માણસ છે ? એમ બોલતા લોકોના અવાજ રાજા પાસે પહોંચ્યો. કુતુહલથી રાજાએ તેને બોલાવ્યો અને પર્દાની અંદર રહીને કુણાલ ગાવા લાગ્યો. કારણ રાજાઓ વિકલ ઈન્દ્રિયવાળા માણસોને જોતાં નથી. તેથી તેને પર્દામાં રાખો. તેનાં ગીત ગાનથી રાજા ઘણોજ પ્રસન્ન થયો. અને કહ્યું કે હું ગંધર્વ ! તું વરદાન માંગ જેથી હું તને આપું. ત્યારે કુણાલે કહ્યું. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારનો પૌત્ર તેમજ અશોક શ્રી નો અંધપુત્ર કાકિણી - માંગે છે. અશ્રુભીની નેત્રવાળાં રાજાએ પણ પોતાનો પુત્ર જાણી પરદો દૂર કરી પોતાના ખોળામાં બેસાડ્યો. હે પુત્ર ! તું તો આંખે અખમ હોવાથી રાજ્યને લઈ શું કરીશ ? હે તાત ! મારો પુત્ર રાજ્ય કરશે. પુત્ર ક્યારે થયો. સંપ્રતિ (હમણાં) જ થયો છે. તેથી રાજાએ તેનું સંપ્રતિ નામ પાડ્યું. દશ દિવસ થતાં જન્મ સંબંધી દશ દિવસનો વ્યવહાર કરીને બોલાવીને રાજે સ્થાપ્યો. અનુક્રમે તે પ્રચંડ શાસનવાળો “અર્ધભરત” નો સ્વામી બન્યો. અને ઘાણાં અનાર્ય દેશોને પણ બલથી વશ કર્યા. એક વખત રાજા ઉજૈનીમાં હતો ત્યારે જીવંતસ્વામીની પ્રતિમાને વાંદવા માટે વિહાર કરતાં કરતાં આર્યસુહસ્તિસૂરિ પધાર્યા. બજારમાંથી પસાર થતાં તેમને ગવાક્ષમાંથી સંપ્રતિ રાજાએ જોયા. જોઈને રાજા વિચારવા લાગ્યો મેં એમને પૂર્વભવમાં ક્યાંક જોયા લાગે છે. “અરે! એમને મેં પહેલા જોયા” એમ ઈહાપોહ કરતાં સંભ્રમથી ખલના પામતો અન્વય Page #156 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ધર્મની પર્યાલોચના દ્વારા અન્વેષણ કરતો ઝરુખામાંજ પડ્યો. ત્યારે નજીકનાં માણસોએ ચંદનના રસ વિ.થી સિક્શન કર્યુ અને તાલવૃંત પંખાથી વીંઝવા લાગ્યા. પલકમાં પૂર્વભવ યાદ કરી ઊભો થયો અને ગુરુ પાસે ગયો. ભક્તિના અતિશયથી વિકસિત રોમરાજીવાળાં ખીલેલાં વદનકમલવાળાં રાજાએ લલાટે અંજિલ લગાડીને વિનંતિ કરી હે ભગવન્ ! જિનધર્મ નું શું ફળ છે ? સ્વર્ગ અને મોક્ષ ફળ છે, રાજાએ કહ્યું સામાયિકનું શું ફળ છે? સૂરીએ કહ્યું અવ્યક્ત સામાયિક નું રાજ્યપ્રાપ્તિ વિ. ફળ છે. ત્યારે વિશ્વાસ બેસવાથી રાજાએ કહ્યું આ વાત આમજ છે. એમાં કોઈ સંદેહ નથી પણ આપ મને ઓળખો છો કે નહિં ? ત્યારે આચાર્યશ્રીએ શ્રુતોપયોગ મુકી બરાબર કહ્યું. હું બરાબર ઓળખું છું. તું કૌશામ્બી નગરીમાં મારો શિષ્ય હતો. - ૧૪૫ ત્યારે વિશેષ ભક્તિ બહુમાનનાં કારણે ગદ્ગદ કંઠે ફરી પણ સૂરિજીને વાંઘા અને કહ્યું દુઃખીયાના દુઃખો દૂર કરી સુખની સોડમાં સુવડાવનારા! ગુણોથી ભરેલાં ! કરૂણાનાં સાગર ! વિશિષ્ટશ્રુતજ્ઞાનના ભંડાર ! મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ! ગર્વથી ભરેલાં પરવાદીરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન ! મનુષ્ય વિદ્યાધર અને દેવતાઓથી નમન કરાયેલાં હે મુનિનાથ ! તમને નમસ્કાર હો ! જીવોનાં પિતા સમાન આપે તે વખતે મારાં ઉપર કૃપા ન કરી હોત તો દુઃખ ની ભમરીમાં ફસાઈ જાત. તમારાં ચરણ પસાએ અસાધારણ રાજ્યની પ્રાપ્તિ થઈ તેથી અત્યારે મારે જે કરવા યોગ્ય હોય તે આદેશ કરો. સૂરીએ કહ્યું આ સર્વ ધર્મનો પ્રભાવ છે તેથી તેમાંજ યત્ન કર. જેવી ‘ગુરુની આજ્ઞા’ એમ કહી શ્રાવક ધર્મ સ્વીકાર્યો. જિનપ્રતિમાઓ ને અષ્ટપ્રકારી પૂજાથી પૂજવા લાગ્યો. અને ગુરુ સેવામાં રક્ત બની સાધુજનો ને વહોરાવે છે. દીન અનાથ વિ. ને દાન આપી જીવદયા પાળે છે. આજ પ્રકરણમાં વર્ણવેલી વિધીથી જિનમંદિરો કરાવે છે. ગામ-નગર-આકર વિ. માં ગગનચુંબી જિનાલય બંધાવી પૃથ્વીને રાજાએ શોભાવી. સુવિહિત સાધુઓના તે શ્રાવકરાજાએ પ્રાન્તનાં સર્વ રાજાઓને જલ્દી બોલાવ્યા તેમને વિસ્તારથી ધર્મ કહ્યો અને સમકિત પમાડ્યું. અને શ્રમણોએ ભણાવેલ ઉપદેશેલાં ઘણાં રાજાઓ શ્રાવક થયા. તે રાજાઓ ત્યાં જ રહેલાં હતા. ત્યારે ઉજ્જૈની ના જિનાલયથી રથયાત્રા ઠાઠમાઠથી કાઢી તેમાં મહાવિભૂતિથી રથયાત્રા નીકળી તેનું વર્ણન કરે છે... ભંભાભેરી અને ઉદ્ઘોષણાથી શબ્દમય બનેલી, જેમાં જયજય શબ્દનો Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કોલાહલ થઈ રહ્યો છે. કાહલ (વાજિંત્ર વિશેષ) શંખ, કટ, વાજિંત્ર નાં શબ્દથી આડંબરવાળી, જેમાં રહેલી ધ્વજાઓ પવનથી લહેરાઈ રહી છે. મૃદંગ તિલિમ (વાજિંત્ર વિશેષ) અને પહથી જેમાં સુંદર અવાજ ભરાય છે. ભવિક જીવોનો ઘોર ભયંકર મહાસંસાર નો નાશ થઈ રહ્યો છે. રત્નનાં બનાવેલ ચિત્રો જેમાં સારભૂત પ્રધાન સજાવેલા છે. રથ બગી વિ. માં રત્ન જડિત ફોટાઓ રાખેલા છે. તેથી રથયાત્રા ઘણીજ શોભી રહી છે. એટલે રથયાત્રા માં એ ચિત્ર પ્રધાન સારભૂત હતા. જેમાં વાંસળી, વીણા, સારંગીનો ધ્વનિ ગુંજી રહ્યો છે. જેમાં કાંસ્યાલ • વાઘવિશેષ કાંસીજોડાના તાલનો ઉત્કટ શબ્દ પ્રસરી રહ્યો છે. માણસોનાં ઘસારાથી શેરીઓ સાંકડી બની ગઈ છે. ઝાલર નાં ધ્વનિથી ગગન - આંગણુ ભરાઈ ગયું છે. શણગાર સજેલી સ્ત્રીઓ નાચી રહી છે. મધુર ગીતોથી પુરુષ સમુદાય આશ્ચર્ય પામી રહ્યો છે. પુષ્પની શોભા-સજાવટથી જાણે નંદનવન લાગી રહ્યું છે. સેંકડો ઘોડાઓ જેમાં ઉછલી રહ્યા છે. સેંકડો રાસ ગરબાથી વ્યાપ્ત નારીઓ ઉચે અવાજે ધવલ ગીતો ગાઈ રહી છે. વારંવાર આરતી ઉતરી રહી છે. અર્થીઓને ભક્તિથી દાન અપાય છે. એ પ્રમાણે અનેક અતિશય ગુણોથી યુક્ત વરઘોડો સંપ્રતિ રાજાના ઘેર પહોંચ્યો. ત્યારે સંપ્રતિરાજા પણ વિકસિત મનવાળો મૂલ્યવાન, પૂજા સામગ્રી લઈને નીકળ્યો, રોમાંચિત થઈ રથને પૂજ્યો અને સામંતો સાથે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ અદ્ભૂત રથયાત્રા ને નિહાળી રાજાએ સર્વ સામંતોને કહ્યું... જો તમે મને માનતા હો તો તમે પણ પોતાનાં રાજ્યમાં આવું કરો. તેઓએ પણ તેમ કર્યું. આ અર્થની સાબિતી માં નિશીથ સૂત્રની ગાથા છે. જો તમે મને સ્વામી તરીકે માનતા (ઓળખતા) હો તો સુવિહિત સાધુઓને પ્રણામ કરો. મારે ધનનું કાંઈ કામ નથી. પણ સાધુઓને પ્રણામ કરો એજ મને પ્રિય છે. ઉદ્દેશો - ૧૬ ગાથા નં. / ૫૭૫૫ / કે સંપ્રતિ રાજાએ સર્વસામંતોને વિસર્જન કર્યા અને તેઓએ પોતાનાં રાજ્યમાં જઈ અમારિ ઘોષણા કરાવી. જિનાલયો બંધાવા લાગ્યા અને રથયાત્રા ના કાર્યક્રમ ગોઠવવા લાગ્યા. અને નજીકના રાજ્યો સાધુના વિહાર યોગ્ય બન્યા. || ૫૭૫૬ છે. * “અણજાણે...''યાત્રામાં સઘળાં સામંતોથી પરિવરેલાં તે રાજા પગપાળો ચાલે છે. રથમાં ફૂલો ચઢાવે છે. રથ આગલ પુષ્પવૃષ્ટિ કરે છે. તેમજ વિવિધ જાતના ફળ ખાજા/ખાદ્યપદાર્થો મોટા કોડા, વશ્વ વિ. ઉડાડે છે. ચેત્યપૂજા Page #158 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ I૧૪૭ કરે છે = અન્ય જિનાલયોમાં રહેલી પ્રભુ પ્રતિમાની પૂજા કરે છે. તે દેખી તે સામંતો (પાડોશી રાજાઓ) પોતાનાં રાજ્યમાં તેમ કરવા લાગ્યાં. પ૭૫૪ એકવાર રાત્રિના પૂર્વભાગમાં રાજાને વિચાર આવ્યો કે અનાર્ય દેશમાં પણ સાધુનો વિહાર ચાલું કરાવું. એમ વિચારી તોગે અનાયોને કહ્યું કે.. મારા પુરુષો જેવા પ્રકારનો કર માગે તેવો આપજો. અને સાધુ પુરુષધારી રાજપુરુષો ત્યાં મોકલ્યા. તેઓએ કહ્યું અને બેંતાલીસ દોષ વિનાની શુદ્ધ વસતિ, ભક્ત, પાન, વસ્ત્ર, પાત્ર વિ. આપો. અને આ આ ભાગો તે રાજાને સારું લાગશે. અનાય પણ રાજાના સંતોષ ખાતર તેમ કરવા લાગ્યા. અનુક્રમે અનાર્ય દેશો પણ સાધુ સામાચારીથી પરિચિત થઈ ગયા. ત્યારે ગુરુને વિનંતિ કરી કે ગુરુદેવ ! અનાર્ય પ્રદેશમાં સાધુઓ કેમ વિચરતાં નથી. ગુરુ-તેઓને જ્ઞાન નથી. રાજાજ્ઞાન કેમ થતુ નથી? આચાર્ય મ.સા. - સાધુ સામાચારી ને અનાય જાગતાં નથી. રાજા-આપનાં સાધુઓને મોકલી અનાર્ય દેશોનું સ્વરૂપ જાણો. ત્યારે કેટલાક સાધુ સંઘાડાને ત્યાં મોકલ્યા. તેઓ પણ રાજપુરુષો છે; એમ પોતાનાથી બલવાનું માની સામાચારી પ્રમાણે આપવા લાગ્યા. તેઓએ સૂરિ પાસે આવી જણાવ્યું સર્વે ક્ષેત્ર વિહાર યોગ્ય છે. અને જ્ઞાનાદિનું પોષણ થઈ શકે એમ છે. તેઓ ધર્મદશનાથી ભદ્ર પરિણામી બન્યા. નિશીથ સૂત્રમાં કહ્યું છે કે ... શ્રમાગરૂપધારી સુભટોથી ભાવિત તે દેશોમાં એષાગા વિ. યોગના લીધે સાધુઓ સુખેથી વિચરવા લાગ્યાં. તેનાથી અનાય ભદ્ર બન્યા. ૫૭૫૮ છે. ઉન્નત જોરાવર ઘાણા યોદ્ધાનાં કારણે સિદ્ધસેનાવાળાં તે રાજાએ શત્રુસેના ઉપર વિજય મેળવ્યો છે. તેણે વિકટ એવા આંધ અને દ્રવિડ દેશમાં ચારે તરફથી સાધુઓને સુખપૂર્વક વિહાર કરાવ્યો. / ૫૭૫૮ એકવાર સંપતિએ પૂર્વભવનું દારિદ્ર સ્મરી નગરનાં ચાર દરવાજે મોટી દાનશાળાઓ ખોળી. ત્યાં શત્રુમિત્રનો ભેદભાવ રાખ્યા વિનાં બધાને મોટા પ્રમાણમાં દાન આપવાનું શરૂ કર્યું. અને વધેલુ રસોઈયાને મળે છે. રાજાએ તેઓને પૂછયું વધેલું કોને આપો છો. હે રાજનું વધેલું તો અમે રાખીએ છીએ. ત્યારે રાજાએ તેમાગે કહ્યું કે તમે સાધુઓને આપો હું તમને દ્રવ્ય આપીશ, તેઓ રાજાજ્ઞાને સ્વીકારી તેમ કરવા લાગ્યા. નગરમાં પાગ કંદોઈ વણિકમંત્રી, કાપડના વ્યાપારી વિ. લોકોને કહ્યું તમે સાધુઓને જે ઉપયોગી હોય તે આપો. અને તેનું મૂલ્ય હું તમને આપીશ. લોકો તેમ કરવા લાગ્યા. Page #159 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આર્યસુહસ્તિ સૂરિ આ જાણવા છતા શિષ્યનાં અનુરાગથી તેમને રોકતાં નથી. આ બાજુ આર્યમહાગિરિ બીજા ઉપાયોમાં હતા. તેમને આર્યસુહસ્તિસૂરીને કહ્યું હે આર્ય ! તમે જાણવા છતાં રાજપિંડ અને અનેષણીય આહારાદિ કેમ ગ્રહણ કરો છો ? આર્યસુહસ્તિસૂરીએ કહ્યું ‘“જેવો રાજા તેવી પ્રજા'' આ ન્યાયથી રાજાની પાછળ પાછળ આ લોકો પણ વહોરાવે છે. આ તો માયાવી છે. એમ રોષે ભરાઈ આર્યમહાગિરીએ કહ્યું આર્યસુહસ્તિસૂરિ ! આજથી તમારે અને મારે ગૌચરી વ્યવહાર બંધ છે. આ હકીકત નિશીથસૂત્ર ગાથા (૫૭૫૧) માં દર્શાવી છે. ૧૪૮ આગમમાં કહ્યું છે કે - સરખા કલ્પવાળા, સમાનચારિત્રવાળા, અથવા વિશિષ્ટચારિત્રવાળા, ચારિત્રયુક્ત જ્ઞાની સાધુઓ સાથે પરિચય કરવો જોઈએ. અને તેઓનાં ભક્તપાન ઉપાદેય છે. અને તેઓને મળેલાં આહારાદિથી ખુશ કરવા જોઈએ. આ સાંભળી આદરપૂર્વક આર્યસુહસ્તિસૂરિએ ‘‘મિચ્છામિ દુક્કડમ્' આપ્યો. અને કહ્યું ફરી આવી ભૂલ કરીશ નહિં. અમારા એક અપરાધને ક્ષમા કરો. ત્યારે ફરી ગોચરી વ્યવહારને ચાલુ કર્યો. સંપ્રતિ રાજા રાજ્ય કરી વિશુદ્ધ શ્રાવક ધર્મ આરાધી દેવલોકમાં ગયો. ઉત્તમ મનુષ્ય વિ. નાં ભવ પ્રાપ્ત કરી સિદ્ધિ સુખને પામશે. ॥ ૩૭ ॥ “ઈતિ સંપ્રતિ ક્થા સમાસ” અન્ય કરેલાં ચૈત્ય નાં વિષે જે કરવાનું છે તે અને પ્રકરણ નો ઉપસંહાર ગાથા વડે કહે છે. देज्जा दवं मंडल - गोउलाई, जिण्णााइँ सिण्णाइँ समारज्जा । नट्ठाई भट्ठाई समुद्धरिज्जा, मोक्खंगमेयं खु महाफलं ति ॥ ३८ ॥ ચૈત્યના નિર્વાહ માટે દ્રવ્ય (ધન) દેશ, ગોકુળો-(ગાયના વાડાઓ) આપવા. જુના થયેલા; ભેજ વિ. નાં કારણે દુર્બલ પડેલાં ચૈત્યોનું સમારકામ કરાવે. નાશ પામેલાં એટલે ત્યાં માત્ર જમીન દેખાતી હોય કે અહિં જિનાલય હતું અને સંપૂર્ણ નાશ પામેલાં નિશાની પણ ન હોય તેવાં જિનાલય ને પુનઃ નવા કરાવા કારણ કે આ પૂર્વોક્ત પ્રવૃત્તિ મહાફળવાળી અને મોક્ષના હેતુભૂત $9. 11 36 11 બીજા સ્થાનકનું વિવરણ પૂરું Page #160 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૪૯ જિનાગમ નામે ત્રીજું સ્થાના પૂર્વે જિનભવનનું કૃત્ય કહ્યું તે આગમથી સંભવી શકે છે. માટે તે આગમનું સ્વરૂપ જાણવું જોઈએ. તેનાં માહાત્મ ને બતાવનારી પ્રથમ ગાથા કહે છે. देवाहिदेवाण गुणायराणं, तित्थंकराणं वयणं महत्थं । मोत्तूण जंतूण किमत्थि ताणं, असारसंसारदुहाहयाणं ? ॥३९॥ અસાર સંસારમાં જે દુઃખ છે. તેનાથી હતપ્રભ બનેલાં પ્રાણીઓને દેવાધિદેવ અને ગુણોની ખાણ એવા તીર્થંકરો ના મહાર્ણવાળા વચનો મુકી અન્ય કોણ તારણહાર છે ? તેઓ ગુણોની ખાણ સમા છે કારણ કે જેમ ખાગમાંથી સોનું કાઢતા રહીએ તો પણ ખાલી થતી નથી. તેમ પ્રભુનાં ગુણો ગાતા રહીયે તો પણ ક્યારેય પુરા થતા નથી. કહ્યું છે કે મતિ કૃતરૂપી વેગવાળા અશ્વોથી યુક્ત અવધિજ્ઞાનરૂપી મનોરથ રવિડે જેનાં ગુણ સ્તુતિ રૂપ માર્ગમાં ઈન્દ્રપાણ પારને પામ્યા નથી. અન્ય દેવો પણ આવા જ હશે એવો ભ્રમ દૂર કરવા મૂળગાથામાં તીર્થકર શબ્દ મુક્યો છે. તીર્થ = જેનાથી તરાય. વ્યતીર્થ - નદી વિ. માં ઉતરવાનો આરો. અહીં દ્રવ્યતીર્થનો અધિકાર નથી. ભાવતીર્થ = એટલે સંસાર સાગર ઉતરવા સમર્થ ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર આવા ભાવતીર્થને સ્થાપનારા તીર્થકર કહેવાય છે. આવા તીર્થંકર ભગવાનનું વચન જ આગમ સમજવું આ આગમ મહાઅર્થ થી ભરેલો છે. કહ્યુ છે કે સર્વ નદીઓની રેતી અને સર્વ સમુદ્રોના પાણીનું જે પ્રમાણે હોય તેનાથી એક આગમ સૂત્ર અનંતગણ અર્થવાળું હોય છે. સાડાત્રણ ગાથા થી જે રીતે રક્ષણ થાય છે તે બતાવે છે. તે ૩૯ છે. नजंति जं तेण जिणा जिणाहिया, भावा मुणिजति चरा-ऽचरं जगं । संसार-सिद्धी तह तग्गुणा-ऽगुणा, तकारणाई च अणेगहा तहा ॥४०॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ धम्मा-ऽधम्मं गम्मा-ऽगम्मं गम्मए आगमेणं, कज्जा - sकज्जं पेज्जा ऽपेज्जं जं च भोज्जं न भोज्जं । · મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નુત્તા-કનુત્ત સારા-ઽસાર માિમા-ડમાિમ ૧, भक्खा - sभक्खं सोक्खा ऽसोक्खं जेण लक्खति दक्खा ||४१ || सद्धासंवेगमावन्ना भीया दुक्खाण पाणिणो । कुता तत्थ वुत्ताई पावंति परमं पयं ॥ ४२ ॥ तम्हा एसो दुहत्ताणं ताणं सत्ताणमागमो || ४३ पू० - આગમથી જિનેશ્વરો. જિનપ્રતિપાદિત પદાર્થો ત્રસ સ્થાવર રૂપ જગત; સંસાર મોક્ષ અને તેમનાં દોષ ગુણ તથા તેમનાં અનેક પ્રકારનાં કારણો જણાય છે. ચારે ગતિમાં ભ્રમણ કરવુ તેને સંસાર કહેવાય. જીવનું કર્મથી વિખૂટા થઈને રહેવું તે મોક્ષ કહેવાય. દુકખફળે...વગેરે સંસારના અવગુણ છે કહ્યું છે કે ‘સંસારનું ફળ દુઃખ છે. સંસાર દુઃખમાં જકડી રાખે છે. સંસાર જાતે જ દુઃખ રૂપ છે. સંસાર દુઃખનું જ ઘર છે. અરે આ સંસારનું વર્ણન કરતાં ભયથી રૂંવાટા ઉભા થઈ જાય છે. અનંતસુખ વિ. સિદ્ધિ પદના ગુણો છે. આવશ્યનિર્યુક્તિ માં કહ્યું છે કે અવ્યાબાધ સુખને પામેલાં સિદ્ધ ભગવંતો ને જે સુખ હોય છે તે સુખ મનુષ્ય તથા સર્વ દેવોને પણ હોતું નથી. સઘળાં દેવોનું સર્વકાલનું સુખ ભેગું કરી અનંતગણુ કરીએ તો પણ મુક્તિસુખનાં અનંતમાં વર્ગમૂલને પણ આંબી શકતુ નથી. સર્વકાલનું ભેગું કરેલું સિદ્ધ ભગવાનનું સુખ અનંતવર્ગથી ભાગાકાર કરીએ તો પણ સર્વ આકાશમાં ન સમાય. આ.નિ. (૯૮૦-૮૨) - સંસારનાં કારણ મિથ્યાત્વ સિદ્ધિનાં કારણ જ્ઞાન વિ. ના અનેક પ્રકાર જિનાગમ થી જાણી શકાય છે. ધર્મ અને અધર્મ લૌકિક લોકોત્તર ભેદથી બે પ્રકારે છે. લૌકિક ધર્મ તે ગ્રામધર્મ વિ. તે દૃષ્ટાન્ત દ્વારા સમજાવે છે. લૌકિક ધર્મ કથાનકથી જાણી શકાશે ... ૧ કારણ (સંસાર ભોગવતાં નવી દુઃખકારી પ્રકૃતિઓ બંધાય છે.) Page #162 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૫૧ “નામદત્ત કૌટુમ્બિક કથાનક' આ ભરતક્ષેત્રનાં લાટ દેશમાં ધન્યપૂરક નામે નગર છે. ત્યાંના કુટુંબનાં સ્વામી સમુદાયધર્મપૂર્વક ચાલતાં નથી. તેમાં એક નાગદત્ત નામે પરિવારનો સ્વામી છે. તેણે બધાને સમજાવ્યું કે છૂટા છૂટા થઈને રહેવું સારું નહિં. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે... ભેગાં મળીને રહેવું પુરુષોને કલયાણકારી છે. (જેમ ડાંગરના છોડ ભેગા કરી પુનઃ રોપવામાં ન આવે તો પાકતા નથી.) વિશેષ કરીને જ્ઞાતિજનો સાથે હળીમળીને રહેવાથી વિશેષ કલ્યાણ થાય છે. તુષનો સાથ છોડવાથી ચોખા ફરી ઉગતાં નથી. છુટાછવાયા રહેનારનું રાજદરબારમાં પણ કાંઈ કાજ સરતુ નથી. કુંઢ = આળસુઓ વડે તેઓનું ભક્ષણ (નાશ) કરાય છે. તેથી તમે ખોટી પક્કડ ના રાખો. પગ તેઓએ તેની વાત ન માની. આ ગામનો પરસ્પર સંપ નથી એવું જાણી રાજાના આળસુ પુરુષો (ભાટ નાં પુત્રો) ઉપદ્રવ કરવાં લાગ્યા. તેવી પરિસ્થિતિ જોઈને નાગદત્ત નિરુપદ્રવ ઠેકાણું શોધવા ગાડામાં બેસી રંધેજય નામના ગામમાં ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે જાણે કોઈક કારણસર ઉકરડા ઉપર રહેલાં ચોરામાં આગામ ભેગું થયેલું જોયું. લો આ તો સારું થયું કે એક ઠેકાણે બધા ભેગાં થયેલા જોવા મળ્યા. એમ વિચારીને ઉતરીને ત્યાં ગાડું મુક્યુ. ઉચિત પ્રવૃત્તિ કરી તેમની સમક્ષ બેઠો અને વિનંતિ કરી કે હું તમારા ગામમાં વસવા ઈચ્છું છું. જો તમે લાભ આપો તો (હાં પાડો તો) ? હા પાડીને કહ્યું કે જલ્દી આવ ! ત્યારે ઉઠીને ગાડુ તરે છે ત્યારે એક ચક ન દેખાયું. તે બોલ્યો હે ગ્રામજનો ! મારા ગાડાનું ચક કોઈએ ચોરી લીધુ હોવાથી હું કેવી રીતે જાઉં. ત્યારે તેઓ એક અવાજે બોલ્યા કે આ તો એકચકવાળા ગાડાથી આવ્યો છે. તેણે કહ્યું એક ચકે અવાય જ કેવી રીતે ? મેં જાતેજ તેલ લગાડી ગાડામાં જોડ્યું હતું. હાં ભાઈ ! આ ગાડું તો દેખાય જ છે. પણ એક ચકવાળું જ છે. તમે જોતરીને આવતા હતા ત્યારે અમે એમ જોયેલું. તેથી તમને ભ્રમ થયો લાગે છે. જે અમારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમારા આવવાનાં રસ્તે તળાવ કાંઠે રમતા છોકરાઓને પૂછી લો. છોકરાને પૂછતાં તેઓ પણ તે પ્રમાણે જ બોલ્યા. આટલા બધા કેવી રીતે ખોટું બોલે” “તેથી હું જ ભ્રમમાં પડ્યો હોઈશ.” એમ વિચારી ગાડું જોતરી ઉપર ચડી બળદો હંકાર્યા. ત્યારે ગ્રામજનોએ તેને બોલાવીને કહ્યું હે ભદ્ર ! નાનું બાળક પણ જાણે છે કે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | એક ચક્રથી ગાડું ન ચાલે. જ્યારે તું વિનંતિ કરવામાં વ્યાકલ (વ્યસ્ત) હતો ત્યારે અમારામાંથી એક જણાએ પૈડું ચોરી ગાડું તેજ રીતે નિયંત્રિત કરી દીધું. પણ અમારો આ ગ્રામધર્મ છે કે એક માણસે સારું કે નરસું કર્યું હોય તેમાં સર્વને હાં ભરવાની. તેથી જો તું આવા ગ્રામધર્મ દ્વારા સપરિવાર શાંતિથી જીવન ચલાવી શકે એમ હોય તો અહિં આવજે, અન્યથા નહિ. ત્યારે તેણે હર્ષપૂર્વક તેમની વાત સ્વીકારી. તો બોલ તારી અમે શું મદદ કરીએ. મારે કાંઈ ખોટ નથી. પણ મારું એક પૈડું આપો જેથી જઈને આવું, તેઓએ પૈડું આપ્યું. તે પોતાનાં ઘેર ગયો. પુત્ર, સ્ત્રી સાથે એક મત કરી કુટુંબ કબીલા સાથે ત્યાં આવીને રહ્યો. આવો લૌકિક ધર્મ છે. કારણ કે (એમાં સદ્ અસદ્ નો વિવેક નથી પણ ગ્રામવાસીઓ માટે સુખદાયી હોવાથી લોક અપેક્ષાએ ધર્મ કહેવાય. અને ધન્યપૂર ગામનો રિવાજ અધર્મ કહેવાય.) શ્રુતચારિત્રરૂપ લોકોત્તર ધર્મ સાધુને સર્વથી શ્રાવક ને દેશથી છે. હિંસા વિ. દેશથી કે સર્વથી અધર્મરૂપે છે. સ્વસ્ત્રી જ ભોગ્ય છે. અને બહન વિ. અભોગ્ય છે. આ લૌકિક બાબત થઈ. અને લોકોત્તરમાં આર્યક્ષેત્ર વિહાર કરવા યોગ્ય છે. અને અનાર્ય દેશ અયોગ્ય છે. - શ્રાવકોને સ્વસ્ત્રી ગમ્ય છે. પરસ્ત્રી અગમ્ય છે. - લૌકિક કરવા યોગ્ય કાર્ય નીતિપૂર્વક વ્યાપાર કરવો તે; - લોકોત્તર કાર્ય-સાધુઓને સદ્ધનુષ્ઠાન, અકાર્ય સામાચારીનો ભંગાદિ; - શ્રાવકોને કાર્ય જિનપૂજા વિ. અકાર્ય લોક વિરુદ્ધ આચરણ વિ. - લૌકિક પીવા યોગ્ય - દુધ દ્રાક્ષારસ વિ. - લૌકિક અપીવા યોગ્ય - લોહિ વિ. - લોકોત્તર પીવા યોગ્ય • અચિત્ત દોષ રહિત રાબ વિ. • લોકોત્તર પીવા અયોગ્ય - સચિત્ત પાણી વિ. • તેમાં શ્રાવકનો પેય - પાણી વિ., અપેય - દારુ વિ. • લૌકિક ભોજ્ય - ભાત વિ. , અભોજ્ય - ગાયનું માંસ વિ. - લોકોત્તર ભોજ્ય - દોષ વિનાનો આહાર, અભોજ્ય - દોષયુક્ત આહારવિ. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ - શ્રાવકોને ભોજ્ય - ત્રસ જીવોથી રહિત અન્નાદિ વિ. - શ્રાવકોને અભોજ્ય - અનંતકાય બટાટા વિ. - લૌકિક ઉચિત - સામે જવું, ઉભા થવું વિ. - લૌકિક અનુચિત - બીજાનો વિરોધ કરવો. - લોકોત્તર સંયમીઓને ઉચિત - પરોપકાર વિ. - લોકોત્તર સંયમીઓને અનુચિત - આગમસૂત્ર નાં અર્થ છુપાવવા કે ઉલ્ટા અર્થ કરવા. - શ્રાવકોને ઉચિત - સાધુ સેવા વિ. - શ્રાવકોને અનુચિત - પાખંડીઓનો પરિચય વિ. - લૌકિક સારભૂત - વજ ગોશીષ ચંદન, સ્ત્રી વિ. - લૌકિક અસારભૂત - બરછટ પત્થર, એરંડનું લાકડું, કાંટા વિ. - લોકોત્તર સાર - નવાવાડની સાચવણી સાથે બ્રહ્મચર્ય પાલન વિ. - લોકોત્તર અસાર - તેમાં જ અતિકમ અતિચાર વિ. લગાડવા. - શ્રાવકનો સાર - સર્વ વિરતિની અતૂટ ઝંખના. - શ્રાવકનો અસાર - પ્રમાદ વિ. લૌકિક લોકોત્તર માં સાર અસાર ના વચ્ચે રહેનારાં ભાવો મધ્યમ અને અમધ્યમ તો સારી અને અસાર (સાર પણ અસાર જ છે.) - લૌકિક ભણ્ય - લાડુ વિ., અભક્ષ્ય - કિંપાક ફળ વિ. - લોકોત્તર ભ - શુદ્ધ આહારાદિ. - લોકોત્તર અભક્ષ્ય - અશુદ્ધ આહારાદિ. શ્રાવકને વિશુદ્ધ અવિરુદ્ધ અત્રપાન વિ. ભક્ષ્ય, શલાકા ઉપર પકાવેલું માંસ તેમજ તેના ઉપરનું ફળ વિ. અભક્ષ્ય. - લૌકિક સુખ - પાંચ ઈન્દ્રિયોના વિષયો જે રૂપાદિ ના ભોગજન્ય સુખ. - લૌકિક દુઃખ - તે વિષયોની અપ્રામિ વિ. - લોકોત્તર સુખ - વ્રત પર્યાય માં ધૃતિ - સ્થિરતા રમણતા વિ. - લોકોત્તર દુઃખ - વતપર્યાયમાં અરમણતા, અરતિ વિ. - ટેવમોજ - વ્રતમાં રામુનિઓનો પર્યાય દેવલોકના સુખ સમાન હોય છે. શ્રાવકોને સુખ-પૌષધ વિ. અનુષ્ઠાન કરવા. દુઃખ-શંકા કાંક્ષા વિ.થી Page #165 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વ્યાકુલ થવું. સાધુ શ્રાવકનું સુખ મોક્ષ અને દુઃખ સંસાર. આ સર્વ બાબતનો બુદ્ધિશાળી પુરુષો આગમથી નિશ્ચય કરે છે. ૪૧૫ ૧૫૪ શ્રદ્ધા સંવેગને પામેલાં, દુઃખોથી ભયભીત બનેલાં પ્રાણીઓ આગમમાં જણાવેલ ઉપાયોને આચરી ઉપેય એવા પરમપદને પામે છે. જરા તેથી આ આગમ દુઃખથી બળેલાં પ્રાણિઓને શરણરૂપ છે. આ માત્ર શરણરૂપ છે. એટલું જ નહિં પણ આલમ્બન રૂપે પણ છે. તે માટે ઉત્તરાર્થ કહે છે.... भवकूवे पडंताणं एसो आलंबणं परं ||४३|| સંસાર કુવામાં ડુબતાં પ્રાણિઓને બહાર નિકળવા માટે આગમ દોરડા સમાન છે. एसो णाहो अणाहाणं सव्वभूयाण भावओ । भावबंधू इमो चैव सव्वसोक्खाण कारणं ॥ ४४ ॥ અનાથ એવા સર્વ જીવોને આ આગમ પરમાર્થથી નાથ છે જેમ માલિક આશ્રિતનું રક્ષણ કરે છે. તેમ આગમ અહિંસાનું પ્રતિપાદન કરનાર વાક્યનાં આદેશથી/ઉપદેશથી સર્વ જીવોનું રક્ષણ કરે છે. અને સર્વ સુખોનું કારણ હોવાથી આ જ પરમાર્થથી ભાઈ છે. જેમ કહ્યું છે કે.. જેમ ભાઈ સારી શિક્ષા આપવા દ્વારા સુખનું કારણ બને છે તેમ આગમ જ્ઞાનાદિ આપવા દ્વારા શિવસુખનું કારણ બને છે.૪૪૫ આગમ દીવડા સમાન છે; તે ગાથાથી બતાવે છે. अंधयारे दुरुत्तारे धोरे संसारचाए । एसो चेव महादीवो लोया - ऽलायावलोयणो ॥ ४५ ॥ અંધકારમય, દુઃખે નિકલી શકાય એવાં ભયંકર સંસારરૂપી કારાવાસમાં મોટા દીવડા ની જેમ આ આગમ સર્વ પદાર્થને પ્રકાશિત કરનાર છે. ૪૫ આગમ આંખ છે તેના માટે ગાથા કહે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૫૫ जेणं सग्गा-ऽपवग्गाणं भग्गं दाएइ देहिणं । चक्खुभूओ इमो तेणं सव्वेसिं भव्यपाणिणं ॥४६ પ્રાણીઓને સ્વર્ગ મોક્ષનો માર્ગ (જ્ઞાન દર્શનાદિ ચારિત્ર રૂ૫) દેખાડે છે. માટે આ આગમ સર્વ ભવ્ય પ્રાણીઓ માટે ચક્ષુ સમાન છે.૪૬ - આગમ માબાપ છે તે જણાવે છે. आगमो चेव जीवाणं जणणी णेहणिभरा । जोग-खेमंकरो निजं आगमो जणगो तहा ॥४७॥ આગમ જીવોની સ્નેહ સભર નયનોવાળી માતા છે; તથા સદા યોગક્ષેમ કરનાર હોવાથી પિતા છે. જેમ માતા પુત્રનું પાલન પોષણ પરિવર્ધન કરે છે. તેમ જિનેશ્વરે ભાખેલો સિદ્ધાંત પણ જીવોનું પાલનાદિ કરતો હોવાથી માતા છે. પૂર્વ પ્રાપ્ત ગુણોનું રક્ષણ કરવાથી, અપૂર્વ ગુણોને પ્રાપ્ત કરાવવાથી જીવોનો આગમ પિતા સમાન યોગક્ષેમકારી છે. ૪શા - સાર્થવાહની ઉપમાં દર્શાવે છે. રા-દોસ-સાઠુકસાવયર્સ | एसो संसारकंतारे सत्याहो भग्गदेसओ ॥४८॥ - રાગ, દ્વેષ, કષાય વિ. દુષ્ટ જંગલી પશુઓથી ભરપૂર આ સંસાર વનમાં સાર્થવાહ ની જેમ માર્ગ દેખાડનાર છે. માર્ગનાં ગુણોને જાણનાર સાર્થવાહ જંગલી પ્રાણીઓથી વ્યાપ્ત જંગલમાં સાર્થના પ્રવાસીઓને નિરુપદ્રવમાર્ગ બતાવે છે. તેમ અનેક આપત્તિઓથી ભરપૂર સંસાર વનમાં જ્ઞાનાદિ સ્વરૂપ નિરુપદ્રવ માર્ગને જૈનાગમ દેખાડે છે. ૪૮. सारीर-माणसाणेयदुक्ख-कुग्गाहसागरे । बुडुंताणं इमो झत्ति हत्थालंबं पयच्छइ ॥४९॥ શારીરિક, માનસિક દુઃખ અને ખોટી પક્કડ સ્વરૂપ સમુદ્રમાં ડુબતાં પ્રાણીઓને હાથના આલમ્બન રૂપ સમકિતાદિ આપે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | જેમ સાગરમાં ડુબતાં પ્રાણીઓને કોઈક હાથનું આલમ્બન આપીને બચાવી લે છે. તેમ દુઃખસાગરમાં ડૂબતાં પ્રાણીને જૈનાગમ સમકિત વગેરેના દાન દ્વારા ઉદ્ધરી લે છે. ૪૯ महाविज्जासहस्साणं महामंताणमागमो । भूइट्ठाणं सुदिट्ठाणं एसो कोसो सुहावहो ॥५०॥ આગમ હજારો મહાવિદ્યા તથા પ્રભાવશાળી પુરુષોથી અધિષ્ઠિત પ્રભાવશાળી મંત્રોનો સુખકારી ભંડાર છે. વિદ્યા દેવીઅધિષ્ઠિત હોય છે અને સાધનાથી સિદ્ધ થાય છે. મંત્ર દેવ અધિષ્ઠિત હોય છે અને સાધના વિના સિદ્ધ થાય. (આવશ્યક નિર્યુક્તિમાં પણ આમ જ કહ્યું છે.) કોઈને શંકા થાય કે અન્યદર્શનનાં શાસ્ત્રોમાં પાગ મહાવિદ્યા વિ. દેખાય છે. તો પછી આ જૈનાગમ જ મહાવિદ્યા ભંડાર કેવી રીતે થયો ? તમે હકીકતથી અજ્ઞાન છો કારણ તે આગમ તથા વિદ્યાઓ આ આગમ માંથી નીકળેલા છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીએ કહ્યું છે કે - પરશાસ્ત્રમાં જે કાંઈ સુભાષિતો જાણવા મળે છે. તે પૂર્વરૂપી મહાસમુદ્રમાંથી નીકળેલાં જિનવાક્ય રૂપ બિંદુઓ જ છે. આની અમને પાકી ખાત્રી છે. પવા चिंताईयं फलं देइ एसो चिंतामणी परो । मण्णे तं नत्थि जं नत्थि इत्य तित्थंकरागमे ॥५१॥ કલ્પનાથી અધિક ફળ આપનાર હોવાથી આ શ્રેષ્ઠ ચિંતામણી છે. હું તો માનું છું કે જે પદાર્થ આ જૈનાગમ માં નથી તે આ જગતમાં ક્યાંય છે જ નહિ. પલા आगमं आयरंतेण अत्तणो हियकंखिणा । तित्थणाहो गुरु धम्मो ते सब्बे बहुमण्णिया ॥५२॥ આત્મહિતની ઝંખનાવાળો આગમનો આદર કરે તો સાથોસાથ તીર્થંકર સુગુરું ધર્મ તે સર્વનું બહુમાન થઈ જાય છે. પરા. Page #168 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ बहुमाणेण एयम्मि नत्थि तं जं न मन्नियं । तेलोक्के मन्नणेज्जाणं वुत्तो ठाणं जओ इमो ॥ ५३ ॥ આગમમાં આંતરપ્રીતિ રાખવાથી ત્રણલોક ની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ નો આદર થાય છે કારણ કે ત્રણ લોકમાં માનનીય પુરુષોનું આ આશ્રય સ્થાન છે. પા આગમનું પ્રામાણ્ય દર્શાવે છે. न यागमं पमोत्तूणमन्त्रं मण्णंति सूरिणो । पमाणं धम्ममग्गम्मि दिट्ठतं बेंति केवली ॥५४॥ આગમને છોડી આચાયોં ધર્મ બાબતમાં સાધક તરીકે અન્યને પ્રમાણ કરતાં નથી. દ્રષ્ટાંત રૂપે કેવલી ભગવંતો પણ આગમ શુદ્ધ આહાર વાપરે છે. ||૫૪॥ · ૧૫૭ પિણ્ડ નિર્યુક્તિ ગા. ૫૨૪ માં કહ્યું છે કે कल्लाणाणं महंताणं अणंताणं सुहाण य । भायणं चैव जे जीवा ते तं भावेंति भावओ ॥५५॥ શ્રુતોપયોગવાળો શ્રુતજ્ઞાની જો અશુદ્ધ ગૌચરી લાવે તો પણ કેવલી ભગવંતો વાપરે છે. નહિં તો શ્રુત અપ્રમાણ થઈ જાય. ૫૫॥ જે જીવો બહુમાનથી આગમને મનમાં ધારે છે તેઓ મહાકલ્યાણ અને અનંતસુખનાં ભાજનબને છે. ૫૫ अण्णाणं मंदपुण्णाणं णिसामंताण कत्थइ । कण्णसूलं समुप्पज्जे अमयं पि विसं भवे ॥५६॥ મંદભાગી, દુર્વ્યવ્ય અભવ્ય વિ. ને આગમ સાંભળતા કાનમાં દુઃખ ઉપજે છે. તેઓને અમૃત પણ વિષ બની જાય છે. ૫૫૬॥ આ અર્થમાં કથા કહે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વસુદત્ત કથા અહીં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં જયપુર નામે નગર છે. તે નગર જેમ શ્રેષ્ઠ ગાંધર્વકુલ સુંદર ધ્વનિવાળું, શબ્દશાસ્ત્ર સુંદર સ્વરવાળું, ધનુર્ધરનું શરીર સુંદર બાણવાળું હોય છે. તેમ આ નગરી સુંદર સરોવરવાળી છે. જેમ તીણ તલવાર સુંદર પાની પાયેલી હોય છે, માનસરોવર સુંદર પાણીવાળું હોય, ઉત્તમ કવિનું વચન સુંદર વાણીવાળું હોય છે, તેમ આ નગર સુંદર વણિવાળુ છે. જેમ વાત્સલ્ય ભાવિત નર સમૂહ સુંદર શરણ રૂપ (રક્ષણ કરનાર) હોય છે; મહામતિનું હૃદય શ્રેષ્ઠ સ્મૃતિવાળું હોય; વાયુ શરીર સુંદરધ્વનિવાળું હોય છે. તેમ આ નગર સુંદર રસ્તાવાળું છે. જેમાં સમુદ્રની સુંદર રત્નવાળું કિરમજીના રંગથી રંગાયેલું વસ્ત્ર સુંદર રંગવાળું હાથીનું મુખ સુંદર દાંતવાળું હોય છે તેમ સુંદર નિર્માતા (કલાકાર) વાળું આ નગર છે. ત્યાં નમી રહેલાં સામંત રાજાઓના મુકટ મણિની પ્રભાથી જેનાં ચરણકમલ કાન્તિવાળા થાય છે તેવો જિતશત્રુ રાજા છે. રૂપાદિગુણોથીયુક્ત ત્રણ જગતની સ્ત્રીઓને ફિકી પાડનારી તેને કુંદપ્રભા પટ્ટરાણી છે. ત્યાં સઘળાં શાસ્ત્રમાં નિપુણ રાજાને માનીતો ધનદત્ત નામે શેઠ છે. જેને વસુમતિ પ્રિયા સાથે પંચવિષયક સુખ ભોગવતાં પાછળી વયમાં વસુદત્ત નામે પુત્ર થયો. તે પુત્ર અનુક્રમે બોત્તેર કલામાં હોંશીયાર થયો. છતાં પણ ધર્મકલામાં અજાણ હતો. મા બાપે સમજાવ્યું કે હે બેટા ! સર્વકલામાં પંડિત પણ ધર્મકળા વિના અપંડિત જ છે. વળી વિજ્ઞાન વિનયવિ. સર્વગુણો પણ ધર્મ વગર નકામાં નીવડે છે. માટે ધર્મમાં પ્રયત્ન કર. તે કલાની પ્રામિ જિનાગમ સાંભળવાથી જ થાય છે. માટે સુગુરુ પાસે જઈને સાંભળ. આટ આટલું કહેવા છતાં ભારે કર્મનાં લીધે તે જરા પણ માનતો નથી. જ્યારે માતાએ શેઠને વાત કરી કે આ આપણો પુત્ર થઈ સંસાર વનમાં ભટકે તે સારું ન કહેવાય. તેથી કાંઈ યુક્તિ લગાડો જેથી આ જૈન સિદ્ધાંતને સાંભળે. ત્યારે પિતા આગ્રહ કરીને પુત્રને વ્યાખ્યાનમાં લઈ ગયો. પણ અભવ્યત્વ નાં લીધે જેમ જેમ સાંભળે છે તેમ તેમ કાનમાં સોંપો ભોંકાવા લાગી અને ચિત્તમાં ખેદ થવા લાગ્યો. બાપના અનુરોધે દરરોજ વ્યાખ્યાનમાં જાય છે. પણ કાંઈ સાંભળવું ગમતું નથી. હે તાત ! જગતમાં જીવાદિનો જ વિરહ હોવાથી કાગડાના દાંતની પરીક્ષા જેવું આ અગડ બગડે શું સાંભળો છો. પોતાની બુદ્ધિથી અનેક પ્રકારનાં Page #170 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૫૯ કલ્પિત શાસ્ત્રો રચી અનેક પાખંડીઓ ભોળા માણસોનું ભક્ષણ કરે છે; બોલવામાં ઉસ્તાદ માયાવી પુરૂષો સંતનો વેશધારી લોકોનો વિશ્વાસ મેળવવાં ‘‘આ સર્વજ્ઞનું વચન છે;'' એમ કહે છે ખરેખરતો સર્વજ્ઞ જ નથી તો તેણે રચેલું શાસ્ત્ર ક્યાંથી હોય ? તેથી ઉન્મત્તના વચનની જેમ એમાં તમને આદર કેવી રીતે થાય છે? વળી ઓ પિતાજી ! આ સાંભળતા મારા કાનમાં ભારે વેદના થાય છે અને અંગો અંગઆગથી દાઝી રહ્યું છે તેથી હું તો ઘેર જાઉં છું. ત્યારે શેઠે વિચાર્યુ આ તો કોઈ અભવ્યજીવ લાગે છે. આને પકડી રાખવામાં કોઈ ફાયદો નથી. ઉઠીને ઘેર ગયા. યોગ્ય વયે લગ્ન થયા. વિષય સુખ અનુભવતો ધર્મ મોક્ષ પુરુષાર્થથી વિમુખ અગમ્ય અભક્ષ્ય વિ.માં પ્રવૃત્તિ કરનારો તથા જીવઘાત કરવામાં મસ્ત રહેનારો આર્ત રૌદ્ર ધ્યાનને વશ થયેલો મરીને સાતમી નરકમાં ગયો. ત્યાંથી દીર્ધાયુવાળો માછળો થયો. ત્યાંથી મરી આ જ ભરતમાં રિષ્ટપુર નગરમાં ભીખ માંગનારા ગોભદ્ર બ્રાહ્મણની જવલનપ્રભા નામની પત્નીની કુખે પુત્ર થયો. તેનું અગ્નિદેવ નામ પડ્યું. શરીર તો વધ્યુ પણ મુંગો અને ક્રૂર ચિત્તવાળો હોવાથી વિષવૃક્ષની જેમ સર્વને ત્રાસ ઉપજાવનારો થયો. એક વખત રાજાનાં પ્રિયપુરુષે તેની આગલ રમતમાં ઘાસનું તણખલું નાંખ્યું. ત્યારે તે ક્રોધે ભરાઈને તેને લાકડીથી પ્રહાર કરીને મારી નાંખ્યો.તેથી રાજાએ પણ તેનાં નેત્રો ઉખાડી હાથ પગ કાન નાક છેદીને મરાવ્યો અને છઠ્ઠી નરકમાં ઉપન્યો; ત્યાંથી ફરી માછલો થયો. માછીમારે જીવતો પકડી તપેલા તેલ વિ. છાંટી માર્યો. મરીને ભરવાડ થયો. પણ તે મહામૂર્ખ પત્થર જેવો જડબુદ્ધિવાળો હતો. યૌવનના ઉન્માદથી તથા મૂર્ખતાનાં લીધે મા બહેનને પણ મારવા લાગ્યો. એક વખત પોતાનાં ઘરની પાછળ સ્નાન કરતી ગામ મુખીની પત્ની જોઈ. વાડ ઓળંગી તેની પાસે ગયો. બલાત્કારે ભોગવતાં તેણીએ બુમ પાડી તેટલામાં ઠાકોર આવ્યો. તેનાં અંડકોષનો છેદ કર્યો અને લિંગને પીલી નાંખ્યુ; એમ વેદના ભોગવતો મરી પાંચમી નરકમાં ગયો. ત્યાંથી નીકળી મ્લેચ્છજાતિમાં જાતંધ પુત્ર થયો. આનું પાલન પોષણ કરવું ભારે પડશે. એમ જાણી માતાએ જાતે તેનું ગળું મરડી મારી નાંખ્યો. અને નરકમાં ગયો. એરીતે અભવ્ય હોવાનાં લીધે અનંતકાલ સંસારમાં ભમશે. (વસુદત્ત કથા સમાપ્ત) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ અર્થનાં નીચોડ માટે ગાથા કહે છે.. ता एयं जेऽवमण्णंति बाला हीलंति आगमं । घोरंधारे दुरुत्तारे अहो गच्छंति ते नरा ॥ ५७ ॥ जिणाssणं लंघए मूढो 'किलाहं सुहिओ भवे' । जाव लक्खाईं दुक्खाणं आणाभंगे कओ सुहं ? ॥५८॥ ગાથાર્થ :- જે અજ્ઞાની લોકો આ આગમનું અપમાન અને હીલના કરે છે; તેઓ ઘોર અંધકારમય દુઃખે નીકળી શકાય એવી નરક પૃથ્વીમાં જાય છે. આશા ઓળંગવાથી હું સુખી થઈશ એવું મૂઢ માણસ માને છે; પરંતુ તે લાખો દુઃખ પ્રાપ્ત કરે છે.કારણ કે આજ્ઞા ભંગ કરવાથી સુખ ક્યાંથી હોય ? ઓધ નિર્યુક્તિ (ભાષ્ય ૪૫-૪૬ ગાથામાં) માં કહ્યું છે કે- પ્રમાદના વશે રાજાનીઆજ્ઞાનો ભંગ કરતા જેમ જેલમાં જકડાવું, ધનાદિ સામગ્રીનું જમ થવું. દુઃખ મરણ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે તેમ પ્રમાદવશે જિનેશ્વની આજ્ઞા તોડતાં દુર્ગતિમાં ક્રોડોવાર મોતને પામે છે. ૫૭) ૫૮॥ આગમનો માહાત્મ્ય દર્શાવનારી ગાથા कट्टमम्हारिसा पाणी दूसमादोसदूसिया । હા ! મળાવા હું કુંતા ?, ન હુંતો નક્ નિગમો થા જિનાગમ ન હોત તો દુષમકાલનાં દોષથી દૂષિત નાથ વગરનાં એવાં અમારા જેવાનું શું થાત ? મિથ્યાત્વ બલથી પ્રેરણા કરાયેલું સમક્તિ મંદ પડે છે અને અવસર્પિણી કાલનાં દોષથી કષાયો વૃદ્ધિ પામે છે. ગુરુકુલવાસ ફૂટી રહ્યો છે એટલે અંદરોઅંદર ફૂટ પડી રહી છે. ધર્મમાં પણ મંદ બુદ્ધિ થઈ રહી છે. લોકનાનાથે જે કહ્યું તેજ થઈ રહ્યું છે જેમ રાજાઓ કુટુંબીઓ સાથે ઝઘડે તેમ ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, વસતિ શ્રાવક વિ. માટે સાધુઓ (યુદ્ધકરશે) ઝઘડશે કજીયો કરનારા, તથા પ્રાયઃ કરીને દુષમ કાલમાં અસમાધિ કરનાર, શાંતિનો ભંગ કરનારા, નિર્મી, નિર્દય અને ક્રૂર લોકો હોય છે. જનસમૂહને ક્રોધમાન મદ અનેમત્સર થી પૂરી અધર્મે સમસ્ત જપ તપ સારવાળા ધર્મને પણ જીતી લીધો છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૬૧ વિષયોમાં આતુર તે પાપીઓ વ્યવહારમાં પહેલાં હોય છે. અને ધર્મ થી ભ્રષ્ટ તેઓ અસદાચારી હોય છે. સ્વજનો સાથે હંમેશને માટે વિરોધી,લુબ્ધ, વૃદ્ધ, અને મિત્રોનાં ધર ભરનારાં, ભારેકોધી દયા તથા લજ્જા વગરનાં લોકો હોય છે. દુષમકાળમાં શરણ વગરનાં લોકો નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલોકમાં શારીરિક અને માનસિક દુઃખો જે પ્રાપ્ત કરે છે. તારક એવા આગમને નહિં જાણનારા જીવો દુઃખથી તપેલા (પીડાતાં) ચોરાશી લાખયોનિ સ્વરૂપ ચાર ગતિના ગમનથી ગહન સંસારમાં ભટકે છે. આવા દુઃષમકાળમાં પણ આગમ જે તારણહાર હોય તો ભવસાગરથી તરી જાય છે. સ્વભાવથી દૂર અનેવિષયમાં લૐ બનેલાં પણ જિનવચનથી મન વાસિત થતાં ત્રણે લોકનાં જીવોને સુખ આપનાર બને છે. तम्हा ताणं महाणाहो बंधू माया पिया सुही । गई मई इमो दीवो आगमो वीरदेसिओ ॥६०॥ તેથી આ આગમને વીર પ્રભુએ મહાનાયક, બંધુ, મા, બાપ, મિત્રસમાન, સુગતિ સન્મતિ આપનાર હોવાથી ગતિ મતિ, ભવસમુદ્રમાં આશ્વાસન આપનાર હોવાથી બેટ(દ્વીપ), અને અજ્ઞાન અંધકારને દૂરકરનાર દીવડો કહ્યો છે. सूरीपरंपरेणेसो संपत्तो जाव संपयं । किंतु साइसओ पायं वोच्छिन्नो कालदोसओ ॥ ६१॥ આચાર્યની પરંપરાથી આ સિદ્ધાન્ત આપણને પ્રાપ્ત થયો છે. પણ કાળદોષથી પ્રાયઃકરીને અતિશયવાળા ગ્રન્થનો વિચ્છેદ થઈ ગયો છે. આ વાત કાલકાચાર્યે અભિમાની પોતાનાં પ્રશિષ્ય સાગરચંદ્ર આચાર્યને પ્રતિબોધ કરતાં કહે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કાકાચાર્ય કથાનક આ જંબુદ્દીપના ભરતક્ષેત્રમાં ધરાવાસ નામનું નગર છે. શત્રુ સમૂહની સ્ત્રીઓને વૈધવ્ય રૂપી દીક્ષા આપવામાં ગુરુ સમો વૈરિસિંહ નામે રાજા છે. તેને અંતઃપુરમાં પ્રધાન સુરસુંદરી નામે પટરાણી છે. અને કાલક નામનો સકલ કલામાં પારગામી પુત્ર છે. એકવાર તે ઘોડા ખેલાવી પાછો ફરતો હતો ત્યારે આ આંબાના બાગમાં પાણી ભરેલાં વાદળા જેવો ગંભીર અને મધુર અવાજ સાંભળી કૌતુકથી જોવા માટે અંદર ગયો. ત્યારે ત્યાં સુસાધુ સમુદાયથી પરિવરેલાં ઘણાં લોકોને ધર્મદેશનાં આપતાં એવાં ગુણાકર આચાર્ય ભગવંતને નયણે નિરખ્યાં. વંદન કરીને બેઠો, આચાર્ય ભગવંતે પણ કુમારને ઉદ્દેશી વિશેષથી ધર્મદેશનાં શરૂ કરી. - જેમ કસોટીનાંપત્થરે સોનાને ઘસવાથી, છેદવાથી, તપાવાથી અને તાડના કરવાથી સોનાની પરીક્ષા થાય છે તેમ કૃત, શીલ, તપ, દયા આ ચાર ગુણોથી ધર્મની પરીક્ષા વિદ્વાનો કરે છે. ૨૦૬ આદિ અંત વગરનો જીવ પ્રવાહથી અનાદિ કાલથી કર્મ વડે લેપાયેલો છે; તે પાપથી દુઃખી થાય છે. અને ધર્મથી સુખી થાય છે. સોનાની જેમ કય છેદ તાપથી શુદ્ધ થયેલો ચારિત્ર ધર્મ, કૃતધર્મ અને તપ ખરેખર ત્રણ પ્રકારનો જાગવો. તે ધર્મ પ્રાણિવધ વિ. પાપસ્થાનનો નિષેધ કરે અને ધ્યાન ધરવું, ભણવું વિ.નું વિધાન કરે આ ધર્મની કષપરીક્ષા (ચકાસણી) થઈ. જે બાહ્ય અનુષ્ઠાનથી વ્રત નિયમોનો બાધ ન થાય તેમજ જેમાં શુદ્ધિ સંભવતી હોય તે ધર્મ છેદપરીક્ષામાં પાસ થયો કહેવાય. જીવાદિપદાથોને યથાવસ્થિત ભાખનારો અને તેનો કર્મબંધાદિ થાય છે એવું જગાવી તેનાથી છુટવા માટે સાધક બનનારો ધર્મ તાપશુદ્ધ કહેવાય છે. આવા પ્રકારો વડે પવિત્ર થયેલો ધર્મ જ ધર્મપણાનું નામ પામે છે. આ પ્રકારોથી જે ધર્મ નિર્મલ થયેલો નથી. તે બેમાંથી- આલોક પરલોક કોઈ પણ દેકાણે સારો નીવડતો નથી. એવાં (અશુદ્ધ) ધર્મનું ફળ નકકી વિપરીત હોય છે. આ ધર્મ ઉત્તમપુરુષાર્થ હોવાથી આમાં જે ઠગાઈ જાય છે તે સર્વ કલ્યાણ થી દૂર-વિખૂટો રહે છે. તે તે પ્રકારથી આ ધર્મમાં જે ઠગાતો નથી તેનાં હાથમાં સર્વ કલ્યાણ સામગ્રી આવે છે. તેથી પંડિત પુરુષોએ હંમેશા સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મની પરીક્ષા કરવી જોઈએ. Page #174 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ ગુરુવયાણો સાંભળવાથી કાલક રાજકુમારનો કર્યભાર ઓછો થવાથી ચારિત્રનાં ભાવ જાગ્યા. અને કહેવા લાગ્યો કે ભગવન્! મિથ્યાત્વની જાલમાં ફસાયેલાં મને વાસ્તવિક ધર્મ કહીને આપે ઉગાર્યો છે. તેથી હવે મારે જે કરવા યોગ્ય છે તે ફરમાવો. જ્યારે સૂરીશ્વરે તેનાં ભાવો પરખી ઉત્તમ સાધુ ધર્મ ફરમાવ્યો; તે વાત સ્વીકારી રાજા પાસે કુમાર ગયો. મહામુલીએ મા-બાપ આદિથી પોતાને છોડાવીને અનેક રાજપુત્રો સાથે સંયમ સ્વીકાર્યો. ગ્રહણ આસેવન, શિક્ષા ગ્રહણ કરીને ગીતાર્થ થતાં ગુરુએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપ્યાં. પાંચસો સાધુઓથી પરિવરેલાં ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતાં ઉજૈની નગરીમાં પધાર્યા. નગરનાં ઉત્તર દિશાનાં વનખંડમાં યતિયોગ્ય પ્રાસુક પ્રદેશમાં વસ્યાં. તેમને પધારેલા જાણી લોકો ઝડપભેરે વંદન કરવા ગયા અને સૂરિને પ્રણામ કરી શુદ્ધભૂમિતલ ઉપર બેઠા. ત્યારે કાલક સૂરિએ દુઃખરૂપવૃક્ષનાં ઘીચ વનને ભામાતુ કરવામાં દાવાનલ સમાન જિનેશ્વરે ભાખેલો ધર્મ ગંભીર ધ્વનિથી કહ્યો. તે સાંભળી સભાજનો અધિક સંવેગ પામ્યા. અને સૂરીનાં ગુણ ગાતાં ગાતાં પોતાનાં ઘેર ગયાં. એ પ્રમાણે ભવ્ય જીવોરૂપી કમળને પ્રતિબોધ કરતાં આચાર્ય મ. નો કેટલોક કાળ પસાર થયો ત્યારે ભવિતવ્યતા યોગે ત્યાં સાધ્વી સમુદાય આવ્યો. તેઓમાં સરસ્વતી નામનાં સાધ્વી હતાં... તે કેવાં છે ? સરસ્વતીની જેમ હસ્તાગ્રમાં પુસ્તક છે. પણ અકલીન નથી. (સરસ્વતી પિતા-બ્રહ્માને પરાગી હતી તેથી કુલીન નથી) ગૌરીની જેમ મહાતેજસ્વી છે પણ ભવ-સંસારમાં રક્ત નથી. (ગૌરી ભવ-શંકરમાં રત હતી) શરદકાળની નદીની જેમ સ્વચ્છ આશયવાળી પણ નદી ગ્રાહ ઝુંડ વિ. દુષ્ટ જલચર પ્રાણીવાળી હોય છે. ત્યારે આ ખોટી પકડ રાખનારી નથી. લક્ષ્મી જેમ કમલ આલયવાળી છે તેમ આ નિર્મલ સ્થાનવાળી છે. પરંતુ કામના (વિષયવાસના) વિનાની છે ચંદ્રલેખાની જેમ સર્વજનોને આનંદ આપનારી છે. પણ તેની જેમ વાંકી નથી. એટલે કે તે ગુણો અને રૂપથી સર્વનારીઓમાં મુખ્ય છે. વળી સંયમની ક્રિયામાં ઉદ્યમવાળી એવી સરસ્વતી નામની કાલકાચાર્યની નાની બહેન Úડિલ ભૂમિએ જતી ઉજૈનીના રાજા ગર્દભિલે જોઈ. અન એહો દુષ્ટ વિચાર થયો આગેન્જ આસક્ત બન્યો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હા સુગુરુ ! ઓહ ! ભાઈ ! ઓ પ્રવચનનાં નાથ! હે કાલક મુનીન્દ્ર! અનાર્ય રાજાવડે હરણ કરાતા મારાં સંયમનનું રક્ષણ કરો. આવી રીતે વિલાપ કરતી તેણીને અનિચ્છાએ બળજબરીથી અંતઃપુરમાં નાંખી દીધી. તે જાણી સૂરિએ રાજા પાસે જઈ કહ્યું કે રાજન્ ! પ્રમાણમાં રહેલાઓએ પ્રમાણોનું યત્ન થી રક્ષણ કરવું જોઈએ. પ્રમાણમાં રહેલાં અવ્યવસ્થિત બને ત્યારે પ્રમાણો વિશાદ (નાશ) પામે છે. (મર્યાદામાં રહેલાઓએ ન્યાયોનું પ્રયત્નોથી રક્ષણ કરવું જોઈએ. નહિ તો વેર વિખેર થયેલી મર્યાદાથી નીતિઓ લોપ થાય છે.) વળી તપોવન વિ.નું રાજાને જ રક્ષણ કરવાનું હોય છે. રાજાઓનાં ભુજાની પરાક્રમની છાયાનાં આશ્રયથી ઋષિ મુનિઓ સુખે રહે છે. અને નિર્ભય બની પોત પોતાની ધર્મ ક્રિયા કરે છે. તેથી આ સાળીને છોડી દો. પોતાનાં કુલને કલંક ના લગાડો ! કહ્યું છે કે... જે પરદારનું હરણ કરે છે. તે ગોત્રને ગંદુર કરે છે. ચારિત્ર ને મલિન કરે છે. સુભટપણાને હારી જાય છે. જગમાં સઘળે અપયશ ફેલાવે છે. અને કુલ ઉપર મેંશનો કુચો ફેરવે છે. તેથી મહારાજ ! શરીરમાંથી નીકળેલી પેશીઓની માફક આ વિરુદ્ધ છે. કામાતુર તથા ઉધી બુદ્ધિનાં લીધે રાજાએ કાંઈ માન્યું નહિ. કેમકે - સામે રહેલું દશ્ય (આંખથી જોઈ શકાય તેવી) વસ્તુને અંધ માણસ દેખાતો નથી, જ્યારે રામાંધ તો જે છે તે તો દેખાતો નથી. અને જે નથી તેને દેખે છે. અને તેથી અશુચિથી ભરેલાં પ્રિયાનાં શરીરમાં ડોલરના કુલ, કમળ, પૂનમનો ચંદ્ર, કળશ કાંતિ ભર્યા લતાનાં પાંદડાઓ વિ.નો આરોપ કરી હરખે છે. કીડા કરે છે. તેથી હે રાજન્ ! આ તપસ્વિનીને છોડી દે. અન્યાય ન કરો, તમે અન્યાય કરશો તો બીજો કોણ ન્યાયી બનશે. છતાં રાજા કેમ કરીને ન માન્યો. અને સંઘ પાસે કહેવાડ્યું છતાં તેણે સંઘને પણ નકાર ભણ્યો. ત્યારે કોધે ભરાઈ કાલકાચાર્યે આ ઘર પ્રતિક્ષા કરીકે સંધનો વિરોધી, પ્રવચનનો ઘાતક, સંયમનો નાશ કરવામાં તત્પર એવાં માણસોની ઉપેક્ષા કરનારની જે ગતિ થાય તે ગતિ મારી થાય. તેથી નિર્લજજ આ રાજાને હું આ રાજ્યથી ભ્રષ્ટ કરીશ. આવું કરવું જોઈએ તે વિષે આગમ માં પણ કહ્યું છે કે.. સામર્થ્ય હોય તો આજ્ઞા ભંગ કરનારની ઉપેક્ષા ન કરવી જોઈએ. પાગ Page #176 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૬૫ અનુકૂલ કે પ્રતિકૂલ ઉપાયથી શિક્ષા આપવી જોઈએ. (૨) તથા સાધુ અને ચૈત્યનાં શત્રુને તથા જિનશાસનનાં નિંદાખોરોને વિશેષ કરી સર્વશક્તિથી વારવા જોઈએ. ૨ આવી પ્રતિજ્ઞા કરીને સૂરિએ વિચાર્યું આ ગભિલ મહાપરાક્રમી અને ગદંભી વિદ્યાનાં લીધે બલિષ્ઠ છે. માટે તેને ઉખેડવાનો કોઈ ઉપાય કરવો પડશે. એમ વિચારી કપટથી પાગલ બની ત્રણ રસ્તે ચાર રસ્તે ચોક વિ. જાહેર સ્થલમાં આ પ્રમાણે બકવા લાગ્યા. જો ગર્દભિલ રાજા છે તો તેથી શું થયું ? એનો દેશ રમ્ય છે તો તેથી શું થયું ? રમ્ય-રાણી વાસ છે તો તેથી શું થયું ? નગરી સારી વસેલી છે તો તેથી શું થયું ? માણસો સારા વેશવાળા છે તો તેથી શું થયું ? ભિક્ષા માટે કરું તો તેથી શું થયું ? જો હું સૂના ઘરમાં સુઈ જાઉં તો તેથી શું થયું. એ પ્રમાણે સૂરિને બોલતા દેખી નગરજનો કહેવા લાગ્યા. અરેરે ! રાજાએ સારું નથી કર્યું. કારણ કે બહેન આપત્તિ માં પડવાથી પોતાનાં ગચ્છને મૂકી આ સકલગુણના નિધાન ! કાલકસૂરિ પાગલની જેમ ભમે છે તે ખેદ જનક છે. બાળ, ગોવાળ, સ્ત્રી વિ. પાસેથી રાજાની નિંદા સાંભળી મંત્રીઓએ રાજાને કહ્યું કે રાજન્ ! આ બરાબર નથી કર્યું. આ સાધ્વીને છોડી દો. એનાં લીધે ભારે નિંદા થઈ રહી છે. વળી મોહ વશ બનેલો જે માણસ ગુણીજનનું અહિત કરે છે. તે જાતને દુઃખ દરિયામાં ડુબાડે છે. ત્યારે રાજા ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે આવી શિખામણ તારા બાપને આપજે. તે સાંભળી ‘સમુદ્ર મર્યાદા ઉલંઘે તો કોણ રોકી શકે’ એવું દિલમાં ધારી મંત્રીઓ ચૂપ થઈ ગયા. તે વાતની માહિતી મળતાં સૂરિ નગરથી નીકળી નિરંતર વિહાર કરતાં કરતાં ઈરાન કાંઠે શકફૂલ નામના કુલમાં પહોંચ્યા. ત્યાં જે સામંત હોય તે શાહી અને તેમનો અધિપતિ તે શાહાનુશાહી કહેવાય છે. કાલકસૂરિ એક શાહી પાસે રહ્યા અને મંત્ર તંત્રાદિથી તેને પ્રસન્ન કર્યો. એક વખત વિવિધ ગોષ્ઠી કરતો સુરિ સમીપે ખુશમિજાજ બની શાહી બેઠો હતો. ત્યાં પ્રતિહારે આવીને વિનંતિ કરી કે હે સ્વામી ! શાહાનુશાહીનો દૂત આવ્યો છે. જલ્દી અંદર બોલાવો. ત્યારે અંદર બોલાવ્યો આપેલ આસન ઉપર બેઠો. અને દૂતે ભેટ આપી. તે જોઈ નવી વર્ષા ઋતુનાં આકાશ જેવું મોટું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કાળુ ઢબ બની ગયું. તે દેખી સૂરિએ વિચાર્યુ કે શાહી જુદા જ ભાવ કરતો કેમ દેખાય છે ? કારણ કે સ્વામીના પ્રસાદે આવેલું ભેટમું જોઈ ‘“વાદળા જોઈ મોર હર્ષ ઘેલાં બને છે; તેમ સેવકો ખુશ થાય છે.'' ત્યારે એમનું તો મુખ કાળું થઈ ગયું છે તેથી આનું કારણ પૂછું ? આ દરમિયાન જ્યારે શાહીનાં પુરુષે બતાવેલાં દૂતવાસમાં દૂત ગયો. ત્યારે સૂરિએ ‘“સ્વામીની કૃપા આવવાં છતાં તમે ઉદાસ કેમ દેખાઓ છો ?’’ શાહીએ જવાબ આવ્યો કે હે ભગવાન્ ! આ સ્વામીનો પ્રસાદ નહિ પરંતુ ક્રોધ આવ્યો છે. અમારાં સ્વામી જેનાં ઉપર ક્રોધિત બને છે. તેને નામાંકિત મુઘાવાળી છુરી મોકલે છે. તેથી કોઈક કારણથી ક્રોધે ભરાઈ આ છુરી મોકલી છે. આનાથી જાતનો ઘાત કરવાનો છે. આ સ્વામી ઉગ્ર દણ્ડવાળો હોવાથી તેની આજ્ઞામાં કોઈ જાતનો વિચાર કરી શકાય નહિં. સૂરિએ કહ્યું તારા એકલા ઉપર રૂઠ્યો છે કે અન્ય ઉપર પણ ? શાહીએ પૂછ્યું મારા સિવાય અન્ય પંચાણું શાહી ઉપર રૂઠ્યો લાગે છે. કારણ કે આ છરી ઉપર છન્નુમો આંક દેખાય છે. સૂરિએ કહ્યું તો પછી મરવાનું રહેવા દો. શાહીએ કહ્યું - શાહાનુશાહી ગુસ્સેથાય પછી કુલક્ષય થયા વિના રહેતો નથી. હું એકલો મરી જાઉં તો બાકીના કુલનો ક્ષય ન થાય. સૂરિએ કહ્યું એમ હોય તો પણ દૂત મોકલી પંચાણું શાહીઓને અહીં બોલાવી દો. અને આપણે બધા હિંદુ દેશમાં જઈએ. જેથી તમારો કે તમારાં કુલનો પણ નાશ થશે નહિં. શાહાનુશાહીનાં દૂત પાસે અન્ય પંચાણું નાં નામ જાણી પોતાનો દૂત મોકલી કહેવાડ્યું કે તમે પ્રાણ ત્યાગ કરતાં નહિં પણ બધા અહીં આવી જાઓ. હું બધું સંભાળી લઈશ. ત્યારે પ્રાણોનો ત્યાગ ઘણી અઘરી ચીજ હોવાથી તેઓ સર્વ સામગ્રી ભેગી કરી ત્યાં જલ્દી આવી ગયા. ત્યારબાદ શાહીએ સૂરિને પૂછ્યું હવે અમારે શું કરવાનું છે; તે ફરમાવો ! સૂરિએ કહ્યું કે સૈન્ય સાથે સિંધુ નદી ઉતરી હિંદુ દેશમાં ચાલો. પછી વહાણમાં બેસીને સૌરાષ્ટ્રમાં આવ્યા. આ દરમ્યાન વર્ષાઋતુ શરુ થઈ એટલે માર્ગો દુર્ગમ થયા. તેથી સૌરાષ્ટ્ર દેશમાં ઢંક પર્વતની પાસે છન્નુ ભાગ પાડીને રહ્યા. આ અરસામાં જેમ મોટો રાજા શોભાશાળી પ્રધાનવાળા હોય તેમ સુંદર સફેદ કમલવાળો, જેમ મોટા યુદ્ધનાં સમયે ઘણાં રાજાઓ ઉછળતા હોય તેમ ઘણાં ગોવાળો ચંચલ બની રહ્યા છે. નવો વર્ષા કાળ જેમ બગલાવાળો દેખાય છે તેમ ઘોળા બગલાઓ દેખાય છે. જેમ ભગવાન શ્રેષ્ઠ રાજાઓથી સેવાય છે. તેમ રાજહંસ ચોતરફ ફરી રહ્યા છે. શ્રેષ્ઠ મહેલ માં જેમ સુંદર ઝરોખાં Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રત્યક્ષ થાય છે તેમ મત્ત હાથીઓ ચોતરફ દેખાય છે. એવો શરદ કાળ આવ્યો. અને તે કાળમાં સજ્જનની મનોવૃત્તિ જેવી નદીઓ ચોકખી થઈ, શ્રેષ્ઠ કવિની વાણી જેવી દિશાઓ નિર્મળ બની પરમ યોગીના શરીર જેવું ધૂળ વગરનું ગગનમંડલ થયું. જેમ મુનિઓ શુદ્ધ મનથી શોભે છે તેમ સમરછદના વૃક્ષો પુષ્પોથી શોભે છે. શ્રેષ્ઠ કારીગરે ઘડેલી દેવકુલની પંકિતઓ સુંદર ચમકતી હોય છે તેમ સુંદર તારાઓવાળી રાત્રીઓ શોભી રહી છે. પાકેલા ધાન્યવાળી પૃથ્વી ઘણી શોભવા લાગી. વળી હર્ષ ભરેલાં ગાયનાં સમુદાયમાં રહેલાં અભિમાની બળદો ઢેકારો કરવા લાગ્યા. અમૃતનાં પૂર સમા ચંદ્રનાં કિરણો રાત્રે આખાએ મૃત્યુલોકને વિશેષ સ્નાન કરાવી ઢાંકી રહ્યા છે. જેમાં વળી શાલિવનનું રક્ષણ કરવા તૈયાર થયેલી ભીલડીઓનાં મુખેથી ગવાતા મધુર ગીતોમાં આસક્ત બનેલાં મુસાફરો માર્ગથી ભ્રષ્ટ થાય છે. આવો સર્વ જીવોને સંતોષ આપનાર શરદ કાલ આવ્યું છતે ચકવાક જાણે સંસારના વિચિત્ર સ્વભાવને સિદ્ધ કરવા સારુ શોકાતુર બન્યો. આવી શરદકાલની શોભા જોઈ પોતાની ધારણા સિદ્ધ થવાની કામનાવાળા સૂરીએ તેઓને ઉજજૈની નગરી જીતવાનું કહ્યું અને ઉમેર્યું કે તેની સાથે મોટા ભાગનો માલદેશ સંકલાયેલો છે. તેથી ત્યાં તમારો સારી રીતે નિર્વાહ (ગુજરાન) થઈ શકશે. એમ કરીએ પણ અમારી પાસે ભાથું નથી કારણ કે આ દેશમાં તો અમને માત્ર ખાવા પુરતું જ મળ્યું છે. ત્યારે સૂરિએ યોગચૂર્ણની એક ચપટી નાંખી કુંભાર જ્યાં વાસણો પકવે તેવાં ઈંટનિભાડાને - કુંભારવાડાને સોનાનો કરી દીધો. રાજાઓને કહ્યું કે તમે આ ભાતું હાથ કરો. ત્યારે સરખે ભાગે વહેંચી સર્વ સામગ્રી સાથે ઉજૈની ભણી પ્રયાણ કર્યું. વચ્ચે આવતા લાટ દેશમાં રાજાઓને સ્વાધીન કરી ઉજજૈની દેશના સીમાડે પહોંચ્યા ત્યારે શત્રુ સૈન્યને આવતું સાંભળી મોટા સૈન્ય સાથે ગર્દભિલ શરહદે આવ્યો. ત્યારે અભિમાને ચડેલી બન્ને બળવાન સેનાઓ વચ્ચે ભારે યુદ્ધ થયું. યુદ્ધ વર્ણન - પડતાં તીક્ષ્ણ બાણ, સર, ભાલા વાવલ્લ બઈથી ૌદ્ર, ફેંકાતા ચક તીક્ષ્ણ ધારાવાળી બછીં ઘણ બાણથી ભયંકર, આ બધા વિશેષ પ્રકારના શસ્ત્ર છે. તેમાં તલવાર કુહાડી ભાલા કંગીના ઘર્ષગથી અગ્નિનાં કણીયા ઉછળી રહ્યા છે; સુભટોનો પોત્કાર થઈ રહ્યો છે. ધૂળ ઉડવાથી સૂર્યનાં કિરાણો ઢંકાઈ ગયા છે. આવું યુદ્ધ થતાં ગર્દભિલનું સૈન્ય વાયુથી વાદળા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વિખરી જાય તેમ ક્ષણ માત્રમાં નાશી ભાગ્યું. તે દેખી પોતે પાછો વળી નગરમાં ભરાઈ ગયો. અને ચારે કોર સૈન્ય ગોઠવી દીધું અને શત્રુ સૈન્ય પણ નગરને ઘેરો ઘાવ્યો. અને દરરોજ ઘુસણ ખોરી કરે છે. ત્યારે એક વખત ઘસવા જતાં/સામનો કરવા જતા કિલ્લો ખાલી જોઈ તેઓએ સૂરિને પૂછયું ત્યારે સૂરીએ યાદ કરી જવાબ આપ્યો કે આજે આઠમ છે. તેથી ગર્દભિલ ઉપવાસ કરીને ગર્દભી મહાવિદ્યાને સાધી રહ્યો છે. તેથી કિલ્લાનાં ઉપરના ભાગે રહેલ ગધેડીની તપાસ કરો. તપાસ કરતાં ગધેડી દેખાઈ. સાધનાં પૂરી થતાં આ ગધેડી મોટો અવાજ કરશે. અને તેને જે શત્રુ સૈન્યના મનુષ્ય કે પશુ સાંભળશે. તેઓ લોહી વમતા હેઠા પડશે; તેથી તે સર્વને બે ગાઉ દૂર લઈ જાઓ. અને એકસો આઠ શબ્દવેધી યોધાઓ અહીં મારી પાસે રાખો. એકસો આઠ શબ્દ વેધી યોદ્ધાઓને સુરીએ કહ્યું કે જ્યારે ગધેડી શબ્દ કરવાં સારૂ મોઢું ખોલે ત્યારે તે અવાજ કરે તેની પહેલાં જ તેનું મોટું બાણથી ભરી દેજો. જો અવાજ કર્યો તો તમે પણ પ્રહાર કરી શકશો નહિં. માટે સજાગ થઈ તીર તાણીને ઉભા રહો. તેઓએ પણ સૂરિનાં કહેવા પ્રમાણે કર્યું. ત્યારે કાન સુધી ખેંચાયેલા ધનુષ્યમાંથી છૂટેલાં બાણથી મોટું ભરાઈ જવાથી પીડાયેલી ગધેડી અવાજ કરી શકી નહિ તેથી પ્રતિહત શક્તિવાળી ગર્દભવિદ્યા તે સાધક ઉપર મૂતરી અને લાત મારી ને જતી રહી. સૂરિએ શાહીઓને કહ્યું હવે આને પકડો બસ આનું આટલું જ બળ હતું. ત્યારે કિલ્લો તોડી ઉજ્જૈનીમાં પ્રવેશ્યા. જીવતો જ ગર્દભિલને પકડ્યો અને મુશ્કેટોટ બાંધી સૂરિ સમક્ષ હાજર કર્યો. સૂરિએ કહ્યું કે પાપિષ્ટ ! દુષ્ટ ! નિર્લજ્જ! અનાર્યકાર્ય કરવા તૈયાર થયેલાં ! મહારાજયથી ભ્રષ્ટ થયેલાં ! નહિં ઈચ્છતી સાધ્વીનો નાશ કર્યો અને સંધનું માન્યો નહિં તેથી મે આ કર્યું. - મહામોહથી મોહિત બની જે સાધ્વીના શીલનો નાશ કરે છે, તે માણસ જિનધર્મ અને બોધિલાભનાં મૂળમાં અગ્નિ ચાંપે છે. નષ્ટ બોધિ લાભવાળો તું પણ અનંત દુ:ખથી ભરપૂર સંસારમાં ભમીશ. વળી આ જન્મમાં પણ બંધન, તાડન, અપમાન ઈત્યાદિ દુઃખને પામ્યો. તે તો સંઘ અપમાન રૂપ વૃક્ષ નું ફૂલ છે નરક તિર્યંચ હલ્દી જાતનાં મનુષ્ય તથા નીચકોટિનાં દેવમાં જઈ સંકટોથી પીડાતો અનંત ભવોમાં રખપટ્ટી કરીશ તે તેનું કરુણ ફળ થશે. માન મદથી અક્કડ બનેલો જે થોડું પણ સંઘનું અપમાન કરે છે તે ભયાનક દુઃખ સાગરમાં જાતને ડુબાડે છે. શ્રી શ્રમણ સંઘની આશાતના વિ.થી જીવો જે દુઃખ પામે છે તે કહેવા Page #180 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કેવલી ભગવંત જ સમર્થ છે. જેણે મોટુ પાપ કર્યું હોય, સંઘનું માને નહિં તેની સાથે અમારે વાત પણ ન કરાય. છતાં પણ ધણાં પાપના ભારથી આક્રાન્ત દુઃખાગ્નિની ભયંકર જવાલાથી બળતાં તને દેખી કરુણાંથી હું કહું છું કે તું નિંદા અને ગહપૂર્વક આલોચના કરી પ્રાયશ્ચિત કરી જેથી દુષ્કરતપ ચારિત્રમાં રક્ત બની હજી પણ દુઃખ સમુદ્રથી તરી જઈશ. એમ કરૂણાથી કહેવા છતાં અતિ સંક્લિષ્ટ કર્મનાં લીધે ચિત્તમાં વધારે દુભાયો. તે દેખી સૂરિએ કહ્યું એક વાર છોડી દઉં છું અને આ દેશથી નીકળી જા. સૂરિનું વચન સાંભળી તે રાજાઓએ દેશથી તેને કાઢી મૂક્યો અને દુઃખીને દીન બનેલો ભમવા લાગ્યો. મરીને તે કર્મનાં કારણે અનંતકાલ ભમશે. ત્યાર પછી સૂરિનાં સેવાકારી શાહીને મહારાજા પદે સ્થાપી શેષ શાહીઓ સામંત તરીકે રાજ્ય સુખ ભોગવવા લાગ્યા. શકકુલથી આવેલાં હોવાથી શક કહેવાયા. એ પ્રમાણે શક રાજાનો વંશ ઉત્પન્ન થયો. સૂરીશ્વરજી કમલમાં ભ્રમર ની જેમ લીલા કરતા તથા જિનશાસનની ઉન્નતિ કરવામાં તત્પર બની કાલ પસાર કરવા લાગ્યા. કાલ જતાં શક કુલ નો નાશ કરી વિક્રમાદિત્ય નામે માલવરાજા થયો. (જે ગઈ ભિલ્લમો જ પુત્ર હતો.) વિસ્મયકારી આચરણથી ચારે તરફ કીર્તિ ધ્વજ ફેલાયો. જેણે પરાક્રમથી ઘણાં રાજાઓને આક્રાન્ત કરી દીધાં. પોતાનાં સત્વથી યક્ષને આરાધી ત્રણ વરદાન પ્રાપ્ત કર્યા. જેના દ્વારા શત્રુ મિત્રનો ભેદભાવ કર્યા વગર દાન ગંગાનો ધોધ વહેતો કયોં. પુષ્કલદાન પ્રવાહથી પૃથ્વીનાં સઘળાં માણસોને ઋણ વગરનાં કરી પોતાનો સંવત પ્રવર્તાવ્યો. તેનો વંશ ઉખેડી ઉજજૈની નગરીનો શક રાજા થયો. જેની સામતરાજાઓ સેવા કરવા લાગ્યા. વિક્રમ સવંતથી ૧૩૫ વર્ષ થયે છતે તેનો સંવત ફેરવી પોતાનો શક સંવત સ્થાપ્યો. શક કાલ જણાવા માટે પ્રાસંગિક વાત કરી હવે પ્રાકૃત કથા સંબંધ કહીએ છીએ. સૂરિએ ફરીથી બેનને સંયમમાં સ્થાપી આલોચના કરી સ્વયં અને ગણપુરાને વહન કરવા લાગ્યા. આ બાજુ ભરુચ નામનું નગર છે જેમાં સૂરીનાં ભાણેજો બલમિત્ર અને ભાનુમિત્ર રાજા તથા યુવરાજ છે. તેઓની બેન ભાનુશ્રી તેમનો પુત્ર ભાનુકુમાર છે. પરદેશથી સૂરિને આવેલા જાણી મહિસાગર નામનો પોતાનાં ૧, ૨ પર્યાયવાચી નામથી વિક્રમાદિત્ય રાજાની પ્રસિદ્ધિ કેટલાક ઈતિહાસકાર માને છે. (કાલકાચાર્ય કથા સંગ્રહ) (બળ-વિક્રમભાનુ -આદિત્ય = વિક્રમાદિત્ય) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રતિનિધિને ઉજ્જૈની મોકલ્યો. ત્યાં જઈ તેને શકરાજા પાસે આગ્રહકરી સ્વદેશમાં સૂરિને લઈ જવાની હા પડાવી સૂરિ પાસે જઈ વંદન કરીને વિનંતિ કરી કે હે ભગવંત ! બલમિત્ર અને ભાનુમિત્ર હાથ, ઢીંચણ અને લલાટને ભૂમિએ લગાડી ભક્તિ થી આપને પ્રણામ કરે છે. અને થે જોડી અંજલિ કરી વિનવે છે કે તમારા વિરહ રૂપી સૂર્યનાં પ્રચંડ કિરણોથી અમે સંતાપ પામેલા છીએ. તેથી આપનાં દર્શન રૂપી વાદળાથી ઉદ્ભવેલ દેશના જલથી તે તાપને દૂર કરો. ઘણું શું કહીએ હે કરુણા નાં સાગર ! અમારા ઉપર કરૂણા કરી પાપને હરનારા તમારા ચરણ કમલનાં વંદનનો લાભ આપો. ત્યારે કાલકસૂરિ શકરાજાને સ્વરૂપ જણાવી ભરૂચ ગયા. મોટા આડંબર થી પ્રવેશ કરાવી ભાવથી બલમિત્ર ઈત્યાદિએ વંદન કર્યું. અને સૂરિપુરંદરે ભવ નિર્વેદ જગાડનારી દેશના આપી. તુચ્છ ધાન્યનાં ઢગલા/ફોતરાં જેવો સંસાર અસાર છે. વિજળી જેવી લક્ષ્મી ચંચલ છે. તારુણ્ય ઊંધા રસ્તે જનારનું વોળાવું કરનાર છે. ભોગ ઉપભોગ દારુણ દુઃખ દેનારાં રોગસમા છે. ધન માનસિક અને શારીરિક ખેદનું કારણ છે. ઈષ્ટજનનો સંયોગ મહાશોક કરાવનાર છે. અને આયુનાં દળિયાં ક્ષણે ક્ષણે ક્ષય પામે છે. આવી પરિસ્થિતિ હોવાથી કે ભવ્યજીવો ! કુલાદિયુક્ત મનુષ્યભવ પ્રાપ્ત કરી પ્રમાદ કરવો ન જોઈએ. સર્વ સંગનો ત્યાગ કરવો. દેવાધિદેવને વાંદવા, સુગુરૂ ને સેવવાં, સુપાત્રમાં દાન આપવું, નિદાન ન કરવું, પંચ નમસ્કાર ગણવા, જિનાલયમાં પૂજા સત્કાર કરવો. બાર ભાવનાઓ ભાવવી, પ્રવચન નિંદા દૂર કરવી, સુગુરુ પાસે દુષ્કાર્યની આલોચના કરવી, બધા પ્રાણિઓ સાથે ક્ષમા કરવી, પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવો, મનથી ખરાબ ચિંતવવું નહિં યથાશક્તિ તપ ચારિત્ર (પૌષધવિ.) કરતા રહેવું, દુર્થાત ઈન્દ્રિયોનું દમન કરવું, શુભ ધ્યાન ધરવું, એમ કરવાથી સંસાર ધારા ટૂટશે. અને થોડા જ કાલમાં મોક્ષ મળશે. આ સાંભળી બલભાનુને દીક્ષાનાં ભાવ જાગ્યા. તેથી મસ્તકે હાથ જોડી વિનવવા લાગ્યો. હે નાથ ! દુઃખી એવાં મને સંસાર કારાવાસથી બહાર કાઢો. ઉત્તમ પુરૂષ દ્વારા લેવાયેલી દીક્ષા માટે યોગ્ય હોઉં તો સંસારથી ડરેલા મને દીક્ષા આપો. આપ મોડું ના કરો. કુમારનો નિશ્ચય જાણી સ્વજનોને પૂછી તે જ ઘડીએ દીક્ષા આપી. રાજા વિ. પર્ષદા આચાર્ય મ.સા.ને નમીને ઘરે ગયા. સાધુઓ પોતાનાં અનુષ્ઠાનમાં રત રહેતાં. અને રાજાને દરરોજ ભક્તિભાવથી સૂરીશ્વરને નમસ્કાર કરતા જોઈ નગર વાસીઓ જિનધર્મથી ભાવિત બન્યા. Page #182 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૭૧) જેવો રાજા તેવી પ્રજા” આ કહેવત સાચી ઠરી, પણ તેવું નગર દેખી દુભાયેલા મનવાળાં રાજપુરોહિતે રાજાની આગળ તે સૂરીશ્વરની હયાતીમાં જ કહ્યું કે હે દેવ ! બાહ્ય આડંબરમાં હોંશીયાર અપવિત્ર આ પાખંડીઓથી શું વળવાનું? આ સાંભળી સૂરિએ અનેક યુક્તિથી પુરોહિતને નિરુત્તર કરી દીધો. ત્યારે અનુકૂલ વચનોથી રાજાને ભંભેરવાનું શરૂ કર્યું. એ (સૂરિ/સાધુ) મહાતપસ્વી છે. સર્વગુણોનું ઘર, મહાસત્વશાળી, દેવ દાનવોથી પણ પૂજાયેલાં, ત્રિભુવનમાં પણ ગૌરવશાલી છે. તેથી હે રાજન ! જે માર્ગે આ સાધુ ભગવંતો ચાલે તે માર્ગમાં તમારે ચલાય નહિં. કારણ કે એમનાં પગલાં ન ઉલ્લંઘાય તેમાં મોટી આશાતના લાગે. દુર્ગતિ થાય તેથી ગુરુને વિદાય કરો. આ વચનોથી ભરાઈ જવાનાં કારણે રાજાને તે પુરોહિતની વાત સાચી લાગી ગઈ. પણ કેવી રીતે વિદાય કરવા ? પુરોહિત-અષણા કરાવો. પુરોહિતનાં કહેવા પ્રમાણે નગરમાં અનેષણા ફેલાવી નગરજનો પણ આધાકર્મ વિ. થી વધારે લાભ થાય છે એમ માની લોકો દોષિત ભક્ત પાન બનાવા લાગ્યા. એવું અપૂર્વ કરતા દેખી સાધુઓએ ગુરુને વાત કરી અને તપાસ કરતાં રાજાનો અભિપ્રાય જાણી પર્યુષણ પહેલાં જ મહારાષ્ટ્ર દેશમાં ભૂષણ સમાન પ્રતિષ્ઠાન નગર ભણી વિહાર કર્યો અને ત્યાં જણાવ્યું કે અમે ન આવીએ ત્યાં સુધી પર્યુષણ કરતાં નહિં. ત્યાં વળી પરમ શ્રાવક શાતવાહન રાજા છે. તે સૂરિને આવતાં જાણી વાદળાં ના આગમની ઉત્કંઠા રાખતો મોર જેમ વાદળા આવતા હર્ષઘેલા બને તેમ તે ઘણોજ હર્ષ પામ્યો. અનુક્રમે આચાર્યશ્રી ત્યાં આવતા સપરિવાર ચતુવધિ સંધ સાથે સામે આવ્યો. અને ભાવપૂર્વક વંદન કર્યું. અને સ્તુતિ કરતાં બોલ્યો કે... “ભવ્યકમલોને બોધ પમાડનાર ! મોહ અંધકારના પ્રસારને દૂર કરવામાં સૂર્યસમાન ! અભિમાનનાં શિખરે નર્તન કરનાર પરવાદી રૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહસમાન ! નમતાં રાજાઓનાં મુગુટમણિઓના કિરણોથી જેમનાં ચરણ કમલ ચમકી રહ્યા છે. જિનશાસનની ઉન્નતિ કરવામાં મશગૂલ બનેલાં, કલિયુગના કલંક રૂપ મલને દૂર કરવા માટે પાણી સમાન ! વર્તમાન શ્રત દરિયાનો પાર પામેલા ! ફેલાતા/આત્મા તરફ સરકતાં દર્પકંદર્પ રૂપી સાપનું શિર છેદવામાં તીણ કુહાડી સમાન ! સર્વગુણોનાં નિવાસ સ્થાન! કરુણામાં તત્પર ! શ્રેષ્ઠ ચારિત્રવાળાં યુદ્ધ વગરના ! સજ્જનો જેમનું નામ લે છે. એવાં પુરુષોત્તમ ! હે મુનિનાથ ! Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપને મારા પ્રણામ ! એમ રાજાએ સ્તુતિ કરી. આચાર્ય ભગવંતે પણ રાજાને ધર્મલાભ આપતાં કહ્યું કે કલિકાલની કાલિમાંના ઘેરા (ગાઢ) પડને ધોવા માટે અનુપમ પાણીનાં ધોધ સમો. સઘળાય દુઃખોના પર્વત સમૂહને પીસી નાંખવા સારુ ઈન્દ્રનાં વજસમાન. ચિંતામણી, કલ્પવૃક્ષ, કામઘટ, કામધેનુ, વિ. થી અધિક માહાત્મવાળો, ભવસમુદ્ર તરવા માટે જહાજ સમો, સ્વર્ગ અને મોક્ષ માટે અડચણ ભૂત નરક રૂપી અર્ગલને ભાંગવા માટે ઘણાં સરખો તેમજ જિનેન્દ્ર અને ગણધરે ઉચ્ચારેલો એવો ધર્મલાભ હે રાજન! તને હો ! ધામધૂમથી સામૈયું કરી નગર પ્રવેશ કરાવ્યો. બધા જિનાલયો વાંદી સાધુ યોગ્ય વસતિમાં વસ્યા. દરરોજ શ્રમણ સંઘથી બહુમાન અને શાતવાહન રાજાથી સન્માન પામતાં, વિદ્વાન વર્ગથી સેવાતાં, સર્વજનોથી વંદન કરાતાં, ભવ્ય જીવોને બોધ પમાડવામાં તત્પર બનેલાં આચાર્યશ્રીને પર્યુષણનો સમય આવ્યો. રાજા વડે આચાર્ય મસા.ને વિનંતિ કરાઈ કે આ મહારાષ્ટ્ર દેશમાં ભાદરવા સુદ પાંચમે ઈન્દ્ર યાત્રા છે; તેથી મારે લોકને અનુસરવું પડે તેનાં લીધે વ્યાકુલતાનાં કારણે જિનપૂજા વિ. થઈ શકે નહિં તેથી કૃપા કરી છઠની પર્યુષણા રાખો. સૂરી બોલ્યા- “મેરુ ચૂલા ચાલે, સૂરજ પશ્ચિમમાં ઉગે, તો પણ પર્યુષણા પાંચમની રાતને ઓળંગે નહિ” આગમમાં કહ્યું છે કે - મહાવીર પ્રભુએ વર્ષાકાલનાં એક મહીનાને વીસ દિવસ ગમે છતે પજુસણ કરેલ. તેજ પ્રમાણે ગણધરો પણ, જેમ ગણધરો તેમ તેમનાં શિષ્યો પણ, તેમની જેમ અમારાં ગુરુ પાગ અમારા ગુરૂની જેમ અમે પણ વર્ષાકાલમાં પર્યુષણા કરીએ છીએ પણ તે રાત્રિને ઓળંઘાય નહિ. (કલ્પસૂત્ર) રાજા કહે જો એમ હોય તો ચોથની રાખી શકાય ? સૂરીએ કહ્યું એમાં થાઓ. એમાં કોઈ દોષ નથી. જેથી આગમમાં કહ્યું છે કે પહેલા પણ પર્યુષણાં કરી શકાય છે. તેથી હર્ષથી ખીલેલાં નાગવાળાં રાજાએ કહ્યું - ભગવન! આપની મોટી મહેરબાની. અમારાં ઉપર મહાઉપકાર કર્યો. મારી રાણીઓનાં પર્વ ઉપવાસનાં પારણો સાધુઓનાં ઉતર વાયામાં થશે. તેથી ઘેર જઈ રાણીઓને કહ્યું કે તમારે અમાવસનો ઉપવાસ થશે. અને પારણ સાધુઓનાં ઉત્તરવાયાગાં થશે. તેથી Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે દિવસે શુદ્ધ ભક્તિપાનથી સાધુઓને વહોરાવજો. આગમમાં પણ કહ્યું છે કે વિહારથી થાકેલ, ગ્લાન, આગમ ભણનારો લોચ કરાવનારને તથા ઉપવાસાદિના ઉત્તર પારણે આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે. પર્યુષણનો બીજ ત્રીજ ચોથનો અઠ્ઠમ કરવાનો હોવાથી એકમનું ઉત્તર પારણું હોય છે. તે જોઈ તે દિવસે લોકો પણ સાધુઓની પૂજા કરવા લાગ્યા. ત્યારથી મહારાષ્ટ્ર દેશમાં ‘શ્રમણપૂજાલક' નામનો પર્વ પ્રવર્યો, એમ કારણસર કાલભાચાર્યે ચોથની પર્યુષણા (સંવત્સરી) પ્રવર્તાવી અને સમસ્ત સંધે તેને વધાવી લીધી. તથા કહ્યું છે કે - ચૈત્ય, યતિ સાધુનાં વાસ નિમિત્તે શાતવાહન રાજાને ઉદ્દેશીને કાલકાચાર્યું કારણિક ચોથ પ્રવર્તાવી ! તેનાં લીધે પાક્ષિક પ્રતિક્રમણ પણ ચૌદસનું થયું નહિતર આગમમાં પૂર્ણિમાનું પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. આવાં ગુણધારી સૂરીનાંપણ શિણો સમય જતાં દુર્વિનીત બન્યા. તેમને સૂરિ સમજાવવા લાગ્યા પણ માનતા નથી ફરી કહ્યું રે મહાનુભાવો ! ઉત્તમકુલવાળાં મહાપુરુષો ઈંદ્ર અહંઈ વિ. ને પણ દુર્લભ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરી અવિનયથી ગુરુ આજ્ઞા ઓળંગી નકામું ન બનાવો. આગમમાં કહ્યું છે કે - છઠ, અઠમ, ચાર, પાંચ, પંદર, ત્રીસ ઉપવાસ કરવા છતાં ગુરુ વચન ન માને તો તે અનંત સંસારી થાય. જંગલમાં દુષ્કર તપ કરવા છતાં ગુરુ આજ્ઞાના ભંગથી કુલવાલક સાધુ નરકમાં ગયો. આતાપના સાથે તપ કરવા છતાં ગુરુ આજ્ઞા ઓળંગવાથી દ્રૌપદી પૂર્વભવમાં-સુકુમાલિકાનાં ભાવમાં મોક્ષ ન પામી. આમ સમજાવા છતાં તેમણે ગુરુની વાત કાને ન ધરી. સેવા પણ કરતાં નથી. અને ઉલટ સુલટ ગુરુની સામે બોલવા લાગ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે તપ અને સમાચાર આચરવા લાગ્યા. ત્યારે સૂરિએ વિચાર્યું મારાં શિષ્યો ગળીયા બળદ (ગધેડા) જેવાં છે. પોતાની મરજી પ્રમાણે જતો આવતો તથા વર્તન કરતો જે શિષ્ય હોય તેને સ્વેચ્છાથી છોડી દેવો જોઈએ. તેથી હું પણ આ દુર્વિનીત શિષ્યોને છોડી દઉં. બીજા દિવસે શિષ્યો ઉંઘતા હતાં ત્યારે શાતરને હકીકત જણાવી કે હું મારા પ્રશિષ્ય સાગરચંદ્રસૂરિ પાસે જઉં છું. “જો કોઈક રીતે વ્યવસ્થિત થયેલાં (આદર યુક્ત બનેલાં) આગ્રહ કરીને પૂછે તો ઘણાં કઠોર શબ્દોથી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ખખડાવીને અને ડરાવીને કહેજો.” એ પ્રમાણે કહીને નીકળી ગયા. સતત સુખપૂર્વક વિહાર કરી ત્યાં પહોંચ્યા નિસીહી કહી અંદર પ્રવેશ્યા. કોઈક સ્થવિર લાગે છે. એમ માની અવજ્ઞા થી “પૂર્વ નહિં દેખેલાં સાધુને દેખી ઉભા થવું જોઈએ. પૂર્વે જોયેલાં હોય તો જેને જે યોગ્ય હોય તેમ વર્તવું (એટલે પોતે મોટો હોય તો ઉભો ન થાય અને પોતે નાનો હોય તો ઉભો થાય) આવો સિદ્ધાન્તનો આચાર ભૂલી સાગરચંદ્રસૂરિ ઉભા થયાં નહિ ! વ્યાખ્યાન પુરુ થતાં જ્ઞાન પરિષદને સહન ન કરવાથી સાગરચંદ્રસૂરિએ પુછયું “અરે આર્ય! મે વ્યાખ્યાન કેવું આપ્યું ? “કાલકસૂરિએ કહ્યું - સારું આપ્યું.''સાગરચંદ્રે કહ્યું તું કાંઈક પૂછે, જો એમ છે તો તમે અનિત્યત્વની વ્યાખ્યા કરો. સાગરચંદ્રસૂરિ કહે કઠીન પ્રરન કરો, કાલકાચાર્ય કઠિન પ્રશ્ન મને આવડતાં નથી. ત્યાર પછી વ્યાખ્યા કરવાનો આરંભ કર્યો. અનિત્ય એ ધર્મ છે તું કેમ આટલું વિચારતો નથી. કાલકાચાર્યે કહ્યું પ્રત્યક્ષ પ્રમાણથી નિર્ણય થાય તે વખાણવા લાયક છે. પ્રત્યક્ષાદિ પ્રમાણથી ધર્મ ગ્રહણ થતો નથી, તેથી તેનાં વિષયની વિચારણા કરવી વ્યર્થ છે. આહા ! દાદા ગુરુનું અનુસરણ કરનારો આ તમારો કેવો વેશ છે. આહ ! અરે ! કો વા એસઆ વૃદ્ધ કોણ છે ? એમ માનતાં સાગરચંદ્રે કહ્યું કે તમે “નાસ્તિધર્મ” બોલ્યા તેમાં પ્રતિજ્ઞા અને પદનો વિરોધ પ્રગટ દેખાય છે. આહ ! અરે ! નથી તો ધર્મ કેવી રીતે ? અને ધર્મ છે તો નથી કેવી રીતે ? બીજાઓએ ધર્મ માનેલો છે તેનાં આધારે કહેતા હો તો શું આપને પૂછીએ છીએ કે બીજાએ માનેલું પ્રમાણ છે કે અપ્રમાણ? જે પ્રમાણ માનો તો પાછો તેજ દોષ. પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય નથીબનતો એ પણ બરાબર નથી કારણ કે કાર્ય દ્વારા ધર્મ અધર્મનું પ્રત્યક્ષ થાય છે. કહ્યું છે કે – ધર્મથી સારાકુલમાં જન્મ, તંદુરસ્ત શરીર, સૌભાગ્ય, દીર્ધાયુ, ધન, યશ વિદ્યા, અર્થ, ઉત્તમ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે. . વનવગડામાં અને મહાભયમાં ધર્મ રખેવાળી કરે છે. ધર્મની સારી રીતે ઉપાસના કરવાથી સ્વર્ગ ને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. બીજું વિદ્યાધરને ઝાંખા પાડનાર, કામદેવ સરખા રૂપ વાળો, કેટલાક હોય છે. જ્યારે બીજા કેટલા પુરુષો શિયાળ જેવા બેડોલ હોય છે. બીજા કેટલાક સર્વ શાસ્ત્રને જાણનાર, બૃહસ્પતિ જેવા હોય છે. કેટલાક અજ્ઞાન અંધકારથી છવાયેલાં આંધળાની જેમ (ભટકે) વિચરે છે. કેટલાક ત્રણ વર્ગનાં Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સુખને પામેલાં લોકોને આનંદ આપનાર દેખાય છે. જ્યારે બીજા પુરુષાર્થ વગરનાં સાપની જેમ ઉગ પમાડે છે. શ્વેત આતપત્રધારી ભાટચારણો જેમની બિરુદાવળી બોલાવી રહ્યા છે અને હાથીની અંબાડીએ બેસીને ટહેલે છે. જ્યારે અન્ય લોકો તેની પાછળ દોડે છે. આથી જનોની આશાને પૂરી પૃથ્વી માં ! યશ ફેલાવે છે. ત્યારે બીજા કલંકવાળા પોતાનું પેટ પણ માંડ માંડ ભરે છે. સતત દાન ગંગા વહાવે છે, છતાં ધર્મ અને મૃત વધતું જાય છે. જ્યારે અન્ય લોકો ભેગું કરી રાખવા છતાં રાજા કે ચોર વિ. હરી જાય છે. એમ ધર્મઅધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાય છે. માટે અધર્મને મુકી આદરથી ધર્મને આચરો. આ બાજુ દુષ્ટ શિષ્યોએ સવારે કાલકાચાર્ય ગુરુને ન દેખવાથી શય્યાતરને પૂછયું ગુરુ ક્યાં ? ત્યારે તેણે કહ્યું મને શી ખબર? પ્રેરણા કરવા છતાં સારાણા વારણાંવિ.નો સ્વીકાર કરતા નથી. અને સારણાં વારણાં નહિં કરનાર આચાર્ય ને મહાનદોષ લાગે છે. આગમમાં કહ્યું છે કે - ગચ્છની સારણાદિ નહિં કરનાર આચાર્ય શરણે આવેલાનું માથું કાપનારા જેવાં છે. જે ગચ્છમાં આચાર્ય જીભનાં સ્પર્શથી શિષ્યોને વહાલ કરે છે, પણ સારણાં ન હોય તો ગચ્છ સારો ન કહેવાય. પણ દાંડાથી ફટકારે, છતાં જ્યાં સારણાં છે તે ગચ્છ ઉત્તમ કહેવાય. સારણાદિ તથા ગુણોથી રહિત એવા ગચ્છને પરિવર્તના વિ.કરનારા વર્ગે સૂત્રવિધીથી છોડવો જોઈએ. - તમો પણ દુર્વિનીત હોવાથી આચાર્યે છોડ્યા. તેથી અરે પાપીઓ! મારી નજર થી દૂર હટો. = નહીતર તમે બોલો કે- (અમે) નથી કહેલું/કર્યું. જ્યારે ડરેલાં તેઓ શય્યાતરને ખમાવી કરગરવા લાગ્યા. એકવાર અમારા ગુરુ દેખાડો ? જેથી તેમને પ્રસન્ન કરી જીવન પર્યન્ત તેમની આજ્ઞામાં રહીશું. હવે અમે સૂરિનાં હૃદયમાં રહેલી ઈચ્છા પ્રમાણે કરીશું. બસ દયાકરી હે શ્રાવક ! એકવાર કહી દો. અમારા ગુરુ ક્યાં ગયા છે ? આ સાધુઓ ઠેકાણે આવી ગયા છે. એમ જાણી હકીકત જણાવીને ત્યાં મોકલ્યા. સાધુ સમુદાયને જતો જોઈ લોકો પૂછવા લાગ્યા આ કોણ જાય છે. તેઓ બોલ્યા કાલકસૂરિ જાય છે. પરંરાએ સાગરચંદ્રસૂરિનાં કાનમાં તે સમાચાર પહોંચ્યા. સાગરચંદ્રસૂરિએ કાલકસૂરીને જ પૂછયું? શું મારા દાદા ગુરુ આવે છે ? તેમણે કહ્યું હા મે પણ સાંભળ્યું છે. બીજા દિવસે તે માર્ગે જતો સાધુ સમુદાય ત્યાં આવી પહોંચ્યો. ત્યાં સાગરચંદ્રસૂરિ ઉભા થઈ સામે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ આવ્યા ત્યારે તેઓ બોલ્યા અમે તો બધા મુનિજ છીએ. ગુરુ તો પહેલાં અહીં પધારેલાં છે. ત્યારે સાગરચંદ્રસૂરિએ કહ્યું અહીં તો વૃદ્ધ સાધુ સિવાય બીજું કોઈ આવ્યું નથી. આ અરસામાં અંડિલ ભૂમિથી કાલકસૂરિ આવ્યા. ત્યારે મહેમાન સાધુસમૂહ ઉભો થયો. સામે ગયો. ત્યારે સાગરચંકે કહ્યું આ શું ? સાધુઓએ કહ્યું આ આચાર્ય કાલકસૂરિ છે. ત્યારે શરમિંદા બનેલાં સાગરચંદ્રસૂરિએ ઉભા થઈ ક્ષમા માંગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગુરુએ કહ્યું - સંતાપ ના કરીશ. આ તારો ભાવ દોષ નથી પરંતુ પ્રમાદ દોષ છે. એક વખત વેળથી પ્રસ્થક ભરાવ્યું અને પછી એક બાજુ ઢગલો કરાવ્યો ફરી ભરાવી બીજે ખાલી કરાવ્યું એમ કરતાં પ્રસ્થક સાવ ખાલી થઈ ગયો. ગુરુએ પૂછયું કાંઈ સમજ પડી તેણે કહ્યું ના સાહેબ ગુરુએ કહ્યું જેમ આવાલુકાથી પુરો ભરેલો પ્રસ્થક હતો તેમ સુધર્મા સ્વામીનું શ્રુતજ્ઞાન સંપૂર્ણ અતિશયવાળું હતું તેમણી અપેક્ષાએ જંબુસ્વામીનું શ્રુતજ્ઞાન થોડું ઓછું અને અલ્પ અતિશયવાળું હતું. તેમનાથી પ્રભસ્વામીનું વધારે ઓછું અને વધારે ઓછાં અતિશયવાળું હતું. કેમકે શ્રુતકેવલી ભગવંતના પણ પસ્થાન પતિત ભાંગાઓ ભાખ્યા છે. અને શ્રુતજ્ઞાનીથી બીજો અનંતગુણ અધિકજ્ઞાનવાળો હોય છે. ત્યાં શબ્દજ્ઞાન સરખુ હોવા છતાં વિચારણાથી અત્યધિક વિસ્તરેલું હોય છે. એક જ શબ્દના આધારે અનેક અર્થ કાઢી સુમેલ કરી દે. એમ અનુક્રમે ઓછું થતું થતું મારાથી તારાગુરુનું જ્ઞાન ઓછું તેનાથી પણ ઓછું તારું જ્ઞાન છે. વળી દુષમકાળના પ્રભાવે પ્રાયઃ કરીને અતિશય વગરનું શ્રત રહ્યું છે. તેથી આવા કૃતથી ગર્વ ના કર. કહ્યાં છે કે - એક સર્વજ્ઞ સુધી તરતમયોગે મતિ વૈભવ હોય છે તેથી એમાં હું જ પંડિત છું; એવો ગર્વ ન કરવો. આચાર્ય ઉત્તમ ચરિત્રવાળા આજ્ઞાને શિરોધાર્ય કરનારાં એવાં અનેક શિષ્યોથી પરિવરેલાં ગામ નગર વિ. માં વિચરી રહ્યા છે. એક વખત ચળકતા શરીરવાળા લટકતી માળાવાળા, હાર, અર્થહાર, ત્રણ સરવાળો હાર, ઝુબનકથી છવાયેલાં વક્ષસ્થલવાળા, ભુજાબંધથી શોભતાં ભુજાયુગલવાળા, કુંડલ વડે એનાં ગાલ ઘસાઈ રહ્યા છે. શ્રેષ્ઠ રત્ન કિરણોથી ઉત્કૃષ્ટ જે મુકુટ તેનાથી શોભતાં મસ્તક વાળાં, સુંદર સ્વચ્છ વસ્ત્રને ધારણ કરનારાં સુધર્મ સભાની ત્રણ પર્ષદા મળે સાત સેનાઓ તેમના સાત સેનાપતિ, ત્રાયઅિંશત, અંગરક્ષક, સામાનિકદેવ, બીજાપણ સૌધર્મ સ્વર્ગ નિવાસી લોકપાલ વિ. દેવદેવીના મધ્યે શ્રેષ્ઠ સિંહાસન ઉપર ઈન્દ્રની ઋદ્ધિથી શોભતાં ઈન્દ્ર મહારાજા બેઠેલા છે. તે વિપુલ અવધિજ્ઞાનથી લોકાઈને દેખતાં પૂર્વ વિદેહમાં પર્ષદા સમક્ષ Page #188 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૭૭ ધર્મદેશનાં કરતાં સમવસરણમાં બિરાજમાન સીમંધર સ્વામીને જોયા. જોતાંની સાથે જ ઉભા થઈ ત્યાં રહ્યા છતાં વંદન કર્યું અને પછી ઋદ્ધિ સાથે સપરિવાર ત્યાં આવી યોગ્ય સ્થાને વંદન કરી યોગ્ય સ્થાને બેઠા. તે સમયે પ્રભુ નિગોદનું સ્વરૂપ સમજાવી રહ્યા હતાં. તે સાંભળી વિસ્મયથી ઈન્દ્રના નેત્રો વિકસિત થયા. અને હાથ જોડી વિનયથી પૂછ્યું હે ભગવન્! આ અતિશયરહિત દુ:ષમકાળમાં ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કરવા અત્યારે કોઈ સમર્થ છે ? ભગવાને કહ્યું હે ઈન્દ્ર ! આ ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કાલકસૂરિ કરી શકે છે. તે સાંભળી ઈન્દ્ર કૌતુકથી આવી બ્રાહ્મણ રૂપ કરી સૂરિને વંદન કરી પૂછ્યું હે ભગવન્ ! જિનેશ્વરે સિદ્ધાન્તમાં જે નિગોદ જીવો કહ્યા છે તે મને સમજાવો ? મને તેનાં વિષે ઘણું કુતુહલ છે. ત્યારે સૂરિ મેઘ જેવી ગંભીર મધુર વાણીથી બોલ્યા જો કૌતુક હોય તો હે મહાભાગ! તું ઉપયોગ પૂર્વક સાંભળ. 44 આ લોકમાં અસંખ્ય ગોલા છે. એક એક ગોલામાં અસંખ્ય નિગોદ છે. અને એક એક નિગોદમાં અનંતા જીવો છે. ઈત્યાદિ વિસ્તારથી સૂરિએ વ્યાખ્યા કરી ત્યારે ઈન્દ્રે વિશેષજ્ઞાનને જાણવા સારુ ફરી પણ પૂછ્યું વૃદ્ધ હોવાનાં કારણે હું અનશન કરવા ઈચ્છુ છું તેથી મારું કેટલું આયુષ્ય છે તે જોઈને જણાવો. ત્યારે શ્રૃતથી દિવસ, પક્ષ, માસ, વર્ષ, સોવર્ષ, પલ્યોપમ એમ વધતાં વધતાં બે સાગરોપમનું આયુષ્ય જોઈ વિશેષ ઉપયોગ દઈ સૂરિએ જાણ્યું કે આ સૌધમેન્દ્ર છે. સૂરિએ કહ્યું તમે તો ઈન્દ્ર છો. ત્યારે ચલાયનમાન કુંડલ વિ. આભૂષણોથી શોભતું પોતાનું રૂપ ઈન્દ્રે પ્રગટ કર્યું. પૃથ્વીતલ ઉપર નમેલાં ભાલ-હાથપગવાળા, ભક્તિથી ખીલેલી રોમરાજીવાળા, ઈન્દ્રે પંચાંગ પ્રણિપાત કર્યા. હો! ગુણ ગરિમાવાળા આપે આ અત્યન્ત દુઃષમ કાલમાં પણ નિાગમને ધારી રાખ્યો છે. હે મુનીન્દ્ર ! તમને મારા કોટિ કોટિ પ્રણામ છે. અતિશય વિનાનાં પ્રભાવ વગરનાં કાલમાં જેનું જ્ઞાન આવું નિર્મલ છે જે ત્રણ લોકને આશ્ચર્યમાં નાંખી દે છે એવા આપને મારા વંદન હો. અદ્ભુત ચરિત્રથી જિનશાસનની ઉન્નતિ કરનાર તમારા ચરણમાં હું નમસ્કારકરું છું. એમ સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર આચાર્યશ્રીનાં ગુણોનું રટણ કરતો આકાશમાં ઉડી સૌધર્મદેવલોકમાં ગયો. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સૂરીશ્વર પણ પોતાનું અલ્પ આયુષ્ય જાણી સંલેખના કરી અનશન વિધિથી સ્વર્ગે સીધાવ્યા. (કાલકાચાર્ય કથા સમાપ્ત). આ પ્રમાણે હોય તો વિશિષ્ટ પ્રયોજન આ આગમથી સિદ્ધ થશે નહિં કારણકે અત્યારે અલ્પ અને અતિશય વગરનું શ્રત છે. આવી કુશંકા દૂર કરવા ગાથા કહે છે. पयमेगं पि एयस्स भवणिव्वाहयं भवे । इत्तोऽणंतो जओ सिद्धा सुब्बते जिणसासणे ॥६२॥ આ આગમનું એકપદ પણ સંસારથી પાર પમાડનાર છે, કારણ કે ‘આગમથી અનંતાસિદ્ધ થયાં' એવું જિનશાસનમાં સાંભળવા મળે છે. તત્વાર્થની કારિકામાં કહ્યું છે કે - આ જિનાગમ માંહેલું એક પદ પણ ભવથી પાર પમાડનાર છે. માત્ર સામાયિક પદથી અનંતા સિદ્ધ થયા છે. એવું સંભળાય છે. આનો ભાવાર્થ રૌહિણેયના કથાનકથી જણાવો. તે આ પ્રમાણે. રોહિણીય ચોર કથાનક આ જંબુદ્વીપમાં ભરત વર્ષમાં જનપદોમાં ગુણસ્થાનરૂપ મગધ નામે દેશ છે. ત્યાં ત્રણે લોકમાં વિખ્યાત સ્વર્ગ નગરી સમી રાજગૃહી નગરી છે. શત્રુ વગરનો વીર પ્રભુનાં ચરણમાં ભ્રમરની જેમ મસ્ત બનનાર ક્ષાયિક સમકિત ધારી શ્રેણીક મહારાજા છે.તેને રતિનાં રૂપને જીતનારી ગુણ રત્નરાશિથી ભરેલી સુનંદા, ચેમ્બણા નામે પટરાણી છે. સુનંદાને ગુણનો ભંડાર અભયકુમાર નામે પુત્ર છે. જેની બુદ્ધિ બૃસ્પતિને ટક્કર મારે એવી છે. ત્યાં વૈભારગિરીની ગહન ગુફામાં રહેનારો લોહખુર નામે ચોર છે. જે રુદ્ર, સુદ્ર, સૂર, ભયાનક સાહસિક સદા જીવોને મારવામાં રત; લોહીથી ખરડાયેલાં હાથવાળો, મહાપાપી મધ-માંસ-પરસ્ત્રી-જુગાર આદિસાતે વ્યસનમાં રત રહેનારો. વિશ્વાસુ મિત્રને પણ દુઃખ દેનાર અન્યને ઠગવામાં હોંશીયાર છે. તે રાજગૃહીના નગરજનો જ્યારે ઓચ્છવ મહોત્સવમાં પ્રમત્ત, વ્યાક્ષિત, સૂતેલા પ્રવાસીઓને અવસર જોઈ પ્રાણીઓને મારી ધન ચોરે છે. અને તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ Iમૂળ શુદ્ધિ ભાવાનુવાદ, ૧૭૯ તેણે રોહિણી નામે સ્ત્રી છે. તેનો પુત્ર રોહિણેય બાપ જેવા દુર્ગુણોથી ભરેલો છે. મરણલાએ બાપે પુત્રને કહ્યું તું મારી વાત સાંભળ ! માને તો કહું, પુત્રે કહ્યું તમે મારા જન્મ દાતા ગુરુદેવ છો. તમારી આજ્ઞા છોડી બીજા કોની આજ્ઞા માનું. ? ત્યારે ખુશ થયેલાં બાપે કહ્યું “તારે જિનેશ્વરનાં વચન સાંભળવા નહિં.” જે પ્રભુ ગુણશીલ ચૈત્યમાં સમવસરણમાં ઈન્દ્રાદિ વંદિત વીરદેશના આપી રહ્યા છે. ! એમ કહી બાપ મરણને શરણ થયો. બાપનું મૃતક કાર્ય પટાવીને, બાપના આદેશને પાલતો નિર્ધ્વસ પરિણામવાળો ચોરી કરે છે. એ અરસામાં મનુષ્ય વિદ્યાધર દેવોના સ્વામી જેમના પગે પડી રહ્યા છે. તથા સુવર્ણ કમલ ઉપર પગને ધરનારા, તીર્થકર ઋદ્ધિથી શોભતાં, ચૌદહજાર સાધુઓ સાથે ગામ આકર નગરમાં વિહાર કરતાં પરમાત્મા મહાવીર દેવ ત્યાં સમવસર્યા. ત્યાં દેવોએ સમવસરણ માંડ્યું. અને પ્રભુએ યોજનગામી મેઘસમ ગંભીર મધુર વાણીથી દેશના શરૂ કરી. તે વખતે પેલો રોકિઐય ચોર ઘેરથી નીકળી રાજગૃહ નગર ભણી ચાલ્યો. પણ સમવસરણ નજીકમાં દેખી વિચારવા લાગ્યો. જો માર્ગથી જઈશ તો ભગવાનનું વચન સંભળાઈ જવાથી પિતાની આજ્ઞાનો ભંગ થશે. અને બીજો કોઈ માર્ગ નથી. “મારે તો આ બાજુ વાઘ અને આ બાજુ નદી આવો હાલ થયો છે.” હવે કેવી રીતે બચવું. એમ વિચારતાં મગજમાં આવ્યું કે બન્ને કાનમાં આંગળી નાખી જલ્દીથી ભાગી જાઉં. અને તે પ્રમાણે કરી રાજગૃહ નગરમાં ગયો. અને શ્રીમંતના ઘેર ખાતર પાડી ધન હરી ઘેર આવી ગયો. એમ દરરોજ કરે છે. પણ એક વખત સમવસરણ પાસે આવતાં કાંટો વાગ્યો, અને ઉતાવળના કારણે ઘણો અંદર પેઠો. તેથી કાઢ્યા વગર ચલાય એમ નથી બીજો કોઈ ઉપાય ન હોવાથી એક હાથથી કાંટો કાઢવા જાય છે. તે વખતે દેવ સ્વરૂપનું વ્યાખ્યાન કરતાં પ્રભુ વીરનાં વચનો તેનાં કાનમાં પડ્યા કે “દેવે અનિમેષ નયણવાળા, સદા ખીલેલી પુષ્પમાળાવાલા, નીરોગી ધૂળ વગરનાં શરીરવાળા, તથા ભૂમિથી અદ્ધર રહે છે.” અરે બાપરે આ તો ઘણું સંભળાઈ ગયું એથી જલ્દી કાંટો કાઢી જલ્દી કાન બંધ કરી ભાગ્યો. નગરને રોજ લુંટાતુ જાણી મહાજનો રાજા પાસે ગયા. અને ભેટવું ધરી રાજા દ્વારા સન્માન કરાયેલા વિનંતી કરવા લાગ્યા. હે રાજનું! આપની ભુજારૂપી પાંજરામાં રહેલાં અમને કોઈ ભય નથી. પણ ચોરો રાજા વગરનાં નગરની જેમ નગરમાં લુંટ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચલાવે છે. માટે નગરની રક્ષા થાય તેવું કરો. વધુ શું કહેવું હવે તો આપને યોગ્ય લાગે તેમ કરો. તે સાંભળી હોઠ કરડી, ભવાં ચડાવી રાજાએ કોટવાળને કહ્યું અરે! નગરમાં ચોરી કેમ થઈ રહી છે ? હે રાજન હું શું કરું ? ચોર દેખાવા છતાં પકડી શકાતો નથી. તે તો વિદ્યાથી વિજળીની જેમ ઉછળી એક ઘેરથી બીજા ઘેર જઈ કિલ્લો કૂદાવીને નાસી છૂટે છે. અને અમે રસ્તામાં તેની તરફ જઈએ તેટલામાં તો એ કયાં ગયો તેની ખબરજ પડતી નથી. લોકવાયકામાં આ સેહિસૈય નામનો મોટો ચોર છે. એવું સંભળાય છે. અને તેને નથી દેખો કે જાણ્યો. તેથી હે દેવ! બીજા કોઈને દંડપાલિકપણું (કોટવાલપા) આપી દો. હું તો ઘણાં ઉપાય કરવા છતાં આ ચોરને પકડી શકુ એમ નથી. ત્યારે રાજાએ અભયકુમાર ઉપર નજર નાંખી. ત્યારે અભયકુમારે કોટવાલને સૂચના આપી કે દિવસે સૈન્ય તૈયાર કરો. તે ચોર નગરમાં પેઠો છે. એવું જાણી બહારથી નગરને ઘેરી સજાગ થઈ ઉભા રહો. યોદ્ધાઓએ તેને તર્જના કરી અંદર હાંકવો. પાછળથી જ્યારે કૂદીને બહાર પડે ત્યારે પકડી લેવો. કોટવાલે પણ એક દિવસ એ પ્રમાણે બધી ગોઠવણ કરી ચોર બહાર ગયો હોવાથી અજાણ હતો. ગામમાં પેઠો એ પ્રમાણે કરવાથી ચોર પકડાઈ ગયો. બાંધીને શ્રેણીક રાજાને સોંપ્યો. અને રાજાએ ક્રોધથી ફાંસીની સજા ફટકારી દીધી. અભયકુમારે કહ્યું આ ચોરીના માલ સાથે પકડાયો નથી. તેથી વિચાર્યા વગર દંડ ના કરાય. જેનાં સ્વરૂપની હજી જાણ પડી નથી તે ચોર પણ રાજપુત્ર જેવો ગણાય છે. શ્રેણીક રાજાએ કહ્યું તો શું કરવું ? અભયકુમારે કહ્યું વિચારીને દંડ આપવો જોઈએ. ત્યારે રાજાએ પૂછયું તું કોણ છે ? અને ક્યાંથી આવે છે ? શું તારું નામ રોહિૌય છે ? તેણે પોતાનું નામ સાંભળી શંકાશીલ બનીને કહ્યું હું તો શાલીગ્રામનો રહેવાસી દુર્ગચંદ્ર નામે કૌટુમ્બિક (કણબી) છું. કોઈક કામથી અહીં આવેલો નાટકના લોભે દેવકલમાં મોડી રાત સુધી રોકાયો હતો. અને ઘર ભણી જઈ રહ્યો હતો. તેટલામાં તલારક્ષકોએ હકાય. ત્યારે ડરના માર્યો મેં છલાંગ મારી કોટથી બહાર નીકળ્યો. અને તમારાં પુરુષોએ અહીં લાવ્યો. હવે બાજી આપના હાથમાં છે. તેણે જેલમાં પૂરી એક માણસ તપાસ કરવા ગામમાં મોકલ્યો. તેણે પૂછયું ત્યારે સર્વ લોકેએ પણ શેવિગેય આપણને કહેલું છે કે અહીં કોઈ પૂછવા આવે તો એમ કહેજો.” એમ વિચારી તેઓએ કહ્યું કે હા દુર્ગચંદ્ર નામનો કણબી અહીં રહે છે. પણ અત્યારે તો Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગામડે ગયો છે. તેથીએ ગામ આવીને સર્વ બીના અભય કુમારને કહી સંભળાવી; ત્યારે અભયકુમારે વિચાર્યુ કે આ બરાબર જાણી શકાતો નથી. અને ચોરની ખાત્રી વગરનો માણસ રાજા પણ હોઈ શકે છે. તેથી ઉપાયથી તેને ઓળખવો પડશે. દેવ વિમાન સરખી ઋદ્ધિવાળો એક સાતમાલનો મહેલ બનાવ્યો. જેમાં દેવાંગ દેવદૃષ્ય ઈત્યાદિ ઉત્તમ કોટિનાં વસ્ત્રોથી ચંદરવો બનાવ્યો. જે મોતીની માલાના છેડે વિવિધ રત્નનાં ગુચ્છાવાળો છે. વજ્ર, ઈન્દ્રનીલ, મરકતમિણ, કકેતન વિ. રત્નોનાં સમૂહથી ઉપર આકાશમાં અદ્ધર રહેલાં હોય એવાં ઈન્દ્રધનુષ્યો દશે દિશામાં રચ્યા. પાંચ વર્ણના ફૂલોથી ભોંયતળીયું શોભી રહ્યું છે. ણિમય ભૂતલ ઉપર ભીંતે ચિતરેલા ચિત્રોનો પડછાયો પડી રહ્યો છે. થાંભલા ઉપર ચામર દર્પણ લટકી રહ્યા છે. કામદેવ સરખા રૂપવાળા સેંકડો યુવાનો રહેલા છે. નવી યુવાનીથી ભરપૂર એવી સોળે શણગાર સજી અપ્સરા સરખી વેશ્યાઓ રહેલી છે. મૂર્ચ્છના- ધીમે ધીમે ધ્વનિનું નીકળવું. યુક્તવેણ વીણાની રવથી યુક્ત-તાલ-ગેય-લયવાળું કાનના અંગહારથી શોભતું નવરસથી યુક્ત. નૃત્ય - યુક્તનાટક જે વાગતા ઢોળ, તબલા વિ.થી રમણીય અને શયન આસન યુક્ત જેમાં ચારેકોરથી સૂરજનો પ્રકાશ આવરી લેવાયો છે. શ્રેષ્ઠ રત્નનાં પ્રસરતા કિરણનાં પ્રકાશથી અંધકાર દૂર કરવામાં આવ્યો છે. વધારે શું કહીએ જાણે પ્રત્યક્ષ દેવ વિમાન જ લાગે. = અભયકુમારે તેને (રોહિણૈયને) મદિરા પાઈ અને બેશુદ્ધ થતાં દેવ દૃષ્ય અંદર પલંગ ઉપર સુવડાવી દીધો. નશો ઉતરતા દેવદૂષ્ય દૂર કરી દેખવા લાગ્યો. ત્યારે પૂર્વે નહિં જોયેલ ઋદ્ધિ જોઈ ? તે વખતે અભયકુમારે શિખવાડેલ તે સ્ત્રી પુરુષો કહેવા લાગ્યા જય જય નંદા, જય જય ભદ્રા, નહિં જિતેલાં શત્રુ વર્ગને જીતો, જિતેલા કૃત્યવર્ગનું પાલન કરો, સર્વ વિઘ્નોને જીતેલાં હે દેવ! તમે પોતાનાં વિમાન મધ્યે નિશ્ચિંત પણે રહો. તમે અમારા સ્વામી છો. અમે તમારા નૌકર છીએ. તમે દેવ તરીકે ઉપન્યા છો. તેથી આ અપ્સરાઓને, આ રત્નના ઢગલાને, આ વિમાનને, આ પાંચે પ્રકારનાં ભોગોને ભોગવો. આ સાંભળી તે વિચારવા લાગ્યો શું હું દેવ તરીકે ઉપન્યો છું. તેટલામાં નાટક શરુ થયું (ખડુ થયું) જેટલામાં પેતરો ચાલુ થયો. ત્યારે સોનાનાં દંડવાલા એક પુરુષે કહ્યું અરે ! આ શું કરી રહ્યા છો ? તેણે કહ્યું પ્રભુ સમક્ષ મારી કલા દેખાડું છું. ભલે દેખાડ, પણ પહેલા દેવલોકનો આચાર દેવે (સ્વામીએ) Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરવો જોઈએ. આચાર કેવો છે ? એ પણ ભૂલી ગયા તેઓએ કહ્યું આચાર એવો છે કે પોતે પૂર્વભવમાં કરેલાં સુકૃત અને દુષ્કૃતનું નિવેદન કરે અને પછી દેવ ઋદ્ધિ ભોગવે. અહો ! તમારી વાત સાચી છે. સ્વામી મેળવવાથી આનંદમાં ઉત્સુક બની ગયા. જેથી અમે ભૂલી ગયા. તેથી તે આર્ય! મહેરબાની કરી દેવલોકનો આચાર કરાવો. જેથી અમે અમારું કાર્ય આચરીયે. તેણે (દંડધારીએ) રોહિૌયને કહ્યું હે દેવ ! કૃપા કરી પૂર્વે કરેલું કહો? અને પછી આ દેવઋદ્ધિ ભોગવો ત્યારે રોહિશૈય વિચારવા લાગ્યો. શું આ સાચું છે ? કે મને ઓળખવા સારુ આ પ્રપંચ અભયકુમારે ઉભુ કર્યું છે ? જો સાચી હકીકત હોય તો કહેવામાં વાંધો નહિં. પણ જો પ્રપંચ હોય તો ભારે મુસીબત આવી જાય છે. પણ આ જાણવું કેવી રીતે ? એમ વિચારતા કાંટો કાઢતી વખતે પ્રભુએ ભાખેલું દેવસ્વરૂપ સાંભળ્યું હતું. તે યાદ આવ્યું. દેવસ્વરૂપનું વર્ણન એમની જોડે મળે તો એઓ પૂછે તે સર્વ સાચું કહીશ. નહિં તો અંટસંટ ઉત્તર આપી દઈશ. અને તેમની સામે જોયું તો તેઓ પલકારા મારતા (ઉન્મેષ નિમેષ કરતા); કરમાયેલી માલાવાલા; મેળવાનું શરીર હોવાથી હાથમાં પંખો રાખેલો છે. અને ભૂમિને અડીને રહેલા છે. એવું દેખવાથી તે સમજી ગયો આ બધી અભયકુમારની ચાલ છે. તેથી અંટસેટ ઉત્તર આપું. એમ વિચારે છે ત્યારે તેઓએ ફરી પૂછ્યું હે દેવ ! મોડુ કેમ કરો છો. આ બધા દેવ, દેવી ઉત્સુક થઈને ઉભા છે. ત્યારે રોહિૌયે કહ્યું - જુઓ મેં પૂર્વભવમાં સુપાત્ર દાન વિ. આપેલું, જિનભવન વિ. કરાવેલા, તેમાં જિનબિમ્બો ની પ્રતિષ્ઠા કરાવેલ. વિવિધ પૂજા યાત્રા કરી સન સ્વજન બંધુ વિ. નું સન્માન કર્યું. ગુરુની સેવા કરી ધમદશના સાંભળી, પુસ્તકો લખાવ્યા. શીયલ પાળ્યું, બધાને આત્મસમાં ગણ્યા હતા, ખોટું બોલ્યો નથી, ચોરી કરી નથી, પરસ્ત્રીઓને માતા સમાન ગણી ધનાદિમાં સંતોષ રાખ્યો. ભાવનાઓ ભાવી આવા પ્રકારનાં સદુઅનુષ્ઠાનો મેં કર્યા હતા. દરવાને કહ્યું આ તો સુંદર કહ્યું; હવે ખરાબ આચર્યું હોય તે કહો. તે બોલ્યો મેં કોઈ ખરાબ આચર્યું નથી. પ્રતિહારે કહ્યું એક સ્વભાવથી જન્મ પૂરો ન થાય. કાંઈક તો અશુભ આચર્યું હશે. તેથી જે કાંઈ ચોરી, પરસ્ત્રીગમન કર્યું હોય તે વિના સંકોચે કહી દો. તેણે કહ્યું શું અશુભ આચરણથી દેવલોક મલે ? તેઓએ સર્વ હકીકત અભય ને જણાવી, તેણે શ્રેણીક રાજાને કહ્યું હે રાજન ! ખાત્રી વગરનો ચોર સાહુકાર સમાન છે. જો આ ઉપાયથી પણ તે ન જણાય તો તે ચોર કેવી Page #194 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૮૩ રીતે હોઈ શકે ? તેથી આને મુક્ત કરી દો. રાજાએ કહ્યું જો એમ હોય તો તારે જેમ કરવું હોય તેમ કર. અભયે તેને ભવનમાંથી બહાર કાઢી છોડી મૂક્યો. રોહિણેય ચોર રાજગૃહીને જોઈ વિચારવા લાગ્યો. પિતાનો ઉપદેશ સારો નથી. કારણ કે ભગવાનનાં એક વચનનું આટલું મહત્વ છે જેનાં કારણે આ લોકમાં પ્રાણદંડથી બચી ગયો. નહિતર કુમારે કેવી રીતે માર્યો હોત તો કોઈને ખબર પણ ન પડત. અને ચોરી કરવાથી પરલોકમાં પણ કાંઈ સારું થશે નહિં. તેથી આ બાપનો ઉપદેશ અનર્થવાળો હોવાથી મારે ન જોઈએ. એમ વિચારી ભગવાન પાસે ગયો અને વાંદીને ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. સર્વ પ્રાણીઓનાં રક્ષક ! મોહ રાજાનાં સૈન્યનો નાશ કરનાર ! સઘળી ભાવનાઓને ભાવનારા ! બધા દુઃખરૂપી કમલને ઉખેડવામાં હાથી તુલ્ય ! પ્રસરતાં કેવલજ્ઞાનથી જ્ઞાનાદિ સદ્ભાવોને જાણનારા ! ત્રણ વગરનાં ! ત્રણ ભુવનના માલિક ! મહાતેજસ્વી ! મહાનું કાર્યવાળા જિનેશ્વર ! જે સદા આપનાં વચનરૂપ અમૃતનું પાન કરવામાં લાલચુ હોય તે જીવો આ જગતમાં ધન્ય અને તેમનું જીવન સફળ છે. હું તો અત્યા પાપિક છું. તમારાં વચનો સાંભળતી વખતે કાન ઢાંકીને (બીડીને) ભાગી ગયો હતો. હે નાથ ! ઈચ્છા ન હોવા છતાં મને એક વચન સંભળાઈ ગયું. જેના દ્વારા હું આવ્યો. તેમજ ભવથી નિર્વેદ પામો. તમને હે સ્વામી ! નમસ્કાર હો ! હવે એવું કરો કે જેથી ભવવનને ઓળંધી જલ્દી સિદ્ધિપુરમાં પહોંચી જાઉં. ભગવાને ભવનિર્વેદને ઉત્પન્ન કરનારી ધર્મ દેશના આપી. તે સાંભળી ઘણાં લોકો બોધ પામ્યા. તે વખતે રોહિૌયનું જીવવીર્ય ખીલી ઉઠ્યું. રોમરાજી વિકસિત થઈ અને ગાઢ કર્મ જાલ દળાઈ (છેદાઈ જવાથી ચારિત્રના પરિણામ જાગ્યા. ત્યારે તેણે હસમુખ ચહેરે પ્રભુને વિનંતી કરી હે ભગવન્! હું દીક્ષાને યોગ્ય છું. કે નહિ ? પ્રભુએ કહ્યું તું પૂરેપૂરો યોગ્ય છે તેણે કહ્યું તો હું દીક્ષા લઉં. પણ મારે શ્રેણીક રાજા સાથે વાત કરવી છે. રાજાએ કહ્યું - જે તને ગમે તે વિના સંકોચે બોલ. તેણે કહ્યું ઓ મહારાજા તે હું જ રોહિમૈયા ચોર છું. જેની પરંપરા પણ તમને ખ્યાલ છે. પણ પ્રભુનાં એક વચનના પ્રભાવે બૃહસ્પતિની બુદ્ધિને ટક્કર મારનાર બુદ્ધિવાળા અભયકુમારની યોજના નકામી નીવડી. મારા સિવાય બીજા કોઈએ તમારું નગર લુચ્યું નથી. તેથી મને એક આપનો સાક્ષી આપો. તેને સર્વ ધન બતાવી દઉં. ત્યાર પછી દીક્ષા વડે મનુષ્ય જન્મને સફલ કરું. ત્યારે શ્રેણીક રાજાએ અભયકુમારના મોં તરફ જોયું. ત્યારે અભયકુમાર અને કુતુહલથી નગરલોકો સેહિૌયની સાથે ગયા. