SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આચાર કુલને, ભાષા દેશને, સંભ્રમ સ્નેહને, શરીર ભોજનને જણાવે છે. તથા • પદ્મમાં સુગંધ, શેલડીમાં મીઠાશ, શ્રેષ્ઠ હાથમાં લીલા, કુલવાનું પુરુષોમાં વિનય કોણ કરે છે. અર્થાત્ સહજ જ હોય છે. અથવા - જો ગુણો હોય તો પછી કુલની શી જરૂર ? ગુણીજનોને કુલનું કાંઈ કામ નથી. ગુણ રહિતને અકલંક કુલજ મોટુ કલંક છે. (જુઓ આવા ખાનદાનમાં જન્મ્યો તોય આવો પાક્યો). તેથી કુલ તેને વધારે કલંક (દોષ) આપનારું બને છે. એમ અનેક ઉક્તિઓથી મનાવી પરણાવ્યો. તમે સાત દિવસમાં રાજા થશો” એ સ્વપ્નફળ કહ્યું. એ સાંભળી ખુશ થઈ ત્યાં રહેવા લાગ્યો. પાંચમાં દિવસે શહેર બહાર ચંપકના ઝાડની છાયામાં સુતો, આ બાજુ તેજ દિવસે અપુત્રીયો રાજા મરણ પામ્યો. નવા રાજાને નિમણૂક કરવા માટે ઘોડા, હાથી, છત્ર, ચામર, કળશ અધિવાસિત આ પાંચ દિવ્યો નગરમાં ફેરવ્યા. પણ કોઈ રાજાને યોગ્ય દેખાયો નહિ. તેથી નગર બહાર નીકળી મૂળદેવ સુતો હતો ત્યાં આવ્યા ત્યારે ઘોડાએ હેપારવ કર્યો. હાથીએ ગર્જના કરી. કળશે અભિષેક કર્યો. ચામર વીંઝાવા લાગ્યા. છત્ર ઉપર સ્થિર થઈ ગયુ. ત્યારે લોકોએ " જય શબ્દ કર્યો. નાચ કરનારી જાતિ નાચવા લાગી. સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી. નંદી વાજિંત્ર વાગવા લાગ્યા. હાથીએ જાતે જ પોતાના પીઠ ઉપર ચડાવ્યો. મોટા આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યો. મંત્રી સામંતોએ રાજ્યાભિષેક કર્યો. આકાશમાં રહેલી દેવીએ કહ્યું ભો! ભો ! નગરજનો ! આ મહાનુભાવ સકલ કલામાં હોંશીયાર છે. દેવાધિષ્ઠિત શરીરવાળો વિકમ નામે રાજા છે. તેથી આની આજ્ઞામાં જે નહિ રહે તેને હું છોડીશ નહિં. તેથી સર્વ સામંત, મંત્રી, પુરોહિત ઈત્યાદિ પરિજન બરાબર આજ્ઞા પાળવા લાગ્યો. તે ઉમદા વિષયસુખ અનુભવતો દિવસો વીતાવે છે. ઉજૈનીથી રાજા જિતશત્રુ સાથે આપ લેતી શરૂ કરી. તેથી પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. આ બાજુ દેવદત્તા મૂળદેવની તેવી વિડંબને દેખી અચલ ઉપર ઘણી જ વિરક્ત થઈ. તેથી અચલને ખખડાવ્યો. ભો ! હું વેશ્યા છું. તારી ઘરવાળી નથી. છતા પણ મારા ઘેર રહી આવું કામ કરે છે. તેથી આજ પછી મારા કારણે તારે ખીજાવાની જરૂર નથી. અને રાજા પાસે જઈ પગે પડી વિનંતી કરી હે રાજન્ ! તે વરદાન પુરું કરવાની કૃપા કરો.- રાજાએ કહ્યું તને જે
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy