SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તેનો સંયોગ થશે માટે તું સંતાપ ન પામ એમ કહી તે અદૃશ્ય થઈ ગયો, પણ હા દેવિ ! દીર્ઘ વિરહવાળી ! તું ક્યાં છે ? મને જવાબ તો આપ! મોહવશ થયેલા જે જે આલાપો કરતા હોય તે બધા આલાપોથી તે સમયે રાજા બધુ રાજકાજ છોડી વિલાપ કરવા લાગ્યો, રાજભવનની વાવડીમાં રત હંસયુગલોને વિલાસ કરતા દેખી ઘણીવાર પરિવારને પણ પીડા ઉપજાવે એવાં મોહને પામે છે. ઘણું શું કહિએ ? નરક સમાન દુઃખ અનુભવતા મોહથી વલવલતા તેણે પલ્યોપમ સમાન પાંચ મહીના કાઢ્યા. કેટલાક દિવસે નિમિત્ત વિના દુઃખથી મુક્ત થઈ ગયો. પરિવારને આનંદ આપનારો એવો મહાહર્ષ તેણે થયો. તેને ચિંતા જાગી (વિચાર જાગ્યો) કે ખરેખર મારો અંતરાત્મા બીજો છે, તેથી તે પ્રસન્ન મનવાળો બન્યો, ‘“અહીં દુઃખી થવાનું કારણ જ શું છે ?' ૫૯ એ અરસામાં એકાએક વિકસિત નયનવાળા વધામણી આપનારે રાજાને કહ્યું કે તીર્થંકર સમવસર્યા છે- તે જાણી હર્ષથી પુલકિત રોમાØવાળા રાજાએ તરતજ વર્ષાપક ને ઉચિતદાન આપી, જિનેશ્વર તરફ થોડા ડગલા જઈ ત્યાંજ રહેલા રાજાઓથી પરિવરેલા વિજયવમે નમસ્કાર કર્યા. અને આદેશ કર્યો કે જલ્દી હાથી, ઘોડા તૈયાર કરો આપણે પરમાત્માને વાંદવા જઈએ, વસ્ત્રાભરણોથી પોતાને શણગારો, પોતે પણ જિનેશ્વર પાસે જવા માટે તૈયાર થયો. તેટલામાં ઈન્દ્રના આદેશથી દેવોએ જગદ્ગુરુનું સમવસરણ રચ્યું. જે ત્રિભુવન લક્ષ્મીનું ઘર લાગે છે. અતિશય આશ્ચર્યભૂત; પ્રભુ ત્રણે લોકના સ્વામી છે; એવું સૂચન કરનાર (ઘણુંજ) અજબ કોટિનું ઉંચુ જાણે જિનેશ્વરનાં પુણ્યનો ઢંગ ન હોય એવું સમવસરણ નગરની પૂર્વોત્તરદિશા (ઈશાનખૂણા)માં બનાવામાં આવ્યુ. તે શ્રેષ્ઠ સમવસરણમાં આવેલા બીજા કલ્યાણ સમાન તેની રાણી ત્યાં જ દેખાશે દેખાઈ એથી કરીને ત્યાર પછી જિનેશ્વરને વાંદવા જલ્દી તૈયાર થયો; સજાવેલાં ઉંચા ધોળા હાથી ઉપર આરુઢ થઈ રવાના થયો. વાજિંત્રના નાદ છેક દિશોદિશ પહોંચવા લાગ્યા પાલખી, યાન બળદથી ખેંચાતો એક વિશેષ રથ જે ધાર્મિક કાર્યમાં જવા માટે વપરાય છે. વાહન, શ્રેષ્ઠ રથ, હાથી, ઘોડાઓથી પરિવરેલો રાજા નગરથી નીકળ્યો. શીઘ્ર થોડો ભાગ આગળ જઈ દેવે રચેલ સમવસરણને દેખી હાથી ઉપરથી ઉતરી ગયો. હરખથી પુલકિત રાજા પરિવાર સાથે ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ્યો, અને જગતમાં વિખ્યાત જિનેશ્વરને નજરે નિહાળ્યાં. જગત્પતિને જોઈ રોમાશ્ચિત અંગવાળો પંચાંગ પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યો....
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy