________________
૧૩૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ માંગતા કોધે ભરાઈ ભુખથી ઉદ્વેગ પામેલી ઘા કરીને હણે છે. ભર્તા ભાર્યા ને મુકી જાય છે. અને પત્ની પોતાનાં ભરથાર ને મુકી જવા લાગી. ભિક્ષાચરોને કશું પ્રાપ્ત થતું નથી. ઘેર ઘેર ભમતાં સાધુ અને ગૃહસ્થોનું છુપાયેલ અન્ન
ચોરો હરી જાય છે. - બીજું શું કહીયે. દારુણ દુર્ભિક્ષના કારણે પાટલિપુત્રમાં સર્વ અસ્તવ્યસ્ત થઈ ગયુ.
આવાં અનાગત દુષ્કાળને જ્ઞાનથી જાણી ત્યાં વિહાર કરતાં પધારેલા જંઘાબલક્ષીણ થવાનાં કારણે ત્યાંજ વર્ષાકાલ રહેવાની ઈચ્છાવાળા શ્રી વિજયસૂરિએ અન્ય આચાર્યને પોતાનાં પદે સ્થાપ્યાં. અને એકાંતમાં વિશેષ ઉપદેશ આપ્યો. બાલ અને વૃદ્ધ સાધુઓની ભરપૂર ગચ્છને તેમની સાથે અન્ય સુભિક્ષ દેશમાં મોકલ્યો.
પણ બે બાલ સાધુઓ આચાર્યના સ્નેહથી પાછા વળ્યા. વાંદીને પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરુએ કહ્યું તમે સારું ન કર્યું. અહિં માતા પુત્રના સંબંધને નહિં ગમે તેવો ભારે દુષ્કાળ પડવાનો છે. માટે પાછા જતાં રહો. તેઓએ કહ્યું તમારાં ચરણ કમલની સેવા કરતાં જે થવું હોય તે થાય પણ અમો આપને નહિં છોડીએ. તેથી સૂરિએ ત્યાં રાખ્યા.
પૂર્વોક્ત વર્ણિત દર્ભિક્ષ થયો. જે કાંઈ મનોજ્ઞ ભોજન સુરિજીને પ્રાપ્ત થાય છે તે ભોજન બાલ સાધુઓને આપે છે. ત્યારે બાલસાધુઓએ વિચાર્યું આ સારું નથી. કારણ ગુરુ ક્ષય પામતાં અમારી શી ગતિ થશે. જેણે આધારે કુલ હોય તે પુરુષનું રક્ષણ કરવું જોઈએ. નાભિભાગ નાશ થયે આરા નિરાધાર થઈ જાય છે. મદ ઝરી ગયું હોય, જરાથી શરીર જર્જરીત થયું હોય; દંત મુશલ ડગમગ થતા હોય તેવાં વૃધ્ધ હસ્તપતિને ધારે છે; તે યુથ સનાથ રહે છે.
બન્ને બાલ મુનિઓએ પરસ્પર વિચાર્યું કે નવીન આચાર્યને અપાતો અંજન પ્રયોગ ભતના ઓઠે રહેલાં આપણે સાંભળ્યો છે. તે પ્રયોગ કરીએ અને એ પ્રમાણે અંદરોઅંદર નક્કી કરી; સાંભળવા પ્રમાણે કરતાં તે પ્રયોગ સિદ્ધ થઈ ગયો. અને તે અંજનયોગથી અદશ્ય થઈ ચંદ્રગુમ ના ભોજન મંડપમાં બન્ને ગયાં. રાજાના બન્ને પડખે બેઠા. રાજાના ભોજનને જમી રોજ બન્ને પાછા ફરે છે. પ્રમાણોયેત ભોજન થતાં વૈદ્યો અજીર્ણના ભયથી રાજાને વધારે જમવા દેતા નથી. પણ એકના ભોજનમાં ત્રણ ત્રણ જમવાથી રાજા ઘણો દુર્બલ થઈ ગયો. તે દેખી ચાણક્ય કહ્યું શું ? તમારે પણ દુષ્કાળ છે. જેથી દુર્બલા