________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ)
૨૦૭) ગમે તે કહે, મારી પાસે મૂળદેવને છોડી બીજો પુરુષ આવવા ન દેવો. અને અચલને મારા ઘેર આવતો અટકાવો. જા તને ગમે તેમજ થશે. પણ વાત શું છે. તે તો કહે ત્યારે માધવીએ સર્વ બીના કહી સંભળાવી. રાજા અચલ ઉપર કોધે ભરાયો અરે ! મારી નગરીમાં આ બે રત્ન છે. તેઓને આ હેરાન કરે છે. તેથી બોલાવીને ઠપકો આપ્યો. અને કહ્યું રે! શું તું અહીંનો રાજા છે કે જેથી આવી રીતે વર્તે છે ? તેથી અત્યારે તું શરણ બતાવ. તારો નાશ કરું છું ? ત્યારે દેવદત્તાએ કહ્યું ઓ સ્વામી ! કુતરા જેવા મરી ગયેલા આનાથી શું સરવાનું. જો અત્યારે આ મહાનુભાવ નારીના વચનથી છુટો કરું. પણ શુદ્ધિ તો મૂળદેવને અહીં આણવાથી થશે. ત્યારે પગે પડી રાજકુલથી નીકળ્યો, દરેક દિશામાં શોધવાની શરૂઆત કરી. છતાં ન મળતા તેજ પૂર્ણિમાના દિવસે માલના જહાજ ભરી પારસકુલ ગયો.
આ બાજુ મૂળદેવ વિચારવા લાગ્યો. દેવદત્તા - પ્રિયા વગરનું આ રાજ્ય શું કામનું ? જેથી કહ્યું છે - જે કે તે ખાઓ. નગર કે જંગલમાં રહો.
જ્યાં ઈષ્ટનો સંયોગ છે તેજ રાજ્ય છે. બીજુ શું કામનું ? એટલે બીજુ કશા કામનું નથી.
મને દેવદત્તા ઈષ્ટ છે તેથી કૌશલ્યા નગરીમાં દેવદત્તા તથા રાજા ઉપર ટપાલ લખી. રાજાને લખ્યું કે મને આ દેવદત્તા ઉપર ઘણોજ રાગ છે. તેથી તેણીને ગમતું હોય અને આપને સારું લાગતું હોય તો કૃપા કરી આણીને
મોકલો.
ત્યારે રાજાએ દ્વારપાલને કહ્યું ભો ! શું વિક્રમરાજાએ આજ પ્રમાણે લખ્યું છે. શું તેનાં અને આપણાંમાં ભેદ છે ?
કારણ કે આપણું રાજ્ય તેનું પોતાનું જ છે. તો વળી દેવદત્તા કેમ ન હોય ? અર્થાત્ એ પણ તેની જ છે. પણ તે ત્યાં જવાને ઈચ્છે છે ખરી ? ત્યારે તેણીને બોલાવીને પૂછયું દેવદત્તા ! પહેલાં તેં જણાવ્યુ હતુ કે મૂળદેવ સિવાય બીજો પુરુષ મોકલવો નહિં. દેવની પ્રસાદથી રાજા થયેલાં મૂળદેવે તને બોલાવા સારુ આ પુરુષો મોકલ્યા છે. તેથી જો તને ઠીક લાગે તો તેની પાસે જા. તેણીએ કહ્યુ આપણો ખુબ ખુબ પાડ ! તમારી અનુજ્ઞાથી આ મારી ઈચ્છા છે. ત્યાર પછી મહાવૈભવથી પૂજી આણીને મોકળી. દેવદત્તા ત્યાં પહોંચી. મૂળદેવે પણ મહાવૈભવથી પ્રવેશ કરાવ્યો. ઉદાર ભોગ ભોગવતા તથા જિનપૂજામાં તત્પર બની સમય વિતાવે છે.