________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
(૪૫) પહેલા, અહો મારુ કુલ ઉત્તમ છે.' આ ગર્વથી કોડાકોડિ સાગરોપમ સ્થિતિવાળું નીચગોત્ર બાંધ્યું. પ્રભુ અષ્ટાપદે મોક્ષે પધાર્યા.
ત્યાર પછી મરીચિને દારુણ રોગ ઉત્પન્ન થયો. પણ અસંયત હોવાથી સાધુઓ તેની સંભાળ રાખતા નથી. મને કોઈ ચેલો પ્રાપ્ત થાય તો સારું. એટલામાં ત્યાં કપિલ નામે રાજપુત્ર આવ્યો. યતિધર્મ ભાખે છતે તેને કહ્યું શું તમારી કિયાથી કાંઈ પુણ્ય થાય છે ખરું ? મરીચિીએ ઉત્તર આપ્યો “અહીં પણ કંઈક છે” તે સાંભળી કપિલ કહેવા લાગ્યો જો એમ છે તો હું તમારી ક્રિયા કોઈ પણ જાતના વિકલ્પ વિના કરીશ. મરીચિએ પણ આ મારા સરખો છે એમ જાણી પોતાની પરિવ્રાજક દીક્ષા આપી. અહીં પણ કંઈક પુણ્ય છે” આ વચનથી કોડાકોડી સાગરોપમનો સંસાર વધ્યો. આ પછીનું વીર ચરિત્ર પ્રસિદ્ધ હોવાથી અમો લખતા નથી.
નયસાર કથા સમાપ્ત”
શ્રી શ્રેયાંસ કથાનક
કુરુ દેશમાં અલંકારભૂત ગજપુર નામે નગર છે. ત્યાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ નામે રાજા છે. તેનો પુત્ર શ્રેયાંસકુમાર છે. તેણે રાત્રે છેલ્લા પહોરે મેરુપર્વત ને કાળો થયેલો જોયો અને પોતે અમૃત કળશથી સીંચી એકદમ નવો કર્યો. સોમપ્રભ સ્વપ્નમાં જોયું કે સૂર્યના કિરણો છૂટા પડી ગયા. અને શ્રેયાંસે ઉંચા ઉડાડી ફરીથી સૂર્ય સાથે જોડ્યા. તેથી અધિક તેજથી ચમકવા લાગ્યા. નગરશેઠે સ્વપ્નમાં જોયું કે કોઈક મોટા માણસે શત્રુ સૈન્ય સાથે યુદ્ધ કરી પ્રાયઃ નાશ કરી નાંખ્યું. શ્રેયાંસે તેની સહાય કરી સર્વ સામગ્રી વગેરે ભાંગી નાખી. સવારે બધા ભેગા મળી એકબીજાને તે સ્વપ્ન કહેવા લાગ્યા. કુમારને કાંઈ પણ શુભ થશે એટલું ચોક્કસ છે. બધા ઘેર ગયા. શ્રેયાંસ પણ મહેલના ઉપરના માળના ગવાક્ષ (ઝરોખા) થી નગર શોભા જોવા લાગ્યો.
આ બાજુ દીક્ષા લઈ મૌન ધરી જ્યાં જ્યાં જાય છે. ત્યાં બધા હાથી, ઘોડા, કન્યા વિ. થી આમંત્રણ આપે છે. (સામે ધરે છે.) કારણ કે તેઓ જાણતા નથી કે ભિક્ષા કેવી અને ભિક્ષાચર કેવા ? એમ વિચરતાં વિચરતાં એક વર્ષ થઈ ગયુ. શ્રેયાંસે નગરના દરવાજેથી પ્રવેશ કરતાં પ્રભુને જોયા. દેખીને વિચારવા લાગ્યો.