________________
૨૪૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
આ પણ વિડંબના છે. કોઈ સ્વામીના આદેશથી મુકુટ વિ. અલંકારને ગ્રહણ કરે તેનાં ભારથી પીડાય. તેમ શું કોઈએ યોગ્ય અંગોપાંગ ઉપર ઘરેણાં લગાડ્યા હોય તો શું તે ભારને વહન નથી કરતો ? તેમ કામો પણ કરણ વિ. ધી સેવતા કામો પણ બહુ દુઃખ આપનારા થાય છે. (જેમ શબ્દ કામથી હરણો જાલમાં ફસાય છે.) એ પ્રમાણે પરલોકમાં નરકાદિ માઠી ગતિનાં મહેમાન બને છે. તેથી તે કેવી રીતે દુઃખ આપનારા નથી. તેથી પરલોકમાં સુખને ઈચ્છનારાઓએ તેમને વિદાય આપવી જોઈએ.
સંભિન્નશ્રોતે કહ્યુ હે રાજન્ ! સ્વયંબુદ્ધ શુભ નિમિત્તને નહિં દેખનારો પ્રત્યક્ષ જણાતા વિષયસુખને છોડી શિયાળની જેમ માંસ છોડી માછલી લેવા જતાં પાછળથી પસ્તાશે. સ્વયંબુદ્ધે કહ્યું હે સંભિન્નશ્રોત! જે શરીર વૈભવ વિ.ને અનિત્ય જાણી આલોકનાં સુખમાં આસક્ત બનેલો નિર્વાણ વિ. સુખના પ્રસાધક તપ સંયમ અનુષ્ઠાનમાં પરાયણ થતો નથી, તે પ્રાપ્ત થયેલ રત્નભંડારનાં સુંદર રત્નો જે સર્વજનોને પ્રશંસવા લાયક, સુંદર ગુણના આધાર સુંદર તેજવાળા છે, તેઓને છોડી કાચમાં અનુરાગી બનનારો નિષ્ફળ પ્રયત્નથી દારિદ્ર પરાભવ વિ. દુઃખાગ્નિની જ્વાલાથી દાઝેલા માણસની જેમ હોંશીયાર માણસોથી નિંદાય છે. સંભિન્નશ્રોતે કહ્યું ભવિષ્ય માટેનો તારો પ્રયત્ન મને તો આકાશ પડવાની શંકાથી તેને ધારવા માટે ટિંટોડી જેમ પગ ઉંચા કરીને સુએ છે, તેનાં જેવું લાગે છે. વળી મરવાનુ નક્કી જ છે તેથી ‘“શું શ્મશાનમાં જતુ રહેવુ, તે શું યોગ્ય છે ?’’ તેથી અનાગત સુખ હેતુ હાલના સુખને છોડે મરણ સમયે પરલોક હિત કરશું. સ્વયંબુદ્ધે કહ્યુ હે મુગ્ધ ! યુદ્ધ આવી પડતા સૈન્ય તૈયાર કરવું. નગર ઘેરાઈ જતાં અન્ન પાણી ભેગાં કરવા. આગ લાગતાં કૂવો ખોદવો. વિ. શક્ય નથી જો સૈન્ય વિ. તૈયાર હોય તો શત્રુનો પ્રતિકાર, લાંબા સમય સુધી સ્વસ્થ રહેવું. આગ ઓળવવાનું સુખ પૂર્વક થઈ શકે વળી તુચ્છ વિષય સુખમાં મોહિત બનેલો મોક્ષ સુખની અવગણના કરનાર તું શિયાળની જેમ જાતનો નાશ ન કર. બીજો બોલ્યો આ વળી શિયાળીઓ કોણ છે ?
સ્વયંબુદ્ધે કહ્યુ એક જંગલમાં પર્વતની તળેટીમાં રહેલ ગિરીનદીના કાંઠે ભમનાર મત્ત હાથી દેખી મારવાની ઈચ્છાવાળા શિકારીએ કાન સુધી બાણ ખેંચી પ્રહાર કરતાં વેદનાથી વ્યાકુલ બનેલો હાથી નીચે પડી રહ્યો હતો ત્યારે તેનાં કુંભસ્થલથી પડતા મુક્તાફળ દેખી તેને લેવાની ઈચ્છાથી જીવા સાથે ધનુષ ત્યાં મૂકી દોડ્યો. ત્યાં તો હાથીનું શરીર પડવાથી અડધા પીસાયેલા મહાકાયવાળાં સર્પ, નષ્ટપ્રાયઃ બનેલ હરણ અને ભિલ્લુના શરીરોને ભમતા શિયાળે