SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કહ્યું સત્ય છે લક્ષ્મીએ પણ સાધ્વી પાસે જઈ ખાત્રી કરી ત્યારે લક્ષ્મીએ દરિદ્ર હોવા છતા ગુણવાળો શ્રાવક તથા આ શ્રામણ્ય પુત્ર છે. અને બીજો કોઈ મહર્દિક નોકરાણીનો હાથ ગ્રહણ કરશે નહિં. એમ વિચારી દેવધરને રાજશ્રી આપી કર્મ ધર્મ યોગે તેજ ફાગણ સુદ અગ્યારસે લગ્ન લેવાયા. વિવાહ સંબંધી મંગલ કાર્યો કરતી વખતે રાજશ્રી એ પ્રમાણે ભાવના ભાવવા લાગી. સંયમ લેવાના દૃઢ નિશ્ચયવાળી, એવી ભાગ્ય વિહુણી મારે જો અંતરાયકર્મ નહોત તો આજે સ્વજન અને શ્રાવકન મને દીક્ષાનો વેશ આપતો હોત. સંવિગ્નો પ્રશંસા કરતા હોત, એમ ભાવના ભાવવા લાગી. વળી લગ્ન વખતે પીઠી ચોલતી વખતે વિચારવા લાગી આજ મારે અત્યારે દીક્ષા અભિષેકનો મહોત્સવ ચાલી રહ્યો છે. સ્વજનો સાથે સર્વ આભરણોથી સજેલી વાજતે ગાજતે અત્યારે દેરાસર જઈ રહી છું. માતાના ઘેર બેઠેલી વિચારે છે કે ત્રણ પ્રદક્ષિણા દઈને હવે હું ગુરુ સાથે ભક્તિથી ચૈત્યવંદન કરી રહી છું. ચતુર્વિધ સંઘસમક્ષ મને ગુરુવડે અત્યારે સમર્પણ કરાતો ઓધા વિ. નો વેશ જે લોકોને સંપદા કરનારો છે. હસ્તમેલાપ વખતે વિચારે છે હાજીહા ! આ તે સમય છે જ્યારેતું ગુરુજનની પાછળ પાછળ બોલી સામાયિકને ગ્રહણ કરી રહી છે. ફેરા ફરતી વખતે સમવસરણમાં પ્રદક્ષિણા આપતા સમસ્ત સંધ વાસક્ષેપ નાંખી રહ્યો છે. એમ વિચારે છે ત્યાર પછી સર્વજનો વંદન કરી રહ્યા છે. અને પછી ગુરુ મહારાજ હિતશિક્ષાઆપી રહ્યા છે. અને પોતે સંવેગપૂર્વક સાંભળી રહી છે. હા ! જીવ ! લક્ષણ વગરનો ! સર્વવિરતિવિધાનને લેવા લલચાયેલા તને રાક્ષસ જેવા બલવાન અંતરાય કર્મે કેવી રીતે ઉપદ્રવ કર્યો ? એમ ભાવના ભાવતી રીવાજ પ્રમાણે પરણી. વિનંતી કરતા શેઠે આશ્રય સ્થાન તરીકે પોતાના વંડાના એક ભાગમાં રહેલી ઝૂંપડી આપી. પતિને અનુરત રાજશ્રીને દેવધર ત્યાં લાવ્યો. રાજશ્રી સાથે વિષયસુખ અનુભવતો રહે છે ત્યારે શેઠને સુઝ્યુ કે આ મહાનુભાવ દેવધર મારો સાધર્મિક મહાસત્વશાળી, ઉદાર ચિત્તવાળો અને ધણાં ગુણો વાળો છે. તેથી આની પાસે કાંઈક વેપાર કરાવું. આનુ વિજ્ઞાન જોઉં જો યોગ્ય હોય તો યથાયોગ્ય કરીશ એમ વિચારી શેઠે કહ્યું. શેઠે કહ્યું હે બેટા ! મારી પાસે પૈસા લઈ પત્ર શાકાદિનો વ્યાપાર કર. તેણે તેમ કર્યુ તેનાથી ખાવા પીવાનો ખર્ચ વિ.જાતે કાઢવા લાગ્યો. એટલામાં વરસાદના દહાડા નજીક આવ્યા તેથી પત્નીએ કહ્યું ક્યાંથી પણ તમે ઈંટો લાવો
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy