________________
૨૪૯
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
દેખ્યા. આ સજીવ છે કે મરી ગયા છે. નિશ્ચય કરવા આઘો પાછો થતાં મરી ગયા છે. એવો નિશ્ચય કરી હર્ષથી એમ ચિંતવવા લાગ્યો. અહો ! આ તોડે જીવનભરનું ભોજન થઈ રહેશે. ત્યાં પહેલાં ધનુષ્યની દોરી ઉપર લાગેલી નસ ખાઈ લઉં, પછી શાંતિથી આને ખાઈશ. એમ વિચારી નાડી ખાવા લાગ્યો. તેટલામાં ધનુષ્યના સંધિબંધન છૂટી જવાથી તીક્ષ્ણ અગ્ર કોટીભાગથી (તાળવું) ગળું વીંધાઈ ગયુ. અને ખલાસ થયો. તેમ તું પણ નાશ પામીશ. એટલામાં રાજાએ પૂછ્યુ હે સ્વયંબુદ્ધ ! શું કોઈ પરલોક છે ? તેણે કહ્યુ હે સ્વામી ! જ્યારે બાલકાલમાં મારી સાથે તમે નંદનવન ગયા હતા ત્યારે આપણી પાસે એક કાંતિવાળો દેવ આવેલો. તેણે કહ્યું હે ભદ્ર! મહાબલ ! હું તારા બાપનો બાપ શતબલ, જિનેશ્વરે ભાખેલા વ્રતને આચરી લાંતકાધિપતિ થયો. તેથી હે ભદ્ર ! પરલોક છે અને સુકૃત દુષ્કૃત કર્મનો વિપાક પણ છે માટે નિધર્મમાં રત બનવું એમ કહી અદશ્ય થયો. જો આપને તે યાદ આવતુ હોય તો પરલોકની શ્રદ્ધા કરો ?
રાજાએ કહ્યુ - પિતામહના વચનોને યાદ કરું છું. ત્યારપછી અવસર પામીને સ્વયંબુદ્ધે કહ્યુ હે દેવ ! તમારા વંશમાં કરૂચંદ્ર રાજા તેને કુરૂતિ નામે રાણી અને પુત્ર હરિશ્ચંદ્ર હતો. તે રાજા નાસ્તિકવાદના ધર્મથી ભાવિત મનવાળો મહાઆરંભ વિ. માં મસ્ત બનેલો મરણ સમયે નરકની વેદના સાથે પણ ન સરખાવી શકાય તેવી ભયંકર વેદના વેદવા લાગ્યો. કાનને સુખકારી મધુર ગીતોને પણ આક્રોશ રૂપે માને છે. જીભને સ્વાદિષ્ટ લાગે તેવા દ્રવ્યો પણ વિષ્ટા જેવા લાગે છે.
સુગંધિ કોષ્ટપુડ વિ. ની ગંધ પણ કોહવાયેલા હરણના શબની ગંધ જેવી લાગે છે. આંખને વિકસિત કરનાર લાવણ્યમય રૂપ પણ અનિષ્ટ લાગે છે. કોમલ રૂની પધારી કાંટાની શય્યા જેવી લાગે છે. ત્યારે હરિશ્ચંદ્ર વિપરીત પ્રતિકાર કરે છે. તે મરી નરકે ગયો. પિતાનું આવું કરુણ મરણ દેખી કુમાર ધર્મમાં મન લગાડવા લાગ્યો.
પિતા પાસેથી પ્રાપ્ત આ ગંધસમૃદ્ધ નગરને વિધિથી પાળે છે. એક દિવસ તેણે એક ક્ષત્રિયકુમારને કહ્યુ કે બહુજન પાસેથી ધાર્મિક વચન સાંભળી મને કહેવાં હે ભદ્ર ! બસ આજ તારે સેવા કરવાની છે. ત્યાર પછી તે સુબુદ્ધિ તેને હંમેશા ધર્મ કહે છે. રાજા સંવેગથી સુબુદ્ધિના વચનો સ્વીકારે છે. મુનિને કેવલજ્ઞાન થયુ જાણી હર્ષથી સુબુદ્ધિ સાથે રાજા ગયો. અને પિતાની ગતિ પૂછી. ત્યારે સાંભળતા પણ ભય ઉપજાવે એવા સાતમી નરકના દુઃખ દરિયામાં