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગિરી નદી વન કુંજ મશાન વિ. માં સંતાડેલુ ચોરેલું સર્વ ધન બતાવ્યું. અભયકુમારે જેનું જેનું હતું તેને આપ્યું. હિરોય પણ પોતાનાં માણસોને વસ્તુસ્થિતિ જણાવી. તેઓને પ્રતિબોધી પ્રભુ પાસે આવ્યો. શ્રોણીક મહારાજાએ તેનો દીક્ષા મહોત્સવ કર્યો. અને વિધિપૂર્વક દીક્ષા લઈ વિશેષ સંવેગના લીધે ઉગ્ર તપ કરવા લાગ્યો. રોહિણેય મુનિને ઉગ્રતપ - ક્યારેક છઠના પારણે છઠ, અઠમ, પાંચ ઉપવાસ, ચાર ઉપવાસ, આંબિલ, નીવી, ક્યારેક માસખમાગ, પાલખમણ, ક્યારેક બે માસ, ત્રણ માસ, ચારમાસ, પાંચ માસ, છ માસી ના ઉપવાસ કરે છે. વળી એકાવળી વિ. તપ કરે છે. આવો ઘોર તપ કરવા સાથે શિયાળામાં ઠંડીને, ઉનાળામાં ગર્મીને સહન કરે છે. અને વર્ષાકાલમાં ઢંકાયેલા સ્થાને રહે છે. તેનાં લોહી માંસ સુકાઈ ગયા છે. એવા રૂમ શરીરવાળો હોવા છતાં તપના તેજથી દીપી રહ્યો છે. સદા ગુરુ આજ્ઞાને વફાદાર રહેનાર રોહિામૈયનો અંતકાલ આવી ગયો. ત્યારે વીરપ્રભુને પૂછી સંખના કરી ઉચ્ચકોટિના ભાવવાળો તે ગીતાર્થ સાધુઓ સાથે પર્વત ઉપર જઈ શુદ્ધશિલા ઉપર વિધિપૂર્વક પાદપોયગમન અનશન સ્વીકારી જિનેશ્વર સિદ્ધભગવંત વિ.ને મનમાં ધારી સ્થિર રહ્યો. શરીર છોડી સ્વર્ગમાં ઝગમગતા શરીરવાળો દેવ થયો. ત્યાંથી આવી મનુષ્યપણામાં ઉંચી કોટીની સમૃદ્ધિ અને ધર્મ પ્રાપ્ત કરી દેવ થશે. એમ દેવપણું, મનુષ્યપણું, પ્રાપ્ત કરી અનુક્રમે શિવસુખને પામશે. “રોહિગૅય કથાનક સમાત” આ આગમ મહાપ્રભાવવાળો હોવાથી. विहीए सुत्तओ तम्हा पढमं पढियव्वओ । सोचा साहुसगासम्मि कायव्वो सुद्धभावओ ॥६३॥ વિધિપૂર્વક મૂળપાઠ (સૂત્રથી) પહેલાં ભણવું પછી સાધુ પાસે સાંભળી તેમાં ઉપદેશેલાં અનુષ્ઠાનોને શુદ્ધ ભાવથી કરવા જોઈએ. વિધિ - વાચનાની ભૂમિ પૂંજવી, વાચનાચાર્યનું તથા સ્થાપનાચાર્યનું આસન પાથરવું, યોગ્ય કાલનું નિવેદન કરવું. યોગ્યકાલે વિનયથી બહુમાન થી, ઉપધાનથી, ગુરુને ઓળંગ્યા વિના સ્પષ્ટ અને શુદ્ધ (યથાવસ્થિત) સૂત્ર અર્થ અને બન્નેને ભાગવા એમ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. જ્ઞાનનાં અતિચાર લગાડ્યા વિના ભણવું. સૌ પ્રથમ પાદરૂપે (સૂત્રથી) આગમનો અભ્યાસ કરવો જોઈએ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કારણકે વ્યાખ્યાનકાર પાસે શ્રવાણ વિ. અથવા તો તમામ અનુકાનોની પૂર્વે આની (મૂળસૂત્રની) જરુર પડે છે. - ત્યાર પછી સાંભળી સ્થાનને પૂંજી, બે આસન કરવા, એક ગુરુ માટે અને બીજું સ્થાપનાચાર્ય માટે, નિદ્રા વિકથા છોડી ત્રણ ગુમિથી ગુમ બની હાથ જોડી ભક્તિ બહુમાનથી ઉપયોગ પૂર્વક સાંભળવું. ગુરુ સામે બેસી, વિસ્મિત ચહેરે, હરખાઈને અને અન્યને હરખાવતાં એના શિષ્યો સારભૂત અર્થવાલા સુભાષિત વચનોને સાંભળે - પ્રથમ મૌન રહીને સાંભળે. બીજીવાર હુંકારા ભરે, ત્રીજી વખતે હોં ! આ એમજ છે એમ પ્રશંસા કરે, ચોથી વેળાએ પૂર્વાપર સૂત્રનો અભિપ્રાય જાણીને પૂછે, પાંચમી વેળાએ સાચું છે કે ખોટું એ વિચારે. છઠ્ઠીવેળાએ ઉત્તરોત્તર ગુણપ્રસંગ અને શ્રુતનો પાર પામે, સાતમી વેળાએ નિશ્ચિતાર્થ બને. ગુરુની જેમ પુરેપુરું સમજાવતો થાય છે. સાધુ તે સુતીર્થ રૂપે છે કારણકે તેનો આશ્રય લેવાથી સહેલાઈથી મૃતસાગરમાં અવગાહન કરી શકાય છે. માટે તેની પાસે આગમ સાંભળવાનું કહ્યું છે. જિનશાસનમાં એકબીજાને બાધા ન પમાડે તે રીતે દુઃખના નાશ માટે પ્રયોગ કરાતો દરેક યોગ (અનુષ્ઠાન) અવિરુદ્ધ અસાધારણ થાય એ પ્રમાણે કરવું જોઈએ. ૬૩ ગાથા દ્વારા આગમનાં સાધનોને બતાવે છે. सुप्पसण्णा जिणाणाए कारणं गुरुणो परं । पोत्थयाणि य णाणस्स संपयं साहणं तओ ॥६॥ જિનાજ્ઞા પ્રમાણે સુપ્રસન્ન ગુરુ જ્ઞાનનું પ્રધાન કારણ છે અને આ દુષમકાળમાં પુસ્તકો જ્ઞાનનું સાધન છે. સુપ્રસન્ન ગુરુ શ્રુત આપે છે કહ્યું છે કે - વિનયથી નમેલાં હાથ જોડી ગુરુની ઈચ્છાને અનુસરનારા શિષ્યોને ગુરુ ઘણું શ્રુત જલ્દી આપે છે. - જિગાણાએ - તીર્થકરના ઉપદેશ પ્રમાણે “વિનીત શિષ્યોને શ્રુત આપવું” આવી જિનાજ્ઞાથી યથાવત્ (બરાબર) શાસ્ત્રાર્થને જાણનારા તે ગુરુ તેઓ જ્ઞાનનું પ્રધાન કારણ છે. જેમાં જિનાગમ લખેલા હોય તેવા પાનાનો સમૂહ તે પુસ્તક. આ પુસ્તકો દુષમકાલમાં શ્રુતજ્ઞાનનાં સાધન છે. તેઓ તતઃ પદ ઉત્તર શ્લોક સાથે સંબંધ માટે છે. I૬૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ जिणाणाबहुमाणेणं विहाणेणं लिहावए । पोत्थयाणि महत्याणि वत्थमाईहिं पूयए ॥६५॥ તઓ - પુસ્તકો જ્ઞાનનાં સાધન હોવાથી પ્રભુ આજ્ઞાની પ્રીતિથી વિધિપૂર્વક મહાઅર્થવાલા પુસ્તકો લખાવા જોઈએ. તેમજ વસ્ત્ર પોથી વીંટીયા પુષ્પ વિ. અષ્ટ પ્રકારથી તેમની પૂજા કરવી જોઈએ. મહાઈ :- જેમાં થોડા શબ્દમાં ઘણું કહેવાય છે. પુસ્તકનું લેખન ઘણું ગુણકારી છે. તે આ પ્રમાણે છે. જેઓ જિનેશ્વરનાં વાક્યોને લખાવે છે. તે માણસો દુર્ગતિને પામતા નથી. મૂંગા કે જડ બનતા નથી. તથા આંધલા કે બુદ્ધ (મૂર્ખ) થતાં નથી. જે ધન્ય પુરુષો જિનાગમનાં પુસ્તકોને લખાવે છે. તેઓ સર્વ સિદ્ધાન્તને જાણી નિઃસંદેહ સિદ્ધિ ગતિને પામે છે. ૬૫ આગમને પુસ્તકમાં લખાવીને શું કરવાનું તે જણાવે છે... गीयत्थाणं सुसीलाणं पगासिंताणमागमं । . विहाणेण मुणिंदाणं दाणं तत्तो निसामणं ॥६६॥ ગીતાર્થ સુશીલ તેમજ વિધિપૂર્વક આગમનું વ્યાખ્યાન કરનારા. મુનીન્દ્રોને આગમ ગ્રંથ આપી તેમની પાસે આગમ સાંભળવું. ગીતાર્થ :- સૂત્રને કંઠસ્થ કરવા પૂર્વક અર્થનો જાણકાર, સુશીલ શુદ્ધ ચારિત્રવાળા ગુણધારી હોવાથી તેઓ જ યોગ્ય છે. કહ્યું પણ છે કે - જ્યાં સુધી નિર્મલ પ્રશસ્ત શીલ હોય ત્યાં સુધી સર્વ સંપદા હાથમાં જ છે. પણ જો મોહથી તેને છોડી દે કે ભાંગી દે તો દોષ રૂપી કાગડાના આવાસવાળા લીમડા (ઝાડ) રૂપે બની જાય છે. વ્યાખ્યા વિ. દ્વારા સિદ્ધાન્ત વિધિથી પ્રગટ કરવા કહ્યું છે કે - અવિધિથી વ્યાખ્યા કરવાથી ઘણાં દોષ ઉભા થાય છે. કાચા ઘડામાં નાંખેલ પાણીને ઘડાને ખલાસ કરી નાંખે છે. એમ સિદ્ધાંતના રહસ્યો અપરિપકવ બુદ્ધિવાળો નાશ કરે છે. (ઘંટનું લોલક જેમ બંને બાજુ વાગે છે) તેમ કાગડાના આંખનો ડોળો બન્ને બાજુ ફરે છે. તેમ અગ્રેતન દાન પદમાં પણનો સંબંધ કરવો. મુનિવરોને સૂરીભગવંતોને પુસ્તકોનું વિધિથીદાન કરવું. Page #198 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૮૭ પુસ્તક વહોરાવવાની વિધિ વૃદ્ધ પુરુષોએ આ પ્રમાણે કહી છે. આસન, વસ્ત્ર, પાત્ર વિ. મનને સુખકારી સર્વ સામગ્રી આપી હાથ જોડી એમ કહેવું જોઈએ હે પ્રભુ! દુઃખે પારપામી શકાય એવાં આસંસાર સમુદ્રમાં આપ નાવડી સમાન છો.માટે આ આગમ પુસ્તકના વ્યાખ્યાન દ્વારા મારા સર્વકર્મની નિર્જ કરાવો. પુસ્તક દાન ઉપલક્ષણ છે. જેથી કરીને ઉત્તમ કોટીના પાનાં સુંદર પત્ર, સારા ભોજપત્ર સુવિહિતસાધુઓને કાતર, લેખની, ખડિયો, વેટન, દોરી આપનારા જ્ઞાનનાં ફળને મેળવે છે. તે ક્યારેય નિષ્ફળ ન જાય. I૬૬ll कुज्जागमविहाणेणं पोत्थयाणं च वायणं । उग्गहं च पयत्तेण कुज्जा सव्वण्णुसासणे ॥६७॥ આગમના વિધાન પ્રમાણે આગમ પુસ્તકો વાંચવા જોઈએ. અને સર્વજ્ઞ શાસનનો યત્નથી સ્વીકાર કરો. આગમ વિહાગં - જે શાસ્ત્ર વાંચવાનો ગૃહસ્થને અધિકારહોય તેજ શાસ્ત્રતેઓ વાંચે નહિ તો આજ્ઞાભંગ અનવસ્થા-એક ને દેખી બીજો ત્રીજો એમ બધા વાંચવા માટે; તેથી વ્યવસ્થા (મર્યાદા) પડી ભાંગે. મિથ્યાત્વ વિરાધના વિ. મહાદોષ ઉભો થાય. આજ્ઞાભંગથી ધર્મનો પણ અભાવ થાય. કહ્યું છે કે - આજ્ઞાથી જ ચારિત્ર ટકે છે. આજ્ઞાનો ભંગ થતા બધુનાશ પામે છે આજ્ઞાને ઓળંગનારો કોના આદેશને માનવાનો હતો? તથા અધિકારીએજ ધર્મ કરવો અનધિકારીને આજ્ઞાભંગ થવાથી ધર્મદ્વારા દોષ જ ઉભા થાય. કારણ ધર્મ આજ્ઞાથી (પ્રતિબદ્ધ) વણાયેલો જ છે. આજ્ઞા અભાવે ધર્મ જ નથી. અનવસ્થા :- એકે અકાર્ય કર્યું તેનો આધાર લઈ બીજો કરે. લોકો શાતા (અનુકુલતા)નાં રાગી હોવાથી બધા તેમ કરતા સંયમતપ પૂર્વક કૃતગ્રહણની પરંપરા ટુટી ભાંગે; તેથી સંયમ તપ પણ કોઈ ન કરે ? કહેવા પ્રમાણે ન કરવાથી મિથ્યાત્વ લાગે છે. જે કહેલા પ્રમાણે નથી કરતો તેનાથી બીજો કોણ મિથ્યાત્વી છે કારણ || કે તે બીજાને શંકા જગાડવાથી મિથ્યાત્વ ને વધારે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેવતાદિથી ઉપદ્રવ (વિરાધનાને) પામે છે.ઉન્માદ-મગજ ખસી જાય અથવા તો માંદગી લાંબો સમય આવે અથવા સર્વજ્ઞ પ્રભુએ પ્રરુપેલાં ધર્મથી ભ્રષ્ટ થાય છે. ઉપદ્રવ પ્રસંગે મોટા પ્રયત્નોથી આદરથી મુકીને પેટી દાભડા વિ.માં પુસ્તકોનું રક્ષણ કરવું જોઈ. अन्नेसिं भव्वसत्ताणं जहाथामं पगासए । सव्वं वावारमुज्झित्ता कुज्जा सज्झायमुत्तमं ॥६८॥ અન્ય ભવ્ય પ્રાણીઓને યથાશક્તિ સમજાવવું જોઈએ. ઘરનાં સર્વ કાર્ય (ગૌણકરી) છોડીને ઉત્તમ સ્વાધ્યાય કરવો જોઈએ. કારણ સ્વાધ્યાયથી પણ આગમની ભક્તિ થાય છે. તે ૬૮ છે. જેથી કરીને શ્રાવક વર્ણકમાં કહ્યું છે તેનું વિવેચન કરવું. पुवरत्ताऽवरत्तम्मि चिंतेज्जा पणिहाणवं । भावेज्जा भावणासारं परं अप्पाणमेव य ॥६९॥ હે દેવાનુપ્રિય! પ્રવચનનો આ અર્થ છે પરમાર્થ છે. સામર્થ હોય તો રાત્રિના પહેલા અને છેલ્લા પહોરે આગમને ચિત્તમાં ધારી સમાધિવાળો સ્વપરની ભાવનાથી વિચારણા કરે પર-જડ પદાર્થ નશ્વર છે. આત્મા હું શાશ્વત છું જ્ઞાનાદિ ગુણવાળો છું. છતાં અત્યારે જડના રાગે જિન બની શકતો નથી. અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. ઈત્યાદિ... / ૬૯ एयं जिणिंदागमपोत्थयाणं, किच्चं दिसादसणमेत्तमुत्तं । सुसावगो सासणभत्तिमंतो, करेज्ज णाऊण जहारिहं ति ॥७॥ એ પ્રમાણે જિનામના પુસ્તકો સંબંધી કર્તવ્યનું દિશાસૂચન કર્યું. આ કર્તવ્યોને જાણ સુશ્રાવકો શાસન પ્રત્યે હૈયામાં વસેલીભક્તિથી યોગ્યતા પ્રમાણે કરે છે ૭૦ || તૃતીય સ્થાન સંપૂર્ણ Page #200 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૮૯] ૧૮૯ "સાઘુકૃત્ય નામે ચોથું સ્થાન” | ત્રીજામાં પુસ્તકનું કર્તવ્ય પૂર્વે કહ્યું અને તેને સાધુ મુખથી સાંભળવું જોઈએ. અને તે સાધુઓને જ વહોરાવાના હોય છે. એથી સાધુ કૃત્યની પ્રરૂપણાં કરે છે. मुणीण णाणाइगुणालयाणं, समुहचंदाद्दनिदंसणाणं । जयं जया जाण जहाणुरूवं, तयं तया ताण तहा विहेह ॥७१॥ જ્ઞાનાદિ ગુણોનાં ભંડાર, અને જેમને સમુદ્ર-ચંદ્ર વિ.ની ઉપમા આપવામાં આવે એવાં મુનિ ભગવંતોને જ્યારે જે યોગ્ય હોય ત્યારે તે કરવું. ૭૧ શા માટે આપવું તેનો ઉત્તર કહે છે ? जं जोणिलक्खागहणम्मि भीमे, अणोरपारम्मि भवोवहिम्मि । कलालोलमाला व सया भमंता, दुक्खं व सोक्खं व सयं સદંતા છરા मणुस्सजम्मं जिणनाहधम्मं, लहंति जीवा खविऊण कम्मं । महाणुभावाण मुणीण तम्हा, जहासमाही पडितप्पियव्वं ॥७३॥ ચોરાશી લાખ યોનિથી ગહન, ભયંકર પારવગરનાં ભવસમુદ્રનાં તરંગોની જેમ સદા ભ્રમણ કરતા જાતે જ સુખ દુઃખ ઉમિયોને સહતા કર્મ ખપાવી જીવો મનુષ્ય જન્મ પછી જિનધર્મને પ્રાપ્ત કરે છે. માટે મહાનુભાવ મુનિઓને મનને સમાધિ રહે તે પ્રમાણે વિનય વૈયાવચ્ચ કરવા જોઈએ. I૭રા ૭૩ કર્મની પ્રધાનતાથી આનુપૂર્વીથી ક્યારેક શુદ્ધિ પ્રાપ્ત કરી જીવો મનુષ્ય પણું મેળવે છે. જેમ મોટા સમુદ્રમાં ચપલ તરંગથી પ્રેરિત સમોલ ચાલે,વળે સ્કૂલના પામે, દોડે છે આમ ભમતા ભમતા ત્રુટિયોગે અકસ્માતુ ફરીથી કેમે કરીને ધૂંસરીના છિદ્રને પામે છે. તેમ ભવસાગરમાં પડેલાને મનુષ્ય જન્મ દુર્લભ છે તેમાં પણ પછી કોઈક ધન્ય પુરુષ જ જિનધર્મને પામે છે. વસ્તુ સ્થિતિ આવી હોવાથી અચિન્ય શક્તિવાળા સાધુ ભગવંતોને સમાધિ રહે તે રીતે વિનય વૈયાવચ્ચાદિથી વિનય બહુમાન કરવું જોઈએ. | વિનયધર્મનું મૂળ હોવાથી વિનયને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે મૂળમાંથી ૧ સમોલ = જોતરું ભરાવવા ધુસરીના છિદ્રમાં નાખવામાં આવતો લાકડાનો ખીલો. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ઝાડનો સ્કંધ નિકલે છે તેમાંથી શાખાઓ પ્રગટે છે તેમાંથી ઉપશાખા પણ ઉગે તેના પછી ફુલ ફળ અને રસ ઉપજે છે. એમ ધર્મનું મૂળ વિનય છે. જેનાથી શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ કીર્તિ અને શ્રુત હાથમાં આવે છે. कायव्वं ताव दिट्ठाणं अब्भुट्ठाणं ससंभमं । अंजलीपग्गहो सम्मं, आसणस्स पणामणं ॥७॥ आसणाभिग्गहो चेव, विहाणेण य वंदणं । ठाणट्ठियाण कालम्मि भत्तीए पज्जुवासणा ॥७॥ इंताणं सम्मुहं जाणं, गच्छंताणं अणुब्बए । कारणं अट्ठहा एसो विणओ ओवयारिओ ॥७६॥ કાય વચન મનના ભેદથી વિનય ત્રણ પ્રકારે છે. મુનિજનોને દેખતા જ અતિઆદરથી સંભ્રમપૂર્વક ઉભા થવું ૧. હાથ જોડવા, ૨. આસન આપવું ૩. આસન આપવાનો અભિગ્રહલેવો. ૪. વિધિપૂર્વકાદશાવર્ત વંદન કરવું ૫. બેઅવનત, એક યથાવત, બાર આવર્ત, ચાર શીર્ષાવંદન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ એક વાર નીકળવું આ પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ કૃતિકર્મ(વંદન) થાય છે. જે આ પચ્ચીશમાંથી એક પણ આવશ્યકને વિરાધે છે તે વંદન કરવા છતાં નિર્જરાનો ભાગી બનતો નથી. ગુરુને જે આવશ્યકથી પરિશુદ્ધ વંદન કરે છે. જલ્દીથી નિર્વાણ નહિ તો વૈમાનિક દેવ તો થાય જ. મકાનમાં રહેલાં મુનિઓપાસે યોગ્ય સમયે બેસવું ભક્તિથી સેવા કરવી (૬) આવતાં હોય ત્યારે સામે જવું (૭) અને જતા હોય ત્યારે વોળાવા જવું (૮) આ કાયાથી ઔપચારિક આઠ પ્રકારનો વિનય કહ્યો છે ૭૪ છે. !! ૭૫ ૭૬ | હવે વચન વિનયનું પ્રતિપાદન કરવા સારુ દોઢ ગાથા કહે છે. भासियव्वं हियं वचं जं परीणामसुंदरं । मियं थेवेहि वण्णेहिं सहावमहुरं तहा ॥७॥ पुव्वं बुद्धीए पेहेत्ता भासियत्वं सुहासियं ॥७८पू०॥ હિતકારી વાક્ય બોલવું જોઈએ. જે પરિણામે સુંદર થોડા અક્ષરવાળું Page #202 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૯૧ અને સ્વભાવથી સુંદર હોવું જોઈએ. તથા પૂર્વે બુદ્ધિથી વિચારી નિર્દોષ વચન બોલવું કહ્યું છે કે- બુદ્ધિથી જોઈ ઉભય લોકમાં નિર્દોષ વચન બોલવું કે જે સ્વ-પરને ક્યારેય પીડા ન ઉપજાવે. ૭૭ ! ૭૮ | - બીજી ભાષણ નિયા-વાણી સંબંધી વિનય ભિન્ન શ્લોક હોવાથી દોઢ શ્લોકનો અર્થ થયો. પૂર્વાર્ધ કહ્યું હવે ઉત્તરાર્ધ કહે છે. - મનવિનય ને અર્ધાશ્લોકથી કહે છે दुटुं चित्तं निरुंभेत्ता उदीरे कुसलं मणं ॥७८उ०॥ આૌદ્ર ધ્યાનથી મનને રોકી ધર્મ ધ્યાનમાં મનને જોડવું જોઈએ. જે કારણે કહ્યું છે કે. આ સુંદર ચિત્તરૂપી રત્નની તું રક્ષા કર. કારણ કે આ શ્રેષ્ઠ અભ્યત્તર ધન છે.ધર્મ અધર્મ સુખ દુઃખ બધા આના આધારે રહેલા છે. જ્યારે આ નિઃસ્પૃહ થઈ બાહ્યભ્રમને છોડી સ્થિર બને ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થશે. ભક્ત બની સ્તુતિ કરનાર અને ક્રોધે ભરાઈ નિંદાકરનાર આ બન્ને સામે આવે ત્યારે સમભાવવાળું ચિત્ત બનશે.તો તેને પરમ સુખ મળશે. સ્નેહ સભર સ્વજન અને અપકારી શત્રુઓ ઉપર તુલ્યભાવ જાગશે. ત્યારે પરમસુખ થશે. શબ્દાદિ ઈન્દ્રિયોનાં શુભ અશુભવિષયોમાં મનની રેખા ન ફરે ત્યારે પરમ સુખ થશે. ગોશીર્ષ ચંદનનો લેપ કરનાર અને કરવતથી કાપનાર ઉપર ભેદભાવ નહિ રહે ત્યારે પરમસુખ. પાણી સમા સંસારી પદાર્થોથી ચિત્તકમલ નિર્લેપ બનશે ત્યારે પરમસુખ. સ્ત્રીઓનાં ઉત્તમ લાવણ્ય થી મનોહર અંગો દેખાય છતે ચિત્ત નિર્વિકારી રહેશે ત્યારે પરમસુખ થશે. અતુલ સત્વ દ્વારા અર્થકામ થી ચિત્ત હરીને ધર્મમાં રત બનશે ત્યારે પરમ સુખ. રાજસિક તામસ ગુણોથી મુક્ત બનેલ ચિત્ત સ્થિર સમુદ્ર સમાન તરંગ વગરનું બનશે ત્યારે પરમ સુખ થશે. e તરંગ - નવી અસાર કલ્પનાઓ કરવી. મૈત્રી કારૂગ્ય માધ્યસ્થ અને પ્રમોદ ભાવનાથી ઉદાર બનેલું મન જ્યારે માત્ર મોક્ષના લક્ષ્યવાળું બનશે. ત્યારે પરમ સુખ થશે. છેલ્લે ફરીથી મન શબ્દનું ગ્રહણ દુષ્ટ અદુષ્ટ એમ બે પ્રકારનું મનછે. તેનું સૂચન કરવા સારુ કર્યું છે. આ૭૮ ઈતિ ઉત્તરાર્ધ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ जहा जहा महाणम्मि आढिया होंति साहुणो । सव्वं सव्वपयत्तेण कुज्जा कायव्वयं तहा ॥ ७९ ॥ · જે રીતે સાધુઓ મહાજન ને વિષે આદરવાળા થાય. તે રીતે સર્વ પ્રયત્નથી કરવું જોઈએ. ।।૭૯॥ गुणाणं बहुमाणेणं वण्णवायं वए फुडं । जहा गुणाणुरागेण लोगो मग्गं पवज्जई ॥८०॥ ક્ષમાદિ ગુણોની બહુમાન પૂર્વક સ્પષ્ટ રીતે પ્રશંસા કરવી જોઈએ. ગુણાનુરાગથી લોકો માર્ગને (જ્ઞાનાદિને) મેળવે છે. સાધુઓનું દર્શન શ્રેષ્ઠ છે. સાધુઓ તીર્થ રૂપે છે. તીર્થ લાંબાકાલે પાવન બનાવે છે. ત્યારે સાધુ સમાગમ જલ્દીતારે છે. સાધુના દર્શન વંદનથી પાપો નાશ પામે છે. પદાર્થ વિષેની શંકા ટળે છે. પ્રાસુક દાન દેવાથી નિર્જરા થાય છે જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞમતમાં જે પરિશુદ્ધ શુભ જ્ઞાનની (સુખની) ગતિ થાય છે. તેજ બોધિનું બીજ (કારણ)છે જેમ રોહિણૈય ચોરને થયું. अहापवत्तसुद्धाणं संताणं फासुयाण य । एसणिज्जाण कप्पाणं तिहा वि विहिणा सयं ॥ ८१ ॥ પોતાના માટે તૈયાર કરેલ તેમજ નીતિથી મેળવેલા ધનથી બનાવેલ તથા ઘરમાં રહેલું અશનાદિ હોય; જીવ વગરનું હોય બેતાલીશ દોષથી શુદ્ધ હોય તેમજ સાધુને કલ્પ્ય હોય તેનું જાતેજ ત્રણ કરણની શુદ્ધિપૂર્વક દાન કરે. સ્વયં- પોતાના હાથે જે દાન આપ્યુ હોય તેજ ધનવાનનું ખરેખર ધન છે. માટે જાતે જ સાધુ મહારાજને વહોરાવું જોઈએ.” સતાં ઘેર રહેલું જ આપવું અન્યથા ગામમાં પધારેલ-ભાઈમહારાજ માટે ગરીબ બહેન શેઠપાસે એક પલ તેલ પ્રતિદાનથી (ઉછીનું) લાવે છે. પણ પાછું આપવાની શક્તિ ન હોવાથી પલ પ્રમાણનું તેલ આટલું વધી ગયું કે તેણીને શેઠનો ઘેર નોકરાણી થવું પડ્યુ.આવી રીતે દોષનો સંભવ હોવાથી ઉછીનું લાવીને સાધુને ન વહોરાવવું. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ काले पत्ताण पत्ताणं धम्मसद्धा-कमाइणा । असणाईण दव्वाणं दाणं सव्वत्थसाहणं ॥८२॥ અવસરે ઘર આંગણે પધારેલા વિશિષ્ટ ગુણવાળા સાધુ ભગવંતોને અનાદિ દ્રવ્યોનું કરેલું દાન સર્વ સિદ્ધિદાયક બને છે. અવસરે આપેલું ઘણાં ફળવાળું બને છે. કાળે આપેલ પદાર્થનું મોલ કરી શકાય તેમ નથી. અકાલે આપેલા તેનું (ભોજનનું) સાધુઓ ગ્રહણ કરે છતા તેવું ફળ મળતું નથી. કહ્યું છે કે – પત્તાણ-સુપાત્રામ-વેચવુ ખરીદવું વિ. આરંભ ક્રિયાથી નિવૃત થયેલ તેમજ બીજા પાસે આરંભ નહિં કરાવનાર ધર્મમાં પરોવેલા મનવાળાને ધર્માથિ ગૃહસ્થે દાન આપવું જોઈએ. ધમ્મસદ્ધા-વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી “અસણાઈણ - કહ્યું છે. શ્રાવકોએ અશન-ખાદિમ-સ્વાદિમ-પાન, યતિજનને હિતકારી એવા વસ્ત્ર-પાત્ર કાંબલી ઓઘો, વસતિ, પાટ ચારિત્રના વૃદ્ધિકારી અન્ય દ્રવ્યો પ્રીતિથી સાધુને વહોરવા, આવા ગુણવાળી વસ્તુ વહોરાવનારા ધન્ય છે. કહ્યું છે પ્રાયઃ ઉદ્યોગ સાથે કરવું કરાવવું અનુમોદવું ત્રણરૂપે શુદ્ધ છે. બેંતાલીસ દોષથી શુદ્ધ સ્વયં જાત માટે લાવેલું પાન વિ. વસ્તુઓથી અવસરે ઘેર પધારેલાં સાધુજનોને શ્રદ્ધાથી ધન્ય પુરુષો સન્માન કરે. દાન સર્વ પ્રયોજન ને સિદ્ધ કરનાર છે. કહ્યું છે કે - તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન, માર્ગમાં રથ, થાક લાગતા શવ્યા. પાણીમાં નાવડી, રોગમાં અસરકારક દવા, વિદેશમાં મિત્ર, તાપમાં છાયા, ઠંડીમાં અવિ, ભયમાં રક્ષણ, અંધકારમાં પ્રકાશ; તેની જેમ સામે આવી પડતા ભયવાળા આ ભવ (સંસર) માં રખડતા પ્રાણિઓને દાન ચિંતામણી સમાન છે. દાનભૂતને વશ કરે છે સૌભાગ્યને પ્રગટાવે છે. વિદ્ગોનો નાશ કરે છે. યશ ફેલાવે છે. સ્વર્ગ-મોક્ષને આપે. બીજુ પણ મનમાં જે જે છે તે બધુ દાન આપે છે. ત્રિભુવનમાં દાન સમાન અન્ય કોઈ ચિંતામણિ મણિ નથી. આદિ શબ્દથી સૂચન કરાયેલી વસ્તુઓ ગ્રન્થકાર પોતે જ જણાવે છે. असणं खाइमं पाणं साइमं भेसहोसहं । वत्थं पडिग्गहं चेव रओहरण कंबलं ॥८३॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અશન, ખાદિમ, પાન, સ્વાદિમ દવા વસ્ત્ર પાત્ર ઓઘો અને કાંબલી કહ્યું છે કે અશન, ભાત, સાથવો, મગ, જગારી, ખાજા, ખીર, સૂણ ખાખરા, પૂરી વિ. અશન કહેવાય છે. ભૂંજેલા ચણા ગવિ., ગોળ થી સંસ્કૃતદાંતણ વિ. ખજૂર, નાલિયેર દ્રાક્ષ વિ. કાકડી, કેરી, પનસ વિ. અનેક જાતના ખાદિમ છે. ૧૯૪ રાબ, જવ વિ. નું ધોવણ, અનેક જાતની મદિરા વિ. સર્વજાતનું પાણી, કાકડી વિ. ના રસથી મિશ્રીત પાણી આ બધુ પાનમાં આવે છે. દાંતણ, અનેક જાતના નાગવેલના પાન, સોપારી એલાચી વિ. તંબોલ તુલસી સુરસા (તુલસીના પાન આવે છે.) અજમો, જેઠીમધ, પિવર, સુંઠ વિ. સ્વાદિમ છે. ભેષજ-અનેક દ્રવ્યથી તૈયાર થયેલ, નારંગીનો અર્ક વિ., અથવા કોઈ પણ જાતનું પથ્ય; ઓસડ-એકજ દ્રવ્યથી તૈયાર થયેલ. पीढगं फलगं चैव सेज्जा संथारगं तहा । धम्मोवगरणं णाणा णाणाईण पसाहणं ॥ ८४ ॥ આસન, પાટ શરીર પ્રમાણ તે શય્યા અને અઢી હાથ પ્રમાણ સંથારો જે ઉનનો હોય છે; તેવા પ્રકારનાં બીજા પણ ધર્મનાં ઉપકરણ તેમજ જ્ઞાનાદિના સાધન હોય તે સાધુને આપવુ જોઈએ. ૫૭૯-૮૪૫ હવે દાન દેનારને આલોક ને પરલોક સંબંધી જે ફળ મળે છે તેના વિષેના દ્રષ્ટાન્તો ગાથાવડે કહે છે.. असणाइंण दाणेणं इहई भोगसंपया । इट्ठा दिट्ठा य दिट्टंता मूलदेवाइणो बहू ||८५ || परलोगम्मि सत्थाहो धणो गामस्स चिंतओ । सेयंसो चंदणा दोणो संगमो कउन्नओ ॥८६॥ અશનાદિનું દાન આપવાથી આલોકમાં ઈષ્ટભોગ સંપદા પ્રાપ્ત થાય તેનાં વિષે મૂળદેવ વિ. ઘણાં દાખલા મળે છે. પરલોક સંબંધમાં ધનાસાર્થવાહ (આદિજિનનો જીવ) નયસાર (ગ્રામચિંતક) શ્રેયાંસકુમાર, ચંદના આ બંનેને પરલોક રૂપે મુક્તિપદની Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રાપ્તિ થઈ. દ્રોણ નામનો નોકર સંગમક (શાલિભદ્રનોજીવ) કુતપુર્ણય ઈત્યાદિ દાખલાઓ છે. ભાવાર્થ કથાઓથી જાણવો. ત્યાં પહેલાં મૂળદેવની વાર્તા કહે છે. "મૂળદેવ કથાન” પાટલિપુત્ર નામે નગર છે. જાણે કે જે મનહરતાનો સંકેત સૂચવે છે. લક્ષ્મીનું જાણે કુલઘર છે. સર્વકુશલ આચાર (રિવાજ) નું મંદિર વિવિધ વિલાસનું રહેઠાણ સજ્જન પુરુષો રૂપી સોનાની ખાણ, ધર્મનું ઘર,સઘળી વિઘાની ઉત્પાદ ભૂમિ છે. ત્યાં સર્વકલામાં કુશલ, વિજ્ઞાન, રૂપ લાવણ્ય,વર્ણ અને યૌવનવાળો, દક્ષ, વિનીત સરલ ત્યાગી કૃતજ્ઞ ગુણાનુરાગી પંડિત વિદગ્ધ, પ્રિયવાદી શોભાવાળો સૌભાગ્યવાળો, દીનજનો ઉપર વાત્સલ્યવાળો, જુગારનો વ્યસની, ચોરીમાં આસક્ત, મહાધૂર્ત, સાહસિક. મૂળદેવ નામે ચતુર રાજકુમાર છે. કહ્યું છે. મનોહર કલાઓથી સુંદર સોળે કલાએ ખીલેલા ચંદ્રસમો મૂળદેવ ત્યાં વસે છે. જે વિદ્વાનોની વચ્ચે મહાવિદ્વાન, ધર્માઓને વિશે ધર્મમાં રત રહેનાર, રૂપવાનો મધ્યે કામદેવ, શ્રમણો મળે શ્રમણ, માયાવીયો મળે માયાવી, ચોરોની વચ્ચે મહાચોર, જુગારીઓ મધ્યે મોટો જુગારી, સરલસ્વભાવી માણસો પાસે સાવ સરલ, દીનકુપણ ઉપર કૃપાવાળો, ધુતારાઓની વચ્ચે મોટો ધુતારો, સાહસિકો મધ્યે મહાસાહસિક, જેમ દ્રવ્યોના આધારે દર્પણના રૂપ બદલાય છે; એ પ્રમાણે જેવાની જોડે મળે તેવો મૂળદેવ બની જાય છે. અનેક કુતુહલોથી લોકને આશ્ચર્યમાં નાંખતો જુગારમાં મસ્ત બનીને મરજી મુજબ ત્યાં હરે ફરે છે. જુગારનો વ્યસની હોવાથી બાપે નગરથી કાઢી મૂક્યો. તેથી તે શ્રેષ્ઠ ઉજૈની નગરીમાં ગયો. જે નગરીમાં કલંક માત્ર ચંદ્રમાં છે. ચંચલતા માત્ર રતિના ઝઘડામાં છે. કરનું ગ્રહણ વિવાહમાં જ છે એટલે ત્યાં કોઈ જાતનું પ્રજા ઉપર (ટેકસ) કરવેરો નથી. માણસ માત્ર સ્વપ્નમાં જ ઠગાય છે. વિભમ્ર માત્ર કામી સ્ત્રીઓમાં જ છે. વિગ્રહ નિપાત અને ઉપસર્ગનું દર્શન માત્ર શબ્દ શાસ્ત્રોમાં જ થાય છે. જેમાં પોતાના બાહુબલથી સર્વ અભિમાની શત્રુ રાજાઓને જેણે દબાવી દીધા છે. અને જેનો દશે દિશામાં પ્રકાશ ફેલાયેલો છે. તેમજ અર્થજનોની Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આશાપૂરવામાં કલ્પવૃક્ષ સમાન એવો જિતશત્રુ નામે રાજા છે. તે નગરીમાં રાજકુમાર મૂળદેવ ગુટિકા પ્રયોગથી વામનરૂપ કરી વિચિત્ર કથાથી; ગાંધર્વકલાથી અને વિવિધ પ્રયોગથી નગરજનોને વિસ્મય પમાડે છે અને તેથી તે ચારે બાજુ પ્રખ્યાત થઈ ગયો. આ બાજુ તે નગરમાં રૂપ લાવણ્ય અને વિજ્ઞાનના ગર્વવાળી દેવદત્તા નામે પ્રધાન વેશ્યા છે. ચોસઠ કલામાં કુશલ, ચોસઠ વિલાસીનીના ગુણવાળી, બત્રીસ પ્રકારના પુરુષના ઉપચારમાં અત્યંતકુશલ, ઓગણત્રીસ અતિશયમાં રમનારી, શ્રેષ્ઠ ચતુરાઈથી યુક્ત, એકવીસ રતિ ગુણધારી, અઢાર દેશની ભાષા જાણનારી, એ પ્રમાણે સર્વશાસ્ત્રમાં સારી તૈયાર થયેલી વેશ્યા એવી હોંશીયાર છે કે તેણીને સામાન્ય પુરુષતો ખુશ ન કરી શકે. તેથી કૌતુકથી મૂળદેવે દેવદત્તાને ક્ષોભ પમાડવા સારુ પરોઢીએ નજીકમાં રહેલાએ મધુર ઘણાં ભંગવાળું ફરતા ફરતા કઠે (ક્યારેક સ્ત્રીના અવાજે, ક્યારેક પુરુષના અવાજે, શ્રેષ્ઠ ગાયકના કંઠની તુલના કરતો) અસમાન વર્ણના સંવેધથી મનોહર ગાંધર્વ ગીત વારંવાર ગાવાનું શરૂ કર્યું. તે સાંભળી દેવદત્તાએ વિચાર્યું અહો ! આ તો કેવો અપૂર્વ અવાજ છે. તેથી આ કોઈ દેવ હોવો જોઈએ. આ મનુષ્ય ન હોઈ શકે દાસીઓ પાસે તપાસ કરાવી તપાસ કરી દાસીએ કહ્યું છે સ્વામિની! આ તો વસંતઋતુના ઉત્સવનું અનુસરણકરનાર, સર્વ વિજ્ઞાનનો ભંડાર નગરજનોના મનને હરનાર કોઈ બહારથી આવેલો ગાવાના બહાને માણસોને વશ કરે છે. ત્યારે દેવદત્તાએ માધવી નામની કુબડીદાસીને મોકલી અને તેણીએ જઈને વિનય પૂર્વક કહ્યું કે હે મહાસત્વશાળી ! અમારી શેઠાણી દેવદત્તા વિનવે છે કે આપ મહેરબાની કરી અમારા ઘેર પધારો. તેણે પણ વિદગ્ધતાથી) હોંશીયારીથી કહ્યું કે મારે વેશ્યાસંગની જરૂર નથી, તેમજ વિશિષ્ટ પુરુષો માટે વેશ્યાસંગનો નિષેધ કરાયેલો છે. કહ્યું છે કે - વિચિત્ર જાર પુરુષોના ઓષ્ટ ના અગ્રભાગથી ખરડાયેલી, માંસ મદિરામાં રત, સાવ હલકી, વચનમાં કોમલ અને મનમાં દુષ્ટ ભાવવાળી એવી વેશ્યાને વિશિષ્ટ પુરુષ સેવતા નથી. અગ્નિ શિખાની જેમ તાપ ઉપજાવનારી મદિરાની જેમ ચિત્તને મોહ પમાડનારી છુરીની જેમ દેહને કાપનારી ગણિકા અન્યને સંકેત આપે છે. બીજાને જુએ છે તેના ઘરમાં બીજો હોય ચિત્તમાં બીજો અને પાસે બીજો કોઈ માણસ બેઠો હોય છે. સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી મીઠા કર્મો કરે છે. સાર નીકળી ગયા પછી નિર્લક્ષ (દુષ્ટ માણસ)બળતાને છોડી દે છે. તેમ તગેડી મુકે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭) મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એથી મને ત્યાં જવાની ઈચ્છા નથી. તે (દાસી) પણ અનેક પ્રકારનાં વચનની ચતુરાઈથી ચિત્તને આકર્ષી આગ્રહથી હાથ ઝાળીને ઘેર લઈ ગઈ. રસ્તામાં જતા કલા કૌશલ્ય અને (કિયા) વિદ્યા પ્રયોગથી ઝાટકો મારીને કુબડી દાસીને સીધી કરી દીધી. તેથી તે વિસ્મયમાં પડી તેની જોડે તે મૂળદેવ વેશ્યા ભુવનમાં પ્રવેશ્યો. વામન રૂપવાળો છતાં અભુત લાવાગ્યવાળો તેને દેખી દેવદત્તા વિસ્મય પામી અને આસન અપાવ્યું. તે બેઠો અને તંબોલ આપ્યું માધવીએ પોતાનું રૂપ દેખાડી રસ્તાની વાત કહી; તેથી દેવદત્તા ઘણી વિસ્મય પામી તેની જોડે વાતની શરૂઆત કરી. મૂળદેવે મધુર વિદગ્ધ ઉક્તિઓથી તેણીનું હૃદય આકર્ષી લીધું. કહ્યું છે કે- નમવામાં કુશલ, મશ્કરી કરવામાં હોંશીયાર, મીઠી સુંદરવાણીની દુષ્ટ આદતવાળો/લીલાવાળો એવો હોંશીયાર પુરુષોનો આલાપ પણ કામણ છે એથી બીજાને વશ કરવા જડીબુટ્ટી વિ. મૂળીયાની તેમને જરૂર નથી. એ અરસામાં ત્યાં એક વીણા વાદક આવ્યો. તેણે વીણા વગાડી ખુશ થઈ દેવદત્તાએ કહ્યું કે હે વીણાવાદક ! સરસ સરસ તારી કલા સુંદર છે. ત્યારે મૂળદેવ બોલ્યો વાહ! ઉજૈનીના માણસો બહુ હોંશીયાર છે કે જેઓને સારા નરસાના ભેદની ખબર પડે છે દેવદત્તાએ કહ્યું એમાં શું ખામી છે? તેણે કહ્યું વાંસ જ અશુદ્ધ છે અને તંત્રી ગર્ભવાળી છે. અને તેણે કહ્યું કેવી રીતે જાણ્યું તેણે કહ્યું હું જાણું છું તેણે વીણા આપી. તંબુરા લઈ વાંસ માંથી પત્થર અને તારમાંથી વાળ કાઢ્યો. અને બરાબર કરી જાતે વગાડવાનું શરૂ કર્યું. પરિવાર સાથે દેવદત્તાનું મન પરાધીન/વશ કરી દીધું. હંમેશ માટે રમત સ્વભાવવાળી, બાજુમાં રહેનારી, લટકતા કાનવાળી, હાથિણીપણ ધૂણવા લાગી, ઘણીજ આશ્ચર્ય પામેલી દેવદત્તા કહેવા લાગી. આ તો ગમશી બ્રહ્મા જ લાગે છે. તેના પગમાં પડી વિનવવા લાગી હે સ્વામી ! હું તમારી પાસે વિણા કલા શીખીશ. મૂળદેવે કહ્યું મને બરાબર આ કલા આવડતી નથી. આનો પાર પામેલા પુરુષો અને બરાબર જાણે છે, દેવદત્તાએ કહ્યું તે કોણ છે ? તમે તેમણે ક્યાં દીઠા ? મૂળદેવે કહ્યું પાટલીપુત્રમાં વિકમસેન નામે કલાચાર્ય છે. તેમનાં પડખા સેવનાર હું મૂળદેવ છું. એ અરસામાં વિશ્વભૂતિ નામે નાટ્યાચાર્ય આવ્યો. દેવદત્તાએ કહ્યું આખુ ભરત નાટક આને મોઢે છે. આ મોટો સૂત્રધાર છે. મૂળદેવે કહ્યું વાત સાચી છે. આની આકૃતિજ વિજ્ઞાનના અતિશયોને કહી બતાવે છે. ભરત નાટક સંબંધી Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વિચાર ચાલુ કર્યો ત્યારે વામન રૂપ દેખી મૂળદેવનો વિશ્વભૂતિ તિરસ્કાર કરવા લાગ્યો. મૂળદેવે વિચાર્યું આ તો પંડિતાઈનો ગર્વ રાખે છે. તેથી આને શિક્ષા કર્યું. ત્યારે ફરી પૂછ્યું “ફલાણા ફલાણાનો અવિરોધ કેવી રીતે ઘટે ?’” તેણે જેમ તેમ કાંઈક જવાબ આપી દીધો, ત્યારે મૂળદેવે કહ્યું આવા જ્ઞાનનું તું અભિમાન કરે છે ? ત્યારે પેલો વિશ્વભૂતિ ચૂપ થઈ ગયો. દેવદત્તાએ મૂળદેવને કહ્યું કે મહાભાગ્યશાળી ! તારા વડે સુંદર કહેવાયું પરંતુ આ આ પ્રમાણે જ છે. પણ આનો બીજો કોઈ પરિહારનો ઉપાય જ નથી. મૂળદેવે કહ્યું પરિહાર કોણ કરેજ છે ? આવો પ્રશ્ન હોય તો ફલાણું આ પ્રમાણે અને ફલાણું આ પ્રમાણે હોય છે. બસ બીજી વાતજ ક્યાં છે. તેથી ખુશ થયેલી દેવદત્તા આ પ્રમાણે વિચારવા લાગી. શું આ પ્રચ્છન્ન રૂપમાં ભરત તો નથી આવ્યો ને ? તેથી મારા મનોરથો આના વિષે અવશ્ય પૂરા થશે. અન્ય પણ સંદિગ્ધ સ્થાનો પૂછ્યા. તે સર્વ સંશયો દૂર કર્યા. લજ્જા પામેલો વિશ્વભૂતિ મારે નાટકનો સમય થઈ ગયો છે એમ કહી તે ઉઠી ગયો. દેવદત્તાએ દાસીને કહ્યું હલા ! અંગમર્દકને બોલાવ જેથી અમે બંને સ્નાન કરીએ. મૂળદેવે કહ્યું જો આજ્ઞા આપો તો હું જ તમારા અંગનું મર્દન કરી આપું. શું તમે આ પણ જાણો છો ? જાણતો નથી પણ તેનાં જાણકાર માણસો પાસે હૈં રહેલો છું. ત્યારે શતપાક, સહસ્રપાક વિ. તેલો આણ્યા. તેને મર્દન કરવાનું શરું કર્યુ. અપૂર્વ હાથ ફેરવવાની કલાથી દેવદત્તાનું મન જીતી લીધું. તેણીએ વિચાર્યુ અહો ! કેવું જોરદાર એનું વિજ્ઞાન છે. અરે કેવો હાથનો સ્પર્શ છે ? તેથી આ કોઈક ગુપ્તવેશે સિદ્ધપુરુષ હોવો જોઈએ. કેમકે આવા વામનરૂપવાળાને આવી સુંદર કલા ન હોય. તેથી આનું સ્વરૂપ ખુલ્લુ કરાવુ તે માટે તે તેના પગમાં પડી અને કહ્યું હે મહાનુભાવ ! અસમાન ગુણોથી તમે ઉત્તમપુરૂષ જણાઓ છો. અને તમે વાત્સલ્ય અને દાક્ષિણ્યવાળા છો. તેથી તમારા આત્મસ્વરૂપને દેખાડો ? મારું હૃદય તમારા દર્શન માટે ઘણું ઉત્કંઠિત બન્યું છે. વારંવાર આગ્રહ કરવાથી સ્મિત રેળાવી વેશપરિવર્તન કરનારી ગુટિકા કાઢી મૂળદેવ મૂળરૂપે પ્રગટ થયો. જે સૂર્ય જેવા તેજવાળો, કામદેવની જેમ સ્ત્રીજનોનાં મનને હરવાવાળો, ચંદ્રની જેમ માણસોના મનને આનંદ આપનાર, બુદ્ધની જેમ શાસ્ત્રોક્ત અંગવાળો, અનુપમ રૂપ લાવણ્ય અને યૌવનવાળો છે. તેને જોઈ હર્ષાવેશે તેની રોમરાજી ખીલી ઉઠી. અને તેનાં Page #210 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૯૯ પગમાં પડી. હે સ્વામી ! આપે મહાકૃપા કરી ! ત્યારપછી જાતેજ મૂળદેવનું અંગમર્દન કર્યુ. મોટી વિભૂતિથી બન્ને જણાએ સ્નાન કર્યુ. દેવદૃષ્ય (રેશ્મી) વસ્ત્રો ધારણ કર્યા. થોડુ થોડુ જમ્યા અને અપૂર્વ નાટક ગાંધર્વ વિ. દેવદત્તાને શિખવાડ્યુ. ત્યારે ફરી દેવદત્તા બોલી હે મહાભાગ ! તમને છોડી બીજા પુરુષમાં મારું મન લાગતું નથી. તેથી આ સત્ય છે. આંખો દ્વારા કોને નથી દેખાતું ? કોની સાથે વાર્તાલાપ નથી થતો. પણ રહસ્યભૂમિમાં આનંદ અંકુરો ઉગાડે તે મનુષ્યો વિરલા જ હોય. તેથી મારા આગ્રહથી તમારે અહીં રોજ આવવાનુ. મૂળદેવે કહ્યું હે ગુણાનુરાગી! વિદેશી નિર્ધન શિરોમણી એવાં અમારા ઉપર રાગ કરવો શોભતો નથી. અને સ્નેહ સ્થિર રહેતો નથી. પ્રાયઃ કરીને સર્વને પણ કાર્યની અપેક્ષાએ જ સ્નેહ હોય છે. કહ્યું છે કે ફળ નાશ પામી જતાં વૃક્ષને પંખીઓ છોડી દે છે. સુકા તળાવને સારસો કરમાયેલા પુષ્પને ભમરાઓ, દાઝેલા વનભાગને મૃગલાઓ છોડી દે છે. નિર્ધન પુરુષને વેશ્યા, ભ્રષ્ટ રાજાને સેવકો ત્યજી દે છે. સર્વજન કાર્યવશથી એક બીજા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. કોણ કોનું છે ? કોણ કોને પ્યારો છે ? દેવદત્તાએ મૂળદેવને કહ્યું સત્પુરૂષો માટે સ્વદેશ કે પરદેશ કારણ નથી કહ્યુ છે આ દેશ આપણો અને તે પરાયો એવુ તો કાપુરુષને લાગે. હે પ્રિય! જ્યાં વાણિજ્યની સિદ્ધિ થાય જ્યાં ધનવાન લોકોનો વાસ હોય ત્યાં ન્યાયથી અર્થોપાર્જન કરો ॥૨૮॥ ગુણીજન જ્યાં પણ હોય ત્યાં મસ્તક વડે વહન થાય છે અર્થાત્ પૂજાય છે. સમુદ્રથી છૂટો પડેલો ચન્દ્ર શંકરના મસ્તકે નિવાસ કરાવાય છે ।।૨૮૬ સુવચનનું મૂલ્ય હજાર છે. સ્નેહપૂર્ણ દૃષ્ટિનું મૂલ્ય લાખ છે. પરન્તુ સજ્જન મનુષ્યના સદ્ભાવનું મૂલ્ય કરોડથી પણ ચઢી જાય છે ॥૨૮૭।। તેથી સર્વપ્રકારે મારી પ્રાર્થના સ્વીકારો, તેને હાં પાડી તેમનો અત્યંત સ્નેહ સંબંધ થયો. વિશિષ્ટ વિનોદ કરતા રહે છે. ત્યારે નૃત્ય (નાટક) નો સમય થતાં દેવદત્તાને બોલાવવા સારુ રાજપ્રતિહાર આવ્યો. ગુપ્તવેશધારી મૂળદેવ સાથે રાજસભામાં ગઈ. નાચવાનું શરુ કર્યુ. અને મૂળદેવ ઢોલક વગાડવા લાગ્યો. સામંતો સાથે રાજા અને પાટલિપુત્ર નગરનાં રાજાએ મોકલેલો રાજદરબારી વિમલસિંહ પણ ખુશ થઈ ગયો. ખુશ થયેલાં રાજાએ તેને વરદાન આપ્યું. અને થાપણ કર્યુ. ફરીથી તેણીએ મૂળદેવ સાથે મનોહર ગીત ગાયું. તેને અનુસારે બીજીવાર નૃત્ય કરાયું. દ્રુપદી છંદવિશેષમાં રચાયેલા કાવ્યાંશ (વાળું ગીત અને તેને અનુસાર નૃત્ય કરવામાં આવ્યું) Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અત્યંત ખુશ થયેલા રાજાએ શરીર ઉપર રહેલું આભૂષણ આપી દીધું. વિમલસિંહે કહ્યું પાટલીપુત્રમાં મૂળદેવનો પણ આવો વિજ્ઞાન પ્રભાવ કલાતિશય છે. અને બીજો અહીં છે ત્રીજો કોઈ એવો નથી. તેથી મારા મતથી આણીને મૂળદેવ પછીનો કલામાં નંબર આપો અને નર્તકીપદ આપો. રાજાએ આપ્યુ ત્યારે દેવદત્તાએ પગે પડીને રાજાને કહ્યું આપની મોટી મહેરબાની પણ કમ આવો છે કે પ્રથમ લાભ ઉપાધ્યાયનો હોય છે અને આ મારો ઉપાધ્યાય છે. હવે શું કરવું ? તે આપના હાથમાં છે. રાજાએ કહ્યું હે મહાનુભાવ ! આની આ વાત માનો. મૂળદેવે કહ્યું જેવી આપની આજ્ઞા દેવદત્તા બોલી - આપની મોટી મહેરબાની થઈ. આપનો ખુબ ખુબ આભાર. એ અરસામાં મૂળદેવે વીણા વગાડી. જેનાથી (મૂળદેવે) રંગમંચ ઉપર રહેલાં સર્વજનોનું મન આકપ લીધુ. વિમલસિંહે કહ્યું આ ગુપ્ત વેશે મૂળદેવ જ હોવો જોઈએ. બીજાને એવું કલા વિજ્ઞાન નથી. તેનો કોઈ અન્ય ઉપાધ્યાય નથી. રાજ આદેશથી આખી ધરતી ભમ્યો. પણ એમાં તેવું રત્ન મેં જોયું નથી. તેથી તમે ધન્ય છો. તમારી પાસે આવા કલારત્ન છે. ત્યાર પછી રાજાએ મૂળદેવને કહ્યું. હે મહાનુભાવ! અમને મોટુ કૌતુક હોવાથી તમે મારા અનુરોધથી તમે આત્મ સ્વરૂપ ને પ્રગટ કરો. ત્યારે હાસ્ય પૂર્વક ગુટિકા કાઢી, મૂળદેવને જોઈ વિમલસિંહ તરતજ ભેટી પડ્યો. અને મૂળદેવ રાજાના પગે પડ્યો. રાજાએ તેનું સન્માન કર્યું. તેના ઉપર અત્યંત અનુરાગી બનેલી દેવદત્તા તેની સાથે વિષયસુખ અનુભવતી રહે છે. મૂળદેવને સઘળાં વ્યસનોમાં જુગારનું એવું ભારે વ્યસન હતુ કે ક્ષણમાત્ર પણ તેનાં વગર રહી શકતો નથી. તેથી દેવદત્તાએ કહ્યું હે પ્રિયતમ ! ચંદ્રને જેમ હરણનું કલંક છે. તેમ સર્વ ગુણભંડાર એવા તમારે ધુતવ્યસન કલંક રૂપ છે. કારણ કે અનેક દોષોનું કારણ છે. કહ્યું છે વિદ્વાનોએ જુગારને ધન નાશ કરનાર નિન્દ, કુલશીલને દૂષિત કરનાર સર્વ પાપોનું જન્મસ્થાન, લોકમાં હલ્કો બનાવનાર, દુષ્ટમનનું મૂળકારણ અવિશ્વાસ ઉપજાવનાર અને પાપમાં પ્રવર્તાવનાર કહેલો છે. એટલેકે પાપ વિના જુગાર ન ખેલાય. કુલને કલંક, સત્યનો પ્રતિપક્ષ = ઝુઠ, વડીલોની. લજજાનો નાશ શૌચનો ત્યાગ = ચોરી, ધર્મમાં અત્તરાય, અર્થનો નાશ, પુત્ર પત્ની Page #212 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૦૧ - પિતા, માતા, માસા વગેરે સ્વજનો પ્રતિ પ્રીતિદાન અને પરસ્પર પ્રીતિભોજ નો અભાવ, દેવ ગુરુ અને કાર્ય અકાય ના વિવેકનો અભાવ, શરીરનો સંતાપ અને જેનાથી કુગતિ થાય તે ઘુતમાં હે પ્રિય ! મા રાંચ ! ર૯Oા તેથી સર્વ પ્રકારે આ છોડી દે. અતિરસ ના કારણે તે છોડી શકતો નથી. આજ નગરીમાં કામદેવ સરખા રૂપવાળો, પોતાના કુલનો દીવડો, બાંધવ રૂપી કુમુદના વિકાસ કરવામાં ચંદ્ર સમાન, પ્રજાજનોને વિષે કલ્પવૃક્ષ સમાન, નિર્મલ યશથી દિશાઓને ધોળી કરનાર અદ્ધિથી કુબેર સરખો અચલ નામે સાર્થવાહ છે. તે તો મૂળદેવની પહેલાં જ તેમાં રાગી હતો અને સતત દ્રવ્ય આપી તેની જોડે ભોગ ભોગવે છે. અને તેણે મૂળદેવ ઉપર થોડો દ્વેષ હોવાથી તેની ભૂલ દેખવા પ્રયત્ન કરે છે. અને અચલની શંકાથી દેવદત્તાના ઘેર મૂળદેવ જતો નથી. અવસર મળતા તેની માતાએ દેવદત્તાને કહ્યું હે પુત્રી! આ મૂળદેવને છોડ આ નિર્ધનનું આપણે કોઈ પ્રયોજન નથી. તે મહાનુભાવ દાની અચલ વારંવાર ઘણું ધન મોકલે છે. તેથી તેને સર્વ સ્નેહથી અંગીકાર કર. એક મ્યાનમાં બે તલવાર રહી ના શકે. તેથી આ જુગારીને છોડી દે તે બોલી હે મા ! હું એકાંતે ધનમાં અનુરાગી નથી. પાણ ગુણોમાં મને અનુરાગ છે. માતાએ કહ્યું તે જુગારીમાં વળી ગુણો કેવા ? અરે મા ! આ તો સંપૂર્ણ ગુણમય જ છે. કારણ કે તે સકલ કલામાં પારંગત છે. શરણાથી ઉપર વાત્સલ્ય કરાવનાર, પ્રિય બોલનારો, ધીર ઉદારમનવાળો, ગુગરાગી વિશેષજ્ઞ છે, એથી હું આને નહિં છોડું. તેથી માતા દ્રષ્ટાન્તથી દેવદત્તાને સમજાવાની કોશીશ કરે છે. અળતો માંગીએ છતે સાર કાઢીને સૂકાયેલ-વાસી અલતો આપે, શેલડી માંગતા તેનાં છોતરા આપે. પુષ્પો માંગતા પુષ્ટ છુટી વીંટોથી ગુંથેલી માલા આપે છે; દેખી એમ જ્યારે વેશ્યા પૂછે છે ત્યારે તેની માં) કહે છે જેવું આ અરસવિરસ છે તેવો તારો પ્રિયતમ છે. છતા પણ તું આને છોડતી નથી. માટે આ કિંવદન્તિ સાચી છે કે... અપાત્રમાં નારી રમે છે. પહાડ ઉપર વાદળા વર્ષે છે. લક્ષ્મી નીચ નો આશ્રય કરે છે. પ્રાજ્ઞ પુરુષ પ્રાયઃ કરીને નિધન હોય છે. દેવદત્તાએ કહ્યું પરખ્યા વિના અપાત્ર કેવી રીતે જાણી શકાય. માતાએ કહ્યું તો પારખુ કરો. હર્ષ પામેલી દેવદત્તાએ કહ્યું તો અચલને કહો દેવદત્તાને શેલડની ઈચ્છા છે. માટે મોકલાવો. