________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
હું ગ્રહણ કરું ? જેથી આગમમાં કહ્યું છે - શ્રમણો ત્રણે દંડથી વિરમેલા અને નિશ્ચલ તથા સંકુચિત દેહવાળા છે. હું ઈન્દ્રિયને જીતેલ ન હોવાથી તથા મારા મન, વચન, કાર્ય અશુભ વ્યાપારવાળા હોવાથી દંડ રૂપ છે માટે મારે ત્રિદંડ એવું ચિહ્ન થાઓ. દ્રવ્યથી લોચ વડે અને ભાવથી ઈન્દ્રિય દ્વારા શ્રમણો મુંડ છે, હું તો ભાવથી મુંડ નથી માટે હું અસ્ત્રાથી હજામત કરીશ. અને ચોટી રાખીશ. સ્થૂલ પ્રાણાતિપાત થી હું વિરતિ રાખીશ. શ્રમણો સોનુ વિ. રાખતા નથી. જિનકલ્પી તો કાંઈ પણ નથી રાખતા; હું કાંઈક રાખીશ. શ્રમણો શીલસુગંધવાળા છે, હું શીલવાળો નથી. તેથી હું સુગન્ધિ દ્રવ્યથી વિલેપન કરીશ. શ્રમણો મોહ વગરના છે મોહથી ઢંકાયેલા મારે છત્ર હો. શ્રમણો જોડા નથી પહેરતા હું પાવડી પહેરીશ. શ્રમણો શ્વેત વસ્ત્રધારી કે વસ્ત્ર વગરનાં હોય છે, હું ગેરુથી રંગેલા વસ્ત્ર પહેરીશ. કારણ હું કષાયથી કલુષિત મતિવાળો હોવાથી મારે આવાં વસ્ત્ર યોગ્ય છે. પાપથી ડરનારા સાધુ ઘણાં જીવોથી વ્યાપ્ત જલારંભ કરતા નથી. હું તો પરિમિત પાણીથી સ્નાન કરીશ. અને કાચુ પાણી પીશ. એ પ્રમાણે તેને હિતકારી હેતુવાળા આ પરિવ્રાજક લિંગને પોતાની બુદ્ધિથી કલ્પીને અભિષ્ટ મતિવાળા તેણે પ્રવર્તાવ્યો. પ્રગટ રૂપવાળા તેને દેખી ઘણાં ઘર્મને પૂછે છે, ત્યારે તે યતિના ક્ષમાદિ ધર્મને કહે છે. તો તમે આ ધર્મને કેમ ન સ્વીકાર્યો એમ માણસો વિચારવાં લાગ્યા. ત્યારે તેઓને પોતે ઉપરની સઘળી વાત કરે છે.
૨૪૪
ધર્મકથાથી આકર્ષિત થયેલાં તેમજ શિષ્ય થવા તૈયાર થયેલાઓને સ્વામીને સોંપે છે. ગ્રામ નગરાદિમાં પ્રભુ સાથેજ વિચરે છે. ભગવાન વિચરતાં વિનીતા નગરીમાં સમવસર્યા. ભરતે દેશના પછી પૂછ્યુ કે હે ભગવન્ ! આ સભામાંથી આ ભરતમાંજ કોઈ ભગવાન થશે ?
પ્રભુએ કહ્યું - મરીચી એ સુર અસુરથી વંદિત, સાત હાથના દેહ પ્રમાણવાળા વીર નામે છેલ્લા તીર્થંકર થશે. પહેલા વાસુદેવ અને મૂકાવિદેહમાં ચક્રવર્તી થશે. તે સાંભળી ભરતરાજા મરીચીને વંદે છે, અને ત્રણ પ્રદક્ષિણા આપી રોમાચિંત દેહે સ્તુતિ કરવા લાગ્યા.... તમે પ્રશંસનીય લાભો પ્રાપ્ત કર્યા છે. તમે ધન્ય, પુણ્યશાળી છો. કે જેથી ખુદ પિતાશ્રીએ પણ કહ્યું છે. તેમ અહીં છેલ્લા તીર્થંકર તથા પહેલાં વાસુદેવ અને મુકાવિદેહમાં ચક્રી થાશો. એમ સ્તુતિ કરી પિતાશ્રીને પૂછી ઘેર ગયા. તે સાંભળી મરીચી પણ મલ્લની જેમ રંગમંડપ મધ્યે હાથ પછાડે તેમ હાથ પછાડી ત્રણવાર ગર્વથી એમ બોલવા લાગ્યો ‘‘હું વાસુદેવમાં પહેલો, પિતા ચક્રવર્તીમાં પહેલા, અને દાદા તીર્થંકરમાં