________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૩૫
ગગનચુંબી શિખરવાળો, સર્વ વિદ્યાધરનું નિાવાસ સ્થાન, રત્નનિર્મિત જિનાલયથી શોભતો વૈતાઢ્ય પર્વત છે. ત્યાં ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સર્વ વિદ્યાધર રાજાનો રાજા ચંદ્રશેખર નામે સમ્રાટ છે. તેણે સર્વ રાણીઓમાં પ્રધાન શ્રીકાન્તા, કનકકમલા, વિદ્યુત્થાલા, મેઘમાલા, સુતારાનામે પાંચ પટરાણી છે. તેઓને ક્રમશઃ કનકપ્રભા, ચંદ્રપ્રભા, તારપ્રભા, સુરપ્રભા, ત્રૈલોક્યદેવી નામે સર્વકલામાં કુશલ રૂપાદિથી દેવીઓને જીતનારી પાંચ કન્યાઓ છે. ચંદ્રશેખરે તેમના પતિ માટે નિમિત્તયાને પૂછ્યું. નિમિત્તિયાએ કહ્યું તારો નાનોભાઈ સુરશેખર મરીને મનોરથ યક્ષ થયો છે. તે હજી પણ તારી સાથે બંધુસ્નેહ રાખે છે. આ કન્યાઓને તેની પાસે રાખવાથી એઓનું વાંછિત ફળશે. તેથી ચંદ્રશેખરે યક્ષને સાચવવા આપી. પરપુરુષ જોઈ ન શકે તેવા એકગુણ દ્વિગુણ ત્રિગુણાદિ તેજસ્વી શરીરવાળી દેવકુલની નજીક પાતાલઘરમાં છુપી રીતે રાખી છે. જો આ યક્ષ તું માંગે તે આપે એમ હોય તો તે કન્યાઓને માંગ. હું તેઓની વેગવતી નામે ઘાત્રી છું. તારા રૂપાદિગુણથી આકર્ષાઈને એ પ્રમાણે કહું છું.
કુમાર પણ ‘જેવી માની આજ્ઞા' એમ બોલી યક્ષ પાસે ગયો. અને વિનંતી કરી. ત્રીજા વરદાનથી તારી પાસે પાતાળગૃહમાં જે કન્યાઓ રહેલી છે. તે મને આપો. ખરેખર તે કન્યાઓએ જ રાગ થવાથી પોતાનું સ્વરૂપ આને દેખાડ્યું લાગે છે. નહિતર આને ક્યાંથી ખબર પડે. એમ વિચારી યક્ષ બોલ્યો કન્યાઓ છે. પણ અત્યંત તેજના કારણે આંખે દેખી શકાય તેમ નથી. ભલે હોય, છતા પણ મને આપો ત્યારે ત્રૈલોક્ય દેવીને છોડી ચાર કન્યાઓ દેખાડી કુમાર પાસે જતા કન્યાઓનું યક્ષે કરેલું તેજ નાશ પામી ગયું. ત્યારે કુમારે કહ્યું પાંચમી કેમ નથી આપતો યક્ષે કહ્યું. આ ચારથી ત્રણગણા તેજવાળી હોવાથી દેખવી દુઃશક્ય છે માટે. કુમારે કહ્યું છતા મને દેખાડ. સ્વાભાવિક સૂર્યની મૂર્તિની જેમ દુઃખે દેખી શકાય તેમ છે, તે પણ કુમાર પાસે આવતા સ્વભાવિક રૂપવાળી થઈ ગઈ તેને દેખી સર્વ કન્યાઓને રાગ થયો. આશ્ચર્ય પામેલા યક્ષે વિચાર્યુ આ આનીજ છે. માટે કન્યાઓને પૂછ્યું આપતિ તમને ગમે છે. હા, તાત ! આપની મહેરબાની, મનોરથે કહ્યું આને અત્યંત ગુણવાળી પહેલી પત્ની છે. તેણીનો વિનય કરનારને જ આ પરણે છે. કન્યાઓ બોલી, મોટી બહેનનો વિનય કરવામાં શું વાંધો. યક્ષે આપી. ચંદ્રશેખરને બોલાવી ઠાઠ માઠથી વિવાહ કર્યો. યક્ષે કન્યાઓને મહાદાન આપ્યું. ત્યારે ત્રૈલોક્યદેવીએ કહ્યું હે તાત ! મારી માતા (મોટી બહેનને) શું આપશો. ત્યારે યક્ષે મુદ્દારત્ન આપ્યું.