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ માતાએ એવું કહેવાથી અચલ તો ઉપકાર માનતો શેલડીના ગાડા મોકલ્યા. હરખાઈને માતા કહેવા લાગી. હે બેટી ! જો અચલની કેટલી દાનશક્તિ છે. ત્યારે દેવદત્તાએ વિષાદ સાથે કહ્યું શું હું હાથીણી છું ? કે જેથી મૂળિયા અને ડાળવાળી ગાંઠોવાળી શેલડીના ઢગલા કર્યા છે. તેથી હવે મૂળદેવને કહો ત્યારે મૂળદેવે પણ પશ્મભૂત અગ્રભાગ સાથેનો વિંધ્યાચલની શેલડીના સાંઠાને છોળી બે આંગલ જેટલા કટકા કર્યા. તેઓને દાળ ચીની, તમાલપત્ર, ઈલાયચી અને નાગરકેસરથી સંસ્કાર્યા અને કપૂરથી વાસિત કર્યા. અને શૂલાથી થોડા છેવા. અને નવાજ શકોરામાં ભરીને મોકલ્યા. તે દેખી હર્ષથી માતાને કહ્યું હે મા ! પુરુષોનું અંતર જો. તેથી હું આ ગુણોમાં આસક્ત છું. માતાએ વિચાર્યું. આ એમાં ઘણીજ રાગી હોવાથી જાતે આને છોડશે નહિં. તેથી આવો કોઈ ઉપાય કરું કે કામુક (મૂળદેવ) પરદેશ જતો રહે. તો બધુ જ ટાળે પડી જાય. એવો વિચાર કરી માતાએ અચલને કહ્યું કે તું દેવદતાને કહે કે હું બીજા ગામ જાઉં છું અને પછી મૂળદેવ તેના ઘેર જતો રહે ત્યારે મનુષ્યની ઉંચી સામગ્રી લઈ તું આવજે. અને તે મૂળદેવનું અપમાન કરજે. અને અપમાન થવાથી તે દેશ છોડી દેશે. તેથી હું તૈયાર થઈ ગુમ રહેજે હું તને સમાચાર આપી દઈશ. તેણે પણ હા પાડી. બીજા દિવસે હું આજે બહારગામ જવાનો છું એમ કહી ઘણું ધન આપી અચલ નીકળી ગયો. દેવદત્તાએ પણ મૂળદેવને બોલાવ્યો. અને માતાએ અચલને જણાવ્યું અને વિપુલ સામગ્રી સાથે આવ્યો. દેવદત્તાએ તેને આવતો દેખતા મૂળદેવને કહ્યું હે નાથ ! અત્યારે એવો સમય છે કે માતાએ અચલે મોકલેલું ધન ગ્રહણ કર્યું છે. તેથી તમો મુહૂર્ત માત્ર પલંગ નીચે રહો. હું એટલામાં એને ચલતી પકડાવું (જતો કરું) તેણે તેમ કર્યું માતાએ પણ અચલને જણાવી દીધું. તે અચલ પલંગ ઉપર બેઠો. અને દેવદત્તાને કહ્યું સ્નાન સામગ્રી તયાર કર. હાં કહી સામગ્રી તૈયાર કરાવી અને દેવદત્તાએ કહ્યું પોતડી પહેરો જેથી માલીશ કરીએ ત્યારે અચલે કહ્યું મેં આજે સ્વપ્ન દેખ્યું છે કે પોતાની સ્ત્રીએ મારા શરીરનું મર્દન કર્યું અને આજ પલંગ ઉપર રહ્યો છતો મેં સ્નાન કર્યું તેથી આ સ્વપ્ન ને સાચુ પાડુ. દેવદત્તાએ કહ્યું આમ કરવાથી મહામૂલ્યવાળી આ પથારી (ઓશીકુ) તકીયો વિ. ખરાબ થઈ જશે. તેણે કહ્યું આના કરતા બમણા સારા હું આપીશ. અકાએ પાણ સાખ પૂરાવી, હાહા આમ થવા દો. તેથી ત્યાં રહ્યા જ અંગમર્દન અને વિલેપન કર્યું. અને ગરમ પાણીથી સ્નાન કર્યું. તેનાથી નીચે રહેલો મૂળદેવ ઉના અને તલના ચૂાર્ગવાળા પાણીથી Page #214 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૦૩| ભરાઈ ગયો. હથિયાર ધારી પુરુષો આવ્યા અને માતાના ઈશારાથી અચલે મૂળદેવને વાળથી પકડ્યો. અને કહ્યું તારે કોઈ શરણ હોય તો બતાવ. તીણ તલવારધારી પુરુષોથી પોતાને ઘેરેલો જોઈ મૂળદેવે વિચાર્યું કે અત્યારે હથિયાર વિનાનો હોવાથી પુરુષાર્થ દ્વારા બચી શકાશે નહિ. અને એઓની વૈર શુદ્ધિ કરી લેવી જોઈએ. એમ વિચારીને કહ્યું તમને જે ગમે તે કરો. અચલે પણ આવા ઉત્તમ પુરૂષોનો નાશ કરવાથી શું મળવાનું ? ઉત્તમપુરુષોને પણ વિષમદશાના કારણે દુઃખો પડવા દુર્લભ નથી. કહ્યું છે કે- સકલ જગતના મસ્તકે રહેલા દેવ અસુર વિધાધરથી ગવાયેલા પ્રતાપવાળો સૂર્ય પણ ભાગ્યવશે રાહુ ગ્રહ કલ્લોલનો કોળીયો બને છે. (સૂર્યગ્રહણ થાય છે.) સાગર, સરિતા, સરોવર ભરાય છે ને ખાલી થાય છે. ધની સૂર્ય દિવસો અને દેવોની પણ એક સરખી દશા હોતી નથી. અહીં હંમેશ માટે કોણ સુખી ? લક્ષ્મી કોની થઈ છે ? સ્નેહ સંબંધો કોના સ્થિર રહ્યા છે ? કોની ભૂલ નથી થતી ? તુંજ બોલ ભાગ્યે કોને હૈરાન-પરેશાન નથી કરતું ? અર્થાતું કરે છે. એમ વિચારી તેણે મૂળદેવને કહ્યું તું આવી અવસ્થામાં આવ્યો છતા અત્યારે તને છોડી મુક છું. તેથી મારી આવી અવસ્થા આવે ત્યારે છોડી દેજે. ત્યારે દુભાયેલા મને વિચારવા લાગ્યો. હસતેરી જો ! આને મને કેવો છેતર્યો. અને વિચારતો વિચારતો નગર બહાર ગયો. સરોવરે ન્હાયો. પેટ પૂજા કરી; તેથી પરદેશ જાઉં અને આનું ખોટું કરવાનો ઉપાય કરું. એમ વિચારી બેન્નાત ભણી ચાલ્યો. ગામ, નગર વિ. માંથી જતા જતા બાર યોજન લાંબુ વન આવ્યું. જો કોઈ માત્ર વાત કરવાવાળો મળી જાય તો અનાયાસે વન પારપામી જવાય. એમ વિચાર કરતો બેઠો છે. ત્યારે ભાથાની પોટલી સાથે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે પૂછયું ! ભટ્ટજી તમે કેટલા દૂર જવાના છો. બ્રાહ્મણે કહ્યું વનને પેલે પાર વીરનિધાન નામે સ્થાન છે. ત્યાં જવાનું છે. ઓ ભાઈ ! આપણે બંને સાથે જઈએ. ત્યાર પછી બંને નીકળ્યા. મધ્યાહન સમયે જતાં એવા તેઓએ તળાવ જોયું; હાથ-પગ ધોઈ તળાવની પાળી ઉપર રહેલા ઝાડની છાયામાં બેઠા. બ્રાહ્મણે પણ ભાથાની પોટલી છોડી વાટકામાં ચાણા કાઢ્યા. પાણીથી ભીના કરી ખાવા લાગ્યો. મૂળદેવ વિચારવા લાગ્યો. બ્રાહ્મણ તો આવા ભૂખડી બારશ (ભૂખ્યા ડાંસ) જેવા હોય તેથી પોતે ખાધા પછી મને આપશે. ભટ્ટ તો ખાઈને પોટલી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ બાંધી રવાના થયો. મને ઢળતા પહોરે આપશે... એમ વિચારી તેની પાછળ ચાલ્યો. ત્યારે પણ તે એકલો જ જમ્યો. પણ મૂળદેવને આપ્યુ નહિં. કાલે આપશે, એવી આશાએ ચાલે છે. રાત પડી ત્યારે એક બાજુ બંને સુઈ ગયા. સવારે પાછા ચાલવા લાગ્યા. બપોરે જ્યારે થાક્યા પણ બ્રાહ્મણ તો એકલો ખાવા લાગ્યો. ત્રીજા દિવસે મૂળદેવે વિચાર્યુ કે હવે તો જંગલ લગભગ પુરું થવા આવ્યુ છે. તેથી આજે તો મને જરૂર આપશે. પણ તેને આપ્યુ નહિં. જંગલ પાર થઈ ગયું. તેથી બંનેના માર્ગ જુદા પડી ગયા. બ્રાહ્મણે કહ્યું આ વાટ તમારી છે, અને આ મારી. આના પ્રભાવે હું જંગલ ઉતર્યો એમ વિચારી મૂળદેવે કહ્યુ હે ભટ્ટ ! મારું નામ મૂળદેવ છે. તારા પ્રભાવે હું વન પાર પામ્યો છું. તેથી મારાથી કોઈ કામ સરી શકાતુ હોય તો બેન્નાતટ આવજો. ભાઈ ! તમારું નામ શું છે ? ભટ્ટે કહ્યું સબ્રડ નામ છે. લોકોએ નિણ શર્મા પ્રસિદ્ધ કર્યુ છે. મૂળદેવે કહ્યું મારું કામ પડે તો બેન્નાતટ આવજો. એમ કહી તે બેન્નાતટ ભણી ચાલ્યો. અને ભટ્ટ પોતાના ગામ ભણી ચાલ્યો. મૂળદેવે વચ્ચે વસતિવાળું સ્થાન દેખ્યુ. અને ભિક્ષા માટે ગામમાં પ્રવેશ કર્યો. આખા ગામમાં ભમ્યો. ત્યારે હલકા અડદ મલ્યા. બીજું કાંઈ ભોજન મળ્યું નહિં. જલાશય તરફ ચાલ્યો. એ અરસામાં તપથી સુકાયેલા દેહવાળા માસખમણના પારણા માટે ગામમાં આવતા મહાતપસ્વીને જોયા. તેમને જોઈ હર્ષ રોમ ખડા થઈ ગયા. એમ વિચારવા લાગ્યો. અહો ! હું ધન્ય છું. હું કૃતાર્થ બન્યો કે જેથી આવા દેશ કાલમાં આ મહાત્મા નિરખવા મળ્યા. તેથી ચોક્કસ મારે કલ્યાણ માર્ગ ખુલ્લો થશે. એમને વહોરાવાથી સઘળા દુઃખો ખપી જશે. આ મહાપાત્ર છે. કારણ કે - દર્શનજ્ઞાનથી શુદ્ધ, પંચમહાવ્રતને પાલનારા, ધીર, ક્ષમા, નમ્રતા, સરલતા તથા નિસ્પૃહાવાળા, સ્વાધ્યાય, ધ્યાન, તપ, યોગમાં મસ્ત રહેનારા, શુદ્ધ લેયાવાળા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારનારા, ઉપકરણ સિવાય કોઈ પણ વસ્તુની માલિકી વિનાના, ગૃહસંગથી દૂર રહેનારા. એવા પાત્ર રૂપી શુભ ખેતરમાં વાવેલુ વિશુદ્ધ શ્રદ્ધા પાણીથી સિંચાયેલું દ્રવ્યરૂપી ધાન્ય આલોક અને પરલોકમાં અનંત ફળ આપનારું બને છે. તેથી કાલોચિત આજ અડદ તેમને આપુ કારણકે આ ગામ દાન આપનારું નથી. અને આ મહાત્મા તો બે ચાર ઘેર જઇ પાછા ફરી જશે, જ્યારે હું તો બે ત્રણવાર ફરીફરીને મેળવી લઈશ. અને બીજા ગામ પણ નજીક છે. તેથી આ સર્વ એમને આપી દઉં. પ્રણામ કરી અડદ મુનિ ભગવંતને આપ્યા. Page #216 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૦૫, સાધુએ પણ તેનાં પરિણામની વૃદ્ધિ અને વ્યાદિની શુદ્ધિ જાણી ધર્મશીલ! થોડુ આપજે. એમ કહી પાત્ર ધર્યું. તેણે પણ વધતા ભાવે સર્વ આપી એમ બોલ્યો - ધન્ય પુરુષોનાં અડદો સાધુનાં પારણા માટે થાય છે. એ અરસામાં આકાશમાં રહેલી ઋષીની ભક્તિ અને મૂળદેવની ભક્તિથી ખુશ થયેલી દેવીએ કહ્યું હે પુત્ર મૂળદેવ ! તે સારું કર્યું ! તેથી આ ગાથાના ઉતરાર્ધથી જે તને ગમે તે માંગ ! હું તને સર્વ આપીશ. ત્યારે મૂળદેવે કહ્યું જો આ પ્રમાણે છે તો દેવદત્તા વેશ્યા, હજાર હાથી અને રાજ્ય આપો. દેવે કહ્યું તું નિશ્ચિંત રહે. આ ઋષિના ચારિત્રના પ્રભાવે ટુંકા ગાળામાં જ તને સર્વ મળી જશે. મૂળદેવે કહ્યું હે ભગવતી ! હા આમ જ થશે ! તે દેવી ઋષિને વાંદી પાછી ફરી. સાધુ પાગ ઉદ્યાનમાં ગયા. મૂળદેવને પણ બીજી ભિક્ષા મળી ગઈ. જમીને બેત્રાટ ચાલ્યો. અનુક્રમે ત્યાં પહોંચ્યો. રાત્રે મુસાફરખાનામાં સુઈ ગયો. છેલ્લા પહોરે સ્વપ્ન દેખ્યું કે નિર્મલ પ્રભાથી જીવલોકને પ્રકાશિત કરનારો પૂર્ણચંદ્ર મોઢા દ્વારા પેટમાં પ્રવેશ્યો. એક ભિક્ષુકે પણ એજ સ્વપ્ન જોયું અને તેણે ભીખ માંગનારા ભિક્ષુઓને કહ્યું ત્યારે એક જણાએ કહ્યું તે સારું સ્વપ્ન જોયું છે. જેથી તું ઘી ગોળથી ભરેલો પુડલો મેળવીશ તેણે પણ કહ્યું આ પ્રમાણે છે. આ લોકો સ્વપ્નના પરમાર્થને જાણતા નથી. એથી મૂળદેવે કહ્યું નહિં. કાર્પટિકે - ભગવા વસ્ત્ર ધારી ભિક્ષુએ ઘરરૂપે તણાયેલા તંબુમાંથી તેવોજ પુડલો મેળવ્યો. અને તે તુષ્ટ થયો. ભિક્ષુઓને કહ્યું. મૂળદેવ પણ સવારે એક બાગમાં ગયો. ફૂલો એકઠા કરવામાં મદદ કરીને માળીને ખુશ કરી દીધો. તેણે પણ ફળફૂલ આપ્યા. તેને લઈ પવિત્ર થઈ. સ્વપ્ન પાઠકના ઘેર ગયો. અને પ્રણામ કર્યા. ક્ષેમકુશલ પુછયા સ્વપ્ન પાઠકે પાગ બહુમાન પૂર્વક બોલાવ્યો. અને આવવાનું કારણ પૂછયું. તેણે પણ હાથ જોડી સ્વપ્નની વાત કરી. ઉપાધ્યાયજીએ હર્ષથી કહ્યું કે શુભમુહુર્તમાં સ્વપ્ન ફળ કહીશ. આજે તો અમારા મહેમાન બનો. મૂળદેવે હા કહી ત્યાર પછી સ્નાન કરી ભોજનના અંતે ઉપાધ્યાયે કહ્યું હે પુત્ર ! મારી આ પુત્રીને વર પ્રાપ્ત થઈ ગયો છે. તેથી મારા ઉપરોધથી આને પરાગો. હે તાત ! અજ્ઞાત કુલશીલવાળાને આપ જમાઈકેવી રીતે બનાવો છો. નહિં કહેવા છતા આચારથી કુલ જણાઈ આવે છે. કહ્યું છે કે - Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આચાર કુલને, ભાષા દેશને, સંભ્રમ સ્નેહને, શરીર ભોજનને જણાવે છે. તથા • પદ્મમાં સુગંધ, શેલડીમાં મીઠાશ, શ્રેષ્ઠ હાથમાં લીલા, કુલવાનું પુરુષોમાં વિનય કોણ કરે છે. અર્થાત્ સહજ જ હોય છે. અથવા - જો ગુણો હોય તો પછી કુલની શી જરૂર ? ગુણીજનોને કુલનું કાંઈ કામ નથી. ગુણ રહિતને અકલંક કુલજ મોટુ કલંક છે. (જુઓ આવા ખાનદાનમાં જન્મ્યો તોય આવો પાક્યો). તેથી કુલ તેને વધારે કલંક (દોષ) આપનારું બને છે. એમ અનેક ઉક્તિઓથી મનાવી પરણાવ્યો. તમે સાત દિવસમાં રાજા થશો” એ સ્વપ્નફળ કહ્યું. એ સાંભળી ખુશ થઈ ત્યાં રહેવા લાગ્યો. પાંચમાં દિવસે શહેર બહાર ચંપકના ઝાડની છાયામાં સુતો, આ બાજુ તેજ દિવસે અપુત્રીયો રાજા મરણ પામ્યો. નવા રાજાને નિમણૂક કરવા માટે ઘોડા, હાથી, છત્ર, ચામર, કળશ અધિવાસિત આ પાંચ દિવ્યો નગરમાં ફેરવ્યા. પણ કોઈ રાજાને યોગ્ય દેખાયો નહિ. તેથી નગર બહાર નીકળી મૂળદેવ સુતો હતો ત્યાં આવ્યા ત્યારે ઘોડાએ હેપારવ કર્યો. હાથીએ ગર્જના કરી. કળશે અભિષેક કર્યો. ચામર વીંઝાવા લાગ્યા. છત્ર ઉપર સ્થિર થઈ ગયુ. ત્યારે લોકોએ " જય શબ્દ કર્યો. નાચ કરનારી જાતિ નાચવા લાગી. સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી. નંદી વાજિંત્ર વાગવા લાગ્યા. હાથીએ જાતે જ પોતાના પીઠ ઉપર ચડાવ્યો. મોટા આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યો. મંત્રી સામંતોએ રાજ્યાભિષેક કર્યો. આકાશમાં રહેલી દેવીએ કહ્યું ભો! ભો ! નગરજનો ! આ મહાનુભાવ સકલ કલામાં હોંશીયાર છે. દેવાધિષ્ઠિત શરીરવાળો વિકમ નામે રાજા છે. તેથી આની આજ્ઞામાં જે નહિ રહે તેને હું છોડીશ નહિં. તેથી સર્વ સામંત, મંત્રી, પુરોહિત ઈત્યાદિ પરિજન બરાબર આજ્ઞા પાળવા લાગ્યો. તે ઉમદા વિષયસુખ અનુભવતો દિવસો વીતાવે છે. ઉજૈનીથી રાજા જિતશત્રુ સાથે આપ લેતી શરૂ કરી. તેથી પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. આ બાજુ દેવદત્તા મૂળદેવની તેવી વિડંબને દેખી અચલ ઉપર ઘણી જ વિરક્ત થઈ. તેથી અચલને ખખડાવ્યો. ભો ! હું વેશ્યા છું. તારી ઘરવાળી નથી. છતા પણ મારા ઘેર રહી આવું કામ કરે છે. તેથી આજ પછી મારા કારણે તારે ખીજાવાની જરૂર નથી. અને રાજા પાસે જઈ પગે પડી વિનંતી કરી હે રાજન્ ! તે વરદાન પુરું કરવાની કૃપા કરો.- રાજાએ કહ્યું તને જે Page #218 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ) ૨૦૭) ગમે તે કહે, મારી પાસે મૂળદેવને છોડી બીજો પુરુષ આવવા ન દેવો. અને અચલને મારા ઘેર આવતો અટકાવો. જા તને ગમે તેમજ થશે. પણ વાત શું છે. તે તો કહે ત્યારે માધવીએ સર્વ બીના કહી સંભળાવી. રાજા અચલ ઉપર કોધે ભરાયો અરે ! મારી નગરીમાં આ બે રત્ન છે. તેઓને આ હેરાન કરે છે. તેથી બોલાવીને ઠપકો આપ્યો. અને કહ્યું રે! શું તું અહીંનો રાજા છે કે જેથી આવી રીતે વર્તે છે ? તેથી અત્યારે તું શરણ બતાવ. તારો નાશ કરું છું ? ત્યારે દેવદત્તાએ કહ્યું ઓ સ્વામી ! કુતરા જેવા મરી ગયેલા આનાથી શું સરવાનું. જો અત્યારે આ મહાનુભાવ નારીના વચનથી છુટો કરું. પણ શુદ્ધિ તો મૂળદેવને અહીં આણવાથી થશે. ત્યારે પગે પડી રાજકુલથી નીકળ્યો, દરેક દિશામાં શોધવાની શરૂઆત કરી. છતાં ન મળતા તેજ પૂર્ણિમાના દિવસે માલના જહાજ ભરી પારસકુલ ગયો. આ બાજુ મૂળદેવ વિચારવા લાગ્યો. દેવદત્તા - પ્રિયા વગરનું આ રાજ્ય શું કામનું ? જેથી કહ્યું છે - જે કે તે ખાઓ. નગર કે જંગલમાં રહો. જ્યાં ઈષ્ટનો સંયોગ છે તેજ રાજ્ય છે. બીજુ શું કામનું ? એટલે બીજુ કશા કામનું નથી. મને દેવદત્તા ઈષ્ટ છે તેથી કૌશલ્યા નગરીમાં દેવદત્તા તથા રાજા ઉપર ટપાલ લખી. રાજાને લખ્યું કે મને આ દેવદત્તા ઉપર ઘણોજ રાગ છે. તેથી તેણીને ગમતું હોય અને આપને સારું લાગતું હોય તો કૃપા કરી આણીને મોકલો. ત્યારે રાજાએ દ્વારપાલને કહ્યું ભો ! શું વિક્રમરાજાએ આજ પ્રમાણે લખ્યું છે. શું તેનાં અને આપણાંમાં ભેદ છે ? કારણ કે આપણું રાજ્ય તેનું પોતાનું જ છે. તો વળી દેવદત્તા કેમ ન હોય ? અર્થાત્ એ પણ તેની જ છે. પણ તે ત્યાં જવાને ઈચ્છે છે ખરી ? ત્યારે તેણીને બોલાવીને પૂછયું દેવદત્તા ! પહેલાં તેં જણાવ્યુ હતુ કે મૂળદેવ સિવાય બીજો પુરુષ મોકલવો નહિં. દેવની પ્રસાદથી રાજા થયેલાં મૂળદેવે તને બોલાવા સારુ આ પુરુષો મોકલ્યા છે. તેથી જો તને ઠીક લાગે તો તેની પાસે જા. તેણીએ કહ્યુ આપણો ખુબ ખુબ પાડ ! તમારી અનુજ્ઞાથી આ મારી ઈચ્છા છે. ત્યાર પછી મહાવૈભવથી પૂજી આણીને મોકળી. દેવદત્તા ત્યાં પહોંચી. મૂળદેવે પણ મહાવૈભવથી પ્રવેશ કરાવ્યો. ઉદાર ભોગ ભોગવતા તથા જિનપૂજામાં તત્પર બની સમય વિતાવે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ બાજુ તે અચલ પણ પારસકુલમાં ઘણું ધન કમાઈ ઉંચી કોલેટી (જાતિનો)નો માલ ભરી બેન્નાતટ આવ્યો. બહાર રહ્યો. લોકોને પૂછયું અહીંના રાજાનું શું નામ છે ? લોકોએ કહ્યું વિકમરાજા ત્યારે મગ-મોતી વિદ્ગમ, પ્રવાળા નો થાળ ભરી રાજાને ભેટવા (માળવા) ગયો. રાજાએ આસન આપ્યું. અને બેઠો. અરે ! તે આ અચલ ક્યાંથી ? એ પ્રમાણે ઓળખી લીધો. પણ અચલે તો રાજાને ઓળખ્યો નહિ. - રાજાએ પૂછયું, ઓ શેઠ કયાંથી આવ્યા ? તેણે કહ્યું પારસકુલથી યથોચિત (પ્રતિપત્તી) સેવાથી સન્માન કરાયેલ અચલે કહ્યું હે દેવ ! કોઈક ઉપરીને (ઉંચા હોદ્દાવાળાને) મોકલો. જે માલ તપાસી લે ! રાજાએ કહ્યું જહાજનાં કૌતુકથી હું જાતે જ આવીશ. ત્યારે પંચકુલની સાથે રાજા ત્યાં ગયો. શંખ (એક જાતનું સુગંધી દ્રવ્ય), સોપારી, ચંદન, અગરુ, મજીઠ વિ. માલ જોયો. પંચકુલની સમક્ષ રાજાએ પૂછયુ ઓ શેઠ ! આટલોજ માલ છે ? તેણે કહ્યું આટલોજ છે; રાજાએ કહ્યું ઓ શેઠ! બરાબર કહી દો; કારણ કે મારા રાજ્યમાં ટેક્સની) જકાતની ચોરી કરનારને દેહદંડની સજા થાય છે. અચલે કહ્યું શું રાજા આગળ વળી જુઠું બોલાતું હશે ? રાજાએ કહ્યું એમ છે તો કહેલાનું અડધુ દાન કરો. પણ ગુણો મારી સમક્ષ તોલો, પંચકુલે તોલ્યા, ત્યારે ભારથી, પાદ પ્રહારથી, જમીનને ખરોસ (ચીરા) પડવાથી મજીઠ વિ. માં રહેલો સારભૂત માલ જણાઈ આવ્યો. તેથી ગુણો ખોલાવીને જોઈ. ત્યારે બરાબર જોયું તો કોઈકમાં સોનું, કોઈકમાં ચાંદી, કોઈકમાં મણિ-મોતી, પ્રવાલા વિ. મૂલ્યવાન માલ જોયો. તે જોઈ ક્રોધે ભરાયેલો રાજાએ પોતાનાં પુરુષોને આદેશ કર્યો. અરે ! આને બાંધો ! આ પ્રત્યક્ષ ચોર છે. રાજાનાં વચનથી તેઓએ થરથરતા હૃદયવાળા એવા અચલને તુરંત બાંધ્યો. આરક્ષકને સોંપી રાજા વાહન વડે પોતાનાં ભવનમાં ગયો. આરક્ષક તેને રાજા પાસે લઈ આવ્યો. મુશ્કેટાટ બંધાયેલો જોઈ રાજાએ કહ્યું “અરે આને જલ્દી છોડો.” તરતજ છોડી મૂક્યો. રાજાએ પૂછયું હે સાર્થવાહ પુત્ર ! મને ઓળખ્યો? તેણે કહ્યું હે રાજન! સઘળી ધરતી ઉપર પ્રખ્યાત થશવાળા મહારાજા આપને કોણ ન ઓળખે ? રાજાએ કહ્યું ઉપચાર વચનો રહેવા દે. જો જાણતો હોય તો સ્પષ્ટ બોલ. સાચું કહું તો હે રાજન ! હું આપને નથી ઓળખતો. ત્યારે રાજાએ દેવદત્તાને બોલાવી; શ્રેષ્ઠ અપ્સરાની જેમ સર્વ અંગે આભરણોથી શોભિત દેવદત્તા આવી. અચલે ઓળખી અને મનમાં ઘાગો શરમાયો. Page #220 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે બોલી ભો ! આ તેજ મૂળદેવ છે તેને તે સમયે તેં કહ્યું હતું કે ભાગ્ય યોગે ક્યારેક આપત્તિમાં પડી જાઉં તો આ પ્રમાણે કરજે. તેથી આ તે અવસર છે. એથી દેહાંત દંડ પામેલો આજે તને નમનાર અને દીન માણસ ઉપર વાત્સલ્ય કરાવનાર આર્યપુત્ર છોડી મૂકે છે. આ સાંભળી વિલખો થયેલો “આપનો આભાર” કહી રાજા અને દેવદત્તાને પગે પડ્યો. સર્વજનોને શાંતિ આપનાર, સઘળી કલાથી શોભતો નિર્મલ સ્વભાવવાળા, પૂર્ણિમાના ચંદ્ર સરખા દેવની (મૂળદેવની) રાહુ જેવા મેં ત્યારે જે (કદર્થના) હેરાનગતિ કરી તે બદલ ક્ષમા કરો. તમારી હેરાનગતિના રોષથી મહારાજા ઉજૈનીમાં પણ પેસવા નહિં દે; જેના ઉપર દેવદત્તાની કૃપા છે તેને તો મેં ખમાવી જ દીધા છે. તથા તું તો મારો ઉપકારી છે. કેમકે જીવીત દાનથી બીજું કોઈ ચડિતાતુ દાન નથી. ત્યારે ફરીથી તે (અચલ) બંનેના પગે પડ્યો. દેવદત્તાએ ઘણાં આદરથી સ્નાન કરાવી ભોજન કરાવ્યું. રાજાએ મૂલ્યવાન વસ્ત્ર આભરણો પહેરાવ્યા. ઉજૈની મોકલ્યો અને મૂળદેવરાજાની અરજથી જિતશત્રુ રાજાએ તેનો ગુનો માફ કયોં. નિગશમાં પણ “મૂળદેવ રાજા થયો છે” એવું સાંભલી બેન્નાતટ આવ્યો. રાજાએ જોયો તેથી લોક વ્યવહાર, ભય, લજ્જા (શરમ) દાક્ષિણ્ય, ત્યાગ સ્વભાવ આ પાંચ જેમાં નથી તેની સાથે સંબંધ ન જોડવો. એમ વિચારી જે ગામની ભક્તિ જોવાઈ નથી એવું ગામ આપ્યું. આપની મહેરબાની એમ કહી તે ગામ ભણી ગયો. કોઈક વખતે નગર દરરોજ ચોરો વડે ચોરાવા લાગ્યું. આરક્ષકો ચોરનું પગલુ પણ પકડી શકતા નથી. ત્યારે રાજાએ વિચાર્યું. મારું શહેર પણ અનાથ ની જેમ ચોરાતુ હોય તો મારો પુરુષાર્થ પાંડિત્ય બુદ્ધિ વિ. નકામી છે. હું તો આ સર્વ કાર્યમાં હોંશીયાર છું; તેથી મારી નગરી લુંટનાર ચોરોની ભારે ધિઢાઈ કહેવાય. એમ વિચારી નીલ વસ્ત્ર પહેરી ચોરની તપાસ માટે રાત્રે નીકળી પડ્યો. નગરીના શંકાશીલ સર્વ ઠેકાણે ફરી ઘણો જ થાકી ગયેલો શૂન્ય દેવકુલમાં એક ઠેકાણે સુઈ ગયો. એ અરસામાં મંડિક નામનો મોટો ચોર આવ્યો. પગથી આને ઉઠાડ્યો રે! તું કોણ છે ? મૂળદેવે કહ્યું હું ભીખારી છું. જો એમ છે તો ચાલ મનુષ્ય Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરું (મનુષ્ય સુખ અપાવું) આપની કૃપા ! બંને એક શેઠિયાના ઘેર ગયા. ખાતર પાડીને ‘મંડિકે ઘણું ધન કાઢ્યું. અને મૂળદેવના માથે ઉપડાવ્યું. માર્ગે ચલાવ્યો અને પોતે હાથમાં તલવાર લઈ તેની પાછળ ચાલ્યો. જીર્ણ બાગમાં ગયા. ભૂગર્ભના દ્વારને ખોલી અંદર પેઠો ત્યાં તેની રૂપાળી જુવાન બહેન રહે છે. ચોરે બહેનને કહ્યું મહેમાનના પગ ધો. તે પણ કુઆના કાંઠે રહેલા સુંદર આસન ઉપર મૂળદેવને બેસાડી પગ ધોવા લાગી. ત્યારે અત્યંત કોમલ ચરણ સ્પર્શ અનુભવતી આ કોઈક શ્રેષ્ઠ પુરુષ હોવો જોઈએ. એ પ્રમાણે વિચારીને તેનાં સર્વાંગ જોયા. તેથી તેનાં ઉપર ઘણો રાગ થવાથી ઈશારો કરી ધીરે ધીરે કહ્યું કે બીજા જે માણસો અહીં આવે છે તેમને પગ ધોવાના બહારે કુઆમાં હું નાંખી દઉં છુ. પણ તમને નહિં નાખુ. તેથી મારા ઉપરોધથી જલ્દી અહીંથી ખસી જાઓ. નહિ તો આપણા બંનેનું બગડશે. તેથી અવસર જાણી રાજા જલ્દી નીકળી ગયો. બહેને પણ પોતાની ભૂલના ભયથી રોવા લાગી. અરેરે આ માણસ તો નાઠો ! નાઠો ! ત્યારે ધન છુપાવવાનું પડતુ મુકી તલવાર લઈ મંડિકે પીછો કર્યો. રાજા પણ ચોરને નજીક આવતો જાણી નગરના ચાર રસ્તે રહેલાં મોટા થાંભલાને બરોબર પુરુષની જેમ વચ્ચે કરી પોતે નાસી ગયો. -મંડિક પણ ક્રોધથી ઘેરાયેલાં નયણવાળો હોવાથી તે પુરુષ છે એમ જાણી તીક્ષ્ણ તલવારથી થાંભલાના બે ટુકડા કરી ઘેર ભાગી ગયો. ચોર જડી ગયો એથી રાજાને પણ હૃદયમાં શાંતિ થઈ. અને રાજમહેલમાં ગયો. સવારે રાજવાટિકાના બહાને તેને જોવા નીકળ્યો. ઘણાં પટ્ટાઓથી વીંટલાયેલી જંઘાવાળો, થોરની લાકડીવાળો, ધીરે ચાલતો, અર્ધ ખુલ્લેલા મુખવાળો, દરજીની દુકાને સીવવાનું કામ કરતો, મંડિકને રાજાએ દેખ્યો. રાત્રે દીવાનાં અવાલામાં જોયેલો હોવાથી ઓળખી લીધો. ઘેર આવી ફલાણા દરજીને બોલાવા માટે કોટવાલને મોકલ્યો. તેને કહ્યું ચલો રાજા બોલાવે છે. ત્યારે અરે ! રાજા કેમ બોલાવે છે. ખરેખર તે પુરુષ મર્યો નહિં હોય. એવી શંકાવાળો રાજા પાસે ગયો. રાજાએ મૂલ્યવાન આસન આપ્યુ. મોટી ભક્તિથી સન્માન કરી કહ્યું કે તમારી બેન અમને આપો. તેણે વિચાર્યુ આ તેજ રાજા હોવો જોઈએ. એથી કાર્ય પરમાર્થ ને જાણી બહેન આપી અને પરણાવી. તેને પણ મહંત તરીકે રાખ્યો. ત્યાર પછી રાજા તે રાણીના મોઢેથી સર્વ આભરણ વજ્ર કઢાવી લીધું; રાજા હવે કાંઈ બાકી નથી ? તેણીએ કહ્યું હે દેવ ! આટલુજ છે. ત્યારે અનેક રીતે હેરાન કરી તે ચોર ને દેહાંત દંડ આપ્યો. એ પ્રમાણે સાધુએ પણ ગુણલાભ થાય ત્યાં Page #222 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૧૧ સુધી દેહનું પાલન કરવું. તેના અભાવે સંલેખના અનશન વિ.થી નિગ્રહ કરવો જોઈએ. આ પ્રસંગથી કહ્યું. મૂળદેવ પણ ઉદાર રાજ્ય લક્ષ્મી અનુભવી છેલ્લે ગૃહસ્થ ધર્મ પાળી દેવલોકમાં ગયો. આ પ્રમાણે આલોક સંબંધી સાધુ દાન ફળનું દૃષ્ટાન્ત પૂર્ણ થયું. ૨૪૫ “મૂળદેવ કથાનક સમાપ્ત’ આદિશબ્દથી દેવધર, દેવદિત્ર, અભિનવ શ્રેષ્ઠી વિ. દાખલાઓ જાણવા. તેમાં દેવધરની કથા આ પ્રમાણે છે. દેવઘર કથાનક” " આ જંબુ દ્વીપના ભરતક્ષેત્રમાં કલિંગદેશમાં રમ્યતા વિ. ગુણોથી દેવનગરીને ઝાંખી પાડે એવી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં ભારે પરાક્રમથી અભિમાની, શત્રુસમૂહનો નાશ કરનાર, સર્વ ભૂમિ ઉપર પ્રેમ રાખનારો રૂપાદિ ગુણોથી ઈંદ્રને ઝાંખો પાડનાર, ભામંડલ નામે રાજા છે. પોતાની છાયાની જેમ હંમેશને માટે અનુસરનારી કીર્તિમતી નામે રાણી છે. આ બાજુ તે નગરમાં ત્યાં મહાજનમાં મુખ્ય સુંદર નામે શેઠ છે. તેને સુંદરી નામે સ્રી છે. તેણીને ઉત્પન્ન થયેલા સંતાનો મરી જ જાય છે. અનેક ઉપાયો કરવા છતા એક પણ જીવતો નથી. એક વખત માનસિક દુઃખથી પીડાયેલી તે વિચારવા લાગી. મારા જન્મને ધિક્કાર હો, દુઃખ પ્રચુર મારા નિષ્ફળ પ્રસવને પણ ધિક્કાર હો. જે કારણે અપુણ્યશાળી માટે એક પણ સંતાન જીવતો રહેતો નથી. ખરેખર બીજા જન્મમાં મેં કોઈક રત્નો વિ.હરણ કર્યા હશે. તેથી મારા સંતાનો વિના નિમિત્તે મરી જાય છે. અતિહર્ષના વશે જે કાંઈ અકાર્ય કર્યા હોય તેઓને આવો દુસ્સહ વિપાક જલ્દી ઉદયમાં આવે છે. એ પ્રમાણે ચિંતાતુર થઈ તેવેળાએ તેણીની પ્રિયસખી દેશાવર ગયેલા સૂરપાલ રાજપુત્રની સ્ત્રી પ્રિયમતી ત્યાં આવી. હે સખી ! તું ઉદાસ કેમ દેખાય છે ? સુંદરીએ કહ્યું પિતા, માતા, ભાઈ બહન, પત્ની પુત્ર વિ. માટે કાંઈક રહસ્ય રખાય છે. પણ બેનપણીથી કાંઈ પણ છુપું રાખવાનું હોતું નથી. હે બેન ! સંતાનનું મરણ મારા મોટા ખેદનું કારણ છે. પ્રિયમતીએ કહ્યું હે સખી ! જન્માંતરમાં જે કર્મ જે રીતે ઉપાર્જન કર્યુ હોય તે પ્રમાણે ભોગવવું જ પડે એમાં કોઈ સંદેહ નથી. તું સંતાપ ના કરીશ. મારો પતિ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨) મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મને ગર્ભવતી મૂકી પરદેશમાં ગયો છે. તેથી મારે જે સંતાન થશે તે હું તને અવશ્ય આપીશ. જો આમ છે તો મારા ઘેર આવીને રહે. કારણ કે મારે પણ ગર્ભ રહેલો છે. તેથી જો ભાગ્યયોગે એક સાથે આપણે બંને જન્મ આપીએ તો ઘણું સારું થઈ જાય. અને ગુપ્ત વાત કોઈને કહેવી નહિં. તેવુ માની ત્યાં જ આવી ગઈ. કર્મ ધર્મના યોગે એક સાથે સંતાનોને જન્મ આપ્યો. અને મરેલા તથા જીવતા સંતાનની અદલા બદલી કરી લીધી. કેટલાક દિવસે કોઈક રોગથી પ્રિયમતી મરી ગઈ. સુંદરીએ લોકમાં અનેક પ્રકારનાં મહોત્સવ કર્યા ઉચિત સમયે પુત્રનું દેવધર નામ રાખ્યું તે આઠ વર્ષનો થયો. બોત્તેર કલા ભણ્યો. તેટલામાં મા બાપ સ્વર્ગે સીધાવ્યા. તેનો સ્વજન ધર્મ લગભગ નાશ પામેલો હતો. તેથી ધનવૈભવ બધો ખલાસ થઈ ગયો. સાવ એકલો પડી ગયો. અને દારિદ્રથી ઘેરાયો. આજીવિકા નહિં ચાલતા ધન શેઠના ઘેર નોકરી કરે છે. અને ત્યાં જ જમે છે. કૂલવાન અને શ્રાવક હોવાથી દરરોજ દેરાસર જાય છે. ચૈત્યને વાંદે છે. સાધુ-સાધ્વીને વાંદવા ઉપાશ્રયે જાય છે. વખત જતા કોઈક પર્વના દિવસે સંપદા શેઠાણીએ સારું ખાવાનું આપ્યું. તે વખતે સર્વ સંગને છોડેલા અનેક તપ ચારિત્રથી સુકાયેલા શરીરવાળા, અગ્યાર અંગ ભણેલા. જગતમાં દુર્જય એવા કામદેવને જેને જીતી લીધો છે, ત્રણ ગુતિથી ગુમ. પાંચ સમિતિથી સમિત, સત્વવાળા, શત્રુમિત્ર ઉપર સમદષ્ટિવાળા એવા બે સાધુ ત્યાં આવ્યા. તેમને દેખી દેવધરના રોમકૂપ ખડા થઈ ગયા. અને વિચારવા લાગ્યો. અહો ! આજે મારી સામગ્રી દુર્લભ થઈ ગઈ. કારણ કે ચિત્ત વિત્ત પાત્ર ત્રણે પુગ્યયોગે મળે છે. તેથી પોતાના જીવને સાધુને વહોરાવી સાફ કરે. એમ વિચારી મુનિના ચરણે જઈ વિનવવા લાગ્યો. હે ભગવન આ સ્વીકારી મારા ઉપર ઉપકાર કરો. વર્ધમાન ભાવો જોઈ સાધુએ પાત્ર ધર્યું. હર્ષ વશે તેણે બધુ પાત્રમાં વહોરાવી લીધું. આજે હું કૃતકૃત્ય બની ગયો. એમ ભાવના ભાવી તેજ સ્થાને થાળી આગળ કરીને બેઠો. આ વખતે જમવાના સમયે દેવને વાંદવા અંદર જતાં શેટે તેને દેખ્યો. શેટે કહ્યું હે સંપદા ! દેવધરને પીરસી દે. તે બોલી મેં આને અમુક અમુક સારું ભોજન પીરસ્યું હતું. એણે બધુ સાધુને આપી દીધું. શેઠે કહ્યું આ ધન્ય છે. જેણે આવું કર્યું છે તેથી ફરીથી પીરસ. તે બોલી આ બાબતમાં હું કાંઈ જાણું નહિ. શેઠે કહ્યું અનુમોદનાના ઠેકાણે ખેદ ન કરવો. કેમકે અનુમોદના પણ તુલ્ય ફળ આપનારી થાય છે કહ્યું છે કે આત્મહિતને આચરતો અનુમોદના Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરનારો પણ સુગતિને મેળવે છે. જેમ કઠિયારાના દાનની અનુમોદના કરનાર હરગ તથા બળદેવ બધા પાંચમા દેવલોકે ગયા. તેથી આને સારું જમાડ એમ કહી શેઠ દેરાસરમાં ગયા. સેદાણીએ પણ બેદરકારીના કારણે કાંઈ પીરસ્યુ નહિ. ત્યારે દેવધર પણ અભિમાનમાં આવી ગયો. અને આમ વિચારવા લાગ્યો. અહો ! દારિદ્રય ભારે કષ્ટ છે જેના લીધે જગતમાં પહાડ જેવા પુરૂષો પણ તાણખલાથી પણ હલકા થઈ જાય છે. દૌર્ગત્યના તાપથી તપેલાં અન્ય માણસોથી ધિક્કાર અને તિરસ્કારને પામનારા માણસોનું જીવન શું કામનું ? આ જગતમાં પુરુષાર્થ એક એવો છે જેનાથી ઉંચી મહત્તા પ્રાપ્ત થાય છે. જેનાં લીધે ઘણાં દોષવાલા માણસો પણ માન પાન મેળવે છે. સર્વ અપમાનના ગળે પગ મુકી ત્રણે લોકમાં વંદનીય શાંત પાડવાલા જે સાધુ થયા તેમને ધન્ય છે. (સાધુ માન-અપમાનમાં સમભાવવાળા હોવાથી અને સર્વને પૂજ્ય હોવાથી “અપમાનને મારી નાંખ્યું છે' એમ કહેવાય છે.) હું તો અધન્ય છું કારણ કે દીક્ષા લઈ શકતો નથી જેથી અપમાનના ભારે દુઃખો સહુ છું. આ પ્રમાણે વિચારતો હતો એટલામાં શેઠ બહાર નિકળ્યા. તેવી જ દશાવાળો તેને દેખી શેઠે કહ્યું કે પુત્ર! ઉભો થા મારી સાથે જમ. શેઠ સાથે સુંદર ભોજન કર્યું. આ લોકમાં સાધુ દાન પ્રભાવથી મહારાજ્ય લક્ષ્મી જેને ઉપાર્જન કરી છે, છતાં પણ જિન સાધુ સાધ્વી વંદન સેવામાં રત. અન્ય જન્મના નિકાચિત અશુભ કર્મને અનુભવતા તેનો સમય પસાર થાય છે. આ બાજુ એજ નગરમાં રત્નસાર નામે શેઠ છે. મહાલક્ષ્મી નામે તેની ઘરવાળી છે. વિષયસુખ અનુભવતાં મહાલક્ષ્મીને ગર્ભ રહ્યો. છ મહીના થયાને શેઠ ગુજરી ગયા. સમય પાકતા મહાલક્ષ્મીએ અપ્સરા કરતા સુંદર રૂપવાળી સર્વ લક્ષણ યુક્ત એવી પુત્રીને જન્મ આપ્યો. ત્યારે અપત્રિયાનું ધન રાજાનું માટે પુત્રીના નિર્વાહ માટે થોડુ ધન મૂકી બધી ઘરવખરી વિ. સામગ્રી રાજાએ લઈ લીધી. રાજશ્રી નામ પાડ્યું. મૂકેલા દ્રવ્યથી પુત્રીને ભાગાવી. એ અરસામાં પતિમરાણ, ધન વિનાશથી દુઃખી બનેલી મહાલક્ષ્મી મરી ગઈ. લક્ષ્મી નામની માસીએ રાજશ્રીને પોતાની પાસે રાખી અને પૈસાદારના ઘેર કામ કરી પાલન કરવા લાગી. પણ શ્રાવિકા હોવાથી ભાવપૂર્વક દરરોજ ચૈત્ય સાધુ-સાધ્વીઓને વાંદે છે. દાનધર્મ વિ. ન કરી શકવાથી આત્માને નિંદે છે. આલોક અને પરલોક સંબંધી કોઈ પાગ સાધી ન શકાય એવા બકરીના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગલે રહેલાં સ્તન (થાન) સરખા સાવ નકામાં મારા જન્મને હા ! હા! ધિક્કાર છે. આલોકમાં પુણ્ય વિહુણી મને એક કોળીયો પણ માતાની ભારે તનતોડ મજૂરીથી પ્રાપ્ત થાય છે. જન્માંતરનાં ભારે પાપવાળી દાનશક્તિવિહુણી મારો પરલોકતો નિષ્ફળ જ થશે. પાત્રમાં આપ્યા વિના રોજ ખાનારી મને ધિક્કાર હો. ધનસંપત્તિન હોવાથી દેવા માટે હુ અશક્ત છું. એક વખત મહેભ્યના ઘેર સેવા કરનારની લાહણીમાં ચાર લાડુ મળ્યા. રાજશ્રીને કીધુ બેટી બસ આ સિંહકેસરીયા લાડુ તારા માટે લાવી છું. તું જમ! તે લઈને દ્વારે બેઠી જો કોઈ અતિથી આવે તો સારું થાય એમ વિચારવા લાગી. આજે મારી માંએ સારું ભોજન આપ્યું છે, તેથી પાત્રમાં આપી આત્માને કૃતાર્થ કરું. એ અરસામાં ગૌચરી માટે ભમતી, ગુણોથી યુક્ત દુર્ધર બ્રહ્મવ્રતને ધારણ કરનારી તપસ્યાથી સુકાયેલા દેહવાળી, ઘાસ તથા મણિમોતીમાં સમદ્રષ્ટિવાળી, યુગ પ્રમાણ ભૂમિ જોઈને ચાલનારી, ઉત્તમ સાધ્વીજીઓ ભવિતવ્યતાના યોગે ત્યાં આવી. ત્યારે પોતાના વાંછિત- મનોરથ પૂરા થતાં હોવાથી ખીલેલી રોમરાજીવાળી, સંભ્રમથી ડગમગતી ઉતાવળે ચાલવા તૈયાર થયેલી. આનંદથી આંસુડાની ધારાને વરસાવતાં નયણોવાળી, તે બાળાએ ત્રિકરાગ શુદ્ધિ પૂર્વક શુદ્ધ દાન અન્ન તેમને વહોરાવ્યું. ત્યારે પાત્ર અને ચિત્તથી (ભાવથી) શુદ્ધ એવા તે દાન થી આલોક સંબંધી વિશિષ્ટ ભોગ ફળ ઉપાર્જન કર્યું. આજે હું ધન્ય બની. પૂર્ણ બની કારણ કે મારા હાથે આવું સરસ કામ થઈ ગયું. “એ પ્રમાણે સુકૃત અનુમોદનાથી વારંવાર તે કર્મને પુષ્ટ કર્યું” માસીએ પણ આ ધન્ય છે. જે નાની છોકરી હોવા છતા આવું દાન કરે છે. એમાં માનીને તેણીની પ્રશંસા કરી. છતા પણ ભરણપોષણ નહિં કરી શકવાના કારણે લક્ષ્મીએ તે કન્યા સુવ્રતા નામની પ્રવર્તિની સાધ્વીજીને સોંપી અને કહ્યું હું ભરણ પોષણ કરવાને સમર્થ નથી જો તમને યોગ્ય લાગે તો આને ગ્રહણ કરો. પ્રવર્તિનીએ તેનો સ્વીકાર કર્યો. તેને ત્યાંજ મૂકી લક્ષ્મી પોતાને ઘેર ગઈ. જમવાના સમયે પ્રવર્તિનીએ કહ્યું બેટી ! તું જમી લે તે બોલી હે ભગવતી ! આવા ભયંકર કોટીના શિયાળામાં ઠંડા પવનથી ધ્રુજતી સાધ્વીઓએ ભારે કષ્ટથી આ ભોજન લાવ્યું છે. તેને ગૃહસ્થપણામાં રહેલી હું કેવી રીતે જમું. પ્રવર્તિનીએ કહ્યું બેટી ! સારા દિવસે દીક્ષા આપીશું તેથી તું જમી લે. ત્યારે રાજશ્રી જમી પ્રવર્તિનીએ તેનામાં પાપભીરુતા જોઈને કર્ણપિશાચી વિદ્યાને Page #226 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૧૫ પૂછયું શું આ યોગ્ય છે કે નહિં? કર્ણપિશાચી વિઘાએ કહ્યું હજી આને દીક્ષા ન આપો. પ્રવર્તિનીએ પણ ફરી પૂછીશ, માટે મૌન રહી, એટલામાં ઉનાળો આવ્યો. ત્યારે પ્રચંડ સૂર્યના કિરણોથી તપેલી, પરસેવાથી મેલા શરીરવાળી, ભૂખ તરસથી પીડાયેલી, ગૌચરીના ભારથી વ્યાકુલ બનેલી, વહોરીને પાછી ફરેલી એવી સાધ્વીને જોઈ રાજશ્રી કહેવા લાગી. હે ભગવતી! આવા કષ્ટથી તેઓ ગૌચરી લાવે છે. તે ગૃહસ્થપણામાં હું ખાઉં તેનાથી મને ભારે આશાતના લાગે છે. માટે મને જલ્દી દીક્ષા આપો. પ્રવર્તિનીએ કહ્યું ધીરી થા. વર્ષ માત્રમાં ફાગણ સુદ અગ્યારસે તારા માટે શુભમુહુર્ત આવે છે. એમ શાંત કરી ફરીથી વિઘાને પૂછ્યું? વિદ્યાએ કહ્યું હજી પણ આના ભોગફળ બાકી છે. પ્રવતિનીએ પણ ચૈત્ય તથા સાધુ સાધ્વીની ભક્તિ કરશે એમ માની વર્ષાકાળ સુધી મૌન રહીત્યારે વરસાદ પડ્યો ત્યારે પણ તેણીના ભોગફળ બાકી છે. વિદ્યાએ કહ્યું પાંચશો પાંચ રાણીઓમાં પટ્ટરાણી થશે. પચાસ વર્ષના ભોગાવાળી કર્મ બાકી છે. જિનશાસનની ઉન્નતિ કરશે એમ માની પ્રવર્તિની ઉદાસીન ભાવે રહી (આ છોકરીને છોડી દઉં ઈત્યાદિ વિચારણા કર્યાવિના તથા કોઈને જણાવ્યા વિના રાજશ્રીને પોતાની પાસે રાખી) એક દી સાધ્વીને વંદન કરવા આવેલા દેવધરે રાજશ્રીને જોઈ; તેણે કહ્યું હજી આણીને દીક્ષા કેમ નથી આપતા ? પ્રવર્તિનીએ કહ્યું આ અયોગ્ય છે. આમ છે તો પછી અવિરતિનું પોષણ કેમ કરો છો ? શાસનની ઉન્નતિ કરનારી થવાની છે. માટે તેણે કહ્યું કેવી રીતે ? વધારે કહેવાય એમ નથી. જ્યાં સુધી તમે નહિં કહો ત્યાં સુધી હું ભોજન નહિ કરું'' એમ આગ્રહ કરતાં યથાવસ્થિત વાત કરી ત્યારે દેવધરે વિચાર્યું કર્મ પરિણતિ કેવી વિચિત્ર છે. કે જેથી આ વાણિયાની છોકરી પણ રાજલક્ષ્મીને પ્રાપ્ત કરશે. અને ભોગવીને દુર્ગતિમાં જશે. તેથી આગીને પરાગી લઉં જેથી આ રાજલક્ષ્મીને અને દુર્ગતિને પામે નહિં એમ વિચારી તેને પ્રવર્તિનીને કહ્યું હે ભગવતી ! હું આણીને પરણું? ત્યારે પ્રવર્તિની બે કાન બંધ કરીને બોલી કે શ્રાવક ! અજ્ઞાનીની જેમ પૂછે છે. અનુપયોગ બદલ દેવધરે “ મિચ્છામિ દુક્કડ઼” આપ્યો. ત્યાર પછી લક્ષ્મી પાસે ગયો. અને વિનયપૂર્વક કહ્યું હે માતા ! મને રાજશ્રી આપો. લક્ષ્મીએ કહ્યું મેં તો સાધ્વીજીને સોંપી દીધી છે. દેવધરે કહ્યું પણ સાધ્વીઓ તાણીને દીક્ષા આપશે નહિં. તેણે (લક્ષ્મીએ) કહ્યું તમે કેવી રીતે જાણ્યું તમે (દેવધરે) કહ્યું તેઓએ-સાધ્વીએ જ કહ્યું છે; તેણે કહ્યું તે પ્રમાણે થાઓ અન્યથા કરવા યોગ્ય નથી. લક્ષ્મીએ પ્રવર્તિનીને પૂછ્યું શું સત્ય છે. રાજશ્રીને દીક્ષા નહિ આપો ! પ્રવર્તિનીએ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કહ્યું સત્ય છે લક્ષ્મીએ પણ સાધ્વી પાસે જઈ ખાત્રી કરી ત્યારે લક્ષ્મીએ દરિદ્ર હોવા છતા ગુણવાળો શ્રાવક તથા આ શ્રામણ્ય પુત્ર છે. અને બીજો કોઈ મહર્દિક નોકરાણીનો હાથ ગ્રહણ કરશે નહિં. એમ વિચારી દેવધરને રાજશ્રી આપી કર્મ ધર્મ યોગે તેજ ફાગણ સુદ અગ્યારસે લગ્ન લેવાયા. વિવાહ સંબંધી મંગલ કાર્યો કરતી વખતે રાજશ્રી એ પ્રમાણે ભાવના ભાવવા લાગી. સંયમ લેવાના દૃઢ નિશ્ચયવાળી, એવી ભાગ્ય વિહુણી મારે જો અંતરાયકર્મ નહોત તો આજે સ્વજન અને શ્રાવકન મને દીક્ષાનો વેશ આપતો હોત. સંવિગ્નો પ્રશંસા કરતા હોત, એમ ભાવના ભાવવા લાગી. વળી લગ્ન વખતે પીઠી ચોલતી વખતે વિચારવા લાગી આજ મારે અત્યારે દીક્ષા અભિષેકનો મહોત્સવ ચાલી રહ્યો છે. સ્વજનો સાથે સર્વ આભરણોથી સજેલી વાજતે ગાજતે અત્યારે દેરાસર જઈ રહી છું. માતાના ઘેર બેઠેલી વિચારે છે કે ત્રણ પ્રદક્ષિણા દઈને હવે હું ગુરુ સાથે ભક્તિથી ચૈત્યવંદન કરી રહી છું. ચતુર્વિધ સંઘસમક્ષ મને ગુરુવડે અત્યારે સમર્પણ કરાતો ઓધા વિ. નો વેશ જે લોકોને સંપદા કરનારો છે. હસ્તમેલાપ વખતે વિચારે છે હાજીહા ! આ તે સમય છે જ્યારેતું ગુરુજનની પાછળ પાછળ બોલી સામાયિકને ગ્રહણ કરી રહી છે. ફેરા ફરતી વખતે સમવસરણમાં પ્રદક્ષિણા આપતા સમસ્ત સંધ વાસક્ષેપ નાંખી રહ્યો છે. એમ વિચારે છે ત્યાર પછી સર્વજનો વંદન કરી રહ્યા છે. અને પછી ગુરુ મહારાજ હિતશિક્ષાઆપી રહ્યા છે. અને પોતે સંવેગપૂર્વક સાંભળી રહી છે. હા ! જીવ ! લક્ષણ વગરનો ! સર્વવિરતિવિધાનને લેવા લલચાયેલા તને રાક્ષસ જેવા બલવાન અંતરાય કર્મે કેવી રીતે ઉપદ્રવ કર્યો ? એમ ભાવના ભાવતી રીવાજ પ્રમાણે પરણી. વિનંતી કરતા શેઠે આશ્રય સ્થાન તરીકે પોતાના વંડાના એક ભાગમાં રહેલી ઝૂંપડી આપી. પતિને અનુરત રાજશ્રીને દેવધર ત્યાં લાવ્યો. રાજશ્રી સાથે વિષયસુખ અનુભવતો રહે છે ત્યારે શેઠને સુઝ્યુ કે આ મહાનુભાવ દેવધર મારો સાધર્મિક મહાસત્વશાળી, ઉદાર ચિત્તવાળો અને ધણાં ગુણો વાળો છે. તેથી આની પાસે કાંઈક વેપાર કરાવું. આનુ વિજ્ઞાન જોઉં જો યોગ્ય હોય તો યથાયોગ્ય કરીશ એમ વિચારી શેઠે કહ્યું. શેઠે કહ્યું હે બેટા ! મારી પાસે પૈસા લઈ પત્ર શાકાદિનો વ્યાપાર કર. તેણે તેમ કર્યુ તેનાથી ખાવા પીવાનો ખર્ચ વિ.જાતે કાઢવા લાગ્યો. એટલામાં વરસાદના દહાડા નજીક આવ્યા તેથી પત્નીએ કહ્યું ક્યાંથી પણ તમે ઈંટો લાવો Page #228 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૧૭ તેથી આ નબળા પડેલ વરંડાનુ સમારકામ કરી નાંખુ! જેથી વર્ષાકાળે સુતેલા આપણાં ઉપર ન પડે. તેણે તે પ્રમાણે કર્યું. નબળી ઈંટોને બહાર કાઢતા પાંચસો સોનામહોરો બહાર નીકળી. રાજશ્રીને દેખાડ્યા વિના સોનામહોર પાછળ મૂકી દીધી. અને કૃતકૃત્ય થયેલા તેણે દુકાને જઈ સો દ્રમો વેચી રાજશ્રી માટે વસ્ત્ર અલંકાર કરાવ્યા. તે બોલી આ ક્યાંથી કર્યું ? સજ્જન (શેઠ) પાસેથી સો દ્રમો માંગીને આ વસ્ત્રાભરણો કરાવ્યા છે. જો આમ હોય તો મારે આની જરૂર નથી. તેણે કહ્યું તું ડરીશ મા એ શેઠ તો મહાધનવાન અને મારા ઉપર ઘણાં હેતવાળો છે. વળી તેને તો આટલાની કાંઈ ગણતરી જ નથી. રાજશ્રીએ પહેર્યા તેપણ વ્યાપાર કરતા થોડા દિવસમાં હજાર સોનામહોર નો સ્વામી બન્યો. એકવાર દેવધરને રાજશ્રીએ કહ્યું કે શ્રાવકો ને ચૌમાસામાં માટી ન ખણાય. તેથી તમે કાંઈક ખણવાનું સાધન લાવો જેનાથી હું માટી એકઠી કરી લઉં. શેઠના ઘેરથી કોદાલી લાવી આપી. રાજશ્રી બોલી મારાથી માટી ખણી શકાય એમ નથી. દેવધરે કહ્યું સંધ્યાકાણે માણસોની અવર જવર ઓછી થશે. ત્યારે હું ખોદીશ. તું તગારું અને કોથલો પકડજે માટીનો. હું પણ કોથલો ભરીને આવીશ નહિ તો ખુલ્લી માટી લાવતા આપણને શરમ લાગશે. રાજશ્રીએ તે પ્રમાણે કર્યું; દેવધરે કોદાળીનો ઘા કરીને ભેખડ પાડ્યું, ત્યાં તો દસ લાખ સોનામહોર ના મૂલ્યવાળો રત્નાદિથી ભરેલો ચરુ (મોટો ભંડાર) નીકળ્યો. દેવધરે કહ્યું પ્રિયે ! ચાલો આપણે અહીંથી જલ્દી નીકળી જઈએ. શા માટે? એ પ્રમાણે તેણે પૂછ્યું ત્યારે દેવધરે કહ્યું આ જો આપણો કાલ પાક્યો લાગે છે. રાજશ્રી બોલી આ તો કાલ નથી પણ તમારા પુણ્યપ્રભાવે લક્ષ્મી આવી છે. તારી વાત સાચી પણ રાજા જાણશે તો ભારે અનર્થ થશે. ત્યારે ‘મારી આ શંકા કરે છે’ એમ વિચારી રાજશ્રી બોલી મારી પાસેથી આ ધન કે વાત પ્રગટ ન થાય તેથી તું વિના સંકોચે ભાગ્યયોગે સામે આવેલ ધનને કોઈ ન દેખે ત્યાં સુધીમાં ગ્રહણ કરી લો. ત્યારે તેને કોદાળીથી સીલ તોડી રત્નાદિને કોથળામાં ઢાળવ્યા. (સોનામહોરનાં ચરુને) ભાજનને પણ તગારામાં મૂકી ઉપર માટી નાંખી દીધી. ઘેર આવી એક ભાગમાં દાટી દીધું. એકવાર રાજશ્રીએ દેવધરને કહ્યું આ ધન તો પત્થર સમાન છે કારણકે- જિનમૂર્તિ, જિનાલય, જિનપૂજા, જિનેશ્વરના પ્રક્ષાલ કે યાત્રામાં જે ધન ઉપયોગમાં આવતું નથી તે ધન હે પ્રિયતમ ! પત્થર સમાન છે. જે ધન સાધુ-સાધ્વીને અન્ન-પાન-પાત્ર-સંઘારા-આસન-વસતિ-દવા વિ. માટે અપાતું નથી તે પણ કાંકરા સમાન છે. જે ધન સાધર્મિકોના ભોજન, તંબોલ, આસન, વસ્ત્ર વિ. માટે વપરાતું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નથી, તે ધન હે પ્રિય ! તેફા સમાન છે, જે ધન પોતાના શરીર માટે, મિત્રો માટે, દીન-અનાથ માટે ઉપયોગી થતું નથી. તે ધૂળ સમાન છે. તેથી આ મૂચ્છથી સંગ્રહી રાખવાથી શું ફાયદો ? તેણે પણ કહ્યું આ પરિસ્થિતિમાં કયો ઉપાય છે ? રાજશ્રીએ કહ્યું શેઠ પુત્રી કામશ્રી ને પરણો. જેથી સર્વ કામ થઈ જશે. તેને કહ્યું મારે તને મૂકીને અન્યની જરૂર નથી. રાજશ્રી બોલી હે નાથ ! ગુણ દોષની વિચારણામાં જે ઘણાં ગુણવાળુ હોય તે કરવું જ જોઈએ. જે તારો આવો આગ્રહ હોય તો કહો તે કયા ઉપાયથી મેળવવી ? રાજશ્રી બોલી તમારે તો તે પરિચિત જ છે. માટે ફળ વિ. થી ખુશ કરો. હું પણ વિભૂષા થી રાજી કરીશ જેથી કહ્યું છે કે - અત્રપાનથી છોકરીને, વિભૂષાથી યુવતિને, વેશ્યાને ઉપચારથી વૃદ્ધાને સેવાથી વશ કરવી, અને કમલશ્રી બાલા અને યૌવનના મળે છે, માટે આવી રીતે જ વશ થશે. તેં સારું કહ્યું - એ પ્રમાણે અંગીકાર કરીને દેવધર તેણીને ફળ વિ. આપવા લાગ્યો. તેથી દેવધરની પાછળ પાછળ તેનાં ઘેર જાય છે. અને રાજશ્રી દરરોજ તેને વિભૂષિત કરે છે. - ઘેર ગયેલી એવી તેણીને (કામશ્રીને) માતાએ પૂછયું ? તને ફળ વિ. કોણ આપે છે ? તને કોણ વિભૂષિત કરે છે ? દેવધર ફળાદિ આપે છે અને બાઈ રાજશ્રી વિભૂષિત કરે છે. આ દેવધર અને બાઈ કોણ છે? એક વખત દેવધર સાથે આવતી પુત્રીને દેખી તેની માતા બોલી હે બેટી! તું તો આખો દિવસ આની પાછળજ પડેલી દેખાય છે. તો શું તું આની સાથે લગ્ન કરવાની છે? તે બોલી એમાં કોઈ સંદેહ નથી. જો મને તું બીજાને આપીશ તો હું આપઘાત કરીશ. માતાએ કહ્યું ગાંડી ! તેને તો બીજી ઘરવાળી છે, તે બોલી તે તો મારી બ્લેન છે. એના સિવાયના મારે પૈસાદાર વર પણ ન જોઈએ. પુત્રી આગ્રહ જાણી શેઠે પણ હા પાડી કારણ કે દેવધર ગુણોમાં અજોડ છે. તેનું દારિદ્ર દૂર કરવામાં હું સાથ આપીશ. પણ આની સ્ત્રીને પ્રાર્થના કરું, સંપદાએ તત્તિ કહી વાત સ્વીકારી. શેઠે દેવધરને ફરમાવ્યું કે તારી પત્ની અમને દેખાડ. દેવધરે. કહ્યું જેવી પિતાશ્રીની આજ્ઞા અને રાજશ્રીને બુમ પાડી અને તે આવી શેઠના ચરાગે પડી. તું 'અખંડ સૌભાગ્યવતી થા” એમ બોલી પોતાના ખોળામાં બેસાડી બધી નારીઓ કરતા વધારે રૂપાદિની શોભા દેખી ધન શેઠ વિચારવા લાગ્યા. ભારે અનુરાગમાં રકત, અનુપમ દેહવાળી એવી આ રાજશ્રીના સર્વ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અંગને ભેટનારો તે દેવધર મારી પુત્રીને ક્યાંથી ઈચ્છવાનો હતો. લાવણ્યની તલાવડી એવી આની સાથે જે રોજ રમે છે. તે દેવધર મારી પુત્રી રૂપવાળી હોવા છતાં પણ કયાંથી તેણીને જોડે રમવાનો. આ પ્રતિકૂલ થાય તો મારી પુત્રી વિષયસુખ ક્યાંથી ભોગવવાની, મારી પુત્રી સાવ ગાંડી છે જે આણીને પતિમાં મુગ્ધ (રાગી) બની છે. આનાથી શું? આમ વિચારવાથી શું થવાનું? પહેલા એણીનો ભાવ તો પરખું પછી યથાયોગ્ય કરીશ. એમ વિચારી રાજશ્રીને કહ્યુ બેટી ! મારી પુત્રીને તારા ધણી ઉપર ઘણોજ રાગ છે. તેથી જો તને અસંતોષ ન થાય તો આપું” રાજશ્રી બોલી બાપુજી મને તો ઘણો હરખ થશે. તેથી પિતાજી આપ મારી બહેનના મનના કોડ પૂરો. શેઠ બોલ્યા આમ છે; તો આ કમલથી તારા ખોળામાં મૂકી. હવે તું જ સંભાળ રાજશ્રી બોલી આપનો ખુબ ખુબ આભાર, શેઠે દેવધર ને કહ્યું - તારા ઉપર રાગવાળી આણીનો હાથ ગ્રહણ કર. જેવી પિતાશ્રીની આજ્ઞા’ એમ કહી સ્વીકૃતિ આપી. શેઠે ભારે ઠાઠ માઠથી લગ્ન કરાવ્યા. રાજશ્રી અને કમલશ્રીને સરખા આભરણો વિ. આપ્યા. જમાઈ પાસે મોટો ધંધો કરાવ્યો. ઘણું ધન ઉપાર્જન કર્યું. પૂર્વે પ્રાપ્ત થયેલુ ધન જિનાલય વિ. માં વાપરવા લાગ્યો. આ બાજુ લગ્ન દિવસે આમંત્રિત કમલશ્રીની બેનપણી, મહિસાગર મંત્રીની પુત્રી પદ્મશ્રી દેવધરને દેખી બેનપણીની આગળ પ્રતિજ્ઞા કરી કે હે હલા ! જો ભાગ્ય યોગે દેવધર મને પરણે તો ભોગ ભોગવીશ. નહિ તો આ જન્મમાં મારે નિયમ સમજ. તેવી પ્રતિજ્ઞા સાંભળી બેનપણીઓએ તેની માતા પ્રિયંગુ સુંદરીને વાત કરી અને તેણીએ મતિસાગર મંત્રીને વાત કરી. તણે પણ શેઠને બોલાવી દેવધરને ગૌરવપૂર્વક પાછી આપી. મોટા ઠાઠથી લગ્ન કરાવ્યા. મંત્રીએ ત્રણેને સરખા ઘરેણા વિ. આપ્યા, ત્યાર પછી મંત્રી રાજને પ્રણામ કરાવા સારુ વહુવરને લઈ ગયો. રાજાએ સન્માન કરી ઉત્તમ આસન આપ્યું. દેવધરનું રૂપ દેખી રાજાનું મન હરખાયું; એટલામાં એણીનો વર લાવવાનો સમય થઈ ગયો છે, એ જણાવવા માટે ઘરેણાથી સજાવી, રાજાને નમસ્કાર કરવા કીર્તિમતી રાણીએ પુત્રી દેવશ્રીને મોકલી. રાજાએ ખોલામાં બેસાડી તેણીના યોગ્ય વર માટે રાજા મનમાં વિચારે છે. તેટલામાં ભારે અનુરાગના વશ થઈ ડોલતા તારલાવાળી તથા કટાક્ષવાળી આંખોથી વારંવાર દેવધરને નિરખતી રાજાએ જોઈ. તેથી રાજાએ વિચાર્યું. આ આની ઉપર અત્યંત અનુરાગવાળી દેખાય છે. અને આ રૂપાદિ ગુણ વડે શ્રેષ્ઠ છે. આ બિચારી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ઈચ્છિત વર મેળવીને સુખ ભોગવે એમ વિચારી રાજાએ મહિસાગરને કહ્યું આ દેવશ્રી ગુણરત્નના દરિયાં એવાં તમારા જમાઈને આપી. મત્રીએ કહ્યું મોટી મહેરબાની તેથી રાજાએ મોટા વિસ્તારપૂર્વક પાણિગ્રહાગ કરાવ્યું; ચારેને ઘરેણાં વિ. આપ્યા અને નરકેસરી શત્રુ રાજાની સીમા સુધીનો પ્રધાન દેશ આપ્યો. ત્યાં તેના વિષે દેવધરે પોતાના મહંતો- પ્રતિનિધિઓ ગોઠવી દીધા. અને પોતે રાજાએ આપેલા સર્વ સામગ્રીથી પૂર્ણ સાતમાળના મહેલમાં રહેલો પત્નીઓ સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ અનુભવતો કાલ પસાર કરે છે. આ બાજુ નરકેસરી રાજાએ સાંભળ્યું કે મારી સંધિનો દેશ પોતાના જમાઈ એક વાણીયાને આપી દીધો છે. ત્યારે ક્રોધાગ્નિની ફડફડતી વાલાથી ભયંકર મોઢાવાળો નરકેશરી રાજા પોતાના પરિજનને કહેવા લાગ્યો જુઓ તો ખરા... ભામંડલ રાજાની આપાગાં ઉપર કેવી તિરસ્કાર બુદ્ધિ છે. જેણે આપણા સંધિપાલક તરીકે ભિલ્લને સ્થાપ્યો છે. તેથી તે દેશને લુટી કાઢો જેથી ફરીવાર આવું ન કરે. બોલતાની સાથે આખોય દેવધરનો દેશ લુંટી કાઢ્યો અને ભામંડલ રાજાને આ જણાવ્યું. ત્યારે પરાભવથી ઉત્પન્ન થયેલા આમર્ષના વશ થી તેજ પળે રાજાએ પ્રસ્થાનની ભેરી વગડાવી ત્યારે રાજાના સૈન્ય નીકળવાનો આરંભ કર્યો. નવા વાદળાની જેમ ગંભીર ગર્જનાથી આકાશ મંડલને ભરનારા સોનાનાં આભરણોથી વિજલીની જેમ ચમકનારા મદરૂપી પાણીને ઝરાવનારા હાથીઓ ચાલ્યા, મન અને પવન સરખી તેજ ગતિવાળા તીક્ષણ ખુરથી પૃથ્વીની રેતીની ઉખાડનારા કલાકાર મુખથી જોરદાર વેપારવ કરનારા ઘોડાઓ બહાર નીકળ્યાં; મગિરા (પૈડામાં ઘૂઘરી/ઝાલર) ના અવાજથી દિશાના આંતરા પૂરનારા વિવિધ ધ્વજપતાકાથી શોભતા સર્વજાતનાં હથિયારોથી ભરેલા ઉંચા રથો નીકળ્યાં, ગર્વિષ્ટ દુષ્ટ શત્રના સુભટોનો નાશ કરવામાં નામ મેળવનારા, તાન ચડાવનારા ચપલ પાયદળો નીકળ્યાં હાથીની ગર્જના, રથનો ઝાગકાર, ઘોડાનો વેપારવ, સુભટોનો સિંહનાદ તથા વાજિંત્રોના અવાજથી અચાનક આકાશ ફરવા લાગ્યું. ખળભળેલા સમુદ્રના અવાજ સરખો અવાજ સાંભળી દેવધરે કંચુકીને પુછયું “શું આભ ફટી રહ્યું છે. શું ધરતી ફાટી રહી છે ? શું કુલ પર્વતો તુટી રહ્યા છે ? શું પ્રલયકાલ આવ્યો છે ? કે જે કારાગે આવો શબ્દ સંભળાય છે. ત્યારે પરમાર્થને જાણી સવિસ્તર બીના કહી સંભળાવી ત્યારે પરાભવથી ઉત્પન્ન કોધના કારણે ફડફડતા (ફરકતા) હોઠવાળા ભવાં ચડાવી વારંવાર જુરિ Page #232 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૨૧ જોઈ ખુશ થનારા દેવધરે કહ્યું અરે ! જલ્દી હાથી તૈયાર કરો જેથી પિતાજીની પાછળ પાછળ જાઉં સ્નાન કરી વિલેપન અને અલંકારથી સજેલા દેહવાળા ધોળાપુષ્પોથી શોભતો ઉચી કોલિટીના રેશમી વસ્ત્રોને ધારણ કરનારો, તડકાને રોકનાર છત્રવાળો યમ રાજાની જીભ સરખી તલવારવાળો દેવધર હાથી હોદે ચડી રાજા પાસે ગયો; તેને આવતો દેખી રાજા વિચારવા લાગ્યો હું ધન્ય છું કે મને આવો જમાઈ મલ્યો દેવશ્રીએ પૂર્વે સારા કર્મ કર્યા લાગે છે. જેના ભાગે આવો વર સાપડ્યો. એ અરસામાં પગે પડી દેવધરે વિનંતી કરી... હે રાજન ! મહોન્મત્ત હાથીને છોડી શિયાળિયા ઉપર ક્યારેય સિંહ છલાંગ ન મારે, તેથી મને આદેશ આપો કે જેથી દુરાચારીને સબબ શિખડાવું/ શિક્ષા આપું. વળી હું વાણીયો છું; એમ માની તેણે મારો દેશ લુંટ્યો છે, તેથી મારે જ ત્યાં જવાનું હોય. હર્ષથી રોમાશિત શરીરવાળા રાજાએ કહ્યું હે વત્સ ! તું આવી વાત ના કર હું જાતે નહિ જાઉ તો મને સંતોષ થશે નહિં, એવું જાણી દેવધર મૌન રહ્યો તો મને સૈન્યના મોખરે રહેવાની અનુમતિ આપો, હે પુત્ર ! આ સારું નથી કારણ હું તારો વિયોગ સહી શકુ એમ નથી, અગ્ર સૈન્યતો સાત ગાઉ આગલ નીકળી ગયું છે. દેવધરે કહ્યું હું દરરોજ શીઘવાહનથી આપને પ્રણામ કરવા આવીશ. તેનો નિશ્ચય જાણી રાજાએ હાં કહી. સતત પ્રયાગ દ્વારા દેશની સંધિ પાસે પહોંચ્યાં. ગુપ્તચરો પાસે તે વાત જાણી શત્રુ રાજા બોલ્યો ! કે અરે, અમારી શક્તિને નહિં જાણનારા સેનાનાં મોખરે આવનાર તે નીચ જાતિના માણસને પકડો. એમ કહેતાની સાથે સઘળું સૈન્ય તૈયાર થઈ ગયું. લાંબુ વિચાર્યા વગરજ સૈન્ય સાથે ત્યાં આવ્યો તે દેખી દેવધરનું સૈન્ય જલ્દી તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યું. યુધ્ધનું વર્ણન.... ક્યાંક - રૌદ્ર તલવારથી કપાતા મનુષ્યના મસ્તકની ખોપરી ક્યાંક - મહાશયોથી નાચતા ઘડ દ્વારા વિવિધ જાતના નાટકો થાય છે. (થઈ રહ્યા છે.) ક્યાંક - તીણ ભાલાથી ભેદાયેલ હસિકુંભથી મોતીનો સમૂહ ખરી રહ્યો છે. ક્યાંક - મુરથી ચૂર્ણ કરાયેલા સુભટો અને ભાંગેલા રથનો સમૂહ. ક્યાંક - લોહી રૂપ મધપાનથી ખુશ થઈ ડાકણો નાચી રહી છે. ક્યાંક - મનુષ્ય માંસને ખાનારા શિયાળિયાઓ અવાજ કરી રહ્યા છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | માંક - ધનુષની દોરીથી ફેંકાતા તીણ બાણોના સમૂહથી ગગન ઢંકાઈ રહ્યું છે. ક્યાંક - ખણખણ અવાજ કરતા ટકરાઈ રહેલા શસ્ત્રોમાંથી આગવાલા ઉઠી રહી છે. ક્યાંક - ખાલી આસનવાળા હાથી ઘોડા અને રથોનો સમૂહ ભમી રહ્યો છે. ક્યાંક – સુભટોથી સંતોષ પામેલાં દેવોનો સમૂહ પુષ્પોને ફેંકતા (દેખાય છે) ક્યાંક - ભયાનક વિવિધરૂપો કરી ભૂત પ્રેતો કિલકિલ અવાજ કરી રહ્યા છે. હાથથી ભયંકર કાતર ચલાવનારી રાક્ષસીથી ભીષણ આવા ભયંકર યુધ્ધમાં દેવધરે મહાવતને કહ્યું નરકેશરીના હાથી પાસે હાથી લઈ જા, ત્યારે જેવો આદેશ” એમ કહી વિજ્ઞાન દ્વારા પોતાના હાથીના દત્તાશૂલ સાથે શત્રુહાથીના દારૃલને સ્પર્શ કરાવા લાગ્યો, ત્યારે ઉછલીને દેવધર નરકેશરીના હાથી ઉપર ચડી ગયો અને કહેવા લાગ્યો, હે રાજન! આ હું કિરાત તારી પાસે આવ્યો ચલ ઉભો થા. હથિયાર હાથમાં લે વાણીયાની શક્તિ જો! નીચ છે, એમ માની શસ્ત્ર લેવાની રુચિ ન હોવા છતાં નરકેશરી રાજાએ તલવાર લીધી આમપંથી રાજા પ્રહાર કરે છે. તેટલામાં શ્રેષ્ઠ પરાક્રમવાળો કુમાર છટકી જઈને રાજાને બાંધી નાખે છે. આ બાજુ કુમારના મંત્રીઓએ વાયુસમાન વેગવાળા ઉત્તમજાતિના અશ્વને મોકલીને શત્રુ સૈન્યનું આગમન જણાવ્યું. રાજા પાગ પ્રધાન સૈન્ય સાથે જલ્દી જલ્દી ત્યાં આવ્યો. કુમારે ભામંડલ રાજાને નરકેશરી સોંપ્યો. રાજાએ હર્ષથી કુમારને ભેટી નકેશરીના બંધનો છોડાવ્યાં અને સન્માન કરીને કહ્યું કે કુમારના સેવક થઈ રાજ્યને ભોગવો. નરકેશરીએ પણ મિત્રશ્રી નામની પોતાની પુત્રી કુમારને આપી, અભિમાનરૂપી ધનના લીધે રાજ્ય છોડી સુગુરુ પાસે દીક્ષા લીધી. રાજા અને કુમાર પાગ નકેશરીના પુત્રને રાજ્ય ઉપર સ્થાપી પોતાના નગરમાં ગયા. દેવધરને મહા સામ્રાજ્યની પ્રાપ્તિ અવસર જાણી રાજાએ પોતાના પુત્રને કહ્યું જો તમને ઠીક લાગે તો તમારા બનેવીને રાજ્ય ઉપર સ્થાપં; પુત્રોએ હાં કહી ત્યારે શુભ દિવસે બન્ને રાજ્ય વિષે કુમારનો અભિષેક કર્યો. રાજા પોતે દીક્ષા લઈ આત્મકાર્ય સાધવામાં લીન બની ગયો. Page #234 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેવધર રાજાને નરકેશરીના સામંતોએ ભેટગા સાથે અઢીસો કન્યા આપી અને નરકેશરી રાજાએ પણ અઢીસો કન્યા આપી. પાંચશો પાંચ રાણી થઈ અને રાજ્યશ્રીને પટરાણી બનાવી. ઉદાર ભોગોને ભોગવે છે. એ પ્રમાણે દેવધર મહાસમ્રાટ થયો. પૂર્વ અવસ્થા યાદ કરી રાજારાણી જિનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. જિનાલયો કરાવે છે, તેમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવે છે. સ્નાત્રપૂજા ઈત્યાદિ તથા અટાલિકા ઉત્સવો કરાવે છે. અભયદાન વિ.