________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૧૭
તેથી આ નબળા પડેલ વરંડાનુ સમારકામ કરી નાંખુ! જેથી વર્ષાકાળે સુતેલા આપણાં ઉપર ન પડે. તેણે તે પ્રમાણે કર્યું. નબળી ઈંટોને બહાર કાઢતા પાંચસો સોનામહોરો બહાર નીકળી. રાજશ્રીને દેખાડ્યા વિના સોનામહોર પાછળ મૂકી દીધી. અને કૃતકૃત્ય થયેલા તેણે દુકાને જઈ સો દ્રમો વેચી રાજશ્રી માટે વસ્ત્ર અલંકાર કરાવ્યા. તે બોલી આ ક્યાંથી કર્યું ? સજ્જન (શેઠ) પાસેથી સો દ્રમો માંગીને આ વસ્ત્રાભરણો કરાવ્યા છે. જો આમ હોય તો મારે આની જરૂર નથી. તેણે કહ્યું તું ડરીશ મા એ શેઠ તો મહાધનવાન અને મારા ઉપર ઘણાં હેતવાળો છે. વળી તેને તો આટલાની કાંઈ ગણતરી જ નથી. રાજશ્રીએ પહેર્યા તેપણ વ્યાપાર કરતા થોડા દિવસમાં હજાર સોનામહોર નો સ્વામી બન્યો.
એકવાર દેવધરને રાજશ્રીએ કહ્યું કે શ્રાવકો ને ચૌમાસામાં માટી ન ખણાય. તેથી તમે કાંઈક ખણવાનું સાધન લાવો જેનાથી હું માટી એકઠી કરી લઉં. શેઠના ઘેરથી કોદાલી લાવી આપી. રાજશ્રી બોલી મારાથી માટી ખણી શકાય એમ નથી. દેવધરે કહ્યું સંધ્યાકાણે માણસોની અવર જવર ઓછી થશે. ત્યારે હું ખોદીશ. તું તગારું અને કોથલો પકડજે માટીનો. હું પણ કોથલો ભરીને આવીશ નહિ તો ખુલ્લી માટી લાવતા આપણને શરમ લાગશે. રાજશ્રીએ તે પ્રમાણે કર્યું; દેવધરે કોદાળીનો ઘા કરીને ભેખડ પાડ્યું, ત્યાં તો દસ લાખ સોનામહોર ના મૂલ્યવાળો રત્નાદિથી ભરેલો ચરુ (મોટો ભંડાર) નીકળ્યો. દેવધરે કહ્યું પ્રિયે ! ચાલો આપણે અહીંથી જલ્દી નીકળી જઈએ. શા માટે? એ પ્રમાણે તેણે પૂછ્યું ત્યારે દેવધરે કહ્યું આ જો આપણો કાલ પાક્યો લાગે છે. રાજશ્રી બોલી આ તો કાલ નથી પણ તમારા પુણ્યપ્રભાવે લક્ષ્મી આવી છે. તારી વાત સાચી પણ રાજા જાણશે તો ભારે અનર્થ થશે. ત્યારે ‘મારી આ શંકા કરે છે’ એમ વિચારી રાજશ્રી બોલી મારી પાસેથી આ ધન કે વાત પ્રગટ ન થાય તેથી તું વિના સંકોચે ભાગ્યયોગે સામે આવેલ ધનને કોઈ ન દેખે ત્યાં સુધીમાં ગ્રહણ કરી લો. ત્યારે તેને કોદાળીથી સીલ તોડી રત્નાદિને કોથળામાં ઢાળવ્યા. (સોનામહોરનાં ચરુને) ભાજનને પણ તગારામાં મૂકી ઉપર માટી નાંખી દીધી. ઘેર આવી એક ભાગમાં દાટી દીધું. એકવાર રાજશ્રીએ દેવધરને કહ્યું આ ધન તો પત્થર સમાન છે કારણકે- જિનમૂર્તિ, જિનાલય, જિનપૂજા, જિનેશ્વરના પ્રક્ષાલ કે યાત્રામાં જે ધન ઉપયોગમાં આવતું નથી તે ધન હે પ્રિયતમ ! પત્થર સમાન છે. જે ધન સાધુ-સાધ્વીને અન્ન-પાન-પાત્ર-સંઘારા-આસન-વસતિ-દવા વિ. માટે અપાતું નથી તે પણ કાંકરા સમાન છે.
જે ધન સાધર્મિકોના ભોજન, તંબોલ, આસન, વસ્ત્ર વિ. માટે વપરાતું