________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૪૧) કોલીઓ ગળતી દેખી અરે રે ! ખોટુ થયું ખોટુ થયું એમ બોલતો છુરીથી પેટ ફાડી ગર્ભ કાઢ્યો અને ધી વિ. માં શેષ દિવસો પૂર્યા. માતા દ્વારા ચવાઈ રહેલો તે કવલનો એક બિંદુ ગર્ભના માથે પડ્યો. તેથી તેનું બિંદુસાર નામ પાડ્યું. તે દેહ અને કલાકલાપથી વૃદ્ધિ પામ્યો. રાજાની મૃત્યુ બાદ તે રાજા થયો. રાજાએ કહ્યું તું ચાણક્યને બરોબર અનુસરજે. તે પણ તે રીતે કરવા લાગ્યો. પણ એક વખત એકાંતમાં નંદતરફી પ્રધાન સુબંધુએ કહ્યું કે હે દેવ! જો કે તમે અમારા ઉપર ખુશ નથી. પણ આ પટ્ટાલંકાર (રાજાના ઉત્તરદાયી) નું હિત અમારે કહેવું જોઈએ. આ જે ચાણક્ય મંત્રી છે. તે ઘણોજ સુદ્ર છે. કે જેણે રોકકલ કરતી તમારી માતુશ્રીનું પેટ ફાડીને મારી નાંખી હતી. તેથી તમે પણ યત્નથી જાતને સાચવજો. તેથી રાજાએ અંબાધાત્રીને પૂછયું કે હે મા ! શું આ વાત સાચી છે. ? ધાત્રીએ કહ્યું વાત તો સાચી જ છે. તેથી ચાણકય ઉપર રાજા ગુસ્સે થયો. તેથી તેને આવતો દેખી પોતે મુખ ફેરવી લીધું. બીજો કોઈ ચાડીયુગલખોર અંદર ઘુસી ગયો લાગે છે. એમ જાણી ચાણક્ય ઘેર પાછો ફર્યો.
સ્વજનવર્ગમાં ઉચિત રીતે દ્રવ્ય વહેંચી એક ઓરડામાં પેટીની અંદર ગંધનો દાભડો એક પત્ર સાથે મૂક્યો. અને સર્વને તાલા લગાડી નગર બહાર જઈ બકરીની લીંડી વચ્ચે ઈંગિત મરણ રૂપ અનશન સ્વીકાર્યું. અંબાધાત્રીએ કહ્યું કે પુત્ર ! તે મહામંત્રીનો તિરસ્કાર કર્યો તે સારું નથી કર્યું. આના આધારે તો રાજ્ય અને જીવન મળ્યુ છે. એમ કહી પૂર્વની બીના કહી સંભળાવી. તેથી માફી માંગીને તેને પાછો લાવ. તેને લાવવા રાજા સપરિવાર ચાણક્ય પાસે ગયો. ખમાવીને કહ્યું કે મહેરબાની કરી ઘેર આવો. ચાણક્ય બોલ્યો. મેં સર્વ ત્યાગ કરી લીધો છે. કારણ કે મેં અનશન સ્વીકાર્યું છે. આનો નિશ્ચય જાણી ખમાવી અને વંદન કરી બિંદુસાર રાજમહેલમાં પાછો વળ્યો. “જો આ કદાચ પાછો ફરે તો મારું નિકંદન કાઢી નાંખશે.” એવું વિચારી રાજાને વિનંતી કરી હે દેવ ! અત્યારે ચાણક્ય શત્રુ મિત્ર ઉપર સમભાવનાં કારણ દેવરૂપ જ છે. માટે તેમની હું પૂજા કરું ! રાજાએ કહ્યું કરો. ત્યારે માયાથી પૂજા કરી ધૂપ ઉપાડી સંધ્યાકાળે લીંડી વચ્ચે અંગારો મકી પોતાનાં ઘેર આવી ગયો. ચાણક્ય પણ આગથી દાઝતો છતાં સહન કરે છે. બહુપિત્ત મુત્ર અને રૂધિરથી ભરેલાં એવાં અશુચિમય અને દુર્ગધી દેહ ઉપર રે જીવ તું રાગ રાખીશ નહિં, પુણ્ય અને પાપ એ બેજ જીવની સાથે જાય છે. શું આ શરીર કોઈ પણ સ્થાનથી સાથે ચાલ્યું છે ખરું ?