ની ઘોષણા કરાવે છે. રથયાત્રાનું આયોજન કરાવે છે. દીન, અનાથ વિ. ને અનુકંપા ઈત્યાદિ દાન આપે છે. સાધર્મિક ભક્તિ કરે છે. સાધુ, સાધ્વીને ભક્તિ પૂર્વક મહાદાન (વસ્ત્ર પાત્રાદિનું) આપે છે. આગમ પુસ્તકો લખાવે છે. અને વિધિપૂર્વક પૂજે છે. જિનવાણીને સાંભળે છે. સામાયિક વિ. આવશ્યકને સેવે છે. પર્વતિથિએ પૌષધ આદરે છે. ઘણું શું કહેવું જે રીતે જિનધર્મનો અભ્યદય થાય તેમ વર્તતા તેઓનો કાળ જાય છે. એક વખત ચાર જ્ઞાનના ધણી યશોભદ્રસૂરિ ત્યાં પધાર્યા, તેમને વાંદવા રાણી સાથે રાજા ગયો અને ભાવપૂર્વક વંદન કર્યું અને શુધ્ધભૂમિ ઉપર બેઠા. આચાર્ય ભગવંતે ધર્મદેશના શરૂ કરી. ઋધ્ધિ સ્વભાવથી ચપલ છે. રોગ અને જરાથી ખખડી જવાના સ્વભાવવાળું આ શરીર છે. પ્રેમ તો સ્વપ્ન સમાન અવાસ્તવિક છે. તેથી ચારિત્રમાં આદર કરો. જિનેશ્વરોએ શાસ્ત્રમાં ગૃહસ્થ ધર્મ અને ચારિત્રધર્મ વચ્ચે મેરુ સરસવ જેટલું અંતર ભાખ્યું છે. વિષયસુખથી નિવૃત થયેલા તથા પરમ તૃપ્તિની આશા નહિં કરનાર સાધુઓને જે સુખ હોય છે ? તે ચક્રવર્તીને પણ ક્યાંથી હોય મુનિઓના સમૂહે સેવેલું આ ચારિત્ર અનેક ભવમાં એકઠા કરેલા તીવ્ર અશુભ કર્મો રૂપી પર્વતનો ચૂરો કરવા માટે વજ સમાન છે. હે રાજન - એક દિવસના દીક્ષીતને પણ રાજરાજેશ્વર પગે પડે છે. આ ચારિત્રનો પ્રત્યક્ષ પ્રભાવ છે. એક દિવસ ચારિત્રને અતુટ ભાવથી પાળતા મોક્ષ ન થાય તો વૈમાનિક તો ચોક્કસ બને. સોના તથા મણિના પગથીયાવાળું એક હજાર થાંભલાવાળું સોનાના તળિયાવાળું જે જિનાલય બનાવે તેના કરતા તપ-ચારિત્રનું અધિક ફળ છે. તેથી હે રાજન ! સર્વ દૂષણનું મૂળ એવા ગૃહસ્થવાસને છાંડી સંસારનો નાશકરનાર ચારિત્રને સ્વીકાર. તે સાંભળી રાજાને ચારિત્રના પરિણામ જાગ્યા અને વિનંતી કરી કે હે ભગવન્! રાજશ્રીના પુત્ર ગુણધરને રાજ્ય સોંપી આપે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભાખેલું હું ચારિત્ર લઈશ. પણ અમારો એક સંશય છે. તે દૂર કરો અને અને રાજશ્રીને બાલપણામાં સ્વજનનો વિયોગ વિ. તથા દારિદ્ર કેમ આવ્યું ? ભગવાને કહ્યું કે મહાત્મા તું સાંભળ... અહીંથી પૂર્વના ભવમાં નંદિવર્ધન ગામમાં કુલવર્ધન નામે કુલપુત્ર હતો. રાણી પણ શાન્તિમતી નામે તારી ઘરવાળી હતી, તમે સ્વભાવથી હળુકપાયવાળા અને દાનરુચિવાળા હતા. એક દિવસ વિહાર કરતા તમારા ઘેર સાધુ યુગલ આવ્યું તેને દેખી તે કહ્યું હે પ્રિયે ! આ જો દાન નહિ આપનારા તથા કુટુંબ સુખી સ્વજન પાલન પોષણ કરનાર ન હોવાથી ભિક્ષા માટે ફરે છે. સ્વજન વગરના એઓને વળી તપ શેનો ? શાન્તિમતીએ પણ હાંમાં હા મલાવી તેમાં સંદેહ નથી આર્યપુત્રે સારું જા તેના નિમિત્તે સ્વજન વિયોગનું ગાઢ કર્મ બાંધ્યું. આ બાજુ તે ગામમાં ઘણા ઘનથી સમૃદ્ધ જિનાલય હતું. મહા ધનવાન જિનદેવ શ્રાવક તે દ્રવ્યને સંભાળે છે. એકવાર જિનદેવે વચન અનાદરથી તારો પરાભવ કર્યો. શાન્તિમતીને વાત કરી તે બોલી હે નાથ ! તે દેવનો નોકર દેવદ્રવ્યથી મોહાંધ બનેલો છે. કશું જોતો નથી, તેથી તે દેવદ્રવ્ય કોઈ પણ રીતે નાશ પામી જાય તો સારું - તે પણ તેની અનુમોદના કરી, તે સંકલિષ્ટ પરિણામથી દારિદ્ર માટે કર્મ બાબું; તે પાપની આલોચના કર્યા વગર મરી તમે દેવધર રાજશ્રી થયા. તે સાંભળી બંનેને જાતિસ્મરણ થયું અને તેનાથી સર્વ બીના જાણી હે ભગવન ! પણ આ રાજ્ય કયા કર્મનું ફળ છે ? ભગવાને કહ્યું આ ભવમાં તમે સાધુ સાધ્વીને ભક્તિથી દાન આપ્યું તેનું જ આ ફળ છે. આગમમાં કહ્યું છે કે... આલોકમાં કરેલા કમ આલોકમાં ઉદય પામે છે. આલોકમાં કરેલા કમોં પરલોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કર્મો આ લોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કમોં પરલોકમાં ઉદય પામે છે. તેથી હંમેશા શુભ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો જોઈએ. ઈચ્છે' કહી ઘેર જઈ પુત્રને રાધે સ્થાપી રાજા રાણીએ ઠાઠ માઠથી સંયમ ગ્રહ્યો. નિષ્કલંક જીવન પર્યત ચારિત્ર પાળ્યું અને અંતે અનશન કરી બારમાં દેવલોકે ગયા. ત્યાંથી આવી મહાવિદેહમાં મોક્ષે જશે. દેવધર કથા સમાપ્ત Page #236 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૨૫ દેવદિશાની કથા આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ત્રણે ભુવનમાં અલંકાર સમાન ત્રિભુવન નામે નગર છે. ત્યાં દુર્વાર શત્રુરૂપી અંધકારના પ્રસારને દુર કરવામાં સૂર્ય સમાન ત્રિભુવન શેખર નામે રાજા છે. તેને ત્રિભુવના નામે પટ્ટરાણી છે. તેમનો પુત્ર ત્રિભુવનદત્ત છે. એ જ નગરમાં અઢાર શ્રેણી પ્રશ્રેણીનો નાયક જીવાજીવાદિ પદાર્થને જાણનારો રાજાનો માન્ય સુમતિ નામે શેઠ છે. દેવીના રૂપને જીતનારી ચંદ્રપ્રભા નામે શેઠાણી છે. તેને ત્રિભુવના રાણી સાથે જોરદાર પ્રીતી છે. એક વખત માસી માનીને પોતાના પુરુષો સાથે ત્રિભુવનદા રાજકુમાર ચંદ્રપ્રભાને ઘેર ગયો. ચંદ્રપ્રભાએ તેને સ્નાન, વિલેપન કરી શણગાય- પછી પોતાના ખોળામાં બેસાડ્યો. અને મસ્તકે સુંધ્યો,(ચુંબન કર્યું, ત્યારે વિચારવા લાગી કે મારી સખી ધન્ય છે. પુણ્યશાલી છે. તેણીનું જીવન સફળ છે. તે જ ઉત્તમ લક્ષણવાળી જેણીને આવો સુંદર પુત્ર છે. જીવલોકમાં તે નારીઓનો જન્મ પણ સફળ છે. જેમની કુક્ષીથી સુંદર પુત્રનો જન્મ થયો છે. જેઓ વિવિધ મધુરી - કીડા કરનારા - હાસ્યકારી બોલનારા, ખોળામાં બેઠેલા મધુર સ્વરે જવાબ આપે છે. હું તો અધન્ય છું કારણ હજી સુધી એક પણ પુત્ર પ્રાપ્ત થયો નથી. આવી ચિંતાથી ઉડો નીસાસો મુકી કુમારને વિસર્જન કયો. ઘેર ગયો ત્યારે રાણીએ પુછયું કુમારને આવો સરસ કોણે શણગાર્યો, ત્યારે પરિજને કહ્યું, તમારી બેનપણીએ પણ તમે કુમારને લુણ ઉતારો કારણ કે કુમાર ઉપર ચંદ્રપ્રભાએ નીસાસા નાંખ્યા હતા. રાણીએ કહ્યું આવું બોલશો મા; તેણીના નીસાસા પણ કુમારને આર્શીવાદ રૂપ થશે. ત્યારે બધા ગ્રુપ થઈ ગયા. રાણીએ વિચાર્યું કુમારને જોઈને તેણીએ નીસાસા કેમ મૂક્યા હશે? હાહા ખબર પડી તે પુત્ર વગરની છે. તેથી સખીપણાના લીધે જે તેણીને પોતાનો પુત્ર આપીશું તેના મનોરથો ન પૂરાય !આવી ચિંતાતુર હતી ત્યારે રાજા આવ્યો અને ઉદ્વેગનું કારણ પૂછયું - રાણીએ સર્વ હકીકત જણાવી. રાજાએ કહ્યું તું ચિંતા ન કર, હું એવો ઉપાય બતાવીશ કે જેથી તારી સખીને પુત્ર થશે. દેવીએ કહ્યું હે નાથ, મોટી મહેરબાની. બીજા દિવસે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ રાજાએ શેઠને કહ્યું તારે પુત્ર નથી તો તેના માટે મારી કુળદેવી ત્રિભુવનશ્રીને આરાધ. તે પ્રગટ પ્રભાવી છે. આરાધતા જે માંગો તે આપશે. શેઠે કહ્યું, આ કરવાની શી જરૂર; જો પૂર્વના કર્મમાં લખેલું હશે તો પુત્ર થશે. રાજાએ કહ્યું તમારી વાત સાચી પણ મારા આગ્રહથી આમ કર ત્યારે રાજાભિયોગ માની સર્વ સ્વીકારી શેઠ ઘેર આવ્યા. શેઠાણીએ કહ્યું નાથ ! આમ કરવાથી સમકિતને લાંછન લાગશે. શેઠે જવાબ આપ્યો રાજાભિયોગથી કરવામાં સમકિત મલિન ન થાય તેથી બીજા દિવસે સર્વ પૂજા સામગ્રી લઈ પત્ની સાથે ત્રિભુવનશ્રીના મંદિરે ગયો. સ્નાન વિલેપન પૂજાદિ કરાવીને દેવીને કહ્યું છે ભગવતી! રાજા કહે છે કે દેવી પાસે પુત્ર માંગ તેથી તું મને પુત્ર આપ, દેવીએ વિચાર્યું અહો ! આની નિરપેક્ષતા કેવી છે. છતાં પણ પોતાની પ્રસિદ્ધિ ખાતર પ્રભાવ દેખાડું, એમ વિચારી દેવીએ કહ્યું હે ભદ્ર તારે પુત્ર થશે. શેઠે કહ્યું એમાં ખાતરી/સહેલાણી શું ? થોડોક દુભાવું એમ વિચારી દેવીએ કહ્યું જ્યારે ગર્ભ થશે ત્યારે તારી પત્ની દેવ વાંદવા સારા જિનાલયમાં પ્રવેશતી જિનાલયને પડતું સ્વપ્નમાં દેખશે. પુત્ર ધર્મનો શત્રુ થશે એથી થોડોક દુભાયેલો મનવાળો શેઠ ઘેર ગયો એક વખત દેવીએ કહેલું સ્વપ્ન જોઈ શેઠાણી જાગી શેઠને જઈને કહ્યું મેં તે સ્વપ્નમાં થોડુ વિશેષ જોયું છે. કે હું પૂજાના ઉપકરણ લઈને જિનાલયમાં જાઉ છું તેટલામાં મને જિનાલય પડતું દેખાયું ઉપરના પડવાના ભયથી મેં ઉપર દેખતા દેખતા પ્રભુની પૂજા કરી અને બહાર નીકળું છું ત્યારે સર્વ નવું બનેલું તેમજ પહેલા એક ધ્વજા હતી પાછળથી શ્રેષ્ઠ પાંચ ધ્વજાથી શોભતું જિનાલય જોઈ હું જાગી. હવે આપ કહો તે પ્રમાણે શેઠે કહ્યું શરૂઆતમાં કડવું છતા સુંદર પરિણતિવાળું છે. તેથી તારો પુત્ર પ્રથમ આપત્તિ ભોગવી પાછળથી મહાદ્ધિવાળો થશે. શેઠાણીએ હા કહી. અને સ્વપ્નગ્રંથી બાંધી ત્યારપછી પૂર્ણ થતાં સર્વ મનોરથવાળી શેઠાણીએ સર્વાગ સુંદર પુત્રને જન્મ આપ્યો. શુભંકર નામની દાસીએ શેઠને વધામણી આપી. તેણીને ઈનામ આપી, વધામણીનો ઉત્સવ કર્યો. ગંભીર શબ્દવાળા વાજિંત્રો વાગે છે. નર્તકીઓ નાચે છે. શત્રુને પણ શત્રુરૂપે ગણ્યા વગર દાન આપે છે. મહાજન વધામણી આપવા આવે છે. આચાર ને વિષે મતિ કૃત્યોથી પુષ્ટ થાય છે. તથા સ્વજનોના દિલ ઉપચારથી જીતાય છે. અર્થાત્ વશ થાય છે. અથવા સ્વજનો ઉપચાર વિનયને Page #238 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૨૭ સ્વીકારે છે. બધા બંદીઓને છોડાવે છે, મુનિવરોને વહોરાવે છે, જિન પ્રતિમાઓને પૂજે છે. બધાને માન આપે છે. ઘણું શું વખાણીએ રાજા પણ રાણી સાથે ત્યાં વધામણી દેવા આવે છે. વધામણી ઉત્સવ પૂરો થતા બારમાં દિવસે દેવદિત્ર નામ પાડ્યું. આઠ વર્ષનો થતા કલાચાર્યને સોંપ્યો સઘળી કલાઓ ગ્રહણ કરે છે. રજાના દિવસે વ્યાખ્યાનમાં ગયો. ત્યાં દાનધર્મના વખાણ થઈ રહ્યા હતા. દાનથી પ્રાણીઓ પણ વશ થાય છે. દાનથી વેર નાશ પામી જાય છે. દાન સર્વ દુઃખને હારી નાખે છે. દાનથી ચકીપણું અને ઈન્દ્રપણું પ્રાપ્ત થાય છે. દાનથી યશ વધે છે. શત્રુ પણ ભાઈ બની જાય છે. દાન અનુક્રમે મોક્ષમાં લઈ જાય છે. એમ સાંભળી દેવદિને વિચાર્યું અહો! દાનજ આ લોકમાં સર્વ દુઃખને દૂર કરવામાં સમર્થ છે. અને શિવસુખ આપે છે. એવું અહી વર્ણવ્યું છે. તેથી હું તેમાં પ્રયત્ન કરું તેથી ભૂખ્યાને ભોજન વિ. વિદ્યાર્થી વિગેરેને) આપવા લાગ્યો. વળી વૃધ્ધિ પામતા ભાંડાગારમાંથી દ્રવ્ય લઈ ગરીબ દીન ભિખારી વિ.ને આપે છે. જિનપ્રતિમાને પૂજે છે. ભક્ત વસ્ત્ર પાત્ર વિ.થી સાધુ સાધ્વીની ભક્તિ કરે છે. સાધર્મિકોનું સન્માન કરે છે. તેથી ઘણા ધનનો નાશ દેખી ખજાનચીએ શેઠને કહ્યું સ્વામી ! દેવદિત્ર દાન વ્યસનથી ઘણું ધનનાશ કરે છે. શેઠે કહ્યું તું વારીશ નહિં તું તેને આપ આપનારને લક્ષ્મી પૂરાય છે. પણ તેની ગણતરી હું કેવી રીતે જાણીશ. શેઠે કહ્યું પહેલાથી ગણીને તૈયાર રાખજે તે પણ તેજ રીતે કરવા લાગ્યો, અને દેવદિન્ન પણ જેમ ઠીક લાગે તેમ આપવા લાગ્યો. એમ સમયનું પાંદડું સરકવા લાગ્યું આ બાજુ તૃષણાભિભૂત નામના ખજાનચીની મુગ્ધા નામની સ્ત્રીની કુક્ષિમાં જન્મેલી ઘણી રૂપાળી બાલા નામે કન્યા છે. અતિ પંડિત હોવાથી લોકોએ તેનું બાલ પંડિતા એવું નામ રાખ્યું. ભ્રમણ કરતી તે દેવદિત્રની નજરમાં પડી. દેખીને તેણે વિચાર્યું કે વિધાતાએ આણીનું રૂપ હાથનો સ્પર્શ કર્યા વગર ઘડ્યું લાગે છે. કારણ કે હાથથી ઘડેલાની આવી શોભા ન હોય. સર્વ રમણીયોનું રૂપ, લાવણ્ય લઈને બ્રહ્માએ આને બનાવી લાગે છે. નહિંતર આવું રૂપ ક્યાંથી હોય ? વિકાર વગરની પણ તે જ્યાં ત્યાં મંથરગતિથી જાય છે. ત્યાં ત્યાં યુવાનો કામને પરવશ બની જાય છે. ઘણું શું કહેવું ? ઘણાં માણસોને વશ કરવા માટે કામની સ્ફરિતતેજવાળી મહેશધી પ્રજાપતિએ બનાવી છે. તેજ ધન્ય છે, સૌભાગ્યશાળી છે. તેજ ધન્ય છે, તેજ સૌભાગ્યશાળી છે, તેનું જીવન સફલ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જે ભ્રમરની જેમ આગીના વદનકમલમાં પરાગનો રસ પીએ જે આણીના અતિ વિસ્તૃત સનસ્થલ ઉપર લાકડીથી ફટકારેલા સાપની જેમ આળોટતો નથી તેનું જીવન શું કામનું ? સુરત સુખરૂપી અમૃત જલથી ભરેલી દિવ્યનદી સમાન આ સ્ત્રીના સર્વે અંગોમાં હંસની જેમ સ્નાન કીડા કરે છે. તે ધન્ય છે. એમ અત્યંત અનુરક્ત થયેલો વિચારવા લાગ્યો આ મારી કેમ થશે ? હા જાણ્યું તેણીના પિતાને દાનાદિ કરું. જેને ગ્રહણ કરવા ઈચ્છતા હો તેને પહેલા મનોહર હાર આદિથી પકડો, પાછળથી નૈવેદ્યથી વશ થયેલ ના પાસે કાર્ય અકાર્ય કરાવો. જે હું આણીને ન મેલવું તો મારે અહિંથી નીકળી જવું તેથી કોઈને ખબર ન પડે તેમ આ વાત તેણીના પિતાને અને તેણીને જગાવું. તેથી બીજા દિવસે તૃષાભિભૂતને શ્રેષ્ઠ હાર આપ્યો. તેણે કહ્યું સ્વામી! આ હાર કેમ ? કુમારે કહ્યું હાર હું છું વળી તમે પ્રતિહાર તેથી તમને આ સોંપ્યો. તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. તેણે પણ વાસ્તવિકતા નહિં જાગવાથી કુમારના આગ્રહથી ગ્રહણ , બાલપડિતાને આપ્યો. તેણીએ પિતાશ્રીને હાર સંબંધી પૂછયું - પિતાએ કહ્યું દેવદિ આપ્યો છે. કુમારના દર્શનથી અતિશય ગી બનેલી બાલપરિતાએ પહેલાં જ કુમારના ભાવને ઓળખી લીધો હતો. છતા પરમાર્થ જાણવા સારુ પુછયું કે તાત ! બીજું કાંઈ કુમારે કહ્યું હતું ? તેણે આમ કહ્યું છે. ત્યારપછી પરમાર્થ જાણીને તે બોલી જે કારણે તે કુમાર ધનનાશ કરે છે. તે હાર (કુમાર) પ્રકારથી (દયથી) બહાર ન કરાય પણ હૃદય ઉપરજ ધારણ કરવાનો હોય છે. જેથી સુખ મળે બાપતો કશું સમજી ન શકવાથી કાંઈ પણ બોલ્યો નહિ. તેણીએ પણ વિદગ્ધતા બુધ્ધિથી આ પ્રયોજન સિધ્ધ થશે. એમ વિચારી અવસરે માતાને વિનવવા લાગી. હે માતા ! મને તું દેવદિત્રને આપ. મા બોલી પતિ થઈને અજ્ઞાની જેવું શું બોલે છે. કારણ કે તારો બાપ પણ તેનો નોકર છે. તો પછી તેની સાથે તારો સંબંધ ક્યાંથી થશે ? તેથી અન્ય કોઈ સમાન વૈભવવાળાને વર. તે બોલી માતા ! તું પ્રયત્ન તો કર નહિતર ખાટલાથી પડેલાને ધરતી તો છે. તે જ પ્રમાણે સ્થિર રહી. તેણીનો દઢ અનુરાગ જાણી મુગ્ધાએ ચંદ્રપ્રભાને યથાવસ્થિત વાત કરી, તેણીએ શેઠને કહ્યું ત્યારે શેઠ બોલ્યા તેણીનો બાપ શ્રામય પુત્ર હોવા છતાં આપાગો નોકર છે. પાગ કુમારના દોસ્તારોએ મને Page #240 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નરર પણ પૂછયું છે કે તે કન્યા ઉપર કુમારને ઘણો રાગ છે. તેથી કુમારના ભાવ જાણી આપણે યથાયોગ્ય કરીશું. અવસરે કુમાર સાંભળે તેમ શેઠ બોલ્યા... મા બાપને છોડવા ન જોઈએ. પત્નીનો પણ વિશ્વાસ ન કરવો. પત્નીનું ઘન ન લેવું તથા પોતાની દાસીની કામના ન કરવી. ત્યારે પિતાનો ભાવ જાણી કુમાર બોલ્યો હે તાત ! દુર્બલ ભીંત પડતી હોય તો અંદરની બાજુમાં પડે તો સારું કે બહારની બાજુમાં પડે તો સારું. બાપે કહ્યું અંદર બાજુ પડેતો ઈંટ વિ. ખોવાય નહિં એથી અંદર બાજુ પડે એજ સારું. કુમારે કહ્યું છે એમ છે તો આપ એવું કેમ બોલો છો ? શેઠે પણ તેના ભાવ જાણી ઠાઠ માઠથી લગ્ન કર્યા. દરરોજ વધતા જતા અનુરાગ-વાળા તેઓ વિશેષ શણગાર સજીને મોજથી રહે છે. કાંઈક પ્રયોજનથી બાલપરિડતા બહાર ગઈ તેણીને દેખી પોતાની બેનપણીને ઉદ્દેશી એક સ્ત્રી બોલી હે સખી - પુણ્યશાળીમાં આ પ્રથમ છે. જેણીને આવી રિધ્ધિસિધ્ધિવાળું ઘર મળ્યું છે. ત્યારે બીજી બોલી - હે સખીઆવું બોલીશ મા. જો નિર્ધન પુરુષને પરણી તેને ધનવાન બનાવે તો હું પુણ્યશાલી માનું તે સાંભળી બાલપડિતા વિચારવા લાગી આણીએ પરિણિતિથી સુંદર વચન કહ્યું છે. તેથી ધન કમાવા સારુ નાથને અન્યત્ર મોકલી હું પુણ્ય ઉપાર્જન કરવામાં રક્ત બનું જેથી સ્વામીનાથે ઘણું ઘન કમાય, એમ વિચારી ઘેર આવી ત્યાં તો પતિને ચિંતા સાગરમાં ડુબેલા જોયા. કારણ પૂછયું.. ત્યારે કહ્યું કે હું શણગાર સજી મિત્રો સાથે બેઠો હતો ત્યાં બે પુરુષોએ મને દેખ્યો તેમાંથી એક જણ બોલ્યો આજ વખાણવા લાયક છે. જે એકલોજ વિવિધ ઋદ્ધિ ભોગવે છે. અને હાથીની જેમ સતત દાન ગંગા વહાવે છે. ત્યારે બીજો બોલ્યો તે ભદ્ર ! તું આને શું વખાણે છે ? જે પૂર્વ પુરૂષોએ કમાયેલી લક્ષ્મીને ભોગવે છે. જે પોતાના હાથે કમાયેલી લક્ષ્મીથી આવી ચેષ્ટા કરે તેને હું પુરુષ માનું બાકી બધા કપરુષ જ છે. તેથી હે પ્રિયે ! ક્યાં સુધી પરદેશ જઈ જાતે ન કમાઉં ત્યાં સુધી મને શાનિ નહિ થાય. તે બોલી નાથ! તમારો અભિગમ સરસ છે. કારણ કે તે જ સુભગ છે. તેજ પંડિત છે. તે વિજ્ઞાન પામેલા છે. જે જાતે કમાયેલી લક્ષ્મીથી કીર્તિ ફેલાવે છે. તેથી નાથે તમારા મનોરથો પૂરા થાઓ. તે મને ઈચ્છિત છે. તેમ કરો તેણે વિચાર્યું, પતિ પ્રવાસની ઈચ્છા કરે ત્યારે કોઈ નારી આમ બોલતી નથી કારણ કે, ભર્તારના પ્રવાસમાં નારીનું સર્વ સુખ જાય છે. કારણ કે પ્રિયતમ સ્વાધીન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હોય તેઆને સંસાર સુખ હોય છે. આણીની મહેંદીનો રંગ પણ ઉડ્યો નથી અને આવું બોલે છે. તેથી નક્કી આ બીજામાં આસક્ત હોવી જોઈએ. આ સારું થયું. આપણ અડચણ કરનારી તો ન બની. એમ નિશ્ચય કરી તાત પાસે જઈ વિનંતી કરવા લાગ્યો... હે તાત ! મને અનુજ્ઞા આપો કે ધન કમાવા પરદેશ જાઉં અને પુરુષાર્થ કરું (સાધુ). પિતાએ કહ્યું હે વત્સ! કુલ પરંપરાથી આવેલું દાન- ભોગમાં સમર્થ ઘણું ધન તારે છે. તેથી તેનો જ ઉપયોગ કરતો નિશ્ચિત થઈને રહે કારણ કે તારો વિયોગ હું સહન કરવા સમર્થ નથી. દેવદિત્રે કહ્યું જે લક્ષ્મી પૂર્વ પુરુષોએ પેદા કરી હોય તેણીને ભોગવતા સજ્જન પુરુષનું મન કેવી રીતે (શું) લજ્જા ન પામે ? તેથી મને કૃપાથી ભીનાહળવા હૈયે અનુજ્ઞા આપો કે જેથી પોતાના હાથથી કમાયેલા ધનથી કીર્તિ ફેલાવું. ત્યારે નિશ્ચય જાણીને મા-બાપે વિર્સજન કર્યો. (રજા આપી) અને તે સર્વ તૈયારી કરવા લાગ્યો. ત્યારે પુત્રવધુ ક્યારેક આને રોકે નહિં માટે પહેલાંથી જણાવી દેવું સારું, એટલે બાપે કહ્યું હે બેટી ! તારો પતિ પરદેશ જવાનો લાગે છે. તે બોલી હે તાત! તમારાથી જન્મેલા પુરુષને અનુસરનાર આર્યપુત્રને આ યુક્ત છે. જેથી કહ્યું છે. સિંહ, પુરુષો હાથીઓ સ્થાનનો ત્યાગ કરે છે. કાગડા કાપુરુષો, મૃગલાઓ પોતાના ઠેકાણે જ મરે છે. તે સાંભળી આ અન્યમાં આસક્ત લાગે છે. એમ વિચારી મા બાપ મૌન રહ્યા. કુમાર તૈયાર થયે છતે પોતાનું ધન આપી ચાર ભાગ કરી વણિકપુત્રો કુમારના સાથીદાર બનાવ્યા. ત્યાર પછી શુભ દિવસે હાથીની અંબાડીએ ચડી દાન આપતો કુમાર નીકળીને પ્રસ્થાન મંગલે ઉભો રહ્યો. બાલપણ્ડિતા પણ હાથિણી ઉપર ચઢી શણગાર સજી પ્રસન્નમુખવાળા કુમારના દર્શન માટે આવી. ક્ષણવાર પછી તેણીએ વિનંતી કરી હે સ્વામીનાથ! આદેશ આપો કુમારે પણ લોકરિવાજે કૂલની માલાથી યુક્ત પાન બીડ આપ્યું. મુખમાં નાખીને બોલી હે નાથ ! ફરીથી પણ તમે આપેલું તંબોલ મારા મુખમાં પ્રવેશશે. એમ બોલતી તેણીએ વેણી બાંધી અને હર્ષિત મને ઘેર ગઈ. લોકો પણ તેવું દેખી તે જ પ્રમાણે વિચારતા નગરમાં પેઠા. કુમાર પાગ અહો ! સ્ત્રીની ચેષ્ટાઓ વિચિત્ર છે. તેથી કોઈ વાસ્તવિકતા ની ખબર પડતી નથી. એમ વિચારતો આગળ ચાલ્યો. અનુક્રમે ગંભીરક નામના બંદર (વેલાકુલે) આવ્યો. શ્રેષ્ઠ હાથી જેમ મદ વગરનો હોય, પ્રધાન મહેલ, ઉંટ વગરનો હોય, દેવો મરણ વગરનાં હોય, મુનિવરો ઈષ્ટ પદાર્થ વગરના હોય, રાજા (રા) ગર્વ વગરનો હોય, તેમ મગરમચ્છને હિતકારી-મશાન Page #242 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૩૧ જેમ ઘોંઘા નામના કીડાથી વ્યાપ્ત હોય. સાંખ્યદર્શન મોટી સંખ્યાઓથી ભરપૂર હોય તેમ મોટા મોટા શંખના સમૂહથી પૂર્ણ, શ્રેષ્ઠ રથ જેમ સુંદર પૈડાવાળો હોય તેમ કલ્લોલ વાળો, દેવકુલ જેમ પીઠીકાવાળું હોય તેમ પીઠ જાતિના માછળાવાળો, સેના જેમ મુસાફરીવાળી, ધ્વજાવાળી હોય તેમ મસ્યવાળો ઉછળતા મોટા મોટા મોજાઓથી જાણે ઉભો થઈ સામે આવતો ન હોય. તરંગ માળારૂપી ભુજાઓથી જાણે આલિંગન કરતો ન હોય. સંખ્યાતા ભમતા જલચરોના મોટા અવાજથી જાણે બોલતો ન હોય. શ્વેત ફેણ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. પક્ષિઓના કલકલ અવાજથી જાણે વાતો કરતો ન હોય. તેવો સમુદ્ર જોયો. તેને પૂજી યાનપાત્રો જોયા. તેમાંથી જિનવચનની જેમ અક્ષત. ગુણાધારવાળું. એકદમ ચોકખું. નૈગમાદિ નયવાળું (યાનપણે આવા જવાના. અનેક દરવાજાવાળું અતિ સુંદર ગોઠવાયેલા પાઠવાનું (યાનપક્ષે શ્રેષ્ઠ સફેદ પટવાળુ, મહાર્થની ઉત્પત્તિનું કારણ (યાનપક્ષે ઘણાં ધનથી ઉત્પત્તિનું સાધન) આશ્રિત જનોને વૈભવ આપનાર, ડુબતા જંતુઓને તારવામાં સમર્થ, દેવાધિદેવથી અધિષ્ઠિત (શ્રેષ્ઠ દેવથી અધિષ્ઠિત) એવું વાહન ભાડે લીધું. બધો સામાન તેમાં મુક્યો. ત્યારપછી ચોખા ઘઉ વિ. ધાન્ય, પાણી, લાકડા વિ. સંગ્રહ કર્યો છો, દેવગુરુને પૂજા મહાદાન આપી પરિવાર સાથે વહાણમાં ચઢ્યો. સમુદ્રમાં ભરતી આવે છતે, પૂજાવિધાન પૂરા થયે છતે, વિવિધ પતાકાઓ ઉચી કરાવે છતે, લંગર છુટી કરાય છત, જહાજના થાંભલા ઉભા કરાયે છત, જહાજનો ખલાસી, કર્ણધાર, જહાજના નીચા સ્તરનો નૌકર અને કેપ્ટન તૈયાર થયે છતે, યાનપાત્ર બંધનથી મુક્ત કરાયું. અને સાનુકૂલ પવનના યોગે થોડાજ દિવસોમાં ઘણાં યોજન નીકળી ગયા. આ બાજુ તે બાલ પંડિતા સ્નાન વિલેપન શણગાર વિ. કર્યા વિના પૌષધ વિ. માં રક્ત બનેલી, આયંબિલ કરતી લગભગ સાધ્વીજીના ઉપાશ્રય માં રહે છે. તેથી એક વખત પ્રસન્નમનવાળા સાધ્વી મા બાપ, સાસુ સસરા વિ કહેવા લાગ્યા છે બેટી ! તારું શરીર સુકોમલ છે. તેથી આવો તપ કર નહિ તેણીએ વિનંતિ કરી છે વડિલો ! આપ ખેદ ન કરો છ મહીના સુધી જ હું આ કષ્ટ સહન કરવાની છું. પાછળથી તો હું અનશન લઈશ. જો છે મહીનામાં મનોરથ પૂરા કરી મારા નાથ ન આવે તો તમારી (સાધ્વી) સમક્ષ નિશ્ચયથી હું આ વ્રત લઈશ. તેઓએ કહ્યું હે બેટી ! તારો ધાગી બહુ દૂર દેશમાં ગયો છે તેથી છ મહીના માં આવવો શક્ય નથી. માટે તું આવી પ્રતિજ્ઞા ન કર. તે બોલી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રતિજ્ઞા તો કરેલી જ છે. તેથી તે બાબતમાં કોઈએ કાંઈ કહેવું નહિં, તેણીનો નિશ્ચય જાણી બધા મૌન રહ્યા. એક દિવસ જોરદાર ઠંડીમાં અલ્પવશ્વવાળી તે સાધ્વીના ઉપાશ્રયની અંદર ખુલ્લા પ્રદેશમાં રાત્રે કાઉસગ્નમાં રહી. તે વખતે રતિશેખર નામનો મહાનાસ્તિકવાદી પ્રચંડ વાવ્યતર ત્યાં આવ્યો. રૂપ દેખી મોહ વશ થવાથી પ્રગટ થઈ કહેવા લાગ્યો હે બાલા! તું મને સ્વીકાર, કારણ કે તારા ગુણથી હું પ્રસન્ન થયો છું. હે સુંદર શરીરવાળી? હું રતિશેખર નામનો દેવ છું. આજથી માંડી દેવપણ હું તારો નૌકર રહીશ. તેથી તું મને સ્વીકાર. કારણ કે આ સુંદર શરીર ફરીથી મળવું મુશ્કેલ છે. પંચભૂતના સમૂહથી આ શરીર બનેલું છે. તેથી કોઈ ધર્મ નથી. પરલોક નથી. અને મોક્ષ પણ નથી. આમ બોલવા છતાં બાલપંડિતા તેણે જવાબ આપતી નથી. ત્યારે પાપીએ બળજબરીથી ભોગવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણીના તપ તેજથી અવગ્રહ ભેદવા સમર્થ ન થયો. ત્યારે વિલખો થઈ રોષે ભરાઈ એ પ્રમાણે વિચારવા લાગ્યો, કે આ દુષ્ટપતિવ્રતાના પતિને મારું તો તેનાં વિરહમાં ઝરી ખુરીને મરશે. ત્યારે વિર્ભાગજ્ઞાનથી સમુદ્ર મધ્યે કુમારને જાણી જલ્દી તેનાં વહાણમાં આવી પહોંચ્યો. વિકરાળ રૂપ કરી કહેવા લાગ્યો રે રે! ઈષ્ટદેવને યાદ કર ! તારા જહાજને હમણાં જ દરિયામાં ડુબાડું છું. કુમારે કહ્યું તું ક્યાં અપરાધનાં લીધે આવું કરી રહ્યો છે ? દેવે જવાબ આપ્યો. તારી દુષ્ટપત્નીના દુર્વ્યવહાર ના લીધે મેં પૂર્વે વિચાર્યું તેમ જ થયુ લાગે છે. જેથી દેવ પણ આવુ બોલે છે. જો તે ખબાર ચિત્તવાળી છે તો તાણીને શિક્ષા કેમ નથી કરતો ? તપના પ્રભાવે તેણીનો હું પરાભવ કરવા સમર્થ નથી. આ કોઈ મિશ્રાદ્રષ્ટિ મહાપાપી દેવ છે. મારી પ્રિયાને ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરી શક્યો નથી. માટે કોધે ભરાઈ અહીં આવ્યો છે. તેથી કદાચિત એ પ્રમાણે પણ કરશે. એમ વિચારી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે પેલો દેવ જહાજ ઉધુ કરી અસ્થાને ગયો. પાટીયું પકડી વણિક પુત્રો અને અન્ય દીપે પહોંચ્યા. દેવદિત્રને પણ પાટીયું મળ્યું અને પંચ નમસ્કાર ગણતો ગાગતો કાંઠે આવ્યો. કર્મ સંયોગે લવાણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવે તેને જોયો. સાધર્મિક છે એમ માની ખુશ થઈ કહેવા લાગ્યો હે ભદ્ર! હું રત્નાકર છું તારી પંચનમસ્કારની ભક્તિથી હું ખુશ થયો છું. તેથી અહીંથી પાંચસો યોજન દૂર રત્નપુરની નજીકના વનમાં રહેલા મારા મિત્ર મનોરથ યક્ષ પાસે જા. તે મારા કહેવાથી જે તું માંગીશ તે સર્વ સંપાદન કરી આપશે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હે ભગવન્! હું આટલો દૂર કેવી રીતે જઈશ. ત્યારે સુસ્થિત દેવે એક અમૃતરસવાળું દાડમ આપ્યું. અને આના બીજ ખાતા ખાતા જજે. તેથી તેનાં મહાપ્રભાવથી ભુખ, તરસ, થાક લાગશે નહિં. અને જલ્દી ત્યાં પહોંચી જઈશ. દેવદિન્ન પણ જેવો આદેશ” એમ કહી જવા માટે પ્રવૃત્ત થયો. થોડા જ દિવસમાં જંગલમાં પહોંચી ગયો. વિવિધ મણિઓથી બનાવેલું જેમાં કાલાગરુ કપૂર વિ. થી બનાવેલો ધૂપ સળગી રહ્યો છે, સાધકો અનેક પૂજાનાં ઉપકરણો લઈને રહેલા છે. રત્નની પ્રતિમાવાળું મનોહર યક્ષનું ભવન જોયું. દેવદિત્ર અંદર પેઠો. તેટલામાં પ્રત્યક્ષ થઈ યક્ષે કહ્યું જો આમ છે તો આ નજીકના રત્નપુરમાં જા. એમાં શક નામે રાજા છે. તું જે કાંઈ પણ જેટલું માંગીશ તે સર્વ ચાર ગણ આપશે. તેથી તે નગરમાં ગયો. તે આખુય નગર અસિ મસિ કૃષિના વ્યાપાર વગરનું હોવા છતા પણ પંચ વિષયક સુખ સેવવામાં મસ્ત બનેલું તથા વિવિધ કીડામાં રત રહેલું છે. ત્યાં વિવિધ કૌતુક દેખતો રાજમહેલે પહોંચ્યો. ઈંદ્રની જેમ વિવિધ વિનોદથી વિલાસ કરતો તથા માગ્યા કરતા ચાર ગણું આપતો એવો રાજા જોયો. તેને જોઈ એક પુરુષને પૂછ્યું કે વ્યાપાર વિ.થી ધન કમાયા વિના નગરજનો લહેર કરે છે તો આ પૈસા ક્યાંથી મેળવે છે? તેણે કહ્યું શું તું પાતાલમાંથી આવ્યો છે ? પછી આકાશમાંથી પડ્યો છે? અથવા તો શું સાગરમાંથી પડ્યો છે ? જે કારણથી તું આવું પૂછે છે ? કુમારે કહ્યું તમે કોઇ ના કરો. હું ખરેખર જહાજ ટૂટી જવાથી સમુદ્રમાંથી આવ્યો છું. તેથી જે પરિસ્થિતિ છે તે સર્વ મને કહો. પુરુષે કહ્યું આ અમારો રાજા નજીકના વનમાં રહેલા મનોરથ યક્ષને દરરોજ સત્વથી સાધે છે. અને તુષ્ટ થયેલો યક્ષ ચારગણુ આપે છે. કુમારે વિચાર્યું - જો આમ છે તો આ અર્થને પ્રાર્થના કરવાનું શું કામ ?” તેજ યક્ષને સાધું પણ દેખીતો લઉં “રાજા કેવી રીતે સાધે છે.” યક્ષ પાસે જઈ ઝાડના ઓઠે લપાઈને ઉભો રહ્યો. ત્યાં પહેલો પહોર પૂરો થતાં તલવાર લઈ રાજા આવ્યો. પૂજીને યક્ષને વિનંતિ કરી ભો ! મહાયશસ્વી ! અચિન્ત શક્તિવાળા ! ઉત્તમ શક્તિશાળી જનસમૂહનું રક્ષણ કરનાર ! મને પ્રત્યક્ષ થાઓ. એમ કહી જલ્દી ધગધગતા અગ્નિકુંડમાં પડ્યો. યક્ષે શક્તિથી બહાર કાઢ્યો. કુંડનું પાણી છાંટી ફરી સારો થઈ ગયો. યક્ષે કહ્યું કે મહાસત્વશાળી વર માંગ ! રાજાએ કહ્યું તમારા પ્રભાવથી જે માંગે તેનાથી ચાર ગણુ આપું. “એમ થાઓ' એ પ્રમાણે યક્ષે કહ્યું ત્યારે પ્રણામ કરી રાજા ઘેર ગયો. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ] બીજા દિવસે તેજ પ્રમાણે યક્ષને વિનંતિ કરી. દેવદિત્ર અગ્નિકુંડમાં કુઘો, તેજ પ્રમાણે યક્ષે વરદાન આપ્યું. દેવદિન્ને કહ્યું તમારી પાસે જ રહેવા દો. એમ કહી બીજી વાર કુવો, ફરી વરદાન આપ્યું. એમ ત્રીજી વેળાએ પણ વરદાન આપ્યું. ચોથી વાર કૂદવા જતાં યક્ષે પકડ્યો અને કહ્યું હે ભદ્ર ! આ ત્રણ શીર્ષથી યુક્ત (ત્રણ વાર કુળો માટે) પ્રધાન શક્તિ મને શું આપી છે. એના પ્રભાવથી ત્રણ વરદાન આપુ પણ અધિક નહિં તેથી જે ગમે તે માંગ. કુમારે કહ્યું તો એક વરદાનથી રાજાને જે સિધ્ધિ છે તે એકવાર સાધવાથી જીવનભર રહે એવું મને આપ, બીજાથી હું જીવું ત્યાં સુધી કોઈને આ સિધ્ધિ આપવી નહિં. ત્રીજુ વરદાન પછી માંગીશ 'તથાસ્તુ’ એમ યક્ષે હા કહી ત્યારે છુપાઈને રહ્યો એ અરસામાં રાજા આવ્યો. યક્ષે રોક્યો, રાજાએ કહ્યું શા માટે અટકાવો છો ? કારણ કે ત્રણે પણ વરદાન મહાસત્વશાલીને આપી દીધા છે. ત્યારે દુભાયેલા મને રાજા ઘેર ગયો. શય્યામાં બેઠો. તપેલી રેતીમાં પડેલી મીણની જેમ, લાકડીથી ફટકારેલા સર્ષની જેમ, જાલમાં ફસાયેલા હરણની જેમ પથારીમાં પડખા ઘસતા રાત પૂરી કરી. સવારે દેવદિન્ન રાજાના દર્શન માટે ગયો. આખુય રાજમહેલ શોકમગ્ન જોયું. (કારણ પુછ્ય) તો અમારા રાજા કોઈ કારણે અગ્નિમાં પ્રવેશ કરવાના છે. માટે, તો તમે ધીર બનો હું બધુ ઠીક કરું છું. એમ આશ્વાસન આપી રાજા પાસે ગયો. તેણે કહ્યું કે હે રાજન! તમે કેમ આ હલકા માણસ જેવી ચેષ્ટા કરવા તૈયાર થયા છો ? આગ્રહ કરતા કહ્યું મારે દાનનું વ્યસન છે. જે યજ્ઞના પ્રભાવે આટલા કાલ સુધી પુરુ થતું હતું. પણ આજે તેની મહેરબાની ન થવાથી મારી ઈચ્છા પૂરી થશે નહિં. તો દાન વગરનું જીવન શું કામનું ? આવી ચિંતાના લીધે મેં આ આદર્યું છે. જો આમ છે તો આજથી માંડી મારી સિધ્ધિથી જીવન પર્યત દાન આપો, યક્ષને સાધીશ નહિં, ઈચ્છા ન હોવા છતાં કુમારના આગ્રહથી તેનો સ્વીકાર કર્યો. કુમાર પાછો વનમાં ગયો. એક તલાવમાં ન્હાવા ઉતર્યો ત્યાં એક મધ્યમવયની નારીએ કહ્યું. હે મહાભાગ ! ક્યાંથી અને શા માટે અહી આવ્યો છે ? સમુદ્ર કાઠાંથી આવ્યો છું અને સુસ્થિતદેવે ખુશ થઈ મને મનોરથ યક્ષ પાસે મોકલ્યો છે. તો તે હર્ષ પામીને બોલી આ ઝાડ નીચે બેસ જેથી કંઈક રહસ્ય તને જણાવું તે કહેવા લાગી... Page #246 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૩૫ ગગનચુંબી શિખરવાળો, સર્વ વિદ્યાધરનું નિાવાસ સ્થાન, રત્નનિર્મિત જિનાલયથી શોભતો વૈતાઢ્ય પર્વત છે. ત્યાં ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સર્વ વિદ્યાધર રાજાનો રાજા ચંદ્રશેખર નામે સમ્રાટ છે. તેણે સર્વ રાણીઓમાં પ્રધાન શ્રીકાન્તા, કનકકમલા, વિદ્યુત્થાલા, મેઘમાલા, સુતારાનામે પાંચ પટરાણી છે. તેઓને ક્રમશઃ કનકપ્રભા, ચંદ્રપ્રભા, તારપ્રભા, સુરપ્રભા, ત્રૈલોક્યદેવી નામે સર્વકલામાં કુશલ રૂપાદિથી દેવીઓને જીતનારી પાંચ કન્યાઓ છે. ચંદ્રશેખરે તેમના પતિ માટે નિમિત્તયાને પૂછ્યું. નિમિત્તિયાએ કહ્યું તારો નાનોભાઈ સુરશેખર મરીને મનોરથ યક્ષ થયો છે. તે હજી પણ તારી સાથે બંધુસ્નેહ રાખે છે. આ કન્યાઓને તેની પાસે રાખવાથી એઓનું વાંછિત ફળશે. તેથી ચંદ્રશેખરે યક્ષને સાચવવા આપી. પરપુરુષ જોઈ ન શકે તેવા એકગુણ દ્વિગુણ ત્રિગુણાદિ તેજસ્વી શરીરવાળી દેવકુલની નજીક પાતાલઘરમાં છુપી રીતે રાખી છે. જો આ યક્ષ તું માંગે તે આપે એમ હોય તો તે કન્યાઓને માંગ. હું તેઓની વેગવતી નામે ઘાત્રી છું. તારા રૂપાદિગુણથી આકર્ષાઈને એ પ્રમાણે કહું છું. કુમાર પણ ‘જેવી માની આજ્ઞા' એમ બોલી યક્ષ પાસે ગયો. અને વિનંતી કરી. ત્રીજા વરદાનથી તારી પાસે પાતાળગૃહમાં જે કન્યાઓ રહેલી છે. તે મને આપો. ખરેખર તે કન્યાઓએ જ રાગ થવાથી પોતાનું સ્વરૂપ આને દેખાડ્યું લાગે છે. નહિતર આને ક્યાંથી ખબર પડે. એમ વિચારી યક્ષ બોલ્યો કન્યાઓ છે. પણ અત્યંત તેજના કારણે આંખે દેખી શકાય તેમ નથી. ભલે હોય, છતા પણ મને આપો ત્યારે ત્રૈલોક્ય દેવીને છોડી ચાર કન્યાઓ દેખાડી કુમાર પાસે જતા કન્યાઓનું યક્ષે કરેલું તેજ નાશ પામી ગયું. ત્યારે કુમારે કહ્યું પાંચમી કેમ નથી આપતો યક્ષે કહ્યું. આ ચારથી ત્રણગણા તેજવાળી હોવાથી દેખવી દુઃશક્ય છે માટે. કુમારે કહ્યું છતા મને દેખાડ. સ્વાભાવિક સૂર્યની મૂર્તિની જેમ દુઃખે દેખી શકાય તેમ છે, તે પણ કુમાર પાસે આવતા સ્વભાવિક રૂપવાળી થઈ ગઈ તેને દેખી સર્વ કન્યાઓને રાગ થયો. આશ્ચર્ય પામેલા યક્ષે વિચાર્યુ આ આનીજ છે. માટે કન્યાઓને પૂછ્યું આપતિ તમને ગમે છે. હા, તાત ! આપની મહેરબાની, મનોરથે કહ્યું આને અત્યંત ગુણવાળી પહેલી પત્ની છે. તેણીનો વિનય કરનારને જ આ પરણે છે. કન્યાઓ બોલી, મોટી બહેનનો વિનય કરવામાં શું વાંધો. યક્ષે આપી. ચંદ્રશેખરને બોલાવી ઠાઠ માઠથી વિવાહ કર્યો. યક્ષે કન્યાઓને મહાદાન આપ્યું. ત્યારે ત્રૈલોક્યદેવીએ કહ્યું હે તાત ! મારી માતા (મોટી બહેનને) શું આપશો. ત્યારે યક્ષે મુદ્દારત્ન આપ્યું. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એમાં ચિંતામણી છે. તેથી હર્ષથી તેને ગ્રહણ કર્યું. યક્ષને સન્માની ચંદ્રશેખર ગયો. તે કન્યાઓને વિદ્યાના પ્રભાવથી વાસભવન વિકુવ્યું. ત્યાં તેમની સાથે વિલાસ કરી કુમાર સુઈ ગયો, એ અરસામાં ભવિતવ્યતાના યોગે, અમારી બેન શું કરે છે... તે માટે વિદ્યાનો ઉપયોગ કર્યો ત્યારે અવલોકિની વિઘાથી વૈલોક્યદેવીએ દેખ્યું કે “અવધિ પૂરો થયો પણ હજી મારો ભરથાર આવ્યો નથી. તેથી સવારે હું અનશન લઈશ. એમ નિશ્ચય કરી મલિન પાંચ વસ્ત્રો ધારણ કરનારી કાઉસગ્નમાં રહેલી, બાલપડિતાને જોઈ. જો સવારે આર્યપુત્ર ત્યાં નહિં જાય તો આ મહાનુભાવ ચોક્કસ અનશન લેશે. એમ વિચારી યક્ષ પાસે ગઈ. સર્વ બીના કહી યક્ષે પણ આ વાત બરાબર છે. એમ જાણી કહ્યું કે હે વત્સ ! તું જલ્દીજા સવાર થવા આવી છે. પોતાનો નોકર ધરણીધર નામનો યક્ષ તેમની સહાયમાં આવ્યો તેણે પણ મહાવિમાન વિકવ્યું. તેમાં રત્ન, મણિ, મોતી, વિમ, સોનું વિગેરે ભર્યું અને સુતેલાજ કુમારને વિમાનમાં ચઢાવ્યો. પરિવાર સાથે તે કન્યાઓ પણ ચઢી. ધરણીધરે આંગલીથી ધારી વિમાનને ઉપાડ્યું તે વેગથી જવા લાગ્યું ત્યારે ઘૂઘરીના અવાજથી કુમાર જાગી ગયો આ શું ? એમ ત્રૈલોક્ય સુંદરીને પૂછયું તેણીએ પણ સર્વ હકીકત જણાવી. ત્યારે ગામ નગરાદિ દેખતો જલ્દી પોતાના નગરે પહોંચ્યો. સાધ્વીના વસતિમાં કાઉસગ્નમાં રહેલી બાલપણ્ડિતાને જોઈ. રૈલોક્યદેવીએ તેની ઉપર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું ત્યારે સંભ્રમથી કાઉસગ્ગા પાલી ઉપર જોયું વિમાન દેખી સંભ્રમથી અંદર ચાલી ગઈ. આ શું છે ? એમ સાધ્વીઓને પૂછ્યું. સાધ્વીઓએ કહ્યું તારા તપપ્રભાવે દેવ આવ્યો લાગે છે. એટલામાં વિમાન નીચે ઉતર્યું અને સૂરજ ઉગ્યો. વિમાનમાંથી નીચે ઉતરી નિસીહી કહી ઉપાશ્રયમાં પેસી સાધ્વીઓને કન્યાઓએ પ્રણામ કર્યા. અને બાલપંડિતા પોતાના પતિને દેખી સંભ્રમથી ઉભી થઈ, સામે આવી કુમારે તે કન્યાઓને બાલપંડિતાના પગમાં પાડી. તે સાંભળી રાજાદિનગરજનો માં બાપ વિ. સ્વજનવર્ગ ત્યાં આવ્યો. ત્યારપછી ધરણીધરને વિર્સજન કર્યો. સર્વ દ્રવ્ય લઈ મહાવૈભવથી પોતાના ઘેર ગયો. વધામણી શરુ થઈ. વણિકપુત્રોના પરિવારે કુમારને તેમનો વૃતાંત પુક્યો; ત્યારે કુમાર કાંઈ ઉત્તર આપતો નથી. તેટલામાં વિદ્યા પ્રભાવથી વાસ્તવિકતા જાગી રસમાં ભંગ ન પડે તે માટે તૈલોક્ય દેવીએ ઉત્તર આપ્યો કે આર્યપુત્ર વિમાનમાં જલ્દી આવી ગયા છે. તેઓ તો સ્થલમાર્ગથી પ્રસ્થિત થયા હોવાથી થોડો કાલ પછી આવશે. અહો મારી પ્રિયાની કેવી વચન ચતુરાઈ છે તેથી કુમાર ઘાગો ખુશ થયો. Page #248 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૩૭ દરરોજ લોકો પોતાના પુત્ર માટે પૂછવા લાગ્યા ત્યારે બાલપંડિતા નિમિત્તે આપેલા ચિંતામણી રત્નના પ્રભાવે કુમારે યક્ષને યાદ કર્યો. તે પળે યા હાજર થયો. યક્ષે કહ્યું કયા કારણે હું યાદ કરાયો. કુમારે કહ્યું તમારી પુત્રીએ આપેલો જવાબ નિસ્તાર પામી શકાતો નથી. માટે તમને યાદ કર્યા છે. તો હું જલ્દી સર્વને લઈને આવું છું. યક્ષે તે પ્રમાણે કર્યુ. એ પ્રમાણે આ લોકમાં જ દાન ફળથી પ્રાપ્ત ચિંતામણીના પ્રભાવે સર્વ ઈચ્છા પૂરી થઈ. અને જિનસાધુ પૂજામાં તત્પર બનેલો દીનાદિને આપતો સર્વ પ્રકારે પૂર્વે ચિંતવેલા પોતાના મનોરથને પૂરતો પંચવિષયક સુખ અનુભવતો તેનો ઘણો કાલ વીતી ગયો. યોગ્ય પુત્રો થયા. એક વખત વિચરતા વિચરતાં શીલસાગરસૂરિ પધાર્યા. તેમને વાંદવા સ્ત્રીઓ સાથે દેવદિન્ન ગયો. વંદન કરીને શુધ્ધ ભૂમિએ બેઠો. સૂરિએ ધર્મ દેશના શરૂ કરી. સામગ્રી પ્રાપ્ત થયે છતે ધર્મમાં યત્ન કરવો જોઈએ. ભો ભવ્યલોકો! ભવરૂપી ભયંકર સમુદ્રમાં ફસાયેલા જીવોને મનુષ્યપણું, આર્યદેશ વિ. સામગ્રી સુખથી પ્રાપ્ત થતી નથી. પૂર્વનાં શુભકર્મોથી આ સામગ્રીને પ્રાપ્ત કરી આપણે ધર્મમાં મન લગાડવું જોઈએ. તે ધર્મ બુધ્ધિશાળીઓએ બે પ્રકારનો કહ્યો છે. ત્યાં સુધી અનંતા દુઃખો, રાગાદિની પરંપરા, કર્મની ઉત્પત્તિ, જન્મની પરંપરા, સર્વ વિડમ્બના, માણસો આગળ, દીન વચનો બોલે છે. દુર્ગતિની પ્રાપ્તિ, રોગોનો પ્રાર્દુભાવ ભયંકર સંસાર છે. જ્યાં સુધી જિનેશ્વરે ભાખેલો સદ્ધર્મ જીવોએ પ્રાપ્ત કર્યો ન હોય. ત્યારે કોઈક દૈવયોગથી સદ્ધર્મ પ્રાપ્ત થાય છે. ત્યારે પાપનો નાશ કરી જીવો અનંત આનંદથી સર્વ દુઃખથી રહિત પરમગતિને પામે છે. દીક્ષાની ભાવના થતાં દેવદિન્ને ગુરુને કહ્યું કુટુંબને સ્વસ્થ કરી આપની પાસે દીક્ષા લઈશ. ગુરુએ કહ્યું તું થોભીશ નહિં. ‘‘હું પણ એમજ ઈચ્છું છું.’’ એમ કહી ઘેર જઈ મોટા પુત્ર ધનપતિને ઘરનો ભાર સોંપ્યો. જિનાલયોમાં અષ્ટાહ્નિકા મહોત્સવો કરાઈ રહ્યા છે, સાધુ સાધ્વી સમુદાયને વહોરાવી રહ્યા છે, સાધર્મિકોની ભક્તિ થઈ રહી છે. દીન, અનાથ વિ.