________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૧૫ પૂછયું શું આ યોગ્ય છે કે નહિં? કર્ણપિશાચી વિઘાએ કહ્યું હજી આને દીક્ષા ન આપો. પ્રવર્તિનીએ પણ ફરી પૂછીશ, માટે મૌન રહી, એટલામાં ઉનાળો આવ્યો. ત્યારે પ્રચંડ સૂર્યના કિરણોથી તપેલી, પરસેવાથી મેલા શરીરવાળી, ભૂખ તરસથી પીડાયેલી, ગૌચરીના ભારથી વ્યાકુલ બનેલી, વહોરીને પાછી ફરેલી એવી સાધ્વીને જોઈ રાજશ્રી કહેવા લાગી. હે ભગવતી! આવા કષ્ટથી તેઓ ગૌચરી લાવે છે. તે ગૃહસ્થપણામાં હું ખાઉં તેનાથી મને ભારે આશાતના લાગે છે. માટે મને જલ્દી દીક્ષા આપો. પ્રવર્તિનીએ કહ્યું ધીરી થા. વર્ષ માત્રમાં ફાગણ સુદ અગ્યારસે તારા માટે શુભમુહુર્ત આવે છે. એમ શાંત કરી ફરીથી વિઘાને પૂછ્યું? વિદ્યાએ કહ્યું હજી પણ આના ભોગફળ બાકી છે.
પ્રવતિનીએ પણ ચૈત્ય તથા સાધુ સાધ્વીની ભક્તિ કરશે એમ માની વર્ષાકાળ સુધી મૌન રહીત્યારે વરસાદ પડ્યો ત્યારે પણ તેણીના ભોગફળ બાકી છે. વિદ્યાએ કહ્યું પાંચશો પાંચ રાણીઓમાં પટ્ટરાણી થશે. પચાસ વર્ષના ભોગાવાળી કર્મ બાકી છે. જિનશાસનની ઉન્નતિ કરશે એમ માની પ્રવર્તિની ઉદાસીન ભાવે રહી (આ છોકરીને છોડી દઉં ઈત્યાદિ વિચારણા કર્યાવિના તથા કોઈને જણાવ્યા વિના રાજશ્રીને પોતાની પાસે રાખી) એક દી સાધ્વીને વંદન કરવા આવેલા દેવધરે રાજશ્રીને જોઈ; તેણે કહ્યું હજી આણીને દીક્ષા કેમ નથી આપતા ? પ્રવર્તિનીએ કહ્યું આ અયોગ્ય છે. આમ છે તો પછી અવિરતિનું પોષણ કેમ કરો છો ? શાસનની ઉન્નતિ કરનારી થવાની છે. માટે તેણે કહ્યું કેવી રીતે ? વધારે કહેવાય એમ નથી. જ્યાં સુધી તમે નહિં કહો ત્યાં સુધી હું ભોજન નહિ કરું'' એમ આગ્રહ કરતાં યથાવસ્થિત વાત કરી ત્યારે દેવધરે વિચાર્યું કર્મ પરિણતિ કેવી વિચિત્ર છે. કે જેથી આ વાણિયાની છોકરી પણ રાજલક્ષ્મીને પ્રાપ્ત કરશે. અને ભોગવીને દુર્ગતિમાં જશે. તેથી આગીને પરાગી લઉં જેથી આ રાજલક્ષ્મીને અને દુર્ગતિને પામે નહિં એમ વિચારી તેને પ્રવર્તિનીને કહ્યું હે ભગવતી ! હું આણીને પરણું? ત્યારે પ્રવર્તિની બે કાન બંધ કરીને બોલી કે શ્રાવક ! અજ્ઞાનીની જેમ પૂછે છે. અનુપયોગ બદલ દેવધરે “
મિચ્છામિ દુક્કડ઼” આપ્યો. ત્યાર પછી લક્ષ્મી પાસે ગયો. અને વિનયપૂર્વક કહ્યું હે માતા ! મને રાજશ્રી આપો. લક્ષ્મીએ કહ્યું મેં તો સાધ્વીજીને સોંપી દીધી છે. દેવધરે કહ્યું પણ સાધ્વીઓ તાણીને દીક્ષા આપશે નહિં. તેણે (લક્ષ્મીએ) કહ્યું તમે કેવી રીતે જાણ્યું તમે (દેવધરે) કહ્યું તેઓએ-સાધ્વીએ જ કહ્યું છે; તેણે કહ્યું તે પ્રમાણે થાઓ અન્યથા કરવા યોગ્ય નથી. લક્ષ્મીએ પ્રવર્તિનીને પૂછ્યું શું સત્ય છે. રાજશ્રીને દીક્ષા નહિ આપો ! પ્રવર્તિનીએ