________________
૨૩૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હોય તેઆને સંસાર સુખ હોય છે. આણીની મહેંદીનો રંગ પણ ઉડ્યો નથી અને આવું બોલે છે. તેથી નક્કી આ બીજામાં આસક્ત હોવી જોઈએ. આ સારું થયું. આપણ અડચણ કરનારી તો ન બની. એમ નિશ્ચય કરી તાત પાસે જઈ વિનંતી કરવા લાગ્યો...
હે તાત ! મને અનુજ્ઞા આપો કે ધન કમાવા પરદેશ જાઉં અને પુરુષાર્થ કરું (સાધુ). પિતાએ કહ્યું હે વત્સ! કુલ પરંપરાથી આવેલું દાન- ભોગમાં સમર્થ ઘણું ધન તારે છે. તેથી તેનો જ ઉપયોગ કરતો નિશ્ચિત થઈને રહે કારણ કે તારો વિયોગ હું સહન કરવા સમર્થ નથી.
દેવદિત્રે કહ્યું જે લક્ષ્મી પૂર્વ પુરુષોએ પેદા કરી હોય તેણીને ભોગવતા સજ્જન પુરુષનું મન કેવી રીતે (શું) લજ્જા ન પામે ? તેથી મને કૃપાથી ભીનાહળવા હૈયે અનુજ્ઞા આપો કે જેથી પોતાના હાથથી કમાયેલા ધનથી કીર્તિ ફેલાવું. ત્યારે નિશ્ચય જાણીને મા-બાપે વિર્સજન કર્યો. (રજા આપી) અને તે સર્વ તૈયારી કરવા લાગ્યો. ત્યારે પુત્રવધુ ક્યારેક આને રોકે નહિં માટે પહેલાંથી જણાવી દેવું સારું, એટલે બાપે કહ્યું હે બેટી ! તારો પતિ પરદેશ જવાનો લાગે છે. તે બોલી હે તાત! તમારાથી જન્મેલા પુરુષને અનુસરનાર આર્યપુત્રને આ યુક્ત છે. જેથી કહ્યું છે. સિંહ, પુરુષો હાથીઓ સ્થાનનો ત્યાગ કરે છે. કાગડા કાપુરુષો, મૃગલાઓ પોતાના ઠેકાણે જ મરે છે. તે સાંભળી આ અન્યમાં આસક્ત લાગે છે. એમ વિચારી મા બાપ મૌન રહ્યા. કુમાર તૈયાર થયે છતે પોતાનું ધન આપી ચાર ભાગ કરી વણિકપુત્રો કુમારના સાથીદાર બનાવ્યા. ત્યાર પછી શુભ દિવસે હાથીની અંબાડીએ ચડી દાન આપતો કુમાર નીકળીને પ્રસ્થાન મંગલે ઉભો રહ્યો. બાલપણ્ડિતા પણ હાથિણી ઉપર ચઢી શણગાર સજી પ્રસન્નમુખવાળા કુમારના દર્શન માટે આવી. ક્ષણવાર પછી તેણીએ વિનંતી કરી હે સ્વામીનાથ! આદેશ આપો કુમારે પણ લોકરિવાજે કૂલની માલાથી યુક્ત પાન બીડ આપ્યું. મુખમાં નાખીને બોલી હે નાથ ! ફરીથી પણ તમે આપેલું તંબોલ મારા મુખમાં પ્રવેશશે. એમ બોલતી તેણીએ વેણી બાંધી અને હર્ષિત મને ઘેર ગઈ. લોકો પણ તેવું દેખી તે જ પ્રમાણે વિચારતા નગરમાં પેઠા.
કુમાર પાગ અહો ! સ્ત્રીની ચેષ્ટાઓ વિચિત્ર છે. તેથી કોઈ વાસ્તવિકતા ની ખબર પડતી નથી. એમ વિચારતો આગળ ચાલ્યો. અનુક્રમે ગંભીરક નામના બંદર (વેલાકુલે) આવ્યો. શ્રેષ્ઠ હાથી જેમ મદ વગરનો હોય, પ્રધાન મહેલ, ઉંટ વગરનો હોય, દેવો મરણ વગરનાં હોય, મુનિવરો ઈષ્ટ પદાર્થ વગરના હોય, રાજા (રા) ગર્વ વગરનો હોય, તેમ મગરમચ્છને હિતકારી-મશાન