________________
૨૫૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ડુબેલા પિતાને જાણી ઘણો સંવેગ પામ્યો. પુત્રને રાજ્ય સ્થાપી સુબુદ્ધિ સાથે દીક્ષા લીધી. ત્યારપછી હે રાજન તે હરિશ્ચંદ્રના વંશમાં અસંખ્યાતા રાજા વ્યતીત થતાં આપશ્રી રાજા થયા છો. અને સુબુદ્ધિના વંશમાં હું થયો છું. પોતાનો અધિકાર જાણી મેં વિનંતી કરી.
તેમજ અકાળે કહેવાનું કારણ એ છે કે આજે હું નંદનવનમાં ગયો હતો. ત્યાં ચારણ મુનિને દેખી આપનું આયુ પ્રમાણ પૂછયું. તેઓએ પણ કહ્યું કે માત્ર એક મહીનો બાકી છે. તે સાંભળી પાણીમાં રહેલુ કાચી માટીનું કોડીયું જેમ ચારે બાજુથી નાશ પામે છે તેમ ઢીલા થતાં બધા અંગવાળા રાજાએ કહ્યું છે મિત્રઆટલા આયુષ્યવાળો હું હવે શું કરી શકીશ ? સ્વયંબુદ્ધ કહ્યું સર્વ વિરતિવાળા ને એક દિવસ પણ થોડો નથી. તરતજ પુત્રને રાજ્ય આપી જિનાલયમાં ગયો. ત્યાં પૂજા કરી ચારે આહારના પચ્ચકખાણ લઈ પાદપોપગમન અનશન સ્વીકારી મારીને તારો સ્વામી હું લલિતાંગ દેવ થયો છું. તે મારો મિત્ર પણ દ્રઢ ચારિત્ર પાળી અહીંજ દ્રઢધર્મ નામે દેવ થયો.
એ પ્રમાણે મેં થોડો તપ આચરેલા એમ તે વખતે હે આર્ય ! મને લલિતાંગે કહ્યું - આ અરસામાં ઈશાનેન્દ્ર પાસેથી દ્રઢધર્મ આવ્યો હે લલિતાંગ! નંદીશ્વરે જિનમહોત્સવ કરવા ઈંદ્ર જાય છે. હું પણ જાઉં છું. તું પાગ ચાલ. અમે પણ (પ્રભુ અને હું) ઈંદ્રની આજ્ઞાથી નંદીશ્વર ગયા. જિનાલયમાં મહિમા કયોં. ત્યાર પછી તિષ્ણુલોકનાં શાશ્વતા ચૈત્યની પૂજા વંદન કરતા લલિતાંગ આવી ગયો. તેનાં વિરહાગ્નિ જ્વાલાથી ભક્ષણ કરાતા શરીરવાળી હું (સ્વયંપ્રભા) પરિવાર સાથે વિમાનમાં આવી. મારી શોભા નાશ પામતી દેખી સ્વંયબદ્ધ (કઢધર્મ) દેવે મને કહ્યું હે સ્વયંપ્રભા ! તારે ચ્યવન સમય થઈ ગયો છે. તેથી જિનાલયોમાં પૂજા કરે જેથી બોધિ લાભ થશે.
તેનાં વચન સાંભળી નંદીશ્વર દ્વીપમાં પૂજામાં તત્પર બનેલી હું આવીને પુષ્કલાવતી વિજ્યમાં વજસેન ચકીની ગુણવતી રાણીની કુકીમાં પુત્રી રૂપે ઉપજી. શ્રીમતી નામ પાડ્યું. પિતાના ભવનરૂપી પાસરોવરમાં રાજહંસીની જેમ ધાત્રીઓથી પાલન કરાતી યમક પર્વતને આશ્રિત લતાની જેમ સુખપૂર્વકથી વૃદ્ધિ પામી. સાતિશયવાળી કલાઓ ગ્રહણ કરી. એક વખત સંધ્યાકાળે મહેલ ઉપર ચડી. નગર બહાર સુસ્થિત આચાર્યને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થવાથી દેવો આવવા લાગ્યા. તે જોઈ મેં ક્યાંય આ જોયેલું છે એમ ઈહાપોહથી જાતિસ્મરણ થવાથી દુઃખથી હણાયેલી મૂચ્છ પામી. પરિચારિકાઓએ જલમિશ્રિત વાયરાથી