________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૫૧ સ્વસ્થ કરી હું વિચારવા લાગી મારો પ્રિય ક્યાં ગયો ? મને જણાતો નથી તેના વિના અન્ય માણસો સાથે બોલવાનો શું મતલબ ?
માટે મૌન લઈ લીધુ. જેમકે આની વાણી પકડી લીધી છે. એમ જાણી સેવકજનો મંત્ર તંત્ર બલિવિધાન વિ. કરવા લાગ્યા. પણ મેં મૌન ન મૂક્યું. સેવિકાને લખીને આજ્ઞા આપુ. એક વખત પ્રમદ વનમાં એકાન્ત જાણી પંડિત નામની ધાત્રીએ પૂછયુ હે પુત્રી ! શા કારણે તેં બોલવાનું બંધ કર્યું છે ? તું કહે, તો તેના પ્રમાણે હું કરું. મેં કહ્યું હે માતા ! મુંગાપણાનું કારણ છે પણ તેણે સાધવાને કોણ સમર્થ છે. હર્ષથી ખુશ થયેલી તેણીએ કહ્યું હે પુત્રી ! કારણ કહે જેથી તેમાં પ્રયત્ન કરું. તો સાંભળ હે માત !
ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં નંદીગ્રામ નામે ગામ છે. ત્યાં અહીંથી જ ત્રીજાભવે દારિદ્રકુલમાં છ બહેનો ઉપર હું જન્મી નિર્વિણા થવાથી મા બાપે મારું નામ પણ નહિ પાડ્યું. લોકપ્રસિદ્ધથી નિર્નામિકા એ પ્રમાણે કહેવાઉ છું. બધા ધુતકારતા છતાં કર્મ વશ થી હું જીવું છું. પર્વમાં પૈસાદારના છોકરાને મિષ્ટાન્ન વિ. લઈ નીકળ્યા તેમની જોડે રમવા મેં પણ માતા પાસે લાડુ માંગ્યા ત્યારે રીસે ચડી માતાએ કહ્યું રે પાપી ! અહીં મિઠાઈ ક્યાંથી હોય ? અંબરતિલક પર્વતે જા ત્યાં ફળ ખાજે કે મરી જજે. એમ બોલી મને ફટકારીને ઘેરથી બહાર કાઢી. રડતી રડતી હું ઘરથી નીકળી તે પર્વત તરફ જતા જનસમૂહ સાથે ત્યાં ગઈ. તે પર્વત મેં પ્રત્યક્ષ કર્યો.
અતિકાલ સ્નિગ્ધ વાદળાના ખંડની જેમ લોકના લોચનને આનંદદાયક ઉંચા શિખરરૂપ હાથોથી જાણે આભને ભેટવા ઈચ્છતો હોય, ઝરણોનાં અવાજથી ગુફા અને દિશા ભાગ પૂરનાર, નર વિદ્યાધર કિન્નર યુગલો જ્યાં ગાંધર્વ નાટક કરી રહ્યા છે. સુગંધી સ્વાદુફળ ફુલ, પત્ર ના ભારથી નમેલા શ્રેષ્ઠ વૃક્ષવાળો, જાણે તે અનેક જાતના પશુ, પંખીઓનું કુલમંદિર છે, સ્વાધ્યાય, ધ્યાન, વ્યાખ્યાન વિ. શ્રેષ્ઠ ગુણોથી ભરપૂર એવા મુનિઓ ત્યાં વાસ કરે છે. ઘણું શું કહેવું ? દેવોને પણ રમ્યતાના લીધે આશ્ચર્ય પમાડે છે. ત્યાં ઉંચા ઉંચા વૃક્ષોથી લોકો સ્વાદુફળ તોડે છે. અને મેં પણ નીચે પડેલા ફળ ખાધા લોકોની સાથે પર્વતની રમ્યતાને હું દેખી રહી હતી તેટલામાં કાનને આનંદદાયક એક બાજુથી ગંભીર શબ્દ સાંભળ્યો.
તેનાં અનુસારે હું માણસો સાથે ત્યાં ગઈ. ત્યાં ધર્મદેશના કરતાં યુગંધર આચાર્યને જોયા. હર્ષ ભરેલી મેં સૂરિને વાંદી લોકો વચ્ચે બેઠી અને તેમના