________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ |
२४७ ધરણીતલે પડી. થોડીવારમાં સ્વસ્થ થઈ જાતિસ્મરણ થવાથી મેં કહ્યું હે નાથ! હું જ તે સ્વયંપ્રભા છું. તેણે કહ્યું તે સ્વયંપ્રભા તું કેવી રીતે ? મે કહ્યું...
અઠાવીશ લાખ વિમાનથી વ્યાપ્ત પૂર્વકૃત સુકૃતથી વ્યાપ્ત રૂપલાવણ્યવાળા દેવ દેવાંગનાઓથી ભરેલ ઈશાન કલ્પ છે તેમાં શ્રીપ્રભ નામે વિમાન છે. તેનો સ્વામી લલિતાંગ દેવ છે. સ્વયંપ્રભા તેની પટરાણી છે. અનુરક્ત તેઓનો દિવસની જેમ ઘાગો કાલ વ્યતીત થઈ ગયો. એક દિવસ કરમાયેલા પુષ્પવાળા ચિંતાતુર બનેલા દેવને દેવીએ દેખ્યો. કારણ પૂછયું તે દેવે કહ્યું હે પ્રિયે ! કારણ મોટું છે. જન્માંતરમાં તપ ઓછો કર્યો હતો જેથી તારાથી વિખૂટો પડીશ. તે મહાનું ઉદ્વેગનું કારણ છે. તેણે કહ્યું તમે થોડા તપનું આચરણ કેવી રીતે ? તેણે કહ્યું -
આ જ જંબુદ્વીપના ગંધમાદન પર્વત પાસે ગંધિલાપતિ વિજય મળે વૈિતાઢ્ય પર્વત શ્રેણીમાં ગંધાર દેશના ભૂષણ સમાન વિદ્યાસિદ્ધિ સમૃદ્ધિથી સમૃદ્ધ ગંધસમૃદ્ધિ નામે નગર છે. તેનો રાજા શતબલનો પુત્ર મહાબલ રાજા છે. તેને પૂર્વ પુરુષની પરંપરાથી આવેલો ક્ષત્રિય જિનવચનથી સંસ્કારિતા મતિવાળો બાલપણાથી મિત્ર સ્વયંબુદ્ધ નામે મંત્રી છે. બીજો મિથ્યાત્વથી મૂઢ મનવાળો સંભિન્નત્રોત નામે મંત્રી છે. રાજા ઘણું ખરું કાર્ય તેને પૂછીને કરે છે. એક દિવસ મધુર સ્વરના ઘોલનવાળા તંત્રી તલતાલના અવાજથી વિકસિત ગિંધર્વ યુક્ત નાટકના રંગમંચમાં રહેલા શણગાર સજેલા મનોહર નટનટીમાં પરોવેલા ચિત્તવાળો રાજા બેઠો છે. ત્યારે સ્વયંબુકે કહ્યું હે દેવ !
“સર્વગીત તે વિલાપરૂપે છે. સર્વે નાટક વિડંબના છે.” ઘરેણાં ભાર રૂપે છે. સર્વે કામ દુઃખ આપનારા છે.
ત્યારે રાજાએ કહ્યું- કાનને અમૃત સમાન આ ગીત છે. તને વિલાપ રૂપે કેવી રીતે લાગે છે. નયનની ઉન્નતિ સમાન નાટકને તું વિડંબના કેવી રીતે કહે છે ? દેહને શણગારનારા ઘરેણાંઓને તું ભારરૂપે કેમ માને છે ? અસાર સંસારમાં સાર સમાન કામોને તું દુઃખાવહ કેમ માને છે? ત્યારે સ્વયંબુદ્ધ કહ્યું હે દેવ ! કોઈક સ્ત્રીનો પતિ પરદેશ ગયેલો છે. તેનાં આગમનની કાંક્ષા રાખતી તે સ્ત્રી તેનાં ગુણોને યાદ કરતી સવારે સ્તુતિ કરે. તેમ સ્વામીને ખુશ કરવા તેમની આગળ તેમનાંજ ગુણનોને વર્ણવનારા ગીતને પણ ગાય છે. તેથી તે ગીત પણ વિલાપ જ છે. તેમ ભૂતને વશ થયેલો હાથ પગની અનેક ચેટાઓ કરે તેમ નાચનારો પણ વિવિધ ચેષ્ટાઓ કરે છે. તેથી પરમાર્થ6