________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જેવું દાદાનું રૂપ લિંગ વ્રત પ્રમાણ છે તેવું મેં પૂર્વે ક્યાંય દેખેલું લાગે છે. ક્યાં દેખ્યું એમ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેનાથી પૂર્વની સર્વ હકીકત જાણી હું જિનેશ્વરને વહોરાવું. એમ વિચારતા ઘરના આંગણામાં આવ્યો. એ અરસામાં તેના દર્શન માટે શેલડીના રસના ઘડા લઈને કેટલાક માણસો ત્યાં આવ્યા અને ભગવાન પણ પધાર્યા. ત્રણ લોકના ગુરુને જોઈ રોમરાજી ખીલી ઉઠી અને ઈક્ષુરસનો ઘડો લઈ કહેવા લાગ્યો હે ભગવન્ અનુગ્રહ (ઉપકાર) કરો. ત્યારે કહ્યું એવો આહાર છે. માટે જિનનાથે હાથ પસાર્યા. શ્રેયાંસે પણ કરતમાં સર્વ રસ નાંખ્યો. ચંદ્ર અને સૂર્ય સુધી શિખા લાગી જાય પણ પ્રભુના હાથમાંથી એક બિંદુ નીચે ન પડે. કારણ કે પ્રભુનો આવો અતિશય છે. આજે હું કૃતાર્થ થયો. આજે જીવીત સફળ થયું. મનુષ્ય જન્મનું ફળ આજે મેં મેળવ્યું. કારણ કે આજે મેં પ્રભુને પારણુ કરાવ્યું. એટલામાં ગગનમાંથી સુગંધી પાણીની વૃષ્ટિ થઈ. દેવોના હાથરૂપી કળીમાંથી મૂકાયેલી, લીન બનેલા મત્તભ્રમરનાં ઝંકારવાળી પુષ્પવૃષ્ટિ આકાશમાંથી પડી. દેવતાઓએ ગંભીર ધ્વનિવાળી દુંદુભિ વગાડી. રત્નનો સમૂહ મૂક્યો. ઈંદ્રધનુષ્ય રચ્યું. વસ્ત્ર ઉડાડ્યા, ખીલેલા નયનવાળા દેવો બોલવા લાગ્યા અહો! સુદાન ! મહાદાન ! હે કુમાર ! તું કૃતાર્થ થયો છે. તારો મનુષ્ય જન્મ સફળ છે. જેણે આજે ત્રણભુવનના નાથને પારણુ કરાવ્યું. નગરજનો ત્યાં આવ્યા અત્યંત હર્ષથી પૂછયુ હે કુમાર ! તે કેવી રીતે જાણ્યું કે ભગવાનને આવી રીતે દાન અપાય. તે સાંભળી સોમપ્રભ વિ. આશ્ચર્યથી પ્રફુલ્લિત નેત્રોવાળા, ત્યાં આવ્યા. મેં જાતિસ્મરણથી દાનવિધિ જાણી અને બીજુ મારે પ્રભુ સાથે આઠભવનો સ્નેહ સંબંધ છે. કુતુહલથી તેઓએ ભવો પૂછયા.
આ જંબુદ્વીપમાં ઉત્તરકુરૂમાં હું સ્ત્રી અને પ્રભુ પુરુષ રૂપે યુગલિક હતા. દશ પ્રકારનાં કલ્પવૃક્ષથી ઉત્પન્ન સુરલોક સરીખા પંચ વિષયક ભોગ-ઉપભોગ થી લાલિત શરીરવાળા અમે ઉત્તરદ્રહના મખમલ જેવી કોમલ ભૂમિતલે ઉગેલ કલ્પવૃક્ષની ગહન છાયામાં બેઠા હતા. ત્યારે ક્ષીરસાગર સરખા પાણીથી ભરેલા સરોવરમાં સ્નાન કર્યા પછી ગગનમાં કૂદતા દેવ શરીરના કિરણોથી ઉદ્યોત થયેલી દિશાસ્ત્રીને જોવાથી ઉત્પન્ન ચિંતાભારથી મંદ મંદ બંધ થતા નયન યુગલવાળો તે મારો પતિ મૂચ્છ પામ્યો. પળમાં સ્વસ્થ થઈ બોલવા લાગ્યો. હા સ્વયંપ્રભા ! તું ક્યાં ગઈ તું મને જવાબ તો આપ. સ્વયંપ્રભા નામ સાંભળી પૂર્વે અનુભૂત નામના વિમર્શ (વિચાર) થી નાશ પામતી ચેતનાવાળી હું પણ