SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રતિજ્ઞા તો કરેલી જ છે. તેથી તે બાબતમાં કોઈએ કાંઈ કહેવું નહિં, તેણીનો નિશ્ચય જાણી બધા મૌન રહ્યા. એક દિવસ જોરદાર ઠંડીમાં અલ્પવશ્વવાળી તે સાધ્વીના ઉપાશ્રયની અંદર ખુલ્લા પ્રદેશમાં રાત્રે કાઉસગ્નમાં રહી. તે વખતે રતિશેખર નામનો મહાનાસ્તિકવાદી પ્રચંડ વાવ્યતર ત્યાં આવ્યો. રૂપ દેખી મોહ વશ થવાથી પ્રગટ થઈ કહેવા લાગ્યો હે બાલા! તું મને સ્વીકાર, કારણ કે તારા ગુણથી હું પ્રસન્ન થયો છું. હે સુંદર શરીરવાળી? હું રતિશેખર નામનો દેવ છું. આજથી માંડી દેવપણ હું તારો નૌકર રહીશ. તેથી તું મને સ્વીકાર. કારણ કે આ સુંદર શરીર ફરીથી મળવું મુશ્કેલ છે. પંચભૂતના સમૂહથી આ શરીર બનેલું છે. તેથી કોઈ ધર્મ નથી. પરલોક નથી. અને મોક્ષ પણ નથી. આમ બોલવા છતાં બાલપંડિતા તેણે જવાબ આપતી નથી. ત્યારે પાપીએ બળજબરીથી ભોગવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણીના તપ તેજથી અવગ્રહ ભેદવા સમર્થ ન થયો. ત્યારે વિલખો થઈ રોષે ભરાઈ એ પ્રમાણે વિચારવા લાગ્યો, કે આ દુષ્ટપતિવ્રતાના પતિને મારું તો તેનાં વિરહમાં ઝરી ખુરીને મરશે. ત્યારે વિર્ભાગજ્ઞાનથી સમુદ્ર મધ્યે કુમારને જાણી જલ્દી તેનાં વહાણમાં આવી પહોંચ્યો. વિકરાળ રૂપ કરી કહેવા લાગ્યો રે રે! ઈષ્ટદેવને યાદ કર ! તારા જહાજને હમણાં જ દરિયામાં ડુબાડું છું. કુમારે કહ્યું તું ક્યાં અપરાધનાં લીધે આવું કરી રહ્યો છે ? દેવે જવાબ આપ્યો. તારી દુષ્ટપત્નીના દુર્વ્યવહાર ના લીધે મેં પૂર્વે વિચાર્યું તેમ જ થયુ લાગે છે. જેથી દેવ પણ આવુ બોલે છે. જો તે ખબાર ચિત્તવાળી છે તો તાણીને શિક્ષા કેમ નથી કરતો ? તપના પ્રભાવે તેણીનો હું પરાભવ કરવા સમર્થ નથી. આ કોઈ મિશ્રાદ્રષ્ટિ મહાપાપી દેવ છે. મારી પ્રિયાને ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરી શક્યો નથી. માટે કોધે ભરાઈ અહીં આવ્યો છે. તેથી કદાચિત એ પ્રમાણે પણ કરશે. એમ વિચારી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે પેલો દેવ જહાજ ઉધુ કરી અસ્થાને ગયો. પાટીયું પકડી વણિક પુત્રો અને અન્ય દીપે પહોંચ્યા. દેવદિત્રને પણ પાટીયું મળ્યું અને પંચ નમસ્કાર ગણતો ગાગતો કાંઠે આવ્યો. કર્મ સંયોગે લવાણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવે તેને જોયો. સાધર્મિક છે એમ માની ખુશ થઈ કહેવા લાગ્યો હે ભદ્ર! હું રત્નાકર છું તારી પંચનમસ્કારની ભક્તિથી હું ખુશ થયો છું. તેથી અહીંથી પાંચસો યોજન દૂર રત્નપુરની નજીકના વનમાં રહેલા મારા મિત્ર મનોરથ યક્ષ પાસે જા. તે મારા કહેવાથી જે તું માંગીશ તે સર્વ સંપાદન કરી આપશે.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy