________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૫૭
ગયો હતો તે શત્રુના પ્રહારથી નાશી ગયા. આહ્વાન કરતા, કુદતાં અને સામે ચડીને ભીડાયેલા વિમલાક્ષ રાજાના સૈન્યને, દેખી શત્રુસેના ભાગ્યે છતે અભિમાનથી ઉચ્છંખલ બનેલી, સ્વામીનું કાર્ય કરવા ઉદ્યમવાળી, વિજય મેળવવાનાં લાલચી એવી બન્ને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું.
યુદ્ધવર્ણન... બાણથી વીંધાયેલા ધ્વજાના ચિહ્નો પડી રહ્યા છે. ખુંખાર અવાજ કરનારા વિવિધ ધડો નાચી રહ્યા છે, કરાગ્ર છેદાવાથી હાથમાં લીધેલી વસ્તુ પડી રહી છે. મસ્તકરૂપી કમળની વેલ વડે ધરણીતલ પૂજાઈ રહ્યાં છે. લોહીના પ્રવાહથી મડદાઓ કાળા થઈ રહ્યા છે. ઘોડેસવાર મરીજવાથી ઘોડાઓ હેષારવ કરી રહ્યા છે, ભયથી ધ્રુજતા કાયરો ભાગી રહ્યા છે. કાગડા અને ગીધડાઓ વડે આભ ઢંકાઈ રહ્યુ છે. દેવસમૂહ જોઈ રહ્યો છે. આભરણો ચમકી રહ્યા છે. માંસ લુબ્ધ શીયાળીયાઓ ચિચિયારી પાડી રહ્યા છે. ઘણના ઘાથી રથો ચૂર્ણિત થઈ રહ્યા છે, શસ્ત્રનો ખણ ખણ અવાજથી ગભરાયેલી દેવાંગનાઓ પોતાના પતિને ભેટી રહી છે. ત્યારે વિમલાક્ષના સૈન્યથી ભંગાયેલું શૂરરથનું સૈન્ય નાશવા લાગ્યુ તે દેખી શૂરરથે બાણોની વર્ષા કરી તેટલામાં કુમાર તેની સામે આવી ચડ્યો. બન્ને વચ્ચે ભારે યુદ્ધ થયું અને વિવિધ (કરણોથી) પોતાની કલા દેખાડીને કુમારે હસ્ત ચાલાકીથી શૂરરથને બાંધી લીધો, ત્યારે યુદ્ધને જોનારાં દેવોએ કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને જય જય શબ્દ બોલી આશ્ચર્ય ચકિત થયેલા દેવો પોતાના સ્થાને ગયા.
ત્યારે કુમારને ઓળખી ચારણજનો તેના વખાણ કરતા કહેવા લાગ્યા કે.. શત્રુ ઉપર જેણે જય મેળવ્યો છે, અને જે રૂપમાં કામદેવની તુલનાએ આવે એવો છે એવો કુમાર જયપામો. કીર્તિવર્ષ નો પુત્ર જેનું નામ વિજયવર્મ છે તે જય પામો. હે કુમાર ! હે ગુણના ભંડાર ! હજાર જીભવાળો અસંખ્યવર્ષની ઉંમરવાળો પણ તારા ગુણંતો ગાવવા સમર્થ નથી; તો બીજો કયો તારા ગુણોનું વર્ણન કરી શકે ?'' તે સાંભળી અહો આ તો મારા મિત્રનો પુત્ર છે એમ કહી જેનાં દેહમાં હરખ સમાતો નથી એવો વિમલાક્ષ તેને ભેટી પડ્યો. અને વિરલ પડેલા આશ્રિત પુરુષોની પાટા પીંડી કરવાનો આદેશ કરી જેણે શૂરરથને છોડી દીધો છે એવા કુમારની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કુમારના સમાગમથી ખુશખુશાલ આનંદના આંસુથી ભીના નયણવાળા રાજાએ સમસ્ત નગરમાં વધામણી મહોત્સવનો આદેશ કયો.
અવસર દેખી શૂરરથને વૈરનું કારણ પૂછ્યુ. શૂરરથે કહ્યું હે રાજન્! તમે સાંભળો જે (આ) ચાર દાંતવાળો ચંદ્રશેખર નામે શ્રેષ્ઠ હાથી હતો તેને યુદ્ધ