________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
અને તેનાં પ્રતિપાલન માટે પહેલાં જ નમસ્કાર કહે છે. वंदामि सब्वत्रुजिणिंदवाणी पसन्नगंभीरपसत्यसत्था । जुत्तीजुया जं अभिनंदयंता नंदंति सत्ता तह तं कुता ॥ १ ॥
૨
પ્રસન્ન ગંભીર અને પ્રશસ્ત શાસ્ત્રમય સર્વજ્ઞ જિનેન્દ્રનીવાણીને હું વંદન કરું છું. યુક્તિયુક્ત આ જિનવાણીનું અભિનંદન કરવાવાળા અને પાલન કરવાવાળા આત્માઓ આનંદ પામે છે.
તે વ્યાખ્યા સંહિતા વિગેરેના ક્રમથી થાય છે. જે કારણે કીધું છે... શરૂઆતમાં વિદ્વાન પુરુષો અહીં પદોમાં સમુદિત પદવાળી સંહિતા કહે છે. ત્યાર પછી તે પદ અને પછી પદોનો અર્થ અને પછી પદોનો વિગ્રહ કહે છે. પછી નિપુણ તાર્કિકો વડે કહેવાયેલ શંકાઓ ને સમાધાન બતાવે છે.
એ પ્રમાણે પંડિત પુરુષોને માન્ય સૂત્ર વ્યાખ્યા છ પ્રકારે થાય છે. ત્યાં સ્ખલના વિના (એક સાથે) પદોનું ઉચ્ચારણ કરવું તે સંહિતા કહેવાય છે. “સર્વજ્ઞ, જિનેન્દ્રની, વાણીને, વાંદુ છું.'' આમ છુટા છુટા પદોનું કહેવું તે પદ.
=
- સર્વજ્ઞ જિનેન્દ્રની વાણીને ભિન્ન ઘણા પ્રકારના પદાર્થ
પદાર્થ એટલે વન્દે = સ્તુતિ કરું છું; કોને સર્વજ્ઞ = સર્વ સમસ્ત સ્વપર પર્યાયના ભેદથી સમૂહને જાણે છે તે એટલે કે સર્વ જાણનાર, જિન રાગાદિ શત્રુને જીતનાર એટલે સામાન્ય કેવળીઓ તેઓના ઈન્દ્ર-નાયક તે જિનેન્દ્ર ઈન્દનાત્ = આઠ મહાપ્રાતિહાર્ય વિ. ઐશ્વર્ય થી યુક્ત હોવાથી ઈન્દ્ર એટલે તીર્થંકર સર્વજ્ઞ એવાં જિનેશ્વર તેઓની વાણી અંગ, અંગબાહ્ય વિ. પ્રકારથી ભિન્ન; વળી તે કેવી છે ? પ્રસન્ન-સુખપૂર્વક સમજી શકાય તેવી ગંભીર = દૃષ્ટ જીવાદિ ગંભીર પદાર્થના કારણે બીજાઓ વડે પાર ન પામી શકાય તેવી ગંભીર, હિંસાદિનું નિવારણ કરનાર હોવાથી પ્રશસ્ત શાસ્ત્રવાળી અથવા પ્રસન્ન એટલે ક્રોધાદિના જયથી ઉત્તમ ઉપશમરસવાળા ગંભીર શ્રુતકેવલી હોવાથી અન્ય વડે જેનાં મધ્યઉંડાણની પ્રાપ્તિ ના થઈ શકે તેવા સૂત્ર રૂપે જે વાણીને ગણધર ભગવંતોએ ગૂંથી છે; એવી યુક્તિયુકત જિનવાણીને હું વાંદુ છું.
=
=
નહિ કે પુરાણાદિની જેમ માત્ર આજ્ઞાસિદ્ધા; એટલે કે આ તો સર્વ ઈશ્વરની લીલા છે. એમાં આપણે કોઈ યુક્તિ લગાડવાની નથી. પુરાણ શાસ્રીઓ વડે કહેવાયુ છે કે...