________________
૨૩૪
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ] બીજા દિવસે તેજ પ્રમાણે યક્ષને વિનંતિ કરી. દેવદિત્ર અગ્નિકુંડમાં કુઘો, તેજ પ્રમાણે યક્ષે વરદાન આપ્યું. દેવદિન્ને કહ્યું તમારી પાસે જ રહેવા દો. એમ કહી બીજી વાર કુવો, ફરી વરદાન આપ્યું. એમ ત્રીજી વેળાએ પણ વરદાન આપ્યું. ચોથી વાર કૂદવા જતાં યક્ષે પકડ્યો અને કહ્યું હે ભદ્ર ! આ ત્રણ શીર્ષથી યુક્ત (ત્રણ વાર કુળો માટે) પ્રધાન શક્તિ મને શું આપી છે. એના પ્રભાવથી ત્રણ વરદાન આપુ પણ અધિક નહિં તેથી જે ગમે તે માંગ.
કુમારે કહ્યું તો એક વરદાનથી રાજાને જે સિધ્ધિ છે તે એકવાર સાધવાથી જીવનભર રહે એવું મને આપ, બીજાથી હું જીવું ત્યાં સુધી કોઈને આ સિધ્ધિ આપવી નહિં. ત્રીજુ વરદાન પછી માંગીશ 'તથાસ્તુ’ એમ યક્ષે હા કહી ત્યારે છુપાઈને રહ્યો એ અરસામાં રાજા આવ્યો. યક્ષે રોક્યો, રાજાએ કહ્યું શા માટે અટકાવો છો ? કારણ કે ત્રણે પણ વરદાન મહાસત્વશાલીને આપી દીધા છે. ત્યારે દુભાયેલા મને રાજા ઘેર ગયો. શય્યામાં બેઠો. તપેલી રેતીમાં પડેલી મીણની જેમ, લાકડીથી ફટકારેલા સર્ષની જેમ, જાલમાં ફસાયેલા હરણની જેમ પથારીમાં પડખા ઘસતા રાત પૂરી કરી. સવારે દેવદિન્ન રાજાના દર્શન માટે ગયો. આખુય રાજમહેલ શોકમગ્ન જોયું. (કારણ પુછ્ય) તો અમારા રાજા કોઈ કારણે અગ્નિમાં પ્રવેશ કરવાના છે. માટે, તો તમે ધીર બનો હું બધુ ઠીક કરું છું. એમ આશ્વાસન આપી રાજા પાસે ગયો. તેણે કહ્યું કે હે રાજન! તમે કેમ આ હલકા માણસ જેવી ચેષ્ટા કરવા તૈયાર થયા છો ?
આગ્રહ કરતા કહ્યું મારે દાનનું વ્યસન છે. જે યજ્ઞના પ્રભાવે આટલા કાલ સુધી પુરુ થતું હતું. પણ આજે તેની મહેરબાની ન થવાથી મારી ઈચ્છા પૂરી થશે નહિં. તો દાન વગરનું જીવન શું કામનું ? આવી ચિંતાના લીધે મેં આ આદર્યું છે. જો આમ છે તો આજથી માંડી મારી સિધ્ધિથી જીવન પર્યત દાન આપો, યક્ષને સાધીશ નહિં, ઈચ્છા ન હોવા છતાં કુમારના આગ્રહથી તેનો સ્વીકાર કર્યો. કુમાર પાછો વનમાં ગયો.
એક તલાવમાં ન્હાવા ઉતર્યો ત્યાં એક મધ્યમવયની નારીએ કહ્યું.
હે મહાભાગ ! ક્યાંથી અને શા માટે અહી આવ્યો છે ? સમુદ્ર કાઠાંથી આવ્યો છું અને સુસ્થિતદેવે ખુશ થઈ મને મનોરથ યક્ષ પાસે મોકલ્યો છે. તો તે હર્ષ પામીને બોલી આ ઝાડ નીચે બેસ જેથી કંઈક રહસ્ય તને જણાવું તે કહેવા લાગી...