________________
૧૬૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
આ અર્થનાં નીચોડ માટે ગાથા કહે છે..
ता एयं जेऽवमण्णंति बाला हीलंति आगमं । घोरंधारे दुरुत्तारे अहो गच्छंति ते नरा ॥ ५७ ॥ जिणाssणं लंघए मूढो 'किलाहं सुहिओ भवे' । जाव लक्खाईं दुक्खाणं आणाभंगे कओ सुहं ? ॥५८॥
ગાથાર્થ :- જે અજ્ઞાની લોકો આ આગમનું અપમાન અને હીલના કરે છે; તેઓ ઘોર અંધકારમય દુઃખે નીકળી શકાય એવી નરક પૃથ્વીમાં જાય છે. આશા ઓળંગવાથી હું સુખી થઈશ એવું મૂઢ માણસ માને છે; પરંતુ તે લાખો દુઃખ પ્રાપ્ત કરે છે.કારણ કે આજ્ઞા ભંગ કરવાથી સુખ ક્યાંથી હોય ?
ઓધ નિર્યુક્તિ (ભાષ્ય ૪૫-૪૬ ગાથામાં) માં કહ્યું છે કે- પ્રમાદના વશે રાજાનીઆજ્ઞાનો ભંગ કરતા જેમ જેલમાં જકડાવું, ધનાદિ સામગ્રીનું જમ થવું. દુઃખ મરણ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે તેમ પ્રમાદવશે જિનેશ્વની આજ્ઞા તોડતાં દુર્ગતિમાં ક્રોડોવાર મોતને પામે છે. ૫૭) ૫૮॥ આગમનો માહાત્મ્ય દર્શાવનારી ગાથા
कट्टमम्हारिसा पाणी दूसमादोसदूसिया ।
હા ! મળાવા હું કુંતા ?, ન હુંતો નક્ નિગમો થા જિનાગમ ન હોત તો દુષમકાલનાં દોષથી દૂષિત નાથ વગરનાં એવાં અમારા જેવાનું શું થાત ?
મિથ્યાત્વ બલથી પ્રેરણા કરાયેલું સમક્તિ મંદ પડે છે અને અવસર્પિણી કાલનાં દોષથી કષાયો વૃદ્ધિ પામે છે.
ગુરુકુલવાસ ફૂટી રહ્યો છે એટલે અંદરોઅંદર ફૂટ પડી રહી છે. ધર્મમાં પણ મંદ બુદ્ધિ થઈ રહી છે. લોકનાનાથે જે કહ્યું તેજ થઈ રહ્યું છે જેમ રાજાઓ કુટુંબીઓ સાથે ઝઘડે તેમ ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, વસતિ શ્રાવક વિ. માટે સાધુઓ (યુદ્ધકરશે) ઝઘડશે કજીયો કરનારા, તથા પ્રાયઃ કરીને દુષમ કાલમાં અસમાધિ કરનાર, શાંતિનો ભંગ કરનારા, નિર્મી, નિર્દય અને ક્રૂર લોકો હોય છે. જનસમૂહને ક્રોધમાન મદ અનેમત્સર થી પૂરી અધર્મે સમસ્ત જપ તપ સારવાળા ધર્મને પણ જીતી લીધો છે.