________________
૨૦૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
બાંધી રવાના થયો. મને ઢળતા પહોરે આપશે... એમ વિચારી તેની પાછળ ચાલ્યો. ત્યારે પણ તે એકલો જ જમ્યો. પણ મૂળદેવને આપ્યુ નહિં. કાલે આપશે, એવી આશાએ ચાલે છે. રાત પડી ત્યારે એક બાજુ બંને સુઈ ગયા. સવારે પાછા ચાલવા લાગ્યા. બપોરે જ્યારે થાક્યા પણ બ્રાહ્મણ તો એકલો ખાવા લાગ્યો. ત્રીજા દિવસે મૂળદેવે વિચાર્યુ કે હવે તો જંગલ લગભગ પુરું થવા આવ્યુ છે. તેથી આજે તો મને જરૂર આપશે. પણ તેને આપ્યુ નહિં. જંગલ પાર થઈ ગયું. તેથી બંનેના માર્ગ જુદા પડી ગયા. બ્રાહ્મણે કહ્યું આ વાટ તમારી છે, અને આ મારી. આના પ્રભાવે હું જંગલ ઉતર્યો એમ વિચારી મૂળદેવે કહ્યુ હે ભટ્ટ ! મારું નામ મૂળદેવ છે. તારા પ્રભાવે હું વન પાર પામ્યો છું. તેથી મારાથી કોઈ કામ સરી શકાતુ હોય તો બેન્નાતટ આવજો. ભાઈ ! તમારું નામ શું છે ? ભટ્ટે કહ્યું સબ્રડ નામ છે. લોકોએ નિણ શર્મા પ્રસિદ્ધ કર્યુ છે. મૂળદેવે કહ્યું મારું કામ પડે તો બેન્નાતટ આવજો. એમ કહી તે બેન્નાતટ ભણી ચાલ્યો. અને ભટ્ટ પોતાના ગામ ભણી ચાલ્યો. મૂળદેવે વચ્ચે વસતિવાળું સ્થાન દેખ્યુ. અને ભિક્ષા માટે ગામમાં પ્રવેશ કર્યો. આખા ગામમાં ભમ્યો. ત્યારે હલકા અડદ મલ્યા. બીજું કાંઈ ભોજન મળ્યું નહિં. જલાશય તરફ ચાલ્યો.
એ અરસામાં તપથી સુકાયેલા દેહવાળા માસખમણના પારણા માટે ગામમાં આવતા મહાતપસ્વીને જોયા. તેમને જોઈ હર્ષ રોમ ખડા થઈ ગયા. એમ વિચારવા લાગ્યો. અહો ! હું ધન્ય છું. હું કૃતાર્થ બન્યો કે જેથી આવા દેશ કાલમાં આ મહાત્મા નિરખવા મળ્યા. તેથી ચોક્કસ મારે કલ્યાણ માર્ગ ખુલ્લો થશે. એમને વહોરાવાથી સઘળા દુઃખો ખપી જશે. આ મહાપાત્ર છે.
કારણ કે - દર્શનજ્ઞાનથી શુદ્ધ, પંચમહાવ્રતને પાલનારા, ધીર, ક્ષમા, નમ્રતા, સરલતા તથા નિસ્પૃહાવાળા, સ્વાધ્યાય, ધ્યાન, તપ, યોગમાં મસ્ત રહેનારા, શુદ્ધ લેયાવાળા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારનારા, ઉપકરણ સિવાય કોઈ પણ વસ્તુની માલિકી વિનાના, ગૃહસંગથી દૂર રહેનારા. એવા પાત્ર રૂપી શુભ ખેતરમાં વાવેલુ વિશુદ્ધ શ્રદ્ધા પાણીથી સિંચાયેલું દ્રવ્યરૂપી ધાન્ય આલોક અને પરલોકમાં અનંત ફળ આપનારું બને છે.
તેથી કાલોચિત આજ અડદ તેમને આપુ કારણકે આ ગામ દાન આપનારું નથી. અને આ મહાત્મા તો બે ચાર ઘેર જઇ પાછા ફરી જશે, જ્યારે હું તો બે ત્રણવાર ફરીફરીને મેળવી લઈશ. અને બીજા ગામ પણ નજીક છે. તેથી આ સર્વ એમને આપી દઉં. પ્રણામ કરી અડદ મુનિ ભગવંતને આપ્યા.