________________
૨૩૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
હે ભગવન્! હું આટલો દૂર કેવી રીતે જઈશ. ત્યારે સુસ્થિત દેવે એક અમૃતરસવાળું દાડમ આપ્યું. અને આના બીજ ખાતા ખાતા જજે. તેથી તેનાં મહાપ્રભાવથી ભુખ, તરસ, થાક લાગશે નહિં. અને જલ્દી ત્યાં પહોંચી જઈશ. દેવદિન્ન પણ જેવો આદેશ” એમ કહી જવા માટે પ્રવૃત્ત થયો. થોડા જ દિવસમાં જંગલમાં પહોંચી ગયો. વિવિધ મણિઓથી બનાવેલું જેમાં કાલાગરુ કપૂર વિ. થી બનાવેલો ધૂપ સળગી રહ્યો છે, સાધકો અનેક પૂજાનાં ઉપકરણો લઈને રહેલા છે. રત્નની પ્રતિમાવાળું મનોહર યક્ષનું ભવન જોયું. દેવદિત્ર અંદર પેઠો. તેટલામાં પ્રત્યક્ષ થઈ યક્ષે કહ્યું જો આમ છે તો આ નજીકના રત્નપુરમાં જા. એમાં શક નામે રાજા છે. તું જે કાંઈ પણ જેટલું માંગીશ તે સર્વ ચાર ગણ આપશે. તેથી તે નગરમાં ગયો. તે આખુય નગર અસિ મસિ કૃષિના વ્યાપાર વગરનું હોવા છતા પણ પંચ વિષયક સુખ સેવવામાં મસ્ત બનેલું તથા વિવિધ કીડામાં રત રહેલું છે. ત્યાં વિવિધ કૌતુક દેખતો રાજમહેલે પહોંચ્યો. ઈંદ્રની જેમ વિવિધ વિનોદથી વિલાસ કરતો તથા માગ્યા કરતા ચાર ગણું આપતો એવો રાજા જોયો. તેને જોઈ એક પુરુષને પૂછ્યું કે વ્યાપાર વિ.થી ધન કમાયા વિના નગરજનો લહેર કરે છે તો આ પૈસા ક્યાંથી મેળવે છે? તેણે કહ્યું શું તું પાતાલમાંથી આવ્યો છે ? પછી આકાશમાંથી પડ્યો છે? અથવા તો શું સાગરમાંથી પડ્યો છે ? જે કારણથી તું આવું પૂછે છે ?
કુમારે કહ્યું તમે કોઇ ના કરો. હું ખરેખર જહાજ ટૂટી જવાથી સમુદ્રમાંથી આવ્યો છું. તેથી જે પરિસ્થિતિ છે તે સર્વ મને કહો. પુરુષે કહ્યું
આ અમારો રાજા નજીકના વનમાં રહેલા મનોરથ યક્ષને દરરોજ સત્વથી સાધે છે. અને તુષ્ટ થયેલો યક્ષ ચારગણુ આપે છે. કુમારે વિચાર્યું - જો આમ છે તો આ અર્થને પ્રાર્થના કરવાનું શું કામ ?” તેજ યક્ષને સાધું પણ દેખીતો લઉં “રાજા કેવી રીતે સાધે છે.” યક્ષ પાસે જઈ ઝાડના ઓઠે લપાઈને ઉભો રહ્યો. ત્યાં પહેલો પહોર પૂરો થતાં તલવાર લઈ રાજા આવ્યો. પૂજીને યક્ષને વિનંતિ કરી
ભો ! મહાયશસ્વી ! અચિન્ત શક્તિવાળા ! ઉત્તમ શક્તિશાળી જનસમૂહનું રક્ષણ કરનાર ! મને પ્રત્યક્ષ થાઓ. એમ કહી જલ્દી ધગધગતા અગ્નિકુંડમાં પડ્યો. યક્ષે શક્તિથી બહાર કાઢ્યો. કુંડનું પાણી છાંટી ફરી સારો થઈ ગયો. યક્ષે કહ્યું કે મહાસત્વશાળી વર માંગ ! રાજાએ કહ્યું તમારા પ્રભાવથી જે માંગે તેનાથી ચાર ગણુ આપું. “એમ થાઓ' એ પ્રમાણે યક્ષે કહ્યું ત્યારે પ્રણામ કરી રાજા ઘેર ગયો.