________________
૨૫૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મુખથી નીકળતાં ધર્મને સાંભળવા લાગી. તે ચૌદપૂર્વી ચાર જ્ઞાનના ધણી અમને બોધ પમાડવા વિશેષ રીતે સમજાવવા લાગ્યા.
મિથ્યાત્વાદિથી જીવ નિરંતર કર્મ બાંધે છે. અદેવ માં પ્રભુની ગણના, અસાધુમાં સાધુની માનતા, અતત્વમાં તત્વની બુદ્ધિ આ મિથ્યાત્વ કહ્યું છે. નિદ્રા વિ. પાંચ પ્રમાદ છે.
(મંગ વિ. ના કુવા (ઉકાળા) થી લાકડ અને ચોખા વિ. ના લોટથી બનેલ મદિરા બે પ્રકારની હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને વિષય કહ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કપાય સંજ્વલનાદિ ભેદથી ચાર ચાર પ્રકારે છે. એટલે સોળ થયા. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ એમ પાંચ પ્રકારે નિદ્રા છે. -
ચીકથા - આ દેશની સ્ત્રી સારી, તેની ભાષા મીટી ઈત્યાદિ. ભક્ત કથા - શાકમાં મસાલા વિ. સારા નાંખ્યા છે, તેનું વર્ણન કરવું. દેશકથા - આ દેશ બહુ મનોહર છે; ઈત્યાદિ.
રાજકથા - આ રાજ્ય વ્યાપાર પ્રધાન છે; અહીં ધંધો સારો થઈ શકે ઈત્યાદિ.
વિરતિનો નિષેધ (અભાવ) જ અવિરતિ છે. દુષ્ટ મન, વચન, કાય, અશુભ યોગ જાણવા.
આ બધા કર્મબંધના હેતુઓને છોડો જેથી સંસાર ઓળંગી જલ્દી મોક્ષમાં જશો. આ સાંભળી ઘણા બોધ પામ્યા. મેં પણ ગુરુને પૂછયું - હે ભગવાન! મારાથી વધારે દુ:ખી કોઈ છે. હાં, નારકો છે, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વિના સદા અંધકારમય વૃણાજનક બીભત્સ, પૂતિનસાથી કાદવવાળા અશુભગંધ રસવાળા નરકાવાસમાં વિવિધ પાપકર્મવાળા જીવો ઉપજે છે. ભયંકર દર્શનવાળા જાણે સાક્ષાત્ પાપપુત્ર હોય તેવા તેમજ તેઓ પરસ્પર દુ:ખ ઉદેશે અને ક્ષેત્ર વેદના વેદે છે. તે દુઃખને વર્ણવા સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી. તિર્યંચો પણ વિવિધ જાતનાં અતિ દારુણ ભૂખ, તરસ વિ. દુઃખોને સહન કરે છે. તે દુઃખો શબ્દથી વર્ણવી શકાય એમ નથી. તારા દુઃખથી અનંતગણ ભયંકર દુઃખો પરવશ પડેલા નરક તિર્યંચો પામે છે..
અમનોજ્ઞ શબ્દાદિને છોડવા અને મનોહર વિષયને સેવવા માટે તું સ્વાધીન છે. તેથી તારે દુઃખ થોડુ છે. પણ સુકૃત ધર્મવાળા સુખી જીવોને દેખી તું જાતને દુઃખી માને છે. તેથી જો સર્વોત્કૃષ્ટ સુખ ઈચ્છતી હોય તો ધર્મ કર,