________________
૨૧૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ગલે રહેલાં સ્તન (થાન) સરખા સાવ નકામાં મારા જન્મને હા ! હા! ધિક્કાર છે. આલોકમાં પુણ્ય વિહુણી મને એક કોળીયો પણ માતાની ભારે તનતોડ મજૂરીથી પ્રાપ્ત થાય છે. જન્માંતરનાં ભારે પાપવાળી દાનશક્તિવિહુણી મારો પરલોકતો નિષ્ફળ જ થશે.
પાત્રમાં આપ્યા વિના રોજ ખાનારી મને ધિક્કાર હો. ધનસંપત્તિન હોવાથી દેવા માટે હુ અશક્ત છું. એક વખત મહેભ્યના ઘેર સેવા કરનારની લાહણીમાં ચાર લાડુ મળ્યા. રાજશ્રીને કીધુ બેટી બસ આ સિંહકેસરીયા લાડુ તારા માટે લાવી છું. તું જમ! તે લઈને દ્વારે બેઠી જો કોઈ અતિથી આવે તો સારું થાય એમ વિચારવા લાગી. આજે મારી માંએ સારું ભોજન આપ્યું છે, તેથી પાત્રમાં આપી આત્માને કૃતાર્થ કરું. એ અરસામાં ગૌચરી માટે ભમતી, ગુણોથી યુક્ત દુર્ધર બ્રહ્મવ્રતને ધારણ કરનારી તપસ્યાથી સુકાયેલા દેહવાળી, ઘાસ તથા મણિમોતીમાં સમદ્રષ્ટિવાળી, યુગ પ્રમાણ ભૂમિ જોઈને ચાલનારી, ઉત્તમ સાધ્વીજીઓ ભવિતવ્યતાના યોગે ત્યાં આવી. ત્યારે પોતાના વાંછિત- મનોરથ પૂરા થતાં હોવાથી ખીલેલી રોમરાજીવાળી, સંભ્રમથી ડગમગતી ઉતાવળે ચાલવા તૈયાર થયેલી. આનંદથી આંસુડાની ધારાને વરસાવતાં નયણોવાળી, તે બાળાએ ત્રિકરાગ શુદ્ધિ પૂર્વક શુદ્ધ દાન અન્ન તેમને વહોરાવ્યું. ત્યારે પાત્ર અને ચિત્તથી (ભાવથી) શુદ્ધ એવા તે દાન થી આલોક સંબંધી વિશિષ્ટ ભોગ ફળ ઉપાર્જન કર્યું. આજે હું ધન્ય બની. પૂર્ણ બની કારણ કે મારા હાથે આવું સરસ કામ થઈ ગયું. “એ પ્રમાણે સુકૃત અનુમોદનાથી વારંવાર તે કર્મને પુષ્ટ કર્યું” માસીએ પણ આ ધન્ય છે. જે નાની છોકરી હોવા છતા આવું દાન કરે છે. એમાં માનીને તેણીની પ્રશંસા કરી. છતા પણ
ભરણપોષણ નહિં કરી શકવાના કારણે લક્ષ્મીએ તે કન્યા સુવ્રતા નામની પ્રવર્તિની સાધ્વીજીને સોંપી અને કહ્યું હું ભરણ પોષણ કરવાને સમર્થ નથી જો તમને યોગ્ય લાગે તો આને ગ્રહણ કરો. પ્રવર્તિનીએ તેનો સ્વીકાર કર્યો. તેને ત્યાંજ મૂકી લક્ષ્મી પોતાને ઘેર ગઈ. જમવાના સમયે પ્રવર્તિનીએ કહ્યું બેટી ! તું જમી લે તે બોલી હે ભગવતી ! આવા ભયંકર કોટીના શિયાળામાં ઠંડા પવનથી ધ્રુજતી સાધ્વીઓએ ભારે કષ્ટથી આ ભોજન લાવ્યું છે. તેને ગૃહસ્થપણામાં રહેલી હું કેવી રીતે જમું.
પ્રવર્તિનીએ કહ્યું બેટી ! સારા દિવસે દીક્ષા આપીશું તેથી તું જમી લે. ત્યારે રાજશ્રી જમી પ્રવર્તિનીએ તેનામાં પાપભીરુતા જોઈને કર્ણપિશાચી વિદ્યાને