________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
નરર પણ પૂછયું છે કે તે કન્યા ઉપર કુમારને ઘણો રાગ છે. તેથી કુમારના ભાવ જાણી આપણે યથાયોગ્ય કરીશું. અવસરે કુમાર સાંભળે તેમ શેઠ બોલ્યા...
મા બાપને છોડવા ન જોઈએ. પત્નીનો પણ વિશ્વાસ ન કરવો. પત્નીનું ઘન ન લેવું તથા પોતાની દાસીની કામના ન કરવી. ત્યારે પિતાનો ભાવ જાણી કુમાર બોલ્યો હે તાત ! દુર્બલ ભીંત પડતી હોય તો અંદરની બાજુમાં પડે તો સારું કે બહારની બાજુમાં પડે તો સારું. બાપે કહ્યું અંદર બાજુ પડેતો ઈંટ વિ. ખોવાય નહિં એથી અંદર બાજુ પડે એજ સારું. કુમારે કહ્યું છે એમ છે તો આપ એવું કેમ બોલો છો ? શેઠે પણ તેના ભાવ જાણી ઠાઠ માઠથી લગ્ન કર્યા. દરરોજ વધતા જતા અનુરાગ-વાળા તેઓ વિશેષ શણગાર સજીને મોજથી રહે છે.
કાંઈક પ્રયોજનથી બાલપરિડતા બહાર ગઈ તેણીને દેખી પોતાની બેનપણીને ઉદ્દેશી એક સ્ત્રી બોલી હે સખી - પુણ્યશાળીમાં આ પ્રથમ છે. જેણીને આવી રિધ્ધિસિધ્ધિવાળું ઘર મળ્યું છે. ત્યારે બીજી બોલી - હે સખીઆવું બોલીશ મા. જો નિર્ધન પુરુષને પરણી તેને ધનવાન બનાવે તો હું પુણ્યશાલી માનું તે સાંભળી બાલપડિતા વિચારવા લાગી આણીએ પરિણિતિથી સુંદર વચન કહ્યું છે. તેથી ધન કમાવા સારુ નાથને અન્યત્ર મોકલી હું પુણ્ય ઉપાર્જન કરવામાં રક્ત બનું જેથી સ્વામીનાથે ઘણું ઘન કમાય, એમ વિચારી ઘેર આવી ત્યાં તો પતિને ચિંતા સાગરમાં ડુબેલા જોયા. કારણ પૂછયું..
ત્યારે કહ્યું કે હું શણગાર સજી મિત્રો સાથે બેઠો હતો ત્યાં બે પુરુષોએ મને દેખ્યો તેમાંથી એક જણ બોલ્યો આજ વખાણવા લાયક છે. જે એકલોજ વિવિધ ઋદ્ધિ ભોગવે છે. અને હાથીની જેમ સતત દાન ગંગા વહાવે છે. ત્યારે બીજો બોલ્યો તે ભદ્ર ! તું આને શું વખાણે છે ? જે પૂર્વ પુરૂષોએ કમાયેલી લક્ષ્મીને ભોગવે છે. જે પોતાના હાથે કમાયેલી લક્ષ્મીથી આવી ચેષ્ટા કરે તેને હું પુરુષ માનું બાકી બધા કપરુષ જ છે. તેથી હે પ્રિયે ! ક્યાં સુધી પરદેશ જઈ જાતે ન કમાઉં ત્યાં સુધી મને શાનિ નહિ થાય. તે બોલી નાથ! તમારો અભિગમ સરસ છે. કારણ કે તે જ સુભગ છે. તેજ પંડિત છે. તે વિજ્ઞાન પામેલા છે. જે જાતે કમાયેલી લક્ષ્મીથી કીર્તિ ફેલાવે છે. તેથી નાથે તમારા મનોરથો પૂરા થાઓ. તે મને ઈચ્છિત છે. તેમ કરો તેણે વિચાર્યું, પતિ પ્રવાસની ઈચ્છા કરે ત્યારે કોઈ નારી આમ બોલતી નથી કારણ કે, ભર્તારના પ્રવાસમાં નારીનું સર્વ સુખ જાય છે. કારણ કે પ્રિયતમ સ્વાધીન