SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૫૯ કલ્પિત શાસ્ત્રો રચી અનેક પાખંડીઓ ભોળા માણસોનું ભક્ષણ કરે છે; બોલવામાં ઉસ્તાદ માયાવી પુરૂષો સંતનો વેશધારી લોકોનો વિશ્વાસ મેળવવાં ‘‘આ સર્વજ્ઞનું વચન છે;'' એમ કહે છે ખરેખરતો સર્વજ્ઞ જ નથી તો તેણે રચેલું શાસ્ત્ર ક્યાંથી હોય ? તેથી ઉન્મત્તના વચનની જેમ એમાં તમને આદર કેવી રીતે થાય છે? વળી ઓ પિતાજી ! આ સાંભળતા મારા કાનમાં ભારે વેદના થાય છે અને અંગો અંગઆગથી દાઝી રહ્યું છે તેથી હું તો ઘેર જાઉં છું. ત્યારે શેઠે વિચાર્યુ આ તો કોઈ અભવ્યજીવ લાગે છે. આને પકડી રાખવામાં કોઈ ફાયદો નથી. ઉઠીને ઘેર ગયા. યોગ્ય વયે લગ્ન થયા. વિષય સુખ અનુભવતો ધર્મ મોક્ષ પુરુષાર્થથી વિમુખ અગમ્ય અભક્ષ્ય વિ.માં પ્રવૃત્તિ કરનારો તથા જીવઘાત કરવામાં મસ્ત રહેનારો આર્ત રૌદ્ર ધ્યાનને વશ થયેલો મરીને સાતમી નરકમાં ગયો. ત્યાંથી દીર્ધાયુવાળો માછળો થયો. ત્યાંથી મરી આ જ ભરતમાં રિષ્ટપુર નગરમાં ભીખ માંગનારા ગોભદ્ર બ્રાહ્મણની જવલનપ્રભા નામની પત્નીની કુખે પુત્ર થયો. તેનું અગ્નિદેવ નામ પડ્યું. શરીર તો વધ્યુ પણ મુંગો અને ક્રૂર ચિત્તવાળો હોવાથી વિષવૃક્ષની જેમ સર્વને ત્રાસ ઉપજાવનારો થયો. એક વખત રાજાનાં પ્રિયપુરુષે તેની આગલ રમતમાં ઘાસનું તણખલું નાંખ્યું. ત્યારે તે ક્રોધે ભરાઈને તેને લાકડીથી પ્રહાર કરીને મારી નાંખ્યો.તેથી રાજાએ પણ તેનાં નેત્રો ઉખાડી હાથ પગ કાન નાક છેદીને મરાવ્યો અને છઠ્ઠી નરકમાં ઉપન્યો; ત્યાંથી ફરી માછલો થયો. માછીમારે જીવતો પકડી તપેલા તેલ વિ. છાંટી માર્યો. મરીને ભરવાડ થયો. પણ તે મહામૂર્ખ પત્થર જેવો જડબુદ્ધિવાળો હતો. યૌવનના ઉન્માદથી તથા મૂર્ખતાનાં લીધે મા બહેનને પણ મારવા લાગ્યો. એક વખત પોતાનાં ઘરની પાછળ સ્નાન કરતી ગામ મુખીની પત્ની જોઈ. વાડ ઓળંગી તેની પાસે ગયો. બલાત્કારે ભોગવતાં તેણીએ બુમ પાડી તેટલામાં ઠાકોર આવ્યો. તેનાં અંડકોષનો છેદ કર્યો અને લિંગને પીલી નાંખ્યુ; એમ વેદના ભોગવતો મરી પાંચમી નરકમાં ગયો. ત્યાંથી નીકળી મ્લેચ્છજાતિમાં જાતંધ પુત્ર થયો. આનું પાલન પોષણ કરવું ભારે પડશે. એમ જાણી માતાએ જાતે તેનું ગળું મરડી મારી નાંખ્યો. અને નરકમાં ગયો. એરીતે અભવ્ય હોવાનાં લીધે અનંતકાલ સંસારમાં ભમશે. (વસુદત્ત કથા સમાપ્ત)
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy