________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ)
પુરાણ, મનુએ બનાવેલી સ્મૃતિઓ, અંગ સહિત વેદ અને આયુર્વેદચિકિત્સા આ ચારે આજ્ઞાસિદ્ધ છે. તેઓને યુક્તિઓ વડે હણવાં ન જોઈએ.
આ કહેવા દ્વારા તેઓ વડે તેઓની યુક્તિ પરીક્ષાનું અસમર્થપણું જાહેર કર્યું છે. કહ્યું છે જે કાંઈક કહેવાની ઈચ્છા હોય તો તેના વડે આ વિચારાય નહિ. એટલે પોતાની વાત સાચી હોય તો “આના વિશે મને કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ” એવો ડર ન બતાવે. જે સોનું શુદ્ધ હોય તો પરીક્ષા થી શા માટે ડરે ?
નીયા લવમ ભૂવા ય આગિય' ઈત્યાદિ પ્રાકૃત ના સૂત્ર લક્ષણ થી અહિં અને આગળ પણ = અનુસ્વારનો લોપ થયેલો જાણવો મૂળગાથા - તથા તેની સ્તુતિ કરતાં તથા તેમાં કહેલ અનુષ્ઠાન કરવાથી પ્રાણીઓ આનંદ પામે છે. એટલે કે મનુષ્ય દેવ અને અપવર્ગનાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થી સમૃદ્ધ બને છે આ પદાર્થ કીધો પદવિગ્રહ પણ પદાર્થની સાથે કીધો હોવાથી પૃથ કહેતાં નથી.
અત્યારે ચાલના-શંકા પ્રત્યવસ્થાન-સમાધાન સાથે જ કહેવાય છે. સર્વજ્ઞ જિનેન્દ્ર જિનચંદ્ર એમ ત્રણ પદો શા માટે ગ્રહણ કર્યા ? સર્વજ્ઞ કહેવાથી જિનની પ્રાપ્તિ થઈ જાય છે કારણ કે સર્વ અત્યંતર શત્રુ ના વિજય વડે જ સર્વશનું સર્વશપણું ઉત્પન્ન થઈ શકે. આવી શંકા ન કરવી કારણકે વિષ્ણુ, શંકર, બ્રહ્મા, વિ. ને પણ બીજાઓ સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. તો પણ તેઓની વાણીમાં શ્રદ્ધા ના થાઓ ! એથી તેનાં નિષેધ માટે જિનપદ ગ્રહણ કર્યું છે. તો પછી સર્વજ્ઞજિન આટલુ રાખોને ઈન્દ્રપદ વધારાનું લાગે છે કારણકે સર્વજ્ઞ જિનો શેષ દેવોની અપેક્ષાએ ઈન્દ્ર છે જે વાત સાચી છે પરન્તુ સામાન્ય કેવલીઓ પણ સર્વજ્ઞ જિન સાથે આવ્યભિચારી છે તેથી તીર્થંકર ની પ્રતિતિ માટે ઈન્દ્ર પદનું ઉપાદાન કરેલ છે.
જો એમ હોય તો સર્વશે આટલું જ રાખો જિન એ નકામું છે સર્વશે અન્તર શત્રુનાં વિજયથી જિન છે. આ બરાબર છે. પરંતુ શિવ વિષગુ બ્રહ્મા ને પણ તે પક્ષ વાળાઓએ સર્વશેન્દ્ર તરીકે સ્વીકારેલાં છે તેનાં નિષેધ માટે જિનપદ કીધું છે. એ પ્રમાણે તો સર્વજ્ઞ ફોગટ થશે. કારણ કે જિનેન્દ્ર સર્વજ્ઞથી ભિન્ન નથી.
સાચી વાત છે પરન્ત શ્રુત-સામાન્ય અવધિજ્ઞાની અને જુમતિમ પર્વવજ્ઞાની રૂપ જિનની અપેક્ષાએ પરમાવધિ વિપુલમતિ