SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૨૪૩ ગ્રામ ચિંતકે પૂછ્યું કે ભગવન ! આપ આ ભયંકર જંગલમાં કેમ આવ્યા? સૂરી બોલ્યા - અમો માર્ગ ભૂલી ગયા છીએ. ત્યારે તે પોતાનાં આવાસે લઈ ગયો. ભકિત ભાવથી વહોરાવ્યું અને વિચારવા લાગ્યો. અહો! આ જંગલમાં અચિંત્ય ચિંતામણી સમાન મહાસત્વશાળી સુપાત્ર એવા મને સાધુ પ્રાપ્ત થયા. તે મારો પુણ્યોદય કહેવાય મારે જંગલમાં આવવાનું કયાંથી હોય ? અથવા કેવી રીતે દૈવ યોગે વિષમદશાને પ્રાપ્ત થયેલાં સાધુઓ અહીં કયાંથી આવે ? આવી સામગ્રી ભાગ્યશાળી પુરુષોને જ પ્રાપ્ત થાય. તેથી હવે મારે ચોક્કસ કલ્યાણ પરંપરા ચાલુ થશે. જે પાપમલથી મેલા હોય તેઓને આવાં અવસરે સાધુઓનું દર્શન મળી શકતું નથી. એમ વિચારતાં ફરીથી તણે ચરણયુગલને વંદન કર્યું. જમ્યા પછી તલવાર લઈ માર્ગ દેખાડવા ગયો. ઘણાં ભોળા ભાવવાળો જાણી સૂરીએ તેણે મોક્ષવૃક્ષનું બીજ સમાન પાપરહિત એવું સમ્યગ્દર્શનનું વર્ણન કર્યું. કર્મના ક્ષયોપશમના લીધે તેણે ગુરુ પાસે સ્વીકાર્યું. સૂરીએ કહ્યું આના વિષે તુ પ્રમાદ કરીશ નહિ, કારણ કે ત્રાસ વગરનું, વિમલ, કલંકરહિત, નિર્દભ આચરણ યુક્ત ત્રણે લોકમાં અદ્દભૂત વખાણથી પૂજાયેલું; આનંદ આપનાર, વિદ્વાનોનું હૃદય; મહાફલોદય ગુણવાળું, એવું ઉત્તમ સમકિત રત્ન સંસાર સમુદ્રમાં પ્રાપ્ત કરી કયો માણસ પ્રમાદ કરે ? જેમ આપ કહો તેમ કરીશ એમ કહી માર્ગે ચડાવી પાછો ફર્યો. રાજકાર્ય કરી પોતાનાં ઘેર ગયો. ત્યાં પણ જિનવંદન-પૂજનમાં તત્પર, સુસાધુનું બહુમાન કરવામાં રત, જિનભાષિતસિદ્ધાંતનો સ્વીકાર કરતો. પંચ નમસ્કાર રૂપી પાણીના પ્રવાહથી કર્મમલના પડને સાફ કરતો, અવિરત સમ્યગ્દષ્ટિ એવાં તેનો અંત સમય આવ્યો. સમાધિથી મરી સૌધર્મ દેવલોકે પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે છતે એવીને આજ ભરતક્ષેત્રમાં વિનિતા નગરીમાં પ્રથમ જિનેશ્વરનો પુત્ર અને ભરતક્ષેત્રના અધિપતિ ભરતરાજનો મરીચી નામે પુત્ર પાણે ઉત્પન્ન થયો. જિનેશ્વરનાં પ્રથમ સમવસરણમાં ઋષભ સ્વામીનું વચનામૃત પીને સંવેગ પામ્યો ને દીક્ષા લીધી. એક દિવસ ઉનાળામાં પરસેવા અને મલ વડે મેલા શરીરથી ઉદ્વેગ પામતો; એમ વિચારવા લાગ્યો. મેરુસમાન અતિશયભારી ઉત્તમ સત્ત્વોએ આચરેલ જિનેશ્વરોએ ઉપદેશેલ આ ચારિત્રને હું વહન કરવા અસમર્થ છું. અને પિતાની શરમથી વ્રત ભ્રષ્ટ થઈ ઘેર કેવી રીતે જાઉં. આ બાજુ વાઘ અને પેલી બાજુ નદી છે. આનાથી કેવી રીતે પાર પામવું ? આમ વિચારતાં આવાં પ્રકારની બુદ્ધિ ઉપજી કે પરિવ્રાજકની દીક્ષાને
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy