________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૩૧ જેમ ઘોંઘા નામના કીડાથી વ્યાપ્ત હોય. સાંખ્યદર્શન મોટી સંખ્યાઓથી ભરપૂર હોય તેમ મોટા મોટા શંખના સમૂહથી પૂર્ણ, શ્રેષ્ઠ રથ જેમ સુંદર પૈડાવાળો હોય તેમ કલ્લોલ વાળો, દેવકુલ જેમ પીઠીકાવાળું હોય તેમ પીઠ જાતિના માછળાવાળો, સેના જેમ મુસાફરીવાળી, ધ્વજાવાળી હોય તેમ મસ્યવાળો ઉછળતા મોટા મોટા મોજાઓથી જાણે ઉભો થઈ સામે આવતો ન હોય. તરંગ માળારૂપી ભુજાઓથી જાણે આલિંગન કરતો ન હોય. સંખ્યાતા ભમતા જલચરોના મોટા અવાજથી જાણે બોલતો ન હોય. શ્વેત ફેણ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. પક્ષિઓના કલકલ અવાજથી જાણે વાતો કરતો ન હોય. તેવો સમુદ્ર જોયો. તેને પૂજી યાનપાત્રો જોયા. તેમાંથી જિનવચનની જેમ અક્ષત. ગુણાધારવાળું. એકદમ ચોકખું. નૈગમાદિ નયવાળું (યાનપણે આવા જવાના. અનેક દરવાજાવાળું અતિ સુંદર ગોઠવાયેલા પાઠવાનું (યાનપક્ષે શ્રેષ્ઠ સફેદ પટવાળુ, મહાર્થની ઉત્પત્તિનું કારણ (યાનપક્ષે ઘણાં ધનથી ઉત્પત્તિનું સાધન) આશ્રિત જનોને વૈભવ આપનાર, ડુબતા જંતુઓને તારવામાં સમર્થ, દેવાધિદેવથી અધિષ્ઠિત (શ્રેષ્ઠ દેવથી અધિષ્ઠિત) એવું વાહન ભાડે લીધું. બધો સામાન તેમાં મુક્યો. ત્યારપછી ચોખા ઘઉ વિ. ધાન્ય, પાણી, લાકડા વિ. સંગ્રહ કર્યો છો, દેવગુરુને પૂજા મહાદાન આપી પરિવાર સાથે વહાણમાં ચઢ્યો.
સમુદ્રમાં ભરતી આવે છતે, પૂજાવિધાન પૂરા થયે છતે, વિવિધ પતાકાઓ ઉચી કરાવે છતે, લંગર છુટી કરાય છત, જહાજના થાંભલા ઉભા કરાયે છત, જહાજનો ખલાસી, કર્ણધાર, જહાજના નીચા સ્તરનો નૌકર અને કેપ્ટન તૈયાર થયે છતે, યાનપાત્ર બંધનથી મુક્ત કરાયું. અને સાનુકૂલ પવનના યોગે થોડાજ દિવસોમાં ઘણાં યોજન નીકળી ગયા.
આ બાજુ તે બાલ પંડિતા સ્નાન વિલેપન શણગાર વિ. કર્યા વિના પૌષધ વિ. માં રક્ત બનેલી, આયંબિલ કરતી લગભગ સાધ્વીજીના ઉપાશ્રય માં રહે છે. તેથી એક વખત પ્રસન્નમનવાળા સાધ્વી મા બાપ, સાસુ સસરા વિ કહેવા લાગ્યા છે બેટી ! તારું શરીર સુકોમલ છે. તેથી આવો તપ કર નહિ તેણીએ વિનંતિ કરી છે વડિલો ! આપ ખેદ ન કરો છ મહીના સુધી જ હું આ કષ્ટ સહન કરવાની છું. પાછળથી તો હું અનશન લઈશ. જો છે મહીનામાં મનોરથ પૂરા કરી મારા નાથ ન આવે તો તમારી (સાધ્વી) સમક્ષ નિશ્ચયથી હું આ વ્રત લઈશ.
તેઓએ કહ્યું હે બેટી ! તારો ધાગી બહુ દૂર દેશમાં ગયો છે તેથી છ મહીના માં આવવો શક્ય નથી. માટે તું આવી પ્રતિજ્ઞા ન કર. તે બોલી