________________
૫ |
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરીને કીર્તિવર્ષે હરણ કર્યો હતો તે વેરને યાદ કરી સૈન્યનું નિરક્ષણ કરવા નીકળેલા મેં કુમારને એકલો દેખી આ આચર્યું.
ત્યારે રાજાએ કુમારને એકલવાયાનું કારણ પુછયું તે બોલ્યો તે તાત ! ધ્યાનથી સાંભળો હું હાથી, ઘોડા ઉપર રોજ ફરતો હતો. તેમાં એક દિવસ આ હાથી ઉપર ચઢેલો પણ તે વરસેલા પાણીની ગંધથી બેકાબુ બની ગયો. હસ્તિરત્નજાણી કરુણાથી તેનો ઘાત ન કર્યો, આના લોભથી કરણ = એક જાતનો કીમીયો આપીને (દાવ પેચ કરી) ઉતયોં, મન વચન અને ઘોડા જેવા વેગવાળો, અનુક્રમથી આવતો આ હાથી તે નગર બહાર રહેલ સૂરરથની નજરમાં આવ્યો. તેની આગળનો વૃત્તાંત તમને ખબર જ છે, એટલામાં કુમારની શોધ કરતો કીર્તિવર્મ રાજા ત્યાં આવ્યો, તે જાણી વિમલાક્ષ રાજાએ ભવ્ય નગર પ્રવેશ કરાવ્યો, થોડા દિવસ આનંદથી રહ્યા. અવસરે વિમલાણ રાજાએ પરોણા રૂપે આવેલ કુમારને ગુણથી સંપન્ન એવી ચન્દ્રમાં રાજકુમારી આપી. કીર્તિવમેં પણ કુમાર માટે તે ચંદ્રવર્માનો સ્વીકાર કર્યો અને શુભદિવસે લગ્ન કરાવી યોગ્ય વ્યવહાર કરીને વિદાય આપી. પોતાના નગરે જઈ ઈચ્છામુજબ ભોગ ભોગવવા લાગ્યા. અન્યદા કીર્તિવર્મ રાજાએ કુમારને રાજ્ય સોંપી દેવેન્દ્રમુનિ પતિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ઉદાર તપ આદર્યો, આઠ કર્મ ખપાવી મોક્ષે સીધાવ્યા.
બીજો રાજા વિજયવર્મ પણ ઘણાં માંડલિક રાજાઓને સાધી (જીતી)ને ચન્દ્રવર્મા સાથે ભોગ સંપત્તિને ભોગવે છે, જન્માંતરના સ્નેહસંતુથી બંધાયેલી ચન્દ્રવર્મા સાથે વસતા કુમારને કેટલો સમય વઈ (વીતી) ગયો તેની પણ જાણ ન થઈ.
એક દિવસ રાજા રાજસભામાં બેઠો હતો ત્યારે “આ ચંદ્રવર્મા સ્ત્રીરત્ન છે” એમ જાણી મંત્ર વિધાનનિમિત્તે રાજાના મનને નહિં જાણનાર કોઈક મંત્રસિદ્ધ ચંદ્રવર્માનું હરણ કર્યું. માતાએ તે વાત કુમારને કરતાં તે મૂચ્છ ખાઈ નીચે પડ્યો. વારાંગનાઓએ ચંદન રસથી સીચી તાલવૃંત પંખાથી વીંઝતા મહામુશ્કેલે પ્રતિબોધ પામ્યો. મહાદુઃખથી ત્રણ દિવસ પૂરા કર્યા. ત્યારે ચોથા દિવસે તીવ્રતપથી ક્ષીણ શરીરવાળો, જેણે શરીરે ભભૂતિ લગાડી છે, જટાધારી, પેલો મંત્રસિદ્ધ આવીને કહેવા લાગ્યો કે હે રાજા ! તું વિના કારણે “આટલો બધો આકલ વ્યાકલ કેમ થઈ ગયો છે ?” તારી પત્નીને મંત્ર વિધાન ના નિમિત્તે હું લઈ ગયો છું. તેનાં શીલનો ભંગ કે શરીર પીડા કાંઈ થવાની નથી. પણ આવો કલ્પ (આચાર) હોવાથી મેં પહેલા તેને જણાવ્યું નહિં, છ મહીને