ને દાન અપાઈ રહ્યા છે. એમ જોરદાર ઠાઠમાઠથી પત્નીઓ સાથે ગુરુ પાસે સંયમ સ્વીકાર્યો. ગુરુએ હિત દિક્ષા આપી. ભો ! અહીં પણ પ્રથમ અમૃતને પીનારા દીક્ષીત જીવો નિર્બાધ સુખથી પૂર્ણ થાય છે. તે ભાગવતી દીક્ષા અત્યારે તમે પ્રાપ્ત કરી લીધી છે. હવે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તો માત્ર અપ્રમત્તપણે સતત યત્ન કરવાનો છે. જે ભવસમુદ્રને પાર પામતા નથી. તે અધન્ય અધમપુરુષ છે. જે પાર પામે તે ઉત્તમ પુરુષ છે. સાધ્વીઓએ ‘ઈચ્છામોડણુસટ્ટી’ એમ કહ્યું ત્યારે શીલમતિ પ્રવર્તિનીને સોંપી. બન્ને પ્રકારની શિક્ષા લીધી. આયુઃ પર્યંત નિરતિચાર ચારિત્ર પાળ્યું. અનશન વિધિથી મરી બારમાં દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષ પામશે. તેથી આપત્તિ પામેલા ઉપર સુસ્થિત દેવ પ્રસન્ન થયો. અને ગુરુનું સાન્નિધ્ય કરાવ્યું. તે સર્વ દાનનું ફળ છે. દેવાંગનાના રૂપને ઝાંખુ પાડનારી એવી સુંદર કન્યાઓ મળી તે આલોકમાં દાનનું ફળ છે. ચિંતામણી વિ. રત્નો મળ્યા તે આલોકમાં દાનનું ફળ છે. મણિ વિ. વિવિધ દ્રવ્યોનો રાશિ તે આલોકમાં દાનનું ફળ છે. પંચ વિષયક અનુપમ ભોગ મળ્યા તે આલોકમાં જ દાનનું ફળ છે. એ પ્રમાણે આ લોકમાં દાનનું અતુલ્ય ફળ છે માટે અહો ! મહાનુભાવ! શક્તિ પ્રમાણે દાન આપ. “દેવદિત્ર કથા સમાપ્ત” “અભિનવ શ્રેષ્ઠિ કથાનક' આ જંબુદ્દીપના દક્ષિણ ભરતના મધ્યખંડમાં વૈશાલી નામે નગરી છે. અભિમાની શત્રુ રાજા રૂપ જંગલી સિંહનો નાશ કરવામાં મોટા શરભ સમાન અઢાર ગુણરાજીનો ચેટક રાજા છે. ત્યાં જીર્ણ શેઠ અને અભિનવ શેઠ દારિદ્ર અને ઐશ્વર્યના મંદિર એવા બે વાણીયા હતા. ક્યારેક ત્રિભુવનેશ્વર વીર પ્રભુ છદ્મસ્થ પર્યાયમાં વિચરતા વિચરતા ત્યાં પધાર્યા. ચૌમાસામાં એક ઉપાશ્રયમાં ચાર માસ ના ઉપવાસ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જીરણ શેઠે જોઈને ભક્તિથી પ્રણામ કર્યા. આજે હૈં કૃતાર્થ થયો. મારું જીવન સફળ થયું કારણ કે આજે પાપરૂપી કાદવને દૂર કરવામાં પાણી સમાન એવાં ભગવાનના ચરણ યુગલમાં મને નમસ્કાર કરવા મળ્યા. એમ દરરોજ પ્રભુનાં ચરણ કમલને હાથ જોડી નમવા લાગ્યો. અને ક્ષણવાર સેવા કરે છે. અને વિચારે છે કે પ્રભુ ખરેખર ચાર મહીનાના ઉપવાસ લઈને ઉભા રહ્યા લાગે છે. તેથી હંમેશા નિશ્ચલ દેહવાળા દેખાય છે. જો પ્રભુ પારણાના દિવસે મારા ઘેર પધારે તો હું મારી જાતને ધન્ય માનીશ. એમ વિચાર કરતા ચાર માસ વીતી ગયા. અને પારણાનો દિવસ આવી ગયો. ત્યારે વંદન કરી નત મસ્તકે વિનંતિ કરવા લાગ્યો કે હે ભગવન્! “મારા ઘેર પારણું કરવાની કૃપા કરો !'' એમ કહી ઘેર જઈ સામગ્રી તૈયાર કરાવી રાહ જોઈને એક ચિત્તે ઉભો રહ્યો. “આ ભગવાન આવે છે” એમ Page #250 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૩૯) વિચારતો ભગવાનને પારણુ કરાવી હું સફળ થઈશ, એમાં કોઈ સંદેહ નથી. જો મારા ઘેર પ્રભુ પધારે તો દુઃખરૂપી તરંગ સમૂહથી વ્યાસ, ઘણી આપત્તિરૂપી જલચર પ્રાણીઓનાં સમૂહવાળા સંસાર સમુદ્રથી હું તરી જઈશ. આ બાજુ જીરાણ શેઠ વધતી જતી પરિણામની ધારાથી રોમાશિત થઈ રહ્યો છે. ત્યારે પ્રભુએ અભિનવ શ્રેષ્ઠિના ઘેર પ્રવેશ કર્યો. દરેક પ્રાણીને આપેલ દાન આલોકમાંજ ફળવાળું થાય છે. આવી ભાવનાથી શેઠે ભગવાનને પારણું કરાવ્યું. તેજ પળે સુપાત્ર દાનના પ્રભાવે અજોડ પાંચ દિવ્ય પ્રગટ થયા. જીરણ શેઠ દુંદુભિનો અવાજ સાંભળી વિચાર મગ્ન થયો. ત્યારે વધતા ભાવો અટકી ગયા. ત્યાં પાર્વપ્રભુ તીર્થના કેવલી ભગવંત પધાર્યા. લોકો વાંદવા ગયા. કેવલી ભગવંતે પણ ભવસમુદ્રથી પાર પાડવામાં નાવડી સમાન ધર્મદિશના આરંભી..... ભો ભવ્યો ! ધર્મ જ શરણ છે. બીજુ બધુ નકામુ છે. સર્વ સાંસારિક સુખ-સામગ્રી, સ્વર્ગ, મોક્ષ બધુ સારી રીતે કરાયેલા ધર્મથી મળે છે. તે ચાર પ્રકારે છે. તે કરો જેનાથી જલ્દી મોક્ષ પામશો. આ અરસામાં અભિનવ શેઠના પુણ્ય સમૂહથી ચકિત થયેલા લોકોએ અવસર જાણી વિનયથી પૂછયું. આ નગરમાં વધારે પુષ્યવાળું કોણ છે? ભગવાને કહ્યું જીરણ શેઠ વધારે પુષ્યવાળો છે. ભગવન ! તેને તો પારણુ નથી કરાવ્યું અને બીજાના ઘેર તો પાંચ દિવ્ય પ્રગટયા. ભગવાને કહ્યું જો એકક્ષણ માત્ર તેણે પ્રભુનું પારણું થઈ ગયું છે” એવું ન સાંભળ્યું હોત તો ચોક્સ કેવલજ્ઞાન પામત. બીજો ભાવ વગરનો હોવાથી તેને પરલોકનું હિત કાંઈ પ્રાપ્ત નથી થયું. આ સાંભળી નગરજનો જીરણ શેઠ ઉપર બહુમાન ધરતા કેવલીને નમી પોત પોતાના ઘેર ગયા. અભિનવ શેઠ કથા સમાપ્ત” - હવે બીજા શ્લોકના ભાવાર્થને કહે છે તેના વિષે ધનસાર્થવાદની કથા કહે છે. “ઘનસાર્થવાદ કથાનક' જંબુદ્વીપનાં વિદેહક્ષેત્રમાં પવિત્ર પૂર્વ દિશામાં દેવનગર જેવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે, કુબેર જેવો ગુણનો ભંડાર એવો ધન નામે સાર્થવાહ છે. જે બોત્તેર કલામાં કુશલ છે. એક વખત કુટુંબ માટે જાગરણ કરે છે. ત્યારે Page #251 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ રાત્રિના છેલ્લા પહોરે વિચાર આવ્યો કે જે માણસ ઘરમાંથી નીકળીને જે અનેક આશ્ચર્યથી ભરપૂર એવી પૃથ્વીને જોતો નથી તે કૂપ મંડુક છે. જ્યાં સુધી ધૂતોથી વ્યાપ્ત અનેક ઘટનાથી ભરપૂર એવી પૃથ્વી માણસ વડે પવિત્ર કરાતી નથી ત્યાં સુધી તે માણસને મોજ મજા પાંડિત્ય, વાણીમાં ચતુરાઈ અનેક દેશભાષાનું જ્ઞાન અન્ય પણ સારું પ્રાપ્ત થતુ નથી. ૨૪૦ તેથી પૃથ્વી પીઠ જોવા હું જાઉં અને પોતાના હાથે કમાયેલા ધનથી શ્રેષ્ઠ કીર્તિ ફેલાવું. સામગ્રી તૈયાર કરાવી ઘોષણા કરાવી કે ‘‘સાર્થવાહ વસંતપુર જાય છે”. જેણે સાથે આવવુ હોય તેને બધી રીતે સંભાળશે. ત્યારે ઘણા માણસો તૈયાર થઈ ગયા. ધર્મઘોષસૂરીએ જવાની ઈચ્છા હોવાથી સ્વરૂપ જાણવા સાધુને મોકલ્યા. સાધુને જોઈ સાર્થવાહે ભક્તિથી/આદરપૂર્વક આવવાનું કારણ પૂછ્યું, ત્યારે સાધુએ બધી વાત કરી સાર્થવાહે ખુશ થઈને કહ્યું. જો સાર્થમાં જવાની ઈચ્છા હોય તો સાર્થના પડાવમાં રહો અને મારી રાહ જુઓ. ત્યારે કોઈક સાર્થવાહને ભેટ દેવા કેરીનો થાલ ભરી ત્યાં આવ્યો. સાર્થવાહ પણ સાધુને આપવા લાગ્યો. ત્યારે સાધુએ કહ્યું કે મહાભાગ ! કંદમૂલ ફલ વિગેરે સચિત્ત હોવાથી અમારે ના ખપે. સંક્ષેપ થી કલ્પ્ય અકલ્પ્ય સમજાવી સાધુ સૂરિ પાસે ગયા. સાધુએ વૃતાંત કહ્યો, ત્યારે ગુણના દરિયા સૂરિભગવંત પાંચસો સાધુઓ સાથે ત્યાં આવ્યા. સર્વ સાથે તૈયાર થતા પ્રસ્થાન કર્યુ. બધા લોકો સુખેથી ચાલે છે. અનુક્રમે એક મોટા ભયંકર જંગલમાં આવ્યા. ત્યાં વૃક્ષઘટાથી તડકો તો સાવ ઢંકાઈ ગયો છે. વળી ભારતકથા જેમ અર્જુન, ભીમ, નકુલથી શોભિત છે. તેમ આ વન અર્જુનવૃક્ષ ભયંકર નોળીયાથી યુક્ત છે જેમ સત્પુરુષની મૂર્તિ સુંદર ચિત્રવાળી હોય છે તેમ સુંદર ચિત્તાવાળું, ખરાબનટનું નાટક ખરાબ નાટ્યશાળાવાળું હોય છે તેમ આ મૃગલાવાળું છે. જેમ જિનાલયની ભૂમિ હરતાં ફરતાં શ્રાવકોવાળી હોય છે તેમ ભમતા ઘણા જંગલી પશુવાળુ. જેમ સાધુનું શરીર સંવરવાળુ હોય છે તેમ સંવર નામના હરણવાળું, સિદ્ધિ જેમ શબ વગરની હોય છે તેમ ભિલ્લુને હિતકારી, મદોન્મત્ત સ્રી જેમ કામવાળી હોય છે તેમ આ વન સારિકાવાલુ છે. શિવની મૂર્તિ જેમ ગંગાવાળી હોય છે તેમ ગેંડાવાળુ, અલ્કાપુરી જેમ ઘણાં વૈભવવાળી હોય તેમ ઘણા પ્રકારના વાયુવાળું, સજ્જન માણસોની પ્રવૃત્તિ જેમ ઘણાં નય વાળી હોય તેમ ઘણાં ઝાડવાળુ, દુર્જન માણસની ચેષ્ટા ઘણી આપત્તિ વાળી હોય તેમ ઘણી નદીવાળુ. દાઢી મૂછને ધારણ કરનાર શરીરવાળી નારી જેમ દાઢીવાળી હોય છે તેમ Page #252 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૪૧ હિંસક જાનવરવાળું, જિનેશ્વરનો સમૂહ જેમ ઘણાં સત્ત્વવાળો હોય તેમ ઘણાં પ્રાણીવાળું એવા જંગલના મધ્યભાગમાં સાથે પહોંચ્યો. એ અરસામાં યુદ્ધે ચડેલો વિજયીરાજા જેમ ભારે તલવારની ધારથી પરપક્ષને દબાવી દે છે. તેમ ગુરુતર જલવૃષ્ટિના નિપાતથી પક્ષિયોને શાંતિ આપનાર, રાજા જેમ સૈન્યના સમૂહથી શોભે છે, તેમ નદીપૂરથી શોભનાર, રાજા ઉત્તેજિત પ્રભાવવાળા હોય તેમ ઉન્નત વિનાશવાળો જેમ રાજા ધનુષ્યવાળો હોય તેમ ઈન્દ્રધનુષ્યવાળો વર્ષાકાલ આવ્યો. વળી ચમકતી વિજળીના કડાકાથી વાતાવરણ ભયાનક થઈ ગયું. ગોકળગાયો ચાલી રહી છે. ભીના કાદવથી માર્ગમાં ચાલવું પણ મુશ્કેલ છે. દેડકાના અતિ અપ્રિય શબ્દથી દિશાઓ ભરાઈ રહી છે. વહેતી ગિરિ નદીના પૂરથી મુસાફરી અટકી ગઈ છે. આવા વરસાદના કારણે આગળ જવાનું બંધ થઈ ગયું. તેથી ઉંચી રેતીવાળા પ્રદેશે ઢાંકીને તંબુ તાણીને સાથે રહ્યો. દિવસો જતા આખા સાર્થમાં ધાન્ય ખલાસ થઈ ગયું. તેથી લોકો સચિત્ત કંદમૂલ ફળ ખાવા લાગ્યા. પર્વતગુફામાં રહેલા મુનિઓ પણ સમાધિ ચિત્તવાળા વિવિધ તપમાં તત્પર તેમજ ધ્યાન સ્વાધ્યાયમાં મસ્ત રહે છે. વર્ષાકાલ ઘણો ખરો વીતતા છતા રાત્રીના છેલ્લા પહોરે સાર્થવાહ વિચારવા લાગ્યો કે “મારા સાર્થમાં કોણ સુખી છે ને કોણ દુ:ખી છે”? એટલામાં તેને મુનિઓ યાદ આવ્યા અરે રે ! દુ:ખની વાત છે તે મુનિઓ દુ:ખી હશે કારણકે તેઓ સચિત્ત કંદાદિને હાથ પણ લગાડતા નથી. મારા પ્રમાદને ધિક્કાર હો. જેના કારણે તપસ્વીઓને મ ન કર્યા. તેથી અપુણ્યશાળી એવા મેં જાતને (આત્માને) આલોક અને પરલોકની આપત્તિમાં નાખ્યો. કાલે સવારે સમસ્ત મુનિઓને મ કરીશ. એમ વિચારતા રાત્રિ જલ્દી પૂરી થઈ ગઈ. પરિવારે જણાવ્યું કે તે મુનિ અઠવાડિયે, પંદર દિવસે કે મહીને ગોચરી માટે આવે છે. પોતે ત્યાં જઈ જોયું તો મુનિઓના શરીર તપથી સૂકાઈ ગયા છે. શરમથી માથુ નમાવી સૂરીના પગે પડયો. સૂરીએ ધર્મલાભ આપ્યો. મેં તમારી સંભાળ ન રાખી તેની મને ક્ષમા કરો. અવસર જાણી ગુરુએ સંવેગ ઉપજાવનારી ભવસમુદ્રમાં તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન સુંદર દેશના આપી. તે સાંભળી તે બોલ્યો કે મારે ઘેર સાધુઓને મોકલો. જેથી શુદ્ધ ગોચરી વહોરાવું. તેનો ભાવ જાણી તેની સાથે જ સાધુ મોકલ્યા. ઘેર બધી રસોઈ જોઈ પણ કાંઈ તૈયાર ન હોવાથી રોમાશ્ચિત દેહવાળાએ તેણે ઘી વહોરાવ્યું. કાલાદિથી વિશુદ્ધ એવા તે દાન વડે તેણે મોક્ષ ફળ આપનાર સમ્યકત્વ મહાવૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. તે બાલવૃદ્ધ વિ. બધા સાધુઓએ વાપર્યું Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ અને હજમ થઈ ગયું; જેમ તપેલા તવા ઉપર જલબિંદુ. વર્ષાકાલ પુરો થતાં સાર્થ ઈચ્છિત નગરે પહોંચ્યો. રાજાનું સન્માન કર્યુ. પોતાનો માલ વેંચી ધાર્યા કરતાં વધારે લાભ મેળવ્યો. બીજો માલ લઈ પોતાને ઘેર હેમ ખેમ પાછો આવ્યો. લીલાપૂર્વક પોતાનાં મનોરથોને પ્રાપ્ત કરવામાં તત્પર વિષયસુખોને અનુભવતો તેનો કાલ સુખપૂર્વક જાય છે. એ પ્રમાણે અનુક્રમે આયુષ્ય પૂરું થયે છેતે દેહનો ત્યાગ કરીને દાનનાં પ્રભાવે યુગલિક થયો. ઉત્તરકુરૂમાં મનોહર રૂપવાળો, બત્રીસ લક્ષણથી યુકત, સમાન રૂપ અને યૌવનવાળી શ્રેષ્ઠ સ્ત્રીઓથી યુક્ત, કલ્પતરુથી પ્રાપ્ત થયેલા મનને ઈષ્ટ એવાં વિષયસુખ સંગમમાં એક તાન બનેલો ત્રણ પલ્યોપમ આયુ: ભોગવી સૌધર્મ નામના શ્રેષ્ઠ વિમાનમાં, સુંદર શરીરવાળો. પગ સુધી લટકતી માળાવાળો, ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. સૌધર્મથી ચ્યવી મહાબલ થયો. આ પ્રમાણે ઋષભ સ્વામીનું ચરિત્ર દેવ અને મનુષ્યો વડે વંદાયા છે ચરણ કમલ જેનાં એવા અને કર્મને ખપાવીને મોક્ષને પામો ત્યાં સુધી કહેવું. ઘીના દાન થી ધનસાર્થવાહ તેરમાં ભવે તીર્થંકર થયા. માટે સ્વશક્તિથી દાન આપવું જોઈએ. શેષભવો શ્રેયાંસ કથામાં કહીશું. ધનસાર્થવાહ કથા સમાપ્ત’ ગ્રામચિતકનું દૃષ્ટાન્ત જંબુદ્દીપનાં વિદેહમાં એકને ગામનો ચિંતક તરીકે નીમ્યો. એક દિવસ રાજાની આજ્ઞાથી ભાત પાણી લઈ ઘર યોગ્ય લાકડા લેવાં પાંચશો ગાડા લઈ મોટા વનમાં ગયો. આ બાજુ સાર્થથી ભ્રષ્ટ થયેલાં ભૂખતરસથી પીડાયેલા શરીરવાળા સાધુઓ આમ તેમ ભમતાં તે ગાડાના ચીàથી તેજ ભાગમાં આવ્યા. સંભ્રમથી તેમની પાસે ગયો. ભાવપૂર્વક વાંઘા તેમાં શરદઋતુનો સમય જેમ ધૂળ વગરનો હોય. મોટો રાજા વેગ વગરનો હોય; આપત્તિથી ભંગાયેલો માણસ જેમ આનંદ વગરનો હોય, ઘરડો માણસ દાંત વગરનો હોય, સુવૈધ જેમ રોગમાં રત હોય, તેમ રાગ વગરના, ચંદ્ર જેમ હરણવાળો હોય, ક્રોધી ગર્વવાળો હોય, જૈન સિદ્ધાંત જેમ સુંદર આશયવાળો હોય, દારુ પીધેલ જેમ નશાવાળો હોય તેમ જ્ઞાનવાલા સૂરીને જોયા. Page #254 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૪૩ ગ્રામ ચિંતકે પૂછ્યું કે ભગવન ! આપ આ ભયંકર જંગલમાં કેમ આવ્યા? સૂરી બોલ્યા - અમો માર્ગ ભૂલી ગયા છીએ. ત્યારે તે પોતાનાં આવાસે લઈ ગયો. ભકિત ભાવથી વહોરાવ્યું અને વિચારવા લાગ્યો. અહો! આ જંગલમાં અચિંત્ય ચિંતામણી સમાન મહાસત્વશાળી સુપાત્ર એવા મને સાધુ પ્રાપ્ત થયા. તે મારો પુણ્યોદય કહેવાય મારે જંગલમાં આવવાનું કયાંથી હોય ? અથવા કેવી રીતે દૈવ યોગે વિષમદશાને પ્રાપ્ત થયેલાં સાધુઓ અહીં કયાંથી આવે ? આવી સામગ્રી ભાગ્યશાળી પુરુષોને જ પ્રાપ્ત થાય. તેથી હવે મારે ચોક્કસ કલ્યાણ પરંપરા ચાલુ થશે. જે પાપમલથી મેલા હોય તેઓને આવાં અવસરે સાધુઓનું દર્શન મળી શકતું નથી. એમ વિચારતાં ફરીથી તણે ચરણયુગલને વંદન કર્યું. જમ્યા પછી તલવાર લઈ માર્ગ દેખાડવા ગયો. ઘણાં ભોળા ભાવવાળો જાણી સૂરીએ તેણે મોક્ષવૃક્ષનું બીજ સમાન પાપરહિત એવું સમ્યગ્દર્શનનું વર્ણન કર્યું. કર્મના ક્ષયોપશમના લીધે તેણે ગુરુ પાસે સ્વીકાર્યું. સૂરીએ કહ્યું આના વિષે તુ પ્રમાદ કરીશ નહિ, કારણ કે ત્રાસ વગરનું, વિમલ, કલંકરહિત, નિર્દભ આચરણ યુક્ત ત્રણે લોકમાં અદ્દભૂત વખાણથી પૂજાયેલું; આનંદ આપનાર, વિદ્વાનોનું હૃદય; મહાફલોદય ગુણવાળું, એવું ઉત્તમ સમકિત રત્ન સંસાર સમુદ્રમાં પ્રાપ્ત કરી કયો માણસ પ્રમાદ કરે ? જેમ આપ કહો તેમ કરીશ એમ કહી માર્ગે ચડાવી પાછો ફર્યો. રાજકાર્ય કરી પોતાનાં ઘેર ગયો. ત્યાં પણ જિનવંદન-પૂજનમાં તત્પર, સુસાધુનું બહુમાન કરવામાં રત, જિનભાષિતસિદ્ધાંતનો સ્વીકાર કરતો. પંચ નમસ્કાર રૂપી પાણીના પ્રવાહથી કર્મમલના પડને સાફ કરતો, અવિરત સમ્યગ્દષ્ટિ એવાં તેનો અંત સમય આવ્યો. સમાધિથી મરી સૌધર્મ દેવલોકે પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે છતે એવીને આજ ભરતક્ષેત્રમાં વિનિતા નગરીમાં પ્રથમ જિનેશ્વરનો પુત્ર અને ભરતક્ષેત્રના અધિપતિ ભરતરાજનો મરીચી નામે પુત્ર પાણે ઉત્પન્ન થયો. જિનેશ્વરનાં પ્રથમ સમવસરણમાં ઋષભ સ્વામીનું વચનામૃત પીને સંવેગ પામ્યો ને દીક્ષા લીધી. એક દિવસ ઉનાળામાં પરસેવા અને મલ વડે મેલા શરીરથી ઉદ્વેગ પામતો; એમ વિચારવા લાગ્યો. મેરુસમાન અતિશયભારી ઉત્તમ સત્ત્વોએ આચરેલ જિનેશ્વરોએ ઉપદેશેલ આ ચારિત્રને હું વહન કરવા અસમર્થ છું. અને પિતાની શરમથી વ્રત ભ્રષ્ટ થઈ ઘેર કેવી રીતે જાઉં. આ બાજુ વાઘ અને પેલી બાજુ નદી છે. આનાથી કેવી રીતે પાર પામવું ? આમ વિચારતાં આવાં પ્રકારની બુદ્ધિ ઉપજી કે પરિવ્રાજકની દીક્ષાને Page #255 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હું ગ્રહણ કરું ? જેથી આગમમાં કહ્યું છે - શ્રમણો ત્રણે દંડથી વિરમેલા અને નિશ્ચલ તથા સંકુચિત દેહવાળા છે. હું ઈન્દ્રિયને જીતેલ ન હોવાથી તથા મારા મન, વચન, કાર્ય અશુભ વ્યાપારવાળા હોવાથી દંડ રૂપ છે માટે મારે ત્રિદંડ એવું ચિહ્ન થાઓ. દ્રવ્યથી લોચ વડે અને ભાવથી ઈન્દ્રિય દ્વારા શ્રમણો મુંડ છે, હું તો ભાવથી મુંડ નથી માટે હું અસ્ત્રાથી હજામત કરીશ. અને ચોટી રાખીશ. સ્થૂલ પ્રાણાતિપાત થી હું વિરતિ રાખીશ. શ્રમણો સોનુ વિ. રાખતા નથી. જિનકલ્પી તો કાંઈ પણ નથી રાખતા; હું કાંઈક રાખીશ. શ્રમણો શીલસુગંધવાળા છે, હું શીલવાળો નથી. તેથી હું સુગન્ધિ દ્રવ્યથી વિલેપન કરીશ. શ્રમણો મોહ વગરના છે મોહથી ઢંકાયેલા મારે છત્ર હો. શ્રમણો જોડા નથી પહેરતા હું પાવડી પહેરીશ. શ્રમણો શ્વેત વસ્ત્રધારી કે વસ્ત્ર વગરનાં હોય છે, હું ગેરુથી રંગેલા વસ્ત્ર પહેરીશ. કારણ હું કષાયથી કલુષિત મતિવાળો હોવાથી મારે આવાં વસ્ત્ર યોગ્ય છે. પાપથી ડરનારા સાધુ ઘણાં જીવોથી વ્યાપ્ત જલારંભ કરતા નથી. હું તો પરિમિત પાણીથી સ્નાન કરીશ. અને કાચુ પાણી પીશ. એ પ્રમાણે તેને હિતકારી હેતુવાળા આ પરિવ્રાજક લિંગને પોતાની બુદ્ધિથી કલ્પીને અભિષ્ટ મતિવાળા તેણે પ્રવર્તાવ્યો. પ્રગટ રૂપવાળા તેને દેખી ઘણાં ઘર્મને પૂછે છે, ત્યારે તે યતિના ક્ષમાદિ ધર્મને કહે છે. તો તમે આ ધર્મને કેમ ન સ્વીકાર્યો એમ માણસો વિચારવાં લાગ્યા. ત્યારે તેઓને પોતે ઉપરની સઘળી વાત કરે છે. ૨૪૪ ધર્મકથાથી આકર્ષિત થયેલાં તેમજ શિષ્ય થવા તૈયાર થયેલાઓને સ્વામીને સોંપે છે. ગ્રામ નગરાદિમાં પ્રભુ સાથેજ વિચરે છે. ભગવાન વિચરતાં વિનીતા નગરીમાં સમવસર્યા. ભરતે દેશના પછી પૂછ્યુ કે હે ભગવન્ ! આ સભામાંથી આ ભરતમાંજ કોઈ ભગવાન થશે ? પ્રભુએ કહ્યું - મરીચી એ સુર અસુરથી વંદિત, સાત હાથના દેહ પ્રમાણવાળા વીર નામે છેલ્લા તીર્થંકર થશે. પહેલા વાસુદેવ અને મૂકાવિદેહમાં ચક્રવર્તી થશે. તે સાંભળી ભરતરાજા મરીચીને વંદે છે, અને ત્રણ પ્રદક્ષિણા આપી રોમાચિંત દેહે સ્તુતિ કરવા લાગ્યા.... તમે પ્રશંસનીય લાભો પ્રાપ્ત કર્યા છે. તમે ધન્ય, પુણ્યશાળી છો. કે જેથી ખુદ પિતાશ્રીએ પણ કહ્યું છે. તેમ અહીં છેલ્લા તીર્થંકર તથા પહેલાં વાસુદેવ અને મુકાવિદેહમાં ચક્રી થાશો. એમ સ્તુતિ કરી પિતાશ્રીને પૂછી ઘેર ગયા. તે સાંભળી મરીચી પણ મલ્લની જેમ રંગમંડપ મધ્યે હાથ પછાડે તેમ હાથ પછાડી ત્રણવાર ગર્વથી એમ બોલવા લાગ્યો ‘‘હું વાસુદેવમાં પહેલો, પિતા ચક્રવર્તીમાં પહેલા, અને દાદા તીર્થંકરમાં Page #256 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ (૪૫) પહેલા, અહો મારુ કુલ ઉત્તમ છે.' આ ગર્વથી કોડાકોડિ સાગરોપમ સ્થિતિવાળું નીચગોત્ર બાંધ્યું. પ્રભુ અષ્ટાપદે મોક્ષે પધાર્યા. ત્યાર પછી મરીચિને દારુણ રોગ ઉત્પન્ન થયો. પણ અસંયત હોવાથી સાધુઓ તેની સંભાળ રાખતા નથી. મને કોઈ ચેલો પ્રાપ્ત થાય તો સારું. એટલામાં ત્યાં કપિલ નામે રાજપુત્ર આવ્યો. યતિધર્મ ભાખે છતે તેને કહ્યું શું તમારી કિયાથી કાંઈ પુણ્ય થાય છે ખરું ? મરીચિીએ ઉત્તર આપ્યો “અહીં પણ કંઈક છે” તે સાંભળી કપિલ કહેવા લાગ્યો જો એમ છે તો હું તમારી ક્રિયા કોઈ પણ જાતના વિકલ્પ વિના કરીશ. મરીચિએ પણ આ મારા સરખો છે એમ જાણી પોતાની પરિવ્રાજક દીક્ષા આપી. અહીં પણ કંઈક પુણ્ય છે” આ વચનથી કોડાકોડી સાગરોપમનો સંસાર વધ્યો. આ પછીનું વીર ચરિત્ર પ્રસિદ્ધ હોવાથી અમો લખતા નથી. નયસાર કથા સમાપ્ત” શ્રી શ્રેયાંસ કથાનક કુરુ દેશમાં અલંકારભૂત ગજપુર નામે નગર છે. ત્યાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ નામે રાજા છે. તેનો પુત્ર શ્રેયાંસકુમાર છે. તેણે રાત્રે છેલ્લા પહોરે મેરુપર્વત ને કાળો થયેલો જોયો અને પોતે અમૃત કળશથી સીંચી એકદમ નવો કર્યો. સોમપ્રભ સ્વપ્નમાં જોયું કે સૂર્યના કિરણો છૂટા પડી ગયા. અને શ્રેયાંસે ઉંચા ઉડાડી ફરીથી સૂર્ય સાથે જોડ્યા. તેથી અધિક તેજથી ચમકવા લાગ્યા. નગરશેઠે સ્વપ્નમાં જોયું કે કોઈક મોટા માણસે શત્રુ સૈન્ય સાથે યુદ્ધ કરી પ્રાયઃ નાશ કરી નાંખ્યું. શ્રેયાંસે તેની સહાય કરી સર્વ સામગ્રી વગેરે ભાંગી નાખી. સવારે બધા ભેગા મળી એકબીજાને તે સ્વપ્ન કહેવા લાગ્યા. કુમારને કાંઈ પણ શુભ થશે એટલું ચોક્કસ છે. બધા ઘેર ગયા. શ્રેયાંસ પણ મહેલના ઉપરના માળના ગવાક્ષ (ઝરોખા) થી નગર શોભા જોવા લાગ્યો. આ બાજુ દીક્ષા લઈ મૌન ધરી જ્યાં જ્યાં જાય છે. ત્યાં બધા હાથી, ઘોડા, કન્યા વિ. થી આમંત્રણ આપે છે. (સામે ધરે છે.) કારણ કે તેઓ જાણતા નથી કે ભિક્ષા કેવી અને ભિક્ષાચર કેવા ? એમ વિચરતાં વિચરતાં એક વર્ષ થઈ ગયુ. શ્રેયાંસે નગરના દરવાજેથી પ્રવેશ કરતાં પ્રભુને જોયા. દેખીને વિચારવા લાગ્યો. Page #257 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જેવું દાદાનું રૂપ લિંગ વ્રત પ્રમાણ છે તેવું મેં પૂર્વે ક્યાંય દેખેલું લાગે છે. ક્યાં દેખ્યું એમ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેનાથી પૂર્વની સર્વ હકીકત જાણી હું જિનેશ્વરને વહોરાવું. એમ વિચારતા ઘરના આંગણામાં આવ્યો. એ અરસામાં તેના દર્શન માટે શેલડીના રસના ઘડા લઈને કેટલાક માણસો ત્યાં આવ્યા અને ભગવાન પણ પધાર્યા. ત્રણ લોકના ગુરુને જોઈ રોમરાજી ખીલી ઉઠી અને ઈક્ષુરસનો ઘડો લઈ કહેવા લાગ્યો હે ભગવન્ અનુગ્રહ (ઉપકાર) કરો. ત્યારે કહ્યું એવો આહાર છે. માટે જિનનાથે હાથ પસાર્યા. શ્રેયાંસે પણ કરતમાં સર્વ રસ નાંખ્યો. ચંદ્ર અને સૂર્ય સુધી શિખા લાગી જાય પણ પ્રભુના હાથમાંથી એક બિંદુ નીચે ન પડે. કારણ કે પ્રભુનો આવો અતિશય છે. આજે હું કૃતાર્થ થયો. આજે જીવીત સફળ થયું. મનુષ્ય જન્મનું ફળ આજે મેં મેળવ્યું. કારણ કે આજે મેં પ્રભુને પારણુ કરાવ્યું. એટલામાં ગગનમાંથી સુગંધી પાણીની વૃષ્ટિ થઈ. દેવોના હાથરૂપી કળીમાંથી મૂકાયેલી, લીન બનેલા મત્તભ્રમરનાં ઝંકારવાળી પુષ્પવૃષ્ટિ આકાશમાંથી પડી. દેવતાઓએ ગંભીર ધ્વનિવાળી દુંદુભિ વગાડી. રત્નનો સમૂહ મૂક્યો. ઈંદ્રધનુષ્ય રચ્યું. વસ્ત્ર ઉડાડ્યા, ખીલેલા નયનવાળા દેવો બોલવા લાગ્યા અહો! સુદાન ! મહાદાન ! હે કુમાર ! તું કૃતાર્થ થયો છે. તારો મનુષ્ય જન્મ સફળ છે. જેણે આજે ત્રણભુવનના નાથને પારણુ કરાવ્યું. નગરજનો ત્યાં આવ્યા અત્યંત હર્ષથી પૂછયુ હે કુમાર ! તે કેવી રીતે જાણ્યું કે ભગવાનને આવી રીતે દાન અપાય. તે સાંભળી સોમપ્રભ વિ. આશ્ચર્યથી પ્રફુલ્લિત નેત્રોવાળા, ત્યાં આવ્યા. મેં જાતિસ્મરણથી દાનવિધિ જાણી અને બીજુ મારે પ્રભુ સાથે આઠભવનો સ્નેહ સંબંધ છે. કુતુહલથી તેઓએ ભવો પૂછયા. આ જંબુદ્વીપમાં ઉત્તરકુરૂમાં હું સ્ત્રી અને પ્રભુ પુરુષ રૂપે યુગલિક હતા. દશ પ્રકારનાં કલ્પવૃક્ષથી ઉત્પન્ન સુરલોક સરીખા પંચ વિષયક ભોગ-ઉપભોગ થી લાલિત શરીરવાળા અમે ઉત્તરદ્રહના મખમલ જેવી કોમલ ભૂમિતલે ઉગેલ કલ્પવૃક્ષની ગહન છાયામાં બેઠા હતા. ત્યારે ક્ષીરસાગર સરખા પાણીથી ભરેલા સરોવરમાં સ્નાન કર્યા પછી ગગનમાં કૂદતા દેવ શરીરના કિરણોથી ઉદ્યોત થયેલી દિશાસ્ત્રીને જોવાથી ઉત્પન્ન ચિંતાભારથી મંદ મંદ બંધ થતા નયન યુગલવાળો તે મારો પતિ મૂચ્છ પામ્યો. પળમાં સ્વસ્થ થઈ બોલવા લાગ્યો. હા સ્વયંપ્રભા ! તું ક્યાં ગઈ તું મને જવાબ તો આપ. સ્વયંપ્રભા નામ સાંભળી પૂર્વે અનુભૂત નામના વિમર્શ (વિચાર) થી નાશ પામતી ચેતનાવાળી હું પણ Page #258 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | २४७ ધરણીતલે પડી. થોડીવારમાં સ્વસ્થ થઈ જાતિસ્મરણ થવાથી મેં કહ્યું હે નાથ! હું જ તે સ્વયંપ્રભા છું. તેણે કહ્યું તે સ્વયંપ્રભા તું કેવી રીતે ? મે કહ્યું... અઠાવીશ લાખ વિમાનથી વ્યાપ્ત પૂર્વકૃત સુકૃતથી વ્યાપ્ત રૂપલાવણ્યવાળા દેવ દેવાંગનાઓથી ભરેલ ઈશાન કલ્પ છે તેમાં શ્રીપ્રભ નામે વિમાન છે. તેનો સ્વામી લલિતાંગ દેવ છે. સ્વયંપ્રભા તેની પટરાણી છે. અનુરક્ત તેઓનો દિવસની જેમ ઘાગો કાલ વ્યતીત થઈ ગયો. એક દિવસ કરમાયેલા પુષ્પવાળા ચિંતાતુર બનેલા દેવને દેવીએ દેખ્યો. કારણ પૂછયું તે દેવે કહ્યું હે પ્રિયે ! કારણ મોટું છે. જન્માંતરમાં તપ ઓછો કર્યો હતો જેથી તારાથી વિખૂટો પડીશ. તે મહાનું ઉદ્વેગનું કારણ છે. તેણે કહ્યું તમે થોડા તપનું આચરણ કેવી રીતે ? તેણે કહ્યું - આ જ જંબુદ્વીપના ગંધમાદન પર્વત પાસે ગંધિલાપતિ વિજય મળે વૈિતાઢ્ય પર્વત શ્રેણીમાં ગંધાર દેશના ભૂષણ સમાન વિદ્યાસિદ્ધિ સમૃદ્ધિથી સમૃદ્ધ ગંધસમૃદ્ધિ નામે નગર છે. તેનો રાજા શતબલનો પુત્ર મહાબલ રાજા છે. તેને પૂર્વ પુરુષની પરંપરાથી આવેલો ક્ષત્રિય જિનવચનથી સંસ્કારિતા મતિવાળો બાલપણાથી મિત્ર સ્વયંબુદ્ધ નામે મંત્રી છે. બીજો મિથ્યાત્વથી મૂઢ મનવાળો સંભિન્નત્રોત નામે મંત્રી છે. રાજા ઘણું ખરું કાર્ય તેને પૂછીને કરે છે. એક દિવસ મધુર સ્વરના ઘોલનવાળા તંત્રી તલતાલના અવાજથી વિકસિત ગિંધર્વ યુક્ત નાટકના રંગમંચમાં રહેલા શણગાર સજેલા મનોહર નટનટીમાં પરોવેલા ચિત્તવાળો રાજા બેઠો છે. ત્યારે સ્વયંબુકે કહ્યું હે દેવ ! “સર્વગીત તે વિલાપરૂપે છે. સર્વે નાટક વિડંબના છે.” ઘરેણાં ભાર રૂપે છે. સર્વે કામ દુઃખ આપનારા છે. ત્યારે રાજાએ કહ્યું- કાનને અમૃત સમાન આ ગીત છે. તને વિલાપ રૂપે કેવી રીતે લાગે છે. નયનની ઉન્નતિ સમાન નાટકને તું વિડંબના કેવી રીતે કહે છે ? દેહને શણગારનારા ઘરેણાંઓને તું ભારરૂપે કેમ માને છે ? અસાર સંસારમાં સાર સમાન કામોને તું દુઃખાવહ કેમ માને છે? ત્યારે સ્વયંબુદ્ધ કહ્યું હે દેવ ! કોઈક સ્ત્રીનો પતિ પરદેશ ગયેલો છે. તેનાં આગમનની કાંક્ષા રાખતી તે સ્ત્રી તેનાં ગુણોને યાદ કરતી સવારે સ્તુતિ કરે. તેમ સ્વામીને ખુશ કરવા તેમની આગળ તેમનાંજ ગુણનોને વર્ણવનારા ગીતને પણ ગાય છે. તેથી તે ગીત પણ વિલાપ જ છે. તેમ ભૂતને વશ થયેલો હાથ પગની અનેક ચેટાઓ કરે તેમ નાચનારો પણ વિવિધ ચેષ્ટાઓ કરે છે. તેથી પરમાર્થ6 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ પણ વિડંબના છે. કોઈ સ્વામીના આદેશથી મુકુટ વિ. અલંકારને ગ્રહણ કરે તેનાં ભારથી પીડાય. તેમ શું કોઈએ યોગ્ય અંગોપાંગ ઉપર ઘરેણાં લગાડ્યા હોય તો શું તે ભારને વહન નથી કરતો ? તેમ કામો પણ કરણ વિ. ધી સેવતા કામો પણ બહુ દુઃખ આપનારા થાય છે. (જેમ શબ્દ કામથી હરણો જાલમાં ફસાય છે.) એ પ્રમાણે પરલોકમાં નરકાદિ માઠી ગતિનાં મહેમાન બને છે. તેથી તે કેવી રીતે દુઃખ આપનારા નથી. તેથી પરલોકમાં સુખને ઈચ્છનારાઓએ તેમને વિદાય આપવી જોઈએ. સંભિન્નશ્રોતે કહ્યુ હે રાજન્ ! સ્વયંબુદ્ધ શુભ નિમિત્તને નહિં દેખનારો પ્રત્યક્ષ જણાતા વિષયસુખને છોડી શિયાળની જેમ માંસ છોડી માછલી લેવા જતાં પાછળથી પસ્તાશે. સ્વયંબુદ્ધે કહ્યું હે સંભિન્નશ્રોત! જે શરીર વૈભવ વિ.ને અનિત્ય જાણી આલોકનાં સુખમાં આસક્ત બનેલો નિર્વાણ વિ. સુખના પ્રસાધક તપ સંયમ અનુષ્ઠાનમાં પરાયણ થતો નથી, તે પ્રાપ્ત થયેલ રત્નભંડારનાં સુંદર રત્નો જે સર્વજનોને પ્રશંસવા લાયક, સુંદર ગુણના આધાર સુંદર તેજવાળા છે, તેઓને છોડી કાચમાં અનુરાગી બનનારો નિષ્ફળ પ્રયત્નથી દારિદ્ર પરાભવ વિ. દુઃખાગ્નિની જ્વાલાથી દાઝેલા માણસની જેમ હોંશીયાર માણસોથી નિંદાય છે. સંભિન્નશ્રોતે કહ્યું ભવિષ્ય માટેનો તારો પ્રયત્ન મને તો આકાશ પડવાની શંકાથી તેને ધારવા માટે ટિંટોડી જેમ પગ ઉંચા કરીને સુએ છે, તેનાં જેવું લાગે છે. વળી મરવાનુ નક્કી જ છે તેથી ‘“શું શ્મશાનમાં જતુ રહેવુ, તે શું યોગ્ય છે ?’’ તેથી અનાગત સુખ હેતુ હાલના સુખને છોડે મરણ સમયે પરલોક હિત કરશું. સ્વયંબુદ્ધે કહ્યુ હે મુગ્ધ ! યુદ્ધ આવી પડતા સૈન્ય તૈયાર કરવું. નગર ઘેરાઈ જતાં અન્ન પાણી ભેગાં કરવા. આગ લાગતાં કૂવો ખોદવો. વિ. શક્ય નથી જો સૈન્ય વિ. તૈયાર હોય તો શત્રુનો પ્રતિકાર, લાંબા સમય સુધી સ્વસ્થ રહેવું. આગ ઓળવવાનું સુખ પૂર્વક થઈ શકે વળી તુચ્છ વિષય સુખમાં મોહિત બનેલો મોક્ષ સુખની અવગણના કરનાર તું શિયાળની જેમ જાતનો નાશ ન કર. બીજો બોલ્યો આ વળી શિયાળીઓ કોણ છે ? સ્વયંબુદ્ધે કહ્યુ એક જંગલમાં પર્વતની તળેટીમાં રહેલ ગિરીનદીના કાંઠે ભમનાર મત્ત હાથી દેખી મારવાની ઈચ્છાવાળા શિકારીએ કાન સુધી બાણ ખેંચી પ્રહાર કરતાં વેદનાથી વ્યાકુલ બનેલો હાથી નીચે પડી રહ્યો હતો ત્યારે તેનાં કુંભસ્થલથી પડતા મુક્તાફળ દેખી તેને લેવાની ઈચ્છાથી જીવા સાથે ધનુષ ત્યાં મૂકી દોડ્યો. ત્યાં તો હાથીનું શરીર પડવાથી અડધા પીસાયેલા મહાકાયવાળાં સર્પ, નષ્ટપ્રાયઃ બનેલ હરણ અને ભિલ્લુના શરીરોને ભમતા શિયાળે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દેખ્યા. આ સજીવ છે કે મરી ગયા છે. નિશ્ચય કરવા આઘો પાછો થતાં મરી ગયા છે. એવો નિશ્ચય કરી હર્ષથી એમ ચિંતવવા લાગ્યો. અહો ! આ તોડે જીવનભરનું ભોજન થઈ રહેશે. ત્યાં પહેલાં ધનુષ્યની દોરી ઉપર લાગેલી નસ ખાઈ લઉં, પછી શાંતિથી આને ખાઈશ. એમ વિચારી નાડી ખાવા લાગ્યો. તેટલામાં ધનુષ્યના સંધિબંધન છૂટી જવાથી તીક્ષ્ણ અગ્ર કોટીભાગથી (તાળવું) ગળું વીંધાઈ ગયુ. અને ખલાસ થયો. તેમ તું પણ નાશ પામીશ. એટલામાં રાજાએ પૂછ્યુ હે સ્વયંબુદ્ધ ! શું કોઈ પરલોક છે ? તેણે કહ્યુ હે સ્વામી ! જ્યારે બાલકાલમાં મારી સાથે તમે નંદનવન ગયા હતા ત્યારે આપણી પાસે એક કાંતિવાળો દેવ આવેલો. તેણે કહ્યું હે ભદ્ર! મહાબલ ! હું તારા બાપનો બાપ શતબલ, જિનેશ્વરે ભાખેલા વ્રતને આચરી લાંતકાધિપતિ થયો. તેથી હે ભદ્ર ! પરલોક છે અને સુકૃત દુષ્કૃત કર્મનો વિપાક પણ છે માટે નિધર્મમાં રત બનવું એમ કહી અદશ્ય થયો. જો આપને તે યાદ આવતુ હોય તો પરલોકની શ્રદ્ધા કરો ? રાજાએ કહ્યુ - પિતામહના વચનોને યાદ કરું છું. ત્યારપછી અવસર પામીને સ્વયંબુદ્ધે કહ્યુ હે દેવ ! તમારા વંશમાં કરૂચંદ્ર રાજા તેને કુરૂતિ નામે રાણી અને પુત્ર હરિશ્ચંદ્ર હતો. તે રાજા નાસ્તિકવાદના ધર્મથી ભાવિત મનવાળો મહાઆરંભ વિ. માં મસ્ત બનેલો મરણ સમયે નરકની વેદના સાથે પણ ન સરખાવી શકાય તેવી ભયંકર વેદના વેદવા લાગ્યો. કાનને સુખકારી મધુર ગીતોને પણ આક્રોશ રૂપે માને છે. જીભને સ્વાદિષ્ટ લાગે તેવા દ્રવ્યો પણ વિષ્ટા જેવા લાગે છે. સુગંધિ કોષ્ટપુડ વિ. ની ગંધ પણ કોહવાયેલા હરણના શબની ગંધ જેવી લાગે છે. આંખને વિકસિત કરનાર લાવણ્યમય રૂપ પણ અનિષ્ટ લાગે છે. કોમલ રૂની પધારી કાંટાની શય્યા જેવી લાગે છે. ત્યારે હરિશ્ચંદ્ર વિપરીત પ્રતિકાર કરે છે. તે મરી નરકે ગયો. પિતાનું આવું કરુણ મરણ દેખી કુમાર ધર્મમાં મન લગાડવા લાગ્યો. પિતા પાસેથી પ્રાપ્ત આ ગંધસમૃદ્ધ નગરને વિધિથી પાળે છે. એક દિવસ તેણે એક ક્ષત્રિયકુમારને કહ્યુ કે બહુજન પાસેથી ધાર્મિક વચન સાંભળી મને કહેવાં હે ભદ્ર ! બસ આજ તારે સેવા કરવાની છે. ત્યાર પછી તે સુબુદ્ધિ તેને હંમેશા ધર્મ કહે છે. રાજા સંવેગથી સુબુદ્ધિના વચનો સ્વીકારે છે. મુનિને કેવલજ્ઞાન થયુ જાણી હર્ષથી સુબુદ્ધિ સાથે રાજા ગયો. અને પિતાની ગતિ પૂછી. ત્યારે સાંભળતા પણ ભય ઉપજાવે એવા સાતમી નરકના દુઃખ દરિયામાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ડુબેલા પિતાને જાણી ઘણો સંવેગ પામ્યો. પુત્રને રાજ્ય સ્થાપી સુબુદ્ધિ સાથે દીક્ષા લીધી. ત્યારપછી હે રાજન તે હરિશ્ચંદ્રના વંશમાં અસંખ્યાતા રાજા વ્યતીત થતાં આપશ્રી રાજા થયા છો. અને સુબુદ્ધિના વંશમાં હું થયો છું. પોતાનો અધિકાર જાણી મેં વિનંતી કરી. તેમજ અકાળે કહેવાનું કારણ એ છે કે આજે હું નંદનવનમાં ગયો હતો. ત્યાં ચારણ મુનિને દેખી આપનું આયુ પ્રમાણ પૂછયું. તેઓએ પણ કહ્યું કે માત્ર એક મહીનો બાકી છે. તે સાંભળી પાણીમાં રહેલુ કાચી માટીનું કોડીયું જેમ ચારે બાજુથી નાશ પામે છે તેમ ઢીલા થતાં બધા અંગવાળા રાજાએ કહ્યું છે મિત્રઆટલા આયુષ્યવાળો હું હવે શું કરી શકીશ ? સ્વયંબુદ્ધ કહ્યું સર્વ વિરતિવાળા ને એક દિવસ પણ થોડો નથી. તરતજ પુત્રને રાજ્ય આપી જિનાલયમાં ગયો. ત્યાં પૂજા કરી ચારે આહારના પચ્ચકખાણ લઈ પાદપોપગમન અનશન સ્વીકારી મારીને તારો સ્વામી હું લલિતાંગ દેવ થયો છું. તે મારો મિત્ર પણ દ્રઢ ચારિત્ર પાળી અહીંજ દ્રઢધર્મ નામે દેવ થયો. એ પ્રમાણે મેં થોડો તપ આચરેલા એમ તે વખતે હે આર્ય ! મને લલિતાંગે કહ્યું - આ અરસામાં ઈશાનેન્દ્ર પાસેથી દ્રઢધર્મ આવ્યો હે લલિતાંગ! નંદીશ્વરે જિનમહોત્સવ કરવા ઈંદ્ર જાય છે. હું પણ જાઉં છું. તું પાગ ચાલ. અમે પણ (પ્રભુ અને હું) ઈંદ્રની આજ્ઞાથી નંદીશ્વર ગયા. જિનાલયમાં મહિમા કયોં. ત્યાર પછી તિષ્ણુલોકનાં શાશ્વતા ચૈત્યની પૂજા વંદન કરતા લલિતાંગ આવી ગયો. તેનાં વિરહાગ્નિ જ્વાલાથી ભક્ષણ કરાતા શરીરવાળી હું (સ્વયંપ્રભા) પરિવાર સાથે વિમાનમાં આવી. મારી શોભા નાશ પામતી દેખી સ્વંયબદ્ધ (કઢધર્મ) દેવે મને કહ્યું હે સ્વયંપ્રભા ! તારે ચ્યવન સમય થઈ ગયો છે. તેથી જિનાલયોમાં પૂજા કરે જેથી બોધિ લાભ થશે. તેનાં વચન સાંભળી નંદીશ્વર દ્વીપમાં પૂજામાં તત્પર બનેલી હું આવીને પુષ્કલાવતી વિજ્યમાં વજસેન ચકીની ગુણવતી રાણીની કુકીમાં પુત્રી રૂપે ઉપજી. શ્રીમતી નામ પાડ્યું. પિતાના ભવનરૂપી પાસરોવરમાં રાજહંસીની જેમ ધાત્રીઓથી પાલન કરાતી યમક પર્વતને આશ્રિત લતાની જેમ સુખપૂર્વકથી વૃદ્ધિ પામી. સાતિશયવાળી કલાઓ ગ્રહણ કરી. એક વખત સંધ્યાકાળે મહેલ ઉપર ચડી. નગર બહાર સુસ્થિત આચાર્યને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થવાથી દેવો આવવા લાગ્યા. તે જોઈ મેં ક્યાંય આ જોયેલું છે એમ ઈહાપોહથી જાતિસ્મરણ થવાથી દુઃખથી હણાયેલી મૂચ્છ પામી. પરિચારિકાઓએ જલમિશ્રિત વાયરાથી Page #262 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૫૧ સ્વસ્થ કરી હું વિચારવા લાગી મારો પ્રિય ક્યાં ગયો ? મને જણાતો નથી તેના વિના અન્ય માણસો સાથે બોલવાનો શું મતલબ ? માટે મૌન લઈ લીધુ. જેમકે આની વાણી પકડી લીધી છે. એમ જાણી સેવકજનો મંત્ર તંત્ર બલિવિધાન વિ. કરવા લાગ્યા. પણ મેં મૌન ન મૂક્યું. સેવિકાને લખીને આજ્ઞા આપુ. એક વખત પ્રમદ વનમાં એકાન્ત જાણી પંડિત નામની ધાત્રીએ પૂછયુ હે પુત્રી ! શા કારણે તેં બોલવાનું બંધ કર્યું છે ? તું કહે, તો તેના પ્રમાણે હું કરું. મેં કહ્યું હે માતા ! મુંગાપણાનું કારણ છે પણ તેણે સાધવાને કોણ સમર્થ છે. હર્ષથી ખુશ થયેલી તેણીએ કહ્યું હે પુત્રી ! કારણ કહે જેથી તેમાં પ્રયત્ન કરું. તો સાંભળ હે માત ! ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં નંદીગ્રામ નામે ગામ છે. ત્યાં અહીંથી જ ત્રીજાભવે દારિદ્રકુલમાં છ બહેનો ઉપર હું જન્મી નિર્વિણા થવાથી મા બાપે મારું નામ પણ નહિ પાડ્યું. લોકપ્રસિદ્ધથી નિર્નામિકા એ પ્રમાણે કહેવાઉ છું. બધા ધુતકારતા છતાં કર્મ વશ થી હું જીવું છું. પર્વમાં પૈસાદારના છોકરાને મિષ્ટાન્ન વિ. લઈ નીકળ્યા તેમની જોડે રમવા મેં પણ માતા પાસે લાડુ માંગ્યા ત્યારે રીસે ચડી માતાએ કહ્યું રે પાપી ! અહીં મિઠાઈ ક્યાંથી હોય ? અંબરતિલક પર્વતે જા ત્યાં ફળ ખાજે કે મરી જજે. એમ બોલી મને ફટકારીને ઘેરથી બહાર કાઢી. રડતી રડતી હું ઘરથી નીકળી તે પર્વત તરફ જતા જનસમૂહ સાથે ત્યાં ગઈ. તે પર્વત મેં પ્રત્યક્ષ કર્યો. અતિકાલ સ્નિગ્ધ વાદળાના ખંડની જેમ લોકના લોચનને આનંદદાયક ઉંચા શિખરરૂપ હાથોથી જાણે આભને ભેટવા ઈચ્છતો હોય, ઝરણોનાં અવાજથી ગુફા અને દિશા ભાગ પૂરનાર, નર વિદ્યાધર કિન્નર યુગલો જ્યાં ગાંધર્વ નાટક કરી રહ્યા છે. સુગંધી સ્વાદુફળ ફુલ, પત્ર ના ભારથી નમેલા શ્રેષ્ઠ વૃક્ષવાળો, જાણે તે અનેક જાતના પશુ, પંખીઓનું કુલમંદિર છે, સ્વાધ્યાય, ધ્યાન, વ્યાખ્યાન વિ. શ્રેષ્ઠ ગુણોથી ભરપૂર એવા મુનિઓ ત્યાં વાસ કરે છે. ઘણું શું કહેવું ? દેવોને પણ રમ્યતાના લીધે આશ્ચર્ય પમાડે છે. ત્યાં ઉંચા ઉંચા વૃક્ષોથી લોકો સ્વાદુફળ તોડે છે. અને મેં પણ નીચે પડેલા ફળ ખાધા લોકોની સાથે પર્વતની રમ્યતાને હું દેખી રહી હતી તેટલામાં કાનને આનંદદાયક એક બાજુથી ગંભીર શબ્દ સાંભળ્યો. તેનાં અનુસારે હું માણસો સાથે ત્યાં ગઈ. ત્યાં ધર્મદેશના કરતાં યુગંધર આચાર્યને જોયા. હર્ષ ભરેલી મેં સૂરિને વાંદી લોકો વચ્ચે બેઠી અને તેમના Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મુખથી નીકળતાં ધર્મને સાંભળવા લાગી. તે ચૌદપૂર્વી ચાર જ્ઞાનના ધણી અમને બોધ પમાડવા વિશેષ રીતે સમજાવવા લાગ્યા. મિથ્યાત્વાદિથી જીવ નિરંતર કર્મ બાંધે છે. અદેવ માં પ્રભુની ગણના, અસાધુમાં સાધુની માનતા, અતત્વમાં તત્વની બુદ્ધિ આ મિથ્યાત્વ કહ્યું છે. નિદ્રા વિ. પાંચ પ્રમાદ છે. (મંગ વિ. ના કુવા (ઉકાળા) થી લાકડ અને ચોખા વિ. ના લોટથી બનેલ મદિરા બે પ્રકારની હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને વિષય કહ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કપાય સંજ્વલનાદિ ભેદથી ચાર ચાર પ્રકારે છે. એટલે સોળ થયા. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ એમ પાંચ પ્રકારે નિદ્રા છે. - ચીકથા - આ દેશની સ્ત્રી સારી, તેની ભાષા મીટી ઈત્યાદિ. ભક્ત કથા - શાકમાં મસાલા વિ. સારા નાંખ્યા છે, તેનું વર્ણન કરવું. દેશકથા - આ દેશ બહુ મનોહર છે; ઈત્યાદિ. રાજકથા - આ રાજ્ય વ્યાપાર પ્રધાન છે; અહીં ધંધો સારો થઈ શકે ઈત્યાદિ. વિરતિનો નિષેધ (અભાવ) જ અવિરતિ છે. દુષ્ટ મન, વચન, કાય, અશુભ યોગ જાણવા. આ બધા કર્મબંધના હેતુઓને છોડો જેથી સંસાર ઓળંગી જલ્દી મોક્ષમાં જશો. આ સાંભળી ઘણા બોધ પામ્યા. મેં પણ ગુરુને પૂછયું - હે ભગવાન! મારાથી વધારે દુ:ખી કોઈ છે. હાં, નારકો છે, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વિના સદા અંધકારમય વૃણાજનક બીભત્સ, પૂતિનસાથી કાદવવાળા અશુભગંધ રસવાળા નરકાવાસમાં વિવિધ પાપકર્મવાળા જીવો ઉપજે છે. ભયંકર દર્શનવાળા જાણે સાક્ષાત્ પાપપુત્ર હોય તેવા તેમજ તેઓ પરસ્પર દુ:ખ ઉદેશે અને ક્ષેત્ર વેદના વેદે છે. તે દુઃખને વર્ણવા સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી. તિર્યંચો પણ વિવિધ જાતનાં અતિ દારુણ ભૂખ, તરસ વિ. દુઃખોને સહન કરે છે. તે દુઃખો શબ્દથી વર્ણવી શકાય એમ નથી. તારા દુઃખથી અનંતગણ ભયંકર દુઃખો પરવશ પડેલા નરક તિર્યંચો પામે છે.. અમનોજ્ઞ શબ્દાદિને છોડવા અને મનોહર વિષયને સેવવા માટે તું સ્વાધીન છે. તેથી તારે દુઃખ થોડુ છે. પણ સુકૃત ધર્મવાળા સુખી જીવોને દેખી તું જાતને દુઃખી માને છે. તેથી જો સર્વોત્કૃષ્ટ સુખ ઈચ્છતી હોય તો ધર્મ કર, Page #264 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૫૩ ત્યારે સંવેગ પામેલી મેં ગુરુને કહ્યું જેટલો ધર્મ કરવા હું સમર્થ હોવું તેટલો ધર્મ આપો. ત્યારે ગુરુએ આનુવ્રત વિ. ગૃહસ્થ ધર્મ મને આપ્યો, ત્યારે ગુરુચરણ કમલને વાંદી ઘેર જઈ આત્મસંતુષ્ટ બનેલી હું તો ધર્મ યથાશક્તિ પાળવા લાગી. ત્યાર પછી છઠ અઠમ વિ. નાના પ્રકાર તપમાં મસ્ત બનેલી મેં ઘણો કાલ પસાર કર્યો. પછી અનશન લીધું તેમાં રહેલી મેં એક દિવસે મારી આગળ એક દેવને જોયો. હારથી શોભતા વક્ષસ્થલવાળા, રત્નના વિશાલ મુકુટથી શોભતા મસ્તકવાળા, પોતાના શરીરની કાંતિના ફેલાતા કિરણોથી દિશાભાગોને ઉદ્યોતિત કરનાર, ધૂળ વગરના, શ્રેષ્ઠ ઘેઘુરીવાળા દેવદૂષ્ય વસ્ત્રને ધારનાર, અત્યભૂત રૂપવાળા દેવને જોયો. જે મધુર શબ્દોથી એ પ્રમાણે બોલી રહ્યો હતો કે હે નિર્નામિકા ! સ્નિગ્ધ દ્રષ્ટિથી મને જો નિશ્ચલ મને આ પ્રમાણે નિયાણું કર કે “જો આ લાંબા ગાળાથી આચરેલ તપનું જે કાંઈ ફળ હોય તો ચોક્કસ હું આવતા ભવમાં આની પત્ની થાઉં' જેનાથી તું મારી સાથે દેવલોકમાં ભોગો ભોગવીશ. એમ કહી દેવ અદશ્ય થઈ ગયો. તેનાં દર્શન પ્રત્યયથી ભાવિત બનેલી મેં તેણે કહ્યું તેમ સર્વ કર્યું. નમસ્કાર ગણતી મરીને ઈશાન કલ્પમાં તેજ લલિતાંગ દેવની રાણી થઈ. ત્યારપછી અવધિજ્ઞાનથી દેવપણાનું કારણ જાણી લલિતાંગ દેવ સાથે યુગંધર સૂરીને વાંદવા ગઈ. ત્યારે પ્રકૃતિથી સુંદર તે જે અંબરતિલક પર્વતના એક દેશમાં રહેલાં મનોરમ્ય ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે બિરાજમાન સૂરીને નિહાળ્યા. અને ભાવપૂર્વક વાંધા. પછી પોતાનું વૃતાંત કહી મધુર સ્વરવાળા ગાંધર્વ ગીત યુક્ત શ્રેષ્ઠ અપ્સરાના નાટકના વ્યાપારથી પૂજીને સ્વસ્થાને ગયા. ત્યાં ઘાણા કાલ સુધી ભોગો ભોગવી મારો પ્રિયતમ અવી ગયો. ત્યારપછી હું પણ અવી અહીં ઉપજી દિવ્ય ઉદ્યોતના દર્શનથી જાતિસ્મરણ પામી. અને તેનાં વિના બીજા સાથે બોલવાનું શું કામ ? એટલે મૌન વ્રત લીધુ. ત્યારે ધાત્રીએ કહ્યું સારું થયું કે તે મને કહ્યું. એમાં વળી ઉપાય છે આ બધો પૂર્વભવનો વૃત્તાંત પટ ઉપર આલેખી હું ભમીશ જો તે ક્યાંય મનુષ્યમાં ઉપન્યો હશે તો આ પટ જોઈ જાતિસ્મરણ પામશે. મેં પણ આ યુક્તિ યુક્ત છે એમ સમજી પટ તૈયાર કર્યો. વિવિધ વૃત્તાંત તેમાં આલેખ્યો, ત્યારે અંબરતિલક પર્વતના પ્રશસ્ત પુષ્પવાળા, આસોપાલવ વૃક્ષ તળે બિરાજમાન યુગંધર સૂરિ, વંદન માટે આવેલ દેવદેવી ઈશાન દેવલોક, શ્રી પ્રભ વિમાન, તેમાં પણ તેજ કપલ સ્વયંબુદ્ધ, સંભિન્નશ્રોત મહાબલ રાજા, દૂત, મંત્રી, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તપસ્યાથી સુકાયેલા શરીરવાળી નિર્નામિકા, લલિતાંગ, સ્વયંપ્રભા આ બધુ નામ સહિત આલેખ્યું. ચિત્રપટ તૈયાર થયો. ત્યારે તે ચિત્રપટ લઈ યુવતિના કેશ પાશ, કુવલય પલાશ સરખા કાલા ગગનતલમાં ઉંચી ઉડી, પળવારમાં પાછી ફરી મેં પૂછ્યું હે માતા ! જલ્દી શા માટે પાછા ફર્યા. તેણે કહ્યું છે પુત્રી કારણ સાંભળ - તારા પિતાને વધારે વર્ષના નિમિત્તે (વર્ષગાંઠ નિમિત્તે) વિજયવાસી રાજાઓ પ્રાયઃ કરીને આવેલા છે. તેમાં તારો હૃદય દેવ હોય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જશે. એમ વિચારી હું પાછી ફરી. અને તે પટ લઈને પૂર્વ પશ્ચિમ દિશામાં ગઈ. હસતા વદને પાછી આવી. હે પુત્રી ! શાંત થા તારો પ્રિય જોઈ લીધો. હે પુત્રી ! રાજમાર્ગમાં ચિત્ર મૂકયું તેને દેખતા ચિત્રમાં નિપુણ લોકો રેખા વિ. સારી દોરેલી છે. એમ વખાણ કરે છે. જે લોકો નિપુણ નથી તેઓ વર્ણ-રૂપ વિગેરેની પ્રશંસા કરે છે. એ અરસામાં દુર્મર્ષણ રાજાનો પુત્ર દુર્દાત પરિવાર સાથે ત્યાં આવ્યો. મુહૂર્ત માત્ર તે મૂચ્છ પામ્યો. પરિવારે પૂછ્યું શા માટે મૂચ્છ પામ્યા ? તેણે કહ્યું - આ ચિત્રના વિશે જાતિસ્મરણ થવાથી હું મૂચ્છ પામ્યો. કારણ હું લલિતાંગ દેવ હતો. સ્વયંપ્રભા મારી દેવી હતી. ત્યારે મેં (ધાત્રી) પૂછ્યું “હે પુત્ર ! આ કયુ ગામ છે ? પુંડરિકીણી નગરી છે. આ મેરુ પર્વત છે. આ આણગાર છે. પણ એનું નામ યાદ નથી આવતું. સૌધર્મ કલ્પ છે. મંત્રી સહિત રાજા આ કોણ છે ! આ તપસ્વિની કોણ ? નામ યાદ આવતું નથી. આ તો ખોટુ બોલનાર છે. એમ મેં કહ્યું રે પુત્ર ! તું સાચુ બોલ પણ જન્માંતર ભૂલી ગયો છું. જો તું સાચેજ લલિતાંગ હોય તો ધાતકીખંડના નંદીગ્રામમાં આગમમાં કુશલ, કર્મદોષથી પાંગલી બનેલી સ્વયંપ્રભાએ તને જણાવા સારું આ ચિત્ર આળેખ્યું છે. તારી અનુકંપાથી તને શોધવા અહીં આવી છું. તો હે પુત્ર ! તને ત્યાં લઈ જાઉ. પૂર્વભવના સ્નેહથી બંધાયેલા તે બિચારીને પ્રસન્ન કર. ત્યારે મિત્રોએ મશ્કરી કરી ત્યાંથી પાછો ખસ્યો. મુહૂર્ત પછી લોહાર્ગલ નગરથી ધન નામે કુમાર આવ્યો. કૂદવામાં હોંશીયાર હોવાથી લોકો વજજંધ કહેતા.તે પટને જોઈને તેણે કહ્યું આ કોણે લખ્યું છે ? ત્યારે મેં કહ્યું શા માટે પૂછો છો તેણે કહ્યું મારું ચરિત્ર કોઈએ લખ્યું છે અથવા તે સ્વયંપ્રભાના કહેવાથી આ આલેખ્યું છે, એમ હું માનું છું. ત્યાર પછી મેં પૂછ્યું જો તારું ચરિત્ર છે તો કહો આ કયું ગામ છે ? તેણેકહ્યું જુઓ નંદગ્રામ છે અંબરતિલક પર્વત છે. યુગંધર આચાર્ય છે. અને આ તપથી સુકાયેલી નિર્નામિકા છે. સભિન્નશ્રોત સ્વયંબુદ્ધ Page #266 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૫૫ સહિત આ રાજા મહાબલ છે. ઈશાન કલ્પ છે. શ્રી પ્રભવિમાન છે આ સઘળુ ખાત્રી પૂર્વક કહ્યું. ત્યારે મેં (ધાત્રી) કહ્યું કે તારા કુઆની પુત્રી શ્રીમતી તે જે સ્વયંપ્રભા છે, તેથી રાજાને હું નિવેદન કરું તો ચોક્કસ તને આ આપશે. ત્યારે તે શુભમનવાળો ઘેર ગયો. અને હું અહીં આવી તેથી રાજાને નિવેદન કરું જેના લીધે તારે પ્રિય સાથે સંગમ થાય. રાજા પણ મને (ધાત્રી) અને રાણીને બોલાવી એ પ્રમાણે કહેવા લાગ્યા. હે પ્રિય ! સાંભળ આ લલિતાંગને જેટલો હું જાણું છું. તેટલો પુત્રી પણ જાણતી નથી. કારણ કે આજ દ્વીપમાં પશ્ચિમ વિદેહના સલિલવતી વિજયમાં વીતશોકા નગરીમાં પિતા મરણ પામતા અચલ અને બીભીષણ અર્ધ વિજયને જીતી (સાધી) બળદેવ વાસુદેવ થયા. નમતા અનેક સામંતના મુકટ મણિથી જેમની પાદપીઠ ઘસાઈ ગઈ છે. હવે અચલને મનોહરી માતા કહે છે. હે વત્સ તારા પિતાની અને તારી રાજ્ય લક્ષ્મી ઘણી ભોગવી ભવભયથી ડરેલી હવે પરલોક હિતકારી દીક્ષાને સ્વીકારુ. ઘણો આગ્રહ કરતા અચલે કહ્યું હે મા ! તો દેવલોકથી વ્યસન કાલમાં મને બોધ પમાડવા આવજે. હા પાડી, દીક્ષા લઈ અગ્યાર અંગ ભણ્યા. પૂર્વકોડનું સંયમ પાળી લાંતક કલ્પમાં ઈન્દ્ર થયો. તેજ હું છું. આ બાજુ પણ બળદેવ, વાસુદેવ લાંબા કાન સુધી અતુલ રાજ્યને ભોગવે છે. અને એક વખત ઘોડા ખેલાવવા ઘોડે ચડી બંને ગયા. ઘોડાઓએ અપહરણ કરી મહાભંયકર જંગલમાં નાંખ્યા. ગાયો ચાલવાથી તેમનો પદમાર્ગ (પગલાં) ભૂસાઈ ગયા તેથી બધુ સૈન્ય પણ પાછુ ર્યું. શ્વાસ ભરાઈ જવાથી ઘોડાઓ પણ મરી ગયા. આવું ક્ષય થવાથી બીભીષણ મરણ પામ્યો. તેના મોહથી મોહિત મનવાળો અચલ પણ તેને ખભે ઉપાડી ફરે છે. આ મૂચ્છ પામ્યો લાગે છે. તેથી શીત (ઠડા) ગહન વનમાં લઈ જઈને રાખુ. ભવિતવ્યતા વશે ત્યારે મેં ઉપયોગ મૂક્યો. તેવી અવસ્થાવાળા અચલને દેખી સંકેત યાદ કરી લાંતકમાંથી બીભીષણનું રૂપ કરી તેને બોધ પમાડવા આવ્યો. હે ભાઈ ! હું વિદ્યાધર સાથે યુદ્ધ કરવા ગયો હતો. જીતીને તારી પાસે આવ્યો. એ આંતરામાં કોઈક અનાર્ય કર્મવાળા દુષ્ટદેવે તને ઠગ્યો લાગે છે. તેથી જે આ શબને તે ઉપાડ્યું છે. તેને આ નદીના સંગમમાં સત્કાર કરી દે (વહાવી દે) ચાલો હવે આપણે ઘેર જઈએ. અને પોતાનું રાજ્ય ભોગવા લાગ્યા. એક દિવસ એકાન્તમાં બેઠા હતા. ત્યારે મેં સંકેત વિ. સર્વ કહ્યા હે પુત્ર ! આ અસાર સંસારમાં ધર્મમાં ઉદ્યમ કર. એમ કહી હું લાંતકમાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગયો. અચલે પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. તપ, સંયમ પાળી લલિતાંગ દેવ થયો. પુત્ર સ્નેહથી દેવી સાથે તેને વારંવાર મારી પાસે લઈ જાઉ છું. આ બાજુ તે સાગરોપમનાં સાતીયા નવભાગ સુધી ભોગ ભોગવી અવી ગયો. તેનાં ઠેકાણે બીજો લલિતાંગ થયો. સરખા ગુણવાળા તેને પણ પુત્ર સ્નેહથી હું વારંવાર મારી પાસે લઈ જતો એમ સત્તર લલિતાંગ વ્યતીત થયા. જેને શ્રીમતી જાણે છે તેને પણ હું ઘણીવાર મારી પાસે લઈ આવ્યો હતો. ત્યાંથી એવી હું અહીં ઉપન્યો. હે પ્રતિહાર ! જલ્દી વજજંઘને બોલાવો. તેને આ શ્રીમતી કન્યા આપું. સર્વ અંગે ઉત્કૃષ્ટ શણગાર સજી કુમાર આવ્યો. સોળે કલાએ ખીલેલા ચંદ્ર સરખા મુખવાળો, મધ્યકાલના સૂર્ય કિરણોથી વિકસેલા કમલ સરખા લોચનવાળો મણિવડે જડેલા કુંડલથી (પૃષ્ઠ) ઘસાયેલા પુષ્ટ (કપોલ) ગાળવાળો ગરુડ જેવી લાંબી ઉન્નત નાસિકા વાળો, વિદ્રુમ જેવા એકદમ લાલ તેમજ કોમલ કંઠવાળો, કુંદ સરખા ધોળા કળીની માળા સરખા આકારવાળા સ્નિગ્ધ દાંતની શ્રેણીવાળો ‘ઉત્તરાસંગથી યુક્ત વૃષભ સમાન ખભાવાળો' મુખના ત્રીજા ભાગ પ્રમાણ રહેલી રત્નાવળીથી વેષ્ટિત ગ્રીવાવાળો, નગરની પરિખા (ખાઈ)ની જેમ લાંબા બાહુવાળો, નગરના કપાટ ની જેમ માંસલ (મજબૂત) અને વિશાળ વક્ષસ્થલ (છાતી) વાળો, હાથના અગ્રભાગથી સારી રીતે ગ્રહણ કરી શકાય તેવાં મધ્યદેશવાળો, વિકસિત કમલ સરખી નાભીવાળો, કરણ વાંસના પાત્ર અને ઘોડા જેવી ગોલ કેડ વાળો, હાથીની સૂઢ સરખા સાથળ વાળો, ગુમ જાનુ પ્રદેશ યુક્ત, હરણ સરખા રમણીય જાંઘવાળો, સુંદર રીતે મૂકેલા સોનાના કુંભ સરખા લક્ષણયુક્ત ચગયુગલ વાળો, એવો કુમાર ત્યાં આવ્યો. અને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ કહ્યુ હે પુત્ર! વજજંઘ પૂર્વભવ ના સ્નેહ સંબંધવાળી આ સ્વયંપ્રભા શ્રીમતી બનેલી છે તેણીને પરણ. ત્યારે જેમ રાજહંસ કમલીની ને દેખે તેમ મને તેણે દેખી, ઠાઠ માઠથી વિવાહ થયો. થોડા દિવસો પછી ઘણાં દાસી વિ. પરિવાર સાથે વિપુલ ઘરેણાં વસ્ત્ર દ્રવ્ય ઈત્યાદિના દાનપૂર્વક તાતે વિસર્જન કરી લોહગલ પહોં. ત્યાં જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ પુગ્ય સમૂહથી પ્રાપ્ત થતાં સર્વ ઈન્દ્રિયને આનંદ આપનારા સુખસાગરમાં ડુબેલા તેઓને પુત્ર થયો. દેહની વૃદ્ધિથી અને કલાભ્યાસથી તે મોટો થયો. આ બાજુ મારા પિતાશ્રી લોકાંતિક દેવોથી પ્રતિબોધ પામેલા પોતાનાં પુત્ર પુષ્કલપાલને રાજ્ય સોંપી તીર્થંકર સ્વરૂપે દીક્ષા લીધી. વિવિધ તપથી Page #268 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૫૭. ઉત્પન્ન કેવલજ્ઞાન સ્વરૂપ સૂર્યકિરણોના પ્રસારથી અંધકાર ના ફેલાવનો નાશ કરી જીવરૂપી ભવ્યકમલવનને બોધ પમાડવા વિચરે છે. પુષ્કલપાલને આજુબાજુ સામંત રાજાઓ સામે પડ્યા યોર વજજંઘ ને બોલાવા માટે મહંતને મોકલ્યો. તેણે જઈ વિનંતિ કરી કે જો મારા જીવનનું પ્રયોજન હોય તો ગતિ પ્રસંગથી તમે શ્રીમતી સાથે જલ્દી આવો. ત્યારે અમે પોતાના પુત્રને રાજ્ય સ્થાપી સરવન નામના વનખંડમાં પહોંચ્યા. વનમણે દ્રષ્ટિવિષ સર્પ હોવાથી અન્ય માર્ગે ગયા. મારું આગમન સાંભળતા જ ભયથી વ્યાકુલ લોચનવાળા સામંતો પુષ્કલ રાજાના ચરણે પડ્યા. અમને પૂજી વિસર્જિત કર્યા. અમે સ્વનગર ભાગી નીકળ્યા. લોકોએ કહ્યું સરવનમાંથી જાઓ કારણકે મુનિના કેવલજ્ઞાન ઉત્પત્તિનો મહિમા કરવા નીચે ઉતરેલા દેવોની પ્રભાસમૂહથી સર્પની દ્રષ્ટિનું વિષ નાશ પામી ગયુ છે. અનુક્રમે ત્યાં પહોંચ્યા અને સ્થિત રહ્યા. ત્યાં મારા ભાઈ સાગરસેન મુનિસેન નામે બે મુનિ સામે રહેલા હતા. તેઓએ દેખ્યા. જેઓ તપ લક્ષ્મીથી ભરેલા, શરદઋતુમાં સરોવરનાં પાણી સરખા પ્રસન્ન હૃદયવાળા, શરદઋતુના પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય દર્શનવાળા, દેવોની સભાથી પરિવરેલા ધર્મદેશના કરી રહ્યા હતા. વિશેષભકિત બહુમાનથી સપરિવાર તેઓને વાંઘા. અને શુદ્ધ અશનાદિ વહોરાવ્યું, ત્યારપછી અમે તેઓના ગુણોને ગાતા ગાતા વિચારવા લાગ્યા. એઓ ધન્ય પુણ્યશાળી છે. એના મનુષ્ય અવતાર સફળ થયો છે. કે જેઓએ રાજ્ય લક્ષ્મી છોડી જિનમતમાં દીક્ષા લીધી, જેઓ મૃતસાગરના પારગામી, દુષ્કર તપ, સંયમ કરવામાં તત્પર, ભવ્ય જીવો રૂપી કમલોને પ્રતિબોધ પમાડવામાં સૂરજ સમાન પ્રકટ માહામ્યવાળા, અનેક લબ્ધિવાળા, નિર્મલ યશના ફેલાવાથી જેઓએ દિશાને સફેદ બનાવી દીધી છે. ક્ષાન, દાંત, નિર્મોહી (નિસ્પૃહી) સેંકડો ગુણોથી યુક્ત તેમજ મહાસત્વશાળી છે. એઓ કોઈ દિવસ આવશે ત્યારે સર્વ સંગ છોડી આવી મુનિ દીક્ષાને ગુરુ પાસે અમે લઈશુ. ક્રિયાકલાપ કરવામાં ઉધત બની તપથી પાપ કર્મ ખપાવી. સંવેગથી ભાવિત બનેલા અમે એઓનું અનુસરણ કરશુ. અતિ ચંચલ આ જીવનનો ઘણો ભરોસો નહિ કરવો. જલ્દી પુત્રને રાજ્ય સ્થાપી અમે દીક્ષા લઈશુ. એવો નિશ્ચય કરી શુભ ભાવનાથી ભાવિત બનેલા તેઓ પોતાના નગરમાં ગયા. અમારા વિરહમાં દાનાદિ થી નૌકરજનોને પોતાને વશ કરી અમને મારવા સારુ અમારા શયન કક્ષમાં વિષયોગથી ધૂપિત ધૂપ (મૂકાવ્યો) અમે તે વાત જાણતા ન હોવાથી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પરિવારનાં માણસોને વિસર્જન કરી સુઈ ગયા. વિષથી ધાતુઓ દૂષિત થવાથી અમે કાલ કરી આ ઉત્તરકુરમાં યુગલિક રૂપે ઉપન્યા. હે નાથ ! આ મેં સર્વ જાતિસ્મરણથી જાણ્યું. તેથી તે સ્વામી જે નિર્નામિકા જે સ્વયંપ્રભા, જે શ્રીમતી હતી તે હું જ છું. જે મહાબલ તે લલિતાંગ જે વિજબંઘ તે આપજ છો. આપે જેણીનું નામ લીધુ તે જ હું સ્વયંપ્રભા છું. સ્વામીએ કહ્યું હે આર્યા ! દેવ ઉદ્યોત દેખી પૂર્વ જાતિ યાદ કરી હું વિચાર માં પડી ગયો કે હું દેવ ભવમાં વર્તી રહ્યો છું. અને મારી સ્વયંપ્રભા આવી ગઈ. તે સર્વ આ પ્રમાણે તે કહ્યું. પરિતુષ્ટ મનવાળા પૂર્વભવના સ્મરણથી ઉત્તેજિત થયેલા નેહવાળા સુખપૂર્વક પ્રાપ્ત થયેલ વિષમ સુખોને ભોગવનારા ત્રણ પલ્યોપમ જીવી સૌધર્મકલ્પમાં દેવ થયા. ત્રણ પલ્યોપમ પ્રમાણ દેવલોકનું સુખ અનુભવી સ્વામીનો આત્મ અવી વત્સાવતી વિજયમાં પહંકરા નગરીમાં સુવિધિ વૈધનો કેશવ નામે પુત્ર થયો. હું પણ ત્યાં જ અભયઘોષ નામે શ્રેષ્ઠી પુત્ર થયો. ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રીતિવાળા રાજપુત્ર, મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, સાર્થવાહપુત્ર, પરમમિત્ર બન્યા. અમે એક બીજાને ઘેર અવર જવર કરીએ. એક દિવસ વૈઘપુત્રના ઘેર અમે બધા બેઠા હતા ત્યાં એક કૃમિ કોઢથી હેરાન થયેલાં (પીડાયેલા) તપસ્વી આવ્યા. તેમને દેખી અમે બધાએ વૈઘપુત્રને કહ્યું કે તું વૈધ સાચો કે જેથી દ્રવ્યલોભથી ચિકિત્સા કરે છે. દીનાદિને દૂરથી છોડી દે છે. તે વૈધપુત્રે કહ્યું આવું ન બોલો દીન, દરિદ્રોનો ભેદભાવ રાખ્યા વિના ધર્મબુદ્ધિથી હું ચિકિત્સા કરું છું. તો સાધુની ચિકિત્સા કેમ નથી કરતો. ચિકિત્સા કરું પણ મારી પાસે સામગ્રી નથી. કારણ કે આના માટે ત્રણ મૂલ્યવાન વસ્તુની જરૂર પડે છે. તેમાંથી એક લક્ષપાક તેલ મારા ઘેર છે. પરન્ત લાખ મૂલ્યવાળું રત્નકંબલ અને ગોશીર્ષ ચંદન નથી. આ અમે પૂરું કરશું, એમ કહી બે લાખ દ્રવ્ય લઈ વૃદ્ધ શેઠના ઘેર ગયા. અમને દેખી ઉભા થઈ શેઠે આસને બેસાડ્યા. હાથ જોડી કહેવા લાગ્યા. તે કુમાર ! મારા લાયક કામ હોય તો ફરમાવો. બે લાખમાં અમને ગોશીર્ષ ચંદન અને રત્નકંબલ આપો. અમારે સાધુની ચિકિત્સા કરવાની છે. તે સાંભળી શેઠ વિચારવા લાગ્યા. એઓ ધન્ય છે. બાલ છતાં ધર્મમાં કેવા રત છે. અમે અધન્ય છીએ કે જેથી ઘરડા થયા છતા મહામોહથી મોહિત મનવાળા અમે ધર્મમાં મન લગાડતા નથી. એમ વિચારી વિનામૂલ્ય બંને વસ્તુ આપી. Page #270 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૫૯ (શેઠ) દીક્ષા લઈ અંતકૃત કેવલી થયા. બાળકો પણ સાધુને તેલ માલિશ કરી તેનાં વીર્યથી ચામડીમાં રહેલા કૃમિઓ બહાર નીકળ્યા. કંબલ રત્ન તેને ઢાંકી દીધું. તેથી બધા જીવો તેમાં લાગી ગયા. પછી મૃતકલેવર માં ઝાટકી દીધા. ગોશીર્ષ ચંદનથી વિલેપન કરવાથી સાધુ સ્વસ્થ થઈ ગયા. એ પ્રમાણે બીજીવાર કરવાથી માંસમાં રહેલા બહાર નીકળ્યા. ત્રીજીવાર હાડકામાં રહેલા બહાર નીકળ્યા. પછી સઘલાએ ઘાઓને સંરોહિણી ઔષધિ થી યુજવ્યા. (સાંધ્યા). ક્ષમા માંગી સ્વસ્થાને ગયા. બાકી રહેલા ચંદન, કમ્બલનું અડધુ મોલ મળ્યું. તેનાથી ફરકતી ધ્વજાના આડંબરથી વ્યાપ્ત સેંકડો શિખરવાળુ ભવ્યજીવોને ભાવ જગાડનારું સુંદર જિનાલય કરાવ્યું. અને સંવેગ રંગમાં રંગાયેલા ભવથી કરેલા તેઓએ મા બાપ સ્વજનોને સન્માન આપી ગુરુ પાસે દીક્ષા લીધી. ઉત્તમ મુનિવરોથી આચરિત, ઉદાર, સુપવિત્ર, સર્વોત્તમ મોક્ષ સુખ આપનાર એવા સંયમને નિરતિચાર પાળી અનશન વિધિથી દેહ છોડી અશ્રુત કલ્પમાં સામાનિક દેવ થયા. ત્યાંથી વી પુંડરિકિણી નગરીમાં વજસેન રાજાની મંગલાવતી મહારાણીની કુક્ષિમાં ચૌદ મહાસ્વપ્નથી સૂચિત વૈધજીવ પુત્રરુપે (ઉપન્યો) અવતર્યો. તેનું નામ વજનાભ પાડ્યું. બાહુ સુબાહુ પીઠ મહાપીઠ તેનાં ચાર ભાઈ થયા. અને હું અભયઘોષ નામે ત્યાં જ રાજપુત્ર થયો. હું બાલ્યપણાથી વજનાભમાં ઘણો લીન બનેલો હતો. અને તેનો સારથી થયો. વજનાભને રાજ્ય સોંપી વજસેન રાજાએ તીર્થકર રૂપે દીક્ષા લીધી. વજનાભને પણ ચકાદિ રત્નો ઉપન્યા અને ચકવર્તી થયો. કનકનાભ વિ. મહાસામંત થયા. લાંબા સમય સુધી રાજ્ય ભોગવી કામભોગથી નિર્વેદ પામેલા પોતાના પિતાશ્રી તીર્થંકર લક્ષ્મીના ભોક્તા છે, તેમની પાસે દીક્ષા લીધી. વજનાભ ચૌદ પૂર્વી થયા. પ્રભુએ આચાર્યપદે આરૂઢ કર્યો. ત્યાં બાહુ વૈયાવચ્ચ કરે છે, પાંચસો મુનિઓની ગોચરી તેમજ વસ્ત્ર પાત્ર કંબલ દંડ વિ. લાવે છે. ઔષધ, પાટ, પાટલા, સંથારા વિ. જેણે જે ઈચ્છા હોય તેને સર્વ જરાપણ ખેદ પામ્યા વિના લાવી આપે છે. બીજો સુબાહુ સ્વાધ્યાય, અધ્યયન ધ્યાન અને તપસ્યા કરનારની થાક્યા પાક્યા વિના સેવા કરે છે. એથી બાહુએ ભોગફળ અને સુબાહુએ બાહુબલી પ્રાપ્ત કર્યું. પીઠ મહાપીઠ તો સતત સ્વાધ્યાય કરે છે. સૂરી પહેલાં બેની સતત પ્રશંસા કરે છે. ત્યારે બીજા બે વિચારવા લાગ્યા, ગુરુરાજ સ્વભાવને મૂકતા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નથી. જે કામ કરે તેની પ્રશંસા કરે છે. આવી માયાથી ગુરુ ઉપર અપ્રીતિ ના કારણે સ્ત્રીગોત્ર બાંધ્યું. અમે બધાએ ઘણાં કાલ સુધી વ્રત પાળ્યું. સમાધિ થી મરી છએ જગ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉપન્યા. તેત્રીસ સાગરોપમ સુધી સુખ ભોગવી પૂર્વભવે બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી ત્યાંથી એવી પ્રથમ તીર્થકર થયા. શેષ અનુક્રમે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી થયા. ત્યાં વિદેહમાં જિનેશ્વરે મને કહ્યું હતુ વજનાભ ભારતમાં પ્રથમ તીર્થંકર થશે. અને શેષ મનુષ્યપણુ પામી મોક્ષે જસે. તેથી જો ! જિનેશ્વર લિંગ દેખી મને જાતિ યાદ આવી, તેનાં દ્વારા ભિક્ષા દાન પણ જાણ્યું તે સાંભળી રાજા વિ.ના રોમહર્ષ ખડા થઈ ગયા. અને મારી પ્રશંસા કરી ઘેર ગયા. પ્રભુના પારણાના સ્થાને કોઈ ઓળઘે નહિ તે માટે શ્રેયાંસે ત્યાં રત્નમય પીટીકા કરાવી અને ત્રણે કાલ પૂજે છે. લોકો પણ તેમ કરવા લાગ્યા. કાલ જતાં સંચપુરપીઠિકા તરીકે તે પ્રસિદ્ધ થઈ. પ્રભુ પાસે દીક્ષા લઈ શ્રેયાંસ મોક્ષે ગયો. મૂલ્યવાન સુપાત્ર દાને ભવનને ધનથી ભુવનને યશથી ભય. અને ભગવાન ને રસથી ભર્યા. આત્માને નિરૂપણ સુખમાં મૂક્યો. “શ્રી શ્રેયાંસ કથાનક સમાસ ચન્દ્રની સતી કથાનક અંગ દેશમાં આભે આંબતા મોટા ખુલ્લા મકાન, નગર કોટના દરવાજા, ઝરોખા, તોરાગ, ભવન, દેવકુલથી શોભાયમાન ચંપા નામે નગરી છે. જેમ પર્વત વનરાજી (જંગલ)થી શોભિત, ગેંડાવાળો, સિંહ યુક્ત, શ્રેષ્ઠ વાંસ વાળો, સુંદર નાના મૃગલાવાળો, સુંદર મેખલા = શિખર ઉપરની સમતલ ભૂમિવાળો હોય છે. તેમ અધિકાર સમૂહ શોભિત, તલવાર વાળો, પ્રધાન સૈન્યવાળો, ઉત્તમવંશવાળો, શ્રેષ્ઠ કોટવાલવાળો, સુંદર ગતિવાળો દધિવાહન નામે રાજા દો તેને ચેડારાજાની પુત્રી શ્રાવકધર્મમાં ધારિણી નામે રાણી છે. તેણીએ એક વખત રાત્રિના છેલ્લા પહોરે ફળલથી ભરપૂર અનેક માણસોને ઉપચાર કરનારી પોતાની કાંતિથી સર્વ વનલતાને ઝાંખી પાડનારી કલ્પલતાને સ્વપ્નમાં દેખીને જાગી. રાજાને સર્વ વાત કરી. ત્રણે લોકમાં વિશેષ, ઘણાં માણસોને ઉપકારી, સર્વ નારીઓમાં પ્રધાન એવી પુત્રી થશે. એ પ્રમાણે અભિનંદન Page #272 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપ્યા. “તહત્તિ” કરી રાણી પણ સુખપૂર્વક ગર્ભ ધારણ કરતી કાળ પાકતા પુત્રીને જન્મ આપ્યો. તેણીનું વસુમતિ નામ રાખ્યું. આ બાજુ વસે દેશમાં અલંકાર ભૂત કૌશામ્બી નામે નગરી છે. શતાનીક નામે રાજા છે. મૃગાવતી પટરાણી છે. આ બંને રાજાઓને પરસ્પર વૈર છે. અનંદા શતાનીકે સૈન્ય સાથે દધિવાહન રાજા ઉપર ચઢાઈ કરી. યુદ્ધમાં દધિવાહન ભાગ્ય જોગે નાશ પામ્યો. લુંટાઈ રહેલા નગરમાં શતાનીકે પોતાનાં સૈન્યમાં ધોષણા કરી કે જે મળે તેને ગ્રહણ કરો' જે જેને ગ્રહણ કરશે તે તેનું જ રહેશે. ત્યારે એક નોકરે પિયરતરફ ભાગતી વસુમતિ સાથે ધારિણી ને પકડી. રસ્તામાં એક પુરુષે પૂછયું એઓને શું કરીશ ? આ મારી પત્ની થશે અને આ પુત્રીને વેચી દઈશ. તે સાંભળી ધારિણી વિચારવા લાગી... હે નિર્દય ! કરુણહીન ! કર્મવિધિને ધિક્કાર હો ! કોણે આવું કર્યું? ત્રિભુવનમાં અતુલ્યવીર પુરુષ એવો મારો પતિ જ મરી ગયો. એટલાથી પણ તને શાંતિ ન થઈ એટલે મને આવા કૂર પુરુષના હાથમાં જકડી. હા નિર્દય દૈવ ! શું અત્યારે મારા મનના નિશ્ચયને પણ જાણતો નથી. જેથી શીલ ખંડવા પણ ઉઘત થયો છે. તેથી શું આ પાપી બળજબરીથી પણ મારા શીલનું ખંડન કરશે ? શું આ બાળા અનર્થ પામશે ? પિયરે નહિં પહોંચેલી પતિના વિરહવાળી શીલભંગ અને પુત્રીનું વેચાણ થવાનું વિચારતી તરત જ મરી ગઈ. તેણીનું અકાલે મરણ દેખી બાલિકાને તે સૈનિકે કોમલ વચનથી સાચવીને રાખી. અનુક્રમે કૌશામ્બી પહોંચ્યો. માથે ઘાસનો ભારો આપી વેચવા માટે બજારમાં ઉભી રાખી. ધનવાહ શેઠે દેખી વિચાર્યું... આકૃતિથી આ કન્યા ઉત્તમકુલની હોવી જોઈએ. તેથી આને ગ્રહણ કરું. જેથી આના પિતા સાથે મારે પરિચય થશે. મોલ આપી ગ્રહણ કરી મૂલા નામની પોતાની ભાર્યાને સોંપી. પુત્રી રૂપે રહેવા લાગી. અત્યંત શીતલ સ્વભાવના લીધે તેનુ ચંદનબાલા બીજું નામ પાડ્યું. યૌવનવય પામી. તેણીના અંગો અંગ અતિરસ યુક્ત કોમલ અને કામુક માણસોને મોહ પમાડનારા થયા. તેમજ સ્તનો અડધા ઉગી ઉઠ્યા. પરિપૂર્ણ ચંદ્રમંડલસમાન, મનોહર મુખ, લાવણ્ય, વર્ણ કાંતિ “રૂપાદિ અસાધારણ છે” એવું કહી બતાવે છે. કામદેવ રાજાનામંદિર એવા નવયૌવનમાં રહેલી હોવા છતાં યૌવન વિકાર રહિત સુખથી ત્યાં રહે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એક વખત ઉનાળાના તડકાથી સંતમ દેહવાળા, ઘણાં જ થાકેલા, પરસેવાના જલથી મલિન, અને અશક્ત એવા શેઠ બહારથી આવ્યા. ચંદનાએ દેખ્યા. તેવું કાર્ય કરવા હોંશીયાર અન્ય કોઈ નહિ દેખતા પાદશૌચની (પગધોવાની) સામગ્રી લઈને ચંદના આવી. પુત્રી જ છે એમ માની તેણીને શેઠે ના ન પાડી. શરીર સર્વ રીતે ખીલેલ હોવાથી સ્વભાવ શિષ્ય જેવો વિનયવાળો હોવાથી અંગો યૌવનના આરંભથી ભારી હોવાથી અતિઆદરથી પગ ધોતી તેણીનો કેશકલાપ (અંબોડો) છૂટી ગયો. કાદવમાં પડતાં શેઠે ગેડીથી લીધો. અને ઉપર રહેલી મૂલાએ દેખ્યું. તે વિચારવા લાગી અરે રે ! તું દેખ ! આ મૂઢ પુત્રીને સ્વીકારવા માટે અતિરાગથી મોહિત મનવાળો બની આવી ચેષ્ટા કરે છે. અથવા આવું યૌવન, લાવણ્ય, રૂપ સૌભાગ્ય દેખી મુનિ પણ ચોક્કસ કામને પરવશ થઈ જાય. તેથી જો આણીને દ્રઢ અનુરાગવાળો આ પરણશે તો સ્વપ્નમાં પણ મારું નામ પણ નિહ લે. દૂરથી નાશ પામેલુ આ કાર્ય ફળે નહિ તે પહેલાં પ્રયત્ન કરી લઉં. નખ છેદવાની ઉપેક્ષા કોણ કરે? હજી પણ વ્યાધિ નબલો છે. તેથી પ્રતિકાર ચોક્કસ થઈ શકશે. પછી ગાઢ થયેલાં રોગમાં પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ થશે. દુષ્ટ ચિત્તના કારણે આવા ઘણાં ખોટા વિકલ્પો કર્યા. અથવા તો દુર્જન માણસ બધાને પોતાના સરખા માને છે. કહ્યું છે કે - શુદ્ધ સ્વભાવવાળો, સાધુજન (સજ્જન) અન્યરૂપે વ્યવહાર (વર્તન) કરે છે. તેને દુષ્ટ સ્વભાવવાળો દુર્જન અન્ય રૂપે માને છે. શેઠ ઘેરથી જતાં, નાઈને બોલાવી તેણીનું માથું મુંડાવી દીધુ. પગમાં બેડી બાંધી દીધી. એક ભોંયરામાં પુરી અને સાંકળથી થાંભલા સાથે બેડી બાંધી દીધી. દરવાજો બંધ કરી દીધો. બધા પરિજનને કહ્યું જે શેઠને કહેશે તેને આ જ દંડ થશે. ભોજન સમયે ન દેખાતા શેઠે પૂછ્યું ચંદના ક્યાં ગઈ ? મગરમચ્છની દાઢા સમાન મૂળાના ભયથી કોઈ બોલતું નથી. ત્યારે શેઠે વિચાર્યું ક્યાંય બહાર રમતી હશે. એટલે ભોજન કરી લીધુ. એમ બીજા ત્રીજા દિવસે એજ પ્રમાણે યાદ કરી. પણ ચોથા દિવસે શેઠે આગ્રહ કર્યો. આજ તો જ્યાં સુધી ચંદના ન દેખાય ત્યાં સુધી ખાવુ નહિં. ‘મૂલા મને કરી લેશે મારા જીવનદાનથી પણ અનેક ગુણવાળી બાલાને જીવાડું' એમ માનતી એક શુદ્ધ દાસીએ શેઠને સર્વ બીના કહી દીધી. ત્યારપછી વ્યાકુલ મનવાળા શેઠે ભોંયરાના દ્વાર ઉઘાડ્યા. કેશભાર વિનાની, ભૂખ, તરસથી ખિન્ન થયેલી, આંસુથી લિમગાત્રવાળી, Page #274 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૬૩ ચંદનાને જોઈ. આંસુ ભરેલા નયનવાળા શેઠ રસોડામાં ગયા પણ મૂલાએ બધા અશનાદિ અંદર મૂકી દરવાજે તાળું મારી દીધું હતું. ત્યારે બરાબર જોતાં નિરાહર (આમાં શું ખાવાનું છે એવી ઉપેક્ષા) થી નહિં છુપાવેલા સૂપડાના કોણામાં રહેલા અડદના બાકળા દીઠા. તેજ લઈને ચંદનાને આપ્યા. અને કહ્યું હે બેટી!' લુહારને બોલાવી લાવું અને મનોજ્ઞ ભોજન રંધાવું ત્યાં સુધી આ ખા, એથી કરી અતિ ભૂખના લીધે શરીર નાશ પામી ન જાય. એમ કહી શેઠ લુહારના ઘેર ગયો. ત્યારે ચંદના સૂપડામાં અપાયેલ માખીનાં ઢગલા સરખા અડદને દેખી પોતાની પૂર્વાવસ્થા યાદ કરી શોક કરવા લાગી. હે દેવ ! ત્રિલોકમાં તિલક સમાન કુલમાં જન્મ આપ્યો. તો અકાળે પ્રચંડ દુસ્સહ દારિદ્ર ક્યાંથી આવ્યું? જો હું મા બાપને વલ્લભ થઈ તો તેઓના મરાગ દુઃખને ભોગવનારી શા માટે બનાવી ? હે નિષ્કર્ણ બાંધવો સાથે વિયોગ કર્યો. તો આ બીજું દાસપણું કેમ આપ્યું ? સુકુલમાં ઉત્પન્ન થયેલાંને અને પ્રાપ્ત થયેલી પોતાની અવસ્થાને વિશેષ નિંદી ફરીવાર કહેવાથી નીકળતા આંસુથી ભરાયેલી તે છોકરી રડવા લાગી. એમ પોતાનાં કર્મને નિંદી અને અવસ્થાનો શોક કરી. ભૂખથી (સુકાયેલા) પતલાં પડેલા ગાલવાળા મુખને હાથમાં મૂકી બાકળાને વિશેષ જોઈ શોક (અફસોસ) થી ભરેલા કંઠવાળી વિચારવા લાગી. ભૂખ્યા માણસને એવું કાંઈ નથી જે ન ભાવે. પણ પિતાના ઘેર એકાસણાના પારણે પણ ઈચ્છા મુજબ ચતુર્વિધ સંઘને વહોરાવી (દાન આપી) પછી હું પારણું કરતી હતી. તો અત્યારે અઠમના પારણે વિષમ દશા પામેલી. પણ (હું) કોઈને ભાગ આપ્યા વગર પુણ્યહીન હું પારણુ કેવી રીતે કરું ? જો કોઈક અતિથિ આવે તો કેટલાક બાકળા આપી હું પારણુ કરું. એમ વિચારી દ્વારા દેશે ઉભી રહી અને દેખવા લાગી. એ અરસામાં સંગમદેવના મહાઘોર ઉપસર્ગોથી પાર પામેલા, જગતગુરુ શ્રી વર્ધમાન સ્વામીએ અભિગ્રહ કર્યો કે - તે આ પ્રમાણે - દ્રવ્યથી - સૂપડાના એક ખૂણામાં બાકળા હોય. ક્ષેત્રથી - આપનારનો એક પગ ઉંબરાની અંદર અને એક બહાર હોય. કાલથી - ભિક્ષાચરો ભિક્ષા લઈ પાછા ફરી ગયા હોય. ભાવથી - મહારાજ કુલમાં ઉત્પન્ન થયેલી કન્યા દાસ પણાને પામેલી હોય, બેડીથી બંધાયેલા ચરણવાળી હોય, માથું મુંડન કરાયેલ હોય, શોકથી કંઠ રૂંધાઈ ગયો હોય અને રડતી હોય તેવી કન્યા દાન આપે તો પારણુ કરવું. અન્યથા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નહિ. એ પ્રમાણે કોશામ્બીમાં માણસો જેનાં અભિગ્રહને જાણતા નથી એવા પ્રભુ ગોચરી માટે વિચરે છે. એક વખત સુગુપ્ત મંત્રીના ઘેર ગયા. દાસી ભિક્ષા લાવી. ભગવાન તો લીધા વગર ચાલ્યા ગયા. નંદા મંત્રીણીએ દેખા. તે બોલી હે હલા ! ભગવાને ભિક્ષા કેમ ન લીધી ? હે સ્વામિની ! આ પ્રભુને ચોક્કસ કોઈ અભિગ્રહ હશે. અવૃતિથી મંત્રીને કહ્યું કે તમારું મંત્રીપણું શા કામનું ? ભગવાનનો અભિગ્રહ પણ જાગતા નથી. મંત્રીને પાગ અધીરતા થઈ. ત્યારે મૃગાવતીની દાસી ત્યાં આવેલી હતી. તેણીએ રાણી મૃગાવતીને કહ્યું. રાણીને પણ અધીરતા થઈ. રાજાને નિવેદન કર્યું તમારા રાજ્ય વડે શું? જો પ્રભુનો અભિગ્રહ પૂરતાં નથી. અહીં પ્રભુ વિચરી રહ્યા છે એ પ્રમાણે પણ જાણતા નથી. મંત્રીએ રાજ આદેશથી ભિક્ષાચરોને (પાંખડીઓને) અભિગ્રહ વિશેષ પૂછયા. વિશિષ્ટ વ્યાદિ રૂપે જેમ કહ્યું તેમ રાજાના આદેશથી લોકો દાન આપવા તૈયાર થયા છતાં પ્રભુ લેતા નથી. તેથી અત્યંત વ્યાકુલ બનેલા લોકો વિચારવા લાગ્યા. આ આખો દેશ પથ્થહીન છે. જે કારણથી અહીં રહેલા જગનૂરુનો પણ વ્યવહાર વિધિથી અપાયેલા અન્નપાનથી ઉપકાર કરી શકાતો નથી. જેનું યત્નથી યોગ્ય જોડાયેલુ દાન યતિઓ ગ્રહણ કરતા નથી. તે ગૃહસ્થ શું કામનો ? તેનો ઘરવાસ નકામો છે. જેમ જેમ પ્રભુ આગળ અર્પણ કરાયેલ અનેક જાતનું ભક્તપાન પ્રભુ લેતા નથી. તેમ તેમ માણસો પ્રભુ ચિંતાથી મંદ થયેલા વિહલ બનેલા ખેદ પામે છે. એ પ્રમાણે પોતાના વૈભવ ઉપભોગ સંપત્તિની નિંદા કરવા પૂર્વક વ્યગ્ર બનેલા માણસો ધન પરિજન સમૃદ્ધિ સર્વ નિષ્ફળ માને એ પ્રમાણે પાંચ દિવસ ન્યૂન છ મહિના સુધી વિચરતા ધનાવાહ શેઠના ઘેર પ્રવેશ્યા. પૂર્વે વર્ણવાયેલાં સ્વરૂપવાળી ચંદનબાલાએ પ્રભુને જોયા અને વિચારવા લાગી... આલોકમાં હું કૃતાર્થ છુ, પુણ્યશાળી છું, જેણીના પારણાંના દિવસે આ પરમાત્મા પધાર્યા છે. જો કોઈ પણ હિસાબે પ્રભુ મારાં અડદ બાકળા ગ્રહણ કરે તો દુઃખ પરંપરાને જલાંજલિ આપી દેવાશે. એમ વિચારતી હતી એટલામાં ત્યાં પ્રભુ આવી ઉભા રહ્યા. ભકિત સમૂહથી પૂર્ણ ભરેલાં અંગવાળી જલ્દી બાકળા લઈ આપવા તૈયાર થઈ પણ પ્રભુ માટે અનુચિત કહેવાય એથી રડવા લાગી. અને સાંકળે બંધાયેલી બહાર નીકળી શકતી નથી. પગેથી (ડેહલી) ઉંબરાને રોકીને જગન્ગરને કહેવા લાગી હે ભગવન્! આપને કલ્પતા હોય Page #276 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૬૫ તો મારા ઉપર અનુગ્રહ કરી ગ્રહણ કરો ! અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી સ્વામીએ પણ હાથ પસાર્યો. તે પણ તેમાં નાંખી ફરીથી વિચારવા લાગી પુણ્યશાળી ત્યારે પોતાનાં ભવનમાં આવા ઉત્તમ પાત્રને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પ્રાણીઓને મોટુ કલ્યાણ થવાનું હોય. કલ્યાણ પરંપરા ફરી મારે ચાલૂ થશે. કારણકે પ્રભુએ સ્વયં ઉપકાર કર્યો. અભિગ્રહના પારણામાં પ્રભુને પારણું કરાવ્યું. તેથી નર દેવ અને મોક્ષ સુખ મારા હાથમાં જ આવી ગયા છે. એ અવસરે “અહો દાન સુદાન” બોલતા દેવસમૂહે આકાશમાં વસ્ત્ર ઉડાડ્યા. પુષ્પવૃષ્ટિ કરી. વાદળાઓએ સુગંધિ જલ વર્ષાવ્યુ. સુગંધિ વાયરો વાવા લાગ્યો. દેવદુંદુભિ વાગી. દેવોએ રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ પોતાના હાથે નાંખેલી વિવિધ મણિના કિરણોથી રંગાઈ ગયેલા દિશાભાગો અન્ય અન્ય વર્ણ શોભાવાળી ઈંદ્ર ધનુષ્યની લાકડીની જેમ શોભે છે. ગંધથી ભેગા થતાં ભમરાંના કુળ વલયાકારે લીન થઈ ઝંકાર કરી રહ્યા છે એવી કલ્પવૃક્ષના પુષ્પની વૃષ્ટિ પડી રહી છે. પુષ્પવૃષ્ટિએ દિશાનાં છેડાઓને આનંદથી પુષ્ટ કરી દીધા. કોમલ કરકમલ દ્વારા તાલમાંથી નવા નીકળેલા શબ્દથી શબ્દમય બનેલ ગંભીર અવાજમાં વાગતા વાઘથી યુક્ત એવો દુંદુભિનો અવાજ ઉછળી રહ્યો છે. મનોહર ભુજાથી ફેલાયેલ હાથરૂપકળિની અંજલિને મસ્તક કમલ સાથે જોડવા પૂર્વક દેવોએ જયજયનાં અવાજ સાથે રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ નવો કેશકલાપ કર્યો. પૂર્વના લાવણ્યથી અધિક શોભાવાળુ શરીર કર્યું. ત્યારે નગરીમાં કલકલારવ ઉછળ્યો કે ધન શેઠના ઘેર ભગવાને પારણું કર્યું અને દેવોએ રત્નવૃષ્ટિ કરી. આ સાંભળી શેઠ તથા રાજા આવ્યા. ઘરમાં ઠેકાણે ઠેકાણે રત્નનાં ઢગલાં પડેલા જોયા. આશ્ચર્યથી વિકસિત નયનવાળો રાજા કહેવા લાગ્યો, “હે શેઠ! તું ધન્ય જેને ત્રિભુવનમાં તિલક સમાન એવી પુત્રી છે. જેણીએ ભગવાનને પારણું કરાવી આવું દાનનું ફળ મેળવ્યું. કારણ કે - હું આ નગરીનો રાજા છું. અને તું એક ગૃહસ્થ છે આટલું આંતરું હોવા છતાં પ્રભુએ તારા ઉપર ઉપકાર કયોં. વૈભવ, જાતિ, પ્રભુત્વ (સત્તા) કુશળતાનું કારણ નથી. પણ જેનાં ઘેર અથઓ આવે છે તે પુણ્યશાળી છે. સ્તુતિ સમૃદ્ધિથી સંબદ્ધ વિવિધ યુક્તિઓથી આદરપૂર્વક શેઠને રાજાએ ગૌરવ સાથે અભિનંદન આપ્યા. તેટલામાં રાજા સાથે આવેલા અંતઃપુરના કંચુકીએ ચંદનાને દેખી ફરી કહેલ તર્કમાં પરાયણ બનીને ચંદનાને ઓળખી. ચરણે પડી રડવા લાગ્યો. તેને રડતો દેખી રાજા રાણીએ પૂછયુ આ શું ? તેણે પણ કહ્યુ આ તો દધિવાહન રાજાની પુત્રી વસુમતી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. પણ અહિં ક્યાંથી આવી. એ હું જાણતો નથી. ત્યારે ચંદનાએ છેક સુધીની બીના કહી સંભળાવી. તે સાંભળી રાજારાણીએ સ્નેહથી ખોળામાં બેસાડી. ત્યારપછી તે બોલી તમે અને શેઠ અનુજ્ઞા આપો તો ધર્મ આચરણ કરું. કારણ કે વિવિધ દુઃખ અને સેંકડો કલેશથી ભરપૂર અસાર સંસારમાં કયો વિવેકી માણસ સુખ સંગમાં મૂઢ બની રમે ? આ જન્મમાં જ સુકુલમાં જન્મ મેળવી ફરી પણ બીજાના દાસપણાથી ક્લેશ પામી. તેવા પ્રકારની ઘણી સમૃદ્ધિના આડંબર વાળી પૂર્વમાં હું હતી; અત્યારે કથામાં કહેવાતી તે ઋદ્ધિની કોઈ શ્રદ્ધા પણ ના કરે. સંસારમાં બગાસુ પણ કર્મના વશથી ખાઈ શકાય છે. એવું જાણી કયો સકર્ણ (હોંશીયાર) માણસ નિમેષ માત્ર પણ (પળવાર પણ) આ સંસારમાં આસક્ત બને. આ સાંભળી રાજાએ કહ્યું હે પુત્રી ! હજી તો બાલવય છે. યૌવન વિકાર ઓળંગાયો નથી. મોહનો પ્રસાર દુર્જાય છે. ઈંદ્રિયસમૂહ બલવાન છે. તેથી સંસારના મોજશોખનો વિલાસ કરી, ઈંદ્રિય સુખને ભોગવી, દેવોથી પ્રાપ્ત ધન સમૃદ્ધિને ભોગવી પછી ધર્મ કરવો યોગ્ય છે. અત્યારે તો ત્રણે લોકના પ્રાણીઓને વિસ્મય પમાડનાર શરીરનું સ્વરૂપ પ્રશંસા કરવા યોગ્ય છે. અને લાવણ્યને હરનારા તારા સુંદર રૂપ માટે તપ વિનાશ રૂપ બનશે. જેમ હિમપવન (ઘણોજ ઠડો વાયરો) કમલ માટે, જ્યાં જે યોગ્ય છે. તેમ બહુજનો કરે છે. શું બાળક પણ દારુના ઘડામાં બિલ કરે ? રુચિકર લાવણ્યકાંતિની શોભાવનારી તારી શરીરરૂપી લાકડીનો કરાતો તપ નિઃસંદેહ નાશ કરનારો બનશે. અને બીજું કમલ સરખુ કોમલ તારું શરીર તીવ્ર તપને કેવી રીતે સહન કરી શકશે ? તીવ્ર તડકાને વૃક્ષજ સહી શકે. પણ નવો અંકુરો નહિં. તીવ્ર તપ સંતાપને વયથી પરિણત થયેલો સહી શકે. બાલ શરીરવાળો નહિ તડકાના દર્શન માત્રથી ગોપદમાં રહેલું (ગાયના પગથી ખણાયેલી જમીન માત્ર) પાણી સુકાઈ જાય છે. એમ વયની વૃદ્ધિ ઈષ્ટ સાધન માટે કારણ બને છે. પૂર્ણ ચંદ્ર સંપૂર્ણ જગતને ઉદ્યોતિત કરે છે. પણ ચંદ્રરેખા (બીજનો ચંદ્ર) નહિં. આવું સાંભળી થોડુ મોઢુ મળકાવી ચંદના બોલી હે મહારાજ ! બુદ્ધિશાળી એવા આ પ્રમાણે શા માટે બોલો છો ? પ્રાણીઓને જ્યારે સામર્થ્ય અને સંપૂર્ણ વીર્ય હોય તે કાલજ તપનો છે તેને પંડિતો પ્રશંસે છે. નહિં હણાયેલા ઈંદ્રિય સામર્થ્યવાળો પ્રાણી સર્વ કર્તવ્ય કરવા માટે પ્રથમ વયમાં જ સમર્થ હોય છે. જ્યારે સર્વ ઈન્દ્રિય વિકલતાથી લાવણ્ય મંદ પડી ગયુ હોય Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એવું શરીર બની જાય છે. જ્યારે પોતે ઉઠવા માટે પણ અસમર્થ હોય તે વખતે કયુ કર્તવ્ય તે કરી શકશે ? તપ વીર્યથી સાધ્ય છે શરીરમાત્ર તેનું સાધનાથી વજ્રપર્વત ને ભેદી શકે, માટીનો પિંડ નહિં. સામર્થ્યથી રહિત માણસ શું કાંઈ પણ કરી શકે ? તેથી યૌવનવયમાં જ ધર્મ કરવા ઈચ્છુ છું. અને બીજું આ રત્નવૃષ્ટિ પુણ્યાનુબંધી પુણ્યને કહેનારી છે. જે મને ધર્મ ઉઘમમાં ઉત્સાહ જગાડે છે. શું તમે વિદ્વાન માણસોએ કહેલું નથી સાંભળ્યુ. - કે “ધર્મ વગરના જીવો સર્વ સંપદાના ભાજન બનતા નથી.' એ વખતે ઈન્દ્રે શતાનીક રાજાને કહ્યુ ભો રાજન્! આવુ ન બોલો કારણ કે શું તમે જાણ્યુ નથી આ સંપૂર્ણ શીલગુણ વૈભવવાળી ચંદનવૃક્ષની શાખાની જેમ આ ચંદના સ્વભાવતી ઘણીજ શીતલ છે. સંયમ ઉદ્યમમાં પ્રવર્તનારી પાપ વગરની પ્રભુવીરની સાધ્વીઓમાં આ પ્રથમ સાધ્વીજી થશે. હૃદયમાં વિચારેલ ઉતાવળથી શીઘ્ર પ્રવજ્યા કાલને પ્રાપ્ત કરવાની દ્રઢ ઈચ્છાવાળી આને બીજુ કહેવુ પણ યોગ્ય નથી. પ્રભુનો દીક્ષાથી અનુગ્રહ કરવાનો યોગ્ય સમય થાય ત્યાં સુધી તમારે ઘેર ભલે રહે. અને આ રત્નવૃષ્ટિનું ધન પણ આપ્યું છે. તેને ગ્રહણ તું (ચંદના) કર. અને અત્યારે જેણે જે યોગ્ય હોય તેને આપ. ત્યારે ચંદના ઈન્દ્રની અનુમતિ માત્રથી શેઠની અનુજ્ઞા લઈ સર્વધન સાથે રાજાને ધેર જવા રવાના થઈ. ઈચ્છા મુજબ દીન અનાથ ને ધન આપતી ચંદના ને ગૌરવપૂર્વક રાજા પોતાના રાજમહેલમાં લઈ ગયો. ઈન્દ્રના વચનથી ઉત્સાહિત બનેલા રાજાએ ધન શેઠનું સન્માન કરી સંપૂર્ણ વ્યવસ્થા કરીને અંતઃપુરમાં કન્યાને સોંપી. ત્યાર પછી તેણીએ સર્વ ઘરેણાનો ત્યાગ કરેલો હોવા છતાં સ્વાધીન શીલ અલંકારથી તેણીના અવયવો શોભતા હતા. અત્યંત મનોહર રૂપ લાવણ્ય યૌવનના પ્રકર્ષવાળી હોવા છતા પણ પરિણત ઉંમરવાળી વ્યક્તિ જેવુ તેણીનું આચરણ હતુ. સર્વ કામ ઈન્દ્રિયોનો (ઈન્દ્રિયના વિષયસુખનો) તિરસ્કાર કરેલો હોવા છતાં તે અતુલ્ય શમસુખનો સ્વાદ માણી રહી છે. ભગવાનના કેવલજ્ઞાનની ઉત્પત્તિના સમયની રાહ જોતી ત્યાં રહેલી છે. પ્રભુને કેવલજ્ઞાન થતા ઠાઠમાઠથી જેણીની પાછળ સુર અસુર માણસો ચાલી રહ્યા છે, એવી તે પ્રભુ પાસે ગઈ. યથાવિધિથી પ્રભુએ દીક્ષા આપી. છત્રીસ હજાર સાધ્વીઓની પ્રવર્તિની સાધ્વી બની. કાળ જતા કેવલજ્ઞાન મેળવી પરમસુખ મોક્ષને પ્રાપ્ત કર્યુ. “ચંદના સતી કથાનક સમાસ'' Page #279 -------------------------------------------------------------------------- ________________ २६८ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દ્રોણક કથાનક ધરતી રૂપ નારીનાં ઘરેણા સમાન સર્વ દેશોની મળે જે મુકુટ સમાન શોભે છે. એવો કૌશલ નામે દેશ છે તેમાં દશે દિશામાં પ્રખ્યાત શ્રીપુર નામે શ્રેષ્ઠ નગર છે. ત્યાં નિશ્ચયથી ચંદ્રના કિરણોનાં વિસ્તાર સમાન યશના ફેલાવાથી જેણે સંપૂર્ણ ધરતીતલ સફેદ કરી દીધું. એવા “તારાપીડ' નામે રાજા છે. સુર અસુર વિધાધર માણસોની રૂપાળી નારીઓનાં રૂપને ઝાંખુ પાડનારી રતિસુંદરી નામે તેને રાણી છે. તેજ નગરમાં આખાએ નગરમાં પ્રધાન સુધન, ધનપતિ, ધનેશ્વર, ધનદ નામે ચાર શ્રેષ્ઠિ પુત્રો છે. તે ચારે મિત્ર છે. એક વખત તેઓ મા-બાપને કહ્યા વિના પ્રધાન સોનુ, માલ અને મૂલ્ય લઈ ભાથુ ઉપાડનાર એક દ્રોણક નામના નોકર સાથે રત્નદીપ તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં મોટું જંગલ આવ્યું, તેનાથી બહાર નીકળતા તો લગભગ ભાથુ ખલાસ થઈ ગયુ. એ અરસામાં એઓ એ પ્રતિમાધારી એક મહામુનિને જોયા અને વિચાર્યું. તપથી સુકવી નાંખેલા શરીરવાળા, દુધર ક્રિયા કલાપમાં મન રાખનારા, કામાગ્નિને પ્રશાંત કરવા માટે વાદળા સમાન, પાંચ ઈન્દ્રિયોરૂપી ધોડાઓને કાબુમાં રાખનાર, સર્વ ગુણોના આધાર એવા આ પ્રધાનપાત્રને ભક્તિ પૂર્વક અન્ન વિ. વહોરાવે તે ધન્ય પુણ્યશાળી છે. તેઓનો મનુષ્ય અવતાર સફળ છે. તેથી અમો પણ આ ભાગ્યશાળીને વહોરાવી. એ વખતે પાત્ર પડિલેહી યુગમાત્ર દષ્ટિ નાંખી મુનિ વહોરવા ચાલ્યા. ત્યારે હર્ષથી ભરેલા હૃદયવાળા તેઓએ દ્રોણકને કહ્યુ કે, હે દ્રોણક! આ ભાથું આ સાધુને આપ, પ્રામ થયેલી શ્રદ્ધા વિશેષથી વિકસતા મુખકમલવાળા, તેણે રોમાશિત બની તપસ્વીને વહોરાવ્યું. અનુક્રમે રત્નદ્વીપ પહોંઓ, ધાર્યા કરતા સવાયો લાભ થયો. પોતાના નગરમાં આવ્યા, દીનાદિકને દાન આપવા પૂર્વક મોજ કરે છે. પરંતુ ધનપતિ અને ધનેશ્વર સૂક્ષ્મ માયા રાખે છે. એ અરસામાં આવુ પૂર્ણ કરી ણક મર્યો. ભરતમાં કુરૂદેશનાં અલંકારભૂત હસ્તિનાપુરના રાજા દુષ્પસહની પટરાણી શ્રી સુંદરીની કુક્ષિમાં ઉપન્યો. તેણીએ તેજ રાત્રીમાં અમૃત રસ સારવાળા ફેલાતા કિરણોનાં પૂરથી ધરતી અને આભના આંતરાને જેણે ભીનો કરી દીધો છે અને ગગનના આંગણાને જેણે શોભાવી દીધો છે. એવો પૂર્વ મંડલવાળો ચંદ્રને મોઢાથી પેટમાં પ્રવેશતો જોયો. તેનાં Page #280 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૬૯ દર્શનથી ભય ઉત્પન્ન થવાથી નિદ્રા ઉડી ગઈ. અને પતિને સ્વપ્ન કહ્યુ. સ્વભાવિક પોતાના મતિ માહાત્મ્યથી નિશ્ચિત કરેલા સ્વપ્નના ભાવાર્થથી રોમકૂપ ખેડા થવાથી વિકસિત થયેલા વદનકમલવાળા રાજાએ કહ્યુ હે દેવી ! કુરુદેશના સર્વ રાજા રૂપી તારામંડલમાં ચંદ્રસમાન તારા પુત્ર થશે. એમ થાઓ, એમ આનંદ પામી પતિના વચન પછી તરતજ પૂર્ણ થતા સઘળા ઈચ્છિત મનોરથવાળી તેણીએ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. ફેલાતી પોતાના શરીરની કાંતિના સમૂહથી જન્મભવનનાં પ્રદેશને પ્રકાશિત કરનારો તેને દેખી હર્ષાવેશથી ઉત્પન્ન સંભ્રમ વડે સ્ખલના પામતી ઉતાવળી ગતિના પ્રચારથી ઉઠતા શ્વાસ વડે ભરાયેલા હૃદયવાળી સુદર્શના નામની દાસીએ રાજાને વધામણી આપી. ત્યાર પછી તેના વચન સાંભળી, આનંદ સમૂહથી પરવશ થયેલા મનવાળા, મુકુટવર્જી અંગે લાગેલા સર્વ ઘરેણા વિ. ના ષ્ટિ દાનથી દાસચેટીને તુષ્ટ કર્યા. પછી ઈષ્ટપુત્રના જન્મ અભ્યુદયનો દદિવસ નો માંડેલા વધામણી મહોત્સવને સુખથી અનુભવતા રાજાને પુત્રનો નામ પાડવાનો દિવસ આવ્યો. સ્વપ્ન અનુસારે કુરુચંદ્ર નામ પાડ્યુ. મોટો થયો ને લગ્ન થયા. અને પ્રવજ્યા લેવા તૈયાર થયેલા રાજાએ તેના ઉપર રાજ્ય ભાર નાંખ્યો. તે પ્રંચડ આજ્ઞા (શાસન) વાળો રાજા થયો. આ બાજુ સુધન, ધનદ મરી અનુક્રમે વસંતપુર, કાર્તિકપુરમાં વસંતદેવ, કામપાલ નામના પ્રધાન શ્રેષ્ઠી પુત્ર થયા. યુવાન થયા, ધનપતિ ધનેશ્વર શંખપુર જયંતીનગરમાં મેરા કેશરા નામની રતિના રૂપલાવણ્યને જીતનારી ઈલ્યકુલની પુત્રીઓ થઈ અને યૌવનમાં આરુઢ થઈ. (તરુણ તરુવર ઉપર ચઢી) એક વખત વસંતદેવ ઉંટ બળદ વિ. વાહનયુક્ત મોટા સાર્થ સાથે વાણિજ્ય માટે જયંતીનગરમાં ગયો. વસંતવર્ણન..... એ અરસામાં લંકાવાસ જેમ વિકસંત રાક્ષસવાળો હોય તેમ વિકસિત થતા પલાશવૃક્ષવાળો જિનમુનિ મનનો અભિપ્રાય જેમ પ્રગટ થતો શોક વગરનો હોય તેમ વિકાસ પામતા અશોકવૃક્ષવાળો, સ્ત્રીનું ભાલતટ જેમ તિલકથી શોભે છે, તેમ શોભતા તિલકવૃક્ષવાળો, વચન વિકલ પુરુષ જેમ ખરાબ અવાજ કરનારો હોય છે તેમ વિકસતા કુરબકવૃક્ષવાળો, ઈન્દ્ર જેમ વિકસતા લાલરંગવાળો હોય તેમ વિકસતા આંબાના વૃક્ષવાળો, શૂન્યગૃહનો ઉપરનો ભાગ જેમ ફેલાતી કરોલીયાની જાલવાળો હોય છે તેમ ફેલાતા પ્રવાહવાળો વસંત મહીનો આવ્યો. વાયરા વશે હાલતી ચાલતી કોમલતારૂપી બાહુ દંડોથી જાણે નાચતો ન હોય વિવિધ પ્રકારના પક્ષીઓનાં કલકલ અવાજથી Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જાણે ગાતો ન હોય, વિલાસ માણતી શ્રેષ્ઠ આંબાની કળીરૂપી મનોહર ચંચલ હાથના વિલાસોથી જાણે બોલાવતો ન હોય, મલયપવનથી કમ્પિત થઈ નમતા શિખરનાં મહાવૃક્ષરૂપી મસ્તકોથી જાણે નમસ્કાર કરતો ન હોય. નવા વિકસિત પુષ્પસમૂહ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. બિંટ બંધન તૂટી જવાથી નીચે પડેલ સિંદુવાર પુષ્પના પાણીથી જાણે રડતો ન હોય. શુક સારિકાના સ્પષ્ટ અક્ષરવાલા ઉચ્ચાર થી જાણે ભહાતો ન હોય એવો વસંત મહીનો આવ્યો. સર્વત્ર અનેક જાતના વિલાસ રસથી ભરેલી ડગલે ને પગલે નાચતી યુવાનોની હર્ષ ક્રીડાઓ નીકળી રહી છે. વિશેષ રીતે ઉજ્જ્વલ વેશ અને રત્નથી શણગારેલા અંગની શોભાવાળા યુવાન યુવિતના યુગલો હિંડોળા ઉપર ખેલે છે. વિવિધવૃક્ષના સંકુલમાં અને રમ્યવનમાં યુવતિઓ સાથે મદોન્મત્ત યુવાનો ક્રીડા કરે છે. દુકાનો બંધ કરીને દારૂડિયા માણસો મદિરા પીએ છે. નશાના લીધે બેભાન બની ધરણીતલે પડે છે. બીજાઓ દારૂ ઘણો પીવાઈ જવાથી પગપોલા કરી વમન કરે છે. બીજા કેટલાક કામ વગર અહીં તહિં ભટકે છે. અન્ય સ્વગોત્રની પ્રશંસા વડે હૃદયમાં સમાતા નથી. અને ખુશ થઈ અનેક જાતના દાનો આપે છે. અન્યજનો લોકો સામેજ પોતાની પ્રિયાને આલિંગન કરે છે. બીજા રહસ્યવાતો બોલે છે. તથા વિવિધ ગીતો ગાય છે. વસંત મહીનામાં કામથી ઉન્મત્ત થયેલા યુવાનોની આવી કેટલી અસમંજસ ચેષ્ટાઓ કહી શકાય ? અને ત્યાં અષ્ટમીચંદ્રમહોત્સવમાં વસંતદેવ રતિનંદન બાગમાં ગયો. ત્યાં સખીઓથી પરિવરેલી ક્રીડા રસને અનુભવતી કેશરાને જોઈ અને વિચારવા લાગ્યો... શું આ વનદેવી છે ? અથવા તો શું શરીર ધારણ કરીને રિતદેવી અહીં આવી છે. અથવા તો દેવ કન્યા છે કે પાતાલ કન્યા છે કે અથવા લક્ષ્મી છે કે અથવા શું રોહિણી છે ગૌરી છે કે વિદ્યાધરી છે કે મનુષ્યની સ્ત્રી છે ? અથવા પ્રજાપતિએ આણીનું રૂપ બનાવ્યું લાગે છે. કારણ કે હસ્તસ્પર્શથી આલિંગિત થયેલાની આવી શોભા ન હોય એમ વિચારતા વસંતદેવ ઉપર કેશરાની નજર પડી પૂર્વભવના સ્નેહથી પરસ્પર નજર મળી. આ કોણ છે? એમ સરખી વયવાળા પોતાના મિત્ર પ્રિયંકરને વસંતદેવે પૂછ્યુ આ પંચનંદીની પુત્રી છે. અને જયંતદેવની બહેન છે. તેથી તેણે જયંત સાથે પરિચય કર્યો. તેણે વસંતદેવને ઘેર જમવા બોલાવ્યો. ત્યાં કામદેવની પૂજા કરતી કેશરાને જોઈ તેણીએ પણ જયંતદેવના હાથમાંથી પુષ્પમાળાને ગ્રહણ કરતાં વસંતદેવને દેખ્યો. અનુકુલ શુકન હોવાથી બન્ને ચિત્તમાં હર્ષ પામ્યા. તેણીનો આ ભાવ પાસે રહેલી પ્રિયંકરા નામની ધાત્રી પુત્રીએ જાણી લીધો. આણીને કહ્યુ હે Page #282 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૭૧ સ્વામિની ! તારે પણ આ મહાનુભાવનો કાંઈક ઉપકાર કરવો જોઈએ. તે બોલી તુજ યથા યોગ્ય કર. તે દાસીએ ઘરના બાગમાં રહેલા તેને પ્રિયગુમરી યુક્ત સરસ સુગંધિ કંકોલ ફળોને આપ્યા. અને કહ્યું આ અતિપ્રિય પ્રિયડગુમરી અને તાજા તેમજ ઈષ્ટ વિશિષ્ટને દેવાં યોગ્ય આ ફળ કેશરાએ મોકલ્યા છે. હર્ષથી ગ્રહણ કરી મુદ્રારત્ન આપીને કહ્યું ઈષ્ટને અનુરૂપ ચેષ્ટા કરવી જોઈએ. આ સર્વ કેશરાને કહ્યું અને રાત્રે હું વસંતદેવને પરણી ગઈ. એવુ સ્વપ્નમાં જોયુ. પેલાએ પણ આવું સ્વપ્ન જોયુ. ખુશી થયેલી પ્રિયંકરાએ કહ્યું. એ અરસામાં વાસભવનમાં કોઈક પુરોહિતે પોતાની કથાથી સંબદ્ધ કહ્યું કે આ એમજ થશે. પ્રિયંકરાએ કહ્યુ કે હે સ્વામીની! તારે ચોક્કસ વસંતદેવ પતિ થશે. ત્યારે કેશરાએ શુકન ગ્રંથી (ગાંઠ) બાંધી, આ સર્વ વસંતદેવને કહ્યુ સંવાદીસ્વપ્ન છે.” એમ ખુશ થઈ પ્રિયંકરાનું સન્માન કર્યું, તે બોલી શુકન ગ્રંથી સંબંધથી સ્વામીએ પોતાની જાત તમને અર્પણ કરી દીધી છે. તેથી વિવાહ સામગ્રી તૈયાર કરો. વસંતદેવે કહ્યું બ્રહ્માએ જ તૈયાર કરી દીધી છે. એમ દરરોજ પરસ્પરની હકીકત મોકલીને કેટલાક દિવસો ગયા. તેટલામાં પોતાના ઘેર રહેલા વસંતદેવે પંચનંદિશેઠના ઘેર મંગલ વાંજીત્રનો ધ્વનિ સાંભળ્યો. આ શું છે ? આ વિચારથી તે હકીકત જાણવા દાસીને મોકલી તેણીએ જાણીને કહ્યું કે કર્ણોજના વાસી સુદત્તનો પુત્ર વરદત્તને પંચનંદિએ કેશરા આપી છે. તે નિમિત્તે આ વધામણી છે. ગંભીર અવાજવાળા વાજીંત્રો વાગે છે. મંગલ ગીતો ગવાય છે. અક્ષત ના પાત્ર સાથે નગરબાલાઓ પ્રવેશ કરી રહી છે, મુખે કરાયેલા કંકુના લેપવાળી તંબોલ પાન ચાવતી પાછી નીકળી રહી છે. તે સાંભળી મૂર્છાથી વ્યાકુલ શરીરવાળો પડ્યો. આટલામાં પ્રિયંકરા આવી પવન નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું કે કેશરાએ મને મોકલી છે. મને સંદેશો મોકલ્યો છે કે તમારે આ બાબતમાં ખીજાવું નહિ. કારણ કે હું પૂર્વ અનુરાગને વિપરીત આચરણ નહિં કરું, વડિલો મારા ચિત્તને જાણતા નથી. તમને છોડી મારા બીજા નાથ નથી. જો અન્યથા થશે તો હું ચોક્કસ મરી જઈશ. તેથી કાલોચિત આચરણ કરવું જોઈએ. તે સાંભળી હરખાયેલા હદયવાળા તેણે કહ્યું અમારી આજ ગતિ છે. એમ કહી પ્રિયંકરાને વિસર્જન કરી મેળાપનો ઉપાય શોધવા તત્પર બનેલા તેઓનો કેટલોક કાલ વીતી ગયો. એક દિવસ “જાન આવી, તેથી આવતી કાલે લગ્ન થશે” એમ સાંભળી દુભાયેલા મનવાળો વસંતદેવ નગરથી નીકળી ગયો. જંગલ વચ્ચે પહોંચ્યો Page #283 -------------------------------------------------------------------------- ________________ २७२ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ત્યાં વિચારવા લાગ્યો. પુરુષો અન્ય રૂપે મનોરથોને વિચારે છે. અને ભાગ્યથી સ્થાપિત કરાયેલા સભાવોવાળી કાયોની ગતિઓ અન્યરૂપે થાય છે. હર્ષથી અવસરમાં ઉઘત થયેલાં હદયવડે અન્ય રૂપે વિચારણા કરાય છે. પણ વિધિવશાત કાર્યારંભ અન્યરૂપે પરિણમે છે. તેથી આ કેવી રીતે પરિણમ્ ? પૂર્વકમ દોષથી જો આ પ્રમાણે થશે તો પ્રિયા ચોક્કસ મરી જશે. તે પહેલા જ અશોકવૃક્ષ (આસોપાલવ) ના વૃક્ષની શાખાએ શરીરને ફાંસો લગાડી પોતાનાં પ્રાણોને છોડી દઉં. એમ વિચારી આસોપાળના ઝાડ ઉપર ચડી ફાંસો તૈયાર કરી એમાં પોતાની ડોક ફીટ કરી દીધી. અને ઝંપલાવ્યું તેથી દિશામાં અધ્ધર ભમ્યો. (લટકવા લાગ્યો) સ્વર માર્ગ રંધાઈ ગયો. અને લોચન યુગલ બીડાઈ ગયા. એટલામાં “સાહસ કરીશ મા.” એમ કહી કામપાલે ત્યાં આવી પહેલા તેનો ફાંસો છેલ્લો વાયરો નાંખી સ્વસ્થ કર્યો અને કહ્યું હે ભદ્ર! પોતાની આકૃતિને વિપરીત આ તે શું કર્યું ? ત્યારે વસંતદેવે દુઃખપૂર્વક કહ્યું હે ભદ્ર! દુ:ખાગ્નિની જવાલા સમૂહનો કોળિયો બનેલી અમારી આકૃતિની (શરીરની) કાંઈ જરૂર નથી. કામપાલે કહ્યું હે ભદ્ર ! જો આમ હોય તો પણ તારું દુઃખ કહે તો ખરો, જેથી તેનાં સ્વરૂપને જાણી તેને દૂર કરવાનો હું ઉપાય વિચારીશ. ત્યારે અહો આવો કેવાં પરોપકારી છે. એમ વિચારી વસંતદેવે સર્વ બીના કહી સંભળાવી. કામપાલે કહ્યું એમાં ઉપાય છે અને તેને રોજ તેણીનું દર્શન થશે. તેથી તે ધન્ય છે. ત્યારે પુષ્પવગરનાં મારે તો કોઈ ઉપાય જ નથી. છતા પણ હું પ્રાણો છોડતો નથી. કારણ જીવતા માણસો કયારે ભાગ્ય યોગે કલ્યાણો પામે. કહ્યુ છે કે અનુકૂલ થયેલું ભાગ્ય અન્યદેશથી સમુદ્રના મધ્યથી ધરતીના છેડાથી પણ ઈષ્ટ વસ્તુ લાવીને ઘડી આપે છે. વસંતે કહ્યું તારે કેવુ દુઃખ છે. કામપાલે કહ્યું - કાર્તિકપુરનો વાસી ઈભ્યપુત્ર હું યૌવનને ઉન્માદથી દેશાટન કરવા નીકળ્યો. શંખપુર નગરે પહોંચ્યોની ત્યારે ત્યાં શંખપાલ યક્ષની જાત્રા હતી. તેને જોવા બાળકો અને ઘરડા સાથે આખુય નગર ગયુ. હું પણ ત્યાં ગયો. સુંદર ક્રીડારસ પ્રવર્યો. તેટલામાં મેં આંબાની શ્રેણી મણે પોતાની સખીઓ સાથે બેઠેલી એક કન્યાને દેખી તેણીના પ્રત્યે મને ઘણોજ અનુરાગ થયો. તે પણ મને દેખી જોરદાર અનુરાગને વશ થઈ નવા વાદળાના દર્શન થતા મોર ઉત્કંઠિત બને તેમ ઉત્સુક બની પોતાની બેનપણી ના હાથે મને તેણીએ તંબોલ મોકલ્યું. હું કાંઈ બોલ્યો નહિં એટલામાં તો રાજાથી વિફર્યો. તેણે બધું વેર વિખેર કરી નાંખ્યું અને આંબાની શ્રેણીમાં આવ્યો. કન્યાનો પરિવાર Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભાગી છૂટ્યો પણ તે કન્યા ભાગવા સમર્થ ન થઈ. હાથી પણ તે કન્યાને પકડે તેટલામાં મેં પાછળથી પ્રહાર કર્યો, તેથી કન્યાને મૂકી મારા તરફ વળ્યો, હાથીને વંચી કન્યાને પકડી અને હદયથી નહિ છૂટતી તે કન્યાને નિરુપદ્રવ સ્થાનમાં મૂકી તેણીને પરિવાર આવ્યો. બધાએ મારું બહુમાન કર્યું. એટલામાં સાપોની વર્ષા થઈ. બધા આમ તેમ નાઠા ત્યાર પછી તે કન્યા ક્યાં ગઈ તે મેં જાણ્યું નહિં. તેણીની માહિતી પ્રાપ્ત નહિ થવાથી કેટલાક દિવસ નગરમાં ભમી તેના વિરહથી ઉત્કંઠિત બનેલો તેના માટે વ્યાકુલ હું અહીં આવ્યો. વસંતદેવે કહ્યું ઉપાય બતાવ. તેણે કહ્યું આવતીકાલે તે પરણશે. તેથી આજ રાત્રે તેણીએ રતિયુક્ત કામદેવની પૂજા કરવાની હોય છે. તે એકલી જ કરે છે. એવી રૂઢિ છે. તેથી આપણે તેના આવતા પહેલા કામદેવના મંદિરમાં પેસી જઈશું. તેણીની ઈચ્છાથી તેણીના વેશને પહેરી હું તેણીના ઘેર ચાલ્યો જઈશ. હું ગયા પછી તું તેણીને લઈ ભાગી જજે. યુક્તિ યુક્ત તે સાંભળી હરખાયેલા વસંતદેવે કહ્યું હે મિત્ર ! આમ કરતા તારે ભારે અનર્થ થશે. એ વખતે ક્યાંથી આવેલી શુભ દિશામાં રહેલી વૃદ્ધ બ્રાહ્મણીએ છીંક કરી, તેથી કામપાલે કહ્યું મારે કાંઈ અનર્થ નહિં થાય. પણ તારું કાર્ય કરી આપવાથી મોટો અભ્યદય થશે. એ વખતે બીજા કોઈક સાથે બોલતા વૃદ્ધ બ્રાહ્મણો પોતાની કથા સાથે સંબઇ કહ્યું કે એમાં કોઈ સંદેહ નથી. આ એ પ્રમાણે જ છે. એમ શુકનના ભાવાર્થને ગ્રહણ કરી કામપાલે કહ્યું એમ કરવાથી બધા સારાવાના થશે. ત્યારપછી ઉઠીને નગરમાં પ્રવેશ કર્યો. ભોજન કર્યું પરિજન અને સેવક વર્ગને તે કાલને ઉચિત એવા કાર્યમાં જોડીને સંધ્યાકાળે કામદેવના મંદિરમાં પેઠા. પ્રતિમાની પાછળ રહ્યા. થોડાજ કાળમાં વાજિંત્રનો અવાજ સંભળાયો. આ તે આવે છે તે પ્રમાણે ચિત્તથી હર્ષિત થયા. તેટલામાં સ્વજનવર્ગથી પરિવરેલી કેશરા આવી. પાલખીમાંથી ઉતરી પ્રિયંકરાના હાથમાંથી વિવિધ પૂજાના ઉપકરણોથી ભરેલા પાત્રને ગ્રહણ કરીને અંદર પેઠી. કલ્પ પ્રમાણે વિરને બંધ કરી કેશરા પૂજા ઉપકરણની પાત્રી મૂકીને કામદેવ પાસે જઈ કહેવા લાગી. હે ભગવાન! રતિવલ્લભ ! સમસ્ત પ્રાણીઓનાં ચિત્તને સાક્ષાત્ જોનારા હે નાથ ! દીન એવી મારે આ પ્રમાણેનો સંબંધ યોગ્ય નથી. ભક્તિથી આટલો કાલ મેં તારી વિવિધ જાતની પૂજા કરી કે જેથી તે ખરેખર મારું મન ગમતું Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરીશ. પણ તે તો આવુ ઉધુજ કર્યું. શું તું નથી જાણતો કે મારું મન વસંતદેવને મૂકી બીજે રમતુ નથી. અથવા આ પ્રલાપ કરવાથી શું ? બીજા જન્મમાં તેજ પતિ આપજે એમ બોલી તોરણ ના એક દેશમાં તેણીએ સો બાંધ્યો. અને પોતાનું માથું તેમાં ફીટ કરવા તે દોડે છે. તેટલામાં બહાર નીકળીને વસંતદેવ તેણીને પકડી તું ચિંતા કરીશ મા. હું તેજ તારા હૃદયનો સ્વામી છું. અમારા મિત્રને તારો વેશ આપી દે અને તેનો તું લઈ લે જેથી આ તારા પિતાના ઘેર જશે. આ બહુ સરસ હર્ષથી પોતાનો વેશ તેને આપી દીધો. કામપાલ પણ મોટો ઘુંઘટ કાઢી બહાર નીકળ્યો અને પ્રિયકરાને પાત્રી આપી. પાલખીમાં ચડ્યો. વાહકોએ ઉપાડી. પંચનંદિના ઘેર ગયો માતાના ઘેર તેને બેસાડ્યો અને કહ્યું ઈષ્ટ વિશિષ્ટ પ્રિય સમાગમના મંત્રને જપ. એમ કહી પ્રિયંકરા કોઈ કામથી નિકળી ગઈ. એટલામાં શંખપુર નિવાસી કેશરાના મામાની છોકરી મર્યાદા નિમંત્રણ આપવાથી પરિવાર સાથે ત્યાં આવી. કેશરાને જોવા માતાના ઘરમાં ગઈ, કામપાલ પાસે બેસી અને કહેવા લાગી કે હે બેની તું ખેદ કરીશ મા, કારણ સર્વ જીવો કર્મને વશ છે પૂર્વકર્મના દોષથી સંસારમાં દુઃખોને પામે છે. વિવેકી અને નિર્વિવેકી માં આટલો જ તફાવત છે. વિવેકિઓ સંસારના સ્વરૂપને વિચારે છે. જ્યારે વિવેક વગરના અસમંજસ બુમરાડ મચાવે છે. બેન તારા કરતા મારી ઘણી કરુણ કથા છે. અને પૂર્વની સર્વ બીના કહી સંભળાવી. શંખપુરમાં આ વસંતદેવ પ્રત્યેના અનુરાગ સંબંધી બધોજ વૃત્તાંત કારણથી આવેલી તારી સખીએ મને કહી સંભળાવ્યો. તેથી તે બેન ! શોકને છોડી તું મા બાપ કહે તે પ્રમાણે કર. ભાગ્ય-વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય તેને સમભાવે સહન કર. હે બેન ! તારા કરતાં મારી કરુણ કથા છે. છતા માં બાપને દુઃખ થશે તેના ભયથી હું જીવું છું. ભગવાન શંખપાલની યાત્રા નગરજનોએ પ્રારંભ કરી. હું પણ સહેલીઓ સાથે ગઈ. ઉધાનમાં આંબાની પંક્તિ વચ્ચે અનેક જાતની રમતથી રમતી હતી. ત્યારે થોડાક દૂર રહેલા એક યુવાનને મેં જોયો. કામદેવ સરખા મોહક શરીરવાળા તેનાં ઉપર મને ગાઢ અનુરાગ જાગ્યો. તે પણ અનુરાગના વશથી મારી સામે પુનઃ પુનઃ જોવા લાગ્યો. મારી સખી ! હાથે મેં તાંબૂલ મોકલાવ્યું. તેણે લીધું. પણ ખરું, હજી મારી સખી સાથે વાત તો થઈ નહિ તેટલામાં મહાવત વિનાનો નિરંકુશ થયેલો મત્તકરી-મદોન્મત્ત હાથીએ મને અડધી પકડી એટલામાં તેણે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હાથીની પીઠ ઉપર લાકડી ફટકારી ત્યારે મને મૂકી તેની સામે હાથી આવ્યો. તે યુવાને પણ હાથીને છેતરી, મને લઈને હાથીના ભય વગરના સ્થાનમાં લાવી અને હૃદયમાંથી નહિં મુકાતી એવી મને ત્યાં મૂકી. મારો સ્વજન વર્ગ ભેગો થયો, અને તેમને યુવાનને અભિનંદન આપ્યા. એ અરસામાં સાપો સાથે વાદળા વરસવા લાગ્યા. તેના ભયથી લોકો ભાગં ભાગ કરવા લાગ્યા. ત્યારપછી મારા હૃદયને હરનારો તે ક્યાં ગયો તેની મને ખબર નથી. કેટલાક દિવસ નગરમાં તેની તપાસ કરાવી. પણ તે જડ્યો નહિં. તેથી હે બહેન ! વિધિએ અધન્ય એવી મને તો તેના દર્શનથી પણ દૂર કરી દીધી. જેથી કહ્યુ છે કે - નિરંકુશ બનેલો ચક્રવાક પક્ષી પાણીમાં પડેલા પ્રતિબિંબના દર્શનના સુખ દ્વારા આશ્વાસન પામે છે. તેને પણ તરંગો હરી નાંખે છે. તું ભાગ્યની હોંશીયારી તો જો... તે સાંભળી કામપાલે ઘુંઘટ ખોલ્યો તેને દેખી અરે ! શું તે જ આ છે એમ ભય અને શરમને વશ થઈ કશું બોલી નહિં. તેણે કહ્યું આ શરમનો સમય નથી. શરમ છોડી અહીંથી નીકળવાનો ઉપાય વિચાર. કેશરા પણ તારી જેમ આજ પ્રયોગથી પોતાના પ્રિયને મળી. જો એમ છે તો દેહ ચિંતાના બહાનાથી અશોક વાટિકાના દ્વારથી આપણે નીકળી જઈએ. તેમ કરી પહેલાજ કેશરાને લઈને ગજપુરમાં પહોંચેલા વસંતદેવને મળ્યા. ચારે જણ સુખોથી ત્યાં રહે છે. આ બાજુ કુરૂચંદ્ર રાજાને દરરોજ પાંચ પાંચ શ્રેષ્ઠ ભેટ આવે છે. તેઓને જાતે ભોગવતો નથી. બીજા કોઈને આપતો નથી અને બોલે છે કે ઈષ્ટ વિશિષ્ટને આ આપવાની છે. એટલામાં ઉઘાનપાલકે રાજાને વધામણી આપી કે રાજન! હું તને વધાવુ છું શ્રેષ્ઠ કેવલજ્ઞાનથી પદાર્થના પરમાર્થને જાણનારા ત્રણ જગત જેમને નમે છે, એવા શાંતિનાથ પ્રભુ પધાર્યા છે. યોજન પ્રમાણ ભૂમિમાં દેવતાઓએ સમવસરણ રચ્યું છે. અને ઘાસ કાંટા રેતી વિ. દૂર કર્યા છે. સુગંધિ પાણીની વૃષ્ટિ કરી છે. મણિ કંચન ચાંદીના ત્રણ ગઢ બનાવ્યા, તે ઉંચા અને કિલ્લાના ચાર દ્વારથી વહેંચાયેલા છે. ચારે દ્વાર ઉપર રત્નનાં ઉંચી ઉંચી ધ્વજાવાળા અનેક રૂપિયાના છિદ્રથી કોતરાયેલા તોરણો રચ્યા છે. ચક્રધ્વજ, સિંહધ્વજ, ગરૂડધ્વજ, મોટા ધ્વજો બનાવ્યા છે. ચાર દિશામાં વાવડી અને વનરાજી રચી છે. તેનાં ઉપર સુંદર શોભાવાળું આસોપાલવનું ઝાડ રચ્યુ છે. જાનુ પ્રમાણ ઉપર મુખવાળી પુષ્પવૃષ્ટિ પડી રહી છે. ઉંચા દંડવાળા (મજબૂત) ત્રણ છત્ર કર્યા છે. હાથમાં ચામર દંડ લઈ શકેન્દ્ર ઈશાનેન્દ્ર બે બાજુ ઉભા રહ્યા છે. આકાશમાં મેઘ સરખા ગંભીર અવાજવાળી દેવદુંદુભિ વાગે છે. સુવર્ણ કમલ ઉપર ચરણ Page #287 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ધરતા પ્રભુએ પૂર્વ દિશાથી એવા સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્રણ પ્રદક્ષિણા દઈ “નમોતિર્થીમ્સ' કહી પ્રભુ બિરાજમાન થયા. ત્યારે દેવોએ ચાર દિશામાં પ્રભુના પ્રતિબિમ્બ રચ્ય. સૂર્યનાં કિરણો જેવી પ્રભાવાળું ભામંડલ થયું. નરાદિથી ક્ષણવારમાં સમવસરણ ભરાઈ ગયુ. તે જોઈ છે સ્વામી! તમને નિવેદન કરવા હું આવ્યો છું. તે સાંભળી રાજા વધારે ખુશ થયો. વિકસિત રોમરાજીવાળા રાજાએ વધામણી આપનારને પુરતુ (તૃપ્તિથી) દાન આપી ભક્તિથી જિનેશ્વરને નમવા ગયો. સર્વ ઋદ્ધિથી વસંતદેવ વિ. પણ નમસ્કાર કરી ધરણીતલે બેઠા. ત્યારે પોતપોતાની ભાષા પરિણામ પામનારી જોજનગામિની વાણીથી પ્રભુ લોકોના હિત માટે ધર્મ કહેવા લાગ્યા. દાનાદિ ચાર પ્રકારે ધર્મ છે. દાનથી સ્વર્ગ વિવિધ પ્રકારનાં ભોગ ઉપભોગની સામગ્રી મળે છે. તેમજ મનુષ્ય અવતાર માં રાજાઓ જેને નમસ્કાર કરે છે એવું શ્રેષ્ઠ રાજ્ય મળે છે. જેની આજ્ઞાનો કોઈ પરાભવ ન કરી શકે અજોડ પરિવારની જેને પ્રાપ્તિ થાય છે. તે સર્વ દાનનું ફળ છે. એ વખતે કથાંતર જાણી રાજાએ પૂછ્યું હે પ્રભુ! મારે દરરોજ પાંચ પાંચ ઉપહાર કેમ આવે છે ? તેમજ હું કોઈને કેમ નથી આપતો ? ત્યારે પ્રભુએ પૂર્વજન્મની વાત કહી તેથી તેઓની સાથેજ ઉપભોગ થઈ શકશે. કારણ કે તેમનું દ્રવ્ય હતું. તે આ વસંતદેવ વિ. છે. તે સાંભળી બધાને જાતિસ્મરણ થયું. પ્રભુ આ વાત એમ છે. અમને શ્રાવક ધર્મ આપો. ત્યારપછી રાજ્ય સંપદા ઉપહાર વિ. દાનફળને ભોગવી છેલ્લે ચારિત્ર લઈ દેવલોકે ગયા. તેઓના વચનથી નોકરે મુનિવરને દાન આપ્યું તેના ફળ દ્વારા આ રાજા થયો. તે ફળથી અનુક્રમે આ મોક્ષે જશે. તેથી દાનમાં સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જોઇએ. કોણક કથા સમાપ્ત' શ્રી સંગમ થાળક” મગધ દેશમાં ત્રણ લોકમાં પ્રખ્યાત અલ્કાપુરી જેવુ, સુંદર ધાન્યવાળુ, ગુણોથી ભરપૂર એવું રાજગૃહી નામે નગર છે. અભિમાની શત્રુરૂપી હાથીઓનાં ગંડસ્થલને ભેદવામાં સમર્થ સિંહ સમાન શ્રોણીક નામે રાજા છે. ચેલાણા નામે સૌભાગ્યના ગર્વવાળી, વર્ણ ને લાવણ્યથી યુક્ત, કલા કૌશલથી શોભતી એવી તેને રાણી છે. આ બાજુ નગરથી શાલિગ્રામમાં છિન્નવંશવાળી ધન્યા સંગમ નામના પુત્રને લઈને આવી. બાલક છોકરાઓને સંભાળે છે. પૂર્વમાં બાળકોને Page #288 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ખીર ખાતા દેખી તેને ખીર માંગી. વારંવાર ખીર માંગતા તેમજ રડતો દેખી માંને પૂર્વની મનોજ્ઞ ઋદ્ધિ યાદ આવી તેથી તે પણ રડવા લાગી. પાડોશી બહેનોએ કારણ પૂછયું ત્યારે સર્વ વાત કરી ત્યારે તેઓએ દૂધ વિ. આપ્યું. ખીર બનાવી પછી ઘી-ખાંડથી વ્યાપ્ત ખીરની થાળી ભરી પુત્રને આપી કામ માટે ઘરની અંદર ગઈ. મા ખમણના પારણે ત્યાં સાધુ આવ્યા. તેમને દેખી રોમરાજી વિકસિત થઈ ગઈ અને વિચારવા લાગ્યો કે આજે મારો જન્મ સફળ બન્યો. પુણ્યયોગે ચિત્તવિત્ત અને પાત્ર ત્રણે પણ પૂર્ણ થયા. આજે પુણ્ય પ્રગટ્યુ છે એમ વિચારી પ્રફુલ્લિત નયનવાળો તે બાળક થાળ ઉપાડી પાસે જઈ કહેવા લાગ્યો “હે નાથ ! અનુગ્રહ કરો' શુદ્ધ પાણી સાધુએ પાત્ર ઉંચુ કર્યું (ધર્યુ) વૃદ્ધિ પામતાં ભાવોથી તેણે સર્વ ખીર પાત્રમાં નાંખી દીધી. પુણ્યમાં અંતરાય થશે. એવા ડરના લીધે સાધુએ તેને વાય નહિં. ભક્તિથી વાંદી પોતાના સ્થાને બેઠો. સાધુ નીકળી ગયા પછી માતા ઘરથી બહાર આવી આને ખાઈ લીધી છે. એમ માની ફરીથી થાળ ભર્યો. કંગાલ પણાના લીધે પેટ ભરીને ખાધી. અજીર્ણ થવાના લીધે રાત્રે સાધુનું સ્મરણ કરતા મય. તે દાનના પુણ્યથી રાજગૃહ નગરમાં ગોભદ્ર શેઠની પત્ની ભદ્રાના ગર્ભમાં આવ્યો. સુંદર પાકેલા ડાંગર (શાલિ) ના ખેતરને સ્વપ્નમાં જોઈને જાગી. તારે પુત્ર થશે. એમ શેઠે અભિનંદન આપ્યા. બે મહીના થતા દાનાદિ ધર્મ કરવાનો દોહલો ઉત્પન્ન થયો. શેઠે પૂરો કરાવ્યો. નેત્રને આનંદદાયક પુત્રને જન્મ આપ્યો. દાસીએ જલ્દીથી શેઠને વધામણી આપી. તેઓને દાન આપી પોતાના હાથે જ પુત્રનું માથું ધોયુ. અને ખુશ થઈ મહોત્સવ પ્રવર્તાવ્યો. વાગતા વાજિંત્ર ના શબ્દથી આકાશ આંગાણુ ભરાવા લાગ્યું. દાનધોધ વહી રહ્યો છે. છત્ર અને કોલાહલ વ્યાપ્ત સેંકડો અશ્કેરાથી ભરપૂર મહાજનોને આશ્ચર્ય પમાડનાર એવાં ઉત્સવને બાર દિવસ થતાં ગ્રહ અધિષ્ઠાયક દેવને સન્માની, સ્વજનોને આમંત્રી સ્વપ્ન અનુસારે શાલીભદ્ર નામ પાડ્યું. કલા ગ્રહી યૌવન વનરાજીમાં મહાલવા લાગ્યો. ત્યારે ત્યાંના જ નિવાસી બત્રીસ શેઠિયા રતિ સરખા રૂપવાળી બત્રીસ કન્યાઓને લઈને ગોભદ્ર ના ઘેર આવ્યા. કહેવા લાગ્યા - વિનયવાળી આ કન્યા તમારા પુત્રને યોગ્ય હોય તો અમારા ઉપર ઉપકાર કરી એમને સ્વીકારો. ઠાઠ માઠથી લગ્ન કરાવ્યા. તેનાં પુણ્યાનુભાવથી મા-બાપ સર્વ ઠેકાણે અલૂણ રીતે (પરિપૂર્ણ રીતે) પ્રવર્તે છે. એટલે એમને કયાંય ખામી આવતી નથી. પોતે તો દોગંદક દેવની જેમ ભોગવિલાસમાં મસ્ત રહે. કાલ જતાં ગોભદ્ર દીક્ષા લીધી. દેવલોકમાં ઉપન્યો. અવધિના ઉપયોગથી પુત્રને જોઈ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પુત્રના સ્નેહથી તેમજ તેનાં પુણ્યથી આકર્ષાયેલા ચિત્તવાળો તે દેવ તરતને તરત ત્યાં આવ્યો. દાનના ફળથી વશ થયેલો એવો તે દિવ્ય વસ્ત્ર, અલંકાર, માલા વિ. પત્ની સહિત તેને આપે છે. જે મનુષ્ય સંબંધી કાર્ય હોય તે તો ભદ્રામાતા સંભાળે છે. એમ સર્વ બાબતમાં નિશ્ચિત બની ભોગ ભોગવે છે. એક વખત વ્યાપારી રત્નકંબલ લઈ શ્રેણીક રાજાને મહેલે આવ્યો. મહાકિંમતી છે એથી રાજાએ ગ્રહાણ ન કરીને તેથી ત્યાંથી નીકળીને વ્યાપારી ભદ્રામાતા પાસે ગયો. મૂલ્ય આપી ભદ્રાએ બધી લઈ લીધી. ત્યાર પછી ચેલાણાના ઘણાં આગ્રહથી વાણીયાને રાજાએ પાછા બોલાવી કહ્યું હે ભો ! એક રત્નકંબલ આપો. તેમને કહ્યું તે તો બધી ભદ્રાએ લઈ લીધી છે. ત્યારે ગૌરવયોગ્ય એક ભદ્ર મહંતને ત્યાં મોકલ્યો. તેણે કહ્યું કે જે ભાવે રત્નકંબલ લીધી હોય તે મૂલ્ય લઈ એક રત્નકંબલ રાજાને આપો. ત્યારે ભદ્રાએ કહ્યું “હે ભદ્ર ! તે રત્નકંબલને ફાડીને મેં શાલીભદ્રની સ્ત્રીઓ માટે પગલુંછણા બનાવ્યા. તે સાંભળી કુતુહલથી પૂર્ણ થયેલો રાજા મંત્રીને એમ કહેવા લાગ્યો. હે ભદ્ર ! તું ભદ્રાને કહે કે અમને ભારે કૌતુક હોવાથી જલ્દી શાલીભદ્રને અહીં મોકલો.” - તે સાંભળી રાજા પાસે આવી ભદ્રા વિનંતી કરવા લાગી કે હે દેવ! મારો પુત્ર ક્યારેય પણ સૂર્ય-ચંદ્રને દેખતો નથી. તો બહાર નીકળવાની વાત જ માં રહી ? તેથી અમારે ઘેર પધારવાની કૃપા કરો. કુતુહલથી રાજાએ હા પાડી. ભદ્રાએ કહ્યું, ક્ષણવાર થોભો હું પાછી બોલાવા આવુ “ઘેર જઈ પોતાનાં ઘેરથી માંડી રાજાના સિંહદ્વાર સુધી નિરંતર દુકાન રસ્તા વિ. શણગાર્યા અને ઠેર ઠેર વિવિધ જાતના નાચ, ગાન, નાટક વિ. રચાવ્યા. ત્યારપછી રાજાને વિનંતી કરી ત્યાર પછી અંતઃપુરની રાણી સાથે રાજા દિવ્ય નાટક વિ. દેખતા શાલીભદ્રના ઘેર ગયો. તે ઘર કેવું છે તે કહે ચકચકતા લાલ સોનાની ભીતવાળુ, વિચિત્ર ચિત્રથી ચિતરાયેલું, માણિક્યથી - બંધાયેલા ભૂતલવાળ, તેજ મંડલો ચારે બાજુ પ્રસરી રહ્યા છે. સુંદર રચનાવાળી પુતલીયોવાળું, વીણા વાંસલીના અવ્યક્ત અવાજવાળું, લટકતી મોતીની માળાવાળુ, તારતાલના રણરણ અવાજવાળું, ઝુલતા શ્રેષ્ઠ તોરણવાળું, મનુષ્ય સુખનું કારણભૂત, ઉંચા સાતમાળવાળુ, સારી રીતે ઘસાયેલુ તેમજ ધોળુ કરાયેલું, વસ્ત્રથી કરાતી શોભાવાળુ, ઢોળક તબલા વિ.નો સમૂહ જેમાં વાગી રહ્યો છે. એવા મહેલને દેખતો કરાયેલા અનેક મંગલવાળો, આશ્ચર્યથી ખીલેલાં નયનવાળો Page #290 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૭૯ રાજા તેમાં પેઠો. અનુક્રમે ચોથા માળે રાજા ચઢ્યો. શ્રેષ્ઠ આસન ઉપર રાજાને બેસાડ્યો. અને વસ્ત્ર અલંકાર વિ. આપી ભદ્રા તેમની પાસેથી શાલીભદ્ર પાસે સાતમે માળે ગઈ અને કહ્યુ કે “હે બેટા ! તને જોવા શ્રેણીક રાજા ચોથે માળે આવ્યો છે.” તેથી થોડીવાર માટે ત્યાં આવ. શાલીભદ્રે કહ્યું હે મા તું જ જાણે છે આનું કેટલું મોલ છે. માટે તું જ ગ્રહણ કરી લે. હું ત્યાં આવીને શું કરું ? ત્યારે માએ કહ્યું “આ કાંઈ કરિયાણુ નથી પરંતુ સર્વ લોકો અને તારો ને મારો નાથ છે.” તે સાંભળી તેજ ક્ષણે વિરક્ત થયેલો વિચારવા લાગ્યો. “કે આ સંસારવાસને ધિક્કાર હો, જ્યાં મારો પણ અન્ય કોઈ સ્વામી છે, તો દુઃખથી ભરપૂર સંસારના ભોગ માટે ન જોઈએ. હું તો દુઃખથી મુકાવનારી દીક્ષા લઈશ.” એ પ્રમાણે સંવેગ પામેલો પણ માના આગ્રહથી તારા સાથે જેમ ચંદ્ર ઉતરે તેમ પત્નીઓ સાથે તે નીચે આવ્યો. શ્રેણીકને નમ્યો; શ્રેણીકે પણ સ્નેહથી ખોળામાં બેસાડી મસ્તકે ચુંબન કર્યું. (સુંબુ). થોડીવાર એના ખોળામાં રહ્યો. એમાં તો આંસુ ઝરાવા લાગ્યો. તે દેખી માતાએ કહ્યું હે રાજન ! આને છોડી દો કારણ કે આને મનુષ્ય સંબંધી કુળમાળા વિ. ની ગંધ પીડા કરે છે. દિવ્ય વિલેપન દ્રવ્ય ફળમાલા વિ. આના પિતા દેવ (દેવ બનેલા પિતાશ્રી) દરરોજ અર્પણ કરે છે. ભદ્રાથી આગ્રહ પામેલા રાજાએ તેણીની ભોજન પ્રાર્થના માન્ય રાખી મદનવર્ધક પુષ્ટિજનક તેજ વધારનાર લક્ષપાક વિ. તેલ આપ્યા. અને પોતડી આપી સુકુમાર હાથ-પગવાળા અંગમર્દન કરવામાં હોંશીયાર પરિવાર સહિત રાજાને માલીશ કરવા લાગ્યા. રત્નનાં પગથીયાવાળી વાવડીમાં રાજા સ્નાન કરતો હતો. તેટલામાં દૈવયોગે હાથમાંથી વીંટી સરી પડી. સંભ્રાંત નયનોથી (રાજાને) નામ મુદ્રાને જોતો દેખી ભદ્રામાતાએ (દાસીઓને) કહ્યું “આ વાવડીનું પાણી ખાલી કરી બીજે સંક્રમાવી દો. યંત્ર પ્રયોગથી દાસીઓએ તેમ કર્યું. ત્યારે વિવિધ અલંકાર મળે અંગારા સરખી પોતાની વીંટી જોઈ વિસ્મયથી રાજાએ દાસીને પૂછ્યું આ શું? તે બોલી નારી સહિત શાલીભદ્રના ગઈકાલનાં માલા વિ. ઘરેણાં એમાં નંખાય છે. તે સાંભળી રાજા વિચારમાં પડ્યો. તું પુણ્યનું અંતર તો જો હું રાજા અને આ મારો નોકર છતાં આની ભોગ લક્ષ્મી આવી ઉન્નત કોટિની છે. આ ધન્ય છે. સ્નાન કરી અનેક જાતના રસવાળું વિશિષ્ટ ભોજન કરી કૃતકૃત્ય બની ઘેર ગયો. શાલીભદ્ર પણ વિરક્ત બની રહેલો છે. એટલામાં કલ્યાણમિત્રે આવી નિવેદન કર્યું કે હે સ્વામી ! તને વધામણી હો ! કારણ કે આ નગરમાં ઘાણાં શિષ્યોથી પરિવરેલા ધર્મઘોષસૂરિ પધાર્યા છે. જેમને Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦) મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મનુષ્યદેવો નમે છે. અને પોતે ચાર જ્ઞાનના ધાગી છે. તે સાંભળી શાલીભદ્રના રોમકૂપ વિકસિત થયા. અને સામગ્રી તૈયાર કરી વાંદવા ગયો. સૂરીએ ધર્મદેશના આપી કે સ્વકર્મથી જીવો શારીરિક અને માનસિક અનંત દુઃખો પ્રાપ્ત કરે છે. એટલામાં શાલીભદ્રે પૂછ્યું હે ભગવન્! કયું કર્મ કરવાથી આપણા ઉપર કોઈ સ્વામી ના થાય ? દીક્ષા. દીક્ષાને જે જીવો સ્વીકારે છે તેઓ ત્રાગે લોકના સ્વામી બને છે. ત્યારે ઘેર જઈ પગ પકડી ભદ્રા માતાને કહેવા લાગ્યો. “આજે મેં જિનધર્મ સાંભળ્યો જો માતા તમે અનુજ્ઞા આપો તો તેનું હું આચરણ કરું.” ભદ્રામાતાએ કહ્યું હે વત્સ! તે હંમેશા લોહના ચણા ચાવવા જેવું અત્યંત દુષ્કર છે. અને તારું તો દેવભોગથી સદા લાલન પાલન થયેલ છે. તેથી આવુ કણકારી અનુષ્ઠાન કેવી રીતે કરી શકીશ. કાયર માણસ માટે આ વાત બરાબર છે પણ વીર અને પ્રશસ્ત મનવાળા માટે કાંઈ પણ મુશ્કેલ નથી. જો આમ છે તો મનુષ્ય સંબંધી ગંધમાલામાં અભ્યાસ કરી અને કાંઈક કાંઈ (થોડો થોડો) ભોગ નો ત્યાગ કરે. તેમ સ્વીકારી દિવસે એક શવ્યા અને એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યો. તેજ નગરમાં ધનાઢ્ય ધન્ય નામનો શેઠ છે. જેને શાલીભદ્રની નાની બહેન પરણાવેલી છે. પતિને ન્હવરાવતી હતી ત્યારે આંસુ પડવા લાગ્યા. ભરથારે પૂછ્યું “હે ભદ્રા ! તારી આજ્ઞાનું કોને ખંડન કર્યું ? અથવા મન ઈચ્છિત કઈ વસ્તુ મળી નહિં ? તે બોલી, “મને આમાંથી કોઈ બાધા (પીડા) કરતુ. નથી. પણ મારો ભાઈ દીક્ષા લેવા તૈયાર થયો છે. રોજ એક એક સ્ત્રી અને શવ્યા છોડે છે. તેનાં લીધે મને અવૃતિ થઈ છે.” ધન્ય કહ્યું “આવું કરે તે તો હીન સત્ત્વવાળો કહેવાય” ત્યારે મશ્કરીમાં તેની અન્ય સ્ત્રીઓએ કહ્યું “જો સુકર હોય તો તમે જાતે કેમ નથી કરતા.” તમારું વચન બરાબર છે. આટલો કાલ દીક્ષા વગર ગયો. પણ અત્યારે સર્વ ત્યાગ કરતો દેખો, તેઓ બોલી અમો તો રમત કરતી હતી, તમે તો નિશ્ચયપૂર્વક બોલો છો. અનુરાગી પત્ની એવી અમને તથા ધનને અકાલ છોડો મા ! ત્યારે ધન્ય કહેવા લાગ્યો, ધન, ધાન્ય, સ્ત્રીઓ બધુ અનિત્ય જ છે. તેથી હું પ્રભુ પાસે દીક્ષા લઈશ. તો અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશુ. ધન્ય બોલ્યો. ઘણું સારું, ધર્મ સ્થાનોમાં ધન વાપરી હજાર માણસો વહન કરે એવી શિબિકામાં સ્ત્રીઓ સાથે આરુઢ થયો. સગા સંબંધી પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા. વીર પ્રભુ પાસે પહોંચ્યા. શિબીકાથી ઉતરી પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કરી કહેવા લાગ્યો કે “હે નાથ ! ભવથી ઉદ્વેગ પામેલા ભાર્યા સહિત મને Page #292 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૮૧ મહેરબાની કરી આપ જાતે દીક્ષા આપો. વસ્ત્ર - ઘરેણાં મૂકી લોચ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી. એ અરસામાં શાલીભદ્ર પણ આવો અદ્દભૂત વૃત્તાંત સાંભળી અરે હું તો હાય'. એથી તરતજ બધુ છોડી શુભક્ષેત્રોમાં દ્રવ્ય આપી, શિબિકામાં આરૂઢ થયો. શ્રેણીક રાજા પણ તેની પાછળ ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઠાઠ માઠથી નગર બહાર ગયો. છત્રાતિછત્ર દેખી તરતજ શિબિકાને મૂકી દે છે અને પૂર્વકમથી દીક્ષા લીધી. આ સંસાર વનમાં ભમતા પ્રાણીઓને જિનધર્મયુક્ત મનુષ્યપણુ વિ. દુર્લભ છે, તેમાં વ્રત સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે. તે મળી જાય તો સર્વદુઃખો ને જલાલિ અપાય. માત્ર તેમાં અપ્રમત્ત થઈ ઉદ્યમ કરવો જોઈએ. પ્રમાદથી મોંઘેરી દીક્ષા મુધા (નકામી) બની જાય. એ પ્રમાણે શિખામણ આપીને સાધ્વીઓને ચંદના સાધ્વીને અર્પણ કરી અને તે બન્ને જણને વિરોની પાસે શિક્ષા માટે સોંપ્યા. અનુક્રમે ગીતાર્થ થયા. દુષ્કર તપ કરી શરીર એટલું બધું પાતલુ અશક્ત બની ગયું કે હાડકા અને નસો દેખાવા લાગી. પ્રભુ સાથે રાજગૃહી પધાર્યા. શાલીભદ્ર મુનિ મા ખમણના પારણે પ્રભુને વાંદી ગૌચરી જતાં હતા. ત્યારે પ્રભુએ કહ્યું. આજે તારે માતાના હાથે પારણું થશે.” ઉંચાનીચા ઘેર ભમતાં બંને મહામુનિ ભદ્રા માતાના ઘેર પહોંચ્યા. પણ તપથી કાયા સુકાઈ ગયેલ હોવાથી કોઈએ ઓળખ્યા નહિં. તેમજ પ્રભુ વીર ને ધન્ય અને શાલીભદ્ર મુનિને વાંદવા જઈશું. તે માટે બધા વ્યાકુલ બનેલા હોવાથી કોઈએ તેમના ઉપર ધ્યાન દોર્યું નહિં. ક્ષણવાર રહી મુનિ ત્યાંથી નીકળી ગયા. ભાગ્ય યોગે ગોચરી પ્રાપ્ત કરી નગરથી નીકળી ગયા. એટલામાં જન્માંતરની માતા ધન્યા ગામથી મહિઆરી સાથે દૂધ લઈ વેચવા સારુ નગરમાં પ્રવેશે છે. તેટલામાં પોતાના પુત્રને જોઈ રોમાશ્ચિત બની અને સ્તનથી દૂધ ધારા નીકળવા લાગી, એવી માતાએ ભક્તિથી વાંદી દહી વહોરાવ્યું. ગૌચરી આલોવી પ્રભુને હાથ જોડી શાલીભદ્રે પૂછ્યું. “હે પ્રભુ અમારું પારણુ કેવી રીતે થયું ? સ્વામીએ કહ્યું પૂર્વ જન્મની માતાના હાથથી. પછી પૂર્વ જન્મ કહ્યો ત્યારે સંવેગ પામી તેજ દહીથી પારણું કરી પ્રભુને પૂછી વૈભારગિરીએ ગયા. એક શિલાને જાતે પૂંજી ‘પાદપોપગમન’ અનશન સ્વીકાર્યું. એટલામાં તે ભદ્રા માતા, શ્રેણીક રાજા ભક્તિથી જિનને વાંદવા પ્રભુ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | પાસે આવ્યા. શાલીભદ્ર અને ધન્ય મહાત્મા ક્યાં છે ? અમારા ઘેર ગોચરી કેમ ન આવ્યા ? પ્રભુએ કહ્યું હે ભદ્રા ! તારે ઘેર આવ્યા હતા પણ તમે કોઈએ ઓળખ્યા નહિં.” પછી સર્વ વાત કરી ત્યારે શ્રેણીક સાથે શિલાલે ગયાં ભાવપૂર્વક વાંદી ભદ્રા વિલાપ કરવા લાગી. હે પુત્ર ! ત્યારે તું બત્રીશ શા ઉપર સુતો હતો અત્યારે કર્કશ શિલા ઉપર. હા પુત્ર ! ત્યારે તુ ગીત વાજીંત્રના શબ્દોથી જાગતો હતો. અત્યારે શિયાળના ભયંકર શબ્દોથી. હા પુત્ર! પ્રિય વાક્ય બોલનાર પરિજનથી પરિવરેલો રહેતો હતો. અત્યારે સાવ એકલો શૂન્યવનમાં રહેલો છે. હા પુત્ર ! ત્યારે તું રમ્ય સ્ત્રી સાથે પોતાના મહેલમાં વિલાસ કરતો હતો, અત્યારે ભયાનક પહાડ ઉપર તું કેવી રીતે રહે છે. હા પુત્ર ! તું સદા દિવ્યભોગથી લાલન પાલન પામ્યો. અત્યારે શરીરની પણ ફિકર નહિ કરનારો તું ક્યાંથી મારી જોડે બોલે ? ' અરે રે પુત્ર ! ઘેર આવ્યો છતાં પણ તપથી પતલા થયેલા હોવાથી મંદ ભાગ્યવાળા અમે ઓળખ્યો નહિં. વિલાપ કરતી ભદ્રાને શ્રેણીક કહેવા લાગ્યો. “હે માતા ! તું આમ વિલાપ શા માટે કરે છે ? મહાસત્ત્વશાળી નરોત્તમ સુર અસુરને વંદનીય ગુણીજનોમાં અગ્રેસર છે, જે તેવા પ્રકારની ઋદ્ધિ છોડી આવું ઉત્કૃષ્ટ કોટિનું વ્રત પાલી રહ્યો છે. તું પુત્રવાળીઓમાં અસાધારણ ગવાશે. કારણકે જેણીનો આ શાલીભદ્ર મહાત્મા પુત્ર બન્યા. તને અને અમને પણ એણે તાર્યા છે. તેથી હે માતા ! હર્ષના સમયે શોક કેમ કરે છે ? હે મહાભાગ ! ઉઠ જગમાં ઉત્તમ આ મુનિઓને વાંદ, અને આપણે ઘેર જઈએ કારણ કે સંધ્યાકાલ થઈ ગયો છે. એમ રાજાએ કહ્યું અને બંને મુનિઓને વંદન કરીને શરીરથી ઘેર ગઈ. પણ ચિત્તતો મુનિને યાદ કરે છે. સાધુ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. સિદ્ધિ સુખનો સ્વાદ ચખાડનાર એવું સુખ તે વિમાનમાં તેત્રીસ સાગરોપમ સુધી ભોગવી અવીને મૃત્યુલોકમાં સિદ્ધ થશે. શાલીભદ્રનું આ પરમ પવિત્ર ચરિત્રને જે મનુષ્યો ભણે, અનુમોદે, વખાણે તેઓ દેવ મનુષ્યના સુખ ભોગવી મોક્ષ જાય છે. સંગમ કથા સમાપ્ત” Page #294 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૮૩ શ્રી કૃતપુpય કથાનક વર-વિજયો (રાજાના પક્ષે શ્રેષ્ઠ જય) યુક્ત, હજારો નદીઓ (રાજાને પક્ષે) હજારો સેનાઓ થી સંકીર્ણ, સુંદર સૂર્ય/ચંદ્ર (રાજાના પક્ષે) સુંદર ઘોડાયુક્ત સારા પ્રદેશ વાળો (રાજાના પક્ષે) સારી પ્રજાવાળો એવો જંબુદ્વીપ છે. તેમાં વળી અર્ધચંદ્રના આકારવાળુ છ ખંડવાળુ ભરતક્ષેત્ર છે. તેમાં દેશના ગુણોથી યુક્ત અને મનોહર એવો મગધ દેશ છે. તેમાં વળી ધરતી રાણીના મુકુટ સમાન રાજગૃહ નામે નગર છે. જેનાં શત્રુ હણાઈ ગયા છે. એવો શ્રેણીક રાજા તેનું પાલન કરે છે. સુકુલમાં જન્મેલી રતિ સરખી રૂપાલી નંદા અને ચેલાણા નામની રાણીઓ સાથે ભોગ ભોગવે છે. તે જ દેશમાં એક ગામમાં વાછરડાનું પાલન કરનારી દારિદ્રથી પરાભવ પામેલી એવી એક સ્ત્રી છે. તેણીનો છોકરો પાલન કરતો હતો ત્યારે જંગલમાં યતિ યોગ્ય એક ઠેકાણે કાઉસગ્નમાં રહેલાં એક શ્રેષ્ઠ સાધુને જોયા. તપથી સુકાયેલાં શરીરવાળા તેમને દેખી બાલક વિચારવા લાગ્યો. એમનું જન્મ જીવન મનુષ્યપણું સફળ છે. જે નિર્જન જંગલમાં આવા પ્રકારની વિવિધ તપ કરે છે. મારું પણ કંઈક પુણ્ય લાગે છે. જેથી એમનું દર્શન મને થયું. તેથી તેમને વાંદી આત્માને પવિત્ર બનાવુ. મુનિને વાંદતો હતો ત્યારે કોઈક ઉત્સવ આવ્યો. તેથી ગામ નારીઓ પાસે દૂધ વિ. માંગી પોતાના પુત્ર માટે ખીર બનાવી. ઘર આંગણામાં જમવા બેસેલા પુત્રને ઘી, ગોળ યુક્ત ખીરનો ભરેલો થાળ આપી કાર્ય માટે માતા ઘરમાં ગઈ. એટલામાં તે જ સાધુ ત્યાં આવ્યા. તેમને આવતાં જોઈ ભક્તિ વશથી રોમરાજી ખડી થઈ. અને હર્ષના આંસુથી ભીની થયેલી નયનવાળો વિચારવા લાગ્યો. એક તો ઘર આંગણે સાધુ મહારાજા પધાર્યા. અને ઘરમાં ધન પણ ન્યાયથી મેળવેલું છે, સાધુને વહોરાવાનો મને આજે ભાવ પણ જાગ્યો છે. તેથી આજે હું મારી જાતને (આત્માને) પુણ્યશાળી માનું છું. ક્યાં અમે અને ક્યાં આ મુનીવર ! કયાં અમે અને ક્યાં આ સંપતિ! ક્યાં અમે અને ક્યાં આ ભક્તિ ! ક્યાં અમે અને ક્યાં આ ત્રણેનું મળવું. એમ વિચારી થાળીમાં બે રેખા પાડી ત્રીજો ભાગ આપુ એમ ભાવના ભાવતો બાલક ઉઠ્યો. સાધુની સમીપે ગયો અને કહેવા લાગ્યો. જે આ શુદ્ધ હોય તો ગ્રહણ કરો. શુદ્ધ અને ભાવ જાગી મુનિએ પાત્ર ધર્યું. ત્રીજો ભાગ નાંખ્યો Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ તો ઘણી થોડી, લાગે છે. તેથી બીજો ભાગ નાંખ્યો ફરી વિચારવા લાગ્યો. જો ક્યાંથી કોઈક ખાટી વસ્તુ પડશે તો આ ખીર બગડી જશે. તેથી ત્રીજો ભાગ પણ આપે છે. વાંદીને પોતાના સ્થાને બેઠો. માએ બહાર આવી થાળી ખાલી દેખી ફરીથી ભરી. કંગાલપણાના લીધે પેટ ભરી ખાવાથી અજીર્ણ થયું. શુભ મનવાળો રાત્રે મરી રાજગૃહી નગરીમાં ધનપાલ ઈભ્યના ઘેર ભદ્રાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેથી લોકો આ કૃતપુણ્ય છે એમ કહેવા લાગ્યા. જે મહાત્મા ધન ધાન્યની સમૃદ્ધિથી મનોહર આવા ઘરમાં (શેઠાણી)ના ગર્ભમાં ઉત્પન્ન થયો, હવે કાળ પાકના સર્વાંગે સુંદર, સુંદર કાંતિવાળા પુત્રને ભદ્રા શેઠાણીએ જન્મ આપ્યો. વધામણી આપતા શેઠે પુત્ર જન્મનો ઉત્સવ કર્યો. ગર્ભ રહેલો હતો ત્યારે જ લોકો આને કૃતપુણ્ય કહેતા હતા. તેથી મા બાપે તેનું કૃતપુણ્ય નામ પાડ્યુ. ક્રમશઃ વૃધ્ધિ પામતો બોત્તેર કલામાં કુશલ થયો. જેટલામાં કામિની જનને મોહ ઉપજાવનાર એવા યુવાન વયમાં રમતો થયો. ત્યારે માં બાપે રૂપાળી કન્યાઓ જોડે હાથ પકડાવ્યો. કલાનો રસીયો તે વિષયમાં મન લગાડતો નથી. તે દેખી ભદ્રાએ ધનપાલ શેઠને કહ્યું હે નાથ ! આ ધન વિસ્તાર નકામો છે. કારણ કે મૃતપુણ્ય તો કામમાં એકદમ નિઃસ્પૃહ મનવાળો છે. તેથી આ વિષય સેવે એવું કાંઇક કરો. શેઠે કહ્યું માણસોમાં ખવડાવ્યા વિના આહારાદિ સંજ્ઞા હોય છે. વળી હે પ્રિયા ! સ્વભાવથીજ જીવોને કામાગ્નિ દીપી રહી છે. તો કયો સકર્ણ (સમજું માણસ) જલતી આગમાં ઘાસ નાંખે. આ આમ જ છે. તો પણ એમ કરવાથી જ મને સંતોષ થશે. માટે વિચાર્યા વિના આ કરો. શેઠાણીનો નિશ્ચય જાણી ખરાબ આદતવાળા મનુષ્યોની મંડળી સાથે આખો દિવસ બાગ, બગીચા વિ. માં ફરે છે. ભટકે છે. એક દિવસ વેશ્યાવાડામાં ગયો. તેમાં વળી રૂપ, યૌવનવાળી વિજ્ઞાન, જ્ઞાન, વિનય, ઉપચારમાં કુશલ એવી વસંતસેના ગણિકાના ઘરમાં પેઠો. ત્યારે તેણીએ કામને ઉદીપ્ત કરનારી વિવિધ કથાથી તેને આકર્ષી લીધો. એટલામાં તેનાં દોસ્તારો ત્યાંથી નીકળી ગયા. કામ, કલા વિ. માં હોંશીયાર તેણીએ સુરત કાલે એવો રાગી બનાવ્યો કે તેનું મન બીજેથી પાછુ ફરી માત્ર તે વેશ્યામાંજ લાગી ગયુ. દેવની જેમ વિષયસુખ ભોગવે છે. મા બાપ ઈચ્છા મુજબ ધન મોકલે છે. એ પ્રમાણે નિશ્ચિંત બનેલા તેણે મા-બાપ મરી ગયા તેની પણ ખબર ના પડી તેથી તેની સ્રી ધન મોકલવા લાગી. એ પ્રમાણે કરતા કુબેરના આશ્રમ સરખું તેનું ઘર બારમા વરસે દરિદ્ર જેવું શૂન્ય થઈ ગયું. ધન ખલાસ Page #296 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૮૫ થવા છતાં કુલીન પણાનાં લીધે તેની સ્ત્રી પોતાનાં ઘરેણાં મોકલે છે. તે દેખી કુટ્ટણી (વેશ્યાઓને સંભાળનારી) ખરેખર અત્યારે આ નિસ્ટાર બની ગયો છે. એથી હજાર રૂપિયા સાથે ઘરેણું પાછુ મોકલે છે. અને કુટ્ટિનીએ વસંતસેનાને કહ્યું પીલાઈ ગયેલા શેલડી જેવા આ કામુકને છોડી મૂક. કારણ કે આપણો આ કુલધર્મ છે. પૈસાદારને માન આપવું તેથી હે પુત્રી ! તું કુલાચારને મૂક નહિં અને ધનવાન ને સ્વીકાર. હે મા તું આવ ન બોલ. એણે આપણને એટલુ ધન આપ્યું છે તેટલું બીજો કોણ આપવાનો હતો ? આ ધન આપણી સાતમી પેઢી સુધી રહેશે. અને આ મહાભાગ ફરી પણ બીજું ધન આપશે. આચારથી ખરાબનું મારે કામ નથી. મા આ તો ઉત્તમ ગુણ રત્નોનો ભરેલો છે. આવો તેણીનો નિશ્ચય જાણી ધુતારી કુટ્ટાણીએ આકાર ગોપવી કાર્યને હદયમાં સ્થાપી ચુપ રહી. રાત્રે વસંતસેના સુઈ જતા પલંગ ઉપર સુતેલાને જાગતો દિશાચક્રને જોઈ વિચારવા લાગ્યો. શું આ ઈંદ્રજાલ છે, કે મને દિશાભ્રમ થયો છે ? અથવા તો શું આ સ્વપ્ન છે. કે આ શું હું ધાતુ વગરનો થયો છું. એમ વિચારતા તેને પાસે રહેલી દાસીએ તું ઘણાં વિકલ્પ કરીશ મા. પોતાના કુલ ધર્મને અનુસરતી કહ્યું કે વસંતસેનાની માતાએ હદથી અહિં મૂક્યો છે. તેથી તું તારા ઘેર જા. જેથી હું આ પલંગ લઈને જાઉં ત્યારે દુભાયેલા મનવાળો તે પોતાના ઘર ભણી ચાલ્યો. મોટા જંગલની જેમ નિર્જન કુકવિએ રચેલ કાવ્યની જેમ સારાવાર્થવાળા અલંકાર વગરનું (ગૃહ પક્ષે સોનાનાં), રમશાનની જેમ બીહામણું, ઘરડા માણસનું મોટું જેમ દાંત વગરનું હોય તેમ રત્ન વગરનું, સુકુ સરોવર કમલ વગરનું હોય તેમ (કમલા-ધનવગરનું) વિંધ્યાચલ પહાડ જેમ હાથીઓથી શોભાયમાન હોય છે તેમ શોભા વગરનું થયેલું એનું પોતાનું ઘર દેખતો શંકા સાથે અંદર પેસે છે. ત્યારે કૃતપુણ્યને આવતો દેખી તેની પત્ની સહસા ઉભી થઈ. તેણીએ આપેલા આસન ઉપર બેઠો અને પાણીએ પગ ધોયા. આંસુ સારતી તેણીએ મા બાપની વાત કરી. તે સાંભળી તેણે નરક જેવું દુઃખ થયું. જાતે જ પોતાને ધીરજ આપી સ્ત્રીને પૂછયું. તારી પાસે કાંઈ પણ છે ? તેણીએ પણ પોતાનું ઘરેણું આપ્યું. માલ લઈ દેશાટન જવા તૈયાર થયો. ત્યારે મિત્ર લજ્જાથી થોડા દિવસ ઘેર રહી તેણીએ મોટી પકોડી, ફળની પોટલી કરી આપી. પણ સાથે પ્રયાણ કરી લીધુ હોવાથી સાર્થ નજીકના - શૂન્ય દવકુલમાં ખાટલા ઉપર સુઈ ગયો. આ બાજુ તે નગરમાં સુધનુ નામે ઈભ્ય છે. તેને માયા બુદ્ધિથી દુષ્ટ આશય ઈચ્છાવાળી મહિમા નામની ઘરવાળી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ છે. ધનદત્ત નામે પુત્ર છે. ચાર કન્યા પરણાવી બાપ મરી ગયો. તે પણ દોસ્તારો સાથે ચાર પ્રકારનો માલ લઈ દેશાંતર જવા સમુદ્ર કાંઠે આવ્યો. વહાણમાં ચડી પેલે પાર ગયો. ધન કમાઈ પાછો ફર્યો. કાચા કોડિયાની જેમ પર્વત શિખરથી અથડાતા વહાણ તુટી ગયું. ધનદત્ત પણ મરણ પામ્યો. બચી ગયેલા એક પુરુષે ત્યાં આવી મહિમાને તે ગુસ વાત છૂપી રીતે એકાંતમાં કરી. મહિમાએ પુરુષને કહ્યું કે આ રહસ્ય છુપુ રાખવાનું. તેણીએ વિચાર કર્યો કે “વહુઓને બીજો ભરથાર લાવુ કે જેથી સમસ્ત ઘરસારનું રક્ષણ કરનારા વહુઓને પુત્રો થાય. એમ વિચારી રાત્રે નગર બહાર ગઈ અને અંધારી દેવકુલિકામાં સુખે સુતેલાં કૃતપુણ્યને જોયો. પુરૂષો પાસે ખાટલો ઉપડાવી પોતાનાં ઘેર મુકાવ્યો. અનુક્રમે તે જાગ્યો. તેટલામાં મહિમા તેનાં ગળે વળગી. સુખપૂર્વક રડતી રડતી એમ બોલવા લાગી હે વત્સ! બાલપણામાં જ મારા કમભાગ્યે તેને હરી લીધો. આખાએ ધરણીતલમાં તપાસ કરી છતા તારાં સમાચાર પણ ન મળ્યા. મુનિએ આજે તારૂં આગમન કહ્યુ હતું. અને સ્વપ્ન માં જોવાયેલુ કલ્પવૃક્ષ ઘર આંગણે પ્રાપ્ત થયું. તેથી આજે હે પુત્ર ! તું અમારા પુણ્યથી ખેંચાઈને આવી ગયો છે. આટલા કાલ તું ક્યાં રહ્યો હતો. કેવા સુખ દુઃખ અનુભવતાં તે કહે અથવા તો મારૂં હૃદય જ વજ્રથી બનેલું લાગે છે. કે જેથી તારો વિયોગ થવા છતાં એકદમ ટુકડા ન થયા. હે ગુણસાગર ! હું તારા દેહ ઉપર ઓવારી જાઉં છું. (૧ અશુભ તથા દુ:ખનું વારણ કરવા આશીર્વાદ આપવાની રીત) હે વત્સ ! તારા વિરહમાં મેં હ્રદયથી જે વિચાર્યુ તે વૈરિના દેશમાં પણ કોઈ હિસાબે ન થાઓ. દેવગુરુના વિરહથી તું આટલો કાલ રક્ષણ પામ્યો તેથી મારા જીવનથી પણ તું યુગપ્રમાણ આયુવાળા થઈશ. દેવોના પ્રભાવથી સતીઓના શીલથી પોતાના વંશને તું વધાર અને ઘરના વૈભવ ભોગવ ! તારી ભાભીઓનો ભરથાર દેશાંતરમાં મરી ગયો છે. તેથી આ ચારનો તું સ્વામી થા. આ પ્રમાણે તેણીનાં કૂટ ચરિત્રને જાણવા છતાં મતિ માહાત્મ્યથી ખુશ થયેલા અને વિસ્મય કુતૂહલથી ભરેલા તે કૃતપુણ્યે હા પાડી, પુત્રવધુઓને પણ એકાંતે બેસાડીને કહ્યું કે આવી પરિસ્થિતિમાં તમે દેવરને પતિ તરીકે સ્વીકારો કારણ કે શ્રુતિમાં પણ કહ્યુ છે કે - પતિ જતો રહે, મરી જાય, દીક્ષા લઈ લે કે નપુંસક હોય તો નારીઓને બીજો ભરથાર કરાય છે. તેથી ક્ષેત્રીય (પતિ સિવાય થી થયેલો પુત્ર) પુત્રને પણ ઉત્પન્ન કરી કુલ રક્ષા કરો. કે જેથી મારું સર્વધન રાજભવનમાં ન જાય. કુંતી મહાસતીને પણ અન્ય પતિથી Page #298 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૮૭ પુત્રની ઉત્પત્તિ સંભળાય છે. તેથી મારી વાત માનો; વિકલ્પો છોડો, તે ધુતારીએ તેની લોકશાસ્રની યુક્તિથી એવું સમજાવ્યું કે તેઓએ પણ વિના સંકોચે તેણીની વાત માની લીધી. હવે મુનિ દાનના ફળથી પેદા થયેલા બમણા રાગવાળી એવી તેમની જોડે કૃતપુણ્ય ઈન્દ્રની જેમ ભોગ ભોગવી રહ્યો છે. અને ચારેને દેવકુમાર જેવા પુત્રો થયા. એમ કરતા બાર વર્ષ વીતી ગયા. ત્યારે સાસુએ કહ્યુ કે આને છોડી દો. કાર્ય સિદ્ધ થયે છતે પરપુરુષ રાખવાનું શું કામ ? ત્યારે પુત્રવધુઓએ કહ્યું જેણે અમને ભોગવી તે શું અમારો તિ ન કહેવાય? ત્યારે સાસુના ભવા ચડવાથી ભયંકર બનેલુ મુખ દેખી ભયથી ધ્રુજતા હૃદયવાળી વહુઓએ હાં પાડી હે માતા ! તમે કહો તો આને ભાથુ બનાવીને અમે આપીએ ત્યારે આ સુખી થાઓ આ વિચારથી સર્વ વહુઓએ લાડુમાં રત્નો નાંખ્યા. લાડુની થેલી ભરી ઓશીકા નીચે મૂકી દીધી. ત્યાર પછી સાસુએ તેને મદિરા પાઈ. તેથી તે ઉંધી ગયો. ખાટલા સાથે તેજ દેવકુલિકામાં મૂકી દીધો. એટલામાં સાર્થ પણ પાછો ફર્યો. પણ રાત હોવાથી નગરમાં ન જતા ત્યાં જ રહ્યો. સાથે આવેલો જાણી પોતાના પતિની વાત જાણવા ત્યાં આવી ત્યારે તેવીજ રીતે સુતેલો જોયો. શોભાવાળો જોઈ હરખાયેલી તેણીએ પતિને ઉઠાડ્યો. ભાથાની થેલી અને ખાટલો લઈ પોતાના ઘેર ગઈ કૃતપુણ્યે પણ હકીકત જાણી પોતાના ઘેર ગયો. ત્યારે ત્યાં બંધાયેલી વેણીવાળી વસંતસેનાને જુએ છે તે શતપાક તેલથી માલિસ કરે છે. તેટલામાં સ્કૂલથી (નિશાળથી) છોકરો આવી બાપના પગે પડ્યો. ભૂખ્યો થયેલો હોવાથી ખાવાનું માંગે છે. પણ રસોઈ કાંઈ તૈયાર ન હતી તેથી તેને રડતો દેખી વસંતસેનાએ થેલી માંથી કાઢી એક લાડુ આપ્યો. તેને ખાતો ખાતો સ્કુલે ગયો. લાડુ મધ્યે મણિ દેખી આ તો ઠળીઓ છે એમ માની બીજા વિદ્યાર્થીને આપે છે. તેણે કહ્યું આ તો મણિ છે. તેથી કંદોઈને આપીએ જેથી તે આપણને મિઠાઈ આપશે. તેને આપ્યો. તેણે પણ બાજુમાં રહેલા જલકુંડમાં તે નાંખ્યો. તેના પ્રભાવથી તે પાણી ભૂમિ જેવું દેખાવા લાગ્યું. તેથી તેણે જાણ્યુ કે આ જલકાંત મણિ છે. તે મણિ સાચવીને રાખી. વિદ્યાર્થીઓને પણ જે યોગ્ય હોય તે આપે છે. આ બાજુ પ્રિયંગુલતાની દાસીએ કહ્યુ કે હે સ્વામી ! જ્યારે તમને વસંતસેનાની માતાએ કાઢી મૂક્યા તે જાણી ઘણી શોધ કરવા છતા પણ તમારા સમાચાર માત્ર પણ ન મળ્યા. તેથી સ્વામિની આ (નીચે લખેલ) કરે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વેણી બંધ શ્વેત વસ્ત્ર ધારવા. માલા વિ. નો ત્યાગ દેશાન્તર ગયેલા પતિવાળી સ્ત્રીનું જે દુધેરવ્રત તેને ધારણ કરતી રહેલી છે. આટલો કાળ તુચ્છ અન્નથી વૃત્તિ ચલાવતી તારા ઘેર રહેલી છે. તે સાંભળી કૃપુણ્યને ફરીથી પ્રેમ જાગ્યો. હવે એક વખત સેચનક હાથી પાણી પીવા નદીના પાણીમાં ઉતર્યો. તેને ગ્રાહે પકડી લીધો. માણસોએ બુમ પાડી તે સાંભળી રાજા આકુલ થયો અભયકુમારે કહ્યું ત્યાં જલકાંત મણિ નાંખો ભંડારમાંથી કાઢતા વાર લાગશે. તેટલામાં શરીરનો નાશ થવાથી ચોક્કસ હાથીને આત્મ અહિત થશે. તેથી જલ્દી મેળવવા માટે રાજાએ પડહ વગડાવ્યો. કે ભો ! ભો ! જે જલકાંત મણિ આણીને આપણે તેને રાજા અડધુ રાજપાટ અને કન્યા વિ. આપશે. તે સાંભળી કંદોઈએ જલ્દી મણી નદીમાં નાંખો. સ્થલ થઈ જવાથી જલતંતુ નાસી ગયો. હાથી તે ઉપદ્રવથી મુકાયેલો ઘેર આવ્યો. રાજાએ પૂછ્યું આ મણિ કોણ લાવ્યું હતું. આ તો કંદોઈએ લાવ્યો. તે સાંભળી રાજા ચિંતામાં પડી ગયો. હે અભય! નીચને કન્યા કેવી રીતે અપાય ? અભયે કહ્યું આની પાસે રત્નો ન હોય તેથી આને બરાબર પૂછી જુઓ. ડરના મારે તેણે સાચુ જણાવ્યું. કંદોઈને ઉચિત દાન આપ્યું. અને કૃપુષ્યને ઠાઠ માઠથી દીકરી પરણાવી. અડધુ રાજ્ય આપ્યું. તે હવે અભયકુમાર સાથે લહેર ઉડાવે છે. એક દિવસે તોણે અભયકુમારને કહ્યું કે આજ નગરમાં પુત્ર વાળી ચાર બીજી પણ સ્ત્રીઓ છે. પણ તે ઘરને હું જાણતો નથી. અભયે કહ્યું આ કેવી રીતે? જ્યારે તેણે સર્વ બીના કહી સંભળાવી. અરે ! અમને પણ તેણીએ બુદ્ધિથી જીતી લીધા. એમ અભય બોલ્યો. આવું કાર્ય કરીને આજ નગરમાં વસે છે. તો પણ અમને ખબર ન પડી. અહો તોણીની જબરી હોંશીયારી કહેવાય. તેથી તું નિશ્ચિત રહે. હમણાં તારી પત્નીઓની ખબર કાઢું. એમ કહી બે દિવસમાં એક દેવમંદિર બનાવ્યું. તેમાં કૃતપુણ્યના આકારવાળી યક્ષ પ્રતિમા કરાવી. અને નગરમાં ઘોષણા કરાવી કે સંતાનો સાથે નારીઓ યક્ષને પૂજવા પૂર્વદ્યારથી આવે અને પશ્ચિમથી નીકળે. જે કોઈ ઉઘુ કરશે તો ભારે ઉપદ્રવ થશે. એમ સાંભળી સ્ત્રી સમૂહ બાલકો સાથે આવવા લાગ્યો. તે ચારે પણ છોકરાઓ સાથે ત્યાં આવી. ત્યારે પપ્પા પપ્પા કરતાં છોકરાઓ ઝટ દઈને યક્ષ પ્રતિમાના ખોળામાં ચડી બેઠા. એક બાજુથી જલ્દી અભય અને કૃતપુણ્ય નીકળ્યા. તેને દેખી તે ચારે જણીએ શરમથી મોટું નીચું કર્યું. અભયે તે ડોસીને બોલાવી કડક શબ્દોથી ખખડાવી ત્યારે તે બન્ને ને પગે પડી (એમ સાત નારીઓ સાથે વિશેષ સુખ માણતો રાજ્ય લક્ષ્મીને ભોગવતાં તેને ઘણો કાલ વીતી ગયો.) Page #300 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૮૯ ત્યારે વિરપ્રભુ પધાર્યા. વધામણી આપનાર માણસે આવીને કૃતપુણ્ય રાજાને કહ્યું. ઋદ્ધિ સાથે પ્રભુ પાસે ગયો. પ્રભુએ ધર્મદશના શરૂ કરી. “ભો ભવ્યજીવો ! આ ચાર ગતિથી બિહામણા સંસાર સાગરમાં ડૂબતા જીવોને ધર્મ તારે છે !' ધર્મ સ્વર્ગ અને છેક મોક્ષ સુધી પહોંચવાના પગથીયા સમાન છે. | દુર્ગતિ રૂપ આ પર્વતને તોડવા માટે વજ સમાન છે. પૂર્વે સારી રીતે આચરેલા ધર્મથી અહીં શ્રેષ્ઠ ભોગો પ્રાપ્ત થાય છે. તેથી શિવસુખની લાલસાવાળાએ ધર્મજ કરવો જોઈએ. તે સાંભળી બધાઓ સંવેગ પામ્યા. માથે હાથ લગાડી કૃતપુયે પૂછયુ, હે પ્રભુ ! મેં પૂર્વભવમાં શું કર્યું જેથી આવી દિ મળી. અને વચ્ચે આંતરુ પડ્યું. પૂર્વભવ કહ્યો. સંવેગ પામ્યો. અત્યારે રાજાદિને પૂછી સઘળી સુખસંપત્તિને કરનારી સર્વવિરતી લઈશ. તું વિલંબ રાગ કરીશ મા. એમ પ્રભુએ કહ્યું. ઘેર જઈ રાજાને પૂછી સર્વસામગ્રી તૈયાર કરાવે છે. જિનેશ્વરની પૂજા યાત્રા કરાવે છે. દીન અનાથને દાન આપે છે. અભયપ્રદાનની ઘોષણા કરાવી. શ્રેષ્ઠ સાધુઓને સન્માન પૂર્વક વહોરાવે છે. ચતુર્વિધ સંઘની પૂજા કરે છે. બાંધવોને દ્રવ્ય વહેંચીને આપે છે. પછી પત્નીઓ સાથે શિબિકામાં આરૂઢ થયો. અને તે સામંત સૈન્યથી પરિવરેલો છે. તેમજ શ્રેણીક રાજા વિ. પણ જેની પાછળ ચાલી રહ્યા છે. ઉત્તમ વાજિંત્રો વાગી રહ્યા છે, હલ્કા કુળનો સમૂહ નાચી રહ્યો છે. કોયલો ગાઈ રહી છે. ભાટ ચારણો અને બંદીઓ બિરૂદાવળી બોલાવી રહ્યા છે. (બંદિ - સ્તુતિ પાઠ) એવી સામગ્રી સાથે નગરથી નીકળી પ્રભુનાં ચરણે આવ્યો. શિબિકાથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા કરી એમ કહેવા લાગ્યો હે સ્વામી ! સંસાર સમુદ્રમાં ડૂબતા મને અત્યારે કરુણાથી મોટા જહાજ સમાન દીક્ષા આપો. ભગવાને પણ દીક્ષાની સાથે હિતશિક્ષા આપી. બંને પ્રકારની શિક્ષાને ગ્રહણ કરીને તપ તપી છેલ્લે અનશન કરી દેવલોકે ગયો. આ જે ઋધ્ધિ સ્ત્રીઓ અને ભોગો તેમજ અનુપમ રાજ્ય પ્રાપ્ત થયુ તે પૂર્વજન્મમાં મહર્ષિને આપેલાં ખીરના દાનનું ફળ છે. રેખા પાડવા દ્વારા ભાવમાં આંતરું કર્યું હતું. માટે સુખમાં આંતરું પડ્યું માટે અવિચ્છિન્ન પાસે ભાવથી દાન આપવું જોઈએ. જેથી નિરંતર ભોગ ભોગવી નિર્વાણ ને પામો. ઈતિ કૃતપુણ્ય કથા સમાપ્ત” સર્વમાં પ્રધાન દાન એવાં શય્યાદાનને ગાથા વડે કહે છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ सेज्जादाणं च साहूणं देयं दाणाणमुत्तमं । सुद्धेणं जेण दिण्णेणं दिण्णं सेसं पि भावओ ॥८७॥ દાનોમાં ઉત્તમદાન એવું શવ્યાદાન સાધુને આપવું જોઈએ. શુદ્ધ વસતિ દાનથી શેષ સઘળાં દાન પણ પરમાર્થથી આપી દેવાય છે. ગુગલક્ષ્મીથી શોભતાં શ્રેષ્ઠ મુનિઓને જેણે વસતિ આપી તેણે ધૃતિ, મતિ, ગતિ અને સુખ પણ આપ્યું સમજવું. તથા અનેક ગુણયોગને ધારનારા શ્રેષ્ઠ સાધુઓને જે રહેવા મકાન આપે છે. તેના વડે વસ્ત્ર, અન્ન, પાત્ર, શયન, આસન વિ. પણ અપાઈ જાય છે. કારણ કે વસતિ માં રહેલાને તે સર્વ વસ્તુનો ઉપયોગ રક્ષા અને પરિપાલન થાય છે. ઠંડી, ગમ, ચોર, સાપ, જંગલી પશુઓ, ડાંસ, મચ્છર વિ.થી મુનિ વૃષભોની રક્ષા કરનારો શિવનગરના સુખને મેળવે છે.. પ્ર.- શવ્યાદાન સર્વોત્કૃષ્ટ કેમ લખાય છે ? ઉ.- આ શવ્યાદાન જેમને આપવાનું હોય છે તેઓ ગુણવાળા હોવાથી મહત્વશાળી કહેવાય છે. તેથી જ તેમને આપેલુ વસતિદાન શ્રેષ્ઠ કહેવાય છે. તે મુનિઓનો મહત્વ જણાવાં સારું બે ગાથા કહે છે. माया पिया य भाया य भगिणी बंधवा सुया । भज्जा सुण्हा. धणं धण्णं चइत्ता मंडलं पुरं ॥८॥ मोक्खमग्गं समल्लीणा छिंदित्ता मोहबंधणं । एए साहू महाभागा वंदणिज्जा सुराण वि ॥८९॥ મા, બાપ, ભાઈ, બહેન, બાંધવ, પુત્ર, પત્ની, પુત્રવધૂ, ધન, ધાન્ય, રાજ્ય, નગર છોડીને, મોહ બંધન તોડીને મોક્ષમાર્ગમાં તલ્લીન બન્યા છે. તેથી અચિન્ય શક્તિવાળા આ સાધુઓ દેવોને પણ વંદનીય છે. - ધાન્ય ચોવીશ પ્રકારનાં છે - જવ, ગઉં, શાલી, બ્રિહિ, બાસમતી ચોખા, કોદ્રવ, સૂક્ષ્મ કંગૂ, ગોળ કંગૂ(વટાણા), તેનો જ ભેદ વિશેષ રાલક છે. મગ, અડદ, અળશિ (એક તેલી બી) કાલીચાણા, જાયફળ, વાલ, મઠ, શ્રેષ્ઠ અડદ, શેલડી, મસૂર, તુવેર, કુલથી - (ત્રણે દાળના ભેદ છે) તથા ધાણા, કોથમીર, ગોળચણા. વળી વિશેષ ગુણ પ્રગટ કરવા સારૂં ચાર ગાથા કહે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૯૧ सागरो इव गंभीरा, मंदरो इव निच्चला । कुंजरो इव सोडीरा, मइंदो इव निब्भया ॥९०॥ સાગર જેવા ગંભીર, મેરુપર્વત જેવા નિશ્ચલ, હાથીની જેમ કર્મશત્રુ ને હરાવા માટે શૌર્યવાળા, સિંહની જેમ નિર્ભયી, એટલે અન્ય કુવાદિરૂપી હાથીની ગર્જનાથી નહિં ડરનાર - ૯CL सोमाचंदो ब्व लेसाए, सूरो ब्व तवतेयसा । सव्वफासाण विसहा, जहा लोए वसुंधरा ॥९१॥ સૌમ્યતેજથી ચંદ્રસમાં કારણ કે તેઓ સર્વજનોને આનંદ આપનારા છે. અને પરદર્શન રૂપી તારલા કરતાં અધિક પ્રભાવશાળી છે. તપ તેજથી સૂર્યસમા કારણકે પરતીથરૂપી ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ સમૂહની પ્રજાને ઢાંકનારા છે. - જેમ લોકમાં ધરતી સર્વ સ્પશોને સહન કરે છે તેમ મનુષ્ય વિ. કરેલી શુભાશુભ ચેષ્ટામાં સમભાવવાળા હોવાથી ધરતી સમાં કહેવાય. કહ્યુ છે કે - વંદન કરતા ગર્વ પામતા નથી. હીલના કરતાં બળતા નથી. ચિત્તને કાબુમાં રાખી રાગદ્વેષનો નાશ કરીને મુનિ વિચરે છે. સામે આવી પડતા વચનનાં પ્રકારો કાનમાં પેસી દુર્ભાવ ઉપજાવે છે. તેથી જે અધિક શૂરો બની આ સાંભળવું એ મારો ધર્મ છે. એમ સમજી જિતેન્દ્રિય બની સમભાવથી સહન કરે છે તે પૂજ્ય છે. જે મુનિ આકોશ પ્રહાર કડવા શબ્દો (મેણાં-ટોણાં) ઈત્યાદિ ઈન્દ્રિયોને દુઃખ દેનારા કાંટાઓને સહન કરે છે તથા જે રાક્ષસ વિ.ના ભયાનક અતિરૌદ્ર શબ્દોવાળા અટ્ટહાસ્યોને સાંભળવા છતાં સુખ દુઃખને સમભાવે સહે તે સાચો સાધું છે. આક્રોશ, તાડન, વધ, ધર્મભ્રંશ બાલકોને સુલભ છે, ધીરપુરુષ યથોત્તરના અભાવમાં આને લાભ માને છે. NI૯૧ાા सुद्धचित्ता महासत्ता सारयं सलिलं जहा । गोसीसचंदणं चेव सीयला सुसुगंधिणो ॥९२॥ શરદ ઋતુના પાણીની જેમ નિર્મલ મનવાળા, સત્યશાલી, ગોશીર્ષ ચંદનની જેમ કષાય અગ્નિનો અભાવ હોવાથી શીતલ, શીલની સુગંધથી યુક્ત હોવાથી સુસુગન્ધી મેરા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ विरया पावठाणेसु, निरया संजमे तवे । निम्ममा निरहंकारा खंता दंता जिइंदियां ॥९३॥ પાપસ્થાનોથી નિવૃત્ત થયેલાં સંયમ અને તપમાં આસક્ત, મમત્વ અને માનવગરનાં શાંત, દાંત એટલે મનને કાબુમાં રાખનારા જિતેન્દ્રિય સ્પર્શ વિ. બાહ્ય ઈંદ્રિયોને કાબુમાં રાખનારા સાધુઓ હોય છે. પાંચ આશ્રવથી અટકવું, પાંચ ઈન્દ્રિયોને કાબુમાં રાખવી કષાયનો જય કરવો, અશુભ મન વચન કાય યોગ રૂપ દંડથી અટકવું. એમ સત્તર ભેદવાળો સંયમ છે. અનશનઆદિ બાર ભેદે તપ છે. ગા अहो ! धण्णो हु सो देसो पुरं राया गिही गिहं । जं तुट्ठि मण्णमाणा णं विहरंती सुसाहुणो ॥ ९४ ॥ અહો તે દેશ, નગર, રાજા, ગૃહસ્થ અને ઘરને ધન્ય છે કે જેમાં હર્ષને મેળવતાં સુસાધુઓ વિચરે છે. ૯૪ सेज्जं जो देइ साहूणं तरे संसारसायरं । सेज्जायरो अओ बुत्तो सिद्धो सव्वण्णुसासणे ॥ ९५॥ સાધુઓને વસતિ આપનાર સંસાર સાગરથી પાર પામે છે. એથી સર્વજ્ઞ શાસન નિશીથ વિ.માં શય્યાથી તરે તે શય્યાતર એમ વ્યુત્પત્તિ કરી છે. ૯૫૫ चिट्ठताणं जओ तत्थ वत्था - ssहार - तवाणी | सम्मं केइ पवज्जंति, जिणदिक्खं पि केइ वि ॥९६॥ ત્યાં રહેલા સાધુને વસ્ત્ર આહારાદિ મળે અને મોટી તપશ્ચર્યા વિ. પણ કરી શકે અને તેમની પાસે આવી કોઈક સમકિત અને કોઈક દીક્ષાને પણ ગ્રહણ કરે એમ અનેક ગણો લાભ થાય છે. ૯૬ सिज्जादाणप्पभावेणं देवाणं माणुसाण य । पहाणं संपया फुलं फलं निव्वाणमुत्तमं ॥ ९७|| શય્યાદાનના પ્રભાવથી દેવ મનુષ્યની ઋદ્ધિ મળે તે તો (આનુષંગિક) કુલ છે. અને નિર્વાણ એ ફળ છે. ગા Page #304 -------------------------------------------------------------------------- ________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ नाणाविहाण साहूणं ओहावंताण जाव उ । कायव्वं सब्वभावेणमेवमाइ जहोचियं ॥९८॥ અનેક પ્રકારના જિનકલ્પી વિ. અને છેક જે દીક્ષા છોડવાની ઈચ્છાવાળા છે. તેમની પણ યથોચિત ભક્તિ કરવી જોઈએ. હવે યથોચિત કૃત્ય બતાવે છે. नाणं वा दंसणं सुद्धं चरितं संजमं तवं । जत्तियं जत्थ जाणिज्जा भावं भत्तीए पूयए ॥९९॥ શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર- સામાયિક વિ. સંયમ-આશ્રવ થી અટકવું તપ વિ. જેમાં જેટલું જણાય છે. તે પ્રમાણે તેમની ભાવ (પદાર્થ) થી ભક્તિ પૂર્વક પૂજા કરે છે. ૧૯૯ માત્ર વેશધારીઓનું પણ જે કહેવામાં શેષ રહેલું હોય અને ઉઘત વિહારી બહુશ્રુત ગુરુએ ઉપદેશેલું હોય શાસ્ત્રથી તે જાણીને કરે અને સાધુઓનું વિધિપૂર્વક તે સર્વ કરે, કારણ કે તે પૂર્વોક્ત બધુ વિધાન મોક્ષ સુખ આપનાર છે. આચાર શૂન્ય અને માત્ર લિંગધારી = વેશધારી જેઓ વાકપટુતા આદિ ના કારણે લોકોમાં માન્ય હોય તેમના પ્રતિ કુશલાદિ પૃચ્છા પૂર્વક નું ઔચિત્યનું પાલન કરવું કારણ કે તેથી લોકોનું ચિત્ત જીતાય છે. (અન્યથા - લોકો સારા મહાત્માઓ પર પણ આક્ષેપ કરે કે - આ લોકો તેજોવી છે, ઈર્ષાલુ છે વિગેરે.) અન્યત્ર વસતિ વિગેરે ના અભાવે સંવિગ્ન ગીતાથોને પણ અગીતાથ થી વ્યાપ્ત ક્ષેત્રમાં રહેવું પડે તો સ્વપર સચ્ચિત્ત નો ઉપઘાત ન થાય તેમ આત્મ-ભાવમાં રહેવું જોઈએ. અન્યથા આક્ષેપ બાજીથી અપર સચ્ચિત્ત ઘવાય અને પોતાની (ગીતાથની પણ) લઘુતા થાય તથા તેઓને (અગીતાથને) પણ કર્મબંધ થાય જે બંને પક્ષે અનિષ્ટ છે. (માટે આવા દેશકાલમાં આત્મ સ્વભાવમાં રમમાણ રહેવું શ્રેયસ્કર છે.) Page #305 --------------------------------------------------------------------------  Page #306 -------------------------------------------------------------------------- _