________________
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | મન:પર્યવજ્ઞાની રૂ૫ જિનેન્દ્ર હોવાથી તેઓમાં સંપ્રત્યય ન થાય એટલે કે તેઓ જિનેન્દ્ર છે એવો દૃઢ વિશ્વાસ ન થાય માટે સર્વજ્ઞપદ મૂક્યું છે. એમ અન્ય ઠેકાણે પાણ ચાલના અને પ્રત્યવસ્થાના વિચારી લેવાં.
અહીં “વામિ' ઈત્યાદિ નમસ્કાર પાપપંક ધોનાર હોવાથી મંગલરૂપે છે. અને મંગલ વિદ્ધ નાશક હોવાથી વિદ્ધ દૂર થાય છે એમ કીધું. ઐહિક પ્રયોજન શ્રોતાને શાસ્ત્ર બોધ છે અને કર્તાનું ઐહિક પ્રયોજન સત્વનો ઉપકાર પરલોક સંબંધી પ્રયોજન ઉભયની સ્વર્ગ અપવર્ગની પ્રાપ્તિ છે તે અહીં નન્દતિ આ પદ વડે પ્રતિપાદન કરેલુ જાણવું. વળી આ પ્રકરણનું અભિધેય સમ્યકત્વનો શુદ્ધિ વિ. છે તે અભિનન્દયા પદથી જગાવી છે. પ્રભુબિમ્બ જોઈ હરખાવું એનાથી સમકિતની નિર્મળતા જણાઈ આવે છે. આ કથનથી આગમ વિદ્ધ નાશ કરનાર છે તેથી વિદ્ધની શંકા દૂર થાય છે. ફર્વન્તપદ થી દકત અનુષ્ઠાન કરવાનું દર્શાવવા દ્વારા અભિધેય કહેવાયું છે.
વચનરૂપને પામેલ આ શાસ્ત્ર તે ઉપાય છે અને દર્શન શુદ્ધિ વિ. ઉપેય હોવાથી ઉપયોપેય લક્ષણ સંબંધ સામર્થ્યથી કહેલો જાણવો. આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ થયો. | ૧ |
યામ અભિનન્દન્ત' = આનાથી સમ્યકત્વની શુદ્ધિ વિ. કહીશ એમ સૂચવ્યું છે. સમ્યકત્વ નિસર્ગ અને અધિગમથી થાય છે. તેમાં નિસર્ગ સમફત્વની પ્રાપ્તિ મિથ્યાત્વમળના પડલ થી આવરાયેલા હોવાથી દુષમકાળના લોકોને દુર્લભ છે. ગુરુ ઉપદેશથી અત્યારે પ્રાય: કરીને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે માટે ગુરુ ઉપદેશ જ શરૂઆતમાં કહે છે.
जिणाण धम्म मणसा मुणेत्ता, सो चेव वायाएँ पभासियो । कारण सो चेव य फासियब्बो, एसोवएसो पयडो गुरूणं ॥२॥
| જિનનો ધર્મ મનથી જાણી તેજ વાણીથી કહેવાનો છે. અને કાયા થી તે જ સ્પર્શવો જોઈએ. આ ગુરુનો પ્રગટ ઉપદેશ છે.
જિના :- રાગાદિ શત્રુનો જય પામેલા - તેઓનો ધર્મ-શ્રુત અને ચારિત્ર રૂપે છે. ત્યાં દુર્ગતિમાં પડતા પ્રાણિસમૂહને રોકી રાખવાથી અને સુગતિમાં ધારવાથી ધર્મ કહેવાય છે. કીધું છે કે..
દુર્ગતિ ભાગી આગળ વધેલાં (ધસી રહેલાં) પ્રાણીઓને જેનાથી ધારણ