________________
૨૧૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કરનારો પણ સુગતિને મેળવે છે. જેમ કઠિયારાના દાનની અનુમોદના કરનાર હરગ તથા બળદેવ બધા પાંચમા દેવલોકે ગયા. તેથી આને સારું જમાડ એમ કહી શેઠ દેરાસરમાં ગયા. સેદાણીએ પણ બેદરકારીના કારણે કાંઈ પીરસ્યુ નહિ. ત્યારે દેવધર પણ અભિમાનમાં આવી ગયો. અને આમ વિચારવા લાગ્યો.
અહો ! દારિદ્રય ભારે કષ્ટ છે જેના લીધે જગતમાં પહાડ જેવા પુરૂષો પણ તાણખલાથી પણ હલકા થઈ જાય છે. દૌર્ગત્યના તાપથી તપેલાં અન્ય માણસોથી ધિક્કાર અને તિરસ્કારને પામનારા માણસોનું જીવન શું કામનું ? આ જગતમાં પુરુષાર્થ એક એવો છે જેનાથી ઉંચી મહત્તા પ્રાપ્ત થાય છે. જેનાં લીધે ઘણાં દોષવાલા માણસો પણ માન પાન મેળવે છે. સર્વ અપમાનના ગળે પગ મુકી ત્રણે લોકમાં વંદનીય શાંત પાડવાલા જે સાધુ થયા તેમને ધન્ય છે. (સાધુ માન-અપમાનમાં સમભાવવાળા હોવાથી અને સર્વને પૂજ્ય હોવાથી “અપમાનને મારી નાંખ્યું છે' એમ કહેવાય છે.) હું તો અધન્ય છું કારણ કે દીક્ષા લઈ શકતો નથી જેથી અપમાનના ભારે દુઃખો સહુ છું.
આ પ્રમાણે વિચારતો હતો એટલામાં શેઠ બહાર નિકળ્યા. તેવી જ દશાવાળો તેને દેખી શેઠે કહ્યું કે પુત્ર! ઉભો થા મારી સાથે જમ. શેઠ સાથે સુંદર ભોજન કર્યું. આ લોકમાં સાધુ દાન પ્રભાવથી મહારાજ્ય લક્ષ્મી જેને ઉપાર્જન કરી છે, છતાં પણ જિન સાધુ સાધ્વી વંદન સેવામાં રત. અન્ય જન્મના નિકાચિત અશુભ કર્મને અનુભવતા તેનો સમય પસાર થાય છે.
આ બાજુ એજ નગરમાં રત્નસાર નામે શેઠ છે. મહાલક્ષ્મી નામે તેની ઘરવાળી છે. વિષયસુખ અનુભવતાં મહાલક્ષ્મીને ગર્ભ રહ્યો. છ મહીના થયાને શેઠ ગુજરી ગયા.
સમય પાકતા મહાલક્ષ્મીએ અપ્સરા કરતા સુંદર રૂપવાળી સર્વ લક્ષણ યુક્ત એવી પુત્રીને જન્મ આપ્યો. ત્યારે અપત્રિયાનું ધન રાજાનું માટે પુત્રીના નિર્વાહ માટે થોડુ ધન મૂકી બધી ઘરવખરી વિ. સામગ્રી રાજાએ લઈ લીધી. રાજશ્રી નામ પાડ્યું. મૂકેલા દ્રવ્યથી પુત્રીને ભાગાવી.
એ અરસામાં પતિમરાણ, ધન વિનાશથી દુઃખી બનેલી મહાલક્ષ્મી મરી ગઈ. લક્ષ્મી નામની માસીએ રાજશ્રીને પોતાની પાસે રાખી અને પૈસાદારના ઘેર કામ કરી પાલન કરવા લાગી. પણ શ્રાવિકા હોવાથી ભાવપૂર્વક દરરોજ ચૈત્ય સાધુ-સાધ્વીઓને વાંદે છે. દાનધર્મ વિ. ન કરી શકવાથી આત્માને નિંદે છે. આલોક અને પરલોક સંબંધી કોઈ પાગ સાધી ન શકાય એવા બકરીના