________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૦૫, સાધુએ પણ તેનાં પરિણામની વૃદ્ધિ અને વ્યાદિની શુદ્ધિ જાણી ધર્મશીલ! થોડુ આપજે. એમ કહી પાત્ર ધર્યું. તેણે પણ વધતા ભાવે સર્વ આપી એમ બોલ્યો - ધન્ય પુરુષોનાં અડદો સાધુનાં પારણા માટે થાય છે.
એ અરસામાં આકાશમાં રહેલી ઋષીની ભક્તિ અને મૂળદેવની ભક્તિથી ખુશ થયેલી દેવીએ કહ્યું હે પુત્ર મૂળદેવ ! તે સારું કર્યું ! તેથી આ ગાથાના ઉતરાર્ધથી જે તને ગમે તે માંગ ! હું તને સર્વ આપીશ. ત્યારે મૂળદેવે કહ્યું જો આ પ્રમાણે છે તો દેવદત્તા વેશ્યા, હજાર હાથી અને રાજ્ય આપો.
દેવે કહ્યું તું નિશ્ચિંત રહે. આ ઋષિના ચારિત્રના પ્રભાવે ટુંકા ગાળામાં જ તને સર્વ મળી જશે. મૂળદેવે કહ્યું હે ભગવતી ! હા આમ જ થશે ! તે દેવી ઋષિને વાંદી પાછી ફરી. સાધુ પાગ ઉદ્યાનમાં ગયા. મૂળદેવને પણ બીજી ભિક્ષા મળી ગઈ. જમીને બેત્રાટ ચાલ્યો. અનુક્રમે ત્યાં પહોંચ્યો.
રાત્રે મુસાફરખાનામાં સુઈ ગયો. છેલ્લા પહોરે સ્વપ્ન દેખ્યું કે નિર્મલ પ્રભાથી જીવલોકને પ્રકાશિત કરનારો પૂર્ણચંદ્ર મોઢા દ્વારા પેટમાં પ્રવેશ્યો.
એક ભિક્ષુકે પણ એજ સ્વપ્ન જોયું અને તેણે ભીખ માંગનારા ભિક્ષુઓને કહ્યું ત્યારે એક જણાએ કહ્યું તે સારું સ્વપ્ન જોયું છે. જેથી તું ઘી ગોળથી ભરેલો પુડલો મેળવીશ તેણે પણ કહ્યું આ પ્રમાણે છે. આ લોકો સ્વપ્નના પરમાર્થને જાણતા નથી. એથી મૂળદેવે કહ્યું નહિં. કાર્પટિકે - ભગવા વસ્ત્ર ધારી ભિક્ષુએ ઘરરૂપે તણાયેલા તંબુમાંથી તેવોજ પુડલો મેળવ્યો. અને તે તુષ્ટ થયો. ભિક્ષુઓને કહ્યું.
મૂળદેવ પણ સવારે એક બાગમાં ગયો. ફૂલો એકઠા કરવામાં મદદ કરીને માળીને ખુશ કરી દીધો. તેણે પણ ફળફૂલ આપ્યા. તેને લઈ પવિત્ર થઈ. સ્વપ્ન પાઠકના ઘેર ગયો. અને પ્રણામ કર્યા. ક્ષેમકુશલ પુછયા સ્વપ્ન પાઠકે પાગ બહુમાન પૂર્વક બોલાવ્યો. અને આવવાનું કારણ પૂછયું. તેણે પણ હાથ જોડી સ્વપ્નની વાત કરી. ઉપાધ્યાયજીએ હર્ષથી કહ્યું કે શુભમુહુર્તમાં સ્વપ્ન ફળ કહીશ. આજે તો અમારા મહેમાન બનો. મૂળદેવે હા કહી ત્યાર પછી
સ્નાન કરી ભોજનના અંતે ઉપાધ્યાયે કહ્યું હે પુત્ર ! મારી આ પુત્રીને વર પ્રાપ્ત થઈ ગયો છે. તેથી મારા ઉપરોધથી આને પરાગો. હે તાત ! અજ્ઞાત કુલશીલવાળાને આપ જમાઈકેવી રીતે બનાવો છો. નહિં કહેવા છતા આચારથી કુલ જણાઈ આવે છે. કહ્યું છે કે -